• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - shivaji park - Page 3
Tag:

shivaji park

મુંબઈ

શિવસેનાની પીછેહઠ-દશેરા મેળો શિવાજી પાર્કને બદલે આ મેદાનમાં કરવાની યોજના

by Dr. Mayur Parikh September 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું(Chief Minister Eknath Shinde )ગ્રપ દશેરા(Dussera) મેળો શિવાજી પાર્ક(Shivaji Park) મેદાનમાં યોજાશે કે પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shiv Sena President Uddhav Thackeray) યોજશે એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી. પરંતુ શિવાજી પાર્કમાં પરવાનગી ન મળી હોય તો ઉદ્ધવ ઠાકરેએ બેકઅપ તરીકે અન્ય સ્થળ  તપાસ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી મુજબ શિવસેનાએ MMRDAને પત્ર મોકલીને બાંદ્રા કુર્લા સંકુલ(Bandra Kurla Complex) વિસ્તારમાં MMRDA મેદાનમાં ઠાકરેની દશેરાની સભા યોજવાની પરવાનગી માંગી છે. 

શિવસેનાએ BKC ખાતે દશેરા મેળાનું આયોજન કરવા MMRDAને પત્ર લખ્યો છે. MMRDA એ શહેરી વિકાસ વિભાગ(Department of Urban Development) હેઠળની સરકારી એજન્સી છે. એટલે કે ઠાકરેએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શહેરી વિકાસ વિભાગને પત્ર લખ્યો છે. આ પહેલા શિવાજી પાર્ક મેદાન માટે શિવસેના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. જોકે હવે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે BKC મેદાન માટે પત્ર લખ્યો  હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મલાડ-મઢમાં ગેરકાયદે સ્ટુડિયો પર મહાનગર પાલિકાની મોટી કાર્યવાહી. હાથ ધરી આ કામગીરી- જાણો વિગતે 

મુંબઈ મહાનગરપાલિકા(BMC) શિવાજી પાર્ક ખાતે શિવસેનાના દશેરાની સભા યોજવા માટે 'પહેલા આવો તેને પ્રાધાન્ય'નો સિદ્ધાંત અપનાવે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે સોમવારે કહ્યું હતું કે જો શિવાજી પાર્કમાં દશેરા મેળાવડાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ બાંદ્રા-કુર્લા સંકુલના MMRDA મેદાનમાં તેનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ મંગળવારે શિંદે જૂથની બેઠક મળી હતી અને દશેરાનો મેળાવડો શિવાજી પાર્કમાં યોજવાનું નક્કી કરાયું હતું. તેથી ઠાકરે દ્વારા સાવચેતીભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ દરિમયાન શિવસેના દ્વારા એવી સ્પષ્ટતા આપવામાં આવ છે કે "અમે બે જગ્યાએ પરવાનગી માટે અરજી કરી છે – શિવાજી પાર્ક અને BKC. જ્યાં પણ પરવાનગી મળશે ત્યાં ભવ્ય દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવશે. અમે તેના માટે કામ શરૂ કરી દીધું છે. જો શિવાજી પાર્કમાં પરવાનગી નહીં મળે તો અમે BKC ખાતે મેળાવડાનું આયોજન કરીશું. પરંતુ અમારી પસંદગી શિવાજી પાર્ક છે. શિવાજી પાર્ક "જો પરવાનગી આપવામાં ન આવે તો અમે મેળાવડાને રદ કરવાનો નિર્ણય લીધો નથી. 
 

September 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ક્યા સે ક્યા હો ગયા- BMC પાસેથી દશેરાના સભા યોજવા મંજૂરી મેળવવા શિવસેનાને નાકે દમ

by Dr. Mayur Parikh August 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન એકનાથ શિંદે(CM Eknath Shinde) અને શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) વચ્ચે દિવસેને દિવસે લડાઈ વધુ ઉગ્ર બની રહી છે. હવે એવું જાણવા મળ્યું છે કે શિંદે જૂથે શિવસેનાના ‘દશરા મેળા'ને(Dussehra fair) હાઈજેક કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા (BMC) પાસેથી દશેરાના સભા યોજવા પરવાનગી મેળવવા માટે અરજી દાખલ કરી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) આંખ આડા કાન કરી રહી હોવાનું કહેવાય છે.

શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકામાં લગભગ 30 વર્ષ સુધી શાસન કર્યુ છે અને હવે પાલિકા પાસેથી મંજૂરી મેળવવા માટે  શિવસેનાને અડચણો આવી રહી છે. તે માટે શિંદે ગ્રુપ અને ભાજપ(BJP) જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એકનાથ શિંદેએ કેટલાક ધારાસભ્યો સાથે મળી શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે બળવો કર્યો અને શિવસેનામાં ભંગાણ પડ્યું. એક પછી એક ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટર શિંદે જૂથમાં જોડાયા. તે પછી, અમારી અસલી શિવસેના હોવાનો દાવો શિંદે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો

રાજ્યના રાજકારણમાં સૌથી મોટા બળવાએ સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું. શિંદે જૂથ દ્વારા દિવસેને દિવસે નવા દાવા કરવામાં આવતા હતા. થોડા દિવસોમાં આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યાં  હવે કે શિંદે જૂથ શિવસેના માટે મહત્વપૂર્ણ ગણાતા દશેરા મેળાવડાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

શિવસેનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા, ઉદ્ધવ ઠાકરેએ જાહેરમાં શિવસૈનિકોને(Shiv Sainiks) ખાતરી આપી હતી કે આ વર્ષે દશેરાનો મેળાવડો શિવ તીર્થ(Shiva Tirth) પર યોજાશે. છેલ્લા બે વર્ષમાં દશેરા મેળાવડાનું જાહેરમાં આયોજન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષે શિવસેનાની દશેરા બેઠક કેટલાક અગ્રણી પદાધિકારીઓની(leading officials)  હાજરીમાં યોજાઈ હતી. હાલમાં, રાજ્યમાં કોરોના પરના નિયંત્રણો હટાવવામાં આવ્યા છે અને તમામ તહેવારો અને રાજકીય કાર્યક્રમો(Political events) પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. તેથી, ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આ વર્ષે શિવ તીર્થ પર દશરા મેળાવા યોજાશે.

શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા પાસેથી દશરા મેળાવડાની પરવાનગી મેળવવા માટે અરજી કરી છે. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે શિવસેનાને હજુ સુધી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. શિંદે જૂથ દ્વારા શિવસેના પાર્ટી, પાર્ટી સિમ્બોલ (Party symbol) પર વારંવાર દાવો કરવામાં આવી રહ્યો છે. શિવસેના  કોની? આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પેન્ડિંગ છે. શું શિવસેનાની દશેરા સભાને શિંદે જૂથ હાઈજેક કરશે? તેવી ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે.

 આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ-બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ

August 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પર આટલા કરોડનો ખર્ચો

by Dr. Mayur Parikh August 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોકિલકંઠી ભારત રત્ન લતા મંગેશકરના(Bharat Ratna Lata Mangeshkar) નિધન બાદ મુંબઈના દાદરના છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક)(Chhatrapati Shivaji Maharaj Udyan in Dadar) ખાતે તેમના અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કાર કાર્યક્રમ પાછળ એક કરોડ એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.

કોરોનાનો(Corona) ચેપ લાગ્યા બાદ લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર બાદ લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે નિધન થયું હતું. તેમના અવસાન બાદ હવે પછીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક(Shivaji Park) સ્થિત ભાગોજી કીર સ્મશાનગૃહમાં(Bhagoji Keer crematorium) થવાના હતા, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi), રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને અન્ય મહત્વના મહાનુભાવો હાજર રહેવાના હતા. તેથી અંતિમ સંસ્કાર નો કાર્યક્રમ દાદરના છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક) ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ છેલ્લી ઘડીએ અંતિમ સંસ્કાર ની વ્યવસ્થા માટે અન્ય મંડપ, ખુરશીઓ, સોફા સેટ, વીવીઆઈપી વેનિટી વાન, એલઈડી લાઈટો, અંતિમ સંસ્કાર નું જીવંત પ્રસારણ, માસ્ક માટે ચંદનનું લાકડું, ફૂલ ડેકોરેશન વગેરે પાછળ 1 કરોડ 01 લાખ 71 હજાર 404 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

દેશમાં કોરોના મહામારીએ માથું ઉચક્યું- દિલ્હી પંજાબ બાદ અહીં ફરી લાગુ થયા કોરોનાના નિયમો- માસ્ક ફરજીયાત

અહેવાલ મુજબ વિવિધ પ્રકારના મંડપ, ખુરશી સોફા સેટ, રેડ કાર્પેટ, બેરીકેટ્સ અને સાઉન્ડ સિસ્ટમ પાછળ 21 લાખ 61 હજાર રૂપિયા, VVIP વેનિટી વાન અને LED લાઇટની વ્યવસ્થા માટે 4,43,658 રૂપિયા, અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારના જીવંત પ્રસારણની વ્યવસ્થા (Live broadcast system) માટે 5,42,682 રૂપિયા, શરીર ઢાંકવા માટે ચંદનનું લાકડા પાછળ  68,63,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. ફ્લાવર ડેકોરેશન માટે 1,60,000 રૂપિયાનો ખર્ચ થયો હતો.

 

August 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એમએનએસના આ બે નેતાઓની મુસીબતમાં વધારો, ગમે ત્યારે થશે ધરપકડ.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રવક્તા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) અને સંતોષ ધુરીની(Santosh Dhuri) મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટમાં આજે ન્યાયાધીશ(Justice) હાજર રહી શક્યા નહોતા, તેથી બંને નેતાઓની ધરપકડ પૂર્વ જામીન અરજી પર આજે સુનાવણી પૂર્ણ થઈ શકી નથી. હવે સુનાવણી 17 મેના રોજ રાખવામાં આવી છે. તેથી હાલ સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની પોલીસ ગમે ત્યારે ધરપકડ કરે તેવી શક્યતા છે.

મસ્જિદ(Mosque) પરના ભુંગળાને(Loudspeaker) લઈને MNS પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) આક્રમક વલણ અપનાવ્યું હતું અને પાર્ટી કાર્યકર્તાઓને મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવાનો આદેશ આપ્યો હતો. રાજ ઠાકરેએ સરકારને મસ્જિદ પરના ભૂંગળા હટવવા આપેલી મુદત પૂરી થતાં MNS કાર્યકર્તાઓએ 4 મેના રોજ રાજ્યભરમાં આંદોલન(protest) કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.

આંદોલન દરમિયાન દાદરના શિવાજી પાર્ક(Shivaji park) વિસ્તારમાંથી પોલીસે સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બંને તેમના ખાનગી વાહનોમાં ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. આ લોકોની કારની અડફેટમાં એક મહિલા પોલીસ પણ આવી હતી. પોલીસે આ પ્રકરણમાં  દેશપાંડે અને ધુરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

દરમિયાન મુંબઈ પોલીસની(Mumbai police) એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ રહેલા  MNS નેતાઓને શોધી રહી છે. ધરપકડથી બચવા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી કોર્ટમાં ગયા હતા.જો કે તેમની જામીન અરજી પર આજે સુનાવણી થઈ શકી ન હતી. હવે 17 મેના રોજ સુનાવણી દરમિયાન કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. જોકે આ દરમિયાન બંને લોકોની ધરપકડ થવાની શક્યતા છે.
 

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં ફરી પોસ્ટરને લઈને એમએનએસ અને શિવસેનાના સામ-સામે, શિવાજી પાર્કમાં લાગ્યા આ પોસ્ટરો. શિવસૈનિકો ઉશ્કેરાયા.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)માં લાંબા સમયથી શિવસેના અને એમએનએસ(shiv sena and MNS) વચ્ચે પોસ્ટરબાજી (poster war)ચાલી રહી છે. હવે ફરી એક વખત એમએનએસે(MNS) મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક (Dadar Shivaji Park)વિસ્તારમાં મીનાતાઈ ઠાકરેની પ્રતિમાની સામે પોસ્ટર લગાવ્યા છે, તેને કારણે શિવસૈનિકોમાં ઉશ્કેરાઈ ગયા છે.
મસ્જિદમાં લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa) વગાડવાનો વિવાદ ઊભો કરનારા MNS પ્રમુખ રાજ ઠાકરેએ હવે તેઓ અયોધ્યા(Ayodhya) મુલાકાતે જવાના હોવાની જાહેરાત કરી છે. તેની પૃષ્ઠભૂમિ પર, MNS દાદર વિસ્તારમાં ઠેર ઠેર પોસ્ટર અને બેનરો લગાવી દીધા છે.

રાજ ઠાકરે(Raj Thackeray) 5 જૂને અયોધ્યા જવા રવાના થવાના છે. આ અગાઉ મુખ્ય પ્રધાન(CM) અને શિવસેના પક્ષ (Shiv Sena chief)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સહિત રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray) પણ અયોધ્યા જવાની જાહેરાત કરી ચૂક્યા છે. હવે રાજ ઠાકરે(Raj Thackeray)એ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. તેથી એમએનએસે દાદરમાં ઠેર ઠેર બેનર લગાવી દીધા છે, તેમાં જોકે શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેના પૂતળા પાસે રાજ ઠાકરેનું મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું છે, જેમાં  રાજ ઠાકરે ભગવા કપડામાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત બેનર પર 'રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હૈં ભગવાધારી' એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાથે જ બેનર પર લોકોને પણ 'અયોધ્યા આવો, અમે જઈ રહ્યા છીએ, તમે પણ આવો' એવી અપીલ કરવામાં આવેલી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાની બીજી લાઈફલાઈન ખોરવાઈ, સળંગ બીજા દિવસે બેસ્ટની બસને લાગ્યો બ્રેક; જાણો વિગતે

અત્યાર સુધી મરાઠી માણુસના નામે રાજકારણ કરનારા રાજ ઠાકરે હવે ધીમે ધીમે હિંદુત્વના મુદ્દે ઢળી રહ્યા છે. તેની સામે શિવસેના અને ભાજપ વર્ષોથી હિંદુત્વને નામે પોતાનું અસ્તિત્વ જમાવીને બેઠા છે.

April 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અરે વાહ! મુંબઈગરાને જોવા મળશે અરબી સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત,જુઓ વિડિઓ

by Dr. Mayur Parikh February 9, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

બુધવાર.

મુંબઈગરા દાદર શિવાજી પાર્ક ચોપાટીથી અરબી સમુદ્રનો ભવ્ય નજારો જોઈ શકશે. આજે રાજ્યના પર્યટન પ્રધાન અને ઉપગરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે દાદર માં  વ્યુવીંગ ડેક ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પાલિકાએ લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે દાદર ચોપાટી પણ ભવ્ય વ્યુવીંગ ડેકને બાંધ્યો છે. 24 મીટર લાંબી અને 20મીટર પહોળઆ આ ડેક પરથી પર્યચટકો અરબી સમુદ્ર, બાંદરા-વરલી સી લિંકનો સુંદર નજારો જોઈ શકાશે. સુર્યાસ્તને માણી શકશે.

ક્લાસિફાઈડ સમીર વાનખેડેના પિતાની અરજી પર હાઈકોર્ટે આ નેતાને ફટકારી કારણદર્શક નોટિસ, જાણો વિગતે.. 

દાદર બીચ પર ચૈત્યભૂમિની પાછળની તરફ સ્ટોર્મ વોટર ડ્રેઈન  આઉટફોલ ઉપર પાલિકા દ્વારા આ ડેક બાંધવામાં આવ્યો છે. દરિયાની ઉપર 16 ફૂટ ઉંચાઈ પર ડેક બાંધવામાં આવ્યો છે.

 

 

અરે વાહ! #મુંબઈગરાને જોવા મળશે #અરબી #સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત,જુઓ #વિડિઓ#mumbaicity #dadar #shivajipark #arabiansea #environmentminister #adityaThackeray #viewingdeck#bandraworlisealink pic.twitter.com/sfqoGoSTHt

— news continuous (@NewsContinuous) February 9, 2022

February 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શિવાજી પાર્કમાં લતા મંગેશકરનું સ્મૃતિ સ્થળ ઊભા કરવાની થઈ માગણીઃ જાણો કોણે કરી માગણી..

by Dr. Mayur Parikh February 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022  

 સોમવાર.

ભારતની સૂર સામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહનો રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન (શિવાજી પાર્ક) ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા.  ભાજપના ધારાસભ્ય રામ કદમે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લતા મંગેશકરનું અહીં સ્મારક બનાવવાની માંગણી કરી છે.

શિવાજી પાર્ક ખાતે ભારત રત્ન લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ જ્યાં પંચતત્વમાં વિલીન થયા હતા તે સ્થળે જ તેમનું સ્મારક ઉભુ કરવામાં આવે  તેવી માંગણી કરવામાં આવી છે. આ સ્મારક  તાત્કાલિક  ઉભું કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી છે. 
 વિધાનસભ્ય રામ કદમે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ સ્થળ વિશ્વ માટે પ્રેરણા બની રહેશે. આ રીતે દીદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભાજપના વિધાનસભ્યની માંગણી  સંદર્ભમાં  શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે લતા દીદીને ક્યારેય ભૂલવામાં નહીં આવે. કેટલાક લોકોએ ઉદ્યાનમાં સ્મારક બનાવવાની માંગ કરી છે. પરંતુ આવી માંગણીની જરૂર નથી. તેના પર રાજકરણ કરો નહીં. દેશે લતા દીદીના સ્મારક વિશે વિચારવાની જરૂર છે.

મુંબઈગરાનો વિશ્વાસઘાત કરનારું મુંબઈ મનપાનું બજેટ ભાજપનો દાવો; જાણો વિગત

શાહરૂખ ખાનને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તેને લઈને તેમણે કહ્યું કે શાહરૂખના કાર્યોને જાણી જોઈને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, એક જૂથના એક પરિવારના લોકો આ કામ કરી રહ્યા છે. આ નકામું છે, તમારી પાસે કોઈ વ્યવસાય બાકી નથી.

February 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અઢી મહિના પછી આવતીકાલે આ જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી, જાણો વિગતે 

by Dr. Mayur Parikh January 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 જાન્યુઆરી 2022          

મંગળવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લગભગ અઢી મહિના પછી જાહેર સમારંભમાં હાજર રહેશે. 12 નવેમ્બરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજર રહેશે. મુંબઈ મહાનગરપાલિકા શિવાજી પાર્ક ખાતે ગણતંત્ર દિવસના કાર્યક્રમની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. શિવાજી પાર્ક મેદાનમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ લગભગ અઢી મહિના બાદ તેઓ પ્રથમ વખત આ કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં સર્જરી થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીને 2 ડિસેમ્બરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારી કાર્યો અને જાહેર સભાઓમાં ગેરહાજર રહેવા બદલ ટીકા પણ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી સક્રિય થયા છે. બે દિવસ પહેલા તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા શિવસૈનિકોને સંબોધિત કર્યા હતા.

રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલીએ કરી એવી હરકત કે સો. મીડિયા પર થયો ટ્રોલ, જુઓ વાયરલ વીડિયો 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિધાનસભાનું સત્ર નાગપુરને બદલે મુંબઈમાં યોજાયું હતું. અધિવેશનના અંતિમ દિવસે મુખ્યમંત્રી ગૃહમાં હાજર રહેવાના હતા પરંતુ તેમની ગેરહાજરીમાં સંમેલન યોજાયું હતું.  

January 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ શહેર નું સુપ્રસિદ્ધ શિવાજી પાર્ક ડૂબી ગયું, અહીં નદી વહી રહી છે જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh June 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન ૨૦૨૧

બુધવાર

મુંબઈ શહેરના દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક એટલે કે શિવસેના ની શાની ગણાય છે.

થાણામાં પડયો એટલો બધો વરસાદ કે આખેઆખી બાઇક પાણીમાં ડૂબી ગઈ. જુઓ વિડિયો.

આ મેદાન પહેલા ચોમાસામાં પૂરી રીતે પાણીમાં ગરક થઈ ગયું. ચારે તરફ દીવાલો હોવાને કારણે અંદર એક આખું તળાવ બની ગયું. ગેટમાંથી નદી વહી રહી છે. જુઓ વિડિયો…

મુંબઈ શહેર નું સુપ્રસિદ્ધ શિવાજી પાર્ક ડૂબી ગયું, અહીં નદી વહી રહી છે જુઓ વિડિયો…#Mumbai #Monsoon2021 #heavyrain #waterlogged #dadar #shivajipark pic.twitter.com/oEQlsdXbil

— news continuous (@NewsContinuous) June 9, 2021

 

June 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક