Tag: student

  • US Visa Update : વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત, કોર્ટે ટ્રમ્પના આ નિર્ણય પર મૂક્યો સ્ટે..

    US Visa Update : વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત, કોર્ટે ટ્રમ્પના આ નિર્ણય પર મૂક્યો સ્ટે..

    News Continuous Bureau | Mumbai

    US Visa Update : યુએસ ફેડરલ કોર્ટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. અમેરિકાની ફેડરલ કોર્ટના એક ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રના એ આદેશ પર રોક લગાવી દીધી છે જેમાં અમેરિકન યુનિવર્સિટીઓમાં નોંધાયેલા હજારો વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

     કોર્ટે સરકારના આવા પગલાંના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમને સંભવિત રીતે ગેરબંધારણીય અને અસ્થિર ગણાવ્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમાં ટ્રમ્પ સરકાર અને તેના અધિકારીઓના વલણ પર ઘણી કઠોર ટિપ્પણી પણ કરી છે.

    US Visa Update :  કોર્ટના આદેશથી ટ્રમ્પને આંચકો  

    કેલિફોર્નિયાના ઉત્તરી જિલ્લા માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ જેફરી વ્હાઇટે ટ્રમ્પ વહીવટીતંત્રની તે નીતિ પર રોક લગાવી દીધી છે જેના હેઠળ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના વિઝા રદ કરીને અટકાયતમાં લઈ શકાય છે અને દેશનિકાલ કરી શકાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીનું SEVP પ્રમાણપત્ર રદ કરવાનો નિર્ણય લીધાના થોડા કલાકો બાદ જ કોર્ટનો આ આદેશ આવ્યો છે. આ પગલાને કારણે, હાર્વર્ડમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. જોકે કોર્ટે તેના આદેશમાં હાર્વર્ડ યુનિવર્સિટી કેસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, આ નિર્ણય એટલો વ્યાપક છે કે આ કેસ પણ તેના કાર્યક્ષેત્રમાં આવે છે.

    US Visa Update : કોર્ટની સરકાર પર કડક ટિપ્પણી

    ન્યાયાધીશ જ્યોફ્રી વ્હાઇટે તેમના 21 પાનાના ચુકાદામાં લખ્યું, સરકારી અધિકારીઓએ વિદેશી વિદ્યાર્થીઓની કાનૂની સ્થિતિ અંગે વ્યાપક અસ્થિરતા ઊભી કરી છે અને તેમની સત્તાની મર્યાદાઓ ઓળંગી ગયા હોઈ શકે છે.  તેમણે આગળ લખ્યું, કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રમાણમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ આપે છે કે તેઓ કોઈપણ ભય વિના પોતાનો અભ્યાસ અથવા નોકરી ચાલુ રાખી શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  Train Cancel Updates : જૂનના પહેલા જ અઠવાડિયામાં આ 18 ટ્રેનો રદ થશે, ક્યાંય જવાનું આયોજન કરતા પહેલા વાંચો આ સમાચાર..

    US Visa Update : ટ્રમ્પનો આદેશ શું હતો?

    કોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણયથી માત્ર હાર્વર્ડના વિદ્યાર્થીઓને જ રાહત મળી નથી, પરંતુ SEVP હેઠળ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકે છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં અભ્યાસ કરતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાલમાં અટકાયત અને દેશનિકાલના ભયથી મુક્ત છે અને કોઈપણ વિક્ષેપ વિના તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. ગુરુવારે ટ્રમ્પ વહીવટીતંત્રે એક ચોંકાવનારું પગલું ભર્યું અને હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો. તેના આદેશ દ્વારા, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ હાર્વર્ડ યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો અધિકાર છીનવી લીધો હતો.

