• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - silver
Tag:

silver

Gold at 7-Week High, Silver Near ₹2 Lakh; Rupee Slips to New Low of 90.56
વેપાર-વાણિજ્ય

બજારમાં ભૂકંપ: સોનું ૭ સપ્તાહની ઊંચાઈ પર, ચાંદી માં થયો ઘટાડો; રૂપિયો ૯૦.૫૬ ના નવા નીચલા સ્તરે ગગડ્યો!

by Zalak Parikh December 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ઘરેલું વાયદા બજારમાં શુક્રવારના શરૂઆતી કારોબારમાં સોનું સાડા સાત સપ્તાહના ઉચ્ચ સ્તરની નજીક જળવાઈ રહ્યું. MCX પર ફેબ્રુઆરી સોનાનો વાયદો ૦.૦૨% ના નજીવા વધારા સાથે ₹૧,૩૨,૪૯૬ પ્રતિ ૧૦ ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. આ વધારો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા ૨૫ બેસિસ પોઈન્ટ્સના વ્યાજ દર ઘટાડા પછી બનેલા સકારાત્મક વલણનું વિસ્તરણ છે.

ચાંદીમાં નફાખોરી, રૂપિયામાં મોટો ઘટાડો

સોનાની વિપરીત, માર્ચ સિલ્વર વાયદામાં રેકોર્ડ સ્તરોની નજીક પ્રોફિટ બુકિંગ જોવા મળી.ચાંદી ૦.૫૪% ઘટીને ₹૧,૯૭,૮૬૧ પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરતી જોવા મળી. ચાંદી હાલમાં જ ₹૨ લાખ પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરની નજીક પહોંચી હતી. શુક્રવારની સવારે રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી અને તે ૨૪ પૈસા તૂટીને ૯૦.૫૬ ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. ભારત-અમેરિકાના વેપાર કરારને લઈને અનિશ્ચિતતા અને વિદેશી ફંડના સતત બહિર્પ્રવાહને કારણે બજારની ભાવનાઓ નબળી પડી છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થિતિ

ફેડની નીતિગત બેઠક પછી મળેલા સંકેતોથી કિંમતી ધાતુઓમાં મજબૂત ખરીદી જોવા મળી.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાત સપ્તાહની ઊંચાઈ પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૬૫ ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચીને નવો રેકોર્ડ બનાવી રહી છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

પૃથ્વી ફિનમાર્ટ કોમોડિટી રિસર્ચના મનોજ કુમાર જૈને જણાવ્યું કે મજબૂત ફંડામેન્ટલ્સ આગામી સત્રોમાં પણ સોના અને ચાંદીની કિંમતોને ટેકો આપી શકે છે. તેમણે કહ્યું કે ઘરેલું બજારોમાં રૂપિયાની નબળાઈ પણ બુલિયનને સમર્થન આપી રહી છે. જૈન અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $૪,૦૪૦ પ્રતિ ઔંસ અને ચાંદી $૫૭.૭૦ પ્રતિ ઔંસ ના મુખ્ય સપોર્ટ સ્તરો જાળવી શકે છે.

ઘરેલું બજારમાં સોનાના ભાવ (₹/૮ ગ્રામ)

આજે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) દિલ્હીમાં ૨૨ કેરેટ (સ્ટાન્ડર્ડ ગોલ્ડ) નો ભાવ ₹ ૯૯,૧૬૮ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ (શુદ્ધ સોનું) નો ભાવ ₹ ૧,૦૬,૭૮૪ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયો હતો. જ્યારે મુંબઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹ ૯૯,૧૬૦ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹ ૧,૦૬,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો, જે દર્શાવે છે કે સોનાના ભાવમાં બંને મહાનગરોમાં નજીવો તફાવત જોવા મળ્યો છે.

December 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold prices લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો,
વેપાર-વાણિજ્ય

Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ

by aryan sawant November 4, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Gold prices ઘરેલુ ફ્યુચર માર્કેટમાં સોનાની કિંમતોમાં મંગળવાર, 4 નવેમ્બરના રોજ નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળો ગોલ્ડ ફ્યુચર વાયદો મંગળવારે ₹1,20,802 (પ્રતિ 10 ગ્રામ) પર ખૂલ્યો હતો. અગાઉના કારોબારી દિવસે MCX પર સોનું ₹1,21,409 પર બંધ થયો હતો. 4 નવેમ્બરના રોજ સવારે 9:55 વાગ્યે, MCX પર 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળું સોનું ₹1,20,760 પર ટ્રેડ કરી રહ્યું હતું. જે અગાઉના દિવસની બંધ કિંમત કરતાં લગભગ ₹650 નો ઘટાડો દર્શાવે છે. MCX ગોલ્ડ શરૂઆતી કારોબારમાં ₹1,20,970 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો
મંગળવારે MCX પર ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમાચાર લખાયા ત્યાં સુધી, MCX પર ચાંદી ₹1,47,131 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી હતી. અગાઉના દિવસની સરખામણીમાં ચાંદીના ભાવમાં લગભગ ₹630 નો ઘટાડો નોંધાઈ રહ્યો હતો.

તમારા શહેરના સોનાના તાજા ભાવ (4 નવેમ્બર) – પ્રતિ 10 ગ્રામ

શહેર
24 કેરેટ (રૂપિયા)
22 કેરેટ (રૂપિયા)
18 કેરેટ (રૂપિયા)
દિલ્હી
1,22,510
1,12,400
91,990
મુંબઈ
1,22,460
1,12,250
91,840
ચેન્નાઈ
1,22,730
1,12,500
93,900
કોલકાતા
1,22,460
1,12,250
91,840
અમદાવાદ
1,22,510
1,12,300
91,890
લખનઉ
1,22,510
1,12,400
91,990

આ સમાચાર પણ વાંચો : Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી

લગ્નની સિઝન પહેલાં રાહત

નવેમ્બર મહિનામાં લગ્નની સિઝન શરૂ થાય તે પહેલાં સોનાની કિંમતોમાં આવેલો આ ઘટાડો લોકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે. ભારતમાં લગ્ન અને મુખ્ય પ્રસંગોએ સોનું અને ચાંદી ખરીદવાનો રિવાજ છે, અને ભારતીયો આ કિંમતી ધાતુઓની ખરીદીને શુભ માને છે. રોકાણકારો માટે પણ સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ વિકલ્પ રહ્યું છે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીની માંગ પણ વધવાની સંભાવના છે.

November 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Crosses ₹1,25,000 Even Before Diwali, Price Rises ₹6,000 in Three Days; What's Next
સોનું અને ચાંદીTop Postવેપાર-વાણિજ્ય

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?

by Akash Rajbhar October 9, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

ધનતેરસ અને દિવાળીનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે, સોનાની કિંમતો ગતિ પકડી રહી છે. પરિસ્થિતિ એવી છે કે માત્ર ત્રણ દિવસમાં સોનાની કિંમતમાં ₹6,000 નો ઉછાળો આવ્યો છે. એકલા બુધવારે કિંમત ₹2,600 વધીને ₹1,26,600 પ્રતિ 10 ગ્રામના પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ. કુલ મળીને દિવાળી પહેલા જ સોનું સવા લાખને પાર જઈ ચૂક્યું છે, જ્યારે નિષ્ણાતોએ દિવાળી સુધીમાં સોનું આ રેન્જ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો. ઑલ ઇન્ડિયા સરાફા એસોસિએશન મુજબ, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું મંગળવાર (7 ઓક્ટોબર)ના રોજ ₹700ના વધારા સાથે ₹1,24,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે એક દિવસ પહેલા સોમવાર (6 ઓક્ટોબર)ના રોજ તેમાં ₹2,700 નો મોટો વધારો થયો હતો.

સોનાની કિંમત કેમ વધી રહી છે?

પહેલા ટેરિફ અને હવે અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલા શટડાઉન વચ્ચે પેદા થયેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે લોકો સુરક્ષિત રોકાણના રૂપમાં સોના પર દાવ લગાવી રહ્યા છે, જેના કારણે કિંમતો વધી છે. અમેરિકામાં શટડાઉનને કારણે સરકારી કામકાજ ઠપ થવાની ચિંતાઓ વચ્ચે સુરક્ષિત રોકાણની માંગના કારણે હાજર સોનું પહેલીવાર 4,000 ડૉલર પ્રતિ ઔંસના મહત્વપૂર્ણ સ્તરથી ઉપર પહોંચી ગયું.

આ સમાચાર પણ વાંચો : Coldrif Cough Syrup: કફ સિરપ કાંડમાં 20 બાળકોના મોત બાદ એક્શન માં આવી SIT, દવા બનાવનારી કંપની ના માલિક સાથે કર્યો આવો વ્યવહાર

સોનાની સાથે ચાંદીમાં પણ તેજી

સોનાની સાથે-સાથે ચાંદીની કિંમત પણ વધી રહી છે. બુધવારે ચાંદીની કિંમત ₹3,000 વધીને ₹1,57,000 પ્રતિ કિલોગ્રામના પોતાના રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારોમાં હાજર ચાંદી 2 ટકાથી વધુ વધીને 48.99 ડૉલર પ્રતિ ઔંસના હાઇ લેવલ પર પહોંચી ગઈ.સોનાની સતત વધતી કિંમતો વચ્ચે નિષ્ણાતોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે દિવાળીમાં સોનાનું રેકોર્ડ તોડ વેચાણ થશે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ, 18 થી 23 ઓક્ટોબરની વચ્ચે આશરે 45 ટન સોનું વેચાય તેવી સંભાવના છે. સોનાની સતત વધતી કિંમતો વચ્ચે લોકોએ ભાવ ઘટવાની આશા જ છોડી દીધી છે.

October 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Raksha Bandhan 2025 Gift your sister according to her zodiac sign for a memorable celebration
જ્યોતિષ

Raksha Bandhan 2025: રક્ષાબંધન પર બહેનો ને તેમની રાશિ પ્રમાણે આપો ગિફ્ટ, યાદગાર બની રહેશે રક્ષાબંધન અને ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા

by Zalak Parikh August 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને બંધનનું પ્રતિક છે. દર વર્ષે ભાઈઓ પોતાની બહેનો માટે ગિફ્ટ પસંદ કરતા હોય છે, પણ ઘણીવાર શું આપવું એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ વર્ષે તમે તમારી બહેનને તેમની રાશિ અનુસાર ગિફ્ટ આપી શકો છો, જેનાથી તે ખુશ પણ થશે અને શુભ ફળ પણ મળશે.

રાશિ પ્રમાણે ગિફ્ટ પસંદ કરવી કેમ ખાસ છે?

જેમ રાશિ વ્યક્તિના સ્વભાવ અને પસંદગીઓ દર્શાવે છે, તેમ રાશિ અનુસાર ગિફ્ટ પસંદ કરવાથી તે વ્યક્તિને વધુ આનંદ મળે છે. રક્ષાબંધનના પાવન તહેવાર પર આ રીતે પસંદ કરેલીગિફ્ટ બહેન માટે યાદગાર બની શકે છે.

દરેક રાશિ માટે યોગ્ય ગિફ્ટ 

  • મેષ (Mesh): લાલ રંગ નો ડ્રેસ અથવા સામાન
  • વૃષભ (Vrushabh): ચાંદી ની જ્વેલરી
  • મિથુન (Mithun): લીલા રંગનીબંગડીઓ, બેગ
  • કર્ક (Kark): ચાંદી ના સિક્કા અથવા જ્વેલરી
  • સિંહ (Sinh): ગોલ્ડ  જ્વેલરી
  • કન્યા (Kanya): લીલા રંગના કપડા, ડાયમંડ જ્વેલરી
  • તુલા (Tula): ચાંદી ની જ્વેલરી
  • વૃશ્ચિક (Vrushchik): લાલ રંગના કપડા અથવા જ્વેલરી
  • ધનુ (Dhanu): પીળા રંગના કપડા, ગોલ્ડ  જ્વેલરી
  • મકર (Makar): મોબાઇલ (Mobile), ધાર્મિક ગિફ્ટ
  • કુંભ (Kumbh): નીલા રંગના કપડા અથવા સામાન
  • મીન (Meen): પીતળ ની વસ્તુઓ, પીળા રંગના કપડા

આ સમાચાર પણ વાંચો : Sawan Putrada Ekadashi: 5 ઓગસ્ટે મનાવાશે સાવન પુત્રદા એકાદશીવ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ

ખાસ ગિફ્ટ થી તહેવારને યાદગાર બનાવો 

તમારા પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવા માટે રાશિ અનુસાર પસંદ કરેલી ગિફ્ટ એક અનોખો રસ્તો છે. આ રીતે આપેલી ગિફ્ટ બહેનના દિલને સ્પર્શી જશે અને તહેવારને ખાસ બનાવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat News Gujarat has so far won 17 gold, silver and bronze medals at international and national levels in the game of chess.
રાજ્ય

Gujarat News : ચેસની રમતમાં ગુજરાતે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા

by kalpana Verat July 19, 2025
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai 
Gujarat News : 

• ગુજરાતમાં ચેસની રમતમાં બે ગ્રાન્ડ માસ્ટર,ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર, બે મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર,ચાર ફિડે માસ્ટર અને એક મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ શ્રી તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે.

આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ ૩.૦ માં ચેસની રમતમાં ૯૨ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત –ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.

ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (WIM) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (WFM) છે.

આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-૨૦૨૩ પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-૨૦૨૨માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-૭ શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ ૧૧ મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ ૨૦૨૪-૨૫માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -૨૦૨૪માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -૨૦૨૪ ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-૨૦૨૪માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.

Gujarat News : Language row: મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી; રાજ ઠાકરે પછી હવે વિજય વડેટ્ટીવાર પણ મેદાનમાં, ‘ઈંટનો જવાબ પથ્થરથી આપો’

આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (SGFI)માં ૨૦૨૪-૨૫માં ૧૪ વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- ૨૦૨૩માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ દર વર્ષે તા. ૨૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જૂલાઈ, ૧૯૨૪ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ ‘Every Move Counts’ની થીમ પર ઉજવવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Silver Outshines Gold Price Crosses Rs 1 Lakh Mark, Here's Why
સોનું અને ચાંદી

Silver Outshines Gold: ચાંદીનો (Silver) તેજ તબક્કો: ભાવ પહોચ્યો 1 લાખને પાર, જાણો કેમ વધી રહી છે કિંમત

by kalpana Verat June 10, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 Silver Outshines Gold: દિલ્હી સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. સોમવારે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો અને તે 1,08,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ. આ પહેલા શનિવારે ભાવ 1,07,100 રૂપિયા હતો. આ તેજી પાછળ ઘણા મહત્વના કારણો જવાબદાર છે.

 Silver Outshines Gold: ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: 13 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વિશ્વબજારમાં સ્પોટ ચાંદી (Spot Silver) 0.9% વધીને 36.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. મહેતા એકવીટીસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ કલંત્રીએ જણાવ્યું કે ચાંદીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યુરોપમાં મોંઘવારી ઘટી છે અને ટ્રેડ ડીલ્સના સકારાત્મક સંકેત મળ્યા છે, જેના કારણે ચાંદીના ભાવમાં તેજી આવી છે.

 Silver Outshines Gold:  રોકાણ માટે ચાંદી બની પસંદગી: બજારમાં Bullish ટ્રેન્ડ

વિશ્લેષકો ના જણાવ્યા અનુસાર ચાંદીમાં તેજી પાછળના મુખ્ય કારણોમાં ઉદ્યોગોની માંગ, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને સોલાર ઉદ્યોગનો સમાવેશ થાય છે. સાથે સાથે ડોલરની નબળાઈ અને ભૂ-રાજનીતિક તણાવ પણ ભાવ વધારવામાં સહાયક બન્યા છે. બજારમાં હાલ Bullish ટ્રેન્ડ છે, પરંતુ રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : Naxalism Crushed: નક્સલવાદ (Naxalism) પર ત્રિસ્તરીય હુમલો, સરકારની રણનીતિએ નક્સલવાદની કમર તોડી નાખી

 Silver Outshines Gold: સોનાના ભાવમાં તેજી થોડી ધીમી: ભાવમાં નોંધપાત્ર ઘટાડો

જ્યારે ચાંદી તેજી પર છે, ત્યારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું 280 રૂપિયા ઘટીને 97,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) 3,312.84 ડોલર પ્રતિ ઔંસ પર છે. અમેરિકન નોન-ફાર્મ પેરોલ રિપોર્ટ મજબૂત રહ્યો છે, જેના કારણે ફેડની નીતિઓમાં ઢીલની શક્યતા ઘટી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

June 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Silver Price: Gold Drops by ₹1,000 to ₹98,400 per 10 Grams Amid US-China Trade Deal Hopes
સોનું અને ચાંદી

Gold Silver Price:અમેરિકા-ચીન વેપાર સમજૂતીની આશાથી ₹1,000 ઘટ્યું સોનું, ₹98,400 પ્રતિ 10 ગ્રામ ભાવ

by Zalak Parikh April 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ ₹1,000 ઘટીને ₹98,400 પ્રતિ 10 ગ્રામ રહ્યો. 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ₹1,000 ની ઘટાડા સાથે ₹97,900 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. ચાંદીની કિંમત પણ સોમવારે ₹1,400 ની ઘટાડા સાથે ₹98,500 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ.

અમેરિકા-ચીન વેપાર સમજૂતીની આશા

હવેાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય કાર્યકારી અધિકારી ચિંતન મહેતા અનુસાર, “અમેરિકા-ચીન વેપાર તણાવ ઘટવાથી રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા વધી છે, જેના કારણે સુરક્ષિત રોકાણવાળી સંપત્તિઓ જેવી કે બુલિયનની માંગ ઘટી છે. મજબૂત ડોલરે સોનાને દબાણમાં મૂકી દીધું છે, જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો ચાલુ રહ્યો છે.”

સોનાનીકિંમતોમાં ઘટાડો

ચિંતન મહેતાએ વધુમાં જણાવ્યું કે, “ભૂ-રાજકીય તણાવ વધવાથી સોનાની કિંમતોમાં ઘટાડો મર્યાદિત થઈ શકે છે. જેમ જેમ યુદ્ધનો ખતરો વધે છે અને નવા સંઘર્ષો સામે આવે છે, રોકાણકારો સોનામાં રોકાણ કરવાની સંભાવના વધે છે.”

આ સમાચાર પણ વાંચો:  RBI Gold Reserve: ભારતના સોનાના ભંડારમાં થયો મોટો વધારો, RBI એ એક જ વર્ષમાં અધધ આટલા ટન સોનું ખરીદ્યું, જાણો કેન્દ્રીય બેંક સોના પર શા માટે દાવ લગાવી રહી છે?…

ચાંદીની કિંમતોમાં ઘટાડો

સોમવારે ચાંદીની કિંમત ₹1,400 ની ઘટાડા સાથે ₹98,500 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. અગાઉના સત્રમાં ચાંદી ₹99,900 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. વૈશ્વિક મોરચે, સોનું લગભગ એક ટકા ઘટીને $3,291.04 પ્રતિ ઔંસ પર આવી ગયું.

April 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Silver Rate Today Today there was a slight increase in the price of gold and silver, silver crossed 92,500, know what is the new price..
વેપાર-વાણિજ્યસોનું અને ચાંદી

Gold Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં થયો નજીવો વધારો, ચાંદી 92,500ને પાર, જાણો શું છે હવે નવો ભાવ..

by Bipin Mewada July 9, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

 Gold Silver Rate Today:  જુલાઈની શરૂઆતમાં ચાંદી સાથે સોનાએ ( Gold Silver ) મજબૂત શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ બંનેમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, જુનમાં આ બંને કીંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ જુલાઈમાં આમાં ફરીથી ઉછાળો આવ્યો હતો. તો આ સપ્તાહે પણ ચાંદીમાં તેજી યથાવત છે. ગત સપ્તાહે ચાંદી રૂ.૫ાંચ હજાર વધારો થયો હતો. તો બીજી તરફ સોનામાં પણ 1500 રૂપિયાનો વધારો થયો હતો. આ સપ્તાહે સોનામાં થોડી નરમાઈ આવી હતી. તો ચાંદીમાં વધારો થયો હતો. જાણો શું છે હવે નવા ભાવ.. 

ગત સપ્તાહે સોનામાં ( Gold Price ) 1500 રૂપિયાની તેજી આવી હતી. સોનામાં વોલેટાલિટીનું સેશન જોવા મળ્યું હતું. આ સપ્તાહની શરૂઆત થોડી નરમાઈ સાથે થઈ હતી. વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેન્કોએ ઉનાળામાં સોનાની ખરીદી શરૂ કરતાં સોનાના ભાવમાં વધારો થયો હતો. હવે જ્યારે તમામ સેન્ટ્રલ બેન્કોએ ઇનફ્લોમાં કાપ મૂક્યો છે, ત્યારે સોનામાં નરમાઇ આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં 8 જુલાઈએ સોનામાં 220 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ સોનામાં સવારના સેશનમાં આમાં વધારાના સંકેત આપ્યા હતા. તેથી બપોર બાદ હવે ફરી ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુડરેટર્ન્સના જણાવ્યા અનુસાર હાલ 22 કેરેટ સોનાની કિંમત હવે 67,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાની કિંમત 73,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Gold Silver Rate Today: આ સપ્તાહની શરૂઆતમાં પણ ચાંદીમાં ઉછાળો ચાલુ રહ્યો હતો….

જૂન મહિનામાં ચાંદીની ( Silver Price ) ચમક ફીકી પડી ગઈ હતી. પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં પણ ચાંદીમાં ઉછાળો ચાલુ રહ્યો હતો. 8 જુલાઈ, સોમવારે ચાંદીમાં 200 રૂપિયાનો વધારો થયો હતો. ગુડરેટર્ન્સના મતે એક કિલો ચાંદીનો ભાવ હવે 95,000 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે, આજે સવારના સત્રમાં આમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  :  New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ( IBJA )ના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદી હાલ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તેથી 24 કેરેટ સોનાનો ભાવ હવે 72,746 રૂપિયા, 23 કેરેટ સોનાનો ભાવ 72,455 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 66,635 રૂપિયા થયો હતો. 18 કેરેટ સોનાનો ભાવ 54,560 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 42,556 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એક કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા હતો. વાયદા બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી પર કોઇ ટેક્સ કે ડ્યૂટી નથી. બુલિયન માર્કેટમાં ( bullion market ) ફી અને ટેક્સનો સમાવેશ થતો હોવાથી ભાવમાં તફાવત જોવા મળે છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

July 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gold Silver Price 5000 rupees silver price in a week, when gold showed its glory; What is the price now
વેપાર-વાણિજ્યસોનું અને ચાંદી

Gold Silver Price: ચાંદીમાં છેલ્લા એક સપ્તાહમાં આવ્યો રુ. 5000નો ઉછાળો, સોનામાં પણ થયો વધારો.. જાણો શું છે હવે નવો ભાવ..

by Hiral Meria July 7, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Gold Silver Price: જુલાઈની શરૂઆતમાં ચાંદીની ચમકમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં એક જ ઝટકામાં ચાંદી ( Silver ) લગભગ 5,000ની સપાટી કૂદાવી ગઈ હતી. તેથી ચાંદીમાં ભાવ ( Silver  Price  ) વધારાથી હવે ગ્રાહકોને આંચકો લાગ્યો હતો. તો સોનામાં આ સપ્તાહમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જુલાઇના પ્રથમ સત્રમાં જૂન મોંઘવારીથી ચાંદીમાં સુધારો થયો છે. બજેટ પહેલા ચાંદીમાં વધુ કેટલો ઉછાળો આવશે તેના પર ગ્રાહકોનું ધ્યાન છે. આ અઠવાડિયે સોનામાં બે વાર ગ્રાહકોને ફટકો પડ્યો છે, ગુડરિટર્ન્સ અનુસાર, જોકે વિશ્વની કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો છે. જોકે ચાંદીમાં સતત છ દિવસ સુધી જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેથી જાણો હવે શું છે આ કિંમતી ધાતુઓના નવા ભાવ ? 

દેશમાં આ સપ્તાહે સોનાના ભાવમાં ( Gold Price ) રૂ.800નો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી હતી. 2 જુલાઈએ 110 અને 4 જુલાઈએ 710. વચગાળાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યાર બાદ 6 જુલાઈએ સોનું રૂ.710 ઉછળ્યું હતું. GoodReturns અનુસાર, 22 કેરેટ સોનાની કિંમત હવે 67,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  

Gold Silver Price: જૂન મહિનામાં પણ ચાંદીએ પોતાની લય ગુમાવી નહોતી….

જૂન મહિનામાં પણ ચાંદીએ ( Silver Price ) પોતાની લય ગુમાવી નહોતી. પરંતુ જુલાઇમાં ચાંદીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. 1 જુલાઈએ ચાંદીના ભાવમાં 200 રૂપિયા, 2 જુલાઈએ 800 રૂપિયા, 3 જુલાઈએ 500 રૂપિયા અને 4 જુલાઈએ 1500 રૂપિયા વધ્યા હતા. તો 5 જુલાઈએ તેમાં 200 રૂપિયાનો ઉમેરો થયો હતો. 6 જુલાઈના રોજ પાછલા સત્રમાં ચાંદીમાં 1600 રૂપિયાનો વધારો થયો હતો. ગુડરેટર્ન્સના મતે એક કિલો ચાંદીનો ભાવ 94,800 રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો  :  Badlapur: બદલાપુરની આ હાઉસિંગ સોસાયટીમાં પ્રથમ વખત 11 મહિલા સભ્યોની કમિટી પસંદગી કરાઈ..જાણો વિગતે..

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન ( IBJA ) ના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીમાં વધારો થયો હતો. 24 કેરેટ સોનાનો ભાવ 72,640 રૂપિયા, 23 કેરેટ સોનાનો ભાવ 72,349 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 66,538 રૂપિયા હતો. 18 કેરેટ સોનાનો ભાવ 54,480 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 42,494 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એક કિલો ચાંદીનો ભાવ 90,709 રૂપિયા હતો. વાયદા બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી પર કોઇ ટેક્સ કે ડ્યૂટી નથી. બુલિયન માર્કેટમાં ( bullion market ) ફી અને ટેક્સનો સમાવેશ થતો હોવાથી ભાવમાં તફાવત જોવા મળે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

July 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Silver Price Hike Silver prices hit all-time highs, yet demand surges, huge rise in one year.. Learn More..
વેપાર-વાણિજ્યસોનું અને ચાંદી

Silver Price Hike: ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા, છતાં માંગ વધી, એક વર્ષમાં જબરદસ્ત વધારો.. જાણો વિગતે..

by Bipin Mewada July 1, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

 Silver Price Hike: ઉનાળાની જેમ ચાંદીએ પણ છેલ્લા કેટલાક મહિનાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે હવે રૂ. 92,873 હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે અને ભારતમાં સર્વકાલીન ઉચ્ચતમ રેકોર્ડ બનાવ્યો છે. એવું માનવામાં આવે છે કે આગામી કેટલાક મહિનામાં બુલિયન માર્કેટમાં ( bullion market ) ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહેશે. જો કે, છેલ્લા ચાર દાયકામાં તેની કિંમતો 26 ગણીથી વધુ વધી છે.

નોંધનીય છે કે, ઉદ્યોગોમાં ચાંદીનો વધુ વપરાશ થાય છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક કારની બેટરી, સોલાર પાવર માટે સોલાર પેનલ અને 5-જી ટેક્નોલોજીમાં. તેના કારણે ચાંદીની વાર્ષિક માંગ સાતથી આઠ ટકાથી વધુ વધી છે. આમ, માંગ વધવાને કારણે તેની કિંમતો પણ વધી રહી છે. માંગની તુલનામાં, ચાંદીની ખાણકામની ( Silver mining ) પ્રવૃત્તિ લગભગ અટકી ગઈ છે. તેમાં નજીવો ઘટાડો પણ થયો છે. 2015 માં, ચાંદીનું વૈશ્વિક ખાણકામ 897 મિલિયન ઔંસ (એક ઔંસ 28.34 ગ્રામ બરાબર છે) હતું. તે જ સમયે, 2023 માં તે ઘટીને 824 મિલિયન ઔંસ થઈ ગયુ હતું. સોનાના ભાવમાં વધારાને કારણે, ઘણા લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ હવે ઘરેણાં માટે ચાંદી તરફ જોઈ રહ્યા છે. વાસ્તવમાં છેલ્લા બે દાયકામાં ઉદ્યોગો અને ટેકનોલોજીમાં ચાંદીની ઉપયોગીતા વધી છે.

 Silver Price Hike: ચાંદી એ ધાતુ છે જે સૂર્યના કિરણોને સૌથી વધુ પ્રતિબિંબિત કરે છે…

‘ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી’ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા એક વર્ષમાં સૌર ઊર્જામાં ( solar energy ) ઉપયોગમાં લેવાતી ફોટોવોલ્ટેઈક પેનલમાં રોકાણ એક વર્ષ અગાઉની સરખામણીએ હવે બમણું થઈને $80 બિલિયન થઈ ગયું છે. ફોટોવોલ્ટેઇક પેનલ્સમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. માત્ર વર્ષ 2024માં ચાંદીની વૈશ્વિક માંગમાં 1.2 અબજ ઔંસનો વધારો થવાની ધારણા હતી. તેથી ચાંદીના ભાવમાં પણ સતત વધારો થવાની શક્યતા છે. વાસ્તવમાં, ચાંદી વિશ્વની શ્રેષ્ઠ વાહક ધાતુ છે. એટલા માટે સોલાર પેનલ પર સિલ્વર પેસ્ટ લગાવવામાં આવે છે. જ્યારે સૂર્યપ્રકાશ આ પેનલ પર પડે છે, ત્યારે સિલિકોનના ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ચાંદી તરત જ ઊર્જા આપે છે.

આ સમાચાર પણ વાંચો: Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

વાસ્તવમાં, ચાંદી એ ધાતુ છે જે સૂર્યના કિરણોને સૌથી વધુ પ્રતિબિંબિત કરે છે. ભારતમાં 50.7 ટકા ચાંદીનો ઉપયોગ ઉદ્યોગોમાં, 17.8 ટકા જ્વેલરીમાં, 24.5 ટકા સિક્કા-બાર રોકાણમાં, 2.8 ટકા ફોટોગ્રાફીમાં અને 4.2 ટકા ચાંદીના વાસણોમાં થાય છે.

 Silver Price Hike: યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ટોચના ચાંદીના ઉત્પાદક મેક્સિકોમાં છે…

4 મે, 1989 ના રોજ, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ શુક્રની સપાટીના ‘મેપિંગ’ માટે ‘મેગેલન’ અવકાશયાન લોન્ચ કર્યું હતું. કારણ કે ચાંદીમાં પ્રકાશ કિરણોને પ્રતિબિંબિત કરવાની સૌથી વધુ ક્ષમતા હોય છે. આને ધ્યાનમાં રાખીને, ઘાતક સૌર કિરણોત્સર્ગથી બચાવવા માટે તેના પર ‘સિલ્વર કોટેડ ક્વાર્ટર ટાઇલ્સ’ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી તમામ અવકાશયાન પર સિલ્વર કોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અવકાશયાનનું તાપમાન ઘટાડવામાં મદદ કરે છે. વિશ્વમાં નાની અને મોટી સહિત કુલ 757 સક્રિય ચાંદીની ખાણો છે. તેમાંથી ભારતમાં માત્ર છ છે.

યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ટોચના ચાંદીના ઉત્પાદક મેક્સિકોમાં છે, જે 6,400 ટન ચાંદીનું ઉત્પાદન કરે છે. જે કુલ વૈશ્વિક ચાંદીના ઉત્પાદનના 21 ટકા છે. આ પછી અનુક્રમે ચીન, પેરુ, ચિલી અને પછી પોલેન્ડ આવે છે. ચીન ચાંદીનો સૌથી મોટો ગ્રાહક છે. તે કુલ ઉત્પાદિત ચાંદીના 18 ટકાનો વપરાશ કરે છે. ‘ઈન્ડિયન બ્યુરો ઑફ માઈન્સ’ના રિપોર્ટ અનુસાર, ભારતમાં સૌથી વધુ 43 ટન ચાંદીનું ઉત્પાદન રાજસ્થાન કરે છે. આ પછી, આંધ્ર પ્રદેશ 11 ટન, તેલંગાણા છ ટન, હરિયાણા પાંચ ટન અને ઝારખંડ ચાર ટન ઉત્પાદન કરે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો:  Express Train: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

July 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક