• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - students - Page 2
Tag:

students

Pahalgam Terror Attack Prayers for the dead of the terrorist attack in Pahalgam
સુરત

Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોના આત્માઓની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરતના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી, શ્રદ્ધાંજલિ પાઠવી

by kalpana Verat April 24, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai    

Pahalgam Terror Attack : સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મૃત્યુ પામેલા આત્માઓને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવેલ. તા. 22, એપ્રિલ, 2025, મંગળવારે બપોરે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓ હતા. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે.

Pahalgam Terror Attack : ખુશી અને આનંદના માહોલમાં વિહરતા પ્રવાસીઓ એકાએક મોતના મુખમાં હોમાયા.

પહેલગામમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણ શાંતિ પ્રદાન કરે અને એમના પરિવાર ઉપર સ્વજનોને ગુમાવવાથી આવી પડેલ દુઃખને સહન કરવાનું વિશેષ બળ પ્રદાન કરે, ઘાયલોને જલ્દીથી શારીરિક સુખાકારી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડરોડ સુરતના સંતો શ્રી પ્રભુ સ્વામી, ભક્તિતનય સ્વામી, સ્મરણ સ્વામી, શુકમુની સ્વામી, વંદન સ્વામી, નિર્મળ સ્વામી વગેરે સંતોએ તથા વિદ્યાર્થીઓએ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Pahalgam Terror Attack: અબીર-ગુલાલના વિરોધ વચ્ચે ફવાદ ખાન બાદ હવે વાણી કપૂરની પોસ્ટ થઇ વાયરલ, આતંકવાદી હુમલા ને લઈને કહી આવી વાત

નીલકંઠ હવેલીમાં ૧૨૫ ઉપરાંત બાળ બ્રહ્મચારી બાળકોએ સફેદ ધોતી પહેરી અને પીળી શાલ ઓઢીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ધૂન તથા જનમંગલ સ્તોત્રના ૧૦૮ મંત્રોના ગાન સાથે હાથમાં ધીના દીપ જલાવી નત મસ્તકે પ્રાર્થના કરી, વ્યથિત હૃદયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

April 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission
અમદાવાદ

Ahmedabad News: સરકારી સ્કૂલ ચલે હમ : અમદાવાદની આ સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી, વાલીઓની લાગી લાંબી કતાર

by kalpana Verat April 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

Ahmedabad News: 

  • સરકારી સ્કૂલ ચલે હમ : થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી ‘થલતેજ અનુપમ શાળા – ૨’માં વાલીઓની એડમિશન માટે પડાપડી – વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના એડમિશન માટે વાલીઓનો ધસારો
  • અમદાવાદ શહેરમાં છેલ્લાં ૧૧ વર્ષમાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

‘સરકારી સ્કૂલોમાં એડિશમન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – ૨ એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. આ બાબતોને ધ્યામાં રાખીને આ વર્ષે થલતેજ અનુપમ શાળા – ૨માં વિદ્યાર્થીઓના એડમિશનને લઇને વાલીઓની લાંબી લાઇનો તો જોવા મળી, સાથો-સાથ આ વર્ષે સ્કૂલ દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોનની અંદાજિત ૨૫થી વધુ સરકારી શાળાઓમાં જોવા મળી રહી છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, થલતેજ, જોધપુર, એલિસબ્રિજ, નારણપુરા, અસારવા, બાપુનગર, નરોડા, અમરાઇવાડી, મણિનગર, વટવા, બહેરામપુરા, નિકોલ, વસ્ત્રાલ, દાણીલિમડા, દરિયાપુર, મોટેરા, ઠક્કરબાપાનગર વિસ્તારની સરકારી સ્કૂલોનો સમાવેશ થાય છે.

આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે નામાંકન સર્વે મુજબ બાળકોની સંખ્યાની વાત કરીએ તો, બાળવાટિકામાં પ્રવેશપાત્રની બાળકોની સંખ્યા ૮૨૫૫ તેમજ ધોરણ ૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા ૧૫૦૧ છે, આમ કુલ ૯૭૫૬ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા છે.

Ahmedabad News Ahmedabad Government School In Demand In Admission

 

રાજ્ય સરકાર બાળકોને બાળમંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષાની દિશા આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણનું સુદ્રઢ માળખુ વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે. સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા સરકારી સ્કૂલોમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે, ક્વોલિફાઇડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પરિણામે એવું ફળ મળ્યું છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. થલતેજ અનુપમ(સ્માર્ટ) પ્રાથમિક શાળા નંબરમાં ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૪, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના છેલ્લાં ૧૧ વર્ષના આંકડા જોઇએ તો, કુલ ૫૫,૬૦૫ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે. જેમાં વર્ષ ૨૦૧૪-૨૦૧૫માં કુલ ૪૩૯૭ વિદ્યાર્થીઓ, ૨૦૧૫-૨૦૧૬માં ૫૪૮૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૬-૨૦૧૭માં ૫૦૦૫ વિદ્યાર્થીઓ, ૨૦૧૭-૨૦૧૮માં ૫૨૧૯ વિદ્યાર્થીઓ, ૨૦૧૮-૨૦૧૯માં ૫૭૯૧ વિદ્યાર્થીઓ, ૨૦૧૯-૨૦૨૦માં ૫૨૭૨ વિદ્યાર્થીઓ, ૨૦૨૦-૨૦૨૧માં ૩૩૩૪ વિદ્યાર્થીઓ, ૨૦૨૧-૨૦૨૨માં ૬૨૮૯ વિદ્યાર્થીઓ, ૨૦૨૨-૨૦૨૩માં ૯૫૦૦ વિદ્યાર્થીઓ, ૨૦૨૩-૨૦૨૪માં ૫૩૧૫ તેમજ ૨૦૨૪-૨૦૨૫માં ૪૩૯૯ જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  LPG Gas Cylinder : હવે તમારા ઘરે નહીં પહોંચે ગેસ સિલિન્ડર, એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ઉતરી શકે છે હડતાળ પર, જાણો કારણ

આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમકે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો આ બધા પરિબળોને કારણે વાલીઓને દૃઢ વિશ્વાસ થયો છે કે તેમના બાળકને ખાનગી શાળાઓ કરતાં પણ અનેકગણું ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહ્યું છે. એટલું જ નહીં, કોર્પોરેશનની સરકારી શાળાઓમાં તેમનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય પણ તેઓ જોઇ રહ્યા છે.

Ahmedabad News: Ahmedabad Government School In Demand In Admission

તેમણે વધુમાં કહ્યું કે, સરકારી નીતિઓને કારણે પણ વાલીઓ સરકારી સ્કૂલ્સ તરફ વિચારતા થયા છે. રાજ્ય સરકારની શિક્ષણ વિષયક યોજનાઓ તેમજ બાળકોને મળતા લાભો વિશે વાલીઓને જાગૃત કરવામાં આવે છે. આ બધા પરિણામોને કારણે વાલીઓ સરકારી સ્કૂલમાં પણ ખાનગી સ્કૂલ કરતા શ્રેષ્ઠ શિક્ષણ મળે છે તે જાણ્યા, અનુભવ્યા અને મુલાકાત લીધા બાદ તેમનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવે છે. એટલું જ નહીં, નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે બે-અઢી દાયકા અગાઉ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની કમાન સંભાળી ત્યારથી રાજ્યમાં શિક્ષણની નવતર પરિભાષા વિકસી હતી. કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૫ અંતર્ગત મહત્તમ આયોમોનો સમાવેશ કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની શાળાઓમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની ૨૧૪ શાળાઓમાં નાની-મોટી માળખાકિય સુવિધા યુક્ત કામગીરી ચાલી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શાળાઓનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, અંદાજિત ૧૮ જગ્યાઓ પર નવી સ્કૂલોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર ભિક્ષાવૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલી રહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના ઉપક્રમે આ પ્રકારની માળખાકિય સુવિધાયુક્ત શિક્ષણ, ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમયની સાથે ખભે થી ખભો મિલાવીને જરૂરી તમામ પ્રકારની શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃતિ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ તમામ બાબતોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ પ્રત્યે વધ્યો છે. આગામી સમયમાં જે વિશ્વાસ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મૂક્યો છે તેને પૂર્ણ કરવામાં સ્કૂલ બોર્ડ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat MLA fund Gujarat raises MLA fund by Rs 1 cr to ₹2.5 cr with focus on water projects
રાજ્ય

Ambedkar Jayanti : આંબેડકર જયંતી વિશેષ: શિક્ષણ, સન્માન અને સશક્તિકરણની દિશામાં ગુજરાતના અનુસૂચિત જાતિના યુવાનોની આગેકૂચ

by kalpana Verat April 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Ambedkar Jayanti :

  • રાજ્યમાં 25 આદર્શ નિવાસી શાળાઓમાં અનુસૂચિત જાતિના 1822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આવાસ અને ભોજનની સુવિધાઓ
  • વર્ષ 2024-25માં સમરસ છાત્રાલયોમાં 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો, જેમાંથી 2110 વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિના
  • અગ્નિવીર તાલીમ યોજના અન્વયે અનુસૂચિત જાતિના 150 વિદ્યાર્થીઓને 75 દિવસની તાલીમ માટે ₹34,000 વિદ્યાર્થીદીઠ આર્થિક સહાયતા
  • વર્ષ 2024-25માં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ 55,329 લાભાર્થીઓને મળી ₹238 કરોડથી વધુની આર્થિક મદદ, આ નાણાકીય વર્ષથી સહાયની રકમમાં ₹50,000નો વધારો

 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપણને શીખવાડ્યું છે કે, “જ્યાં સુધી સમાજના સાવ છેવાડે ઉભેલા માનવી સુધી ન્યાય પહોંચતો નથી, ત્યાં સુધી સામાજિક ન્યાય અધૂરો છે.” જ્યારે સામાજિક ન્યાયના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, “ડૉ. આંબેડકરે જે સામાજિક ન્યાય અને સમાનતાનો પાયો નાખ્યો છે, તે જ આજે ગુજરાત સરકારના સમરસ અને સર્વસમાવેશી વિકાસ મોડલની પ્રેરણા છે.” સામાજિક સમરસતાના આ જ દૃષ્ટિકોણને સાકાર કરતા ગુજરાત સરકાર રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જનજાતિનું સશક્તિકરણ સુનિશ્ચિત કરીને તેમના સમુદાયના કલ્યાણ અને ઉત્થાન માટે અનેક પ્રયાસો કરી રહી છે.

Ambedkar Jayanti :‘સહુને શિક્ષણ, સહુને તક’ ના લક્ષ્ય સાથે અનુસૂચિત જાતિની યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન

ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્યમાં સંચાલિત 25 આદર્શ નિવાસી શાળાઓમાં 1822 અનુસૂચિત જાતિ (એસસી) વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 79 સરકારી છાત્રાલયોમાં 4924 વિદ્યાર્થીઓને આવાસ અને ભોજનની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, સમરસ છાત્રાલય યોજના અંતર્ગત વર્ષ 2024-25માં 13,150 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં 2110 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના છે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને મૂર્ત સ્વરૂપ આપી રહ્યા છે કે, ‘જ્યારે સમાજના છેવાડાના લોકોને ઉજળી તકો પ્રાપ્ત થાય છે, ત્યારે જ સશક્ત ભારતનું નિર્માણ સંભવ બને છે.’

Ambedkar Jayanti :શિષ્યવૃત્તિ અને સહાય યોજનાઓ થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું આર્થિક સશક્તિકરણ

ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ સ્તરોએ વ્યાપક આર્થિક સહાય પ્રદાન કરી રહી છે. જેમકે, પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 3,57,095 વિદ્યાર્થીઓને ₹47.86 કરોડની સહાય આપવામાં આવી, જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 1,54,837 વિદ્યાર્થીઓને ₹297.08 કરોડનો લાભ મળ્યો. વધુમાં, ફૂડબિલ યોજના હેઠળ પણ 11,587 વિદ્યાર્થીઓને ₹17.33 કરોડની સહાય આપવામાં આવી, જેનાથી વિદ્યાર્થીઓ શિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને તેમને કોઈપણ પ્રકારની આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

Ambedkar Jayanti :વ્યાવસાયિક શિક્ષણમાં પણ અનુસૂચિત જાતિની યુવા પ્રતિભાઓને મળી રહ્યું છે પ્લેટફોર્મ

ગુજરાત સરકાર સામાજિક ન્યાયની દિશામાં ફક્ત પરંપરાગત શિક્ષણ સુધી જ સીમિત ન રહેતા વ્યાવસાયિક શિક્ષણમાં પણ અનુસૂચિત જાતિના યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં, ગુજરાત સરકારે કાયદાના સ્નાતકોને નાણાકીય પ્રોત્સાહનોમાં વધારો આપવાનો નિર્ણય લીધો છે, જેમાં પ્રથમ વર્ષ માટે ₹7,000, બીજા વર્ષ માટે ₹6,000, ત્રીજા વર્ષ માટે ₹5,000 અને વરિષ્ઠ વકીલોને તાલીમાર્થી દીઠ ₹3,000 ની નાણાકીય સહાય આપવામાં આવશે. આ જ રીતે મેડિકલ પ્રોફેશનલ્સ માટે પણ ડૉ. પી.જી. સોલંકી યોજના હેઠળ મેડિકલ સ્નાતકોને મળનારી સહાયતાની રકમ ₹50,000થી વધારીને ₹1,00,000 કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..

Ambedkar Jayanti :અનુસૂચિત જાતિના લોકોને આવાસ અને આત્મનિર્ભરતા માટે વિશેષ પ્રયાસો

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આવાસીય સુવિધા માથા પર ફક્ત એક છત પ્રદાન કરવાની પહેલ નથી, પરંતુ સામાજિક ગરિમા અને આત્મસન્માનની દિશામાં એક મજબૂત પગલું છે. આ જ ક્રમમાં, ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ અત્યારસુધીમાં 55,329 લાભાર્થીઓને ₹238 કરોડથી વધુની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે આ યોજના હેઠળ મળનારી સહાય રકમમાં ₹50,000નો નોંધપાત્ર વધારો કરીને આ રકમ ₹1,20,000 થી વધારીને ₹1,70,000 કરી દીધી છે.

આ જ રીતે અનુસૂચિત જાતિના યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે હવે વાહન, સ્વરોજગાર તથા ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવેલી બેંક લોન પર 6% સુધીની વ્યાજ સબસીડી પ્રદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં, યુવાનોને સેનામાં ભરતી થવા માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશથી ‘અગ્નિવીર તાલીમ યોજના’ અંતર્ગત 150 અનુસૂચિત જાતિના યુવાનોને તાલીમ સહાય આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gyan Sadhana Merit Scholarship Exam will now be conducted on April 12
શિક્ષણ

Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 29 માર્ચે યોજાનારી પરીક્ષા હવે આ તારીખે લેવાશે

by kalpana Verat March 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gyan Sadhana Scholarship Scheme:

  • દર વર્ષે ૨૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિનો લાભ
  • રાજ્યમાં 12 એપ્રિલે યોજાશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા
  • મારી યોજના પોર્ટલ દ્વારા રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આગામી તારીખ 12 એપ્રિલના રોજ રાજ્યમાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાનાર છે. તો ચાલો વિગતવાર જાણીએ આ શિષ્યવૃત્તિ સહાય યોજનાના લાભો, પાત્રતા, અરજી કરવાની રીત, પરીક્ષા સહિતની બાબતો વિશે…

Gyan Sadhana Scholarship Scheme: કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે ?

– ધોરણ- ૧થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

– બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ,૨૦૦૯ (આર.ટી.ઇ, એક્ટ 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ

Gyan Sadhana Scholarship Scheme: જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કયા લાભો મળે ?

– રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૯થી શરૂ કરીને ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહે છે.
i. ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૨,૦૦૦
ii. ધોરણ ૧૧ થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૫,૦૦૦

આ સમાચાર પણ વાંચો :  Gujarat Police Suraksha Setu : પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણની કડી, 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ.

– સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૯માં પ્રવેશ મેળવીને ધોરણ ૯થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ નીચે મુજબ મળવાપાત્ર રહે છે..

i. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૬,૦૦૦
ii. ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૭,૦૦૦

Gyan Sadhana Scholarship Scheme: કેટલા વિદ્યાર્થીઓને લાભ મળે

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા દ્વારા પસંદ થયેલા ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ સહાય મળે છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી
– જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ઓનલાઇન માધ્યમથી આ પરીક્ષા માટે ફોર્મ ભરવાના રહે છે.

પરીક્ષા ફી

તમામ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નિઃશુલ્ક છે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું માળખું
– આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની(MCQ based) રહે છે.
– પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો હોય છે.
– પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા હોય છે.

પરીક્ષાનું પરિણામ

– જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Gyan Sadhana Scholarship Scheme: યોજનાની માહિતી ક્યાંથી મળશે?

– મારી યોજના ઓનલાઇન પોર્ટલ પરથી રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
– http://mariyojana.gujarat.gov.in/ લિંક પરથી મારી યોજના પોર્ટલ ઍક્સેસ કરીને તમામ યોજનાઓની માહિતી મેળવી શકાય છે.
– આ સિવાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની વિસ્તૃત માહિતી http://gssyguj.in વેબસાઈટ પરથી તથા પરીક્ષાની વિસ્તૃત માહિતી www.sebexam.org પરથી પણ મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents
શિક્ષણ

GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • તા.૨૭મીથી બોર્ડની પરીક્ષા: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

GSEB SSC, HSC Exam 2025:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.૨૭ મી ફેબ્રુ.થી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

 

  •  વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
  •  પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
  •  પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
  •   અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
  •   પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
  •   પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
  •  બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
  •  જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
  •  ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
  •  વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
  •  ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.

આ સમાચાર પણ વાંચો:  Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..

  •   મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
  •  કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
  • ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
  •  જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
  •  બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pariksha Pe Charcha 2025 Role of gadgets during exams More screen time among students
દેશ

Pariksha Pe Charcha 2025: પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા… વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ.. આવતીકાલે રિલીઝ થશે પરીક્ષા પે ચર્ચાનો ત્રીજો એપિસોડ..

by khushali ladva February 12, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ટેકનોલોજી, પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા અને વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ એ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો માટે સૌથી મોટી મુશ્કેલીઓ છે. તેમણે દરેકને આવતીકાલે પરીક્ષા પે ચર્ચાનો ત્રીજો એપિસોડ જોવાનો આગ્રહ કર્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા X પર કરવામાં આવેલી એક પોસ્ટના સંદર્ભમાં શ્રી મોદીએ કહ્યું: “ટેકનોલોજી…. પરીક્ષા દરમિયાન ગેજેટ્સની ભૂમિકા… વિદ્યાર્થીઓમાં વધુ સ્ક્રીન ટાઇમ…

આ વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો માટે સૌથી મોટી મુશ્કેલીઓ છે. આવતીકાલે તારીખ 13 ફેબ્રુઆરીએ, @TechnicalGuruji અને @iRadhikaGupta ‘પરીક્ષા પે ચર્ચા’ એપિસોડ દરમિયાન આ પાસાઓ પર ચર્ચા કરશે. અવશ્ય જુઓ. #PPC2025 #ExamWarriors”

આ સમાચાર પણ વાંચો: Women empowerment: આ યોજના થકી ગુજરાતની મહિલાઓ બની સ્વાવલંબી, રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૬૫ વર્ષની મહિલાઓને મળી રહ્યો છે લાભ

Technology….the role of gadgets during exams…more screen time among students…

These are some of the biggest dilemmas students, parents and teachers face. Tomorrow, 13th February, we have @TechnicalGuruji and @iRadhikaGupta discuss these aspects during a ‘Pariksha Pe Charcha’… https://t.co/ezgVwAcpWA

— Narendra Modi (@narendramodi) February 12, 2025

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Paryiksha Pe Charcha Empowering students, these famous and powerful personalities from universities will discuss technology
દેશ

Paryiksha Pe Charcha: વિદ્યાર્થીઓને સશક્ત બનાવે છે ‘પરીક્ષા પે ચર્ચા’, વિશ્વવિદ્યાલયમાંથી ટેક્નોલોજી, સ્પોર્ટ્સ અને મેન્ટલ હેલ્થ પર ચર્ચા કરશે આ જાણીતી સશક્ત હસ્તીઓ

by khushali ladva February 10, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Paryiksha Pe Charcha: પરીક્ષાઓ ઘણીવાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે તણાવનું કારણ હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી “પરીક્ષા પે ચર્ચા” (PPC) પહેલ  આ કથામાં પરિવર્તન લાવી રહી છે. 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે નિર્ધારિત, આ વર્ષની પીપીસી ફરી એકવાર એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સીધો સંવાદ કરે છે. પીપીસીની દરેક આવૃત્તિ પરીક્ષા-સંબંધિત ચિંતાને પહોંચી વળવા માટે નવીન અભિગમો પર પ્રકાશ પાડે છે. જે શીખવા અને જીવન પ્રત્યે ઉજવણીના વલણને પ્રોત્સાહન આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041YO5.jpeg

Paryiksha Pe Charcha: રેકોર્ડ બ્રેકિંગ પીપીસી 2025

10 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારી પીપીસીની 8 મી આવૃત્તિએ પહેલેથી જ એક નવો બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. 5 કરોડથી વધુની ભાગીદારી સાથે, આ વર્ષનો કાર્યક્રમ જન આંદોલન તરીકેનો તેનો દરજ્જો દર્શાવે છે. જે શિક્ષણની પ્રેરણાદાયી સામૂહિક ઉજવણી કરે છે. આ વર્ષે, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. પરીક્ષા પે ચર્ચા 2025માં સાત જ્ઞાનવર્ધક એપિસોડ દર્શાવવામાં આવશે, જેમાં વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને એકસાથે લાવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને જીવન અને શિક્ષણના આવશ્યક પાસાઓ પર માર્ગદર્શન આપી શકાય. દરેક એપિસોડ મહત્વનાં વિષયને સંબોધિત કરશે:

  • સ્પોર્ટ્સ એન્ડ ડિસિપ્લિન – એમ.સી. મેરી કોમ, અવની લેખારા અને સુહાસ યતિરાજ શિસ્ત દ્વારા ગોલ સેટિંગ, સ્થિતિસ્થાપકતા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરશે.
  • મેન્ટલ હેલ્થ – દીપિકા પાદુકોણ ભાવનાત્મક સુખાકારી અને સ્વ-અભિવ્યક્તિના મહત્વ પર ભાર મૂકશે.
  • પોષણ – નિષ્ણાતો સોનાલી સભરવાલ, ઋજુતા દિવેકર અને રેવંત હિમતસિંગકા (ફૂડ ફાર્મર) આહારની સ્વસ્થ આદતો, ઊંઘ અને સંપૂર્ણ તંદુરસ્તી પર પ્રકાશ પાડશે.
  • ટેકનોલોજી અને ફાઇનાન્સ – ગૌરવ ચૌધરી (ટેકનિકલ ગુરુજી) અને રાધિકા ગુપ્તા શીખવાના સાધન તરીકે અને નાણાકીય સાક્ષરતા તરીકે ટેકનોલોજીની શોધ કરશે.
  • સર્જનાત્મકતા અને સકારાત્મકતા – વિક્રાંત મેસી અને ભૂમિ પેડનેકર વિદ્યાર્થીઓને સકારાત્મકતા કેળવવા અને નકારાત્મક વિચારોનું સંચાલન કરવા માટે પ્રેરિત કરશે.
  • માઇન્ડફુલનેસ એન્ડ મેન્ટલ પીસ – સદગુરુ માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા માટે વ્યવહારિક માઇન્ડફુલનેસ ટેકનિકનો પરિચય આપશે.
  • સફળતાની ગાથાઓ – યુપીએસસી, આઈઆઈટી-જેઈઈ, સીએલએટી, સીબીએસઈ, એનડીએ, આઈસીએસઈ અને પીપીસીના ભૂતકાળના સહભાગીઓના ટોપર્સ પીપીસીએ તેમની તૈયારી અને માનસિકતાને કેવી રીતે આકાર આપ્યો તે શેર કરશે.

Paryiksha Pe Charcha:  વર્ષોની એક યાત્રા 2024: રાષ્ટ્રવ્યાપી ભાગીદારી.

29 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલી પીપીસીની સાતમી આવૃત્તિ, MyGov પોર્ટલ પર 2.26 કરોડ નોંધણીઓ સાથે વિસ્તૃત હતી. તે કાર્યક્રમની અપાર લોકપ્રિયતા અને પ્રાસંગિકતાને પ્રતિબિંબિત કરે છે. પ્રથમ વખત, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS)ના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પહેલની સર્વસમાવેશકતાનું પ્રતીક છે. આ કાર્યક્રમ ભારત મંડપમ, આઇટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને કલા ઉત્સવના વિજેતાઓ સહિત આશરે 3,000 સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IOR3.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ORYE.jpg

પરીક્ષા ચર્ચા 2024

Paryiksha Pe Charcha:  2023: સહભાગિતામાં વધારો

પીપીસીની છઠ્ઠી આવૃત્તિ 27 જાન્યુઆરી 2023ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી  ખાતે  યોજવામાં આવી હતી. ભારતના આદરણીય પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી અને તમામ હિતધારકોને તેમના મૂલ્યવાન સૂચનો/ઇનપુટ્સ આપ્યા હતા. આ કાર્યક્રમનું ઘણી ટીવી ચેનલો અને યુટ્યુબ ચેનલો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 718110 વિદ્યાર્થીઓ, 42337 કર્મચારીઓ અને 88544 વાલીઓએ પીપીસી-2023નો લાઇવ પ્રોગ્રામ જોયો હતો. ભારતનાં આદરણીય પ્રધાનમંત્રીની વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથેની વાતચીત પ્રેરણાદાયક, તમામ માટે વિચારપ્રેરક હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007FKZN.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008SJ3F.jpg

પરીક્ષા ચર્ચા 2023

Paryiksha Pe Charcha: 2022: શારીરિક આદાનપ્રદાનનું પુનરુત્થાન

પીપીસીની પાંચમી આવૃત્તિ 1 એપ્રિલ, 2022ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે  યોજવામાં આવી હતી. ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને તેમના મૂલ્યવાન સૂચનો/માહિતી આપી હતી. 9,69,836 વિદ્યાર્થીઓ, 47,200 કર્મચારી અને 1,86,517 વાલીઓએ પરીક્ષા પે ચર્ચા-2022નો લાઇવ પ્રોગ્રામ નિહાળ્યો હતો. આ કાર્યક્રમનું ઘણી ટીવી ચેનલો અને યુટ્યુબ ચેનલ વગેરે દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009LG7X.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0103KW4.jpg

પરીક્ષા ચર્ચા 2022

Paryiksha Pe Charcha: 2021: વર્ચ્યુઅલ જોડાણ

કોવિડ -19 રોગચાળાના પ્રતિસાદરૂપે, પીપીસીની ચોથી આવૃત્તિ 7 એપ્રિલ 2021ના રોજ ઓનલાઇન યોજાઇ હતી. રોગચાળાને કારણે પડકારો ઉભા થયા હોવા છતાં, આ વાતચીતથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સતત પ્રેરણા મળી હતી. ધ્યાન સ્થિતિસ્થાપકતા અને અનુકૂલનક્ષમતા તરફ વળ્યું, વિદ્યાર્થીઓને અનિશ્ચિત સમયમાં શોધખોળ કરવામાં મદદ કરવા માટે જીવન કૌશલ્યો શીખવવામાં આવ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011I49M.jpg

પરીક્ષા ચર્ચા 2021

Paryiksha Pe Charcha: 2020: સહભાગિતાનું વિસ્તરણ

માનનીય પ્રધાનમંત્રીએ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હીમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, તેનું વિશિષ્ટ ટાઉનહોલ ફોર્મેટ 20 જાન્યુઆરી, 2020ના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૨.૬૩ લાખ એન્ટ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સ્પર્ધા સાથે તેનો અવકાશ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ અને 25 દેશોના વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ  ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સફળતા માટેના પગથિયા તરીકે પડકારોને સ્વીકારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0125Q6G.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013NS54.jpg

પરીક્ષા ચર્ચા 2020

Paryiksha Pe Charcha: 2019: વધતી પહોંચ

29 જાન્યુઆરી, 2019ના રોજ પીપીસીની બીજી આવૃત્તિ તે જ સ્થળે યોજાઇ હતી, જેમાં ભાગીદારીના વધુ મોટા સ્તરનો સાક્ષી બન્યો હતો. 90 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા આ વાર્તાલાપમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ હળવાશ અનુભવી હતી, હસી હતી અને વારંવાર પ્રધાનમંત્રીના અવલોકનોને બિરદાવ્યા હતા, જેમાં રમૂજ અને સમજશક્તિનો સ્પર્શ સામેલ હતો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014LPD1.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015ABWQ.jpg

પરીક્ષા ચર્ચા 2019

Paryiksha Pe Charcha: 2018: ઉદ્ઘાટન વાર્તાલાપ

સૌપ્રથમ પરીક્ષા પે ચર્ચા 16 ફેબ્રુઆરી, 2018નાં રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે  યોજાઈ હતી. આ વાર્તાલાપ માટે 16 ફેબ્રુઆરી, 2018નાં તાલકટોરા સ્ટેડિયમમાં શાળા અને કોલેજોનાં 2500થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને  દેશભરમાંથી 8.5 કરોડથી વધારે વિદ્યાર્થીઓએ ડીડી/ટીવી ચેનલો/ રેડિયો ચેનલો પર આ કાર્યક્રમને જોયો અથવા સાંભળ્યો હતો. પ્રધાનમંત્રીએ સંપૂર્ણ વિકાસ, લવચિકતા અને પરીક્ષા દરમિયાન સંતુલન જાળવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઇવેન્ટની સફળતાએ ભવિષ્યની આવૃત્તિઓ માટેનો સૂર નક્કી કર્યો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image016V20V.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0178FBJ.jpg

પરીક્ષા 2018 પર ચર્ચા

Paryiksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચાની અસર

વર્ષોથી, પીપીસી પરીક્ષા-સંબંધિત તણાવને સકારાત્મક ઊર્જામાં રૂપાંતરિત કરવાના હેતુથી એક તક તરીકે વિકસિત થઈ છે. વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન કરીને અને કાર્યવાહી કરી શકાય તેવા ઉકેલો આપીને પ્રધાનમંત્રી મોદીએ નીતિ અને વ્યવહાર વચ્ચેનું અંતર ઓછું કર્યું છે, વિદ્યાર્થીઓને દબાણ હેઠળ ખીલવા માટે સશક્ત બનાવ્યા છે. આ કાર્યક્રમની સર્વસમાવેશકતા, ડિજિટલ પહોંચ અને નવીન અભિગમો ભારતમાં વિદ્યાર્થીઓનાં જોડાણનાં પાયા તરીકે તેની સતત સફળતા સુનિશ્ચિત કરે છે. દરેક પસાર થતા વર્ષ સાથે, પીપીસી એ સંદેશને મજબૂત બનાવે છે કે પરીક્ષાઓ એ અંત નથી પરંતુ એક શરૂઆત છે!

સંદર્ભો

વાર્ષિક અહેવાલ 2023-24થી 2018-19.

https://www.education.gov.in/documents_reports?field_documents_reports_tid=All&field_documents_reports_category_tid=All&title=&page=1

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pariksha Pe Charcha 2025 Pariksha Pe Charcha 2025 now in a new and lively format
દેશ

Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચા 2025 હવે નવા અને જીવંત સ્વરૂપમાં! PM મોદીએ વિશિષ્ટ આટલા એપિસોડમાં તણાવમુક્ત પરીક્ષા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા..

by khushali ladva February 6, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને આગ્રહ છે કે તેઓ #PPC2025 અવશ્ય જુએ, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડ છે!: પ્રધાનમંત્રી

Pariksha Pe Charcha 2025:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ “’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં!

તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડનો સમાવેશ થાય છે!”

‘Pariksha Pe Charcha’ is back and that too in a fresh and livelier format!

Urging all #ExamWarriors, their parents and teachers to watch #PPC2025, consisting of 8 very interesting episodes covering different aspects of stress free exams! pic.twitter.com/GzgRcqO3py

— Narendra Modi (@narendramodi) February 6, 2025

આ સમાચાર પણ વાંચો: Eco Village: ભારતનું પહેલું ઈકો વિલેજ ગુજરાતમાં, ગોકુળિયા ગામની ઉપમા અને પર્યાવરણ-પ્રગતિના તાલમેલને જાળવી રહેલું ધજ ગામ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Thar Viral Video Students Fall Off Moving Thar During Risky Stunt For Farewell Party
અજબ ગજબ

Thar Viral Video: ફેરવેલ પાર્ટીમાં રેલો પાડવો પડ્યો મોંઘો, વિદ્યાર્થીઓએ થારની છત પર બેસીને કરી એન્ટ્રી, પછી થઈ જોવા જેવી; જુઓ આ વિડીયો…

by kalpana Verat January 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Thar Viral Video:ફેરવેલ પાર્ટી એ દરેક વિદ્યાર્થીના જીવનનો એક ખાસ અને યાદગાર ભાગ હોય છે. દરમિયાન  મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવી ઘટના બની, જ્યાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટીએ ખતરનાક વળાંક લીધો. મહિન્દ્રા થારની છત પર બેસીને રીલ બનાવવી ભારે પડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં, ત્રણ વિદ્યાર્થીઓ ચાલતા થારની છત પર બેસીને વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. સ્ટંટ દરમિયાન ત્રણેય વિધાર્થીઓ પોતાનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.

Thar Viral Video:જુઓ વિડીયો 

महोदय @MPPoliceDeptt @MPPoliceOnline इन युवकों के द्वारा फेयरवेल के नाम पर जान को जोखिम में डालकर महिंद्रा थार से खतरनाक स्टंट बाज़ी की जा रही जिससे राहगीरों को भी जान का खतरा है। कृपया संज्ञान में लेकर ऐसे युवकों के विरुद्ध शक्त से शक्त करवाही करने की कृपा करे।@CMMadhyaPradesh pic.twitter.com/FH9zAfMv74

— 𝒜𝓈𝓊𝓇 (@Asurr__) January 22, 2025

Thar Viral Video:પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક આ મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી રાજેશ દંડોટિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ રીલ બનાવવા માટે આ ખતરનાક સ્ટંટ કર્યો હતો. તેમની ઓળખ કર્યા પછી, પોલીસે તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને તેના માતાપિતાની હાજરીમાં તેમને ઠપકો આપ્યો.

Thar Viral Video:વિદ્યાર્થીઓને આપવામાં આવી અનોખી સજા

પોલીસે વિદ્યાર્થીઓને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો એટલું જ નહીં, પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ પણ સમજાવ્યું. વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવું ન કરવાનું વચન આપ્યું. આ સાથે, પોલીસે તેમને એક અનોખી સજા આપી – વિદ્યાર્થીઓ હવે સોશિયલ મીડિયા પર લોકોને સાયબર છેતરપિંડી અને ટ્રાફિક નિયમો વિશે જાગૃત કરશે.

Thar Viral Video:શીખ અને સંદેશ

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો ક્રેઝ જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સ્ટંટ ફક્ત પોતાના જીવનને જ નહીં પરંતુ બીજાઓના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. આ ઘટના એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે મનોરંજનના નામે જોખમી સ્ટંટ ટાળવા જોઈએ અને સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pariksha Pe Charcha 2025 Record-breaking participation in the 8th edition of Pariksha Pe Charcha
દેશ

Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક ભાગીદારી

by Akash Rajbhar January 10, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) પરીક્ષા સંબંધિત તણાવમાં શીખવા અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે વિકસી રહી છે. PPC 2025ની 8માં સંસ્કરણે ભારત અને વિદેશોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી 2.79 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉલ્લેખનીય પ્રતિક્રિયા એક સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમની વધતી લોકપ્રિયતાને રજૂ કરે છે.

MyGov.in પોર્ટલ પર આયોજિત PPC 2025 માટે ઓનલાઈન નોંધણી તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી જે તારીખ 14 જાન્યુઆરી 2025 સુધી ખુલ્લી રહેશે. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.

શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણની એક અપેક્ષિત ઉજવણી બની ગઈ છે. 2024માં PPCની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : RTI Portal: OTP સુવિધા અંગે ચિંતાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, કહ્યું- RTI પોર્ટલમાં આ સુવિધા યુઝર્સની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે

PPCની ભાવનાને અનુરૂપ તારીખ 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:

• સ્વદેશી રમત સત્ર

• મેરેથોન દોડ

• મીમ સ્પર્ધાઓ

• નુક્કડ નાટક

• યોગ-સહ-ધ્યાન સત્ર

• પોસ્ટર-નિર્માણ સ્પર્ધાઓ

• પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ

• માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્ર

• કવિતા / ગીત / પ્રદર્શન

આ પ્રવૃત્તિઓ દ્વારા PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે અને તે ખાતરી કરે છે કે શિક્ષણને એક પ્રેશર યુક્ત કાર્યના બદલે એક યાત્રા તરીકે ઉજવવામાં આવે.

વધુ વિગતો અને ભાગીદારી માટે, MyGov.in ની મુલાકાત લો અને આ પરિવર્તનશીલ પહેલનો ભાગ બનો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક