Tag: stray dogs

  • Dog Bite Cases : કબૂતરો બાદ હવે કૂતરાઓ પર નિશાન; મુંબઈમાં ૭૦ હજાર શ્વાન કરડવાની ઘટનાઓ, ધારાસભ્ય એ આપ્યું BMCને અલ્ટીમેટમ

    Dog Bite Cases : કબૂતરો બાદ હવે કૂતરાઓ પર નિશાન; મુંબઈમાં ૭૦ હજાર શ્વાન કરડવાની ઘટનાઓ, ધારાસભ્ય એ આપ્યું BMCને અલ્ટીમેટમ

    News Continuous Bureau | Mumbai

    Dog Bite Cases : મુંબઈમાં કબૂતરખાના પરના વિવાદ બાદ હવે અંધેરી (પશ્ચિમ)ના ભાજપના ધારાસભ્ય અમિત સાટમે ભટકતા કૂતરાઓના મુદ્દા પર મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને સીધા નિશાન પર લીધી છે. મુંબઈ અને દિલ્હીમાં કૂતરાઓ કરડવાની ઘટનાઓમાં વધારો થતા, સુપ્રીમ કોર્ટે ભટકતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ સાટમે કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને “નસબંધી કાર્યક્રમ ઝડપી પૂરો કરો, આશ્રયસ્થાનો ઊભા કરો અને કૂતરાઓનું સ્થળાંતર તાત્કાલિક કરો” તેવું અલ્ટીમેટમ આપ્યું છે.

    મુંબઈમાં દર વર્ષે ૭૦ હજાર શ્વાન કરડવાના કેસ

    આંકડા મુજબ, મુંબઈમાં દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ કૂતરાઓ કરડવાની ઘટનાઓ બને છે. જેમાં રાજ્યના કુલ કેસોમાંથી ૨૬ ટકા કેસ ફક્ત મુંબઈના છે. ૨૦૨૫ના પહેલા આઠ મહિનામાં જ પાલિકાના પોર્ટલ પર ૧૦,૦૦૦ ફરિયાદ નોંધાઈ છે. આ સમસ્યાથી રેબીઝનો ખતરો પણ ગંભીર છે – વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, ૨૦૨૨માં ભારતમાં રેબીઝને કારણે ૧૮,૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા.

    બાળકો અને વડીલો પર હુમલા વધી રહ્યા છે

    ધારાસભ્ય સાટમના જણાવ્યા મુજબ, ભટક્તા કૂતરાઓ દ્વારા નાના બાળકો, વડીલો અને ટુ-વ્હીલર ચલાવનારાઓ પર હુમલાઓની ઘટનાઓ વધી છે, અને શહેરમાં રેબીઝ પ્રતિબંધક રસીઓનો પણ અભાવ છે. તેમણે ચેતવણી આપી છે કે, “આ સમસ્યા નિયંત્રણ બહાર જાય તે પહેલાં પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, નહીંતર જાહેર સુરક્ષાની સ્થિતિ બેકાબૂ બની જશે.”

    આ સમાચાર પણ વાંચો : Sonia Gandhi: ભાજપનો સોનિયા ગાંધી પર ‘મતચોરી’નો ગંભીર આરોપ, નાગરિકતા મળ્યા પહેલા જ મતદાર યાદીમાં હતું નામ

    હવે પાલિકા કયું પગલું ભરશે?

    હવે એ જોવું બાકી છે કે પાલિકાનું આગામી પગલું કેટલું ઝડપી હશે, કે ફરી એકવાર કોઈ નવો વિવાદ ઊભો થશે. ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલો આ મુદ્દો મુંબઈના નાગરિકો માટે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

  • Dog Attack Video: રખડતા કૂતરાઓનો આતંક, 8 વર્ષના માસૂમ બાળક પર કૂતરાના ટોળાએ કર્યો હુમલો.. જુઓ વિડીયો..

    Dog Attack Video: રખડતા કૂતરાઓનો આતંક, 8 વર્ષના માસૂમ બાળક પર કૂતરાના ટોળાએ કર્યો હુમલો.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai 

     Dog Attack Video: રાજસ્થાનના ઉદયપુરથી એક ભયાનક ઘટના સામે આવી છે. ખારોલ કોલોનીમાં ચાર રખડતા કૂતરાઓએ 8 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો. આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

     Dog Attack Video: 4 કૂતરાઓ દ્વારા જીવલેણ હુમલો 

    વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક રમવા માટે ઘરની બહાર નીકળતાની સાથે જ ચાર કૂતરાઓએ તેને થોડા અંતરે ઘેરી લીધો હતો. એક કૂતરાએ તેનો હાથ પકડીને ખેંચવાનું શરૂ કર્યું, જ્યારે બાકીના કૂતરાઓએ તેને જમીન પર પછાડી દીધો અને તેને ખરાબ રીતે કરડવા લાગ્યા. બાળકની ચીસો સાંભળીને, વસાહતની મહિલાઓ બહાર આવી, પરંતુ તેઓ ફક્ત અવાજ કરી અને દૂર ઉભી રહી ગઈ.

     Dog Attack Video: અહીં વિડિઓ જુઓ

     

    થોડા સમય પછી, એક બાળક સાયકલ પર આવે છે અને અવાજ કરે છે, જેના કારણે ત્રણ કૂતરા ભાગી જાય છે. જોકે, એક કૂતરો હજુ પણ બાળકનો પીછો કરે છે. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે વીડિયો જોયા પછી, લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો :  Air India viral video : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પછી ઓફિસમાં કરી રહ્યા હતા પાર્ટી, આ અધિકારીઓ, એરલાઈને 4 અધિકારીઓને એક જ પળમાં કાઢી મુક્યા!

    બાળકને હાથ, પગ, કમર અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ છે. પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ત્રણ જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ખારોલ કોલોનીમાં રખડતા કૂતરાઓની સંખ્યા સતત વધી રહી છે. બાળકો અને વૃદ્ધો હવે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. લોકોએ મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને અપીલ કરી છે કે તેઓ આ કૂતરાઓને વહેલી તકે પકડીને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pune Cow Video : ના હોય… મહારાષ્ટ્રના પૂણેમાં ગાય બિલ્ડિંગના ત્રણ માળા ચડી ગઈ, આખી બિલ્ડિંગ માથે લીધી; ફાયર વિભાગે મહામહેનતે નીચે ઉતારી… જુઓ વિડીયો..

    Pune Cow Video : ના હોય… મહારાષ્ટ્રના પૂણેમાં ગાય બિલ્ડિંગના ત્રણ માળા ચડી ગઈ, આખી બિલ્ડિંગ માથે લીધી; ફાયર વિભાગે મહામહેનતે નીચે ઉતારી… જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    Pune Cow Video : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની. રખડતા કૂતરાઓથી બચવા માટે એક ગાય ઇમારતના ત્રીજા માળે ચઢી ગઈ. આ ઘટના રવિવાર પેઠ વિસ્તારમાં બની હતી. આ જોઈને વિસ્તારમાં હોબાળો મચી ગયો. લોકોએ પોલીસને જાણ કરી. આ પછી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગાયને બચાવવા માટે પહોંચ્યા. ગાયને નીચે લાવવા માટે તેઓએ ક્રેનનો ઉપયોગ કર્યો.

    Pune Cow Video : શું છે આખો મામલો?

    હકીકતમાં, પુણેના રવિવાર પેઠ વિસ્તારના પરદેશી વાડામાં સવારે લગભગ 6 વાગ્યે અવાજ સાંભળીને લોકો જાગી ગયા. તેણે પોતાના મકાનના ત્રીજા માળે એક ગાય ઉભી જોઈ. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓ દ્વારા પીછો કરાતા એક જર્સી ગાય બિલ્ડિંગના પરિસરમાં ઘૂસી ગઈ અને ત્રીજા માળે ચઢી ગઈ.

    Pune Cow Video : ગાયને નીચે કેવી રીતે લાવવી?

    સ્થાનિક લોકોએ ગાયને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ પછી તેણે ફાયર વિભાગને ફોન કર્યો. ફાયર વિભાગના કર્મચારીઓએ ગાયને સીડી પરથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો. પણ આ શક્ય નહોતું. અધિકારીએ કહ્યું કે ગાયને સીડી પરથી નીચે લાવી શકાતી નથી. છેલ્લા ઉપાય તરીકે અમે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ક્રેન અને સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કર્યો.

    આ સમાચાર પણ વાંચો : Gold Smuggling Mumbai : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે મુંબઈ એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 4,015 ગ્રામ સોનું

    Pune Cow Video :  ફાયર બ્રિગેડે ક્રેનની મદદથી ગાયને સુરક્ષિત રીતે નીચે ઉતારી 

    લોકો ચોંકી ગયા. અંતે, ફાયર બ્રિગેડે ક્રેનની મદદથી ગાયને સુરક્ષિત રીતે નીચે ઉતારી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ. ત્રીજા માળે ગાય જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગાયને બચાવવામાં ફાયર વિભાગની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Dogs Attacks: મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 કૂતરાઓએ ટોળું બનાવી હુમલો કર્યો, માંડ બચ્યો જીવ; જુઓ વીડિયો

    Dogs Attacks: મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 કૂતરાઓએ ટોળું બનાવી હુમલો કર્યો, માંડ બચ્યો જીવ; જુઓ વીડિયો

    News Continuous Bureau | Mumbai

     Dogs Attacks: દેશના અનેક શહેરોમાં રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે. રખડતા કૂતરાઓને લઈને સમાજના લોકોના અભિપ્રાય પણ વિભાજિત છે, જેના કારણે ઘણી વખત આ મુદ્દે વાદ-વિવાદ અને ઝઘડા પણ જોવા મળે છે. દરમિયાન હૈદરાબાદથી આવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા પર લગભગ 15 કૂતરાઓએ હુમલો કર્યો હતો.

     Dogs Attacks: જુઓ વિડીયો 

     Dogs Attacks:  રખડતા કૂતરાઓએ કર્યો હુમલો 

    વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 રખડતા કૂતરાઓએ હુમલો કરે છે. સવારે 6 વાગ્યાની આસપાસ કૂતરાઓએ મહિલાને ઘેરી લીધી અને તેને કરડવાની કોશિશ કરી પરંતુ મહિલા ડરી ન હતી. મહિલાએ પહેલા તેના હાથમાં રહેલી કોઈ વસ્તુ વડે કૂતરાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મહિલાએ ચપ્પલ વડે કૂતરાઓને ભગાડવાની કોશિશ શરૂ કરી.  થોડી વાર પછી એક બાઇક સવાર ત્યાં આવે છે અને મહિલા તેની પાસે પહોંચી જાય છે. થોડી વાર પછી એક માણસ દોડતો આવે છે અને તે કૂતરાને ભગાડી જાય છે.

    આ સમાચાર પણ વાંચો : Viral Video: મૂર્ખતાની હદ પાર.. રીલ બનાવવા માટે જીવ પણ જોખમમાં મુક્યો આ છોકરીએ.. પછી શું થયું? જુઓ વાયરલ વીડિયોમાં..

    ઘટના બાદ મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું કે મારી પત્ની નસીબદાર છે, જો તેની જગ્યાએ બાળક કે વડીલ હોત તો તે કેવી રીતે બચી શકત.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • BMC :  મુંબઈમાં રખડતા કૂતરાઓથી રેબીઝ થવાનો ખતરો હવે થશે દૂર.. બનશે શહેર રેબીઝમુક્ત.. જાણો શું છે કારણ..

    BMC : મુંબઈમાં રખડતા કૂતરાઓથી રેબીઝ થવાનો ખતરો હવે થશે દૂર.. બનશે શહેર રેબીઝમુક્ત.. જાણો શું છે કારણ..

    News Continuous Bureau | Mumbai

    BMC : રખડતા કૂતરાના કરડવાથી માનવ સંક્રમણનું જોખમ ઘટાડવા અને શ્વાનને ( Dogs ) જરૂરી આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે ‘મુંબઈ રેબીઝ નાબૂદી પ્રોજેક્ટ’ ( Mumbai Rabies Eradication Project ) હેઠળ રખડતા કૂતરાઓના રેબીઝ રસીકરણ ( Rabies vaccination )  માટે સતત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વેટરનરી વિભાગ આ હેઠળ, વિવિધ સંસ્થાઓની મદદથી, માર્ચ 2024 સુધીમાં મુંબઈમાં ઓછામાં ઓછા 70 ટકા કૂતરાઓને રેબીઝ રસીકરણ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 25 હજાર કૂતરાઓનું રસીકરણ ( Dogs vaccination ) પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા (BMC) કમિશનર અને એડમિનિસ્ટ્રેટર અને એડિશનલ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

    આ અંગે વિસ્તૃત માહિતી આપતાં વેટરનરી વિભાગ અને દેવનાર પશુ કતલખાનાના જનરલ મેનેજરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓમાં રસીકરણ દ્વારા વિવિધ હેતુઓ હાંસલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને, હડકવાના ચેપને અટકાવીને માનવ મૃત્યુને અટકાવવું, હડકવાના વાયરસના પ્રસારણના ચક્રને તોડવું અને તે રીતે રખડતા કૂતરાઓના કરડવાથી માનવમાં હડકવાના સંક્રમણનું જોખમ ઘટાડવું, પ્રાણીઓનું રક્ષણ કરવું અને નાગરિકોની સલામતીની ખાતરી કરવી વગેરે આમાં શામેલ છે.

     2014ની કુતરાઓની ગણતરી મુજબ મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યા 95 હજારની આસપાસ હતી…

    ઉલ્લેખનીય છે કે, આ જ તર્જ પર, સપ્ટેમ્બર 2023 થી, મહાનગરપાલિકા (BMC) ના વેટરનરી વિભાગ દ્વારા ‘મુંબઈ રેબીઝ નાબૂદી પ્રોજેક્ટ’ હેઠળ રખડતા કૂતરાઓને ( stray dog ) રેબીઝ રસીકરણ માટે સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. 2014ની વસ્તી ગણતરી મુજબ મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યા 95 હજારની આસપાસ હતી. તેમાંથી સપ્ટેમ્બર 2023 થી અત્યાર સુધીમાં લગભગ 25 હજાર રખડતા કૂતરાઓને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, માર્ચ 2024 ના અંત સુધીમાં, લગભગ 70 ટકા કૂતરાઓને રસી આપવામાં આવશે એવો પાલિકાનો લક્ષ્ય છે.

    આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation : આજની તારીખે મહારાષ્ટ્રમાં અનામત કેટલું? મરાઠા આરક્ષણ થયા બાદ ટકાવારી કેટલી?

    રેબીઝ રસીકરણ માટે મહાનગરપાલિકા (BMC) દ્વારા જેનિસ સ્મિથ એનિમલ વેલફેર ટ્રસ્ટ, યુથ ઓર્ગેનાઈઝેશન ઇન ડિફેન્સ ઓફ એનિમલ્સ, યુનિવર્સલ એનિમલ વેલફેર સોસાયટી અને ઉત્કર્ષ ગ્લોબલ ફાઉન્ડેશનની નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં પ્રશિક્ષિત પશુ ચિકિત્સા નિષ્ણાતોની મદદથી આ રસીકરણ અભિયાન કરવામાં આવી રહ્યું છે. તો મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલ આ અવિરત ઝુંબેશમાં શહેરીજનોનો સહકાર ખૂબ જ મહત્વનો બની રહેશે. તેથી મહાનગરપાલિકા પ્રશાસને નાગરિકોને તેમના વિસ્તારમાં રખડતા કૂતરા વિશે માહિતી આપવા અને રસીકરણ સ્ટાફને સહકાર આપવા અપીલ કરી છે.

  • Bhopal:  ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

    Bhopal: ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

    News Continuous Bureau | Mumbai

    Bhopal: ભોપાલમાં શુક્રવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ નગર બસ્તી પાસે રહેતી એક મહિલા તેના છ મહિનાના બાળકને સૂતેલું છોડીને થોડીવાર માટે બહાર ગઈ હતી ત્યારે રખડતા કૂતરાઓ ( Stray dogs ) સુતેલા બાળકને ઘરની બહાર ખેંચી ગયા હતા અને કૂતરાઓએ આ સાત મહિનાના બાળકને ( Baby Boy  ) ફાડી ખાધું હતું. તેનો એક હાથ કુતરાઓ ખાઈ ગયા હતા. બાળકના માથા અને પેટ સહિત સમગ્ર શરીર પર કરડવાના નિશાન હતા. પરિવારના સભ્યો બાળકની શોધમાં જ્યારે પહોંચ્યા હતા. ત્યારે બાળકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.  

    પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર એક મજુર વર્ગ છે. જે કેન્ટોનમેન્ટ પ્લેટો બિલખીરિયામાં તેના પરિવાર સાથે રહે છે. ફરિયાદી માતા પિતા મીનલ રેસિડેન્સી વિસ્તારના ગેટ નંબર ચાર પાસે સફાઈનું કામ કરે છે. બંને ગુરુવારે અહીં કામ કરવા પહોંચ્યા હતા. સવારે 10 વાગે બાળકને દૂધ પીવડાવી સૂતેલુ મુકી મહિલા કામ કરવા બહાર ગઈ હતી. દરમિયાન, આ સુતેલા બાળકને રખડતા કૂતરાઓ તેના ઘરથી દૂર ખેંચી ગયા હતા. માતા જ્યારે પાછી આવી ત્યારે બાળકને ન જોઈને તે ચોંકી ગઈ હતી અને તેણે તરત જ તેના પતિને ઘરે બોલાવ્યો હતો. જે બાદ વિસ્તારના લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં લોકોને બાળક થોડે દૂર મળી આવ્યું હતું પરંતુ તે પહેલાથી જ મૃત્યુ પામેલ હાલમાં હતું. બાળકના સમગ્ર શરીર પર કરડવાના ( Bitten ) નિશાન હતા. તેમજ રખડતા કૂતરાઓ બાળકનો એક હાથ સંપૂર્ણપણે ખાઈ ગયા હતા.

    પોલીસ તપાસ ચાલુ થઈ…

    મોત બાદ તેના માતા-પિતા આઘાતની સાથે સ્તબ્ધ ગયા હતા. તેથી તેઓએ કંઈપણ જાહેર કર્યા વિના બાળકના મૃતદેહને ( dead body ) દફનાવી દીધો હતો. આ મામલે અયોધ્યા નગર પોલીસ ( Bhopal Police ) સ્ટેશનને કહ્યું હતું કે બાળકના માતા-પિતાનું દિલ ભાંગી પડ્યું છે. એટલા માટે તેઓએ હજુ સુધી જણાવ્યું નથી કે બાળકને ક્યાં દફનાવવામાં આવ્યું છે. તેથી આ મામલે માતા પિતાનું નિવેદન લીધા બાદ જ મૃતદેહને બહાર કાઢવામાં આવશે અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખબર પડશે કે બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું કે અન્ય કોઈ કારણથી.

    આ સમાચાર પણ વાંચો : Amit Shah: અમૃતકાળની આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું સશક્તીકરણ થયું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

    પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ન લઈને ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના બન્યા બાદ લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને સોગંદનામું આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ ( Postmortem ) કરાવવાની ના પાડી દીધી હતી. તેથી આ મામલામાં પોલીસે કંઈ કર્યું ન હતું. શુક્રવારે જ્યારે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સાંજે 7.15 વાગ્યે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

  • Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..

    Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..

     News Continuous Bureau | Mumbai 

    Dog Bites: મહાનગરોમાં માણસોની સાથે પ્રાણી ( Animals ) ઓની વસ્તી પણ વધી રહી છે, જેની ખરાબ અસરો દેખાઈ રહી છે. ખાસ કરીને શેરી કૂતરા ( Stray dogs ) ઓની સંખ્યા વધી રહી છે, જેની સાથે કૂતરા કરડવા  ( Dog bite cases ) ના કેસ પણ વધવા લાગ્યા છે. સ્થિતિ એવી છે કે વર્ષ 2023માં મહારાષ્ટ્ર (Maharashtra ) માં સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. મંત્રાલય દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ 2023માં રાજ્યમાં કૂતરાના કરડવાના 4,35,136 કેસ નોંધાયા હતા, જ્યારે 2022માં 3,90,868 કેસ નોંધાયા હતા. આ વર્ષે કૂતરા કરડવાના કેસમાં 11.32%નો વધારો થયો છે.

    આ કારણે કુતરાઓ બને છે હિંસક

    મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્યમાં કૂતરા કરડવાના કેસોમાં વધારો થવાના ઘણા કારણો છે, જેમાં રખડતા કૂતરાઓની સંભાળ લેવા પ્રત્યે મ્યુનિસિપલ સંસ્થાઓ ( BMC ) ની બેદરકારીનો પણ સમાવેશ થાય છે. દાવો કરવામાં આવ્યો છે કે રખડતા પ્રાણીઓને પૂરતો ખોરાક, આશ્રય અથવા તબીબી સંભાળ મળતી નથી, તેથી તેઓ હિંસક બની જાય છે અને અનેક રોગોનો ભોગ બને છે.  

    મુંબઈમાં 60,000 ઘટનાઓ નોંધાઈ 

    સમગ્ર રાજ્યમાં, રખડતા કૂતરાઓના હુમલાના અહેવાલો વધ્યા છે, ખાસ કરીને મુંબઈ ( Mumbai ) માં, જ્યાં વાર્ષિક આશરે 60,000 ઘટનાઓ નોંધાઈ છે. આ હુમલાનો ભોગ મોટાભાગે યુવતીઓ અને મોડી રાતે ફરતા લોકો હોય છે.  

    અધિકારીનું કહેવું છે કે રખડતા કૂતરાઓની વસ્તી દર વર્ષે મોટી સંખ્યામાં વધી રહી છે. તેમ કૂતરાઓ સંસાધનોનો અભાવ અનુભવે છે, જેના કારણે તેઓ લોકો અને અન્ય પ્રાણીઓ પ્રત્યે ગુસ્સે થાય છે. પાગલ, ઇજાગ્રસ્ત, ભૂખ્યા, ઇજાગ્રસ્ત અથવા ગભરાયેલા હોવા ઉપરાંત, રખડતા કૂતરા તેમના ગલુડિયાઓનું રક્ષણ કરતી વખતે હિંસક બને છે અને લોકો પર હુમલો કરી બેસે છે. મહત્વનું છે જ ભારતમાં 2001થી શ્વાનોને મારવા પર પણ પ્રતિબંધ છે. કાયદા અનુસાર, શેરીઓમાંથી શ્વાનોને હટાવવા ગેરકાયદેસર છે.

    જોકે ભારતની વડી અદાલતે ( Supreme court ) , 2008 માં, બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો, જે મ્યુનિસિપલ સત્તાવાળાઓને “ઉપદ્રવ પેદા કરતા” શ્વાનોને મારવાની મંજૂરી આપે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 51A(G) જણાવે છે કે, ‘વન્યજીવનું રક્ષણ કરવું અને તમામ જીવંત જીવો પ્રત્યે કરુણા રાખવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે’.

    આ સમાચાર પણ વાંચો : Sandeep Lamichhane: IPL રમી ચૂકેલ નેપાળનો આ ક્રિકેટર બળત્કારના કેસમાં દોષી.. આ તારીખે સજા થશે જાહેર.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં..

    કોવિડ પછી આંકડામાં થયો ઘટાડો

    ઉલ્લેખનીય છે કે કોવિડ પહેલા, શહેરમાં વાર્ષિક આશરે 85,000 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. કોવિડ પછી, વાર્ષિક ધોરણે આ સંખ્યા ઘટીને લગભગ 60,000 કેસ થઈ ગઈ, જોકે ઘટાડા માટે કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પાલિકાએ 2018 થી 90,000 થી વધુ રખડતા કૂતરાઓની નસબંધી કરી છે, સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે મુંબઈમાં કૂતરાની વર્તમાન વસ્તી 2014 માં 95,127 થી વધીને લગભગ 1.64 લાખ થઈ ગઈ છે. જોકે કૂતરાઓની વસ્તી ગણતરી હજુ થઈ નથી.

  • Mumbai: મુંબઈમાં BMC દ્વારા રેબિઝ મુક્ત અભિયાન બન્યું વધુ તીવ્ર… માત્ર ઓકટોબરમાં જ થઈ આટલા હજાર બિલાડીઓની નસબંધી: અહેવાલ..

    Mumbai: મુંબઈમાં BMC દ્વારા રેબિઝ મુક્ત અભિયાન બન્યું વધુ તીવ્ર… માત્ર ઓકટોબરમાં જ થઈ આટલા હજાર બિલાડીઓની નસબંધી: અહેવાલ..

     News Continuous Bureau | Mumbai

    Mumbai: બિલાડીના વધતા જતા ખતરા બાબતે ઘણી ફરિયાદો મળ્યા પછી, BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) એ નસબંધી કાર્યક્રમને ( sterilization program ) વેગ આપવા માટે વધારાના ચાર એનજીઓ સાથે સહયોગ કર્યો છે. ઑક્ટોબરમાં, એક વિશેષ ઝુંબેશને પરિણામે 4,698 બિલાડીઓની ( Cats ) નસબંધી કરવામાં આવી હતી. નાગરિક ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2019 અને ઓક્ટોબર 2023 વચ્ચે કુલ 11,410 બિલાડીઓને નસબંધી કરવામાં આવી છે.

    BMC 1994 થી રખડતા કૂતરાઓ ( Stray dogs ) માટે નસબંધી અભિયાન ચલાવી રહી છે. બિલાડીના કરડવાની ફરિયાદોના જવાબમાં, બિલાડીઓ માટે સમાન પ્રોગ્રામ 2019 માં શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, શરૂઆતમાં માત્ર બે એનજીઓ સામેલ હોવાથી, BMC ઓગસ્ટ 2019 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે માત્ર 6,392 બિલાડીઓને જ નસબંધી કરવામાં સફળ રહી હતી.ત્યારબાદ, નસબંધીના પ્રયાસોને વધારવા માટે વધુ ચાર એનજીઓને લાવવામાં આવ્યા છે. કેન્દ્રની પહેલ હેઠળ ઓક્ટોબરમાં લાગુ કરાયેલ ‘રેબીઝ મુક્ત મુંબઈ અભિયાન’ના ( rabies-mukt Mumbai ) ભાગરૂપે, NGO તેમજ નાગરિક સંસ્થાએ 4,698 બિલાડીઓ અને 14,191 રખડતા કૂતરાઓને રસી આપી હતી.

    આગામી ત્રણ વર્ષ માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી…

    “બિલાડીઓની નસબંધી કરવી એ સરળ કાર્ય નથી, કારણ કે તે કદમાં નાની છે, ઝડપથી દોડી શકે છે અને ગમે ત્યાં ચઢી શકે છે, જેના કારણે તેમને પકડવામાં મુશ્કેલી પડે છે. ઓફિસો અને હાઉસિંગ સોસાયટીઓ તરફથી ઘણી ફરિયાદો મળ્યા પછી, અમે ઝુંબેશ શરૂ કરી છે. તેને વધુ તીવ્ર બનાવવામાં આવી છે. એનજીઓ કામ કરી રહી છે.” આ પડકારજનક કાર્ય પૂર્ણ કરવું મુશ્કેલ છે. જો કે, બિલાડીઓની સંખ્યા ગણવી એ પડકારજનક છે,” એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ જણાવ્યું હતું. નાગરિક ડેટા અનુસાર, છેલ્લા ચાર વર્ષમાં 3,556 નર અને 7,854 માદા બિલાડીઓની નસબંધી કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં ચાલતી બેસ્ટ બસમાં થયું કંઈક આવુ, પછી બસ કંડકટરના હસ્તક્ષેપથી વૃદ્ધ મુસાફરનો જીવ બચ્યો.. જાણો શું છે આ મામલો..

    2019માં, BMCએ 3 કરોડ રૂપિયાના ખર્ચે બિલાડીઓની નસબંધી માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ ફાળવ્યો હતો. કૂતરા અને બિલાડીના નસબંધી કાર્યક્રમ માટે આગામી ત્રણ વર્ષ માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણી અને વીજળીનો ખર્ચ કોણ ભોગવે છે તેના આધારે BMC નર બિલાડી માટે રૂ.1,600 અને માદા બિલાડી દીઠ રૂ. 2,200 ચૂકવશે.

    વધુમાં, BMCએ 2030 સુધીમાં રખડતા પ્રાણીઓમાંથી હડકવાને દૂર કરવા માટે મિશન રેબીઝ અને વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસીસ (WVS) સાથે ભાગીદારી કરી છે. તેમણે 11 થી 13 ડિસેમ્બર દરમિયાન દેવનાર કતલખાના, ગોવંડી ખાતે હડકવા નિયંત્રણ નીતિના અસરકારક અમલીકરણ પર એક વર્કશોપનું આયોજન કર્યું છે. ત્રણ દિવસીય વર્કશોપમાં પશુ કલ્યાણના કાયદા, રખડતા કૂતરાઓના સામૂહિક રસીકરણ માટેની વ્યૂહરચના, પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાઓ તેમજ હડકવા નિયંત્રણ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

  • Dog Attack : રખડતા કૂતરા હિંસક બન્યા, થાણેમાં બાળકી ઉપર કર્યો જીવલેણ હુમલો.. જુઓ વિડીયો

    Dog Attack : રખડતા કૂતરા હિંસક બન્યા, થાણેમાં બાળકી ઉપર કર્યો જીવલેણ હુમલો.. જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    Dog Attack : કૂતરાઓના ( Dogs ) હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાઓનો ( stray dogs )  બેફામ હાહાકાર જોવા મળી રહ્યો છે. વટેમાર્ગુઓનો પીછો કરવો હોય, અથવા શેરીમાં ચાલતા હોય, રખડતા કૂતરા ટોળામાં હુમલો કરે છે. જો ત્યાં કોઈ વ્યક્તિ અથવા નાના બાળકો એકલા હોય, તો કૂતરાઓ હુમલો કરે છે જાણે તે તેમનું રાજ્ય હોય. આમાં અત્યાર સુધીમાં અનેક નાગરિકો ઘાયલ થયા છે. વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ રખડતા કૂતરાઓના હુમલાથી પોતાનો જીવ બચાવતી વખતે પડી ગયા અને તેમના માથા પર વાગ્યું, ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ દરમિયાન થાણેથી ( Thane )  કૂતરાઓ પર હુમલાની આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કેટલાક રખડતા કૂતરાઓએ એક બાળક ( Kid ) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આનો વીડિયો પણ વાયરલ થયો છે.

    જુઓ વિડીયો

     રખડતા કૂતરાઓએ કર્યો જીવલેણ હુમલો

    આ વીડિયો થાણેના કોલશેતના ( Kolshet ) લોઢા આમરા કોમ્પ્લેક્સનો ( Lodha Amra Complex ) હોવાનું જાણવા મળે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાની છોકરી હાથમાં બેગ લઈને રસ્તા પર ચાલી રહી છે. કૂતરાઓ જુએ છે અને એક પછી એક સાત, આઠ કૂતરા તેની પાછળ આવે છે. બાળકી પણ જીવ બચાવવા માટે ભાગવા લાગે છે. તે જ સમયે, એક વ્યક્તિ બાળકની મદદ કરવા માટે દોડીને આવે છે અને કૂતરાઓને ભગાડે છે. આખરે કુતરા પાછા ફરે છે. આમ તે વ્યક્તિના કારણે આ નાની બાળકીનો જીવ બચી ગયો હતો,

    આ સમાચાર પણ વાંચો : Western Railway : સુવિધામાં વધારો… પશ્ચિમ રેલવેની આ પાંચ વિશેષ ટ્રેનની જોડી હવે કરશે વધારાના ફેરા.. જાણો સ્પેશિયલ ટ્રેનોની સંપૂર્ણ યાદી..

    સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓનો આતંક

    બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જોવા મળ્યો છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ કૂતરાઓના હુમલામાં ત્રણ વર્ષથી લઈને વૃદ્ધો સુધીના ઘણા લોકો સામેલ છે. આ કૂતરા રાહદારીઓ અથવા સાયકલ સવારોને નિશાન બનાવે છે.

  • બરેલીમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાં રમતા 12 વર્ષના બાળક પર કર્યો હુમલો,સારવાર દરમિયાન મોત..

    બરેલીમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાં રમતા 12 વર્ષના બાળક પર કર્યો હુમલો,સારવાર દરમિયાન મોત..

    News Continuous Bureau | Mumbai

    બરેલીમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર રખડતા કૂતરાઓના ટોળાએ એક માસૂમ બાળકને પોતકણો શિકાર બનાવ્યો અને બીજા બાળકને ઘાયલ કર્યો. બરેલીમાં કૂતરાઓના હુમલાના એક ડઝનથી વધુ મામલા સામે આવ્યા છે. જેમાં ઘણા એવા કિસ્સાઓ છે જેમાં કુતરાના હુમલામાં બાળકોના મોત પણ થયા છે. તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    વાસ્તવમાં, બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાના ગૌટિયા ગામમાં 12 વર્ષના માસૂમ બાળક પર  કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. મંગળવારે સાંજે 12 વર્ષનો બાળક ગામમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારબાદ રખડતા કૂતરાઓએ  બાળક પર હુમલો કર્યો. કૂતરાઓના હુમલાથી બચવા માટે બાળકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડે દૂર ભાગતા તે જમીન પર પડી ગયો. જે બાદ કૂતરાઓએ  તેના માથા તથા શરીરના અન્ય ભાગ પર કૂતરાઓએ બચકા ભર્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : ઓહ બાપ રે… હેર ડ્રાયરમાંથી હવાની જગ્યાએ નીકળી આગ, એક ધડાકો ને બધું જ થયું તહસનહસ.. જુઓ વિડીયો

    દરમિયાન પાડોશમાં રહેતા એક યુવકે કૂતરાઓનો હુમલો જોયો હતો. હંગામો સાંભળીને ગામના લોકો એકઠા થઈ ગયા, ત્યાં સુધી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. શરીર પર અનેક જગ્યાએ ઘા હતા. પરિવારના સભ્યો ઘાયલ અયાનને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બાળકના મોતથી પરિવારજનોની હાલત ખરાબ છે.