• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - speech
Tag:

speech

Shahrukh Khan’s Emotional Speech at Global Peace Honors – Tribute to 26/11 Victims and Brave Soldiers
મનોરંજન

Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત

by Zalak Parikh November 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 ઇવેન્ટમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાજર રહ્યા. તેમણે પોતાની સ્પીચમાં 26/11 આતંકવાદી હુમલા, પહલગામ હુમલા અને તાજેતરના દિલ્હી બ્લાસ્ટના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. કિંગ ખાનએ કહ્યું – “આ હુમલાઓમાં જાન ગુમાવનાર નિર્દોષ લોકો અને શહીદ સુરક્ષાકર્મીઓને મારું નમન.”

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત

દેશ માટે શાહરુખનો સંદેશ

શાહરુખે કહ્યું – “જ્યારે કોઈ પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો – હું દેશની રક્ષા કરું છું. જ્યારે પૂછે કે કેટલું કમાવો છો, તો કહો – હું 140 કરોડ લોકો ના આશીર્વાદ કમાવું છું. જો પૂછે કે ડર નથી લાગતો? તો કહો – જે અમારા પર હુમલો કરે છે, તેઓ એ અનુભવ કરે છે. ચાલો આપણે જાતિ, પંથ અને ભેદભાવ ભૂલીને માનવતાના માર્ગે ચાલીએ જેથી આપણા નાયકોની શહાદત વ્યર્થ ન જાય. જો આપણા વચ્ચે શાંતિ છે, તો ભારતને કોઈ હલાવી શકતું નથી.”

#WATCH | Mumbai | At the Global Peace Honours 2025, Superstar Shah Rukh Khan says, “My humble tribute to the innocent people who lost their lives in the 26/11 terrorist attack, the Pahalgam terrorist attack, and the recent Delhi blasts and my respectful salute to our brave… pic.twitter.com/XQtJp0pm1I

— ANI (@ANI) November 22, 2025


શાહરુખ છેલ્લે ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’માં જોવા મળ્યા હતા. હવે તેઓ 2026માં સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં દેખાશે, જેમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Eknath Shinde Jai Gujarat Slogan Eknath Shinde Ends Speech With Jai Gujarat In Presence Of Amit Shah
રાજકારણMain PostTop Postરાજ્ય

Eknath Shinde Jai Gujarat Slogan: હિન્દી મરાઠી ભાષા વિવાદ વચ્ચે જય ગુજરાત! અમિત શાહ સામે એકનાથ શિંદેનો નારો; નવો રાજકીય વિવાદ થવાની શક્યતા

by kalpana Verat July 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Eknath Shinde Jai Gujarat Slogan: મરાઠી ભાષાના મુદ્દા પર રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે, , ત્યારે એકનાથ શિંદેએ પુણેમાં અમિત શાહની સામે જય ગુજરાતનો નારો લગાવ્યો.  આજે પુણેના કોંધવા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ પ્રસંગે, એકનાથ શિંદે, હંમેશની જેમ, અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા. એકનાથ શિંદેએ અમિત શાહની પ્રશંસા કરતી વખતે ઘણા વિશેષણો અને ઉપમાઓનો ઉપયોગ કર્યો. અને ભાષણના અંતે એકનાથ શિંદેએ કહ્યું, ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર’. પછી એકનાથ શિંદેને કંઈક યાદ આવ્યું અને તેઓ ફરીથી માઇક્રોફોન પાસે આવ્યા અને બોલ્યા, ‘જય ગુજરાત’. એકનાથ શિંદે દ્વારા ગુજરાતનો ઉલ્લેખ કરવાથી મોટો રાજકીય વિવાદ સર્જાય તેવી શક્યતા છે.

 

Pune: Eknath Shinde Ends Speech With ‘Jai Gujarat’ In Amit Shah’s Presence pic.twitter.com/6S7HI7q14W

— Pune First (@Pune_First) July 4, 2025

Eknath Shinde Jai Gujarat Slogan:રાજકારણ ગરમાવા ની શક્યતા 

પુણેમાં એક જાહેર કાર્યક્રમમાં ‘જય ગુજરાત’ની ઘોષણા કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બધાનું ધ્યાન ખેંચ્યું. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં યોજાયેલા જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. આ ભાષણ દરમિયાન એકનાથ શિંદેએ “જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત” ના નારા લગાવ્યા. આનાથી ઘણા લોકોના ભ્રમર ઉંચા થયા અને આશ્ચર્ય થયું. મહારાષ્ટ્રમાં થઈ રહેલા મોટા રાજકીય વિકાસની પૃષ્ઠભૂમિમાં શિંદેની જાહેરાતનું વિશેષ મહત્વ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અનેક મંત્રીઓ, સ્થાનિક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભાજપ-શિંદે જૂથના કાર્યકરો હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રની ભૂમિ પર ‘જય ગુજરાત’ ના નારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાવા ની શક્યતા છે. દરમિયાન, આ જાહેરાત પાછળ કોઈ રાજકીય અર્થ છે કે કેમ તે અંગે શિંદે કે તેમના સમર્થકો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, આ એક જાહેરાતે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો એક નવો વિષય ઉભો કર્યો છે.

Eknath Shinde Jai Gujarat Slogan:  રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ 

આ કાર્યક્રમમાં અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસે પણ ભાષણો આપ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહે પોતાના ભાષણોમાં મહાન બાજીરાવ પેશ્વાની બહાદુરીની મહાનતા વર્ણવી. કાર્યક્રમના આકર્ષણનું કેન્દ્ર અમિત શાહ હોવા છતાં, કાર્યક્રમ સમાપ્ત થયા પછી એકનાથ શિંદે ચર્ચાનો વિષય બન્યા. બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે એકનાથ શિંદેએ પોતાના ભાષણના અંતે ‘જય ગુજરાત’ કેમ કહ્યું. એકનાથ શિંદે પોતાનું ભાષણ આ રીતે પૂરું કરતા નથી. તો, આજે જ, એકનાથ શિંદેને ‘જય ગુજરાત’ કહેવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મનસે કાર્યકરોની ગુંડાગીરી, મરાઠી ન બોલવા પર દુકાનદારને માર માર્યો, વિરોધમાં આજે મીરા ભાઈંદર બંધ; જુઓ વિડીયો

Eknath Shinde Jai Gujarat Slogan: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ  જોરદાર હુમલો કર્યો

 ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ શિંદેના જય ગુજરાતના નારા પર જોરદાર હુમલો કર્યો છે. શિવસેના છોડતી વખતે શિંદેએ કહ્યું હતું કે તેઓ બાળાસાહેબના વિચારોને અનુસરી રહ્યા છે. “બાળાસાહેબે ‘જય ગુજરાત’ ક્યારે વિચાર્યું?” શિવસેના ઉબાઠાના નેતા અને મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરને પૂછ્યું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદેના જય ગુજરાતના નારાની ગંભીર નોંધ લેવી જોઈએ. કારણ કે તેઓ આખા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. તેઓ રાજ્યનું નેતૃત્વ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

July 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aishwarya Rai Award Speech Goes Viral Jaya Bachchan and preity zinta Expression Sparks Buzz
મનોરંજન

Aishwarya Rai video: ઐશ્વર્યા રાયના એવોર્ડ સ્પીચનો વીડિયો થયો વાયરલ, જયા બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા ના હાવભાવ બન્યા ચર્ચાનો વિષય

by Zalak Parikh May 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai video:  બોલીવૂડ  અભિનેત્રી ઐશ્વર્યા રાય નો 2003ના ફિલ્મફેર એવોર્ડ દરમિયાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાયને ફિલ્મ ‘દેવદાસ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો અને તે સ્ટેજ પર પોતાની જીતની સ્પીચ આપી રહી હતી. પરંતુ આ દરમિયાન પાછળ ઉભેલી જયા બચ્ચન અને પ્રીતિ ઝિંટા ના હાવભાવ  લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે

આ સમાચાર પણ વાંચો: Ajaz Khan Rape Case: એજાઝ ખાન રેપ કેસ માં આવ્યું મોટું અપડેટ, મુંબઈ પોલીસે અભિનેતા વિરુદ્ધ કરી આવી કાર્યવાહી

વિડિયો શું બતાવે છે?

આ વીડિયોમાં ઐશ્વર્યા રાય ખૂબ જ ભાવુક અને ગૌરવભેર ભાષણ આપી રહી છે, જેમાં તે ફિલ્મના તમામ સહકર્મચારીઓ નો આભાર માનતી જોવા મળે છે. પરંતુ કેમેરા જયા બચ્ચન અને પ્રીતિ ઝિંટા તરફ ફેરવાય છે ત્યારે તેઓના ચહેરા પર અસ્વીકાર અને અસંતોષના ભાવ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જયા બચ્ચનનો ચહેરો ગંભીર અને અસંતોષ ભર્યો જણાય છે, જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની ટિપ્પણી ઓ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aish❤️ (@aishwaryamylight)


સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે જયા બચ્ચન પોતાની વહુ ઐશ્વર્યા રાયને એવોર્ડ મળતા ખુશ દેખાતી નથી. કેટલાક યુઝર્સે તો કહ્યું કે “તેમને મેનર્સ નથી” તો કેટલાકે કહ્યું કે “જેલસી સ્પષ્ટ દેખાઈ રહી છે.” બીજી તરફ, કેટલાક લોકો પ્રીતિ ઝિંટાના હાવભાવને પણ ઉદાસીન ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકે તેનો બચાવ પણ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
AI Used For Speech For The First Time In Gujarat Assembly
રાજ્ય

Gujarat Assembly AI : ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત AI નો ઉપયોગ થયો, મંત્રી ઋષિકેશ પટેલે ‘ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો…’AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો

by kalpana Verat February 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat Assembly AI :

  • ગુજરાત વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો
  • રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચા માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અભિભાષણમાં AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો
  • સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે :- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ દૂર થતા ભારતીય બંધારણ “અખંડ” થયું
…………..
કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં “મુખ્યપ્રધાન” કરતા “સમસ્યાઓ જ પ્રધાન” હતી
…………..
:- મંત્રી શ્રી ઋષિકેશ પટેલ :-

 યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા

 અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો આજે ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે

 મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે

 ગુજરાતમાં હાલમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર અને કુલ પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પહોંચ્યો, રાજ્યમાં કુલ પાકનું ઉત્પાદન ૫૧૯.૭૪ લાખ મે.ટન પહોંચ્યું

 કોંગ્રેસના શાસનમાં કેટલા ગામમાં પાણી પહોંચ્યા તે ગણાતું , અમારી સરકારમાં કેટલા બાકી રહી ગયા તે ગણાય છે

 રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે હવે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ હોય છે
 
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે જે નિરર્થક છે.કોંગ્રેસ તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન ૮૬ વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં જમ્મુ-કાશમીરમાંથી ૩૭૦ ની કલમ દૂર થતા આપણું સંવિધાન અખંડ થયું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રામરાજ્યની આદર્શ કલ્પનાને સાકાર કરી છે. ભગવાનશ્રી રામલલ્લા નિજમંદિરમાં બિરાજયા છે. સાથે ૪ કરોડથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું હોવાનું તેમણે કહ્યું હતુ.
આજે ગુજરાતમાં યોજનાઓ આધાર સાથે લીંક થવાથી અને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરને કારણે વચેટિયા પ્રથા, દલાલી જેવા દૂષણો હવે ઈતિહાસ બન્યા છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસનની અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતુ.

ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં તત્કાલીન સરકાર વતી રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનનો સંદર્ભ ટાંકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે “રાજ્યમાં ભોજન માટે અનાજની અછત છે. અનાજ બચાવવા માટે સરકારે સંયમના પગલાં શરૂ કર્યા છે. ખેડૂતોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ ન લેવાની અને આમ જનતાને અઠવાડિયે એક ટંકનું ભોજન જતું કરવાની અપીલ કરવામાં આવી છે.” તેવા ઉલ્લેખ કરવામાં આવતા હતા જેની જગ્યાએ આજે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ઈતિહાસ બન્યા છે. આજે મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

અગાઉ કોંગ્રેસની સરકારમાં પીડાદાયી, સમસ્યાપ્રધાન, વિકાસની સમસ્યાના ગંભીર મુદ્દાઓને પરિણામેં મુખ્યપ્રધાન કરતા સમસ્યાઓ જ પ્રધાન હતી.. ભા.જ.પા.ના અથાગ પરિશ્રમના પરિણામે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે.
ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ૨૦૨૧-૨૨ માં રૂપિયા ૧૫૬૦૦૭.૦૨ કરોડ થયેલ છે. જે મુજબ ૧૪.૫૮% ની એકંદર મૂલ્યવૃદ્ધી થઇ છે.

આ સમાચાર પણ વાંચો:  Stock Market Crash: ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભૂકંપ, નિફ્ટી અને સેન્સેક્સ તૂટયા…

કૃષિપ્રધાન દેશ માટે સિંચાઈ એ રક્તવાહીની સમાન છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, ગુજરાત સરકારે ૭૦ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે. પાનમ કડાણા અને અન્ય નાના મોટા ચેકડેમ થકી ૫૦,૦૦૦ હેકટરનો પિયત વિસ્તાર વધારવામાં સફળતા મળી છે.

કોંગ્રેસના શાસનમાં સરકાર દ્વારા પીવાના પાણી પહોચાડ્યા હોય તેવા ગામોની ગણતરી કરવામાં આવતી હતી. અમારી સરકારે માત્ર ગામો નથી ગણ્યા પણ છેવાડાના વિસ્તાર સુધી કોઈ પણ ઘર બાકી ન રહી જાય તે માટે દરેક ઘરને યુનિટ બનાવીને નલ સે જલ ઘેર-ઘેર પાણી પહોંચાડવાનું કામ કર્યું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

ગુજરાતમાં હાલમાં કુલ ખેતીલાયક વિસ્તાર ૧૦૫.૮૮ લાખ હેક્ટર અને કુલ પિયત વિસ્તાર ૭૦ લાખ હેક્ટર પહોંચ્યો, રાજ્યમાં કુલ પાકનું ઉત્પાદન ૫૧૯.૭૪ લાખ મેટ્રીક ટન એ પહોંચ્યું છે.

આજે કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને પરિણામે ગુજરાત ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર થી મુક્ત તેમજ વિકાસશીલ, સલામત, સમરસ અને ગૌરવવંતુ બન્યું છે. આજે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ જોવા મળે છે તેમ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.

આજે વિધાનસભામાં પોતાની સ્પીચ માં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,
વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.

નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,
ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.

શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,
ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.

નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,
દેશના નકશામાં, અલગ છે એની ભાત.

સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર…

 

February 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aadar jain alekha advani mehndi ceremony trolled after speech
મનોરંજન

Aadar Jain-Alekha Advani: મહેંદી સેરેમની ની સ્પીચ માં આદર જૈન એવું તે શું બોલ્યો કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ટ્રોલ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh February 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aadar Jain-Alekha Advani: આદર જૈન અને અલેખા એ ગોવામાં ખ્રિસ્તી રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે બંને હિન્દૂ રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને ના પ્રિ વેડિંગ ફંક્શન પણ શરૂ થઇ ગયા છે. ગઈકાલે બંને ની મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ આ સેરેમની નો આદર જૈન ની સ્પીચ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે બાદ થી આદર ટ્રોલર્સ ના નિશાના પર આવ્યો છે. તો ચાલો જાણીયે આદર એ તેની સ્પીચ માં શું કહ્યું

આ સમાચાર પણ વાંચો: Chhaava: છાવા માં સંભાજી મહારાજ અને ઔરંગઝેબ નો સીન જોઈ ગુસ્સા માં એક વ્યક્તિએ થિયેટર માં કર્યું એવું કામ કે થયું અધધ આટલું નુકસાન

આદર જૈન ની સ્પીચ નો વિડીયો થયો વાયરલ

આદર જૈન એ અલેખા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા એક સ્પીચ આપી હતી જેમાં તે કહી રહ્યો છે કે, “હું હંમેશા તેને પ્રેમ કરતો હતો અને હું હંમેશા તેની સાથે રહેવા માંગતો હતો. તેથી તેણે મને ટાઈમ પાસ કરવા માટે આ 20 વર્ષની લાંબી સફર પર મોકલ્યો. તે રાહ જોવાનું યોગ્ય હતું, કારણ કે મને આ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરવાનો મોકો મળ્યો, જે એક સ્વપ્ન જેવી છે. હું તને પ્રેમ કરું છું અને તે રાહ જોવાનું યોગ્ય હતું. આ એક રહસ્ય છે, મેં હંમેશા તેને પ્રેમ કર્યો છે. મેં મારા જીવનના ચાર વર્ષ ટાઈમ પાસ કરવામાં વિતાવ્યા છે. પણ હવે હું તારી સાથે છું, બેબી.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


 

આદર જૈને તેની સ્પીચ માં ‘ટાઈમપાસ’ શબ્દ નો ઉલ્લેખ કર્યો હતો જે  નેટીઝન્સને પસંદ આવ્યો ન હતો. સોશિયલ મીડિયા યુઝર્સે તેના આ ટાઈમપાસ ના નિવેદન ને અભિનેત્રી તારા સુતારિયા સાથેના તેના ભૂતકાળના સંબંધો સાથે જોડી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ટાઈમપાસનો તે સંદર્ભ તેના સમગ્ર પાત્રને વ્યાખ્યાયિત કરે છે.” બીજાએ લખ્યું, “તમે તારા સાથે ગડબડ કરી.” યુઝર્સે આવી ઘણી ટિપ્પણીઓ કરીને આદર ને ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bangladesh Violence Irked by Sheikh Hasina’s speech, mob set Mujibur Rahman’s house on fire
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Bangladesh Violence: શેખ હસીનાના ભાષણ વચ્ચે બાંગ્લાદેશમાં ભડકી હિંસા, બદમાશોએ મુજીબુર રહેમાનના ઘરને ફુંકી માર્યું, જુઓ વિડીયો

by kalpana Verat February 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Bangladesh Violence:બાંગ્લાદેશમાં તખ્તા પલટ પછી હિન્દુઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. બુધવારે ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને પ્રદર્શનકારીઓના એક મોટા જૂથે તોડફોડ કરી અને આગ લગાવી દીધી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની પુત્રી અને પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના લોકોને ‘ઓનલાઇન’ સંબોધિત કરી રહી હતી.

 

#BREAKING: Bangladesh: Violent mob of students has vandalised the historic home of Bangabandhu Sheikh Mujibur Rahman at Dhanmondi-32 of Dhaka, minutes before an online address of Sheikh Hasina. Protesters demanded ban on Awami League. Massive violence continues at this moment. pic.twitter.com/ABMTTJE8Ud

— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 5, 2025

જ્યારે માહિતી મળી કે શેખ હસીના બુધવારે રાત્રે 9 વાગ્યે ભાષણ આપવાના છે, ત્યારે હસીના વિરોધી જૂથ સક્રિય થઈ ગયુ. હસીનાના ભાષણ સામે સોશિયલ મીડિયા પર ‘બુલડોઝર રેલી’નું આહ્વાન કરવામાં આવ્યું. આ પછી, સાંજથી જ રાજધાનીના ધનમોન્ડી વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુર રહેમાનના ઘરની સામે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. હસીનાના સંબોધન પહેલાં જ આ ઘરમાં તોડફોડ અને આગચંપી શરૂ કરી દીધી.

Bangladesh Violence:’મેં તમારા માટે કંઈ નથી કર્યું?’

હસીનાના ભાષણનું આયોજન છાત્ર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં અવામી લીગની વિસર્જન પામેલી વિદ્યાર્થી પાંખ છે. ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના ભાષણ પહેલાં જ તેમના પિતાના ઘરે આગચંપી અને તોડફોડની માહિતી મળી હતી. આવી સ્થિતિમાં, તેમણે કહ્યું, ‘મેં તમારા માટે કંઈ નથી કર્યું?’ શું મેં કામ નહોતું કર્યું? તો પછી મારા પિતાએ જ્યાંથી સ્વતંત્રતાનો નારો આપ્યો હતો ત્યાં મારા ઘરમાં તોડફોડ કેમ કરવામાં આવી? મને ન્યાય જોઈએ છે.

આ સમાચાર પણ વાંચો :  India Bangladesh Relation : બાંગ્લાદેશના દબાણ સામે ઝૂકશે નહીં ભારત, શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને લીધો આ મોટો નિર્ણય; વધશે બંને દેશો વચ્ચે તણાવ

Bangladesh Violence:’ઇતિહાસ બદલો લે છે’

પોતાના સંબોધનમાં, શેખ હસીનાએ દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિકાર કરવા હાકલ કરી. બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની વર્તમાન સરકારનો ઉલ્લેખ કરતા હસીનાએ કહ્યું, “તેમની પાસે હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનની કિંમતે મળેલો રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી શકે. તેમણે કહ્યું, ‘તેઓ ઇમારત તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં.’ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ પોતાનો બદલો લે છે.

Bangladesh Violence:શેખ હસીના ભારતમાં

મહત્વનું છે કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને શેખ હસીના સરકારને ઉથલાવી દીધી. પરિસ્થિતિ એવી હતી કે હસીનાને બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું. હાલમાં તે ભારતમાં રહે છે. તેમના રાજકીય પક્ષના બધા મોટા નેતાઓ અને કાર્યકરો કાં તો જેલમાં છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai bachchan talked about change and equality at dubai event
મનોરંજન

Aishwarya rai bachchan: ફિલ્મો થી દૂર ઐશ્વર્યા રાય બચ્ચન કરી રહી છે આ કામ, અભિનેત્રી ની સ્પીચ થઇ વાયરલ

by Zalak Parikh November 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં ઐશ્વર્યા રાય બચ્ચને ગ્લોબલ વુમન ફોરમ 2024 માં હાજરી આપી હતી. આ દરમિયાન તે બ્લ્યુ ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી હતી. આ ઇવેન્ટ દુબઇ માં યોજાયો હતો. આ ઈવેન્ટમાં ઐશ્વર્યાને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવી હતી.આ દરમિયાન તેને જણાવ્યું કે હાલ તે શું કામ કરી રહી છે. ઐશ્વર્યા ની આ સ્પીચ વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Anupamaa: અનુપમા ના સેટ પર મૃત્યુ પામેલા લાઇટમેન અનિલ મંડલ ના પરિવાર ને શો ના મેકર્સે ચુકવ્યું આટલું વળતર, સાથે વ્યક્ત કર્યું દુ:ખદ ઘટના પર દુખ

ઐશ્વર્યા રાય બચ્ચન ની સ્પીચ થઇ વાયરલ 

ઐશ્વર્યાએ જણાવ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી કેન્સર પેશન્ટ એઇડ એસોસિએશન સાથે જાગૃતિ ફેલાવવા, સહાય પૂરી પાડવા અને ભંડોળ એકત્ર કરવા માટે કામ કરી રહી છે.તે સ્માઈલ ટ્રેન નામના સંગઠન સાથે પણ જોડાયેલી છે. આ એસોસિએશન બાળકોને વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરી પૂરી પાડે છે.

It’s Just #AishwaryaRai 📝

Aishwarya Rai recently attended an event in Dubai that highlighted women empowerment.

At the event, Ash said, “It is an honour, an absolute privilege to be here at the Global Women’s Forum in Dubai 2024. A platform that since its inception has… pic.twitter.com/ZHn6uaIdtb

— Ashwani kumar (@BorntobeAshwani) November 28, 2024


ઐશ્વર્યાએ કહ્યું, “આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ વિષય પર એકસાથે અવાજ ઉઠાવવામાં આવે છે જેથી સમાજમાં પરિવર્તન આવે, સમાનતાને પ્રોત્સાહન મળે અને સમગ્ર વિશ્વમાં મહિલાઓને નવી તકો પૂરી પાડી શકાય.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aishwarya rai praised in laws along with husband in her speech amid divorce rumors
મનોરંજન

Aishwarya and Abhishek: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા નો જૂનો વિડીયો થયો વાયરલ, બધાની વચ્ચે સાસુ-સસરા વિશે કહી હતી આવી વાત

by Zalak Parikh October 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek:  ઐશ્વર્યા અને અભિષેક તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. બંને ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલ્યા આવે છે જોકે બંને એ હજુસુધી તેમના અંગત જીવન ને લઈને ખુલી ને વાત નથી કરી હવે ઐશ્વર્યા નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બધાની વચ્ચે સાસુ-સસરા વિશે વાત કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: આ કારણે ઐશ્વર્યા ના કઝીન ની બર્થડે પાર્ટી માં નહોતો ગયો અભિષેક બચ્ચન, બચ્ચન પરિવારે કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

ઐશ્વર્યા નો જૂનો વિડીયો થયો વાયરલ 

ઐશ્વર્યા નો જે જૂનો વિડીયો વાયરલ થયો છે તે આઈફા એવોર્ડ નો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે આઈફા માં તેને  સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે. આ એવોર્ડ જીત્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાના ભાષણમાં કહ્યું, ‘મને શ્રેષ્ઠ પરિવાર આપવા માટે ભગવાનનો આભાર, મારા પિતા અહીં છે, માં-પા, મારુ નસીબ કે હું તમારી વહુ છું. હું બધું જ કરવાનો પ્રયત્ન કરીશ જેથી મારી કળા તમારી અપેક્ષાઓ પૂરી કરે. અભિષેક તમે વિશ્વના શ્રેષ્ઠ પતિ છો, હું તમને પ્રેમ કરું છું, આભાર. આ દરમિયાન તે ઘણી ખુશ દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Star Retro 2 (@star_retro2)


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ઐશ્વર્યા ના વખાણ કરી રહ્યા છે તેમજ બચ્ચન પરિવાર ના પણ વખાણ થઇ રહ્યા છે. બચ્ચન પરિવાર સાથે નો ઐશ્વર્યા નો આવો અભિગમ જોઈ લોકો ખુશ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament session 2024 PM Modi objects to Rahul Gandhi's speech twice, says 'calling Hindus violent a serious issue'
દેશMain PostTop Post

Parliament session 2024 : ‘ખુદને હિન્દુ ગણાવતા લોકો હિંસા કરે છે…’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો મચ્યો; PM મોદીએ અટકાવ્યા..

by kalpana Verat July 1, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Parliament session 2024 :આજે લોકસભામાં ભારે હોબાળો થયો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ સમાજને લઈને એવી ટીપ્પણી કરી હતી જેનાથી પીએમ મોદીને ઉભા થવા મજબૂર થયા હતા. રાહુલ ગાંધીએ શાસક પક્ષને કહ્યું કે તેઓ બિલકુલ હિંદુ નથી અને હિંદુ ધર્મને હિંસા અને નફરત સાથે જોડે છે. રાહુલના નિવેદન પર ખુદ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંનેએ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો છે.

Third Time Fail Rahul Gandhi calls entire Hindu community violent. Prime Minister Modi objects.

This is Rahul Gandhi’s first speech as LoP and he chose to demean the Hindus. This is not just shameful but extremely dangerous too. pic.twitter.com/GMW3IFHcTy

— Amit Malviya (@amitmalviya) July 1, 2024

 Parliament session 2024 : રાહુલ ગાંધી તમે હિન્દુ છો જ નહીં

મીડિયા રિપોર્ટ મુજબ ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મોદીજીએ એક દિવસ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી.તેનું કારણ છે હિન્દુસ્તાન અહિંસાનો દેશ છે, તે ડરતો નથી. આપણા મહાપુરુષોએ આ સંદેશ આપ્યો કે ડરશો નહીં, ડરાવશો નહીં. શિવજી કહે છે કે ડરશો નહીં, ડરાવશો નહીં અને ત્રિશૂળને જમીનમાં સ્થાપિત કરી દે છે. બીજી બાજુ જે લોકો પોતાની જાતને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિન્દુ છો જ નહીં. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યને સાથ આપવો જોઈએ.  

આ સમાચાર પણ વાંચો:  લોકસભામાં રાહુલ ગાંધીએ ભગવાન શંકરનો ફોટો બતાવ્યો અને સાધ્યું ભાજપ પર નિશાન; મચ્યો હોબાળો; જુઓ વિડીયો

 Parliament session 2024 :પીએમ મોદીએ ઉભા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો. પીએમ મોદી પોતાની ખુરશી પરથી ઉભા થયા અને તેને ગંભીર મામલો ગણાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ આખો હિન્દુ સમાજ નથી.. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું કે વિપક્ષના નેતાએ જે કહ્યું કે છે તે બદલ માફી માગવી જોઈએ. આ ધર્મ વિશે કરોડો લોકો ગર્વથી હિન્દુ કહે છે. હું તેમને અપીલ કરીશ કે તે ઈસ્લામ ધર્મમાં અભય મુદ્રા વિશે તે ઈસ્લામિક વિદ્વાનોનો અભિપ્રાય લઇ લે. 

 

July 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nitin Gadkari Union minister Nitin Gadkari faints during speech at poll rally in Maharashtra
દેશMain PostTop Post

Nitin Gadkari : ચૂંટણી ભાષણ આપતી વખતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈ ગયા, લઇ જવાયા હોસ્પિટલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

by kalpana Verat April 24, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Nitin Gadkari : મહારાષ્ટ્ર ( Maharashtra ) ના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડગરી બેહોશ ( Faints ) થઈ ગયા. મીડિયા રિપોર્ટ મુજબ સુગર લેવલ ઘટી જવાને કારણે તેમની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રીને ચક્કર આવ્યા અને સ્ટેજ પર પડી ગયા. હવે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, નીતિન ગડકરી યવતમાળમાં NDA ઉમેદવાર રાજશ્રી પાટિલની તરફેણમાં પ્રચાર કરવા આવ્યા હતા. પ્રચાર દરમિયાન જ તેમની તબિયત લથડી હતી.

 Nitin Gadkari ચક્કર આવતા સ્ટેજ પર પડી ગયા કેન્દ્રીય મંત્રી

તેઓ ભાષણ ( Speech ) આપી રહ્યા હતા ત્યારે તેમને ચક્કર આવતા સ્ટેજ પર પડી ગયા હતા. સ્ટેજ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ત્યાં હાજર લોકોએ કેન્દ્રીય મંત્રીને સંભાળ્યા. હાલ આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર હાજર લોકો અને તેમના સુરક્ષાકર્મીઓ નીતિન ગડકરીને સંભાળી રહ્યા છે.

महाराष्ट्र : भाषण के दौरान मंच पर बेहोश हुए नितिन गडकरी..!! #NitinGadkaripic.twitter.com/pPbnXV17lV

— एक राजस्थानी (@8PMnoCMraj) April 24, 2024

 Nitin Gadkari નાગપુરથી ત્રીજી વખત લડી રહ્યા છે ચૂંટણી 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. આપને જણાવી દઈએ કે નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક