Tag: season ticket

  • યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! પશ્ચિમ રેલવેએ આટલી ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ ઇશ્યૂ કરવાની આપી મંજૂરી.. જાણો વિગત

    યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! પશ્ચિમ રેલવેએ આટલી ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ ઇશ્યૂ કરવાની આપી મંજૂરી.. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 04 માર્ચ, 2022,          

    શુક્રવાર, 

    કોવિડ-19 પ્રતિબંધક નિયમો હળવા થવાની સાથે જ રેલવેએ પણ બહારગામની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા વધારવાની સાથે જ સીઝન ટિકિટ આપવાનું ચાલુ કર્યું છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વધુ 17 પેસેન્જર/DEMU/MEMU સ્પેશિયલ અને મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે.

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પડાયેલી અખબારી યાદી મુજબ માન્ય સીઝન ટિકિટ ધરાવતા મુસાફરોને જ ફક્ત અનરિઝર્વ્ડ કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમને આરક્ષિત કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેમાં ફક્ત માન્ય આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરોને જ મંજૂરી આપવામાં આવશે.

    રિઝર્વ બેંકની કડક કાર્યવાહી, નિયમનું ઉલ્લંઘન કરનારી સાંગલીની આ બેંકનું રદ કર્યું લાઇસન્સ.. જાણો વિગત

     ટ્રેન નંબર 09543, 09544, 19103, 19104 (નંબર 14 થી 17) માં સીઝન ટિકિટની મુસાફરી ફક્ત પશ્ચિમ રેલ્વેના ચોક્કસ વિભાગો પરના સ્ટેશનો અને ટ્રેનોમાં માન્ય રહેશે સિવાય કે સંલગ્ન વિભાગ અને ટ્રેન સંચાલિત ન હોય. 17 ટ્રેનોની યાદી નીચે જોડેલી છે.

  • રેલવે પ્રવાસીઓ માટે સારા સમાચાર, અનરિઝર્વ્ડ ટ્રેનોમાં મળશે હવે સીઝન ટિકિટ.. મુસાફરોને મળશે રાહત. જાણો વિગત

    રેલવે પ્રવાસીઓ માટે સારા સમાચાર, અનરિઝર્વ્ડ ટ્રેનોમાં મળશે હવે સીઝન ટિકિટ.. મુસાફરોને મળશે રાહત. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

    મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

    શુક્રવાર,

    લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. સેન્ટ્રલ રેલવેએ અનરિઝર્વ્ડ ટ્રેનોમાં બહુ જલદી સીઝન ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેમાં લાંબા અંતરની અનરિઝર્વ્ડ ટ્રેનોમાં સીઝન ટિકિટ આપવાનું શરૂ કરવાની છે. 

    સેન્ટ્રલ રેલવેની આ યોજનાને કારણે દરરોજ પુણે અને નાશિક જેવા સ્ટેશનોથી અપડાઉન કરનારાઓને તેનાથી રાહત મળશે. સેન્ટ્રલ રેલવેના અનુસાર અનરિઝર્વ્ડ ટ્રેન સિવાય અમુક મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં પણ સિઝન ટિકિટવાળાને મંજૂરી મળશે. હાલ આવા પ્રવાસીઓ માટે અલગથી કોચ રિર્ઝવ કરવામાં આવ્યો નથી.

    કોરોના કાળથી પહેલા સુરત અથવા પુણેથી મુંબઈ આવતા-જતા પ્રવાસીઓ સીઝન ટિકટ એટલે કે પાસ કાઢીને જ પ્રવાસ કરી શકતા હતા. પરંતુ લોકડાઉનમાં રાહત આપ્યા બાદ પણ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી નથી.

    મુંબઈના આ વિસ્તારમાં પેરાગ્લાઈડર્સ, બલૂન ઉડાવવા પર 20 એપ્રિલ સુધી પ્રતિબંધ.. ડેપ્યુટી પોલીસ કમિશનરે જારી કર્યો આદેશ 

    વેસ્ટર્ન રેલવે પણ અમુક મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં અને અનરિર્ઝવ ટ્રેનમાં સિઝન ટિકિટ આપાની શરૂઆત કરી હતી. હવે સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને પણ આ સુવિધા મળશે.

    પ્રવાસ માટે રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલે કે પ્રવાસીઓને વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે. જે પ્રવાસીએ મેડિકલ કારણથી વેક્સિન લીધી નથી, તેમણે મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. 18 વર્ષથી ઓછી ઉમરના લોકોએ આઈડી સર્ટિફિકેટ દેખાડવું પડશે. જોકે હાલ હાઈ કોર્ટમાં આ સંબંધ પર પિટિશન પર સુનાવણી ચાલી રહી છે. તેથી બહુ જલદી તમામ પ્રવાસીઓને મંજૂરી મળી શકે છે.