• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Shah Bano Case
Tag:

Shah Bano Case

'Haq' OTT Release: Yami Gautam's 'Haq' is Coming to OTT, Know When and Where You Can Watch This Film
મનોરંજન

Haq OTT Release: યામી ગૌતમની ધમાકેદાર ફિલ્મ ‘હક’ની OTT રિલીઝ ડેટ જાહેર! જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

by Zalak Parikh December 14, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Haq OTT Release: નવેમ્બર મહિનામાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હક’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. જો તમે આ ફિલ્મ ત્યારે સિનેમાઘરોમાં ન જોઈ શક્યા હોવ, તો હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

ક્યારે અને ક્યાં જોશો ‘હક’

યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની ‘હક’ ફિલ્મને હવે તમે ઘરે બેઠા જોઈ શકો છો.મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમની ફિલ્મ ‘હક’ નેટફ્લિક્સપર રિલીઝ થશે.આ ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.’હક’ એ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે.ફિલ્મે ભારતમાં ૧૯.૩૭ કરોડ અને વિશ્વભરમાં ૨૮.૪૪ કરોડની કમાણી કરી હતી. તેની IMDb રેટિંગ ૮.૭ છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને ઇમરાન હાશ્મીની સાથે શીબા ચઢ્ઢા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટંગડી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by IMDb India (@imdb_in)

૨ કલાક ૧૪ મિનિટની આ ફિલ્મની સ્ટોરીલાઇન શાહબાનો કેસથી પ્રેરિત છે, જે મુસ્લિમ મહિલાઓના અધિકારો માટેના સંઘર્ષને દર્શાવે છે. યામી ગૌતમે ફિલ્મમાં શાઝિયા બાનો નું અને ઇમરાન હાશ્મીએ વકીલ અબ્બાસ ખાન નું પાત્ર ભજવ્યું છે.આ ફિલ્મ ત્રિપલ તલાક અને મુસ્લિમ મહિલાઓના અધિકારોના સંઘર્ષને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘Haq’ Review: A Powerful Courtroom Drama on Faith, Rights, and Dignity
મનોરંજન

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ

by Zalak Parikh November 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Haq Review: સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત ‘હક’ ફિલ્મ 1985ના પ્રસિદ્ધ શાહબાનો કેસથી પ્રેરિત છે. યામી ગૌતમ  અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક સ્ત્રીના આત્મસન્માન અને કાયદાકીય હક માટેની લડતને દર્શાવે છે. ‘હક’ માત્ર કોર્ટરૂમ ડ્રામા નથી, તે સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ ઊંડાણથી રજૂ કરે છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

ફિલ્મની વાર્તા: શાજિયા બાનોનો સંઘર્ષ

યામી ગૌતમ શાજિયા બાનોના પાત્રમાં છે, જે પોતાના પતિ અબ્બાસ ખાન (ઇમરાન હાશમી) સામે કાયદાકીય લડત લડે છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય લગ્ન તૂટે છે અને સ્ત્રી પોતાના હક માટે લડે છે. આ વાર્તા માત્ર વ્યક્તિગત સંઘર્ષ નહીં, પણ સમાજમાં ધર્મ અને કાયદાની વચ્ચેના તણાવને પણ દર્શાવે છે.યામી ગૌતમ  એ શાજિયા તરીકે શાંત અને શક્તિશાળી અભિનય કર્યો છે. ઇમરાન હાશમી એ અબ્બાસના પાત્રમાં ધર્મ અને અધિકાર વચ્ચેના તણાવને બરાબર રજૂ કર્યો છે. સુપર્ણ વર્માનું દિગ્દર્શન સંયમિત છે, જેમાં કોઈ અતિશયોક્તિ નથી, પણ સંવેદનશીલતા છે.

View this post on Instagram

A post shared by TimesMusic (@timesmusichub)

‘હક’ ફિલ્મ ત્રણ તલાક, ગુજારો ભથ્થું, IPC કલમ 125 અને ધર્મનિરપેક્ષ કાયદાકીય વ્યવસ્થાની વચ્ચેના તણાવ જેવા ગંભીર મુદ્દાઓને સ્પર્શે છે. ફિલ્મ બતાવે છે કે આત્મસન્માન અને કાયદાકીય હક એકબીજાથી જોડાયેલા છે. આ ફિલ્મ માત્ર એક સ્ત્રીની વાર્તા નહીં, પણ સમાજમાં સમાનતા અને માન્યતા માટેની લડત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
‘Haq’ Faces Legal Trouble; Shah Bano’s Family Seeks Ban
મનોરંજન

Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh November 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Haq: ઇમરાન હાશમી અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘હક’  7 નવેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તેના પહેલા જ ફિલ્મ પર વિવાદ ઊભો થયો છે. શાહ બાનો બેગમના કાનૂની વારસદારોએ ઇંદોર હાઈકોર્ટમાં અરજી કરી છે કે ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.

આ સમાચાર પણ વાંચો :  Mahakali: દેવીનો રુદ્રાવતાર! રામાયણની અભિનેત્રી બની ‘મહાકાલી’, નવું પાવરફુલ પોસ્ટર થયું રિલીઝ, ફેન્સ થયા સ્તબ્ધ

પરિવારનો આરોપ: “ભાવનાઓને ઠેસ અને કાનૂની અધિકારનો ભંગ”

પરિવારના વકીલ  મુજબ, ફિલ્મમાં શાહ બાનોના ખાનગી જીવનને તેમની મંજૂરી વગર દર્શાવવામાં આવ્યું છે. તેઓએ દાવો કર્યો છે કે ફિલ્મ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને શરિયા કાયદાને ખોટી રીતે રજૂ કરે છે. સાથે જ માનહાનિ અને પ્રચાર અધિકારના ભંગનો પણ આરોપ છે.ફિલ્મમેના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ કાનૂની વિવાદને કારણે રિલીઝ પર અનિશ્ચિતતા છે.

View this post on Instagram

A post shared by Emraan Hashmi (@therealemraan)

‘હક’ની કહાની એક દંપતીના ખાનગી વિવાદથી શરૂ થાય છે, જે બાદમાં કોર્ટરૂમ ડ્રામામાં બદલાય છે. ફિલ્મમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) પર ચર્ચા કરવામાં આવી છે, જે આજ સુધી ચર્ચાનો વિષય છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Haq Trailer: Emraan Hashmi and Yami Gautam’s Powerful Courtroom Drama Inspired by Shah Bano Case
મનોરંજન

Haq Trailer: ‘હક’ ના ધમાકેદાર ટ્રેલરમાં જોવા મળ્યો ઇમરાન હાશમી અને યામી ગૌતમનો જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા, શાહ બાનો કેસ પરથી પ્રેરિત

by Zalak Parikh October 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Haq Trailer: ઇમરાન હાશમી અને યામી ગૌતમ ની આગામી ફિલ્મ ‘હક’ નું ટ્રેલર રિલીઝ થયું છે. સુપર્ણ વર્મા  ના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે. ટ્રેલરમાં યામી ‘શાઝિયા બાનો’ તરીકે અને ઇમરાન ‘અબ્બાસ’ તરીકે જોવા મળે છે, જે એક કોર્ટરૂમમાં સામસામે છે.

આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં થશે નવા વિલનની એન્ટ્રી, અરમાન અને અભીરા ના સંબંધ માં આવશે તણાવ, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે

ફિલ્મની વાર્તા – પ્રેમથી વિવાદ સુધી

શાઝિયા અને અબ્બાસ એક ખુશહાલ દાંપત્ય જીવન જીવી રહ્યા છે, પણ અબ્બાસ બીજી મહિલાને પ્રેમ કરવા લાગે છે અને ત્રિપલ તલાક  આપી દે છે. ત્યારબાદ શાઝિયા ન્યાય માટે કોર્ટમાં જાય છે અને પોતાના બાળકો માટે ભથ્થું માંગે છે. ટ્રેલર એક વ્યક્તિગત વિવાદને રાષ્ટ્રીય ચર્ચામાં ફેરવે છે.ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર યામી અને ઇમરાનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. યામીની પાવરફુલ પર્ફોર્મન્સ અને ઇમરાનનો મૌન સંઘર્ષ દર્શકોને ગમ્યો છે. ટ્રેલર હાસ્ય, વ્યંગ અને તીવ્ર ભાવનાઓથી ભરેલું છે.

View this post on Instagram

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

ફિલ્મ 1985ના શાહ બાનો કેસ પરથી પ્રેરિત છે, જેમાં એક મુસ્લિમ મહિલાએ ત્રિપલ તલાક પછી ભથ્થું માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે શાહ બાનોના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું કે મુસ્લિમ મહિલાને ઈદ્દત પીરિયડ પછી પણ ભથ્થું મળવું જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yami Gautam to Portray Shah Bano in ‘Haq’; A Story That Shook India’s Legal and Social System
મનોરંજન

Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે

by Zalak Parikh September 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shah Bano Case: બોલીવૂડ અભિનેત્રી યામી ગૌતમ આગામી ફિલ્મ ‘હક’ માં શાહબાનો બેગમ નું પાત્ર ભજવશે. 1985માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સાથે જોડાયેલો શાહબાનો કેસ આજે પણ ભારતના કાયદાકીય અને સામાજિક ચર્ચાઓમાં કેન્દ્રસ્થાને છે. ફિલ્મ ‘હક’ એ એક એવી મહિલાની કહાની છે, જે પોતાના હક્ક માટે લડી અને સમગ્ર દેશના કાયદા અને સમાજને વિચારવા મજબૂર કર્યો.

આ સમાચાર પણ વાંચો : The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ

શાહબાનો કોણ હતી?

શાહબાનો બેગમ એ 1978માં 62 વર્ષની ઉંમરે પતિ દ્વારા ત્યાગી ગયેલી એક મુસ્લિમ મહિલા હતી. તેના પતિ, મોહમ્મદ અહમદ ખાન, એક જાણીતા વકીલ હતા. 43 વર્ષના લગ્ન અને પાંચ બાળકો પછી, તેણે શાહબાનોને છૂટાછેડા આપી દીધા.છૂટાછેડા  પછી શાહબાનો પાસે જીવન ગુજારવા નું કોઈ સાધન નહોતું, તેથી તેણે CRPC ની કલમ 125 હેઠળ ગુજારો ભથ્થાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી.

View this post on Instagram

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

1985માં સુપ્રીમ કોર્ટ એ શાહબાનોના પક્ષમાં ચુકાદો આપ્યો. કોર્ટે જણાવ્યું કે કલમ 125 દરેક નાગરિક પર લાગુ પડે છે અને પતિએ છૂટાછેડા પછી પણ પત્નીનો ગુજારો કરવો જોઈએ. આ ચુકાદામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણય મહિલાઓના અધિકાર માટે એક મોટી જીત સાબિત થયો.સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દેશભરમાં વિવાદ ઊભો થયો. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ થયો. સરકારએ દબાણમાં આવીને 1986માં ‘મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારનું સંરક્ષણ) અધિનિયમ’ પસાર કર્યો, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવતો હતો. આ કાયદા મુજબ મહિલાને માત્ર ‘ઇદ્દત’ (Iddat) ની અવધિ માટે જ ભથ્થું મળવાનું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક