• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - share market up - Page 2
Tag:

share market up

Share Market updates Sensex, Nifty at fresh all-time high; auto, bank, media shine
શેર બજાર

  Share Market updates : શેરબજારમાં ધૂમ તેજી, નિફ્ટી પ્રથમ વખત 25500ની નજીક, સેન્સેક્સ પણ ઓલ ટાઈમ હાઈ    

by kalpana Verat September 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Share Market updates :ભારતીય શેરબજારમાં નવા રેકોર્ડ બનવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ અને સેન્સેક્સમાં પણ રેકોર્ડબ્રેક  ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 25,500ની એકદમ નજીક આવી ગયો છે અને સેન્સેક્સ 83,300ની સપાટીને પાર કરી ગયો છે.

Share Market updates : બજારને બેન્ક નિફ્ટી તરફથી મળ્યો સપોર્ટ  

બેંક નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને 52630 ના સ્તર પર વેપાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક શેરબજારમાં તેનું વેઇટેજ ઊંચું છે, જેના સહારે ભારતીય શેરબજારમાં નવી ટોચ સર્જાઈ છે. આજના કારોબારમાં તળિયેથી સારી રિકવરી જોવા મળી છે અને સવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા પરંતુ હવે તેજી પાછી આવી છે.

આ સમાચાર પણ વાંચો: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO માં જબરદસ્ત રોકાણ, આજે થશે શેર એલોટમેન્ટ; જાણો કેવી રીતે એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવું..

આજે ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અંગેના તેના નિર્ણયોની જાહેરાત કરશે. ફેડના નિર્ણયો અને ટિપ્પણીઓની અસર શેરબજાર પર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે એવી અપેક્ષા છે કે આ વખતે ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. જો આમ થશે તો અમેરિકામાં લગભગ ચાર વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો થશે. હા, ફેડએ છેલ્લા ચાર વર્ષથી વ્યાજદરમાં ઘટાડો કર્યો નથી. જોકે, રોકાણકારો અને નાણાકીય નિષ્ણાતોને આશા છે કે આ વખતે ફેડ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવો જોઈએ કે 0.50 ટકા.

 Share Market updates :  આજે મોડી રાત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયોની જાહેરાત

ફેડના ચેરમેન જેરોમ પોવેલ આજે મોડી રાત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયોની જાહેરાત કરશે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુએસ ફેડ તેના વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જોવાનું એ છે કે આ વધારો 0.25 ટકા કે 0.50 ટકા રહેશે. આ કારણે વૈશ્વિક બજારોમાં વિદેશી રોકાણકારો સતત સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે ત્યારે ભારતીય બજારોમાં આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, તેની પાછળ એક્સેન્ચરમાં વેતન ફેરફારનો મુદ્દો મુખ્ય માનવામાં આવે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

September 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Share Market Record HighNifty, Sensex end nearly 2% higher after hitting record highs
શેર બજાર

Share Market Record High: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સે 1500 પોઈન્ટ ઉછળ્યો… નિફ્ટીએ પણ રચ્યો ઈતિહાસ, આ શેરોએ રોકાણકારોને કરાવી તગડી કમાણી…

by kalpana Verat September 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Share Market Record High:આજે ભારતીય શેરબજારમાં  રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. શેર બજારના બંને મુખ્ય સંચુકાકો સેન્સેક્સ અને નિફ્ટી આજે નવા શિખરો પર બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1439.55 પોઈન્ટ અથવા 1.77 ટકાના વધારા સાથે 82,962.71 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 470.45 પોઈન્ટ અથવા 1.89 ટકાના વધારા સાથે 25,388.90 ના સ્તર પર બંધ થયો હતો. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેક્સે 1500 પોઈન્ટના ઉછાળા સાથે 83000 ની સપાટી વટાવી અને 83,116.19 ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી. નિફ્ટી પણ આજે 25,433.35ના ઓલ-ટાઇમ લેવલને સ્પર્શ્યો હતો.

Share Market Record High: મેટલ, એફએમસીજી, ઓટો શેરમાં ઉછાળો 

આ સાથે જ મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી અને બેન્કિંગ શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ઓઈલ-ગેસ અને ફાર્મા ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મેટલ, એફએમસીજી, ઓટો શેરમાં ઉછાળો હતો. નિફ્ટી બેન્ક 762 પોઈન્ટ વધીને 51,772 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ 702 પોઈન્ટ વધીને 59,640 પર બંધ થયો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના તમામ 50 શેરો વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

Share Market Record High: બજારે નવો ઈતિહાસ રચ્યો

વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો. એક તરફ, ઇતિહાસમાં પ્રથમ વખત, સેન્સેક્સે 83,000 નો આંકડો પાર કર્યો, તો બીજી તરફ, નિફ્ટીએ 25,400 ને પાર કર્યો.

આ સમાચાર પણ વાંચો :  બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO માં જબરદસ્ત રોકાણ, આજે થશે શેર એલોટમેન્ટ; જાણો કેવી રીતે એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવું..

Share Market Record High: ઉછાળા પાછળ છે આ કારણો 

શેરબજારમાં આજના ઉછાળા પાછળ ઘણા કારણો છે. અમેરિકા તરફથી અપેક્ષિત CPI ડેટા, ચીન દ્વારા વ્યાજદરમાં કાપની અપેક્ષા, ભારતમાં વિદેશી મૂડીરોકાણમાં વૃદ્ધિની અપેક્ષા અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની પ્રબળ શક્યતાએ આજે ​​બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ મજબૂત કર્યું હતું.

Share Market Record High: રોકાણકારોએ અધધ રૂ. 6 લાખ કરોડની કમાણી કરી 

ટ્રેડિંગના છેલ્લા કલાક દરમિયાન શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળાને કારણે રોકાણકારોને પણ મજા પડી ગઈ હતી અને તેમની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. હકીકતમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડ થયું છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

September 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Share Market High Sensex rises over 1,300 pts, Nifty above 24,800
શેર બજાર

Share Market High :ઑગસ્ટ સિરીઝની શાનદાર શરૂઆત, શેરબજારમાં તોફાની તેજી; સેન્સેક્સ નિફ્ટી ઉછાળા સાથે બંધ.

by kalpana Verat July 26, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Share Market High : આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો ( Share market up ) જોવા મળ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર ( Share Market news ) મજબૂત ઓપનિંગ બાદ મજબૂત બંધ રહ્યું છે. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેર લીલા નિશાન પર અને 3 શેર લાલ નિશાન પર હતા. બજારના આ ઉછાળાને કારણે આજે શેરબજારના રોકાણકારોને રૂ.7 લાખ કરોડનો નફો થયો છે.

Share Market High : સેન્સેક્સ – નિફટીમાં તેજી

સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ  80,158.50 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તે 1,347.36 પોઈન્ટના ઉછાળા સાથે 81,387.16 પર બંધ થયો હતો. ( Sensex nifty news ) જ્યારે નિફ્ટી 24,423.35 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને અંતે 443 પોઈન્ટ વધીને 24,849.60 પોઈન્ટ પર બંધ થયો હતો.

Share Market High : આ શેરમાં  5 ટકાનો વધારો 

 જો ઉછાળાની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં એરટેલના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વોડા આઈડિયાના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, લાર્જકેપમાં, એપોલો હોસ્પિટલ્સમાં 4 ટકાથી વધુ, અદાણી પોર્ટ્સમાં 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. વિપ્રોના શેરમાં 3.64 ટકાનો અદભૂત વધારો નોંધાયો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Share Market Update : હાશ, આખરે શેરબજારમાં મંદીને બ્રેક લાગી.

જ્યારે Paytmના શેરમાં 10 ટકાની ઉપરની સર્કિટ લાગી છે, ત્યારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના શેરમાં 9 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બસ મેન્યુફેક્ચરિંગ કંપની અશોકા લેલેન્ડના શેરમાં પણ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. MGLનો શેર 5.31 ટકા વધ્યો હતો.

Share Market High : શેરબજારમાં તોફાની તેજી 

તમને જણાવી દઈએ કે, બજેટના દિવસે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ બુધવાર અને ગુરુવારે બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને રોકાણકારો અમીર બન્યા હતા.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

July 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક