Tag: shirdi

  • સાંઈ ભક્તો માટે સારા સમાચાર: પ્રથમ નોરતાથી સાંઈબાબા મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, પરંતુ આ શરતો સાથે..

    સાંઈ ભક્તો માટે સારા સમાચાર: પ્રથમ નોરતાથી સાંઈબાબા મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, પરંતુ આ શરતો સાથે..

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 6 ઓક્ટોબર,  2021 

    બુધવાર.

    આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

    આ પગલે શિર્ડી માં આવેલા સુપ્રસિદ્ધ સાંઇબાબાનું મંદિર ભક્તો માટે ખુલશે.  

    સાઈબાબાના મંદિર દરરોજ ઓછામાં ઓછા 15 હજાર ભાવિકોને પ્રવેશ પાસે જેઓ પાસે ઓનલાઇન પ્રવેશ પત્ર હશે 

    જેમાં 15 હજાર ભક્તોમાં 5 હજારને ઓનલાઇન ફ્રી પાસ, 5000 ઓફલાઇન બાયોમેટ્રિક અને 5000 ડોનેશન પાસનો સમાવેશ છે.

    સાથે જ મંદિરમાં 10 વર્ષથી નીચેના બાળકો, ગર્ભવતી મહિલા અને 65 વર્ષની ઉપરના નાગરિકોને પ્રવેશ નહીં આપવામાં આવે 

    આ સિવાય મંદિરમાં કાકડ આરતી સહિત તમામ આરતી માટે ફક્ત 90 સાઈ ભક્તોને પરવાનગી આપી છે. એમાં ગામના 10 અને 80 ભક્તોનો સમાવેશ હશે. 

    જોકે દર્શન કરવા આવનારા પાસે આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ ઓળખપત્ર તરીકે સાથે રાખવું ફરજિયાત હોવાનું શિર્ડી સંસ્થાને જાહેર કર્યું છે.

    દુખદ સમાચાર : 'લંકેશ' એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન. 

  • શિરડી સાંઈબાબાની ‘જય’, હવે લાખો ભક્તોને સમાવવા માટે એક આખું નવું શહેર બનશે; જાણો સરકારી પ્લાન

    શિરડી સાંઈબાબાની ‘જય’, હવે લાખો ભક્તોને સમાવવા માટે એક આખું નવું શહેર બનશે; જાણો સરકારી પ્લાન

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

    શુક્રવાર 

    શિરડીમાં સાંઈબાબાનાં દર્શને  લાખો ભક્તો આવતા હોય છે. એમ તો શિરડીમાં પૂરતા પ્રમાણમાં હૉટેલો સહિતની સુવિધા ઉપલબ્ધ છે. છતાં દિવસે ને દિવસે લોકોની ભીડ વધી રહી છે. તેમ જ ભક્તો માટે શિરડી ઍરપૉર્ટ પણ ચાલુ કરવામાં આવ્યું  છે. એથી મહારાષ્ટ્ર સરકારે હવે શિરડી ઍરપૉર્ટની આસપાસ તમામ સુવિધા સાથેનું શહેર વિકસાવવાનો નિર્ણય લીધો છે.

    આ વર્ષે નવરાત્રિ એક દિવસ ઓછી; આ છે કારણ…

    તાજેતરમાં જ મહારાષ્ટ્ર ઍરપૉર્ટ ડેવલપમેન્ટ કંપનીએ એક બેઠક કરી હતી. એમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ઍરપૉર્ટની આજુબાજુના વિસ્તારોના વિકાસને લઈ ચર્ચા થઈ હતી. શિરડીમાં ઍરપૉર્ટની આજુબાજુનો વિસ્તાર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ મુજબ નવા ઊભા કરવામાં આવનારા વિસ્તારનું નામ ‘આશા’ હશે. આ પ્રોજેક્ટને લીધે સ્થાનિક લોકોની રોજગારી વધશે. શિરડીનો આર્થિક રીતે પણ વિકાસ થશે અને તથા ભક્તોને પણ વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે એવો દાવો કરવામાં આવ્યો છે.

  • શિરડી સાંઈબાબા મંદિર ડ્રેસ કોડનો વિવાદ વકર્યો… જો વાંધો ઉઠાવ્યો તો તૃપ્તિ દેસાઈનું મોઢું કાળું કરવામાં આવશે.. જાણો આવી ધમકી કોણે આપી…

    શિરડી સાંઈબાબા મંદિર ડ્રેસ કોડનો વિવાદ વકર્યો… જો વાંધો ઉઠાવ્યો તો તૃપ્તિ દેસાઈનું મોઢું કાળું કરવામાં આવશે.. જાણો આવી ધમકી કોણે આપી…

     ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    03 ડિસેમ્બર 2020 

    હજી ગઈ કાલે જ શિરડી સાંઈ બાબા મંદિર ટ્રસ્ટે ભક્તો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે જે મુજબ ભારતીય ડ્રેસમાં જ દર્શનાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવશે. 

    હવે ભક્તોના વસ્ત્રોને લઈ સાંઇ સંસ્થાન અને સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઇ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. તૃપ્તિ દેસાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મંદિરમાં પૂજારીઓ અર્ધ નગ્ન ફરતા હોય છે. તો ભક્તોનાં કપડાં ઉપર કેમ પ્રતિબંધ? 

    તૃપ્તિ દેસાઇના આ વિરોધ સામે હવે શિવસેના દ્વારા સીધી ચેતવણી આપવામાં આવી છે. આગાઢી મહિલા પાંખે ધમકી આપી છે કે, જો તમે શિરડી આવીને સ્ટંટ કરશો તો તમને શિવસેનાની શૈલીમાં જવાબ આપવામાં આવશે અને તમારું મોઢું કાળું કરવામાં આવશે. આમ હવે આ મામલો જુદો વળાંક લઇ રહ્યો છે. 

    @- આ આખો કેસ શું છે.. ? 

    લોકડાઉનમાં બાદ મહારાષ્ટ્ર માં મંદિરો ખોલવાની પ્રશાસને છુટ આપી છે. અને દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. હવે શિરડી સાંઈ મંદિરની મુલાકાત લેતી વખતે ભારતીય પોશાક પહેરવા જોઇએ. ચુસ્ત કપડા પહેરીને મંદિર ન આવવાની અપીલ જારી કરી હતી. સાંઈ બાબા મંદિરની આજુબાજુમાં પણ આવું જ લખેલી તકતીઓ મુકવામાં આવી છે. 

    સાંઈ સંસ્થાની અપીલ પર બોલતા તૃપ્તિ દેસાઈએ કહ્યું હતું કે આવી તકતી મૂકવી એ ભારતીય બંધારણનું અપમાન છે. “દેશભરમાંથી ભક્તો શિરડીના સાંઇ બાબા મંદિરે આવે છે. આ ભક્તો જુદી જુદી જાતિના છે. શિરડી સંસ્થાએ મંદિર પરિસરમાં એક બોર્ડ લગાવ્યું છે, જેમાં ભક્તોને નમ્ર વસ્ત્રો પહેરવાનું કહ્યું છે. ભારતનું બંધારણ છે. બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિને પૂરી પાડે છે..  તેથી શિવસેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે અને તૃપ્તિ દેસાઈને ચેતવણી આપી છે.

  • શિરડી સાંઈબાબાના દર્શને જતા લોકો સાવધાન, હવે આવા કપડા પહેર્યા તો નહીં મળે પ્રવેશ.. જાણો વિગતે 

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    02 ડિસેમ્બર 2020 

    લોકડાઉનના સમયથી બંધ પડેલાં મંદિરો ફરી એકવાર હવે ખુલવા માંડયા છે. ત્યારે ઠેકઠેકાણે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી રહી છે. એવી જ સ્થિતિ શિરડી સાંઈ મંદિરની પણ છે. શિરડીમાં માત્ર રાજ્યના જ નહીં દેશ-વિદેશથી પણ ભાવિકો દર્શન માટે આવતાં હોય છે. આથી મંદિરમાં મર્યાદાભંગ ની પરિસ્થિતિ ન સર્જાય તે માટે શિરડી સાંઈ સંસ્થાન દ્વારા ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે બાબતનું બોર્ડ પણ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે મંદિરમાં દર્શનાર્થે આવતાં ભાવિકો જીન્સ-ટીશર્ટ તો ક્યારેક બરમૂડા પહેરીને પણ દર્શન માટે આવતાં હોય છે. છેલ્લાં કેટલાંક દિવસથી અનેક ભાવિકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં આવતાં હોવાની પણ અનેક ફરિયાદો મળી હતી. આથી મંદિરમાં આવતાં તમામ ભક્તોએ ભારતીય સંસ્કૃતિનુસાર પોશાક પહેરીને મંદિરમાં આવવું એવું આવાહન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 

     હવે શિર્ડી સાંઈ દર્શને જતાં ભાવિકોએ પારંપારિક ભારતીય વસ્ત્રો જ પહેરવા એ એક ઉત્તમ બાબત રહેશે અને મંદિરમાં પણ પવિત્રતાનું વાતાવરણ છવાયેલું રહેશે.

  • જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – શિરડી.

    જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – શિરડી.

    શિરડી એ નાસિકની નજીક એક ધાર્મિક સ્થળ છે, જેમાં પ્રખ્યાત સાંઈબાબા મંદિર અને કેટલાક ઐતિહાસિક સ્થળો છે. શિરડીને સાંઇ નગર તરીકે પણ ઓળખવામાં આવે છે.  નાનું શહેર ધાર્મિક સ્થળો અને પ્રવૃત્તિઓથી ભરેલું છે. શિરડીમાં ઘણાં ધાર્મિક સ્થળો છે જેમ કે ચાવડી, સમાધિ મંદિર, દ્વારકામાઇ મસ્જિદ, શનિ શિગનાપુર. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત, શિરડી સાંઈ બાબા ભક્તો દ્વારા એક પવિત્ર અને તીર્થસ્થાન તરીકે મજબૂત મહત્વ ધરાવે છે.