Tag: share listing

  • Multibagger Stock: આ શેર છે કે નોટ છાપવાનું મશીન! છેલ્લા છ મહિનામાં તેના રોકાણકારોના રોકાણમાં થયો 4 ગણો વધારો…

    Multibagger Stock: આ શેર છે કે નોટ છાપવાનું મશીન! છેલ્લા છ મહિનામાં તેના રોકાણકારોના રોકાણમાં થયો 4 ગણો વધારો…

    News Continuous Bureau | Mumbai

    Multibagger Stock: દેશમાં દરરોજ, SME થી મેઇનબોર્ડ સુધીના IPO શેરબજારમાં ( Stock Market ) લિસ્ટ થાય છે. આ વર્ષે ઘણા  IPO આવ્યા છે, જેણે લિસ્ટિંગ પર રોકાણકારોને મોટો નફો આપ્યો છે. જો કે, આ પછી પણ, કેટલાક શેરોએ વળતર આપવાનું ચાલુ જ રાખ્યું છે અને વર્ષ 2024માં રોકાણકારોને 4.5 ગણું વળતર આપ્યું હતું. એટલે કે જો કોઈએ આ IPOમાં 1 લાખ રૂપિયાનું પણ રોકાણ કર્યું હોત તો તે હાલ 4.50 લાખ રૂપિયાનો માલિક થઈ ગયો હોત. 

    આજે અમે કેટલાક એવા IPO વિશે માહિતી આપી રહ્યા છીએ , જેણે આ વર્ષે રોકાણકારોને અદ્ભુત વળતર આપ્યું હતું. આમાં વ્રુદ્ધિ એન્જિનિયરિંગ વર્ક્સના શેરે સૌથી વધુ વળતર આપ્યું હતું. આ શેર 20 જૂને રૂ. 70ના ભાવની સામે 347 ટકા વધીને રૂ. 313.20 પર પહોંચી ગયા હતા. આ કંપની 3 એપ્રિલે BSE SME એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ હતી. 

    Multibagger Stock: જ્યોતિ સીએનસી ઓટોમેશનનો શેર રૂ. 331ના ભાવની સામે 304 ટકાથી વધુ વધીને રૂ. 1337.65 પર પહોંચ્યો હતો…

    311% ના વળતર સાથે તેના 4.11 ગણા પૈસા બનાવ્યા હતા, અન્ય SME કંપની ( SME Company ) કેપી ગ્રીન એન્જિનિયર આ યાદીમાં બીજા સ્થાને છે. આનો અર્થ એ છે કે આ કંપનીએ આ વર્ષે 4.11 ગણો કર્યો નફો કર્યો હતો. આ કંપનીના શેર, જે માર્ચ 2024માં શેરબજારમાં આવ્યા હતા,તે  20 જૂન, 2024ના રોજ રૂ. 200ની ઇશ્યૂ કિંમત સામે રૂ. 592.20 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, બેન્ચમાર્ક BSE સેન્સેક્સ વર્ષ દર વર્ષ ના આધારે લગભગ 7% વધ્યો હતો. 

    જ્યોતિ સીએનસી ઓટોમેશનનો ( Jyoti CNC Automation ) શેર રૂ. 331ના ભાવની સામે 304 ટકાથી વધુ વધીને રૂ. 1337.65 પર પહોંચ્યો હતો. એટલે કે વર્ષ 2024માં તેણે રોકાણકારોના નાણાંમાં 4.4 ગણો વધારો કર્યો હતો. વર્ષ 1991 માં સ્થાપિત, આ કંપની મેટલ-કટીંગ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનોની વિશ્વની સૌથી મોટી ઉત્પાદકોમાંની એક છે. 

    આ સમાચાર  પણ વાંચો :  Sleeping Sickness: ઊંઘની બીમારી દૂર થઈ શકે છે.. ચાડ દેશે કરી આ સિદ્ધિ હાંસલ, આવા રોગોથી 100 દેશોને આઝાદ કરવાની જાણો શું છે WHOની યોજના…

    આ કંપનીઓએ બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, તેના રોકાણકારોને 100 ટકા વળતર પણ આપ્યું હતું,  આ બાદ Axicom Tele-Systems, Shri Balaji Valve Components, Rudra Gas Enterprise, Greenhitech Ventures, Storage Technologies and Automation, Pune e-Stock Broking, BLS e-Services, Manoj Ceramic વગેરેએ તેની ઈશ્યુ કિંમતથી શેરની કિંમતમાં 100% થી વધુનો વધારો થયો હતો. આ કંપનીઓને 2024ના પ્રથમ છ મહિનામાં શેરબજારોમાં ( Share Market ) લિસ્ટ કરવામાં આવી હતી.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

  • Hyundai Motors IPO: દેશનો સૌથી મોટો IPO આવી રહ્યો છે, Hyundai કરી રહી છે મોટી તૈયારી..જાણો શું છે આ પ્લાન.. .

