Tag: school zone

  • અરે વાહ! મુંબઈ શહેરમાં પહેલી વખત ‘સેફ સ્કુલ ઝોન’ બનાવવામાં આવ્યું. જાણો આ નવો કોન્સેપ્ટ શું છે.

    અરે વાહ! મુંબઈ શહેરમાં પહેલી વખત ‘સેફ સ્કુલ ઝોન’ બનાવવામાં આવ્યું. જાણો આ નવો કોન્સેપ્ટ શું છે.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

    ગુરુવાર 

     

    મુંબઈ શહેરમાં ખીચોખીચ ગિરદી રહેતી હોય છે. તેમજ ટ્રાફિક પારાવાર છે. આ પરિસ્થિતિમાં અનેક પાલકો એવું લાગે છે કે શાળા અને તેની આસપાસના વિસ્તારમાં વધુ પડતી સુરક્ષા હોવી જરૂરી છે. હવે આ સંદર્ભે એક અભિનવ પ્રયોગ મુંબઈ શહેરમાં કરવામાં આવ્યો છે. મુંબઈ શહેરના ભાયખલ્લા વિસ્તાર માં મિર્ઝા ગાલિબ રોડ પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ, શાળા પ્રશાસન, પાલક અને સ્થાનિક લોકોએ ભેગા મળીને સેફ ઝોન બનાવ્યો છે. આ યોજના હેઠળ શાળાની આસપાસના વિસ્તારમાં ચાલવા માટે ફૂટપાથ પૂરી રીતે ખાલી રાખવામાં આવી છે. રસ્તા પર પીળા રંગના ફ્લેગ લગાડવામાં આવ્યા છે તેમજ બાળકો માટે શી રીતે ચાલવું તેની ગાઇડલાઇન પણ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત બસમાંથી ઉતર્યા પછી બાળકોએ કઈ તરફ જવું તેમજ કઈ જગ્યાએ બસ ઉભી રહેવી જોઈએ તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ શહેર માં પ્રાયોગિક યોજના હેઠળ આવું કરવામાં આવ્યું છે. જો આ યોજના સફળ રહેશે તો આવનાર દિવસમાં અન્ય શાળાઓ ની આસપાસ પણ આવું કરવામાં આવશે.

    કિંગ ખાનની ધીરજ હવે ખૂટી! પુત્ર આર્યન ખાનને મળવા માટે આર્થર રોડ જેલ પહોંચ્યો; જુઓ વિડિયો