Tag: shopian district

  • Pahalgam Attack Terrorists : આ આતંકીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર કર્યો હતો હુમલો, શોપિયાન જિલ્લામાં લાગ્યા પોસ્ટર, માહિતી આપનારને મળશે અધધ 20 લાખનું ઈનામ

    Pahalgam Attack Terrorists : આ આતંકીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર કર્યો હતો હુમલો, શોપિયાન જિલ્લામાં લાગ્યા પોસ્ટર, માહિતી આપનારને મળશે અધધ 20 લાખનું ઈનામ

     News Continuous Bureau | Mumbai

     Pahalgam Attack Terrorists : જમ્મુ અને કાશ્મીર: સુરક્ષા એજન્સીઓએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટરોમાં દર્શાવવામાં આવેલા આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એજન્સીઓએ ખાતરી આપી છે કે માહિતી આપનારાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

     Pahalgam Attack Terrorists : કાશ્મીર ખીણમાં થયેલો સૌથી ઘાતક હુમલો

    પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર બૈસરન ઘાસના મેદાનોમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 25 પ્રવાસીઓ અને એક નેપાળી સહિત ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. આ ભયાનક ઘટના 2019 માં પુલવામા હત્યાકાંડ પછી કાશ્મીર ખીણમાં થયેલો સૌથી ઘાતક હુમલો છે. ત્રણેય આતંકવાદીઓ, જે બધા લશ્કર-એ-તૈયબા (LeT) ના છે, તેમાં અનંતનાગનો રહેવાસી આદિલ હુસૈન ઠોકર અને બે પાકિસ્તાની નાગરિકો અલી ભાઈ ઉર્ફે તલ્હા ભાઈ અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાનનો સમાવેશ થાય છે.

     Pahalgam Attack Terrorists : TRFએ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી

    પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી. ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી.
    આ સમાચાર પણ વાંચો :   India Pakistan War : એક વધુ હુમલાથી પાકિસ્તાન નષ્ટ, ઓસ્ટ્રિયાના રક્ષા નિષ્ણાતે ભારતને વિજેતા જાહેર કર્યું, જણાવ્યા કારણો

     

     Pahalgam Attack Terrorists : ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ યુદ્ધવિરામ કરાર પર પહોંચ્યા

    પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદો નજીક ભારતીય લશ્કરી સ્થાપનો અને નાગરિક વિસ્તારો પર હુમલો કરીને જવાબ આપ્યો. જોકે, ભારતે ઇસ્લામાબાદના ઉશ્કેરણી વગરના આક્રમણનો જવાબ આપ્યો અને તેના 11 મુખ્ય હવાઈ મથકો પર હુમલો કર્યો, જેનાથી તેનું આક્રમણ નબળું પડી ગયું. નિયંત્રણ રેખા (LoC) પર ઘણા દિવસો સુધી ચાલેલી દુશ્મનાવટ પછી, ભારત અને પાકિસ્તાન 10 મેના રોજ યુદ્ધવિરામ કરાર પર પહોંચ્યા. ભારતે કહ્યું કે તેણે ફક્ત લશ્કરી કાર્યવાહી અટકાવી છે પરંતુ ઇસ્લામાબાદ સાથે કોઈ રાજદ્વારી સ્તરની વાતચીત કરશે નહીં.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો- SPOની હત્યા કરનારા આટલા આતંકીઓને માર્યા ઠાર- માહોલ ગંભીર 

    3 દિવસમાં જ સેનાએ લીધો બદલો- SPOની હત્યા કરનારા આટલા આતંકીઓને માર્યા ઠાર- માહોલ ગંભીર 

    News Continuous Bureau | Mumbai

    જમ્મુ કાશ્મીરના(Jammu and Kashmir) શોપિયાં જિલ્લામાં(Shopian District) દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના(security forces) એન્કાઉન્ટરમાં(encounter) ત્રણ આતંકી ઠાર થયા છે. આ ત્રણેય આતંકી(Terrorist )જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ અથડામણ મંગળવાર સાંજે શરુ થયુ હતું. આ ઉપરાંત મૂલુમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણમાં પણ એક આતંકી માર્યો ગયો છે. 

    એડીજીપી કશ્મીરે(ADGP Kashmir) જણાવ્યું છે કે, શોપિયાંના દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી માર્યા ગયા છે. આ ત્રણેય આતંકી સ્થાનિક છે અને જૈશે મોહમ્મદ સંગઠન (Jaishe Mohammad Association) સાથે જાેડાયેલા હોવાનું કહેવાય છે. ત્યારબાદ લગભગ બે કલાક પહેલા સુરક્ષાદળો અને આતંકીઓની મુલૂમાં અથડામણ શરુ થઈ છે. અહીં પણ એક આતંકી ઠાર થયો છે. અહીં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર હાલમાં પણ ચાલું છે. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બે આતંકી હનાન બિન યાકૂબ(Hanan bin Yaqub) અને જમશેદ(Jamshed) હાલમાં જ એસપીઓ જાવેદ ડાર(SPO Javed Dar) અને પશ્ચિમ બંગાળના(West Bengal) એક મજૂરની હત્યામાં સામેલ હતા.

    આપને જણાવી દઈએ કે, એસપીઓની બત્યા ગત ૨ ઓક્ટોબરના રોજ આતંકીઓએ કરી હતી. આ ઉપરાંત આતંકીઓએ વચ્ચે ગત ૨૪ સપ્ટેમ્બરે બંગાળમાં મજૂરની હત્યા કરી હતી. ગત ૨ ઓક્ટોબરે પુલવામાંના પિંગલાનામાં ઝ્રઇઁહ્લ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં એસપીઓ જાવેદ અહમદ ડારે ડ્યૂટી દરમિયાન પોતાનો જીવ ખોયો હતો. આ અગાઉ ગત ૨ ઓક્ટોબરે શોપિયાંના બસકુચાનમાં સુરક્ષાદળો અને આતંકીઓની અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. તેમાં ૨-૩ આતંકી ભાગવામાં સફળ રહ્યા હતા. માર્યા ગયેલા આતંકી લશ્કરે તૈયબા સંગઠન સાથે જોડાયેલા હતા. રવિવારની સવારે સુરક્ષાદળોએ શોપિયાના બસકુચાનમાં ૨-૩ આતંકીઓને ઘેરી લીધા હતા. જે બાદથી સતત બંને તરફથી ગોળીબાર થાય છે. આતંકીની ઓળખાણ નૌપારા બસકુચાનના રહેવાસી નસીર અહમદ ભટ્ટ તરીકે થઈ છે. જે આતંકી સંગઠન લશ્કરે તૈયબા સાથે જાેડાયેલ હતો. 

    આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારે આતંકને આપ્યો જડબાતોડ ફટકો- હિઝબુલના આ બે મોટા કમાન્ડરને આતંકી જાહેર કર્યાં- જાણો વિગતે 

    જમ્મુ કાશ્મીર પોલીસે એડીજીપીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લશ્કરના આતંકી પાસેથી દારુ ગોળા, પિસ્તોલ, એકે રાઈફલ્સ સહિત કેટલાય હથિયાર જપ્ત કર્યા હતા. તે કેટલાય આતંકી ગુનામાં સામેલ હતો. અને હાલમાં જ એક અથડામણમાં બચી નિકળ્યો હતો.

  • જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં  સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર

    જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકી ઠાર

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    18 જુલાઈ 2020

    દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાના એક દિવસ બાદ, આજે ફરીએક વાર પડોશી શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

     એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી તો પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી, સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર માર્યા હતા…

    નોંધનીય છે કે કાશ્મીર ઘાટીમાંથી આતંકના સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યાં છે. સુરક્ષા દળોને ઘાટી આતંકી સંગઠનોના કમાન્ડરોને પણ ઢેર કરવા અને આતંકની કમર તોડવામાં સફળતા મળી છે. આ વર્ષે અત્યાર સુધી કાશ્મીર ઘાટીમાં 136 આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

    https://bit.ly/2ZJt7xT 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com