     

     

  • Veer Narmad University : માતૃત્વની મીઠાશ: માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવી નિરાલી પોલરાએ પદવી સ્વીકારી

    Veer Narmad University : માતૃત્વની મીઠાશ: માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવી નિરાલી પોલરાએ પદવી સ્વીકારી

     News Continuous Bureau | Mumbai 

    Veer Narmad University : 

    • દિકરીની સાથે ડિગ્રી સુધીની સફર: ત્રણ મહિનાની દીકરી સાથે મંચ પર જઈ પદવી સ્વીકારી
    • નવસારી જિલ્લાના જલાલપોરના નિરાલી પોલરાએ એમ.એ.(ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યોઃ
    • ગુજરાતી વિષયમાં શિક્ષિકા બની ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવા છેઃ નિરાલી કેતનભાઇ પોલરા

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં નવસારી જિલ્લાના જલાલપોર ગામની નિરાલીબેન કેતનભાઇ પોલરાએ પોતાની ત્રણ મહિનાની નાની દિકરી સાથે એમ.એ (ગુજરાતી)માં ગોલ્ડ મેડલ સાથે પદવી સ્વીકારી હતી. માતૃત્વની મીઠાશ સમા પદવીદાન સમારોહમાં માતા અને વિદ્યાર્થી તરીકેની બેવડી ભૂમિકા નિભાવનાર નિરાલી પોલરાની ઝિંદાદિલીને સૌએ સરાહી હતી. તેમણે એમ.એ. (ગુજરાતી) માસ્ટર ઓફ લિટરેચરમાં ૮૦.૨૭ ટકા મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

    નિરાલીબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા બાદ પણ તેમણે અભ્યાસ છોડ્યો નહીં. શરૂઆતમાં ધો. ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નવી દિશામાં આગળ વધવા માટે પરિવારનો સહકાર મળ્યો. સાસરીયામાં સપનાને સાકાર કરવાનું બળ મળ્યું. વાંચનનો શોખ તેમને કોમર્સમાંથી આર્ટ્સ તરફ ખેંચી લાવ્યો. તેમણે નવસારીની એસ.બી.ગાર્ડા આર્ટ્સ કોલેજમાંથી બી.એ અને ત્યારબાદ બિલીમોરાની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાંથી બી.એડ પૂર્ણ કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

    નિરાલીબેન હાલમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે એમ.એડનો અભ્યાસ કરી રહી છે અને તેમનું ધ્યેય છે કે તેઓ ગુજરાતી વિષયમાં શિક્ષિકા બને. તેઓ માને છે કે આજે જ્યારે અંગ્રેજી ભાષાનું મહત્વ વધી રહ્યું છે, ત્યારે નવી પેઢી પણ આપણી મૂળ ભાષા સાથે જોડાય. માતૃભાષા ગુજરાતીનું સવર્ધન કરીએ એ આપણી ફરજ છે.. નિરાલીબેન કહે છે, “આજનો દિવસ યાદગાર રહ્યો છે. મારી ત્રણ મહિનાની નાની દિકરીને હાથમાં લઇને જ્યારે હું મંચ પર ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવા ગઈ, એ મારી માતૃત્વ અને મહેનત બંનેની સિદ્ધિ છે. નિરાલીબેન એક ઉદાહરણ રૂપ છે કે યોગ્ય સહકાર અને સખત મહેનતથી મહિલાઓ કોઈપણ મંચ પર પોતાનું સ્થાન બનાવી શકે છે, પછી તે પરીક્ષા રૂમ હોય કે જીવન મંચ. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Khel Mahakumbh : ખેલ મહાકુંભ-૩.૦માં નવયુગ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ બોક્ષિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

    Khel Mahakumbh : ખેલ મહાકુંભ-૩.૦માં નવયુગ કોમર્સ કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાએ બોક્ષિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

    News Continuous Bureau | Mumbai 

    Khel Mahakumbh : રમત ગમત યુવા અને સસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓર્થોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદના નિકોલની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં રાજ્યકક્ષાની ઓપન એજ ગ્રુપ બોક્ષિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓ; કુ.હિરલ પાટીલ, અલીનાબાનુ મલેક, આલિયા અન્સારી, સાલેહા મો.તબરેઝ અન્સારી, હિમેશ ગામીતે ભાગ લીધો હતો. જેમાં ઓપન એજ ગ્રુપ ૮૬ કિગ્રા ગૃપમાં કુ. હિરલ રવિભાઈ પાટીલે પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સુરત અને નવયુગ કોલેજનું ગૌરવ વધાર્યું છે. આચાર્ય વિનોદ પટેલ તથા શારિરીક શિક્ષણના આસિ.પ્રો. છગન અસારિયા, આસિ. પ્રો. ડો.બ્રિજેશ પટેલ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો :  PM Mudra Yojana : 8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Board Exams :બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

    Gujarat Board Exams :બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

    News Continuous Bureau | Mumbai

    Gujarat Board Exams : વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈ પણ મુંઝવણ હોય તો કોલ કરી સંપર્ક સાધવા અનુરોધઃ
     

     આગામી તા.૨૭ ફેબ્રુ.થી ૧૭ માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંબધિત મુંઝવણના નિવારણ માટે તથા તેઓ માનસિક દબાણમાં આવી અણધાર્યું પગલુ ન ભરી બેસે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે મો.નં. ૯૯૭૯૧ ૦૫૦૮૨ હેલ્પલાઈન નંબર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ પરીક્ષા સંબંધિત કોઈપણ મુંઝવણ હોય તો સંપર્ક સાધવા નાયબ પોલીસ મહાનિરીક્ષક-સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોયસર દ્વારા જણાવાયું છે.

    આ સમાચાર પણ વાંચો: GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • America Firing:અમેરિકામાં એકવાર ફરી ગોળીબાર,  હાઈસ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકોનાં મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત..

    America Firing:અમેરિકામાં એકવાર ફરી ગોળીબાર, હાઈસ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકોનાં મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત..

     News Continuous Bureau | Mumbai

     America Firing:

    • ફરી એકવાર અમેરિકાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. 

    • આ વખતે અમેરિકાના જ્યોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે જ્યાં ઓછામાં ઓછા 4 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. 

    • આ ઉપરાંત વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં ગોળીબારમાં અન્ય 30 લોકો ઘાયલ પણ થયા છે. 

    •  પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી સ્કૂલનો વિદ્યાર્થી હોઈ શકે છે. જો કે હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.

    • સત્તાવાળાઓએ બેરી કાઉન્ટી જિલ્લાની તમામ શાળાઓ બંધ કરી દીધી છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: Paris Paralympic 2024 : તીરંદાજ હરવિંદર સિંહે રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિક્સમાં આવું કરનાર બન્યો પહેલો ભારતીય..

  • Maharashtra : યુવા પેઢીને હવે શિક્ષણની સાથે સાથે અદ્યતન કૌશલ્ય પણ મળશે, મહારાષ્ટ્રની આટલી કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો પ્રારંભ..

    Maharashtra : યુવા પેઢીને હવે શિક્ષણની સાથે સાથે અદ્યતન કૌશલ્ય પણ મળશે, મહારાષ્ટ્રની આટલી કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો પ્રારંભ..

    News Continuous Bureau | Mumbai

    Maharashtra

    • આગામી ત્રણ મહિનામાં ૧૦૦૦ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવશેઃ મંત્રી મંગલ પ્રભાત લોઢા
    • યુવા પેઢીએ શિક્ષણની સાથે સાથે અદ્યતન કૌશલ્ય પણ મેળવવું જોઈએઃ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

