Tag: sdg

  • Gujarat Gram Panchayat : ગુજરાતની ગ્રામપંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)માં ગુજરાત ટોચ પર

    Gujarat Gram Panchayat : ગુજરાતની ગ્રામપંચાયતોનો સમગ્ર દેશમાં ડંકો, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)માં ગુજરાત ટોચ પર

    News Continuous Bureau | Mumbai

    Gujarat Gram Panchayat : ભારતના પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતની 340થી વધુ ગ્રામપંચાયતો ‘ફ્રન્ટ રનર’ કેટેગરીમાં સ્થાન પામી

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. દેશના તમામ ગામડાંઓ સ્વચ્છ અને આધુનિક બને અને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચે તે દિશામાં તેમના પ્રયાસો રહ્યા છે, જેની શરૂઆત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરી હતી. મુખ્યમંત્રી તરીકેના શ્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગામડાઓના વિકાસની યાત્રા શરૂ થઈ હતી અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે ફરી એકવાર ગ્રામીણ સ્તરે વિકાસ અને ટકાઉ શાસન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. 

    ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2022-23માં ગુજરાત ફરી એકવાર ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્ડેક્સ હેઠળ, દેશના 29 રાજ્યોની 2.16 લાખ ગ્રામપંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 346 ગ્રામપંચાયતોને ‘ફ્રન્ટ રનર’ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશમાં સૌથી વધુ છે.

    આ સિદ્ધિ સાથે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે એક રાષ્ટ્રીય માપદંડ સ્થાપિત કરે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગ્રામીણ પરિવર્તન પ્રત્યેની રાજ્યની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

    પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) એ ભારત સરકાર દ્વારા ડેટા-આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્ય સ્તરે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાને પ્રોત્સાહન આપવા માટેની એક સીમાચિહ્નરૂપ પહેલ છે. આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે, ગરીબીમાં ઘટાડો, આરોગ્ય, શિક્ષણ, પર્યાપ્ત પાણી પુરવઠો, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા નવ મહત્વપૂર્ણ થીમોમાં 435 જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે. 

    આ સમાચાર પણ વાંચો : Navkar Mahamantra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર વિશેષ ફિલાટેલિક ટપાલ કવરનું વિમોચન કર્યું

    PAI માં ગુજરાતનું શાનદાર પ્રદર્શન રાજ્યના સમાવિષ્ટ અને ટકાઉ ગ્રામીણ વિકાસના મોડેલને ઉજાગર કરે છે, જેમાં ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટોચનું પ્રદર્શન કરનાર રાજ્યોની યાદીમાં ગુજરાત પછી તેલંગણા (270 ગ્રામપંચાયતો) બીજા સ્થાને અને ત્રિપુરા (42 ગ્રામપંચાયતો) ત્રીજા સ્થાને છે. 

    Gujarat Gram Panchayat : મૂલ્યાંકન કરવામાં આવેલ કુલ 2.16 લાખ ગ્રામપંચાયતોમાં, 

    • 699 ગ્રામપંચાયતોને ‘ફ્રન્ટ રનર’ તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 75-90)
    • 77,298 ગ્રામપંચાયતોને પર્ફોર્મર તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 60-75)
    • 1,32,392 ગ્રામપંચાયતોને મહત્વાકાંક્ષી તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 40-60)
    • 5896 ગ્રામપંચાયતોને શિખાઉ તરીકે સ્થાન આપવામાં આવ્યું (સ્કોર 40 થી ઓછો)

    Gujarat Gram Panchayat :  SDG ને સુસંગત નવ  થીમોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

    1. ગરીબીમુક્ત અને આજીવિકામાં વધારો કરનારી પંચાયત 
    2. સ્વસ્થ અને તંદુરસ્ત પંચાયત
    3. બાળકોને અનુકૂળ પંચાયત
    4. પર્યાપ્ત પાણી પુરવઠો ધરાવતી પંચાયત
    5. સ્વત્છ અને હરિત પંચાયત
    6. સ્વ-નિર્ભર માળખાગત સુવિધાઓ ધરાવતી પંચાયત
    7. સામાજિક ન્યાય અને સામાજિક સુરક્ષા સાથેની પંચાયત
    8. સુશાસન ધરાવતી પંચાયત
    9. મહિલાઓને અનુકૂળ પંચાયત

    પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાયાના સ્તરે વિકાસલક્ષી અંતરોની ઓળખ કરવા અને દરેક પંચાયત પુરાવા-આધારિત, લક્ષિત નીતિગત હસ્તક્ષેપો દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બનશે તેવી અપેક્ષા છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.

    KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.

    News Continuous Bureau | Mumbai

    KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું

    કેઆઇઆઇટી ડિમ્ડ ટુ બી યુનિવર્સિટી)KIIT), ભુવનેશ્વરને(Bhubaneswar) 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં(Times Higher Education Impact Ranking 2022) ‘અમસાનતાઓને ઓછી કરવાના’(REDUCING INEQUALITIES.) સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યું છે.

    વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) (UN)સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)(SDG)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયો નું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતા નું આકલન કરે છે. 

    આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતા માં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું  એક છે.  

    આ સમાચાર પણ વાંચો : હેં!!! અયોધ્યાના રામમંદિરને 1,000 વર્ષ સુધી અડીખમ રહે એવું મજબૂત બનાવશેઃ એજેન્સીની મદદથી 500 વર્ષમાં આવેલા ભૂકંપનો અભ્યાસ કરાશે. જાણો વિગતે.

     ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણી માં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે. 

    પરિણામે, એસડીજીના આ પેરામિટર માં તેને દુનિયાભરમાં 8 મુ સ્થાન મળ્યુ છે.”

      પોતાની ખુશી વ્યક્ત કરતા  KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવાના પેરામિટર માં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામ ને ઉજાગર કરે છે.

    તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.

    કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામીણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસ ની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.