• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - senior citizens
Tag:

senior citizens

National Vayoshri Yojana Huge response to senior citizens' assessment camp under Modi government's National Vayoshree Yojana
રાજ્ય

National Vayoshri Yojana :મોદી સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના એસેસમેન્ટ કેમ્પને બહોળો પ્રતિસાદ : 2.48 કરોડથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા

by kalpana Verat July 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

National Vayoshri Yojana :

ભાવનગર- બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ ગત તા.30 જૂનથી પ્રારંભ થયો છે. સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ ચાર દિવસ ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લઈ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળો પ્રતિસાદ અને લાભાર્થીનો ધસારો રહેતા કેમ્પની મુદતમાં એક દિવસના વધારો કરાયો હતો. આમ, કુલ 5 દિવસ કેમ્પ યોજાયેલ જેના અંતે 1119 પુરુષો અને 1450 મહિલા લાભાર્થી મળી કુલ 2569 લાભાર્થીઓનું પસંદગીકૃત નિદાન કરવામાં આવ્યું છે, જેઓને જુદા જુદા પ્રકારના કુલ 15019 સાધનોની સહાય મળશે. જેની અંદાજિત કિંમત રૂ. 2.48.64.619 થાય છે.

National Vayoshri Yojana Huge response to senior citizens' assessment camp under Modi government's National Vayoshree Yojana

 

ઉલ્લેખનીય છે કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી હવે તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ ફોલ્ડિંગ ખુરશી સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે.

National Vayoshri Yojana Huge response to senior citizens' assessment camp under Modi government's National Vayoshree Yojana

 

આ સમાચાર પણ વાંચો :  Gujarat Samras Panchayat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી

છેવાડાના લોકો સુધી આ કેમ્પનો લાભ પહોંચાડવા જુદા-જુદા તાલુકા મથકો ખાતે પણ કેમ્પ યોજાનાર છે.સાંસદ એવમ કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ કેમ્પનો લાભ લેવા ખાસ અપીલ કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shravan Tirth Darshan Yojana Gujarat Government's Shravan Tirth Darshan Yojana received a huge response
રાજ્ય

Shravan Tirth Darshan Yojana: ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાને મળ્યો બહોળો પ્રતિસાદ, આટલા લાખથી વધુ વરિષ્ઠ નાગરીકોએ કરાવ્યું રેજીસ્ટ્રેશન

by khushali ladva February 5, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • યોજનાનો લાભ લેવા લાભાર્થીઓએ ઓફલાઈન નોંધણી કરાવવાની રહેશે
  • યાત્રાળુઓ ગુજરાતના યાત્રાધામોનો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની મર્યાદામાં લાભ લઇ શકશે

Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ મે ૨૦૧૭ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં ૧.૫ લાખથી વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે રૂ.૧,૧૨૮ લાખથી વધુનો ખર્ચ કર્યો છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ એમ ૭૨ કલાક અથવા ૨,૦૦૦ કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા ૨૭ યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો: Road safety rally: દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું, રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેડેટ્સ જોડાયા

Shravan Tirth Darshan Yojana: આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની ૭૫ ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં ૨૭ થી ૩૫ યાત્રાળુઓ સુધી મીની બસનું તથા ૩૬ થી ૫૬ યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.
વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.૫૦/- અને રહેવાના રૂ.૫૦/- એમ કુલ રૂ.૧૦૦/- અને વધુમાં વધુ રૂ.૩૦૦/-ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પૂરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ https://yatradham.gujarat.gov.in પરથી મળી રહેશે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નાગરીકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

– પ્રિન્સ ચાવલા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

Ayushman Vay Vandana Card: આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી પહોંચી 25 લાખ સુધી.. 22000થી વધુ વરિષ્ઠ નાગરિકોને થયો લાભ, લીધી આ વિવિધ પરિસ્થિતિઓ માટે સારવાર..

by Hiral Meria December 10, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ayushman Vay Vandana Card: આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર, 2024 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સિમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે. જે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.  

આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂ. 40 કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 22000થી વધુ વરિષ્ઠ નાગરિકોને ( Senior Citizens ) લાભ થયો છે. વરિષ્ઠ નાગરિકોએ કોરોનરી એન્જીયોપ્લાસ્ટી, હિપ ફ્રેક્ચર /રિપ્લેસમેન્ટ, ગેલ બ્લેડર દૂર કરવા, મોતિયાની સર્જરી, પ્રોસ્ટેટ રિસેક્શન, સ્ટ્રોક, હેમોડાયાલિસિસ, એન્ટરિક તાવ અને અન્ય બીમારી વગેરે જેવી વિવિધ પરિસ્થિતિઓ માટે સારવાર લીધી છે.

Enrollment for Ayushman Vay Vandana Card reaches 25 lakh

Enrollment for Ayushman Vay Vandana Card reaches 25 lakh

29 ઓક્ટોબર, 2024ના રોજ, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( AB PM-JAY) ના વિસ્તરણની જાહેરાત કરી હતી, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને શામેલ કરવામાં આવશે. આ વિસ્તરણ હેઠળ, 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને “આયુષ્માન વય વંદના કાર્ડ” પ્રાપ્ત થયું છે, જે તેમને આરોગ્યલક્ષી લાભો મેળવવામાં મદદ કરશે.

આયુષ્માન વય વંદના કાર્ડ ( Ayushman Vay Vandana Card ) 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ ( Health cover ) પ્રદાન કરે છે. એબી પીએમ-જેએવાય હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે રૂ. ૫ લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળે છે. કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (સીજીએચએસ), એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ઇસીએચએસ) અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોએ તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા એબી પીએમ-જેએવાયનો વિકલ્પ પસંદ કરી શકે છે. તદુપરાંત, ખાનગી આરોગ્ય વીમા કવચ ( Health insurance cover ) હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો એબી પીએમ-જેએવાયમાંથી લાભ મેળવવાને પાત્ર છે.

Enrollment for Ayushman Vay Vandana Card reaches 25 lakh

Enrollment for Ayushman Vay Vandana Card reaches 25 lakh

આ સમાચાર પણ વાંચો  :  SM Krishna PM Modi: PM મોદીએ એસએમ કૃષ્ણાના નિધન પર વ્યક્ત કર્યો શોક, પોસ્ટ શેર કરી કહી ‘આ’ વાત..

આ કાર્ડ આશરે 2000 તબીબી પ્રક્રિયાઓની સારવાર પૂરી પાડે છે અને કોઈ પણ જાતની રાહ જોયા વગર પ્રથમ દિવસથી જ અગાઉથી અસ્તિત્વ ધરાવતા તમામ રોગોને આવરી લે છે.

આયુષ્માન વય વંદના કાર્ડ માટે પાત્રતા ધરાવતા 70 કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અનેક રીતે નોંધણી કરાવી શકે છે. તેઓ નોંધણી માટે નજીકની એમ્પેનલ કરેલી હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે. સ્વ-નોંધણી માટે લાયક નાગરિકો આયુષ્માન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે (ગૂગલ પ્લે સ્ટોર પરથી) અથવા www.beneficiary.nha.gov.in મુલાકાત લઈ શકે છે. નાગરિકો પણ ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરી શકે છે અથવા આયુષ્માન વય વંદના કાર્ડ વિશે વધુ જાણવા માટે 1800110770 પર મિસ્ડ કોલ આપી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
252 centenarian voters over 100 years of age in 9 assembly constituencies of Surat will vote and participate in the Mahaparva of Democracy.
સુરતલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Elections: સુરતના ૯ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૨૫૨ શતાયુ મતદારો લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવશે

by Hiral Meria April 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections: ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરિષ્ઠ અને શતાયુ નાગરિકો, કે જેઓએ દાયકાઓ સુધી નૈતિક ફરજના ભાગરૂપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ નાગરિકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના કારણે વરિષ્ઠ મતદારો વિશેષ સુવિધાઓ સાથે પોતાનો મત આપી શકશે. 

                 ( Surat )  સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય બારડોલી અને નવસારી સંસદીય ક્ષેત્રોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં અદ્યતન મતદાર યાદી ઉપરોક્ત ૯ વિધાનસભાઓમાં ૨૫૨ શતાયુ મતદારો તેમજ ૮૫ વર્ષથી વધુના ૧૫,૦૭૯ મતદારો નોંધાયા છે. ભારતના ચૂંટણી પંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરી છે, જેથી વડીલ મતદાતાઓને મતદાન માટે વધુ સુવિધા મળી છે. તેઓ મતદાન ( Voting ) મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકે એવી કાળજી લેવામાં આવે છે.  

               આગામી તા.૭મીએ જ્યાં મતદાન યોજાનાર છે એવા માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાં ( assembly constituencies ) ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા ૧૭૧૦ તથા ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૪ શતાયુ મતદારો, આ મુજબ ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા અને ૧૦૦ વર્ષથી વધુ વય (શતાયુ) ધરાવતા મતદારો અનુક્રમે માંડવી વિધાનસભામાં ૧૯૮૮ તથા ૩૭, કામરેજ વિધાનસભામાં ૧૬૯૮ અને ૨૬, બારડોલી વિધાનસભામાં ૧૭૩૩ અને ૧૭, મહુવા વિધાનસભામાં ૨૩૬૫ અને ૫૪ વરિષ્ઠ મતદારો લિંબાયત વિધાનસભામાં ૮૪૯ અને ૧૨, ઉધના વિધાનસભામાં ૭૧૯ અને ૦૫, મજુરા વિધાનસભામાં ૨૪૪૩ અને ૩૯ તેમજ ચોર્યાસી વિધાનસભામાં ૧૫૭૪ અને ૨૮, મતાધિકારનો ઉપયોગ કરશે અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. 

આ સમાચાર પણ વાંચો :  MP Srinivas Prasad:જિંદગીની જંગ હારી ગયા ભાજપના સાંસદ, ઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું વી શ્રીનિવાસ પ્રસાદનું નિધન.. .

              ચૂંટણીઓને સહભાગિતાયુક્ત અને નાગરિકકેન્દ્રી બનાવવાના હેતુ સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો ( Senior citizens ) માટે મતદાન સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Health Insurance Big change in health insurance rules, now you can buy health insurance even if you are above 65 years.
વેપાર-વાણિજ્ય

Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર, હવે તમે 65 વર્ષથી વધુ ઉંમરના હોવ તો પણ સ્વાસ્થ્ય વીમો ખરીદી શકો છો..

by Bipin Mewada April 22, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Health Insurance: હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ નવી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકશે. આ માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( IRDAI ) એ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટે 65 વર્ષની વય મર્યાદા હટાવી દીધી છે. આરોગ્ય વીમો ખરીદવા પરના વય પ્રતિબંધોને દૂર કરીને, IRDAI નો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ અને સુલભ આરોગ્ય ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે જે તબીબી ખર્ચ સામે રક્ષણની ખાતરી આપે છે. 

અગાઉની માર્ગદર્શિકા હેઠળ, વ્યક્તિઓને માત્ર 65 વર્ષની ઉંમર સુધી જ નવી વીમા પોલિસી ( Insurance Policy ) ખરીદવાની છૂટ હતી. જો કે, હવે 1 એપ્રિલ, 2024થી અમલમાં આવેલા તાજેતરના સુધારા સાથે, કોઈપણ વયની વ્યક્તિ નવી વીમા પૉલિસી ખરીદી શકે છે. IRDAI એ તાજેતરના ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ તમામ વય જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આરોગ્ય વીમા કંપનીઓ દરેક માટે સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ છે તેની ખાતરી કરશે. IRDAI એ વીમા કંપનીઓ માટે વરિષ્ઠ નાગરિકોને ( senior citizens ) લાભ આપવા માટે અમુક પોલિસી ઓફર કરવાનું ફરજિયાત બનાવ્યું છે. વીમા નિયમનકારી સંસ્થાએ દાવાઓના સરળ અને ત્વરિત પતાવટ અને ફરિયાદ નિવારણ માટે એક વિશેષ ચેનલ ખોલવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Indians in USA: અમેરિકામાં નવા નાગરિકો માટે ભારત હવે બીજા ક્રમનો સૌથી મોટો સ્ત્રોત બન્યો: રિપોર્ટ

Health Insurance: આયુષ સારવાર ( AYUSH treatment ) કવરેજ પર પણ હવે કોઈ મર્યાદા નથી..

સુધારેલા આદેશ હેઠળ, વીમા કંપનીઓ   કેન્સર, હૃદય અથવા કિડની ફેલ્યોર અને એઇડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત વ્યક્તિઓને પણ પોલિસી વેચવાનો ઇનકાર કરી શકશે નહીં.

IRDAI એ પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પોલિસીધારકોની ( policyholders ) સુવિધા માટે, વીમા કંપનીઓને હપ્તામાં પ્રીમિયમ ચૂકવવાની મંજૂરી પણ આપવી પડશે. ઉપરાંત, લાભ આધારિત વીમા ધરાવતા પોલિસીધારકો વિવિધ વીમા કંપનીઓ પાસે બહુવિધ દાવાઓ ફાઇલ કરી શકે છે.

પરિપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આયુષ સારવાર કવરેજ પર પણ હવે કોઈ મર્યાદા નથી. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની અને હોમિયોપેથી હેઠળ સારવાર પર કોઈપણ મર્યાદા વિના વીમા કવરેજ ઉપલબ્ધ થશે.

April 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Senior Citizens Concession RTI Railways earned Rs 5,800 crore in four years by ending concessions for senior citizens RTI report
વેપાર-વાણિજ્યદેશ

Senior Citizens Concession RTI: વરિષ્ઠ નાગરિકો માટે રાહતો સમાપ્ત કરીને રેલ્વેએ ચાર વર્ષમાં 5,800 કરોડ રૂપિયાની કમાણી કરીઃ RTI રિપોર્ટ..

by Bipin Mewada April 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Senior Citizens Concession RTI:ભારતીય રેલ્વે સામાન્ય મુસાફરોને ઘણી સુવિધાઓ આપે છે, પરંતુ જ્યારે કમાણીની વાત આવે છે ત્યારે તે કોઈને છોડતી નથી. આનું ઉદાહરણ એક RTIના જવાબમાં જોવા મળ્યું. જેમાં માહિતી આપવામાં આવી હતી કે વૃદ્ધો માટે રાહત મળતી સુવિધા પાછી ખેંચી લઈને રેલવેને દરરોજ લગભગ 4 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. હા, આ આંકડો લગભગ 4 વર્ષ જૂનો છે. તમારે સમજવું જોઈએ કે ભૂતકાળમાં રેલવેને કેટલી કમાણી થઈ હશે. RTI હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોમાં જાણવા મળ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લીધા પછી, ભારતીય રેલવેએ વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂ. 5,800 કરોડથી વધુની વધારાની આવક મેળવી છે.  

20 માર્ચ, 2020 ના રોજ, કોવિડ -19 રોગચાળાને કારણે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા પછી, રેલ્વે મંત્રાલયે ( Railway Ministry ) વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં આપવામાં આવેલી રાહત ( Concession  ) પાછી ખેંચી લીધી હતી. તે સમય સુધી, રેલવે મહિલા મુસાફરોને ટ્રેન ભાડામાં 50 ટકા અને પુરૂષ અને ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપતી હતી. આ છૂટ હટાવ્યા બાદ વરિષ્ઠ નાગરિકોએ અન્ય મુસાફરોની જેમ જ ભાડું ચૂકવવું પડતું હતું. રેલવેના ધારાધોરણો મુજબ, 60 વર્ષ અને તેથી વધુ વયના પુરૂષો અને ટ્રાન્સજેન્ડરો અને 58 વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓને વરિષ્ઠ નાગરિક ગણવામાં આવે છે.

 ત્રણ RTI અરજીઓના જવાબ મળ્યા..

કેટલીક આરટીઆઈ અરજીઓ પર મળેલા જવાબો પરથી વૃદ્ધો માટે પેસેન્જર ભાડામાં ( passenger fares ) રાહત સમાપ્ત થયા પછીની સ્થિતિ અંગેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મધ્યપ્રદેશના રહેવાસીએ અલગ-અલગ સમયે RTI એક્ટ હેઠળ અરજીઓ કરી છે અને માહિતી મેળવી હતી કે, 20 માર્ચ, 2020થી 31 જાન્યુઆરી, 2024 સુધીમાં રેલવેએ આ હેડ હેઠળ રૂ. 5,875 કરોડથી વધુની વધારાની આવક મેળવી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Strikes in Damascus: ઈરાની એમ્બેસી પાસે ઈઝરાયેલનો હવાઈ હુમલો, ઈરાની જનરલની હત્યા, તેહરાનનું કોન્સ્યુલેટ પણ થયું ધ્વસ્ત..

મધ્યપ્રદેશના આ રહેવાસીએ નિવેદન આપતા કહ્યું હતું કે, મેં આરટીઆઈ એક્ટ હેઠળ ત્રણ અરજી દાખલ કરી હતી. પ્રથમ અરજીમાં, રેલ્વેએ મને 20 માર્ચ, 2020 થી 31 માર્ચ, 2022 સુધીની આવકનો વધારાનો ડેટા પ્રદાન કર્યો હતો. બીજી અરજીમાં, 1 એપ્રિલ, 2022 થી 31 માર્ચ, 2023 સુધીનો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ફેબ્રુઆરી 2024માં દાખલ કરાયેલી ત્રીજી અરજીમાંથી મને 1 એપ્રિલ, 2023થી 31 જાન્યુઆરી, 2024 સુધીની વિગતો મળી હતી.

તેણે વધુમાં કહ્યું હતું કે, રેલવેએ વર્ષ અને લિંગના આધારે આંકડા આપ્યા છે. તેમની મદદથી 20 માર્ચ, 2020 થી 31 જાન્યુઆરી, 2024 દરમિયાન રેલવે દ્વારા એકત્રિત કરાયેલ વધારાની આવક સરળતાથી શોધી શકાય છે. આ નકલો દર્શાવે છે કે લગભગ ચાર વર્ષના ગાળામાં લગભગ 13 કરોડ પુરૂષો, નવ કરોડ મહિલાઓ અને 33,700 ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોએ ટ્રેનની મુસાફરી કરી, જેનાથી કુલ રૂ. 13,287 કરોડની આવક થઈ. મધ્યપ્રદેશના રહેવાસીએ આગળ કહયું હતું કે, મહિલાઓ માટે 50 ટકા અને પુરૂષો અને ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકો માટે 40 ટકાની છૂટની ગણતરી કર્યા પછી, જે અગાઉ લાગુ પડતી હતી, આ રકમ રૂ. 5,875 કરોડથી વધુ થાય છે.

કોવિડ રોગચાળાના અંત પછી વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં રાહત પુનઃસ્થાપિત કરવા સંબંધિત પ્રશ્નો સંસદના બંને ગૃહો સહિત વિવિધ મંચો પર ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનો કોઈ સીધો જવાબ આપ્યા વિના કહ્યું હતું કે ભારતીય રેલ્વે દરેક રેલ્વે મુસાફરને ટ્રેનના ભાડામાં 55 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. વૈષ્ણવે જાન્યુઆરી 2024માં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો કોઈ ગંતવ્ય સ્થાન માટે ટ્રેનની ટિકિટની ( train tickets ) કિંમત 100 રૂપિયા છે, તો રેલવે યાત્રી પાસેથી માત્ર 45 રૂપિયા વસૂલે છે. આ રીતે પ્રવાસ પર 55 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આના પર મધ્યપ્રદેશના રહેવાસીએ નિવેદન આપતા કહ્યું હતું કે, વર્તમાન સરકારે કોઈ નવી ઑફર કરવાને બદલે માત્ર છૂટછાટો પાછી ખેંચી લીધી છે, તેથી આ દર્શાવે છે કે કોવિડ-19 પહેલા 55 રૂપિયાથી વધુ ટ્રેન ટિકિટ ખરીદવા પર વધુ છૂટ આપવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો : Air Travel : ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓને મળી મોટી રાહત, હવે લાંબી ફ્લાઈટ વિલંબના કિસ્સામાં મુસાફરોએ પ્લેનમાં બેસીને રાહ જોવી પડશે નહીં…

April 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Indian Banks have 42000 Cr Rupees unclaimed
વેપાર-વાણિજ્યMain PostTop Post

Indian Banks : બેંકો પાસે રૂ. 42 હજાર કરોડ દાવા વગરના; કોના પૈસા કોને ખબર…

by Hiral Meria February 19, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai  

Indian Banks : માર્ચ 2023 ના અંત સુધીમાં, બેંકોમાં થાપણો તરીકે 42,272 કરોડ રૂપિયા દાવા ( Unclaimed Money ) વગરના પડ્યા છે. RBIએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. સંસદમાં આવેલી રિપોર્ટ મુજબ આ આંકડો ખૂબ મોટો છે. એક સમયે બેંકમાં ખાતું કઈ રીતે ખોલાવવું તેના ફાંફા હતા, હવે એ પરિસ્થિતિ આવી ગઈ છે કે લોકો બેંકમાં ખાતું ( Bank Account ) ખોલાવીને પોતાના પૈસા ભૂલી ગયા છે.  આ સૂચિમાં સૌથી વધુ વરિષ્ઠ નાગરિકો ( Senior Citizens ) સામેલ છે.  મોટી ઉંમરને કારણે તેમજ ઉંમર ગત શારીરિક તકલીફોને કારણે તેઓ પોતાના પૈસા બેંકમાં રાખી મૂકે છે અથવા પૈસા સંદર્ભે તેઓ કોઈ નિર્ણય લઇ શકતા નથી.  ઘણા કેસમાં એવું થયું છે કે વરિષ્ઠ નાગરિકો બેંકના ખાતાની વિગતો ભૂલી જાય છે. 

 આ ઉપરાંત આકસ્મિક મૃત્યુ,  મેડિકલ ઇમરજન્સી તેમજ કાયદાકીય લડાઈને કારણે બેંકમાં પૈસા અટવાઈ જાય છે. અમુક વખત નોકરીને કારણે એક થી બીજા સ્થાન પર સ્થાનાંતરિત થઈ ગયા પછી બીજા રાજ્યમાં રહેલી બેંકમાં પૈસા અટવાઈ જાય છે.  આવા પ્રકારે અનેક કારણોસર બેંકમાં પૈસા વર્ષો સુધી પડ્યા રહે છે. 

 આજના ડિજિટલ યુગમાં લોકો પોતાના પૈસા એક્સેસ કરી શકતા નથી તે ચિંતાનો વિષય છે.  આ ઉપરાંત દેશમાં કરોડો બેંક ખાતા છે આથી અમુક લાખ લોકો જો પોતાની  નાની રકમ પણ બેંકમાં  ભૂલી જાય તો 150 કરોડના દેશમાં તે આંકડો ગણો મોટો થઈ જાય છે. 

જોકે છેલ્લા 10 થી 15 વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા મોટા ફેરફાર આવ્યા છે જે મુજબ પેનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાનું શક્ય બન્યું છે.  આ કરવાથી જે તે વ્યક્તિને શોધવો અને તેને તેના પૈસા પાછા આપવા આસાન થઈ પડે છે.  પરંતુ અનેક લોકો કેવાયસી ની પ્રક્રિયા પૂરી કરતા નથી. જેને કારણે તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીજ થઈ જાય છે અને ત્યારબાદ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર વ્યક્તિ પણ કોઈ જાતનો રસ લેતો નથી.  આવા અનેક કારણોથી બેંકમાં હજારો કરોડ રૂપિયા અટવાઈ ગયા છે.  આ પૈસા બેંક પોતે વાપરી શકતી નથી તેમ જ આ પૈસાનો માલિક પણ તે પૈસા વાપરતો નથી. 

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના પોર્ટલ પર દાવા વગરના પૈસા પાછા મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. ઉદગમ નામના આ પોર્ટલથી લોકો પોતાના પૈસા પરત મેળવી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા શું છે તેમજ ઓનલાઈન રીતે આ કાર્યવાહી કઈ રીતે પાર પાડવી તે સંદર્ભે કોઈની પાસે નક્કર માહિતી નથી. આ કારણથી કાયદાકીય જટિલતાને કારણે અનેક લોકો પોતાના પૈસા ભૂલી જવા તૈયાર છે. 

 

February 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai
મુંબઈ

Mumbai : ચોંકાવનારું.. મુંબઈની રહેણાંક ઇમારતમાં અડધી રાત્રે નશામાં ધૂત બે યુવતીઓએ વગાડી ડોર બેલ, બહારથી દરવાજો બંધ કરવાનો કર્યો પ્રયાસ..

by kalpana Verat January 30, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈના એક રહેણાંક એપાર્ટમેન્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈના એક એપાર્ટમેન્ટમાં બે યુવતીઓ ( Girls ) નેમ પ્લેટ ચેક કરતી અને ફ્લેટની ડોરબેલ ( doorbell ) વગાડતી જોવા મળી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ ( CCTV footage ) પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે સીસીટીવી વીડિયો શેર કર્યો છે અને 28 જાન્યુઆરીએ બનેલી આ ઘટના વિશે જણાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ( Drunk ) દેખાતી યુવતીઓ એ માત્ર નેમ પ્લેટ જ તપાસી ન હતી પરંતુ દરવાજાને બહારથી લોક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. 

ઇમારત મોટાભાગે આધેડ અને વરિષ્ઠ નાગરિકોનું ઘર

યુઝરે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની ઇમારત મોટાભાગે આધેડ અને વરિષ્ઠ નાગરિકોનું ( Senior Citizens ) ઘર છે. રાત્રે 2:30 વાગ્યે, ઘણી ડોરબેલ વાગી, આ ડોરબેલની રીંગએ ( doorbell ring ) મને અને મારી માતાને ચોંકાવી દીધા. સીસીટીવીમાં મેમરીની સમસ્યા હોવાને કારણે, ફૂટેજ શરૂઆતમાં અનુપલબ્ધ ન હતા, પરંતુ બીજા દિવસે સવારે સીસીટીવી “ફિક્સ” થયા પછી કેટલાક ફૂટેજ રીકવર કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધુ બે યુવતીઓએ કર્યું હતું, જેઓ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું, તેઓએ સીસીટીવી પણ જોયા, તેમ છતાં તેઓ ઉપરના માળે ગયા, નેમ પ્લેટ ચેક કરી, દરવાજો બહારથી લોક કરવાનો પ્રયાસ કર્યો. અને સતત ડોરબેલ વગાડતી રહી. .

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

બેશરમપણે વગાડતી રહી ડોરબેલ

પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતા યુઝરે જણાવ્યું કે રહેવાસીઓ ચોંકી ગયા હતા કારણ કે યુવતીઓ સુરક્ષા કેમેરાની હાજરીથી વાકેફ હતી, તેમ છતાં તેઓએ બેશરમપણે તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમની ચિંતા વાજબી હતી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં, અમારી બિલ્ડિંગ અને જુહુ સ્કીમની આસપાસ લૂંટના અનેક પ્રયાસો અને હત્યાઓ પણ થઈ છે. બિલ્ડીંગમાંના લોકોએ ઘણી વખત મધ્યરાત્રિમાં પરિસરમાંથી ભાગી જવું પડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : One Bharat Sari Walkathon: મહિલાઓમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાપડ મંત્રાલય 4 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’નું આયોજન કરશે 

આશ્ચર્ય વ્યક્ત કરતાં યુઝરે પોતાના ટ્વીટમાં કહ્યું, સામાન્ય રીતે, હું તેને અવગણના કરું છું. જો કે, યુઝર દ્વારા શેર કરાયેલા વધારાના CCTV ફૂટેજમાં મહિલાઓ કેમેરાની હાજરીનો સ્વીકાર કરતી દર્શાવવામાં આવી હતી, અને તેમના બહાદુર વર્તન પર વધુ ભાર મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે યુઝરે આ ઘટના ના વધુ બે વીડિયો પણ પોસ્ટ કર્યા છે. સીસીટીવી ફૂટેજ જેમાં બે મહિલાઓ “સીસીટીવી કેમેરા સ્વીકારતી” જોવા મળી હતી.

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

યુઝર્સની પ્રતિક્રિયા

આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સની પ્રતિક્રિયા આવી હતી, જેમાં ઘણાએ મહિલાઓની તેમના “ઉદાસીભર્યા વર્તન” માટે નિંદા કરી હતી. તો કેટલાક વપરાશકર્તાઓએ પોલીસને સોંપવાનું સૂચન કર્યું, યુઝરને યોગ્ય તપાસ માટે ઘટનાની જાણ કરવા વિનંતી કરી.

કાનૂની સંડોવણી વિના ઉકેલાયો મામલો

હવે એક અપડેટમાં, યુઝરે ખુલાસો કર્યો છે કે છોકરીઓને ઑફલાઇન ઓળખવામાં આવી છે અને ઠપકો આપવામાં આવ્યો છે. જો કે, રહેવાસીઓએ વધુ કાનૂની સંડોવણી વિના ઉકેલ લાવવાનું પસંદ કરીને પોલીસ ફરિયાદ ન નોંધાવવાનું નક્કી કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Volleyball, yoga, chess, carrom, racquetball and athletics competitions will be held for senior citizens.
સુરતખેલ વિશ્વ

Surat : સિનિયર સિટીઝન્સ માટે વોલિબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાશે

by kalpana Verat January 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Surat : દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર ( Surat ) તથા ગ્રામ્યમાં ૬૦ વર્ષ થી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે વોલિબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સિટીઝન્સ ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરત, પહેલો માળ, સુડાભવન, વેસુ, આભવા રોડ ખાતેથી મેળવી તા.૧૮ જાન્યુ. સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનુ રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકો ( Competition ) ને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૯૯૭૪૧૩૨૮૯૭ ઉપરથી મળશે એમ જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Lakshadweep: શું તમે પણ લક્ષદ્વીપ જવાની કરી રહ્યા છો તૈયારી… તો જાણો અહીં શું છે નિયમો, કેટલો થશે ખર્ચ..
January 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Senior citizens are getting 8.2% interest in this scheme, tax exemption as well
વેપાર-વાણિજ્ય

Senior citizens: વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમમાં મળી રહ્યું છે 8.2% વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ ફાયદો

by Hiral Meria September 14, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

વરિષ્ઠ નાગરિકો (  Senior citizens ) માટે રોકાણના ઘણા વિકલ્પો છે. પરંતુ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) રોકાણ માટે વધુ સારું સાધન છે. પ્રથમ, તેમાં રોકાણની સુરક્ષાની ગેરંટી છે અને બીજું, આ યોજનામાં વળતર પણ હાલમાં ઉત્તમ છે. એટલું જ નહીં, જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. તેમાં રોકાણ શરૂ કરવું ખૂબ જ સરળ છે. તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

ખાતું ખોલવાના નિયમો

પોસ્ટ ઓફિસની આ યોજના ( scheme ) હેઠળ, સામાન્ય રીતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 50 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ ખાતું ખોલાવી શકે છે. આમાં, ખાતું સિંગલ અથવા સંયુક્ત અથવા પતિ અથવા પત્ની સાથે ખોલી શકાય છે. સંયુક્ત ખાતામાં, પ્રથમ ખાતાધારક પાસે સમગ્ર રકમ પર નિયંત્રણ હોય છે. જો નાણાકીય વર્ષમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માં કુલ વ્યાજ રૂ. 50,000/- કરતાં વધી જાય તો ( interest  ) વ્યાજ કરપાત્ર છે અને ચૂકવવામાં આવેલા કુલ વ્યાજમાંથી નિયત દરે TDS કાપવામાં આવશે. જો ફોર્મ 15G/15H સબમિટ કરવામાં આવે છે અને કમાયેલ વ્યાજ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ન હોય તો કોઈ TDS કાપવામાં આવશે નહીં.

સત્તાવાર વેબસાઇટ અનુસાર, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ( Post Office Senior Citizen Saving Scheme ) 1000 રૂપિયાના ગુણાંકમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા જમા કરો છો, તો તે રકમ તમને તરત જ પરત કરવામાં આવે છે. આમાં તમે 1000 રૂપિયામાં પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ ખોલાવી શકો છો. રોકાણ કરેલી રકમ પર વાર્ષિક 8.20 ટકા વ્યાજ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવાપાત્ર છે. જો કોઈ દાવો કરવામાં આવતો નથી, તો આ વ્યાજની રકમ પર કોઈ વધારાનો લાભ અથવા વ્યાજ આપવામાં આવતું નથી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport : મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું. ઓરપોર્ટ પર કાર્યવાહી ઠપ્પ. જાણો વિગતે, જુઓ વિડીયો

એકાઉન્ટ ક્યારે મેચ્યોર થશે

આ યોજના (SCSS) હેઠળ ખાતું 5 વર્ષમાં મેચ્યોર થશે. આ પછી તમે તમારી ઈચ્છા મુજબ એકાઉન્ટ બંધ કરી શકો છો. આટલું જ નહીં, તમે એકાઉન્ટને વધારી પણ શકો છો. જો ખાતાધારક પાકતી મુદત પહેલાં મૃત્યુ પામે છે, તો તે સમયે ખાતામાં હાજર રકમ પર પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર લાગુ થશે. જો તમે સમય પહેલા ખાતું બંધ કરો છો, તો તમારે પોસ્ટ ઓફિસની નિર્ધારિત શરતોનું પાલન કરવું પડશે.

September 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક