• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sonu sood - Page 2
Tag:

sonu sood

મનોરંજન

કોરોનાકાળમાં લોકોના ‘મસીહા’ બનેલા સોનુ સૂદ પોતે જ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા પર અધધ આટલા કરોડથી વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનો IT વિભાગનો દાવો; જાણો વિગતે  

by Dr. Mayur Parikh September 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

શનિવાર 

બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. 

એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. 

આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

સીબીડીટીનું કહેવું છે કે અભિનેતાને નકલી સંસ્થાઓથી નકલી અને અસુરક્ષિત ટેક્સના રૂપમાં હિસાબ વગરના પૈસા જમા કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, 48 વર્ષીય સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ જ તેમના ઘરે આવક વેરા વિભાગનો દરોડો પડ્યો હતો. 

 અરે વાહ : બાયજુ 112 જિલ્લાઓમાં બાળકોને મફત ટેબ્લેટ આપશે; જાણો વિગત

September 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

માત્ર પાંચ હજાર પાંચસો રૂપિયા રોકડા લઈને મુંબઈ આવ્યો હતો સોનુ સૂદ, આજે છે ૧૩૦ કરોડનો માલિક; જાણો સોનુ સૂદની સફળતાની વાત

by Dr. Mayur Parikh September 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

શનિવાર

આવકવેરા વિભાગની ટીમ બુધવારે અચાનક ફિલ્મ અભિનેતા સોનુ સૂદની મુંબઈ ઑફિસ પહોંચી હતી. તપાસ બાદ આનું કારણ ગમે એ સામે આવ્યું, પરંતુ હવે દેશભરના લોકો તેની નેટવર્થ વિશે જાણવા માટે ઉત્સુક છે. શું તમે જાણો છો કે સોનુ માત્ર 5,500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. આજે આ 48 વર્ષનો 'મસીહા' લગભગ 130 કરોડની સંપત્તિનો માલિક બની ગયો છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 2 કરોડ ફી લે છે. તેની પાસે શક્તિ સાગર પ્રોડક્શન્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેનું નામ તેના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સના દરોડા, શિવસેનાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન; જાણો વિગતે  

સોનુએ અત્યાર સુધીમાં લગભગ 70 ફિલ્મોમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ફિલ્મોમાંથી તે દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે, એટલે કે એક વર્ષમાં કુલ 12 કરોડ. સોનુ અંધેરીના લોખંડવાલામાં 2600 ચોરસ ફૂટ 4 BHK ઍપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહે છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં વધુ બે ફ્લૅટ છે. તેના વતન મોગામાં બંગલો પણ છે. જુહુમાં તેની હૉટેલ છે. આ ઉપરાંત સોનુના કાર કલેક્શનમાં 66 લાખની કિંમતની મર્સિડીઝ બેન્ઝ એમએલ ક્લાસ 350 CDI, 80 લાખની કિંમતની ઓડી Q7 અને 2 કરોડની કિંમતની પોર્શ પનામાનો પણ સમાવેશ થાય છે.

September 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સના દરોડા, શિવસેનાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન; જાણો વિગતે  

by Dr. Mayur Parikh September 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર 

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘર અને ઓફિસ સહિત 6 સ્થળો પર સતત ત્રીજા દિવસે દરોડા પાડ્યા છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મોમાંથી મળતી ફીમાં ટેક્સની ગડબડ જોવા મળી છે.

આ અનિયમિતતાઓ બાદ હવે આવકવેરા વિભાગ સોનુ સૂદના ચેરિટી ફાઉન્ડેશનના ખાતાઓની પણ તપાસ કરશે. 

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે સંબંધિત તમામ સવાલોના જવાબ આપવા માટે આવકવેરા વિભાગ આજે સાંજે પત્રકાર પરિષદ યોજી શકે છે.

સોનું સૂદને ત્યાં આઈટીની રેડને લઈને શિવસેનાએ કેન્દ્રમાં ભાજપ સરકાર પર નિશાનો સાધ્યો છે. 

પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકિય આર્ટીકલના માધ્યમથી શિવસેનાએ ‘ખુન્નસ કાઢવા’ની વાત ગણાવી છે. 

આ ઉપરાંત અભિનેતા પર થયેલી કાર્યવાહીની આડમાં મહારાષ્ટ્રમાં મંત્રીઓની વિરુદ્ધ જારી તપાસ એજન્સીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ પર આ કાર્યવાહી બુધવારથી શરૂ થઈ છે અને મુંબઈ અને લખનઉની 6 મિલકતોની તપાસ કરવામાં આવી છે.

જન્મદિવસ નરેન્દ્ર મોદીનો અને ટ્રૉલ થયા રાહુલ ગાંધી, સોશિયલ મીડિયા પર ધમાલ; જાણો વિગત

September 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કોરોનાકાળમાં મસીહા બનેલા બોલીવુડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી, આજે ફરી સર્વે માટે ત્રાટકી IT વિભાગની ટીમ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh September 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

કોરોનાકાળમાં મસીહા બનેલા અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 

અભિનેતા સોનુ સૂદને લગતી જગ્યાઓ પર બુધવારે 20 કલાકના દરોડા બાદ IT વિભાગની ટીમ આજે પણ દરોડા પાડવા પહોંચી છે. 

જાણવા મળ્યા મુજબ સોનુ સૂદના ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ, ઈનકમ, એકાઉન્ટ બુક્સ, ખર્ચા સાથે સંકળાયેલા ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગની ટીમે બુધવારે સોનુ સૂદ સાથે સંકળાયેલા 6 સ્થળોનો સર્વે કર્યો હતો.

જોકે અત્યાર સુધી IT વિભાગે આ સર્વેમાં શું પ્રાપ્ત કર્યું છે તેની માહિતી શેર કરી નથી અને આ મામલે સોનુ સૂદનું પણ કોઈ રિએક્શન સામે આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેઓ દિલ્હી સરકારના દેશના માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા હતા. 

સત્તા માટે જંગ! તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે આ કારણે થયું સંઘર્ષ, અફઘાનના નાયબ વડાપ્રધાને કાબુલ છોડી દીધું

September 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, આ છે મોટો આરોપ

by Dr. Mayur Parikh September 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ના ઘરે આવકવેરા વિભાગનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 

માહિતી અનુસાર, આ સમયે સોનુ સૂદના ઘરે આવકવેરા વિભાગના ઘણા મોટા અધિકારીઓ હાજર છે.  

કોરોના મહામારીમાં એક્ટર સોનુ સુદે તેની સંપત્તિઓના હિસાબી ચોપડાઓમાં હેરફેર કરી હોવાનો આઈટી વિભાગને શક છે. 

આ સંબંધિત જાણકારી મેળવવા માટે આઈટી વિભાગ દ્વારા સુદના કુલ 6 સ્થળોએ આવકવેરા સર્વે ચાલી રહ્યો છે. 

નોંધનીય છે કે દિલ્હી સરકારે સોનુ સૂદને મેન્ટરશિપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા બાદ આ સર્વે શરૂ થયો છે.

 આ વિદેશી સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI ની મળી મંજૂરી; જાણો વિગત

September 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

 રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સોનૂ સૂદે કરી મુલાકાત, આ પ્રોગ્રામનો બન્યો બ્રાન્ડ એમ્બેસેડર; જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

શુક્રવાર

આજે રાજધાની દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચર્ચિત એક્ટર સોનૂ સૂદ સાથે મુલાકાત કરી છે. 

આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂ સૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે. 

સરકાર જલ્દી જ 'દેશ કે મેન્ટર્સ' કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનાં પહેલી અને બીજી લહેર દરમિયાન દેશભરનાં અલગ અલગ ભાગમાં લોકોની મદદ કરનાર એક્ટર સોનૂ સૂદ ચર્ચામાં હતો. 

ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરનારી હાઉસિંગ સોસાયટીને સરકાર આપશે આ રાહત, પ્રદૂષણ ઘટાડવા સરકારે લીધું આ પગલું; જાણો વિગત

August 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કોરોના કાળ દરમિયાન લોકોની ભરપૂર મદદ કરનાર અભિનેતા સપડાયો કોરોનામાં, જાણો સોનુ સુદ ને શું થયું?

by Dr. Mayur Parikh April 17, 2021
written by Dr. Mayur Parikh

કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકો માટે મસિહા બનીને ઉભરી આવેલા અભિનેતા સોનુ સુદ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. 

આ અંગેની જાણકારી સોનુએ ટ્વિટ કરીને આપી હતી

તેમણે જણાવ્યુ છે કે, તમામ પ્રકારની સાવધાની રાખતા પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી દીધા છે.

રશ્મિ દેસાઈએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ તસવીરોએ વધાર્યો ઇન્ટરનેટ નો પારો. જુઓ તસવીરો

April 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સલામ આ કોરોના કાળના રિયલ લાઇફ હિરોને, એરલાઇન્સે કર્યું સન્માન. 

by Dr. Mayur Parikh March 22, 2021
written by Dr. Mayur Parikh

કોરોના કાળમાં જરૂરિયાતમંદોની  મદદે આવેલા સોનુ સૂદ નુ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા થયું અનોખું સન્માન.

સ્પાઇસ જેટ એરલાઇન્સએ પોતાના એક એરક્રાફ્ટ પર સોનુ સૂદ ના વિશાળ ફોટા સાથે ,'a salute to the saviour' નુ કેપ્શન પણ આપ્યું હતું.

એરલાઇન્સ દ્વારા થયેલા પોતાના આ સન્માન બદલ સોનુ સૂદે આભાર વ્યક્ત કર્યો છે.

March 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બૉલીવુડ અભિનેતા સોનુ સુદને બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો, BMC ની નોટિસ વિરુદ્ધ કરાયેલી અરજી ફગાવી, મહાનગરપાલિકા ને આપ્યા આ આદેશ. જાણો વિગતે  

by Dr. Mayur Parikh January 21, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

21 જાન્યુઆરી 2021

બૉલીવુડ અભિનેતા સોનુ સૂદને બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. બોમ્બે હાઈકોર્ટે જુહુમાં તેના રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવાના આરોપસર બીએમસીની નોટિસને પડકારતી અભિનેતાની  અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા સોનુ સુદના વકીલે બીએમસી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસનું પાલન કરવા માટે 10 અઠવાડિયાનો સમય માંગ્યો હતો અને અદાલતને વિનંતી કરી હતી કે, મકાનને તોડી પાડવા પગલાં ન લેવા નાગરિક સંસ્થાને નિર્દેશ આપે. કોર્ટે વિનંતી સ્વીકારવાની ના પાડી અને કહ્યું કે તમે મોડા પડ્યા છો. તમારી પાસે પૂરતો સમય હતો ત્યારે તમે નિરાંતે બેસી રહ્યા હતા. તત્કાળ પગલાં લે એને કાયદો મદદ કરે છે. 

 

સુનાવણી દરમિયાન સોનુના વકીલે એવી દલીલ કરી હતી કે કયા માળ પર ગેરકાયદે બાંધકામ થયું છે એની સ્પષ્ટતા બીએમસીની નોટિસમાં નહોતી. આ ઇમારત અહીં 1992થી ખડી હતી. બીએમસી આખી ઇમારત તોડી પાડી શકે નહીં. જે હિસ્સો બીએમસીની દ્રષ્ટિએ ગેરકાયદે હોય એ ભલે તોડી પાડે. અમે ફક્ત એવી દલીલ કરી હતી કે આ નોટિસ ક્ષણિક આવેશમાં આવીને અપાઇ છે. નોટિસમાં સ્પેસીફિકેશન નથી કે કયો વિસ્તાર ગેરકાયદે બાંધકામની વ્યાખ્યામાં આવે છે. એટલે અમે સ્પેસીફિકેશનની વાટ જોઇ રહ્યા હતા. જો કે હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે બૉલ હવે બીએમસીના પક્ષમાં છે. જે બાંધકામ ગેરકાયદે હોય એની સામે બીએમસી પગલાં લઇ શકે છે. 

આપને જણાવી દઈએ કે બીએમસીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને નોટિસ ફટકારી હતી. બીએમસીએ તેની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે સૂદે છ માળની 'શક્તિ સાગર' રહેણાંક મકાનમાં માળખાકીય ફેરફારો કર્યા હતા અને તેને વ્યવસાયિક હોટલમાં પરિવર્તિત કર્યા હતા. સોનુ સૂદે ડિસેમ્બર 2020 માં બીએમસીની નોટિસને સિવિલ કોર્ટમાં પડકારી હતી, પરંતુ તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

January 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મનમાની કરતી મુંબઈમહાનગર પાલીકા ને લપડાક. હાઈકોર્ટે કંગના અને સોનુ સુદ ને રાહત આપી. બીએમસી ને ઠપકાર. જાણો વિગત

by Dr. Mayur Parikh January 12, 2021
written by Dr. Mayur Parikh

બોમ્બે હાઈકોર્ટ ની બીએમસી ને લપડાક. સોનૂ સુદ અને કંગના રણૌત કેસ માં બન્ને અભિનેતાઓ ને રાહત. અભિનેત્રી અને અભિનેતા વિરૂદ્ધ BMCએ ફરિયાદ કરી હતી.

બીએમસી નોટિસને સોનુ સૂદે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. જેના પર તેને કોર્ટ તરફથી મોટી રાહત મળી, સ્ટે મળ્યો.

બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌત વિરુદ્ધ કોઈ પણ કડક પોલીસ કાર્યવાહી પર 25 જાન્યુઆરી સુધીની વચગાળાની રાહત આપી.

January 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક