Tag: slam

  • Taarak mehta ka ooltah chashmah: તારક મહેતાના અસિત મોદીએ પલક સિધવાની ના આરોપો નો આપ્યો સણસણતો જવાબ, અભિનેત્રી વિશે કહી આવી વાત

    Taarak mehta ka ooltah chashmah: તારક મહેતાના અસિત મોદીએ પલક સિધવાની ના આરોપો નો આપ્યો સણસણતો જવાબ, અભિનેત્રી વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો લોકપ્રિય છે. છેલ્લા ઘણા સમય થી આ શો વિવાદો થી ઘેરાયેલો છે. વાસ્તવ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અભિનેત્રી પલક સિધવાની એ નિર્માતાઓ અને અસિત મોદી પર માનસિક રીતે હેરાન કરવાનો અને પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો હવે શોના નિર્માતા અસિત મોદીએ તે આરોપો નો સણસણતો જવાબ આપ્યો છે.    

    આ સમાચાર પણ વાંચો: Pushpa 2: 20 મિનિટ ના બોનસ સીન સાથે રિલીઝ થશે પુષ્પા 2, જાણો ક્યારે જોઈ શકશો અલ્લુ અર્જુન ની આ બ્લોકબસ્ટર ફિલ્મ

    અસિત મોદી એ આપ્યો જવાબ 

    એક મીડિયા હાઉસ સાથે ના ઇન્ટરવ્યુ દરમિયાન અસિત મોદી એ પલક સિધવાની ના આરોપો પર જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘પલકે કોઈ કારણ વગર હોબાળો મચાવ્યો છે.આ ઉપરાંત અસિત મોદી એ કહ્યું, “દરેક વ્યક્તિએ શિસ્ત સાથે કામ કરવું પડશે. હું સબ ટીવી માટે પણ એક શો બનાવી રહ્યો છું. હું પણ આદર સાથે કામ કરું છું. મારો તેમની સાથે કરાર છે. તેવી જ રીતે, કલાકારનો મારી સાથે શિસ્તબદ્ધ સંબંધ છે. એક કરાર છે. આપણે દર મહિને 26 એપિસોડ બનાવવા પડે છે. તેના માટે એક શિસ્ત હોવી જોઈએ. તે તમારા મૂડ પર આધાર રાખી શકતી નથી. દરેક વ્યક્તિ કામ કરી રહી છે. તેનું એક કારણ છે.કરારનો ભંગ અસ્વીકાર્ય “


    અસિત મોદીને પૂછવામાં આવ્યું કે શું તેમણે પલકને કાનૂની નોટિસ પણ મોકલી છે? આનો અસિત મોદીએ હામાં જવાબ આપતા કહ્યું, “અમે તેમને કરારની અંદર કામ કરવાનું કહ્યું હતું. અમે કંઈપણ નકારી રહ્યા નથી, પરંતુ તમારે તે માટે અમને પૂછવું પડશે. તમે કંઈક કરવાનું નક્કી કરો છો, તે આ રીતે ચાલી શકે નહીં. અમે તેમને કહ્યું હતું કે નોટિસ મોકલી છે. અમે તેમને કોર્ટમાં ખેંચી રહ્યા નથી. અમારા વકીલે તેમને બધું સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ સમજી શક્યા નહીં. આ જ કારણે બિનજરૂરી હોબાળો થયો.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Urfi Javed: કામ ના નામ પર ગંદી માંગણી કરનાર ને ઉર્ફી જાવેદે આપ્યો જડબાતોડ જવાબ, પુરાવા પોસ્ટ કરી અભિનેત્રી એ ખોલી બ્રાન્ડ ની પોલ

    News Continuous Bureau | Mumbai 

    Urfi Javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ઘણીવાર ઉર્ફી જાવેદ ને તેની બોલ્ડ તસવીરો અને વિડીયો ને કારણે ટ્રોલ પણ થવું પડે છે. હવે ઉર્ફી ચર્ચામાં આવી છે. તાજેતર માં એક બ્રાન્ડ એ ઉર્ફી સામે કામ ના નામ પર ગંદી માંગણી કરી હતી જેનો ઉર્ફી જાવેદે જડબાતોડ જવાબ આપ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Sunny deol on Ramayana: રણબીર કપૂર બાદ હવે સની દેઓલ એ આપ્યું રામાયણ પર અપડેટ,ફિલ્મને લઈને કહી મોટી વાત

    ઉર્ફી એ આપ્યો બ્રાન્ડ ને જડબાતોડ જવાબ 

    ઉર્ફી એ ઓરલ હાઇજીન બ્રાન્ડ ની પોલ ખોલી છે. આ બ્રાન્ડે જાહેરાત માટે ઉર્ફી ની ટીમનો સંપર્ક કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તે ‘નગ્ન થવા માટે તૈયાર છે’. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઓરલ કેર બ્રાન્ડ પરફોરા દ્વારા મોકલવામાં આવેલા ઈમેલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘અમારી પાસે ઉર્ફી માટે સ્ક્રિપ્ટ છે, શું તે સ્ટ્રીપ(કપડાં ઉતારવા) માટે તૈયાર છે?’આ પછી તેને પૂછવામાં આવ્યું કે સ્ટ્રીપનો અર્થ શું છે? તો ત્યાંથી મેસેજ આવ્યો, તેને ઉતારી દો. આ પછી ઉર્ફીની ટીમે મેસેજ કર્યો કે તમે શું કહેવા માગો છો. ઉર્ફીએ આ સ્ક્રીનશોટ શેર કર્યા અને બ્રાન્ડને લખ્યું, તમે આખી લાઇન પાર કરી લીધી છે. આજ સુધી, જ્યારે પણ મેં કોઈપણ બ્રાન્ડ સાથે કામ કર્યું છે, મને ક્યારેય આવો અનુભવ થયો નથી. મારી ટીમ તમારી સાથે વાત કરવા જઈ રહી છે. પરિણામોનો સામનો કરવા તૈયાર રહો.

     

    View this post on Instagram

     

    A post shared by Uorfi (@urf7i)


     

    આ રીતે ઉર્ફી એ તે બ્રાન્ડ ની પોલ ખોલતા તેને ધમકી પણ આપી છે ઉર્ફી ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • John abraham: પાન મસાલા ની જાહેરાત કરવા વાળા અભિનેતા પર જોન અબ્રાહમ એ કર્યો કટાક્ષ , સ્વાસ્થ્યને લઈને કહી આવી વાત

    John abraham: પાન મસાલા ની જાહેરાત કરવા વાળા અભિનેતા પર જોન અબ્રાહમ એ કર્યો કટાક્ષ , સ્વાસ્થ્યને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    John abraham: જોન અબ્રાહમ  તેની આગામી ફિલ્મ વેદા ને લઈને ચર્ચામા છે. હાલ જોન ફિલ્મ માં પ્રમોશન માં વ્યસ્ત છે આવી સ્થતિ માં જોન એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં  તે પાન મસાલા ની જાહેરાત કરવા વાળા અભિનેતા પર કટાક્ષ કર્યો હતો.તમને જણાવી દઈએ કે જોન તેની સ્વસ્થ જીવન શૈલી માટે જાણીતો છે. 

    આ સમાચાર પણ વાંચો:  Raha kapoor: નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી રાહા કપૂર, રણબીર-આલિયા ની દીકરી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકોના દિલ

    જોન અબ્રાહમ એ પાન મસાલા ની જાહેરાત વિશે કરી વાત 

    એક પોડકાસ્ટ દરમિયાન જોન અબ્રાહમ એ કહ્યું, ‘જો હું મારું જીવન પ્રામાણિકપણે જીવીશ અને હું જે ઉપદેશ આપું છું તેનું પાલન કરું તો હું એક રોલ મોડલ છું, પરંતુ જો હું મારી જાતનું નકલી સંસ્કરણ લોકો સમક્ષ રજૂ કરું છું અને હું તેમની પીઠ પાછળ એક અલગ વ્યક્તિ જેવું વર્તન કરું છું. તેથી તેઓ તેને ઓળખી લેશે. લોકો ફિટનેસની વાતો કરે છે અને એ જ લોકો પાન મસાલાની જાહેરાત કરે છે. હું મારા બધા અભિનેતા મિત્રોને પ્રેમ કરું છું અને હું તેમાંથી કોઈનો પણ અનાદર કરતો નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મારા વિશે વાત કરી રહ્યો છું, પરંતુ હું મૃત્યુને વેચીશ નહીં, કારણ કે તે સિદ્ધાંતની વાત છે.’


    જોન અબ્રાહમે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું કે, ‘જે કંપનીઓ અને ઉત્પાદનો તેમને માઉથ ફ્રેશનર તરીકે વેચે છે તેને હું ક્યારેય સમર્થન આપીશ નહીં.’ આ સાથે જ્હોને પૂછ્યું, ‘શું તમે જાણો છો કે પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 45,000 કરોડ રૂપિયા છે? મતલબ કે સરકાર પણ તેને સમર્થન આપી રહી છે અને તેથી તે ગેરકાયદેસર નથી. તમે મૃત્યુ વેચી રહ્યા છો. તમે આ સાથે કેવી રીતે જીવી શકો?’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Aly goni: લોકસભા ચૂંટણી ના પરિણામ પર ટ્વીટ પર ‘મુલ્લા’ કહીને સંબોધનાર ટ્રોલર ને અલી ગોની એ આપ્યો જડબાતોડ જવાબ

    Aly goni: લોકસભા ચૂંટણી ના પરિણામ પર ટ્વીટ પર ‘મુલ્લા’ કહીને સંબોધનાર ટ્રોલર ને અલી ગોની એ આપ્યો જડબાતોડ જવાબ

    News Continuous Bureau | Mumbai 

    Aly goni: અલી ગોની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અલી ગોની એ લોકસભા ચૂંટણી ના પરિણામ પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેણે ન તો કોઈ વિવાદ વિશે વાત કરી હતી કે ન તો કોઈની મજાક ઉડાવી, તેમ છતાં એક ટ્રોલરે તેના ટ્વીટ પર તેને ‘મુલ્લો’ કહીને સંબોધ્યો હતો. ત્યારબાદ અલી એ પણ તે ટ્રોલર ને આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચાલો જાણીયે અલી ગોની એ તે ટ્વીટ માં શું લખ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો: Deepika padukone and Ranveer singh: રણવીર સિંહ અને તેના પરિવાર સાથે ડિનર ડેટ એન્જોય કરતી જોવા મળી દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની આ રીતે સંભાળ રાખતો જોવા મળ્યો અભિનેતા

    અલી ગોની એ આપ્યો જડબાતોડ જવાબ 

     અલી ગોની એ લોકસભા ચૂંટણી ના પરિણામ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘આ વખતે બંને પક્ષોને 200થી વધુ બેઠકો મળી છે. લાગે છે કે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની છે. તેમાંથી જે પણ જીતે બસ એક જ આશા છે કે આપણા દેશ નું ભલું થવું જોઈએ જય હિન્દ.’ અલીના આ ટ્વીટની નીચે એક ટ્રોલરે લખ્યું, “પણ મુલ્લા તું આટલો ખુશ કેમ દેખાઈ રહ્યો છે.” 


    આ ટ્વીટ નો જવાબ આપતા અલી ગોની એ લખ્યું, “કેમ, આ દેશ તારા બાપ નો છે? માત્ર તું જ આ પરિણામ જોઈને ખુશ થઈ શકે છે? ચહેરા વગર નો ભાઈ કે બહેન, તમે જે પણ હો.” અલી ના આ જવાબ થી તેના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ થઇ સિરિયલ અનુપમા! આ કારણે દર્શકો ને આવ્યો મેકર્સ પર ગુસ્સો

    સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ થઇ સિરિયલ અનુપમા! આ કારણે દર્શકો ને આવ્યો મેકર્સ પર ગુસ્સો

    News Continuous Bureau | Mumbai

    અનુપમા સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલોમાંની એક રહી છે. પરંતુ શોના છેલ્લા કેટલાક એપિસોડથી દર્શકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે ડિમ્પી અને સમર ના લગ્ન સમારંભમાં વનરાજ અનુપમા સાથે બેસે છે. ત્યાં અનુજ માયા સાથે બેસે છે. સોશિયલ મીડિયા પર આ મામલે લોકો ખૂબ જ નારાજ છે. શોના દર્શકો માટે આ એપિસોડ સારો રહ્યો ન હતો. સોશિયલ મીડિયા પર શો ને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

     

     દર્શકોને ના ગમી અનુપમા ની લાચારી 

    અનુપમા સિરિયલના મુખ્ય કલાકારો હવે દર્શકોની આંખોમાં ખૂંચવા લાગ્યા છે. શોમાં જે બતાવવામાં આવી રહ્યું છે તે લોકો પચાવી શકતા નથી અને તેઓ જૂના એપિસોડને મિસ કરી રહ્યાં છે. લેટેસ્ટ એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે અનુપમા અને અનુજ સમર-ડિમ્પીના લગ્નમાં મળે છે. બંને એકબીજાને કશું કહી શકતા નથી. એપિસોડમાં કેટલાક ઈમોશનલ સીન પણ આવે છે. જેમ અનુપમાનું મંગળસૂત્ર અનુજના કુર્તાના બટનમાં ફસાઈ જાય છે. ત્યારબાદ માયા બીમારીના બહાને અનુજને બોલાવે છે. અનુપમા આ સહન કરી શકતી નથી અને રૂમની અંદર જાય છે, ત્યારે કાવ્યા તેને ટેકો આપે છે. અનુપમા આટલી લાચારીથી રડે છે તે લોકોને પસંદ નથી.

     

    આ સીન ને કારણે ભડકી ગયા દર્શક 

    પ્રિકૅપમાં બતાવવામાં આવ્યું છે કે અનુપમા કાવ્યાને બદલે વનરાજ સાથે પૂજામાં બેસે છે. અનુપમા ને બદલે માયા અનુજ સાથે. આ દ્રશ્ય પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે સીરિયલનું નામ, કોઈનો પતિ કોઈની સાથે હોવો જોઈએ. બીજાએ લખ્યું કે છૂટાછેડા લીધેલા અને અપરિણીત યુગલો એકસાથે પૂજા કરી રહ્યા છે. જો ડિમ્પલ અને સમરના લગ્નની શરૂઆત આવી વિધિથી થશે તો તે બરબાદ થઈ જશે. અન્ય એક યુઝરે મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને ધાર્મિક વિધિઓની મજાક ગણાવી

  • તાલિબાન પ્રત્યે લોકશાહી દેશોના વલણથી ગુસ્સે થયેલા જાવેદ અખ્તરે કરી આ વાત; જાણો વિગત

    તાલિબાન પ્રત્યે લોકશાહી દેશોના વલણથી ગુસ્સે થયેલા જાવેદ અખ્તરે કરી આ વાત; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

    શનિવાર

     

    પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે તાલિબાન પ્રત્યે વિશ્વના નેતાઓ અને દેશોના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. જાવેદ અખ્તરે કહ્યું કે શરમજનક બાબત છે કે સંસ્કારી કહેવાતા અને લોકશાહી દેશો તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. તેમણે તમામ દેશોને તાલિબાનને માન્યતા ન આપવા વિનંતી કરી. જાવેદ અખ્તરે ટ્વીટ દ્વારા આ વાતો કહી છે.

    જાવેદ અખ્તરે ટ્વિટ કરતા લખ્યું : દરેક સભ્ય વ્યક્તિ, દરેક લોકશાહી સરકાર, વિશ્વના દરેક સભ્ય સમાજને તાલિબાનીઓને માન્યતા આપવાથી ઇનકાર કરવો જોઈએ અને અફઘાનિસ્તાન મહિલાઓએ ક્રૂર દમન માટે નિંદા કરવી જોઈએ અથવા પછી ન્યાય, માનવતા અને વિવેક જેવા શબ્દોને ભૂલી જવા જોઈએ.

    પોતાના ટ્વિટમાં જાવેદ અખ્તરે તાલિબાનના પ્રવક્તાના નિવેદનની ટીકા કરી હતી કે મહિલાઓ બાળકો પેદા કરવા માટે છે, મંત્રી બનવા માટે નહીં. જાવેદ અખ્તર લખે છે : તાલિબાનના પ્રવક્તાએ દુનિયાને કહ્યું કે મહિલાઓ મંત્રી બનવા માટે નથી, પરંતુ ઘરમાં રહેવા અને બાળકો પેદા કરવા માટે છે, પરંતુ વિશ્વના કહેવાતા સંસ્કારી અને લોકશાહી દેશો તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર છે, શરમની વાત છે.

    પહેલા સલમાન ખાન સાથે પંગો લીધો, હવે આ અભિનેતા શાહરુખ ખાન સાથે ટકરાશે; જાણો વિગત

    અગાઉ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં દક્ષિણપંથીઓ માત્ર એક જ વસ્તુ ઇચ્છે છે. આ લોકો સમાન માનસિકતાના છે.’’ તેઓ આગળ કહે છે, "અલબત્ત તાલિબાન બર્બર છે અને તેમની ક્રિયાઓ નિંદનીય છે, પરંતુ જેઓ આરએસએસ, વીએચપી અને બજરંગ દળને ટેકો આપી રહ્યા છે તે બધા સમાન છે.’’