Tag: shaktiman

  • મુકેશ ખન્નાએ એકતા કપૂર પર સાધ્યું નિશાન-સાસુ-વહુ ની સિરિયલ ને લઇ ને કહી આવી વાત 

    મુકેશ ખન્નાએ એકતા કપૂર પર સાધ્યું નિશાન-સાસુ-વહુ ની સિરિયલ ને લઇ ને કહી આવી વાત 

    News Continuous Bureau | Mumbai

    એક સમયે ટેલિવિઝન(Television) પર ‘શક્તિમાન’(Shaktiman), ‘રામાયણ’ (Ramayana) અને ‘મહાભારત’(Mahabharata) જેવા શો લોકો માટે મનોરંજનનું (entertainment) સાધન હતું. પરંતુ ત્યારપછી સાસુ-વહુ અને ઘરની સ્થિતિ દર્શાવતી સિરિયલોને કારણે આ શોએ પોતાનું વર્ચસ્વ ગુમાવ્યું છે. આ અંગે અભિનેતા મુકેશ ખન્નાએ(Actor Mukesh Khanna) પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને એકતા કપૂર (Ekta Kapoor) પર નિશાન સાધ્યું છે.

    ટીવી પર સુપરહીરો 'શક્તિમાન'ના રોલથી ફેમસ થયેલા મુકેશ ખન્નાએ આ અંગે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેણે કહ્યું કે સેટેલાઇટ ટીવી સાસુ-વહુની સિરિયલોને(Satellite TV Sasu-Bahu serials) ટાર્ગેટ કરીને સેચ્યુરેશન પોઈન્ટ(Saturation point) પર પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ એકબીજાની નકલ કરી રહ્યા છે. ચેનલ પર ચાંદલા, ઝુમખા, સાડી, લહેંગા, સાસુ, નણંદ, ભાભી, બહુનું સામ્રાજ્ય ચાલી રહ્યું છે. દરેક સિરિયલમાં નેગેટિવ પાત્રો વધી રહ્યા છે.પોતાના એક જૂના નિવેદનને યાદ કરતાં મુકેશ ખન્નાએ કહ્યું, 'મેં થોડાં વર્ષો પહેલાં કંઈક કહ્યું હતું. ‘સાસ ભી કભી બહુ થી’એ(Saas bhi kabhi bahu thi) ખરેખર ટીવીને બરબાદ કરી નાખ્યું છે. તાજેતરમાં એક પ્રખ્યાત અભિનેતાએ કહ્યું હતું કે અમારું ટીવી સાસ-બહુ વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું છે. તે ઉદાસી છે, પરંતુ તે સત્ય છે. કંઈક નવું વિચારવાની જરૂર છે. ,મુકેશ ખન્નાએ કહ્યું કે તેણે અભિનેતા પંકજ બૈરીનું(Pankaj Bairi) નિવેદન વાંચ્યું છે. જેમાં તેણે કહ્યું કે ટીવી ઈન્ડસ્ટ્રી સાસુ અને વહુ વચ્ચે ક્યાંક ખોવાઈ ગઈ છે. 

    આ સમાચાર પણ વાંચો :  શાહરૂખ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત-આ કારણે અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો કેસ 

    મુકેશ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ‘શક્તિમાન’, ‘વારિશ’, ‘વિશ્વામિત્ર’, ‘મહાયોદ્ધા’, ‘ચંદ્રકાંતા’ જેવા હિટ શો કર્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે મુકેશ ખન્નાના ફેમસ શો 'શક્તિમાન' પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેની સ્ટારકાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ શો પહેલીવાર 13 સપ્ટેમ્બર 1997ના રોજ ટેલિકાસ્ટ થયો હતો અને 2005 સુધી ચાલ્યો હતો.

     

  • અભિનેતા મુકેશ ખન્ના ની મુશ્કેલીઓ વધી શકે છે- એક ઓડિયો ક્લિપ બહાર આવ્યા પછી એફઆઇઆર ની શક્યતા વધી

    અભિનેતા મુકેશ ખન્ના ની મુશ્કેલીઓ વધી શકે છે- એક ઓડિયો ક્લિપ બહાર આવ્યા પછી એફઆઇઆર ની શક્યતા વધી

    News Continuous Bureau | Mumbai

    ટીવી દુનિયાના(TV world) પોપ્યુલર શો(popular show)  શક્તિમાનના(Shaktiman) ફેમ એક્ટર મુકેશ ખન્ના(Mukesh Khanna) પોતાના રેટરિક સ્ટેટમેન્ટ (Mukesh Khanna Rhetoric Statement) માટે જાણીતા છે. ત્યારે હવે મુકેશ ખન્નાએ છોકરીઓ વિશે એવું નિવેદન આપ્યું છે કે હવે યુઝર્સે સોશિયલ મીડિયા(Social Media Users) પર તેને આડે હાથ લીધો છે. મુકેશે પોતાના એક યુટ્યુબ વીડિયોમાં(YouTube video) વિવાદાસ્પદ નિવેદન(controversial statement) આપ્યું છે. જેને કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

    દિલ્હી મહિલા આયોગની(Delhi Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે(swati malliwal) દિલ્હી પોલીસના(Delhi Police) સાયબર સેલને(cyber cell) નોટિસ જારી કરી છે. ડી.સી.ડબ્લ્યુએ(D.C.W.A) એક્ટરની વિરુદ્ધ મહિલાઓ પર કથિત રીતે અપમાન જનક અને ખોટી ટિપ્પણી કરવાને લઈને એફ.આઈ.આર(FIR) દાખલ કરવાની માગ કરી છે. સાથે જ એફ.આઈ.આરની કોપીની સાથે આ મામલે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં ડી.સી.ડબ્લ્યુને આપવા માટે કહેવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે

    સ્વાતિ માલીવાલે નોટિસનો ફોટો સોશિયલ મીડિયા(social media) પર શેર પણ કર્યો છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, શક્તિમાનની ભૂમિકા નિભાવનાર એક્ટર મુકેશ ખન્ના દ્વારા મહિલાઓની વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો પર એફ.આઈ.આર નોંધવા માટે દિલ્હી પોલીસને અમે નોટિસ પાઠવી છે.

    ઉલ્લેખનીય છે કે મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહ્યા છે કે, જો કોઈ છોકરી કોઈ છોકરાને કહે કે હું તારી સાથે સેક્સ કરવા માંગુ છું, તો તે છોકરી છોકરી નથી, પરંતુ તે બિઝનેસ કરવા જઈ રહી છે. કારણ કે આવા સંસ્કારી સમાજની છોકરી(civilized society girl) બેશરમ કામ ન કરી શકે, જો તે આવું કરે તો સમજી લેવું કે તે સંસ્કારી સમાજની નથી, આ તેનો ધંધો છે અને તમે તેના જીવનસાથી ન બનો, તેથી આવી છોકરીઓથી દૂર રહો.

    આ સમાચાર પણ વાંચો :  આને કહેવાય જૂનુન- બોલીવુડની આ અભિનેત્રીને થયો ડેન્ગ્યુ- તીવ્ર તાવ હોવા છતાં કામ કરી રહી છે- જુઓ ફોટોગ્રાફ્સ