• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - state
Tag:

state

Gujarat News Monsoon-Kharif sowing completed in more than 50 percent of the area in the state
રાજ્ય

Gujarat News : રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ

by kalpana Verat July 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat News:  
✓રાજ્યમાં સરેરાશ ૪૬.૮૯ ટકાની સામે કચ્છમાં સૌથી વધુ ૫૬ ટકા વરસાદ
✓ચાલુ સિઝનમાં ૪૨ તાલુકામાં સરેરાશ ૪૦ ઇંચ સુધી જ્યારે ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ વરસાદ વરસ્યો
✓રાજ્યના ૩૪ ડેમ હાઈએલર્ટ,૨૦ એલર્ટ ૧૯ વોર્નિંગ પર
✓અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે ૬૮૫નું રેસ્ક્યુ કરાયું
——————-

રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૭ જુલાઈ ૨૦૨૫ની સ્થિતિએ જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં ૫૦.૩૨ ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં સૌથી વધુ ૧૭.૫૯ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે ૧૭.૧૦ લાખ હેકટર વિસ્તારમાં કપાસ જ્યારે ૩.૧૦ લાખ હેક્ટરમાં ઘાસચારો,૧.૫૮ લાખ હેક્ટરમાં સોયાબીન,૧.૦૩ લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ ૮૦ હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૪૩.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૫૦.૩૨ ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ કરવામાં આવી છે તેમ,કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ ૪૬.૮૯ ટકાની સામે કચ્છમાં સૌથી વધુ ૫૬ ટકા વરસાદ થયો છે.આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૧.૧૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૯૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૨૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૧.૬૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ઉપરાંત ચાલુ સિઝનમાં રાજ્યના ૪૨ તાલુકામાં સરેરાશ ૪૦ ઇંચ સુધી, ૧૫ તાલુકામાં ૮૦ ઇંચ સુધી જ્યારે ૧૨૬ તાલુકાઓમાં સરેરાશ ૧૦ થી ૨૦ ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં બોરસદમાં અંદાજે ચાર ઇંચ, ગોધરામાં ૩.૭, ગાંધીધામમાં ૨.૩, ગાંધીધામમાં ૨.૨ તેમજ દેવભૂમિ દ્વારકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ સમાચાર પણ વાંચો :Gujarat GST Tax : સિંગલ ટેક્સ, ડબલ ગ્રોથ: GST બન્યો ગુજરાતના વિકાસનો ઓથ, ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં ૧૪૫ ટકાનો વધારો

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ૩૪ ડેમ હાઈએલર્ટ, ૨૦ એલર્ટ ૧૯ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૪૮.૨૧ ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.  ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાંથી ૪,૨૭૮ નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે ૬૮૫નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ મોટાભાગના રોડ-રસ્તા તેમજ એસ.ટી બસના રૂટ કાર્યરત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat News: CM bhupendra patel swagat public grievance district resolution
રાજ્ય

Gujarat Road Infrastructure : રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

by kalpana Verat July 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Road Infrastructure :

* ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન
* વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રીપેરીંગ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરતા મુખ્યમંત્રીશ્રી
* ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દરમિયાન જે માર્ગો-પુલોને નુકસાન થાય તેવા કિસ્સામાં ઈજારદારની જવાબદારી ફિક્સ થવી જોઈએ
* નગરો મહાનગરોમાં વોટર લોગીંગ-અન્ડરબ્રીજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
* કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપ્યા હતા.

તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો પણ કર્યા હતા.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ. આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલો – હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ સુશ્રી રેમ્યા મોહન, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ, માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rain News: Light to heavy rain in 209 talukas of 33 districts in the state in the last 24 hours
રાજ્ય

Gujarat Rain News: છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ કરતાં વધુ વરસાદ

by kalpana Verat July 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Rain News:

  • રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૫૦.૮૨ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો 
  • નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાયા
  • ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ

 સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં ૩-૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૮ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૩૦ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

આજે, તા. ૦૭ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૦.૮૨ ટકા, કચ્છ વિસ્તારમાં ૫૦.૩૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૪૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૪.૧૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૩૧ ડેમ હાઇ એલર્ટ, ૧૯ ડેમ એલર્ટ અને ૧૮ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  BRICS Trump Tariffs: ટ્રમ્પે બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી, શું તેઓ ભારત પર પણ ટેક્સ વધારશે? જાણો

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦, જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Rain News: Light to heavy rain in 209 talukas of 33 districts in the state in the last 24 hours
રાજ્ય

Gujarat Weather Update : આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

by kalpana Verat July 2, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat Weather Update : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.

NDRFના અધિકારીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.

આ સમાચાર પણ વાંચો : Railway News : સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસનું ગોટન સ્ટેશન પર સ્ટોપેજ

માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.

આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat rain Kadi taluka of Mehsana received the highest rainfall of 3.6 inches in the state during the last 24 hours.
રાજ્ય

Gujarat rain : છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

by kalpana Verat June 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat rain : 

આજે સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા નોંધાયો

 રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૮૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો : Guru Purnima 2025: 10 જુલાઇ ના રોજ ગુરુ પૂર્ણિમા ના દિવસે ના કરો આ ભૂલો, માં લક્ષ્મી થઇ જશે નારાજ

રાજ્યમાં આજે તા. ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pahalgam Terror Attack Compensation Maharashtra govt to give Rs 50 lakh each to families of 6 state natives killed in Pahalgam attack
રાજ્ય

Pahalgam Terror Attack Compensation : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય; મૃતકોના પરિવારજનોને અપાઈ અધધ આટલા લાખ રૂપિયાની સહાય

by kalpana Verat May 31, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack Compensation : ગત એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ નાગરિકોના દુઃખદ મોત થયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ રાજ્ય સરકારે લીધેલો મહત્વપૂર્ણ નિર્ણય હવે સાકાર થયો છે. રાહત અને પુનર્વસન મંત્રી મકરંદ પાટીલે માહિતી આપી છે કે મૃતકોના પરિવારોને 50 લાખ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

Pahalgam Terror Attack Compensation : સહાય રકમ વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી 

હુમલા પછી, શરૂઆતમાં મૃતકોના પરિવારો માટે 5 લાખ રૂપિયાની કટોકટી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય મંત્રીમંડળની ખાસ બેઠકમાં આ રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ, સહાય રકમ વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી અને હવે રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા સંબંધિત પરિવારોને આ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Real Estate deal : ભાઈ… કોણ કહે છે મંદી છે? મુંબઈમાં થયો સૌથી મોંઘો રિયલ એસ્ટેટ સોદો; આ વિસ્તારમાં બે ડુપ્લેક્સ ફ્લેટ વેચાયા અધધ 639 કરોડમાં..

આ નિર્ણયથી પીડિતોના પરિવારોને મોટી રાહત મળી છે તે સમજાવતા મંત્રી મકરંદ પાટીલે કહ્યું, આતંકવાદીઓએ પરિવારોનો આધાર છીનવી લીધો છે, પરંતુ રાજ્ય સરકાર તેમની પાછળ મજબૂતીથી ઉભી છે. આ નાણાકીય સહાય તેમને નવેસરથી ઉભા રહેવા માટે ટેકો આપશે.

Pahalgam Terror Attack Compensation :  પીડિત પરિવારોને થોડી રાહત મળી

મંત્રી મકરંદ પાટીલએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારે લીધેલા આ સંવેદનશીલ નિર્ણયથી પીડિત પરિવારોને થોડી રાહત મળી છે અને સમાજને સકારાત્મક સંદેશ મળ્યો છે.

 

May 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat CM Big Decision :Gujarat CM grants in-principle approval for works worth Rs 1202.75 crore for holistic development of cities
રાજ્ય

Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

by kalpana Verat April 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Gujarat Stamp Duty Act :

  • પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ
  • વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
  • રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/- ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તા. ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી અમલ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે.

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

* વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
* રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
* વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
* ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

* એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
* ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
* ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે.
આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.

વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity Free Gujarat: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત : સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે

by kalpana Verat March 6, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity Free Gujarat:

  • ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 
  • સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે 
  • સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન ઝીલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ 
  • ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત” જનસેવા અભિયાનમાં પ્રજાના પ્રતિનિધિઓને સહભાગી થવા અનુરોધ

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ – વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહવાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહપ્રેરક પ્રતિસાદ આપ્યો છે. તેમણે વધતી જતી મેદસ્વિતા અંગે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં કરેલા નિવેદનમાં કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટે અભિયાન ચલાવશે.

તેમણે કહ્યું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસના વડાપ્રધાનશ્રીના ધ્યેયને હાંસલ કરવા અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Gujarat farmer electricity Subsidy : ગુજરાતના જગતના તાતને વીજ બિલમાં રાહત, છેલ્લાં બે વર્ષમાં આટલા હજાર કરોડની સબસિડી અપાઈ…

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

Obesity Free Gujarat: સ્થૂળતા એટલે શું તે સમજીએ

* અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

* કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે BMI એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બી.એમ.આઈ.ને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બી.એમ.આઈ.ને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

* આ બી.એમ.આઈ શોધવા માટે વ્યક્તિનું વજન (કિલોગ્રામ)ને તે વ્યક્તિની ઊંચાઈ (મીટર)ના વર્ગ વડે વિભાજિત કરવાનું હોય છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ
* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5 (૨૦૧૯-૨૦૨૧) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં ૨૨.૬ ટકા અને પુરુષોમાં ૧૯.૯ ટકાનું જોવા મળ્યું છે.

Obesity Free Gujarat: સ્થૂળતા માટે મુખ્યતઃ જવાબદાર પરિબળો

* સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યત: પરિબળો જવાબદાર છે._

અસરો
* આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.

મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો
* સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

* એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

Obesity Free Gujarat: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

* કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે.

* એન.સી.ડી. અંતર્ગત રાજ્યભરમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે અને વધુ વજન તથા સ્થુળતા જણાય તેવા વ્યક્તિઓને જરૂરી સલાહ-સુચન અને સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવે છે.

* હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shah Rukh Khan Mannat Shah Rukh Khan To Get Rs 9 Crore Refund From State For Mumbai Home Mannat Report
મનોરંજન

Shah Rukh Khan Mannat : સરકારની આ એક ભૂલ, ફાયદો થશે શાહરૂખ ખાનને, સુપરસ્ટારને મળશે અધધ 9 કરોડ રૂપિયા; જાણો શું છે સમગ્ર મામલો…

by kalpana Verat January 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Shah Rukh Khan Mannat : બોલિવૂડના કિંગ  ખાન એટલે કે શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ પણ તેમની જેમ ખૂબ જ લોકપ્રિય છે. દર અઠવાડિયે હજારો ચાહકો શાહરુખને જોવા માટે આ બંગલામાં આવે છે. શાહરૂખ પણ પોતાના ચાહકોને નિરાશ કરતો નથી. આ બંગલો શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી છે અને અભિનેતાએ ઘણી વાર કહ્યું છે કે આ બંગલાએ તેને ઘણું બધું આપ્યું છે. આવી સ્થિતિમાં, આ બંગલો શાહરૂખ ખાનને ફરીથી કરોડો રૂપિયા આપવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કે આખરે આ મામલો શું છે.

 Shah Rukh Khan Mannat : સરકારની ભૂલથી અભિનેતાને થશે ફાયદો 

ગૌરી અને શાહરુખે માર્ચ 2019 માં રેડી રેકનર કિંમતના 25 ટકા ચૂકવ્યા, જે 27.50 કરોડ રૂપિયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ અને ગૌરીને પાછળથી ખબર પડી કે રાજ્ય સરકારે રૂપાંતર ફીની ગણતરી કરતી વખતે ‘અજાણતા ભૂલ’ કરી હતી. એવું કહેવાય છે કે રૂપાંતર ફીની ગણતરી કરતી વખતે, જમીનના ટુકડાને બદલે બંગલાની કિંમત ધ્યાનમાં લેવામાં આવી હતી. તેથી, તેમની પાસેથી વધારાના પૈસા વસૂલવામાં આવ્યા હતા. હવે શાહરૂખ સરકાર પાસેથી તે પૈસા પાછા માંગી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Shah Rukh Khan death threat: સલમાન બાદ કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા અધધ આટલા લાખ રૂપિયા; મુંબઈ પોલીસ થઇ દોડતી..

 Shah Rukh Khan Mannat : હવે તેમને 9 કરોડ મળશે.

હવે સપ્ટેમ્બર 2022 માં, ખાન પરિવારને આ ‘અજાણતાં ભૂલ’નો અહેસાસ થયો અને ગૌરી ખાને જિલ્લા કલેક્ટર MSD ને પત્ર લખીને વધારાની ચુકવણી, જે 9 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, તે પરત કરવાની માંગ કરી.  અહેવાલ છે કે જિલ્લા કલેક્ટરે તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપ્યું છે.  હવે મંજૂરી મળ્યા પછી વધારાના પૈસા પરત કરવામાં આવશે.

 Shah Rukh Khan Mannat : આ ફિલ્મોએ ખૂબ જ સારું કલેક્શન કર્યું

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાનની ફિલ્મો ફરી એકવાર પહેલાની જેમ ધૂમ મચાવી રહી છે. વર્ષ 2023 માં, તેમની ફિલ્મો પઠાણ, જવાન અને ડંકીએ ખૂબ જ સારું કલેક્શન કર્યું.

January 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Manipur Violence Centre mha to send 50 more CAPF companies to state this week
રાજ્ય

Manipur Violence : મણિપુરમાં બગડતી પરિસ્થિતિ પર કેન્દ્રની નજર, ગૃહ મંત્રાલયે શાંતિ પુનઃસ્થાપિત કરવા લીધો આ મોટો નિર્ણય…

by kalpana Verat November 19, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

 Manipur Violence : મણિપુર હજુ પણ હિંસાની આગમાં સળગી રહ્યું છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બાદ જીરીબામમાં 6 લોકોના અપહરણ અને તેમના મૃતદેહો મળ્યા બાદ ભીડ અહીં હિંસક બની ગઈ છે. અનેક મંત્રીઓના ઘરો પર હુમલા થયા છે. પ્રદર્શનકારીઓએ સીએમના ઘર પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Manipur Violence : પોલીસ દળની 50 વધારાની કંપનીઓ મોકલશે સરકાર

દરમિયાન મણિપુરમાં સતત કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઇ ગઈ છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હવે અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય પોલીસ દળની 50 વધારાની કંપનીઓ રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ વધારાના સૈનિકોને આવતા અઠવાડિયે મણિપુર મોકલવામાં આવી શકે છે.  

 Manipur Violence : ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

મહત્વનું છે કે અગાઉ, ગૃહ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કેન્દ્રીય દળોની 20 ટુકડીઓ મોકલી હતી. જેમાં 15 ટુકડીઓ CRPF જવાનોની હતી અને 5 ટુકડીઓ BSF જવાનની હતી. ગૃહમંત્રી અમિત શાહે સતત બીજા દિવસે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન, તેમણે સુરક્ષા અધિકારીઓને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા સૂચના આપી હતી.

આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં સ્થિતિ ગંભીર, શાંતિ પુનઃસ્થાપિત કરવા સુરક્ષા દળોને કેન્દ્ર સરકારે આપ્યો આ નિર્દેશ…

Manipur Violence : મણિપુરમાં કેન્દ્રીય દળોની 218 ટુકડીઓ તૈનાત

ગત સપ્તાહની તૈનાતી બાદ મણિપુરમાં કેન્દ્રીય દળોની કુલ 218 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સોમવારે મણિપુરની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠકમાં મણિપુરમાં હિંસાની ચાલી રહેલી સ્થિતિનો સામનો કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

November 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક