• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - start
Tag:

start

ramayana yash starts his shoot from march as ravan
મનોરંજન

Ramayana Yash: રણબીર કપૂર અને યશ આવશે આમને સામને, આ તારીખથી સાઉથ સુપરસ્ટાર કરશે રામાયણ નું શૂટિંગ શરૂ

by Zalak Parikh January 29, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ramayana Yash: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકા માં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળવાની છે. આ ફિલ્મ માં સાઉથ સુપરસ્ટાર યશ રાવણ ની ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મ બે ભાગ માં રિલીઝ થવાની છે. હવે આ ફિલ્મ ને લઈને કે મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ સાઉથ સુપરસ્ટાર યશ હવે આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો: Ramayana cast: રામાયણ માં થઇ વધુ એક સાઉથ અભિનેત્રી ની એન્ટ્રી,ફિલ્મ માં ભજવશે રાવણ ની માતા ની ભૂમિકા

યશ શરૂ કરશે રામાયણ નું શૂટિંગ 

મીડિયા રિપોર્ટ મુજબ સાઉથ સુપરસ્ટાર યશ આ વર્ષે માર્ચથી ફિલ્મ રામાયણ નું શૂટિંગ શરૂ કરશે.રિપોર્ટ મુજબ હવે જ્યારે યશ પોતાના ભાગનું શૂટિંગ કરશે, ત્યારે રણબીર કપૂરને પણ પાછા ફરવું પડશે. રામ અને રાવણના દ્રશ્યો એકસાથે શૂટ કરવામાં આવશે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે યશના સોલો સીન્સ શૂટ થયા પછી, રણબીર પણ તેની સાથે જોડાશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


રામાયણ ના બંને ભાગ દિવાળી 2026 અને દિવાળી 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

KBC 16 Amitabh bachchan: કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચને ખોલી રિતિક રોશન ના ડાન્સ ની પોલ, બોલિવૂડ ના ગ્રીક ગોડ વિશે કહી આવી વાત

by Zalak Parikh December 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 KBC 16 Amitabh bachchan: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શો દરમિયાન બિગ બી તેમના  સ્પર્ધકો સાથે તેમની સાથે જોડાયેલા તેમજ બોલિવૂડ સાથે જોડાયેલ કિસ્સા શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને રિતિક રોશનના ડાન્સ વિશે કેબીસી ના મંચ પર એક કિસ્સો સંભળાવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  TMKOC Deepti sadhwani: જાણો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી દીપ્તિ સિધવાની એ એવું તે શું કર્યું કે માત્ર 6 મહિના માં જ ઉતર્યું અધધ આટલું વજન

અમિતાભ બચ્ચને રિતિક ના ડાન્સ વિશે કરી વાત 

કેબીસી ના મંચ પર આવેલા એક સ્પર્ધક ને અમિતાભ બચ્ચન રિતિક રોશન વિશે વાત કરતા કહી રહ્યા છે કે,  ‘તે ખૂબ જ સરળ વ્યક્તિ છે. વળી, જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે એવું લાગે છે કે તેના શરીરમાં હાડકાં નથી. પરંતુ તે સંપૂર્ણ લયમાં નૃત્ય કરે છે.રિતિક નો જન્મ અમારી સામે જ થયો છે. હું નાનપણથી રિતિકને જોતો આવ્યો છું. રિતિક અને અભિષેક બચ્ચન પણ સારા મિત્રો છે.રિતિક અમારા ઘરે આવતો હતો, જ્યારે પણ બર્થડે પાર્ટી હોય ત્યારે ગીત વાગતાની સાથે જ રિતિક રોશન ડાન્સ કરવા લાગતો હતો. કલ્પના કરો, ત્યારથી રિતિક ડાન્સ કરી રહ્યો છે. અમને નવાઈ લાગતી હતી કે તેણે આટલી નાની ઉંમરમાં આટલો સારો ડાન્સ કેવી રીતે કર્યો, તેનો ડાન્સ અદભૂત છે.’

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


તમને જણાવી દઈએ કે રિતિક રોશને કરણ જોહર ની ફિલ્મ કભી ખુશી કભી ગમ માં અમિતાભ બચ્ચન ના દીકરા ની ભૂમિકા ભજવી હતી અને રિતિક અમિતાભ બચ્ચન નો મોટો ફેન પણ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Goa: Mopa airport to start domestic operations today.
રાજ્ય

ગોવાના મોપા એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક એરલાઇન સેવાઓ શરૂ, આ એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે.

by Dr. Mayur Parikh January 5, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગોવાના નવા એરપોર્ટ ‘મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ’ ( Mopa airport ) પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ ( today ) આજે એટલે કે 5મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રારંભિક તબક્કામાં આ એરપોર્ટ પરથી 200થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આજે હૈદરાબાદથી ઈન્ડિગો એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ નવા મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ (MIA) પર ઉતરશે. રિપોર્ટ અનુસાર, ડોમેસ્ટિક ફ્લાઈટ ( domestic operations ) સર્વિસ શરૂ થયા બાદ ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ થઈ જશે.

મહત્વનું છે કે ગોવામાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન પીએમ મોદીએ ડિસેમ્બર 2022માં કર્યું હતું. જેનું નામ પૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વર્ગસ્થ મનોહર પર્રિકરની યાદમાં ‘મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ’ રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગોવાના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ રાજ્યના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :   દીપિકા પાદુકોણ બર્થડે સ્પેશિયલ-ક્રિકેટર થી લઇ ને અભિનેતા સુધી રણવીર સિંહ પહેલા દીપિકાનું નામ આ વ્યક્તિઓ સાથે જોડાયું હતું, એક સંબંધ તો 6 વર્ષ સુધી રહ્યો

જાણો મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાસિયત

એરપોર્ટને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ 2,870 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેમાં અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ તેમજ સોલાર પાવર પ્લાન્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રીન બિલ્ડીંગ, એલઈડી રનવે લાઈટિંગ અને આવી અન્ય સુવિધાઓ છે. યાત્રીઓ સ્ટીબિન રોડ, રોબોટિક હોલો પ્રીકાસ્ટ વોલ અને 3-ડી મોનોલિથિક પ્રિકાસ્ટ બિલ્ડીંગ, તેમજ 5જી સક્ષમ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી શ્રેષ્ઠ-શ્રેષ્ઠ તકનીકની શ્રેણીનો અનુભવ કરશે.

આ ઉપરાંત, એરપોર્ટ પાસે વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પૂરતો મોટો રનવે, 14 પાર્કિંગ લોટ, એરક્રાફ્ટ નાઇટ પાર્કિંગ માટેની જગ્યા, સ્વ-સામાનની સુવિધાઓ અને અત્યાધુનિક સ્વતંત્ર એર નેવિગેશન સાધનો છે.

આ સમાચાર પણ વાંચો :    શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..

January 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કિશોર કુમારનો બંગલો પાંચ વર્ષ માટે વિરાટ કોહલીને સોંપાયો-લીઝ પર ઘર લઈને ક્રિકેટર શરૂ કરવા જઈ રહ્યો છે આ કામ

by Dr. Mayur Parikh September 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) હવે રમતની સાથે અન્ય બિઝનેસમાં(business) પણ હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. વાસ્તવમાં, વિરાટ એક રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહ્યો છે, જેના માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. પોતાની રેસ્ટોરન્ટ(resturent) તરફ પહેલું પગલું ભરતા વિરાટે તેને ખોલવાની જગ્યા નક્કી કરી છે અને આ માટે વિરાટ કોહલીને દિવંગત બોલિવૂડ અભિનેતા અને ગાયક કિશોર કુમારનો(Kishore Kumar) બંગલો પસંદ આવ્યો છે. હા, ક્રિકેટર વિરાટ કોહલી ટૂંક સમયમાં જુહુમાં(Juhu) કિશોર કુમારના બંગલામાં પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે.

વિરાટ એશિયા કપમાં (Asia cup)ભારત (India)માટે સારો દેખાવ કરી રહ્યો છે. જ્યાં આખો દેશ તેની વાપસીથી ખુશ છે, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે વિરાટ ટૂંક સમયમાં રેસ્ટોરાં દ્વારા લોકો સાથે જોડાવા જઈ રહ્યો છે અને ક્રિકેટરે પણ તેના માટે જગ્યા પસંદ કરી છે. અહેવાલો અનુસાર, ક્રિકેટર વિરાટ કોહલીએ કિશોર કુમારના જુહુના બંગલાનો મોટો હિસ્સો લીઝ(lease) પર લીધો છે અને તેને ઝડપથી હાઈ-ગ્રેડ રેસ્ટોરન્ટમાં(high grade restaurant) ફેરવવામાં આવી રહ્યો છે.રોજ કિશોર કુમારના બંગલાના કમ્પાઉન્ડમાં(bungalow compound) તેનું કામ ચાલે છે.વિરાટ કોહલીની આ રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિરાટ કોહલી આવતા મહિને આ રેસ્ટોરન્ટ શરૂ કરશે. આ સમાચારને સમર્થન પણ મળ્યું છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે(Amit Kumar) કહ્યું કે 'આ બધું ત્યારે શરૂ થયું જ્યારે લીના ચંદાવરકરનો પુત્ર સુમિત થોડા મહિના પહેલા વિરાટ કોહલીને મળ્યો અને બંનેએ વાત કરી. અમે વિરાટ કોહલીને પાંચ વર્ષ માટે જગ્યા લીઝ પર આપી છે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- પિતાના ખોળામાં તૂટેલા દાંતવાળી સુંદર છોકરી રહી ચુકી છે 90 ના દાયકા ની સુપરહિટ અભિનેત્રી

તમને જણાવી દઈએ કે, વિરાટની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. તેણે આ પહેલા પણ ઘણી રેસ્ટોરન્ટ ખોલી છે. વિરાટ કોહલી એ  વર્ષ 2017માં દિલ્હીના(Delhi) આરકે પુરમમાં એક રેસ્ટોરન્ટ ખોલી હતી. આ સાથે વિરાટની પોતાની કપડાની કંપની પણ છે, જેનું નામ રોંગ છે.

September 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

મુનમુન દત્તાના ફેન્સ માટે સારા સમાચાર, ‘તારક મહેતા’ની બબીતા ​​જી કરશે એક્ટિંગની સાથે આ કામ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 19, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022         

શનિવાર

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતા ​​જીનું પાત્ર ભજવનારી મુનમુન દત્તાએ પોતાના ચાહકો ને  એક સારા સમાચાર આપ્યા છે. આ સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ તેની યુટ્યુબ ચેનલ પર આ મોટા સમાચાર શેર કર્યા છે. જણાવી દઈએ કે એક્ટિંગ સિવાય મુનમુન દત્તા શું કરવા જઈ રહી છે, જેના કારણે તેના જીવનમાં થોડો બદલાવ આવવાનો છે.ખરેખર, મુનમુન દત્તા એ કલાકારોની યાદીમાં સામેલ થવા જઈ રહી છે જેઓ અભિનય સિવાય પણ બીજું  કામ કરી રહ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારોની જેમ મુનમુન પણ બિઝનેસમાં પોતાનો હાથ અજમાવવા જઈ રહી છે.બબીતા ​​જી હવે માત્ર અભિનેત્રી નથી રહી, પરંતુ તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે. બબીતાજી  ફૂડ બિઝનેસમાં પોતાનો હાથ અજમાવવા જઈ રહી છે.

 

ખાસ વાત એ છે કે મુનમુન એટલે કે બબીતાજીએ પોતાના રાખી ભાઈ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના માલિક કેયુર શેઠ સાથે આ બિઝનેસ શરૂ કર્યો છે. તમને જણાવી દઈએ કે મુનમુન તેને છેલ્લા 14 વર્ષથી ઓળખે છે. આ ભાઈ-બહેનની જોડી બિઝનેસ જગતમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે.અભિનેત્રી મુનમુન દત્તાએ આ અંગે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહેતી જોવા મળે છે કે આ ક્લાઉડ કિચન છે. Feb87, ચમચી અને થેપલા, બોલીવુડ જ્યુસ ફેક્ટરી સહિત. અભિનેત્રીએ વેન્ચર લોન્ચના બિહાઈન્ડ ધ સીન્સ પણ બતાવ્યા છે. તમને જણાવી દઈએ કે મુનમુનના તમામ ફૂડ પ્રોડક્ટ્સ Zomato અને Swiggy પર પણ ઉપલબ્ધ હશે.

સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પર લાગ્યો છેતરપિંડી નો ગંભીર આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા છેલ્લા એક દાયકાથી ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી છે. અભિનેત્રીને શો દ્વારા ઘર-ઘર ઓળખ મળી છે. તાજેતરમાં, તે 'ટપ્પુ'નું પાત્ર ભજવતા રાજ અનડકટ સાથેના તેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. પરંતુ તેણે આ સમાચાર અંગે ઘણી નારાજગી વ્યક્ત કરી હતી.

February 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર, રણજી ટ્રોફીના પહેલા તબક્કાની શરૂઆત આ તારીખથી થશે; આ રહ્યો આખો શિડ્યુલ

by Dr. Mayur Parikh February 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022  

શનિવાર. 

આખરે રણજી ટ્રોફીની નવી સીઝન શરૂ થવા જઇ રહી છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે તમામ રાજ્ય સંઘોને જાણકારી આપી છે કે 10 ફેબ્રુઆરીએ ટુનામેન્ટની શરૂઆત થશે. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટનું આયોજન આઇપીએલ અગાઉ અને ત્યારબાદ બે અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગ્રુપ સ્ટેજની મેચ રમાશે જ્યારે 30 મેથી શરૂ થનારા બીજા તબક્કામા નોકઆઉટ રાઉન્ડ રમાશે. બોર્ડે રાજ્યોને ટુનામેન્ટના ફોર્મેટ અને વેન્યૂની પણ જાણકારી આપી છે. 

રણજી ટ્રોફીનું પહેલું ચરણ ૧૦ ફેબુઆરીથી ૧૫ માર્ચ સુધી રમાશે. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ૩૦ મેથી ૨૬ જુન સુધી બીજા ચરણમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ૪-૪ ટીમો આઠ એલીટ ગ્રુપમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બાકીની ૬ ટીમોએ પ્લેટ ડિવિઝનમાં જગ્યા બનાવી છે. ટુર્નામેન્ટ સમયે ૬૨ દિવસોમાં ૬૪ મેચ રમાશે. પહેલા ચરણમાં ૫૭ મેચ રમાશે. બીજા ચરણમાં સાત નોકઆઉટ મેચ રમાશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઇનલ, બે સેમિ ફાઇનલ અને ફાઇનલ રહેશે. એલીટ ગ્રુપની મેચ રાજકોટ, કટક, ચેન્નઈ, અમદાવાદ, ત્રિવેંદ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ લીગ મેચ કોલકતામાં રમાશે. 

પાકિસ્તાન પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ભૂકંપ, આ ક્રિકેટરે ટીમના કોચ પદેથી આપ્યું રાજીનામું; જાણો વિગતે

રણજી ટ્રોફી 2022 ગ્રૂપઃ

રાજકોટમાં એલિટ એ: ગુજરાત, એમપી, કેરળ અને મેઘાલય

કટકમાં એલિટ બી: બંગાળ, બરોડા, હૈદરાબાદ અને ચંદીગઢ

ચેન્નાઈમાં એલિટ સી: કર્ણાટક, રેલ્વે, J&K અને પોંડિચેરી

અમદાવાદમાં એલિટ ડી: સૌરાષ્ટ્ર, મુંબઈ, ઓડિશા અને ગોવા

ત્રિવેન્દ્રમમાં એલિટ ઇ: આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, સેવાઓ અને ઉત્તરાખંડ

દિલ્હીમાં એલિટ એફ: પંજાબ, એચપી, હરિયાણા અને ત્રિપુરા

હરિયાણામાં એલિટ જી: વિદર્ભ, યુપી, મહારાષ્ટ્ર અને આસામ

ગુવાહાટીમાં એલિટ એચ: દિલ્હી, તમિલનાડુ, ઝારખંડ અને છત્તીસગઢ

કોલકાતામાં પ્લેટ: બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ

February 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

લાંબા સમય પછી શાહરૂખ ખાન ફરી સેટ પર પહોંચ્યો. આ ફિલ્મ નું શરુ કર્યું શુટીંગ; જાણો વિગત

by Dr. Mayur Parikh December 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

શુક્રવાર

આર્યન ખાનનું ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નામ આવવાને કારણે શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા હતા. જો કે હવે તેની લાઈફ પહેલાની જેમ પાટા પર આવી ગઈ છે અને લગભગ 2 મહિના પછી શાહરૂખ શૂટિંગ સેટ પર જોવા મળ્યો છે. શૂટિંગ સેટ પરથી અભિનેતાની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે 'કિંગ ખાન'ના લૂકમાં જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ પોતાના બોડીગાર્ડ સાથે શૂટ માટે જતા જાેવા મળે છે. આ દરમિયાન તેને બ્લેક ટી-શર્ટ અને ચશ્મા પહેરેલા જાેઈ શકાય છે. અભિનેતાની આ આ વાયરલ તસવીરને લઈને એવી અટકળો ચાલી રહી છે કે, શાહરૂખ ખાને તેની ફિલ્મ પઠાણ માટે શૂટિંગ કર્યું છે, જ્યારે કેટલાક રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક જાહેરાતના શૂટિંગ માટે પહોંચ્યો હતો. જાે કે, આ વિશે હજુ સુધી કોઈ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી. જાે કે, અભિનેતાનો ફોટો જાેયા પછી, તેના ચાહકો ચોક્કસપણે ખુશ થઈ ગયા છે. શાહરૂખે તેની આગામી ફિલ્મો માટે નિર્દેશકોને વિનંતી કરી છે કે, તેમનું શેડ્યૂલ એવું સેટ કરવું જાેઈએ કે તેઓ દર અઠવાડિયે મુંબઈ આવી શકે અને આ દરમિયાન બાકીના કલાકારો તેમના પાર્ટનું શૂટિંગ કરી શકે. આ સાથે શાહરૂખ તેના પરિવારને પણ મળી શકશે અને શૂટિંગમાં કોઈ અડચણ નહીં આવે.

હવે આ કારણે જેકલીન ફર્નાન્ડિઝ દેશ છોડી નહીં શકે, જાણો શું છે મામલો

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 'પઠાણ'નું શૂટિંગ ઓક્ટોબરમાં સ્પેનમાં થવાનું હતું પરંતુ આર્યન ખાનની ધરપકડ બાદ તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર , 'પઠાણ'નું શૂટિંગ હવે ફરી શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.પઠાણ ઉપરાંત, શાહરૂખ ટૂંક સમયમાં એટલી દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ સિવાય શાહરૂખ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩માં કેમિયો કરતો જાેવા મળશે.બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન જ્યારથી તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારથી કેમેરાથી દૂર હતો, પરંતુ હવે લગભગ બે મહિના પછી તે સેટ પર પાછો ફર્યો છે. શાહરૂખે બુધવારે મુંબઈમાં પઠાણ ફિલ્મનું  શૂટિંગ ફરી શરૂ કર્યું છે, જ્યાંથી તેની તસવીર સામે આવી છે.

View this post on Instagram

A post shared by Sabir Khan✨ (@iam_srk_forever)

 
December 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સારા સમાચાર! નવી મુંબઈની મેટ્રો ચાલુ થશે ડિસેમ્બર અંત સુધીમાં, સિડકોએ જાહેર કર્યા ભાડા; જાણો વિગત

by Dr. Mayur Parikh December 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

ગુરુવાર. 

લાંબા સમયથી મેટ્રોની રાહ જોઈ રહેલા નવી મુંબઈના રહેવાસીઓ માટે આનંદના સમાચાર છે. ચાલુ વર્ષના અંત સુધીમાં નવી મુંબઈની પહેલા તબક્કાની મેટ્રો લાઈન ચાલુ થશે. સિડકોએ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. પરંતુ મેટ્રો પ્રવાસ માટેના ભાડા નક્કી કરી નાખ્યા છે. તેથી બહુ જલ્દી હવે મેટ્રો ટ્રેન દોડશે એ નિશ્ચિત છે. મેટ્રોની ટિકિટ મિનિમમ 10 રૂપિયાથી શરૂ થશે. જેમાં 0થી 2 કિલોમીટર માટે 10 રૂપિયા અને બેથી ચાર કિલોમીટર માટે 15 રૂપિયાની ટિકિટ હશે. તેથી નવી મુંબઈ ટ્રાન્સપોર્ટની એરકંડિશન્ડ બસ કરતા પણ મેટ્રોની ટિકિટના દર ઓછા હોવાથી સામાન્ય માણસ પણ મેટ્રોમાં પ્રવાસ કરી શકશે.
નવી મુંબઈમાં પહેલા તબક્કાની મેટ્રો લાઈન બેલાપુરથી પેંધર વચ્ચે પેંધર સ્ટેશનથી સેન્ટ્રલ પાર્ક દરમિયાન 5.14 કિલોમીટર વચ્ચે દોડવાની છે. થોડા દિવસ પહેલા જ ઓસિલેશન અને ઈમરજન્સી બ્રેક ડિસ્ટન્સ વગેરેને ટેસ્ટ પણ સફળ રહ્યા હતા. તેથી હવે મેટ્રો ચાલુ કરવાનો નિર્ણય સિડકોએ લીધો હોવાનું કહેવાય છે.

છેલ્લા અનેક વર્ષોથી નવી મુંબઈમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોનો પહેલો તબક્કો 2018માં ચાલુ કરવાનો હતો. પરંતુ પહેલાથી વિલંબમાં રહેલા આ પ્રોજેક્ટને કોરોના મહામારી દરમિયાન લાગુ પડેલા લોકડાઉનની પણ અસર થઈ હતી.

મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટ કરતા ડેલ્ટા ડેરિવેટીવના કેસ વધુ નોંધાયાઃ ઓમાઈક્રોનના ફક્ત આટલા ટકા કેસ; જાણો વિગત

 

December 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના પર્યટકો માટે સારા સમાચાર:- આ તારીખથી દક્ષિણ મુંબઈમાં દોડશે ઓપન ડેક બસ: જાણો વિગત

by Dr. Mayur Parikh November 2, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 2 નવેમ્બર, 2021

મંગળવાર

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. પર્યટન સેવાઓને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. ખાનગી કંપનીઓ અને સરકાર બાદ હવે બેસ્ટ પ્રશાસને પણ પર્યટકો માટે ઓપન ડેક બસ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સર્વિસ દેશી-વિદેશી બંને પર્યટકો માટે શરૂ કરવામાં આવશે. બેસ્ટ બે ખુલ્લી ડેક બસો દક્ષિણ મુંબઈમાં દોડાવશે. અધિકારીઓએ જણાવ્યું કે 3 નવેમ્બરથી પ્રવાસીઓ આ બસોમાં સવારીનો આનંદ માણી શકશે.

By Election Result 2021: પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને ચૂંટણી પંચે આ ન કરવાનો આપ્યો આદેશ, જાણો વિગત

ઓપન ડેક બસમાં પ્રવાસ કરવા માટે ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઓપન બસની ટોપ ઉપર સવારી માટે પર્યટકોએ 150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે નીચેના ડેકમાં બેસનારા પર્યટકોએ 75 રૂપિયા ભાડું આપવું પડશે.

આ બસ દક્ષિણ મુંબઈમાં હેરિટેજ ઈમારતો, સ્મારકો અને પ્રવાસીઓની રુચિના સ્થળોથી પસાર થઈને રાઈડ કરાવશે.

November 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

જબરદસ્ત! લોકલ ટ્રેનમાં થનારા આતંકી હુમલાથી પણ મળશે સુરક્ષા : તૈયાર થઈ રહી છે આ નવી ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ, શંકાસ્પદ લોકોને જોતાં જ વાગશે એલાર્મ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

તાજેતરમાં મહારાષ્ટ્ર ઍન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ અને દિલ્હી સ્પેશિયલ સેલે અમુક આતંકવાદીઓને પકડી પાડ્યા હતા. તેઓ મુંબઈની લોકલ ટ્રેન સહિત દેશનાં અનેક સ્થળે આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. એથી આવા આતંકી હુમલાથી લોકલ ટ્રેનને સુરક્ષિત રાખવા પોલીસ પ્રશાસન હવે  ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ બનાવી રહી છે. આ રીતે રેલવેની સુરક્ષા યંત્રણા વધુ મજબૂત થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

દહિસરની શ્રીયા બની 'મિસ ટૂરિઝમ યુનિવર્સ'ની વિજેતા; આ રીતે કરી હતી તૈયારી

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે સુરક્ષા વિભાગ લોકલ પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, CBI જેવી એન્જસીઓનો  સંપર્ક કરીને આરોપીઓ અને સંદિગ્ધ લોકોનાં નામ અને તમામ ડેટા મેળવી રહી છે. એમાં તમામ શંકાસ્પદ લોકોના ચહેરા, આંખોને લગતી માહિતી હશે. આ તમામ માહિતીને સિસ્ટમ પર અપલોડ કરવામાં આવી રહી છે. એથી સિસ્ટમ આ શંકાસ્પદ લોકોને ઓળખી શકશે. તેના CCTV કૅમેરા શંકાસ્પદ લોકોના ચહેરા ઓળખી શકે એ મુજબના હશે. તેથી જેવો કોઈ શંકાસ્પદ શખ્સ કૅમેરા સામેથી પસાર થશે, કંટ્રોલરૂમમાં એલાર્મ વાગશે. એનાથી તમામ એજેન્સી પણ એલર્ટ થઈ જશે અને તેને તુરંત પકડી પાડવામાં આવશે. આ સિસ્ટમમાં માસ્કધારકને પણ ઓળખી પાડવાની ક્ષમતા હશે.

September 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક