Tag: shivsena balasaheb

  • મહારાષ્ટ્રમાં હવે બે-બે શિવસેના- એકનાથ શિંદે જૂથે બનાવી નવી પાર્ટી- રાખ્યું આ નામ

    મહારાષ્ટ્રમાં હવે બે-બે શિવસેના- એકનાથ શિંદે જૂથે બનાવી નવી પાર્ટી- રાખ્યું આ નામ

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્ર(Maharashtra)ની ઠાકરે સરકાર(Thackeray Govt) સામે બંડ પોકારીને અલગ થયેલા નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde)  ઉપરાઉપરી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ને ઝટકા આપી રહ્યા છે, ત્યારે હવે વધુ એક ઝટકો આપ્યો છે. 

    ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત(Surat) અને તે બાદ ગુવાહાટી(Guwahati) જતાં રહેલા નારાજ નેતા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યો(MLAs)એ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટી(New Party)નું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે 'શિવસેના બાળાસાહેબ(Shivsena). આ જાણકારી ભૂતપૂર્વ રાજ્યમંત્રી ગૃહ અને બાગી ધારાસભ્ય(MLA) દીપક કેસરકરે(Deepak Kesarkar) મીડિયા સાથેની વાતચીતમાં આપી છે. 

    આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર -થાણે બાદ મુંબઈમાં પણ ધારા 144 લાગુ-આ તારીખ સુધી આદેશ અમલમાં રહેશે

    જોકે હવે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી(Legal proceedings) કરે છે કે નહીં તે જોવાનું રહેશે.