Tag: stealing

  • Swiggy delivery : CCTVમાં કેદ થઇ સ્વિગી ડિલીવરી બોયની કરતૂત, સામાન ડિલિવરી કર્યો અને ઘરની બહારથી મોંઘાદાટ જૂતા ચોરી ગયો- જુઓ વિડીયો …

    Swiggy delivery : CCTVમાં કેદ થઇ સ્વિગી ડિલીવરી બોયની કરતૂત, સામાન ડિલિવરી કર્યો અને ઘરની બહારથી મોંઘાદાટ જૂતા ચોરી ગયો- જુઓ વિડીયો …

     News Continuous Bureau | Mumbai 

     Swiggy delivery : ઓનલાઈન શોપિંગનો જમાનો છે અને લોકો નાની નાની વસ્તુઓ પણ ઓનલાઈન ઓર્ડર કરવા લાગ્યા છે. આવી પરિસ્થિતિઓમાં, ઘણી વખત સુરક્ષા એક મોટો મુદ્દો બની જાય છે. ક્યારેક ઓનલાઈન છેતરપિંડી, ક્યારેક ડિલિવરી દરમિયાન અનિયમિતતા અને ક્યારેક ડિલિવરી મેનનું ખરાબ વર્તન મુદ્દાઓ બની જાય છે. હાલમાં જ એક વ્યક્તિ સાથે આવું જ કંઈક બન્યું હતું.જોકે આ બધું ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું.

    સોશિયલ મીડિયા પર દરરોજ ડિલિવરી કરનારા લોકોના વીડિયો વાયરલ થાય છે, જેમાં ક્યારેક તેઓ વરસાદમાં ભીંજાઈને ખાવાનું ડિલિવરી કરતા હોય છે તો ક્યારેક કોઈ તેમની સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ડિલિવરી બોય ચોરી કરતો જોવા મળી રહ્યો છે.

    ડિલિવરી બોયએ  શૂઝની ચોરી કરી 

    વાસ્તવમાં એક યુઝરે 9 એપ્રિલે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં તેણે સ્વિગીના ઈન્સ્ટામાર્ટ પરથી એક આઈટમ મંગાવી હતી, ત્યારબાદ ડિલિવરી બોય તે વસ્તુ લઈને તેના ઘરે આવ્યો હતો, આ દરમિયાન ડિલિવરી બોયએ તેના મિત્રના કાળા શૂઝની એક જોડી ચોરી લીધી હતી. આ શૂઝ નાઇકી બ્રાન્ડના હતા. ત્યારપછી જ્યારે ઘણી શોધખોળ બાદ પણ બુટ ન મળ્યા તો યુઝર અને તેના મિત્રએ સીસીટીવી ફૂટેજ તપસ્યા, જેના પછી તેમને આ ચોરીની ઘટનાની જાણ થઈ.

    જુઓ વિડીયો 

    કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો?

    ફૂટેજમાં જે વ્યક્તિ ડિલિવરી કરવા આવ્યો હતો તે ચોરી કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે તે પહેલા સીડી પર ચઢે છે, પછી ડોરબેલ વગાડે છે અને આજુબાજુ જોઈને ખાતરી કરે છે કે કોઈ તેને જોઈ રહ્યું નથી. આ પછી, જ્યારે દરવાજો ખુલે છે, ત્યારે તે તેમને પાર્સલ આપે છે. તે પછી તે સીડીથી થોડો નીચે જાય છે, પછી રૂમાલથી તેનો ચહેરો લૂછી લે છે. પછી તે પાછો આવે છે અને ત્યાંથી બુટ ઉપાડે છે. ચોરી કર્યા પછી, તે બૂટને ટુવાલમાં છુપાવે છે, અને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના રોહિતના ઘરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, અધતન આટલા કરોડની સંપત્તિ જપ્ત.. જાણો વિગતે..

    ગુરુગ્રામમાં થયેલી આ ચોરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ચોરી બાદ સ્વિગીએ ફરિયાદ કરનાર યુઝરને કહ્યું, “અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ. અમે ડાયરેક્ટ મેસેજ પર વાત કરીએ છીએ જેથી અમે તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ.

    તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોય. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યા બાદ લોકો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેઓ અજાણ્યા લોકોને ઘરમાં ઘૂસવા ન દેવાની પણ અપીલ કરી રહ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Millionaire Thief: નેપાળમાં હોટલ, યુપીમાં ગેસ્ટ હાઉસ..200થી વધુ ચોરીઓને અંજામ આપનારા ચોરના નામે કરોડોની સંપતિ… જાણો કરોડપતિ ચોરની આ રસપ્રદ કહાની..…

    Millionaire Thief: નેપાળમાં હોટલ, યુપીમાં ગેસ્ટ હાઉસ..200થી વધુ ચોરીઓને અંજામ આપનારા ચોરના નામે કરોડોની સંપતિ… જાણો કરોડપતિ ચોરની આ રસપ્રદ કહાની..…

    News Continuous Bureau | Mumbai 

    Millionaire Thief: દિલ્હી પોલીસે (Delhi Police) એક ચોરની ધરપકડ કરી છે. જેણે ચોરી કરીને કરોડોની સંપત્તિ બનાવી છે. આ ચોરે ચોરીના આધારે દિલ્હી (Delhi) થી નેપાળ (Nepal) સુધી મિલકતો બનાવી હતી. આ આરોપીએ દિલ્હીમાં એકલા હાથે 200 ચોરીઓને અંજામ આપ્યો હતો. જુદા જુદા નામો સાથે નવ વખત તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની માહિતી મળી ન હતી.

    પોલીસનું કહેવું છે કે, સિદ્ધાર્થનગરમાં આરોપીએ તેની પત્નીના નામે ગેસ્ટ હાઉસ અને નેપાળમાં પોતાના નામે હોટલ ખોલી હતી. ચોરીની ઘટનાઓને અંજામ આપીને તેણે લખનૌ (Lucknow) અને દિલ્હીમાં પોતાનું ઘર બનાવ્યું હતું. વર્ષ 2001 થી 2023 સુધીમાં 15 થી વધુ ફોજદારી કેસ નોંધાયા છે.

    મળતી માહિતી મુજબ, મોડલ ટાઉન પોલીસે એક કરોડપતિ હોટલ બિઝનેસમેનને ઘરમાં ચોરીના આરોપમાં પકડ્યો છે. આરોપીની ઓળખ મનોજ ચૌબે (Manoj Choubey) તરીકે થઈ છે. તે લગભગ 25 વર્ષથી પરિવારથી છુપાઈને બેવડું જીવન જીવી રહ્યો હતો. એકલા આરોપીએ 200 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.

    આરોપીનો પરિવાર યુપીના સિદ્ધાર્થનગરમાં રહેતો હતો, બાદમાં નેપાળ ગયો હતો

    પોલીસના જણાવ્યા અનુસાર, 48 વર્ષીય મનોજ ચૌબેનો પરિવાર નેપાળને અડીને આવેલા યુપીના સિદ્ધાર્થ નગર જિલ્લામાં રહેતો હતો, પરંતુ બાદમાં તેઓ નેપાળમાં સ્થાયી થયા હતા. મનોજ વર્ષ 1997માં દિલ્હી આવ્યો અને કીર્તિ નગર પોલીસ સ્ટેશનમાં કેન્ટીન ચલાવવા લાગ્યો હતો. તેણે કેન્ટીનમાં ચોરી કરી અને પકડાઈ ગયો, તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. મોટી રકમ મેળવીને તે ગામમાં પાછો ફરતો હતો.

    શરૂઆતમાં આરોપી મનોજ ભાડાના મકાનમાં રહીને ચોરીને અંજામ આપતો હતો. આ માટે તે પહેલા વિસ્તારની રેકી કરતો હતો, ત્યારબાદ તે મોડલ ટાઉન, રોહિણી, અશોક વિહાર અને પિતામપુરા વગેરેમાં બંધ મકાનો, મકાનો અને ફ્લેટને નિશાન બનાવતો હતો.

    સાસરિયાઓને કહ્યું- હું દિલ્હીમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લઉં છું

    આરોપી મનોજે ચોરીની રકમથી નેપાળમાં હોટલ બનાવી હતી. આ દરમિયાન તેણે યુપીના સિંચાઈ વિભાગમાં કામ કરતા અધિકારીની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તેણે તેના સાસરિયાઓને કહ્યું હતું કે તે દિલ્હીમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લે છે. તેથી જ ક્યારેક તેને વર્ષમાં છથી આઠ મહિના દિલ્હીમાં રહેવું પડે છે.

    સિદ્ધાર્થ નગરના શોહરતગઢ નગરમાં તેને પોતાની પત્નીના નામે એક ગેસ્ટ હાઉસ બનાવ્યું હતું. મનોજે તેની જમીન તે જ શહેરમાં એક હોસ્પિટલને લીઝ પર આપી હતી, જેના માટે તેને દર મહિને 2 લાખ રૂપિયા ભાડા તરીકે મળતા હતા.

    આ સમાચાર પણ વાંચો : Toyota recalls vehicles over fire risk: ટોયોટાએ બજારમાંથી 1.68 લાખ વાહનો પાછા બોલાવ્યા; આ છે કારણ… જાણો વિગતવાર માહિતી..

    લાખનું ભાડું મેળવીને પણ મનોજ ચોરી કરવા દિલ્હી આવતો હતો

    આરોપી મનોજે લખનૌમાં પરિવાર માટે ઘર બનાવ્યું હતું. કરોડોની મિલકત અને લાખોનું ભાડું મેળવી લીધા પછી પણ તે ચોરી કરવા દિલ્હી આવતો હતો. ચોરીની એક ઘટનામાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી હતી.

    પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મનોજનો ચહેરો જોયો હતો. આ પછી તે એક જગ્યાએ સ્કૂટી પર ફરતો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે સ્કૂટીનો નંબર ચેક કર્યો તો ખબર પડી કે સ્કૂટી કોઈ વિનોદ થાપાએ ખરીદી હતી.

    વાસ્તવમાં મનોજે નેપાળી મૂળની યુવતી સપના સાથે લગ્ન કર્યા હતા. તેમને દિલ્હીમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યા હતા. સપનાનો ભાઈ વિનોદ પણ અહીં જ રહે છે. વિનોદે પોલીસને જણાવ્યું કે સ્કૂટી પર તેની વહુ સાથે ફરે છે. આ પછી 10 જુલાઈએ પોલીસે આરોપી મનોજને પકડી લીધો.

    મનોજ પહેલા ચોરીની રકમ છુપાવતો હતો

    મનોજ વિરુદ્ધ ચોરીના 15 કેસ નોંધાયેલા છે. તેની નવ વખત ધરપકડ કરવામાં આવી છે, પરંતુ દરેક વખતે તે પોતાની ઓળખ રાજુ તરીકે આપતો હતો, જેના કારણે પરિવારજનોને તેના કારનામાની જાણ થઈ ન હતી. મનોજ એટલી ચતુરાઈથી ગુનાને અંજામ આપતો હતો કે પોલીસને પુરાવા અને રિકવરી બંને મળી શક્યા ન હતા.

    આ વખતે પણ વસૂલાતના નામે માત્ર એક લાખ રૂપિયા પોલીસના હાથમાં આવી ગયા હતા. ગુનો કર્યા બાદ મનોજ પહેલા ચોરીની રકમ જમા કરાવતો હતો. હાલમાં મનોજ જેલના સળિયા પાછળ છે. તેની સામે 2001થી 2023 સુધીમાં 15 કેસ નોંધાયા છે.

    મિલકતો ક્યાં છે

    1. સ્મિતા લોજ શોહરતગઢ સિદ્ધાર્થ નગર જિલ્લો.
    2. નેપાળના ટોલિયાન ગામમાં હોટેલ.
    3. સિદ્ધાર્થ નગર ખાતે હોસ્પિટલ (લીઝ પર).
    4. દિલ્હીના અરવિંદ નગર ભજનપુરામાં ઘર.

     

  • Surat: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર થઇ ગયો, ઘટના સીસીટીવીમાં કેદ

    Surat: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર થઇ ગયો, ઘટના સીસીટીવીમાં કેદ

    News Continuous Bureau | Mumbai

    Surat : વરસાદી ઋતુ શરૂ થવાની સાથે જ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. શાકભાજી,  ફળ-ફૂ્ટ, ડેરી પ્રોડક્ટ્સ(Dairy Products) સહિતની અનેક જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. હાલ દેશમાં ટામેટાં તેના ભાવ વધારાના કારણે ચર્ચામાં છે. ટામેટાંના ભાવમાં જંગી વધારો થતા સામાન્ય લોકો તેની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ટામેટાંની ચોરીની એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે. 

    ટામેટાંની ચોરી કરતો શખ્સ સીસીટીવમાં કેદ

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શાકભાજી(Vegetables) માર્કેટમાંથી એક આશ્ચર્ય પમાડે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાપોદ્રા શાકભાજી માર્કેટમાં તાજેતરમાં શાકભાજીની ચોરીની(Stealing) એક ઘટના બની હતી,જેમાં એક શખ્સ ટામેટાં, રીંગણ, લસણ સહિતની વસ્તુઓની ચોરી કરે છે. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ટામેટાં સહિત અન્ય શાકભાજીની ચોરી કરતા નજરે પડી રહ્યો છે. આ મામલે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 

    ટામેટાંના ભાવ  પ્રતિ કિલો રૂ.150 સુધી પહોંચ્યા

    માહિતી મુજબ, હાલ કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના(Tomatoes) ભાવ પ્રતિ કિલો રૂ. 150 સુધી પહોંચ્યા છે, જેના કારણે લોકો ટામેટાંની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. આથી દુકાનદારોને પણ ટામેટાં વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદી માહોલમાં ટામેટાં ન વેચાતા તે જલદી બગડી જતા દુકાનદારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: AHMEDABAD: બિસ્માર રોડ, ભુવા અને રખડતાં ઢોર મામલે HCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, યોગ્ય નીતિ બનાવવા આદેશ

  • સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો.  જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.

    સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો. જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.

     News Continuous Bureau | Mumbai

    વાઇલ્ડ લાઇફમાં ક્યારેક એવા દ્રશ્યો સર્જાતાં હોય છે જેની આપણને કલ્પના પણ હોતી નથી.  આવો જ એક વાયરલ વિડીયો ( viral video ) અત્યારે સોશિયલ મીડિયામાં લોકો લાઈક કરી રહ્યા છે.  વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે એક સાપ ( snake ) શિકાર કરતો હોય તેમ ધીમેથી ચપ્પલ ( chappal ) પાસે આવે છે અને ત્યારબાદ ઝપાટાભેર ચપ્પલ ( stealing ) પર તરાપ મારે છે અને તેને મોઢામાં પકડીને પૂરઝડપે નાસી છૂટે છે.

    આ સમાચાર પણ વાંચો:   હિન્દી ‘દ્રશ્યમ 2′ એ 100 કરોડનું કલેક્શન પાર કર્યું

    આ વીડિયોને જોઈને હસવું આવે છે પરંતુ તેની સાથે જ મનમાં પ્રશ્ન પણ પેદા થાય છે કે શું પ્રકૃતિનું એટલું બધું નુકસાન થઈ ચૂક્યું છે કે પશુઓને પણ ભોજન માટે વલખા મારવા પડે છે?

  • ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ ટેન્શન વધ્યું મુંબઈના વાહનમાલિકોનુ, કારણ જાણી ચોંકી જશો. જાણો વિગત

    ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ ટેન્શન વધ્યું મુંબઈના વાહનમાલિકોનુ, કારણ જાણી ચોંકી જશો. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 22 ડિસેમ્બર 2021

    બુધવાર.

    ઉત્તર પ્રદેશમાં બહુ જલદી વિધાનસભાની 2022માં થનારી ચૂંટણીની તારીખો જાહેર થાય એવી શક્યતા છે. જોકે ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ મુંબઈના વાહનમાલિકાનું ટેન્શન વધી જવાનું છે. ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશમાં વાહનોની મોટી ડિમાન્ડ હોય છે. આ માગણી મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવા શહેરોમાંથી પૂરી કરવામાં આવી છે. જોકે ઉત્તર પ્રદેશ માટે આ વાહનો ભાડા પર નહીં પણ આ શહેરોમાંથી ચોરી કરીને લઈ જવામાં આવે છે.

    ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સમયે વાહનોની જબરી ડીમાંડ ઉપડતી હોય છે. તસ્કરોની આખી ટોળકી મુંબઈ, થાણે અને નવી મુંબઈ જેવા શહેરોમાંથી વાહનો ચોરીને ત્યાં સપ્લાય કરતા હોય છે. મુંબઈમાં પોલીસની કારની ચોરીના કેસની તપાસમાં આ ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે પણ ચોરીના વાહનોને ઉત્તર પ્રદેશમાં મેરેઠ શહેરમાં જયાં મોટામાં મોટી સ્ક્રેપની બજાર આવેલી છે ત્યાં મોકલવામાં આવે છે.
    ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યમાં પંચાયતની ચૂંટણી હોય અથવા સ્થાનિક સ્તરની ચૂંટણી હોય મોટા પ્રમાણમાં વાહનોની ડિમાન્ડ હોય છે.
     

    વાહ! બસ સ્ટોપ પર બસ કયારે આવશે તેનો હવે સમય જાણી શકાશેઃ બેસ્ટની ‘ચલો ઍપ’ લોન્ચ; જાણો વિગત

    મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં રસ્તા પર ઊભા કરવામાં આવેલા વાહનોની ચોરી કરીને તેને બનાવટી નંબરની પ્લેટ લગાવીને દસ્તાવેજો તૈયાર કરી રાજ્યની બહાર મોકલી દેવામાં આવતા હોય છે. ખાસ કરને બિહારમાં સ્કોર્પિયો, ઝાયલો, બોલેરો જેવા વાહનોની જબરી માંગ હોય છે. ટુ વ્હીલરમાં પણ બુલેટ અને મોંઘી બાઈકસની  પણ બહુ માગણી હોય છે.