    Hyundai Motors IPO: દેશનો સૌથી મોટો IPO આવી રહ્યો છે, Hyundai કરી રહી છે મોટી તૈયારી..જાણો શું છે આ પ્લાન.. .

    News Continuous Bureau | Mumbai  

     Hyundai Motors IPO: દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈ મોટર હવે તેના ભારતીય યુનિટમાં 17.5 ટકા સુધીનો હિસ્સો ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા વેચવાનું વિચારી રહી છે. કંપની આટલો હિસ્સો વેચીને લગભગ ત્રણ અબજ ડોલર એકત્ર કરવા માંગે છે. જો આમ થશે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી દેશમાં સૌથી મોટો IPO સરકારી વીમા કંપની LICનો હતો, જે 2022માં આવ્યો હતો. તેનું મૂલ્યાંકન $2.7 બિલિયન હતું. 

    ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ( Hyundai Motor India ) ટૂંક સમયમાં માર્કેટ રેગ્યુલેટર સેબી ( SEBI ) પાસે આઈપીઓ માટે દસ્તાવેજો ફાઈલ કરી શકે છે. મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક હ્યુન્ડાઈ IPOમાં કોઈ નવા શેર ( Stock Market ) જારી કરશે નહીં. હ્યુન્ડાઈની હરીફ મારુતિ સુઝુકી ઈન્ડિયાની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં તેના શેરની કિંમતમાં 24.35 ટકાનો વધારો થયો હતો.

     Hyundai Motors IPO:હ્યુન્ડાઈના કુલ વૈશ્વિક વેચાણમાં ભારતીય યુનિટનો હિસ્સો 14 ટકા છે…

      દક્ષિણ કોરિયાની બહાર હ્યુન્ડાઈનું આ પ્રથમ લિસ્ટિંગ ( Share Listing ) હશે. થોડા દિવસો પહેલા, હ્યુન્ડાઈના ભારતીય યુનિટનું મૂલ્ય $30 બિલિયન આંકવામાં આવ્યું હતું. IPOનો હેતુ દેશમાં હ્યુન્ડાઈના વિસ્તરણને વેગ આપવા અને ભંડોળ માટે તેની કોરિયન પેરેન્ટ કંપની પર તેની નિર્ભરતા ઘટાડવાનો છે. હ્યુન્ડાઈના કુલ વૈશ્વિક વેચાણમાં ભારતીય યુનિટનો હિસ્સો 14 ટકા છે. IPO પછી તેમાં વધુ વધારો થવાની હાલ ધારણા છે.

    આ સમાચાર  પણ વાંચો : Ranjit Savarkar : નાસિકના ત્ર્યંબકેશ્વરથી અશુદ્ધ પ્રસાદ વિક્રીને રોકવા માટે હવે શુદ્ધ પ્રસાદ ચળવળ શરુ, પ્રસાદ વિક્રેતાઓને મળશે હવે OM પ્રમાણપત્ર..

    હ્યુન્ડાઈએ 1998માં ભારતમાં તેનો પહેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો અને 2008માં બીજો સ્થાપ્યો હતો. આ વર્ષે એપ્રિલમાં હ્યુન્ડાઈ મોટર ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરપર્સન યુઈસુન ચુંગે ભારતમાં બિઝનેસને મજબૂત બનાવવાનું વિઝન રજૂ કર્યું હતું. જેમાં હ્યુન્ડાઈ વાસ્તવમાં તેના વાહનો માટે ભારતનો ઉપયોગ નિકાસ કેન્દ્ર તરીકે કરવા માંગે છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • Slone Infosystems IPO Listing: સ્લોન ઇન્ફોસિસ્ટમ્સના શેર 50% પ્રીમિયમ પર એન્ટ્રી કર્યા પછી, અચાનક શેર તૂટતા 5 ટકાનો ઘટાડો

    Slone Infosystems IPO Listing: સ્લોન ઇન્ફોસિસ્ટમ્સના શેર 50% પ્રીમિયમ પર એન્ટ્રી કર્યા પછી, અચાનક શેર તૂટતા 5 ટકાનો ઘટાડો

    News Continuous Bureau | Mumbai

    Slone Infosystems IPO Listing: Slone Infosystems IPO પર દાવ લગાવનારા રોકાણકારો શ્રીમંત બની ગયા છે. કંપનીનું શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. Sloan Infosystems IPO NSE SME પર 50 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 118.50 પર લિસ્ટ થયો હતો. જ્યારે કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 79 ​​હતી. ઉલ્લેખનીય છે કે, કંપનીનો ઈન્ટ્રા-ડે હાઈ 119.45 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો. 

    મજબૂત લિસ્ટિંગ બાદ સ્લોન ઈન્ફોસિસ્ટમ્સના શેર તૂટયા હતા. કંપનીનો શેર 5 ટકા ઘટીને રૂ.112.60ના સ્તરે પહોંચ્યો હતો.

    Sloan Infosystems IPO ની લોટ સાઈઝ 1600 શેર ( Share listing ) હતી. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 1,26,400 રૂપિયાનું રોકાણ કરવુ પડ્યું હતું. કંપનીના IPOનું કદ રૂ. 11.06 કરોડ હતું. કંપનીએ IPO દ્વારા 14 લાખ નવા શેર ( Stock Market ) જારી કર્યા છે.

      Slone Infosystems IPO Listing: આ IPO 3 મે થી 7 મે દરમિયાન રોકાણકારો માટે ખુલ્લો હતો…

    આ IPO 3 મે થી 7 મે દરમિયાન રોકાણકારો ( Investors ) માટે ખુલ્લો હતો. ઓપનિંગના 3 દિવસ દરમિયાન IPO 765 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયો હતો. છેલ્લા દિવસે રોકાણકારોમાં આઈપીઓ પર દાવો લગાવવાની હોડ જોવા મળી હતી. આ કારણે 7મી મેના રોજ મહત્તમ સબસ્ક્રિપ્શન ( Subscription ) 667.81 ગણું હતું.

    આ સમાચાર પણ વાંચો:  Friendship Marriage: કાયદાની નજરમાં પતિ-પત્ની, ઘરમાં માત્ર મિત્રો, જાપાનમાં મિત્રતા લગ્નનો ખૂબ જ વિચિત્ર ટ્રેન્ડ… જાણો શું છે આ મિત્રતા લગ્ન..

    પ્રથમ અને બીજા દિવસે અનુક્રમે 20.68 વખત અને 78.14 વખત સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત થયા હતા. નોંધનીય છે કે, IPO પછી પ્રમોટરોનું શેર હોલ્ડિંગ ઘટીને 73.01 ટકા થઈ ગયું હતું.

    સ્લોન ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડનો વ્યવસાય આઇટી હાર્ડવેર સોલ્યુશન્સ પ્રદાન કરવાનો છે. કંપની લેપટોપ, ડેસ્કટોપ, સર્વર અને વર્ક સ્ટેશન વેચે છે. તે ગ્રાહકોને ભાડા પર સુવિધાઓ પણ પૂરી પાડે છે. નોંધનીય છે કે, લિસ્ટિંગ બાદ આ કંપનીનું માર્કેટ કેપ 59.33 કરોડ રૂપિયા થઈ ગયું છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • JNK India IPO : JNK ઇન્ડિયાનો રૂ. 650 કરોડનો IPO આજે ખુલ્યો, 395-415 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં આવી.. જાણો અહીં GMP સહિતની અન્ય વિગતો..

    JNK India IPO : JNK ઇન્ડિયાનો રૂ. 650 કરોડનો IPO આજે ખુલ્યો, 395-415 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં આવી.. જાણો અહીં GMP સહિતની અન્ય વિગતો..

    News Continuous Bureau | Mumbai

    JNK India IPO : IPOમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. JNK ઇન્ડિયા લિમિટેડનો IPO આજે ખુલશે. મહારાષ્ટ્રની આ કંપની IPO દ્વારા કુલ 650 કરોડ રૂપિયા એકત્ર કરવાનો હાલ પ્રયાસ કરી રહી છે. કંપનીએ તેના શેરની પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની તારીખ જાહેર કરી છે. જો તમે પણ IPO માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણો અહીં આ આઈપીઓની સંપુર્ણ માહિતી. 

    JNK ઇન્ડિયાનો IPO 23 એપ્રિલ 2024 એટલે કે આજે ખુલી રહ્યો છે. આ IPO દ્વારા, કંપની 16,015,988 શેર વેચીને 649.47 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ આઈપીઓ દ્વારા કંપની રૂ. 300 કરોડના નવા શેર ઈશ્યુ કરવા જઈ રહી છે. જેમાં 349.47 કરોડની કિંમતના શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરવામાં આવશે. રોકાણકારો ( Investors ) 25 એપ્રિલ સુધી કંપનીના IPOમાં રોકાણ કરી શકે છે. જેમાં કંપની 26 એપ્રિલે શેરની ફાળવણી કરશે. જ્યારે અસફળ રોકાણકારોને 29 એપ્રિલે તેનું રિફંડ મળશે. તો ડીમેટ ખાતામાંના શેર 29 એપ્રિલે ટ્રાન્સફર કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ ( Share listing ) 30 એપ્રિલના રોજ BSE અને NSE પર થશે.

     JNK India IPO : કંપનીએ IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 395 થી રૂ. 415 વચ્ચે નક્કી કરી છે….

    JNK India Limited એ તેના IPO માં 50 ટકા લાયક સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા છૂટક રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત કર્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Tata Group Stocks : ટાટા ગ્રુપની તેજસ નેટર્વક ખોટમાંથી નફામાં પાછી આવી, આવક વધીને ₹1,326.9 કરોડને પાર.

    કંપનીએ IPO માટે શેરની ( Stock Market ) પ્રાઇસ બેન્ડ રૂ. 395 થી રૂ. 415 વચ્ચે નક્કી કરી છે. આ IPOમાં રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 36 શેર ખરીદી શકે છે. આવી સ્થિતિમાં આ IPOમાં ઓછામાં ઓછા 14,940 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જેમાં રિટેલ રોકાણકારો આ IPOમાં વધુમાં વધુ 13 શેરના લોટ એટલે કે રૂ. 1,94,220નું રોકાણ કરી શકે છે.

    જેએનકે ઈન્ડિયા લિમિટેડ ઓઈલ રિફાઈનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ જેવા ઉદ્યોગો માટે હીટિંગ સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની ડિઝાઈનથી લઈને ઈન્સ્ટોલેશન સુધીનું તમામ કામ કરે છે. આ કંપની સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સેવાઓ પૂરી પાડી રહી છે. આગામી સમયમાં JNK ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કરી રહી છે. કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની મૂડી માટે કરવા જઈ રહી છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીનો ચોખ્ખો નફો 46.36 કરોડ રૂપિયા હતો. તે જ સમયે, એપ્રિલથી ડિસેમ્બર 2023 વચ્ચે, કંપની પર 56.73 કરોડ રૂપિયાની દેણદારી હતી.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • IPO Next Week: શેરબજારમાં કમાવવાની મોટી તક! આ ત્રણ કંપનીઓના ખુલશે IPO, રોકાણકારોને ચાંદી જ ચાંદી.. જાણો IPO ની સંપુર્ણ માહિતી.. વાંચો વિગતે અહીં..

    IPO Next Week: શેરબજારમાં કમાવવાની મોટી તક! આ ત્રણ કંપનીઓના ખુલશે IPO, રોકાણકારોને ચાંદી જ ચાંદી.. જાણો IPO ની સંપુર્ણ માહિતી.. વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    IPO Next Week: સપ્ટેમ્બર મહિનો IPO માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. આ મહિનામાં ઘણી SME અને મોટી કંપનીઓના IPO ખુલ્યા છે. ઑક્ટોબરની વાત કરીએ તો આ મહિને પણ ઘણી કંપનીઓ IPO ઇશ્યૂ દ્વારા માર્કેટમાંથી પૈસા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આઈઆરએમ એનર્જી ( IRM Energy ) આઈપીઓ, વુમનકાર્ટ આઈપીઓ ( Womankart IPO ) સહિત ત્રણ કંપનીઓના આઈપીઓ આવતીકાલથી શરૂ થતા બિઝનેસ સપ્તાહમાં ખુલવા જઈ રહ્યા છે. IPOના શેરનું લિસ્ટિંગ ( Share listing ) પણ આવતા સપ્તાહે થશે.

    જ્યારે અરવિંદ એન્ડ કંપની શિપિંગનો ( Arvind & Co. Shipping )  IPO 16 ઓક્ટોબરના રોજ બંધ થશે. IPO ખુલ્યાના બે દિવસમાં 41.22 વખત સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. રિટેલ રોકાણકારોએ આ IPOમાં ખાસ રસ દાખવ્યો છે અને તે 59.48 ગણા સુધી સબસ્ક્રાઇબ થઈ ગયો છે. chittorgarh.comના ડેટા મુજબ, બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના શેર 19.15 ગણા સુધી સબસ્ક્રાઇબ કર્યા છે.

    આ અઠવાડિયે IPO ના ખુલવાની વિગતો…

    IRM એનર્જી IPO: IRM એનર્જી તેના IPO સાથે આવી રહી છે. કંપનીનો ઈશ્યુ ઓક્ટોબર 18, 2023ના રોજ ખુલવાનો છે. તમે આમાં 20 ઓક્ટોબર સુધી પૈસા રોકી શકો છો. આ દ્વારા કંપનીએ કુલ રૂ. 545.40 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ IPO દ્વારા સંપૂર્ણપણે નવા શેર જારી કરવામાં આવશે. કંપનીએ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ. 480 થી રૂ. 505 વચ્ચે નક્કી કરી છે. શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 31 ઓક્ટોબર, 2023ના રોજ થશે.

    આ સમાચાર પણ વાંચો :  Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઇડીએમ) એ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

    womankart ipo: આ એક SME IPO છે જે 16 ઓક્ટોબર, 2023 ના રોજ ખુલશે. તમે તેને 18 ઓક્ટોબર, 2023 સુધી સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ દ્વારા કંપની બજારમાંથી કુલ રૂ. 9.56 કરોડ એકત્ર કરવા માંગે છે. આ IPO દ્વારા કંપની કુલ 11.12 લાખ નવા શેર વેચવા જઈ રહી છે. કંપનીએ શેર દીઠ કિંમત રૂ. 86 નક્કી કરી છે. આ કંપનીના શેર 27 ઓક્ટોબર, 2023ના રોજ NSE SME પર લિસ્ટ થશે.

    રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્ઝ IP: રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્ઝનો IPO એ 17 ઓક્ટોબર, 2023ના રોજ ખુલવાનો SME ઇશ્યૂ છે. કંપની આ IPO દ્વારા કુલ રૂ. 47.81 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ IPO દ્વારા રૂ. 44.48 કરોડના કુલ રૂ. 44.48 કરોડ શેર તાજા અને રૂ. 3.33 કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે.

    કમિટેડ કાર્ગો કેર IPOના શેરનું લિસ્ટિંગ આ અઠવાડિયે થવાનું છે. આ એક SME IPO છે જ્યાં શેર NSE SME પર 18મી ઓક્ટોબરે લિસ્ટ થશે. આ શેર 17 ઓક્ટોબરે રોકાણકારોના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

    (નોંધ: શેર માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

  • પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું આ કારણ; જાણો વિગતે

    પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું આ કારણ; જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    પેટીએમના શેરમાં લિસ્ટિંગ બાદ મોટો કડાકો બોલી ગયો છે. 

    Paytmના શેરમાં ઘટાડાની વચ્ચે કંપનીના CEO વિજય શેખર શર્માએ કહ્યું છે કે બજારની સ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે તેમની કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો છે. 

    વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંપની આગામી છ ક્વાર્ટરમાં EBITDAની દ્રષ્ટિએ ખર્ચ વસૂલ કરવાની સ્થિતિમાં હશે.

    શેરમાં તીવ્ર ઘટાડા પછી કંપનીના શેરધારકોને લખેલા પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા શેરો માટે બજારની સ્થિતિ અસ્થિર રહે છે, જેના કારણે કંપનીના શેરની કિંમત IPO કિંમતની સરખામણીમાં ઘટી છે.

    ઉલ્લેખનીય છે કે પેટીએમના શેરનું લિસ્ટિંગ નવેમ્બર, 2021માં થયું હતું. ત્યારથી અત્યારસુધી પેટીએમનો શેર 60 ટકા તૂટી ચૂક્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  ખાદ્યતેલો, તેલીબિયાં ની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય, વેપારી આલમ નારાજ.. જાણો વિગતે