• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - SOUL
Tag:

SOUL

SOUL Leadership Conclave An important step in the development journey of 'Developed India', PM Modi inaugurated the SOUL Leadership Conclave.
દેશ

SOUL Leadership Conclave: ‘વિકસિત ભારત’ ની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ પગલું, PM મોદી એ SOUL લીડરશીપ કોન્ક્લેવનું કર્યું ઉદ્ઘાટન..

by khushali ladva February 21, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) એવા નેતાઓને તૈયાર કરશે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરશે: પ્રધાનમંત્રી
  • આજે ભારત એક વૈશ્વિક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે: પ્રધાનમંત્રી
  • નેતાઓએ વલણો નક્કી કરવા જોઈએ: પ્રધાનમંત્રી
  • ભવિષ્યના નેતૃત્વમાં, SOULનો ઉદ્દેશ વિકસિત ભારતના નિર્માણ માટે દરેક ક્ષેત્રમાં સ્ટીલ અને સ્પિરિટ બંનેનું નિર્માણ કરવાનો હોવો જોઈએ: પ્રધાનમંત્રી
  • ભારતને એવા નેતાઓની જરૂર છે, જે વૈશ્વિક ઉત્કૃષ્ટતાની નવી સંસ્થાઓ વિકસાવી શકે: પ્રધાનમંત્રી
  • સહિયારા ઉદ્દેશ્યથી રચાયેલું આ બંધન લોહી કરતાં પણ વધુ મજબૂત છેઃ પ્રધાનમંત્રી
SOUL Leadership Conclave: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) લીડરશીપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામ પ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયની માગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. SOUL માત્ર સંસ્થાનું નામ જ નથી, પરંતુ SOUL એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં SOUL આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. SOULનાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક SOULનું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.

The School of Ultimate Leadership (SOUL) will shape leaders who excel nationally and globally. pic.twitter.com/x8RWGSZsFl

— PMO India (@PMOIndia) February 21, 2025


SOUL Leadership Conclave: પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે SOUL તેની સફરમાં પ્રથમ પગલું ભરી રહી છે, ત્યારે ભારતે સંસ્થાઓનાં ભવિષ્યને આકાર આપવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવી પડશે. સ્વામી વિવેકાનંદને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સ્વપ્નદ્રષ્ટા નેતા હંમેશા ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા અને માત્ર 100 અસરકારક અને કાર્યદક્ષ નેતાઓની મદદથી તેને બદલવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે, દેશે આ જ ઉત્સાહ સાથે આગળ વધવું પડશે. દરેક નાગરિક 21મી સદીના વિકસિત ભારતનાં સ્વપ્નોને સાકાર કરવા માટે 24 કલાક કામ કરે છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ 140 કરોડની વસતિ ધરાવતાં દેશમાં તમામ ક્ષેત્રોમાં સારા નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એવા નેતાઓનું સર્જન કરશે કે જેઓ રાજકારણના ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડશે. પ્રધાનમંત્રીએ માનવ અને કુદરતી સંસાધનો એમ બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા કોઈ પણ દેશની પ્રગતિમાં તેમની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદાહરણ ટાંકીને દર્શાવ્યું હતું કે, પૂરતા કુદરતી સંસાધનોના અભાવ છતાં, તેની માનવમૂડીથી સંચાલિત નેતૃત્વને કારણે ગુજરાત કેવી રીતે ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “માનવ સંસાધનમાં સૌથી મોટી સંભવિતતા છે. 21મી સદી નવીનતા અને ચેનલાઇઝિંગ કૌશલ્યનું નેતૃત્વ કરવા સક્ષમ સંસાધનોની જરૂર છે.” તેમણે વિવિધ ક્ષેત્રોમાં કુશળતાના વધતા જતા મહત્વ તરફ ધ્યાન દોર્યું. શ્રી મોદીએ નવી કુશળતાઓ અપનાવવા માટે નેતૃત્વ વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેને વૈજ્ઞાનિક અને માળખાગત અભિગમ મારફતે આગળ ધપાવવો જોઈએ. આ પ્રક્રિયામાં SOUL જેવી સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો કે, તેમણે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અસરકારક અમલીકરણ માટે રાજ્યનાં શિક્ષણ સચિવો, રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને અન્ય અધિકારીઓ માટે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓ માટે નેતૃત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે અને SOULનું લક્ષ્ય નેતૃત્વ વિકાસ માટે વિશ્વની અગ્રણી સંસ્થા બનવાનું હોવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો: મેડ ઈન ઇન્ડિયાની પાવર.. સુપરપાવર અમેરિકા પહેલીવાર ભારત ખરીદશે આ ઘાતક હથિયાર, ભારતીય કંપની સાથે કર્યો કરાર…

SOUL Leadership Conclave: પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં આ ગતિ અને ઝડપને વધારવા માટે વૈશ્વિક કક્ષાનાં નેતાઓ અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની જરૂર છે.” SOUL જેવી નેતૃત્વ સંસ્થાઓની ગેમ ચેન્જર બનવાની શક્યતા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માત્ર પસંદગી જ નહીં પણ જરૂરિયાત પણ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. જે વૈશ્વિક સ્તરે દેશના હિતોને પ્રાથમિકતા આપવાની સાથે વૈશ્વિક જટિલતાઓ અને જરૂરિયાતોનું સમાધાન શોધી શકે. આ નેતાઓએ વૈશ્વિક અભિગમ અપનાવવો જોઈએ, પણ સ્થાનિક માનસિકતા જાળવી રાખવી જોઈએ.” તેમણે ભારતીય માનસ અને આંતરરાષ્ટ્રીય માનસિકતા એમ બંનેને સમજતી વ્યક્તિઓને તૈયાર કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો,  જેઓ વ્યૂહાત્મક નિર્ણય લેવા, કટોકટીનું વ્યવસ્થાપન કરવા અને ભવિષ્યલક્ષી વિચારસરણી માટે તૈયાર હોય છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય બજારો અને વૈશ્વિક સંસ્થાઓમાં સ્પર્ધા કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ગતિશીલતાને સમજે તેવા નેતાઓની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, SOULની ભૂમિકા એવા નેતાઓને તૈયાર કરવાની છે, જેનો વ્યાપ મોટો હોય અને જેમનામાં ઉચ્ચ અપેક્ષાઓ હોય.

 

Addressing the SOUL Leadership Conclave in New Delhi. It is a wonderful forum to nurture future leaders. @LeadWithSoul
https://t.co/QI5RePeZnV

— Narendra Modi (@narendramodi) February 21, 2025

SOUL Leadership Conclave: શ્રી મોદીએ દરેકને એ બાબતને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી કે, ભવિષ્યનું નેતૃત્વ માત્ર સત્તા પૂરતું મર્યાદિત નહીં રહે, પણ નેતૃત્વની ભૂમિકા માટે નવીનતા અને પ્રભાવમાં ક્ષમતાની જરૂર પડશે. તેમણે દેશમાં વ્યક્તિઓને આ જરૂરિયાત અનુસાર બહાર આવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, SOUL આ વ્યક્તિઓમાં મહત્ત્વપૂર્ણ વિચારસરણી, જોખમ લેવા અને સમાધાન-સંચાલિત માનસિકતાઓ વિકસાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસ્થા એવા નેતાઓ પેદા કરશે કે જેઓ વિક્ષેપજનક ફેરફારો વચ્ચે કામ કરવા તૈયાર છે. ટ્રેન્ડને અનુસરવાને બદલે તેમને સેટ કરનારા નેતાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ-જેમ ભારત કૂટનીતિથી માંડીને ટેક ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં નવા નેતૃત્વને આગળ ધપાવી રહ્યું છે, તેમ-તેમ વિવિધ ક્ષેત્રોમાં દેશની અસર અને પ્રભાવ અનેકગણો વધશે. ભારતનું સંપૂર્ણ વિઝન અને ભવિષ્ય એક મજબૂત નેતૃત્વના સર્જન પર નિર્ભર છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ વૈશ્વિક વિચારસરણીને સ્થાનિક ઉછેર સાથે જોડીને આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. શાસન અને નીતિઘડતરને વિશ્વસ્તરીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે નીતિ ઘડવૈયાઓ, નોકરશાહો અને ઉદ્યોગસાહસિકો વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓને સમાવતી નીતિઓ ઘડશે, ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થઈ શકશે. તેમણે આ સંબંધમાં SOUL જેવી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એ વાત પર ભાર મૂક્યો હતો.

Today, India is emerging as a global powerhouse. pic.twitter.com/RQWJIW1pRz

— PMO India (@PMOIndia) February 21, 2025


આ સમાચાર પણ વાંચો: Amit Shah Pune Visit:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે, પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની કરશે અધ્યક્ષતા

SOUL Leadership Conclave: એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે તમામ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી મોદીએ શાસ્ત્રોને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો મહાન વ્યક્તિઓના આચરણને અનુસરે છે. એટલે તેમણે નેતૃત્વનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે ભારતની રાષ્ટ્રીય દ્રષ્ટિ અનુસાર પોતાની જાતને પ્રતિબિંબિત કરે છે અને તેનું આચરણ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, SOULનો ઉદ્દેશ વિકસિત ભારતનાં નિર્માણ માટે જરૂરી શક્તિ અને જુસ્સાનું સિંચન કરવાનો હોવો જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એક વખત મજબૂત નેતૃત્વ સ્થાપિત થયા પછી જરૂરી ફેરફારો અને સુધારા સ્વાભાવિક રીતે જ થશે. જાહેર નીતિ અને સામાજિક ક્ષેત્રોમાં શક્તિ અને જુસ્સા બંનેને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ડીપ-ટેક, સ્પેસ, બાયોટેક અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ઉભરતા ક્ષેત્રો માટે નેતૃત્વ તૈયાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રમતગમત, કૃષિ, ઉત્પાદન અને સમાજ સેવા જેવા પરંપરાગત ક્ષેત્રો માટે નેતૃત્વ ઊભું કરવાનાં મહત્ત્વની પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાની આકાંક્ષા રાખવાની સાથે-સાથે તેને હાંસલ કરવાની પણ આકાંક્ષા રાખવી જોઈએ. શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતને એવા નેતાઓની જરૂર છે, જે વૈશ્વિક ઉત્કૃષ્ટતાની નવી સંસ્થાઓ વિકસાવી શકે. ભારતનો ઇતિહાસ આ પ્રકારની સંસ્થાઓની ગૌરવશાળી ગાથાઓથી ભરેલો છે તથા તેમણે આ જુસ્સાને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.” આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં અનેક સક્ષમ વ્યક્તિઓ છે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા તેમનાં સ્વપ્નો અને વિઝન માટે એક પ્રયોગશાળા હોવી જોઈએ. આજે જે પાયો નંખાયો છે, એ ભવિષ્યની પેઢીઓ માટે ગર્વનો સ્ત્રોત હોવો જોઈએ, જે આજથી 25-50 વર્ષ પછી તેને ગર્વ સાથે યાદ રાખશે.

આ સમાચાર પણ વાંચો: Mahayuti Cold War : મહાયુતીમાં ચાલી રહ્યું છે શીત યુદ્ધ ? ડીસીએમ એકનાથ શિંદેએ કર્યો ખુલાસો; ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ..

SOUL Leadership Conclave: શ્રી મોદીએ સંસ્થાને કરોડો ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોની સ્પષ્ટ સમજણ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, પડકારો અને તકો એમ બંને પ્રસ્તુત કરનારાં ક્ષેત્રો અને પરિબળોને સારી રીતે વ્યાખ્યાયિત કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે આપણે એક સમાન લક્ષ્ય અને સામૂહિક પ્રયાસ સાથે આગળ વધીએ છીએ. ત્યારે તેનાં પરિણામો અસાધારણ હોય છે. સહિયારા ઉદ્દેશથી રચાયેલું આ બંધન લોહી કરતાં વધારે મજબૂત છે, જે મનને એક કરે છે, જુસ્સાને વેગ આપે છે અને સમયની કસોટી પર ખરા ઉતરે છે.” તેમણે નોંધ્યું હતું કે, નોંધપાત્ર સામાન્ય ધ્યેય અને હેતુ નેતૃત્વ અને ટીમની ભાવનાના વિકાસ તરફ દોરી જાય છે. વ્યક્તિઓ તેમની શ્રેષ્ઠ ક્ષમતા બહાર લાવીને પોતાનાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા પોતાને સમર્પિત કરે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહિયારો ઉદ્દેશ વ્યક્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સાથે-સાથે મોટા ઉદ્દેશને અનુરૂપ તેમની ક્ષમતાઓમાં પણ વધારો કરે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે આ પ્રક્રિયા એવા નેતાઓનો વિકાસ કરે છે કે જેઓ ઉચ્ચ સ્તરે પહોંચવા માટે જરૂરી કુશળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.

Leaders must set trends. pic.twitter.com/6mWAwNAWKX

— PMO India (@PMOIndia) February 21, 2025

SOUL Leadership Conclave: શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સહિયારો હેતુ ટીમની અભૂતપૂર્વ ભાવનાને પ્રોત્સાહન આપે છે. જ્યારે લોકો સહિયારા ઉદ્દેશ સાથે સહ-પ્રવાસી તરીકે ખભેખભો મિલાવીને ચાલે છે, ત્યારે મજબૂત જોડાણ વિકસે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટીમ નિર્માણની આ પ્રક્રિયા નેતૃત્વને પણ જન્મ આપે છે. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું ઉદાહરણ સહિયારા ઉદ્દેશનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું અને નોંધ્યું હતું કે, તેનાથી માત્ર રાજકારણમાં જ નહીં, પણ અન્ય ક્ષેત્રોમાં પણ નેતાઓ પેદા થયા છે. શ્રી મોદીએ આઝાદીની ચળવળના જુસ્સાને પુનર્જીવિત કરવાની અને તેમાંથી આગળ વધવા માટે પ્રેરણા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એવો કોઈ શબ્દ નથી કે જેને મંત્રમાં પરિવર્તિત ન કરી શકાય, એવી કોઈ જડીબુટ્ટી નથી કે જેની ઔષધિ ન બની શકે અને એવી કોઈ વ્યક્તિ નથી કે જે અસમર્થ હોય. તેમણે વ્યક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ અને માર્ગદર્શન આપવા માટે આયોજકની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમણે ટિપ્પણી કરી હતી કે SOUL આવા આયોજકની ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઘણાં નેતાઓએ તેમનાં નેતૃત્વ કૌશલ્યને શીખ્યાં છે અને સન્માન આપ્યું છે. તેમણે વિકાસના વિવિધ સ્તરો પર ભાર મૂકતા અવતરણને ટાંક્યું હતું: સ્વ-વિકાસ દ્વારા વ્યક્તિગત સફળતા, ટીમ વિકાસ દ્વારા સંગઠનાત્મક વિકાસ અને નેતૃત્વ વિકાસ દ્વારા વિસ્ફોટક વિકાસ. આ સિદ્ધાંતોએ હંમેશા દરેકને તેમની ફરજો અને યોગદાનની યાદ અપાવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો: KL Rahul Virat Kohli : વિરાટ કોહલી કેએલ રાહુલ પર ગુસ્સે થયો… આ મોટી ભૂલને કારણે બાંગ્લાદેશે બનાવ્યો મોટો સ્કોર; જુઓ વિડિયો
SOUL Leadership Conclave: દેશમાં એક નવી સામાજિક વ્યવસ્થાની રચના પર પ્રકાશ પાડતા, 21મી સદીમાં અને વીતેલા દાયકામાં જન્મેલા યુવાનોએ આકાર લીધો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ પેઢી ખરા અર્થમાં ભારતની પ્રથમ વિકસિત પેઢી હશે અને તેમને “અમૃત પેઢી” તરીકે ઓળખાવી છે. નવી સંસ્થા SOUL આ “અમૃત પેઢી”નું નેતૃત્વ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે સંસ્થા સાથે સંકળાયેલા દરેકને શુભેચ્છા પાઠવી હતી. ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી દશો શેરિંગ તોબગે, SOUL બોર્ડનાં ચેરમેન શ્રી સુધીર મહેતા અને વાઇસ ચેરમેન શ્રી હસમુખ અઢિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે આ પ્રસંગે મુખ્ય સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ ભૂતાનના રાજાના જન્મદિવસના આવા મહત્વપૂર્ણ દિવસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ભૂતાનના પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો.

Instilling steel and spirit in every sector. pic.twitter.com/EkOVPGc9MI

— PMO India (@PMOIndia) February 21, 2025

પાશ્વભાગ

SOUL Leadership Conclave: 21થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોના નેતાઓ તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વહેંચશે અને નેતૃત્વ સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા કરશે. આ કોન્ક્લેવ સહયોગ અને વૈચારિક નેતૃત્વની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. જે યુવા પ્રેક્ષકોને પ્રેરિત કરવા માટે નિષ્ફળતાઓ અને સફળતાઓ બંનેમાંથી શીખવાની સુવિધા આપશે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એ ગુજરાતની એક આગામી નેતૃત્વ સંસ્થા છે. જે અધિકૃત નેતાઓને જાહેર હિતને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. તેનો ઉદ્દેશ ઔપચારિક તાલીમ દ્વારા ભારતમાં રાજકીય નેતૃત્વના લેન્ડસ્કેપને વિસ્તૃત કરવાનો છે અને તે લોકોને સામેલ કરવાનો છે. જે માત્ર રાજકીય વંશમાંથી નહીં, પરંતુ સાર્વજનિક સેવા માટે યોગ્યતા, પ્રતિબદ્ધતા અને જુનૂનના માધ્યમથી આગળ વધી શકે. SOUL આજના વિશ્વમાં નેતૃત્વના જટિલ પડકારોને પાર પાડવા માટે જરૂરી આંતરદૃષ્ટિ, કુશળતા અને વિશેષજ્ઞતા લાવે છે

આ સમાચાર પણ વાંચો:  WAVES: મુંબઈમાં યોજાશે વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપ, આ 5 સભ્યોની જ્યુરી દ્વારા કરાઈ 10 સેમિ-ફાઇનલિસ્ટની પસંદગી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
SOUL School of Ultimate Leadership campus to be built in Gandhinagar, Bhupendra Patel to perform ground breaking ceremony.
ગાંધીનગર

SOUL: ગાંધીનગરમાં બનશે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું કેમ્પસ, ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ પૂજન.

by khushali ladva February 14, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર રૂ.૧૫૦ કરોડના અંદાજિત ખર્ચે ૨૨ એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ(SOUL)નું કેમ્પસ નિર્માણ પામશે
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પસ નિર્માણનું ભૂમિ પૂજન સંપન્ન કર્યું
  • ૨૪ મહિનામાં અદ્યતન કોમ્પલેક્ષ તૈયાર થશે:
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય – સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL)નો ૨૧ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઔપચારિક પ્રારંભ કરાવશે
  • આરોગ્ય – શિક્ષણ – ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે
  • એક સપ્તાહના ટૂંકા ગાળાના અભ્યાસક્રમથી લઈને ૯ થી ૧૨ માસમાં લાંબાગાળાના અભ્યાસક્રમો SOUL ઓફર કરશે

SOUL: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના કરેલી છે. વડાપ્રધાનશ્રીની આ સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્વારા અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન SOULના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન શ્રી સુધીર મહેતા, SOULના બોર્ડ મેમ્બર્સ, ભારત સરકારનાં પૂર્વ નાણાં સચિવ અને SOUL એક્ઝેક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી ડૉ. હસમુખ અઢિયા તેમજ આમંત્રિતો અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કર્યું હતું. SOULનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે ૨૨ એકર વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામવાનું છે.

SOUL School of Ultimate Leadership campus to be built in Gandhinagar, Bhupendra Patel to perform ground breaking ceremony.

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો:  ભારતીય શેર બજાર ને પસંદ આવી PM મોદી-ટ્રમ્પની મુલાકાત, દ્વિપક્ષીય બેઠક બાદ ઉંધા માથે પટકાયું; આ શેર ધડામ દઈને પડ્યા..

SOUL School of Ultimate Leadership campus to be built in Gandhinagar, Bhupendra Patel to perform ground breaking ceremony.

SOUL: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા ૧ લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી રચાયેલી આ સંસ્થા SOUL રાજકીય, સામાજિક અને જાહેર નીતિ – એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૧ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે. પ્રારંભિક તબક્કે SOUL દ્વારા જાહેર સેવા વ્યવસાયિકો માટે અનુરૂપ કાર્યક્રમ ઓફર કરવામાં આવશે.

SOUL School of Ultimate Leadership campus to be built in Gandhinagar, Bhupendra Patel to perform ground breaking ceremony.

ગાંધીનગરમાં SOULના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ-૨૦૨૭થી અહીં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે તેમાં ૧ થી ૩ મહિનાના મધ્યમ ગાળા તેમજ ૯ થી ૧૨ મહિનાના લાંબાગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન કરાશે. લોકોના હિતને પ્રાધાન્ય આપતા સક્ષમ નેતૃત્વના વિકાસની તકો સાથે જાહેર ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા ઉમેદવારો અને યુવાનોને લીડરશીપ તાલીમ માટે SOUL યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. આ હેતુસર SOULમાં પ્રવેશ માટે જાહેર સેવા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતા વ્યક્તિઓને લેટર ઓફ ઈન્ટેન્ટ અને પેનલ ઈન્ટરવ્યૂ દ્વારા યોગ્યતાના ધોરણે પસંદ કરવામાં આવશે. ઉદ્યોગ, સરકાર અને વૈશ્વિકનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો SOULમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપશે. એટલું જ નહિ, સહભાગીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવાના હેતુથી યુવા ઉમેદવારો પાસેથી ટોકન ફી લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર સેવા અધિકારીઓ માટે તાલીમ નિ:શુલ્ક રાખવામાં આવશે.

SOUL School of Ultimate Leadership campus to be built in Gandhinagar, Bhupendra Patel to perform ground breaking ceremony.

આ સમાચાર પણ વાંચો: Suraksha Setu Society: ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આટલી મહિલાઓને તાલીમ આપવામાં આવી

SOUL: SOUL ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિ સમૂહો દ્વારા સ્થાપવામાં આવેલી એક સ્વતંત્ર અને બિન-પક્ષપાતી સંસ્થા છે. તેમજ સરકારી એજન્સીઓ કે યુનિવર્સિટીઓ સાથે કોઈ જોડાણ ધરાવતી નથી. લીડરશીપ ડેવલોપમેન્ટ અને વેલ્યુએડિસન પર ફોકસ કરતા નોન ડીગ્રી કાર્યક્રમો SOULમાં સંચાલિત થવાના છે. SOUL એક એવી ઉત્કૃષ્ટ સંસ્થા છે જેમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા પબ્લિક અને ગવર્મેન્ટ લીડર્સને નવા સંશોધનો તેમજ વિવિધ વિષયોનું વિશેષ માર્ગદર્શન મળશે આના પરિણામે લીડર્સ વધુ અસરકારક રીતે સમાજોપયોગી બની શકશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અત્યાર સુધીમાં SOUL દ્વારા વિવિધ પ્રકારના પ્રિ-લોન્ચ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલું છે. તેમાં NEPના અસરકારક અમલને સરળ બનાવવા શિક્ષણ મંત્રાલયના સહયોગથી દ્વિ દિવસીય લીડરશીપ વર્કશોપ, મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના સ્ટાફ માટે એક દિવસીય ચિંતન શિબિરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રાજ્યના બજેટની વિસ્તૃત અને ગહન સમજ ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને આપવા અંગેના વર્કશોપનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક