• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - shahrukh khan
Tag:

shahrukh khan

shahrukh Khan Highly Liked This 2025 Film Praised It as Heartwarming Creation
મનોરંજન

Shahrukh khan: શાહરૂખ ખાને ૨૦૨૫ ની આ ફિલ્મને ગણાવી ‘દિલને સ્પર્શી જાય તેવું સર્જન’, જાણો કિંગ ખાને કઈ ફિલ્મના કર્યા વખાણ?

by Zalak Parikh December 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ઈશાન ખટ્ટર, જ્હાન્વી કપૂર અને વિશાલ જેઠવાની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ OTT પર સ્ટ્રીમ થઈ રહી છે, ત્યારે સુપરસ્ટાર શાહરૂખ ખાને ‘હોમબાઉન્ડ’નું રિફ્યુ શેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Akshaye Khanna: વૈભવી જીવન જીવે છે અક્ષય ખન્ના, જાણો ધુરંધર સ્ટાર ની નેટવર્થ વિશે

શાહરૂખ ખાનની પ્રતિક્રિયા

શાહરૂખ ખાને પોતાના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર ‘હોમબાઉન્ડ’ વિશે એક નોંધ લખી છે. તેમણે ફિલ્મને ‘હાર્ટ વોર્મિંગ ક્રિએશન’ કહીને વખાણ કરતા લખ્યું, “હોમબાઉન્ડ એક સૌમ્ય, ઈમાનદાર અને દિલને સ્પર્શી જાય તેવી ફિલ્મ છે. આટલી વાસ્તવિક અને રસપ્રદ વસ્તુ બનાવવા બદલ શાનદાર ટીમને ઘણો પ્રેમ અને હગ્સ. તમે ખરેખર કંઈક ખાસ બનાવીને વિશ્વભરના દિલો જીતી લીધા છે.”

#Homebound is gentle, honest and soulful. Lots of love and big hugs to the phenomenal team for creating something so human and engaging. You have won hearts world over by making something truly special!@ghaywan #IshaanKhatter @vishaljethwa06 #JanhviKapoor #KaranJohar…

— Shah Rukh Khan (@iamsrk) December 10, 2025

નીરજ ઘાયવાન દ્વારા નિર્દેશિત ‘હોમબાઉન્ડ’ એક સુંદર ફિલ્મ છે, જેમાં મિત્રતા, મહત્વાકાંક્ષા અને સામાજિક અપેક્ષાઓ સામે ઝઝૂમતા યુવા ભારતીયોના સંઘર્ષોને દર્શાવવામાં આવ્યા છે.ભલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન થઈ હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ૨૦૨૫ ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું, જ્યાં તેને ૯ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.આ ફિલ્મ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) માં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ નિર્દેશકનો અવોર્ડ પણ જીતી ચૂકી છે.જો તમે આ ફિલ્મ હજી સુધી જોઈ નથી, તો તેને ૨૧ નવેમ્બરના રોજ OTT પર સ્ટ્રીમ થયા પછી Netflix પર જોઈ શકો છો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Why Couldn't Shah Rukh Khan Be Part of Kajol-Twinkle's Show
મનોરંજન

Shahrukh khan: શાહરૂખ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાની માંગી માફી! કેમ તે બંનેના શોનો ભાગ ન બની શક્યા? ખુદ જણાવ્યું કારણ

by Zalak Parikh December 6, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: કાજોલ અને ટ્વિંકલ ખન્નાના ટૉક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’માં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ આવી ચૂકી છે. તેમાં સલમાન ખાન, આમિર ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને કૃતિ સેનન જેવા કલાકારોના નામ સામેલ છે. જોકે, આ શોમાં શાહરૂખ ખાન હજી સુધી સામેલ થઈ શક્યો નથી. શાહરૂખ ખાને પોતે આ વિશે વાત કરી છે કે તે આ શોનો ભાગ કેમ ન બની શક્યો.

આ સમાચાર પણ વાંચો :  Anupamaa: અનુપમા વિરુદ્ધ જશે ફ્રેન્ડ રજની, તો દીકરી રાહી કેવી રીતે બનશે માતાની ઢાલ?

આ કારણોસર શોમાં ન જઈ શક્યો શાહરૂખ

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં શાહરૂખ ખાને જણાવ્યું, “હું એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. મેં કાજોલને આ વિશે જણાવ્યું હતું. મને ઈજા પણ થઈ હતી. મને ખરાબ લાગી રહ્યું હતું. મારે શોમાં જવું જોઈતું હતું.” શાહરૂખ ખાને આગળ કહ્યું, “શોમાં ન જવા બદલ મને શરમ આવે છે. હું કાજોલ અને ટ્વિંકલની માફી માંગુ છું. તમને જણાવી દઉં કે મેં બધા એપિસોડ્સ જોયા છે. હું શોમાં ન ગયો તેનો મને પસ્તાવો છે. તેથી જ મેં બધા એપિસોડ્સ જોયા.”

Bade Bade Deshon Mein, Aisi Chhoti Chhoti Baatein Hoti Rehti Hain, Senorita!

Thrilled to unveil the bronze statue of Raj & Simran at London’s Leicester Square today, celebrating 30 years of Dilwale Dulhania Le Jayenge (DDLJ)!

Incredibly delighted that DDLJ is the first Indian… pic.twitter.com/8wjLToBGYc

— Shah Rukh Khan (@iamsrk) December 4, 2025

તાજેતરમાં કાજોલ અને શાહરૂખ ખાન લંડનમાં હતા. બંનેએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પોઝ વાળી કાંસ્યની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. શાહરૂખ ખાને આ પ્રસંગનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને એક પોસ્ટ લખી. તેમણે લખ્યું, “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ૩૦ વર્ષ પૂરા થવાના અવસરે આજે લંડનના લીસેસ્ટર સ્ક્વેરમાં રાજ અને સિમરનની બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કરતાં ખૂબ ખુશી થઈ રહી છે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
dilwale dulhania le jayenge shahukh khan and kajol statue installed in london
મનોરંજન

Shahrukh-Kajol Unveils DDLJ Pose Statue: લંડનમાં શાહરૂખ-કાજોલનું સ્ટેચ્યૂ: DDLJ સ્ટાર નું ફની રિએક્શન થયું વાયરલ

by Zalak Parikh December 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh-Kajol Unveils DDLJ Pose Statue: બૉલિવૂડની એવરગ્રીન લવસ્ટોરી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ પોતાના ૩૦ વર્ષ પૂરા કર્યા છે. આ અવસરે દુનિયાને ફરી એકવાર શાહરૂખ-કાજોલનો આઇકોનિક પોઝ જોવા મળ્યો. લંડનના ઐતિહાસિક લાઇસ્સેસ્ટર સ્ક્વેરમાં રાજ અને સિમરનનું ભવ્ય બ્રોન્ઝ સ્ટેચ્યુ અનવીલ કરવામાં આવ્યું છે, જેના માટે શાહરૂખ અને કાજોલ પોતે હાજર રહ્યાં.

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: ‘કાંતારા’ ફિલ્મના સીનની નકલ ઉતારવી રણવીર સિંહ ને પડી ભારે, અભિનેતા વિરૃદ્ધ નોંધાઈ ફરિયાદ

એસઆરકેની પોસ્ટ અને પ્રખ્યાત સંવાદ

કિંગ ખાન એ પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લાંબું કેપ્શન લખ્યું: બડે-બડે દેશોં મેં ઐસી છોટી-છોટી બાતેં હોતી રહેતી હૈં, સેનોરિટા! આજે લંડનના લેસ્ટર સ્ક્વેરમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ) ના ૩૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં રાજ અને સિમરનની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરતા ખૂબ જ ઉત્સાહિત છું. તેમણે યુકેમાં હાજર દરેકનો આભાર માન્યો અને કહ્યું કે જ્યારે પણ લંડન આવો, ત્યારે રાજ અને સિમરનને મળો.”

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

A bronze statue of Bollywood superstars Shah Rukh Khan and Kajol striking a pose from their 1995 superhit ‘Dilwale Dulhania Le Jayenge’ unveiled at Leicester Square in London, in a first for an Indian movie#shahrukhkhan #kajol #DDLJ pic.twitter.com/B84xCRwloy

— SRKs ARMY (@TeamSRKsArmy) December 4, 2025

ડીડીએલજે સીન્સ ઇન ધ સ્ક્વેર ટ્રેઇલમાં આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. અગાઉ આ સન્માન હેરી પોટર, મેરી પૉપિન્સ જેવી મોટી ગ્લોબલ આઇકન ફિલ્મોને મળ્યું હતું. આ સ્ટેચ્યુ હવે લેસ્ટર સ્ક્વેરમાં અન્ય ગ્લોબલ આઇકન્સ સાથે ઊભું છે.લાઇસ્સેસ્ટર સ્ક્વેર ડીડીએલજેની કહાણીમાં એક મહત્વપૂર્ણ સ્થળ હતું, જ્યાં રાજ અને સિમરન પહેલીવાર એકબીજાને જુએ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan marksheet goes viral
મનોરંજન

Shahrukh khan: શાહરૂખ ખાનની માર્કશીટ થઈ વાયરલ, અર્થશાસ્ત્ર, ગણિત અને ફિઝિક્સમાં પણ હતા હોશિયાર!

by Zalak Parikh December 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરૂખ ખાનને આપણે આજે બોલિવૂડના કિંગ અને ગ્લોબલ આઇકોન તરીકે જાણીએ છીએ, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે દિલ્હીમાં ભણતા હતા અને એક સાધારણ કોલેજ સ્ટુડન્ટ હતા. શાહરૂખ ખાન અને તેમના સાથીઓ અવારનવાર કહેતા હોય છે કે તે બ્રાઇટ સ્ટુડન્ટ હતા અને દરેક કામમાં અવ્વલ રહેતા હતા. ભણવામાં તેમને ખાસો રસ હતો. હવે હાલમાં જ તેનો પ્રમાણ પણ મળી ગયું છે. તેમના હંસરાજ કોલેજના દિવસોની એક જૂની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.તેનાથી સાબિત થઈ ગયું છે કે તે ખૂબ જ હોશિયાર છાત્ર રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Samantha second marriage: સમંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુએ ઈશા યોગ સેન્ટરમાં કર્યા ગુપ્ત લગ્ન, માત્ર ૩૦ મહેમાનો હાજર

સામે આવી શાહરૂખ ખાનની માર્કશીટ

સામે આવેલી શાહરૂખ ખાનની માર્કશીટ પર તેમની તસવીર છપાયેલી છે. તે 1985-1988 ની જણાવવામાં આવી રહી છે અને તે દર્શાવે છે કે શાહરૂખે પોતાના એક ઇલેક્ટિવ સબ્જેક્ટ અર્થશાસ્ત્રમાં શાનદાર 92 અંક હાંસલ કર્યા હતા. વળી ઇંગ્લિશમાં તેમને 51 અને મેથ્સ અને ફિઝિક્સમાં સમાન રીતે 78 અંક મળ્યા. આ અંકો સાબિત કરે છે કે તે સમયે પણ શાહરૂખ મહેનતુ અને ફોકસ્ડ છાત્ર હતા, ભલે આજે આપણે તેમને રોમાન્સ અને સુપરસ્ટારડમ સાથે જોડીને જોઈએ છીએ. તેમણે હંમેશા પોતાના ભણતરને સીરિયસલી લીધું અને સારી રીતે કામ કરતા રહ્યા.

View this post on Instagram

A post shared by GLAMSHAM.COM (@glamsham)

હંસરાજ કોલેજમાંથી ઇકોનોમિક્સની ડિગ્રી પૂરી કર્યા પછી, શાહરૂખે જામિયા મિલિયા ઇસ્લામિયામાં પોતાનું ભણતર થોડું આગળ વધાર્યું. પરંતુ થિયેટર અને ટીવીમાં તેમની વધતી રુચિએ ધીમે ધીમે તેમને એક્ટિંગની દુનિયા તરફ ખેંચ્યા, અને આ જ રસ્તો તેમને બોલિવૂડના સૌથી મોટા સિતારાઓમાંથી એક બનાવી ગયો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dharmendra Prayer Meet: Shah Rukh, Salman, Rekha Pay Tribute at Taj Lands End
મનોરંજન

Dharmendra Prayer Meet: પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા શાહરુખ-સલમાન પહોંચ્યા, આ બોલીવૂડના સ્ટાર્સે પણ આપી શ્રદ્ધાંજલિ

by Zalak Parikh November 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer Meet: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાન બાદ આજે મુંબઈના તાજ લૅન્ડ્સ એન્ડ માં તેમની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રેખા, વિદ્યા બાલન, સુનીલ શેટ્ટી, ટાઈગર શ્રોફ સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા.

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ભાવુક વિદાય: ધર્મેન્દ્રની યાદમાં મુંબઈમાં ગુરુવારે ખાસ ‘જિંદગી કા જશ્ન’ કાર્યક્રમ, બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી

હેમા માલિનીનો ભાવુક સંદેશ

પ્રાર્થના સભા પહેલા હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રની જૂની તસવીરો શેર કરી અને લખ્યું: “તેમના જતા પછી જે ખાલીપો આવ્યો છે તે ક્યારેય નહીં ભરાય.”

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

શાહરુખ ખાન નો દીકરો આર્યન ખાન પણ ધર્મેન્દ્ર ની પ્રેયર મીટ માં પહોંચ્યો હતો.

View this post on Instagram

A post shared by Pinkvilla Originals (@pinkvillaoriginals)

માધુરી દીક્ષિત, રેખા, જેવા સ્ટાર્સ એ પણ ધર્મેન્દ્ર ની પ્રાર્થના સભા માં હાજરી આપી હતી. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાન ખાને પણ ધર્મેન્દ્ર ની પ્રાર્થના સભા માં હાજરી આપી હતી. 

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિષક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ ધર્મેન્દ્ર ની પ્રાર્થના સભા માં પહોંચ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
akshay oberoi joins in shahrukh khan film king
મનોરંજન

king cast: શાહરુખ ખાન ની કિંગ માં થઇ વધુ એક અભિનેતા ની થઇ એન્ટ્રી!જાણો તેની ભૂમિકા વિશે

by Zalak Parikh November 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

king cast: બોલીવૂડના કિંગ શાહરુખ ખાન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’  ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.    રિપોર્ટ્સ મુજબ અભિનેતા અક્ષય ઓબેરોય એ કન્ફર્મ કર્યું છે કે તેઓ આ ફિલ્મનો ભાગ બનશે. ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, હવે આ પર સત્તાવાર મુહર લાગી ગઈ છે.જોકે હજુ સુધી એ ખુલાસો નથી થયો કે અક્ષય આ ફિલ્મ માં પોઝિટિવ રોલ માં હશે કે નેગેટિવ રોલમાં.

આ સમાચાર પણ વાંચો : Ranbir Kapoor : સોશિયલ મીડિયા પર હોબાળો: રણબીર કપૂર ફિશ ખાતો પકડાયો! ‘રામાયણ’ની તૈયારી માટેના નોનવેજ છોડવાના દાવા પર સવાલ

ફિલ્મની સ્ટારકાસ્ટ – એકથી એક નામ

‘કિંગ’માં શાહરુખ ખાન પહેલી વાર પોતાની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુકર્જી, અનિલ કપૂરઅને અભિષેક બચ્ચન જેવા મોટા નામ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હશે.ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ  કરી રહ્યા છે, જેમણે શાહરુખ સાથે સુપરહિટ ફિલ્મ ‘પઠાન’ આપી હતી. ‘કિંગ’ એક હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ હશે અને 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

View this post on Instagram

A post shared by Zoom TV (@zoomtv)

શાહરુખ અને સુહાનાની પહેલી ઓન-સ્ક્રીન જોડી, સાથે દીપિકા અને રાની જેવા સ્ટાર્સની હાજરીને કારણે ફિલ્મ માટે ઉત્સાહ તીવ્ર છે. અક્ષય ઓબેરોયની એન્ટ્રીથી સ્ટોરીમાં વધુ રોમાંચ ઉમેરાશે એવી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh Khan’s Emotional Speech at Global Peace Honors – Tribute to 26/11 Victims and Brave Soldiers
મનોરંજન

Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત

by Zalak Parikh November 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 ઇવેન્ટમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાજર રહ્યા. તેમણે પોતાની સ્પીચમાં 26/11 આતંકવાદી હુમલા, પહલગામ હુમલા અને તાજેતરના દિલ્હી બ્લાસ્ટના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કિંગ ખાનએ કહ્યું – “આ હુમલાઓમાં જાન ગુમાવનાર નિર્દોષ લોકો અને શહીદ સુરક્ષાકર્મીઓને મારું નમન.”

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત

દેશ માટે શાહરુખનો સંદેશ

શાહરુખે કહ્યું – “જ્યારે કોઈ પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો – હું દેશની રક્ષા કરું છું. જ્યારે પૂછે કે કેટલું કમાવો છો, તો કહો – હું 140 કરોડ લોકો ના આશીર્વાદ કમાવું છું. જો પૂછે કે ડર નથી લાગતો? તો કહો – જે અમારા પર હુમલો કરે છે, તેઓ એ અનુભવ કરે છે. ચાલો આપણે જાતિ, પંથ અને ભેદભાવ ભૂલીને માનવતાના માર્ગે ચાલીએ જેથી આપણા નાયકોની શહાદત વ્યર્થ ન જાય. જો આપણા વચ્ચે શાંતિ છે, તો ભારતને કોઈ હલાવી શકતું નથી.”

#WATCH | Mumbai | At the Global Peace Honours 2025, Superstar Shah Rukh Khan says, “My humble tribute to the innocent people who lost their lives in the 26/11 terrorist attack, the Pahalgam terrorist attack, and the recent Delhi blasts and my respectful salute to our brave… pic.twitter.com/XQtJp0pm1I

— ANI (@ANI) November 22, 2025

શાહરુખ છેલ્લે ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’માં જોવા મળ્યા હતા. હવે તેઓ 2026માં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં દેખાશે, જેમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shah Rukh Khan Dances to ‘Chaiyya Chaiyya’ After Years
મનોરંજન

Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

by Zalak Parikh November 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: મુંબઈમાં યોજાયેલા એક ઇવેન્ટમાં બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન એ પોતાની હાજરીથી માહોલ ગરમાવી દીધો. ઇવેન્ટમાં શાહરુખ સાથે ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ હાજર હતી. બંનેએ સ્ટેજ પર મળીને મસ્તી કરી અને વર્ષો બાદ ફેમસ ગીત ‘છૈયા-છૈયા’ પર ડાન્સ કર્યો.

આ સમાચાર પણ વાંચો : Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત

“હું ઈદનો ચાંદ બની ગયો છું”

સ્ટેજ પર શાહરુખે મજાકમાં કહ્યું: “હું ઈદનો ચાંદ બની ગયો છું, બહાર ઓછો દેખાઉં છું, પરંતુ જ્યારે આવું છું ત્યારે કમાલ લાવું છું.” તેમની આ વાત સાંભળીને દર્શકો ખુશ થઈ ગયા અને તાળીઓથી હોલ ગૂંજી ઉઠ્યો.

View this post on Instagram

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama)

શાહરુખ અને ફરાહ બંને બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં સ્ટેજ પર આવ્યા ત્યારે ફેન્સમાં ઉત્સાહ છવાઈ ગયો. ‘છૈયા-છૈયા’ ગીત શરૂ થતાં જ બંનેએ ડાન્સ કર્યો. યાદ રહે કે આ ગીતને ફરાહ ખાને જ કોરિયોગ્રાફ કર્યું હતું અને શાહરુખ સાથે મલાઈકા અરોરા એ પરફોર્મ કર્યું હતું.

View this post on Instagram

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે કમેન્ટ્સમાં લખ્યું: “કિંગ ખાન હંમેશા દિલ જીતે છે” અને “છૈયા-છૈયા ફરીથી જોવા મળ્યું, નૉસ્ટેલ્જિયા રિટર્ન્સ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shah Rukh Khan’s ‘Dil To Pagal Hai’ Was Rejected by 6 Actresses, Yet Won 3 National Awards
મનોરંજન

Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!

by Zalak Parikh November 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Dil To Pagal Hai Awards: શાહરુખ ખાન ની 1997ની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’  આજે પણ બોલીવૂડની ક્લાસિક ફિલ્મોમાં ગણાય છે. યશ ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મને 3 નેશનલ એવોર્ડ અને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે 6 અભિનેત્રીઓએ ઓફર રિજેક્ટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા માં બબીતા જી માટે મુનમુન દત્તા ન હતી પહેલી પસંદ, ભીડે એટલે મંદાર ચંદવાડકરે કર્યો મોટો ખુલાસો

કઈ અભિનેત્રીઓએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ?

માધુરી દીક્ષિત ના પાત્ર માટે પહેલા શ્રીદેવી ને ઓફર કરવામાં આવી હતી, પણ તેણે ના પાડી. કરિશ્મા કપૂર  ના પાત્ર માટે મનીષા કોયરાલા, રવિના ટંડન, કાજોલ, ઉર્મિલા માતોંડકર અને જૂહી ચાવલા ને ઓફર કરવામાં આવી હતી. પણ બધા એ રોલ સપોર્ટિંગ હોવાને કારણે રિજેક્ટ કરી દીધો.મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે માધુરી ના ડાન્સ સામે કોઈને ટકરાવવું નહોતું તેથી તેમને આ ફિલ્મ ને રિજેક્ટ કરી હતી.

View this post on Instagram

A post shared by Yash Raj Films (@yrf)

શાહરુખ ખાનની આ ફિલ્મને નોંધપાત્ર સફળતા મળી હતી, જેમાં તેને ત્રણ નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ કોરિયોગ્રાફી. આ ઉપરાંત, ફિલ્મને સાત ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા હતા, જેમાં બેસ્ટ એક્ટર (શાહરુખ ખાન), બેસ્ટ એક્ટ્રેસ (માધુરી દીક્ષિત), બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (કરિશ્મા કપૂર), બેસ્ટ ફિલ્મ, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો સમાવેશ થાય છે.‘દિલ તો પાગલ હૈ’ 9 કરોડના બજેટમાં બની હતી અને ભારતમાં 35 કરોડ તથા વર્લ્ડવાઈડ 82 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 1997ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh Khan Responds to Birthday Wishes with Wit and Warmth, Follows Kajol’s Advice
મનોરંજન

Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ

by Zalak Parikh November 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan: 2 નવેમ્બરે શાહરુખ ખાન એ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે બોલીવૂડના અનેક સેલેબ્સે તેમને શુભેચ્છાઓ પાઠવી. તાજેતર માં શાહરુખે પોતાના X (Twitter) અકાઉન્ટ પર દરેક શુભેચ્છા સંદેશનો જવાબ આપ્યો – અને કેટલાક જવાબ તો ખૂબ જ મજેદાર અને દિલથી ભરેલા હતા.

આ સમાચાર પણ વાંચો : ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો

કાજોલની સલાહ માની – “હવે કેક પર કેન્ડલ્સ પણ નથી રાખતો”

કાજોલ ના મેસેજનો જવાબ આપતાં શાહરુખે લખ્યું, “તારી સલાહ માની છે. હવે કેક પર કેન્ડલ્સ પણ નથી રાખતો. લવ યુ.” કાજોલે તેમને સલાહ આપી હતી કે કેક પર કેન્ડલ્સ ગણવી બંધ કરો – અને શાહરુખે તેને માની પણ લીધી. ટાઈગર શ્રોફ ને “જ્યુનિયર ભીડૂ” કહીને મજાકમાં કહ્યું કે “હવે હું જિમ અને ડાન્સ ક્લાસ જઈશ અને પછી તારો અપ્રૂવલ લઈશ.” શિલ્પા શેટ્ટી સાથેની ફિલ્મ ‘બાજીગર’ પણ યાદ કરી.

Took your advice… didn’t count the candles. In fact, didn’t even put them. Ha ha.. love you too much! https://t.co/xf8zP0KiGK

— Shah Rukh Khan (@iamsrk) November 4, 2025

શાહરુખે કમલ હાસન, અક્ષય કુમાર, સોનૂ સૂદ, ગુલશન ગ્રોવર, અનુપમ ખેર સહિત અનેક સેલેબ્સને તેમના શુભેચ્છા સંદેશ માટે આભાર માન્યો. દરેકને વ્યક્તિગત અને પ્રેમભર્યો જવાબ આપ્યો, જે ફેન્સને ખૂબ પસંદ આવ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક