Tag: sonalika joshi

  • Taarak Mehta Ka Ooltah Chashmah: શું હવે માધવી ભાભી પણ છોડી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા? અભિનેત્રી સોનાલિકા જોશી એ આપ્યું રિએક્શન

    Taarak Mehta Ka Ooltah Chashmah: શું હવે માધવી ભાભી પણ છોડી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા? અભિનેત્રી સોનાલિકા જોશી એ આપ્યું રિએક્શન

    News Continuous Bureau | Mumbai

    Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છેલ્લા 17 વર્ષથી દર્શકોને હસાવતો રહ્યો છે. હાલમાં શો TRP ચાર્ટમાં ટોચ પર છે અને ‘ભૂતની’ ટ્રેકથી દર્શકોમાં વધુ લોકપ્રિયતા મેળવી છે. આ બધાની વચ્ચે માધવી ભાભી શો છોડવાની છે તેવા સમાચાર વહેતા થયા છે હવે આના પર સોનાલિકા એ રિકેશન આપ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Kannappa: રાષ્ટ્રપતિ ભવન માં યોજાયું ‘કન્નપ્પા’ નું વિશેષ સ્ક્રીનિંગ, ફિલ્મ ના નિર્માતા એ પોસ્ટ શેર કરી લખી આવી વાત

    સોનાલિકા જોશીનો સ્પષ્ટ જવાબ

    એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં સોનાલિકા જોશી એ કહ્યું, “મને કોઈ અફવાઓથી પરેશાની નથી, કારણ કે મને ખબર છે કે હું શું છું. આ શો મારા માટે ખૂબ મહત્વનો છે.” તેઓ 17 વર્ષથી શોનો ભાગ છે અને ‘માધવી આત્મારામ ભિડે’ તરીકે લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

     

    View this post on Instagram

     

    A post shared by Sonalika Sameer Joshi (@jsonalika)


    તારક મહેતા માં માધવી ભાભી એક બિઝનેસ વુમન છે જે આચાર-પાપડ વેચે છે. મહિલા મંડળ સાથે તેમની ટ્યુનિંગ અને બેબાક અંદાજ દર્શકોને ખૂબ પસંદ આવે છે. તાજેતરમાં ‘ચકોરી ભૂતની’ ટ્રેકથી શોએ વધુ TRP મેળવી છે અને દર્શકોને ડરાવ્યા પણ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  શો માં મંદાર ને આત્મારામ ભીડેનો રોલ અપાવવા ની પાછળ હતો આ મહિલા નો હાથ; જાણો વિગત

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં મંદાર ને આત્મારામ ભીડેનો રોલ અપાવવા ની પાછળ હતો આ મહિલા નો હાથ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

    ગુરૂવાર

    ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. લોકો આ શોના દરેક પાત્રને સારી રીતે જાણે છે. પછી તે જેઠાલાલ હોય કે આત્મારામ-તુકારામ ભીડે હોય. આજે અમે તમને આત્મારામનું પાત્ર ભજવતા મંદાર ચંદવાડકર વિશે અને તેમની ઓન-સ્ક્રીન પત્ની એટલે કે સોનાલીકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

    મંદાર અને સોનાલિકા 13 વર્ષથી સૌથી લાંબા સમય સુધી ચાલતા સિટકોમનો ભાગ છે. કેટલાક દર્શકો એવું પણ માને છે કે આ જોડી પણ રિયલ લાઈફ કપલ છે પરંતુ એવું નથી. તેમના મૂળ નામો કરતાં વધુ, આ જોડી આત્મારામ ભીડે અને માધવી ભીડે તરીકે પ્રખ્યાત છે. સોનાલિકાની જગ્યાએ માધવીની ભૂમિકા ભજવવા માટે કોઈ અન્ય અભિનેત્રીની ભાગ્યે જ કલ્પના કરી શકાય છે અને આ તેમની કેમેસ્ટ્રીને કારણે છે.પરંતુ શું તમે જાણો છો કે મંદાર ચંદવાડકર અને સોનાલિકા જોશી વચ્ચે આવું ઓન-સ્ક્રીન ટ્યુનિંગ લાવવામાં એક મોટું રહસ્ય છે? અને તે રહસ્ય એ છે કે, તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયા તે પહેલાં જ, બંનેએ સ્ક્રીન પર પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. હા, મંદાર અને સોનાલીકા બંનેએ ટેલિવિઝન શો 'પરિવર્તન'માં મરાઠી કપલની ભૂમિકા ભજવી હતી.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ના આ ઓનસ્ક્રીન બેસ્ટ ફ્રેન્ડ વાસ્તવિક જીવનમાં મિત્રો નથી; જાણો વિગત

    તમને જાણીને નવાઈ લાગશે કે સોનાલિકાને સૌ પ્રથમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે બોલાવવામાં આવી હતી અને સોનાલિકાના કહેવા પર જ મંદારને મિસ્ટર ભીડેનો રોલ આપવામાં આવ્યો હતો. મંદારે પણ તેની ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો અને લોકોને તેની બોલવાની રીત હજુ પણ ગમે છે. માધવી અને આત્મારામની જોડી પણ લોકોને ગમે છે.

     

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની માધવી ભીડે છે રિયલ લાઈફમાં પણ બિઝનેસવુમન, અથાણાં અને પાપડથી નહીં આ બિઝનેસ માંથી કમાય છે કરોડો રૂપિયા; જાણો વિગત

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની માધવી ભીડે છે રિયલ લાઈફમાં પણ બિઝનેસવુમન, અથાણાં અને પાપડથી નહીં આ બિઝનેસ માંથી કમાય છે કરોડો રૂપિયા; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 23 ડિસેમ્બર 2021

    ગુરુવાર

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર છેલ્લા 13 વર્ષથી ચાહકોના દિલમાં રાજ કરી રહ્યું છે. સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવી ભીડે અથાણાં અને પાપડનો બિઝનેસ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે માધવી ભીડે વાસ્તવિક જીવનમાં પણ એક સફળ બિઝનેસવુમન છે. તે તેના બિઝનેસ દ્વારા કરોડો રૂપિયા કમાય છે.

    સોનાલિકા જોશી છેલ્લા 13 વર્ષથી માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. સોનાલિકા જોશી એક સફળ બિઝનેસવુમન પણ છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ડિઝાઇનિંગનો બિઝનેસ સંભાળી રહી છે. તે આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે. શોમાં મિડલ ક્લાસ વુમનનો રોલ કરનારી સોનાલિકા રિયલ લાઈફમાં લક્ઝરી લાઈફ જીવે છે. આ સિવાય તે શો અને સ્પોન્સર્સ માંથી  પણ કમાણી કરે છે.સોનાલિકા જોશીએ મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ ખરીદતા પહેલા સોનાલિકા જોશી પતિ સમીર જોશી અને પુત્રી આર્યા સાથે બોરીવલીમાં ભાડાના 1 BHK ફ્લેટમાં રહેતી હતી. સોનાલીકા જણાવે છે કે તેને વાસ્તુમાં ઘણી શ્રદ્ધા છે. તેથી જ ઘરમાં દરેક વસ્તુ તે મુજબ હાજર છે. મને મારું ઘર બહુ ગમે છે. અહીં મને હકારાત્મકતા મળે છે.સોનાલિકા જોશીને મોંઘી ગાડીઓ નો પણ શોખ છે. આલીશાન ઘર ઉપરાંત તેની પાસે અનેક લક્ઝરી ગાડીઓ નું કલેક્શન છે. સોનાલીકા પાસે 18 લાખની કિંમતના એમજી હેક્ટર, સ્વેન્કી મારુતિ અને ટોયોટા ઈટીઓસ જેવી  મોંઘી ગાડીઓ છે.

    શાહ હાઉસમાં થશે માલવિકા ની એન્ટ્રી, સાથે જ થશે કાવ્યા ની હાલત બુરી, હવે કેવી રીતે સાચવશે અનુપમા પોતાના પરિવારને; જાણો સિરિયલ ના આગલા એપિસોડ વિશે

    સોનાલિકાએ 5 એપ્રિલ 2004ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. તેઓને આર્યા જોશી નામની પુત્રી છે. તે અવારનવાર તેના પરિવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.આ સિવાય તે સેટ પરથી અને અવારનવાર તેના ફેન્સ માટે તેની સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન્સની મોટી યાદી છે.