    દેશની યુવા પેઢી ( Young generation ) ને શિક્ષણની સાથે કૌશલ્ય પણ મળી રહે તે હેતુથી મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) ની પહેલથી રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવાનું નક્કી કરાયું છે જેના પ્રથમ તબક્કાનાં ભાગરૂપે આજે ૧૦૦ કોલેજો ( Colleges  ) માં શરૂ થનારા કૌશળ્ય વિકાસ કેન્દ્રો ( Skill development centres ) નું રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનામ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
    આપણા દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પ્રભાવશાળી બને તે માટે દેશની યુવા પેઢીએ શિક્ષણની સાથે સાથે કૌશલ્ય પણ મેળવવું એ સમયની જરૂરિયાત હોવાથી આ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે હોવાનું આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતં. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોલેજના યુવક-યુવતીઓને આ પહેલનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે આ કોલેજમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રોને ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ નામ આપવાની જાહેરાત કરી હતી.
    આ પ્રસંગે કૌશલ્ય, રોજગાર, સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા, મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટીના કમિશનર નિધિ ચૌધરી, મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટીના એડિશનલ કમિશનર અનિલ સોનવણે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા ૧૦૦ કોલેજોના વિદ્યાર્થીઓ અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

     PM મોદી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા

    નાયબ મુખ્યમંત્રી શ્રી. ફડણવીસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi )  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવ્યા છે. આ નીતિના અમલીકરણને કારણે દેશમાં આમૂલ પરિવર્તન આવશે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દેશમાં પ્રથમ આવીને વિશ્વનું નેતૃત્વ કરવા અને આપણી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સરકારે માનવ સંસાધન વિકાસ પર ભાર મૂક્યો છે.
    તાજેતરમાં યોજાયેલા બજેટ સત્રમાં રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ મહારાષ્ટ્રમાં લાયકાત ધરાવતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવાનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. આ ખૂબ જ ખુશીની વાત છે. તેમણે આ વિભાગના મંત્રી, મંગલપ્રભાત લોઢાને કૉલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવા અને વચગાળાના બજેટમાં જાહેરાત કર્યા પછી તેનો તાત્કાલિક અમલ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : CAA કાયદા મામલે અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન.. કહ્યું કાયદો જોઈએ છે કે નહીં એ પહેલા સ્પષ્ટ કરે.. જુઓ વિડીયો..

    યુવક-યુવતીઓને સમય અનુસાર જરૂરી કૌશલ્ય તાલીમ આપવામાં આવશે

    નાયબ મુખ્યમંત્રી શ્રી. ફડણવીસે કહ્યું કે બદલાતી ટેક્નોલોજી અને વૈશ્વિક સ્તરે કુશળ માનવબળની વધતી માંગને ધ્યાને રાખીને આ સેન્ટરમાંથી યુવક-યુવતીઓને સમય અનુસાર જરૂરી કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિનો લાભ લેવો. તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ વિષયમાં ડિગ્રી ( degree ) મેળવવી શક્ય બનશે નહીં, પરંતુ તેની સાથે વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરશો તો રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

    Maharashtra Maha DyCM inauguraties skill development centres

    આગામી 3 મહિનામાં રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવશેઃ મંત્રી મંગલ પ્રભાત લોઢા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તદનુસાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળ કૌશલ્ય વિકાસ વિભાગ સમયાંતરે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આજે અમે ૧૦૦ કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કર્યા છે જેથી વિદ્યાર્થીઓને કોલેજ શિક્ષણની સાથે રોજગાર માટે જરૂરી કૌશલ્યો પ્રદાન કરી શકાય. આગામી ત્રણ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ૧૦૦૦ કોલેજોમાં આ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. અમે રાજ્યના ખૂણે ખૂણે વસતા યુવાનોને કૌશલ્ય અને રોજગાર આપવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ

    કોલેજ શિક્ષણની સાથે વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવાનો  ઉદ્દેશ્ય

    આ પહેલનો ઉદ્દેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કોલેજ શિક્ષણની સાથે વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવાનો છે. પ્રથમ તબક્કામાં ૧૦૦ કોલેજોની પસંદગી કરવામાં આવી છે. ક્રમશ: વધુને વધુ કોલેજોને આમાં સામેલ કરવામાં આવશે.દરેક કૌશલ્ય વિકાસ કેન્દ્રમાંથી ઓછામાં ઓછા ૧૫૦ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે અને ઓછામાં ઓછા ૨૦,૦૦૦ યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને ધિરાણ મળશે અને નવી શિક્ષણ નીતિ અનુસાર તેનાથી બાળકોને ઘણો ફાયદો થશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

     

  • Haryana : ‘પોલીસ ચોકીની સામે જ વેચાય છે ગાંજા!’ નીડર વિદ્યાર્થીએ પોલીસ અધિકારીને પૂછ્યા એવા સવાલ કે, લોકો પાડવા લાગ્યા તાળીઓ; જુઓ વિડીયો

    Haryana : ‘પોલીસ ચોકીની સામે જ વેચાય છે ગાંજા!’ નીડર વિદ્યાર્થીએ પોલીસ અધિકારીને પૂછ્યા એવા સવાલ કે, લોકો પાડવા લાગ્યા તાળીઓ; જુઓ વિડીયો

     News Continuous Bureau | Mumbai 

    Haryana : ભારત ( India ) માં એક સમય હતો, જ્યારે સમગ્ર દેશની વિદ્યાર્થી શક્તિ એક સાથે આવી હતી, અને સરકારને પણ તેમની સામે ઝુકવું પડ્યું હતું. પરંતુ આજે યુવાનો સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ સામાજિક સુધારાની વાત કરતા નથી. જો કે, આ સમયગાળા દરમિયાન પણ, કેટલાક લોકો વહીવટીતંત્રને પ્રશ્નો પૂછે છે અને દેશને સુધારવામાં યોગદાન આપે છે. આનો પુરાવો વાયરલ થયેલા વીડિયો ( Video ) માં જોઈ શકાય છે, જેમાં એક વિદ્યાર્થી ( Student ) એ નિર્ભય થઈને વરિષ્ઠ પોલીસ કર્મચારીઓને ડ્રગ્સના વેચાણ અંગે એવો સવાલ પૂછ્યો હતો કે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. 

    પોલીસ ચોકી ( Police Chowki ) ની સામે ગાંજા ( Ganja ) નું વેચાણ થાય છે પણ પોલીસ તેને કેમ પકડી શકતી નથી? જ્યારે યુનિવર્સિટીનો વિદ્યાર્થી ગાંજાના વેપારીને શોધી શકે છે તો પોલીસ કેમ કરી શકતી નથી? તેવા સવાલો અધિકારીઓ સમક્ષ કરીને એક વિદ્યાર્થીએ પોલીસ સામે મોરચો ખોલ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો હરિયાણાની એક યુનિવર્સિટીનો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ વિદ્યાર્થીના વખાણ કરી રહ્યા છે.

    પોલીસ અધિકારી સ્ટેજ પર ઉભા રહ્યા, વિદ્યાર્થી નિર્ભયતાથી પ્રશ્નો પૂછતો રહ્યો

    મીડિયા રિપોર્ટ મુજબ, હરિયાણાની એક યુનિવર્સિટીમાં હરિયાણા પોલીસે ડ્રગ્સ નિવારણ પર એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા પોલીસ ઉપરાંત ચાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન  એક વિદ્યાર્થીએ અધિકારીઓની સામે પોલીસને ઘણા પ્રશ્નો પૂછ્યા. વિદ્યાર્થી પોતાની સીટ પર ઉભો છે અને પ્રશ્નો પૂછી રહ્યો છે અને એક વરિષ્ઠ પોલીસ અધિકારી સ્ટેજ પર ઉભા છે.

    આ સમાચાર પણ વાંચો : 

    જુઓ વિડીયો 

    વિદ્યાર્થીએ કહ્યું- પોલીસ ચોકી પાસે જ વેચાય છે ગાંજા!

    વીડિયોમાં વિદ્યાર્થી એવું કહેતો જોવા મળી રહ્યો છે કે યુનિવર્સિટી ડ્રગ્સનું સૌથી મોટું કેન્દ્ર છે, આજના સમયમાં ગાંજા કે ડ્રગ સંબંધિત કોઈપણ સામગ્રી મેળવવી ટોફી-ચોકલેટ જેટલી સરળ બની ગઈ છે. વિદ્યાર્થીએ આગળ કહ્યું, ‘સર, જો પ્રથમ વર્ષ કે બીજા વર્ષનો વિદ્યાર્થી ગાંજાના વેપારીને શોધી શકે છે તો પોલીસ કેમ કરી શકતી નથી? કોલેજની સામે પોલીસ ચોકી પાસે ગાંજાનું વેચાણ થાય છે શું તેમને નથી લાગતું કે આ પોલીસની નિષ્ફળતા છે?

    ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું

    પોલીસને ડ્રગ્સ અંગે નિર્ભયતાથી પ્રશ્નો પૂછ્યા બાદ કોલેજના ઓડિટોરિયમમાં હાજર વિદ્યાર્થીઓએ તાળીઓ પાડીને તેને સમર્થન આપ્યું હતું. જોકે, પોલીસ અધિકારીનો જવાબ વીડિયોમાં બતાવવામાં આવ્યો નથી. વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સ વિદ્યાર્થીની હિંમતની સરખામણી ફિલ્મી હીરો સાથે કરી રહ્યા છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ,  પોલીસે કરી કડક કાર્યવાહી..

    Chhattisgarh News: બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નહીં માનીએ… સરકારી શાળામાં હેડ માસ્તરનું ધર્માંતરણ કરતો વીડિયો થયો વાઈરલ, પોલીસે કરી કડક કાર્યવાહી..

    News Continuous Bureau | Mumbai

    Chhattisgarh News:છત્તીસગઢમાં ધર્મ પરિવર્તનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.  મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ  અહીં બિલાસપુરમાં એક મુખ્ય શિક્ષક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ પછી, પોલીસે મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.

    જુઓ વિડીયો 

    તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 27 જાન્યુઆરી 2024નો હોવાનું કહેવાય છે. જેમાં બિલાસપુર બિલહા બ્લોકની એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં ન માનવાની અને તેમની પૂજા ન કરવાના શપથ લેવડાવતા જોવા મળે છે.

    હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો

    વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. સંગઠનોએ મુખ્ય શિક્ષકના પૂતળાનું દહન કરી કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત રતનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો.

    મહત્વનું છે કે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મુખ્ય શિક્ષકનું પૂતળું બાળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે  આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી બિલાસપુર વિસ્તારમાં હિંદુ સંગઠનો દ્વારા વિરોધનો અંત આવ્યો.

    આ સમાચાર પણ વાંચો : Delhi: દિલ્હીમાં DRI એ આટલા કરોડથી વધુની કિંમતના સોના અને ચાંદી જપ્ત કરી… દાણચોરી રેકેટનો કર્યો પર્દાફાશ.. જુઓ વિડીયો..

    કમિટી બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. 

    જિલ્લા શિક્ષણ અધિકારીએ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા અને આ બાબતે તપાસ કરવાના આદેશો જારી કર્યા છે. આજે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટી તપાસ પૂર્ણ કરીને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. આ ઉપરાંત મુખ્ય શિક્ષકને ચાર્જશીટ જારી કરવામાં આવશે અને તેનો જવાબ માંગવામાં આવશે, તેના આધારે કમિટીની તપાસ આગળ વધશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Allahabad Central University: અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ… પછી અચાનક થયું કંઈક આવું..

    Allahabad Central University: અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ… પછી અચાનક થયું કંઈક આવું..

     News Continuous Bureau | Mumbai

    Allahabad Central University: અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી ( Allahabad Central University ) ની PCB હોસ્ટેલ ( PCB Hostel ) ના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ ( Bomb Blast ) થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ( student ) ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ( Bomb ) ટુકડા પણ વાગ્યા હતા. વિદ્યાર્થી પીસીબીના આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. કર્નલગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

    બોમ્બ વિસ્ફોટ બાદ આજુબાજુમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, પીડીત પીસી બેનર્જી હોસ્ટેલમાં રહેતો પ્રભાત નામનો વિદ્યાર્થી બુધવારે કથિત રીતે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટને કારણે તેના જમણો હાથ ખરાબ રીતે ઘાયલ થયો હતો.

     આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે…

    પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં ( SRN Hospital ) દાખલ કરવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (શિવકુટી) રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે અલ્હાબાદ યુનિવર્સિટીમાં એમએનો વિદ્યાર્થી ( MA student ) પ્રભાત યાદવ પીસી બેનર્જી હોસ્ટેલમાં રહે છે અને આજે સાંજે તે કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો જ્યારે અચાનક વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

    આ સમાચાર પણ વાંચો : Parliament Security Breach: સંસદ પર હુમલાની વરસીએ જ સુરક્ષામાં ચૂક, કાવતરામાં કુલ 6 લોકો સામેલ, 4ની ધરપકડ, 2 ફરાર..

    તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. તેમણે કહ્યું કે ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે. જો કે પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. ઘણા વિદ્યાર્થી જૂથો પર હોસ્ટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ છે.

  • Gujarat: 8મા ધોરણની છોકરીને ક્લાસમાં ભણતી વખતે આવ્યો ‘હાર્ટ એટેક’, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત, જુઓ વીડિયો..

    Gujarat: 8મા ધોરણની છોકરીને ક્લાસમાં ભણતી વખતે આવ્યો ‘હાર્ટ એટેક’, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત, જુઓ વીડિયો..

    News Continuous Bureau | Mumbai 

    Gujarat: છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના ( heart attack ) ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકો વૃદ્ધો હતા. પરંતુ આજની ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે આ સમસ્યા હવે માત્ર યુવાનોમાં જ નહીં, પરંતુ બાળકોમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના સુરતમાંથી ( Surat ) હાર્ટ એટેકનો એક તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની એક શાળામાં અભ્યાસ કરતી વખતે 8મા ધોરણની વિદ્યાર્થીનીને ( student ) અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ આ ઘટના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ( private school ) બની હતી. ક્લાસમાં 12 વર્ષની વિદ્યાર્થીની ભણતી હતી. ત્યારે અચાનક તે બેભાન થઈ ગઈ અને સીધી જમીન પર પડી ગઈ. જે બાદ વર્ગના બાળકો અને શિક્ષકે તેને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જ્યારે તેણી હોશમાં ન આવી, ત્યારે શાળાના કર્મચારીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી.

    આ સમાચાર પણ વાંચો Somnath Temple : હજુ નથી જાગ્યા ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન અને રોવર, ISRO ચીફ પહોંચ્યા સોમનાથ મંદિર; કરી ભગવાન શિવની પૂજા.. જુઓ વિડીયો

    ઘટનાનો વીડિયો વાયરલ ( Viral Video ) 

    આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતીને હાર્ટ એટેક આવતા જોઈ શકાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક વર્ગમાં ભણાવી રહ્યા છે અને છોકરી આગળની સીટ પર બેઠી છે. પહેલા છોકરી ભણતી જોવા મળે છે. જોકે અચાનક તે જમીન પર પડવા લાગે છે અને બેભાન થઈ જાય છે. શિક્ષકો પણ તેને હોશમાં લાવવાનો પ્રયાસ કરવા લાગે છે. જ્યારે તે ભાનમાં આવતી નથી, ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જોકે, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના ક્લાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

    પરિવાર આઘાતમાં

    પુત્રીના આકસ્મિક મૃત્યુથી ( accidental death ) પરિવારમાં ઘેરો શોક છે. આ ઘટનાથી તેના વર્ગના બાળકો અને શિક્ષકો પણ આશ્ચર્યચકિત છે. તેઓ માની શકતા નથી કે 12 વર્ષની છોકરીને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે છે. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.