• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Study Visa
Tag:

Study Visa

Canada Why is the attraction of Indian students in Canada decreasing Why did enrollment drop this year
દેશઆંતરરાષ્ટ્રીય

Canada: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ કેમ ઘટી રહ્યું છે? આ વર્ષે કેમ નોંધણી ઘટી? જાણો વિગતે..

by Bipin Mewada June 11, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Canada: કેનેડા સરકાર દ્વારા તાજેતરના તેની વિદ્યાર્થી પોલીસીમાં ( Student Policy ) ફેરફારોને કારણે ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.  જે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અગાઉના સાનુકૂળ દેશોમાંની યાદીમાંનું એક હતું. 2023માં જારી કરાયેલા 37% અભ્યાસ વિઝા ( Study visa ) સાથે સૌથી મોટા રાષ્ટ્રીય જૂથની રચના કરનારા ભારતીય વિદ્યાર્થીઓ હવે કેનેડામાં નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. તેથી ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યામાં ઘણા પરિબળોએ પ્રભાવિત કર્યા છે. 

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની ( Indian students ) નોંધણીમાં ઘટાડો તાજેતરના નીતિવિષયક ફેરફારો, નાણાકીય બોજ, રાજદ્વારી તણાવ, સખત વર્ક પરમિટના ધોરણો અને વધેલી વિઝા માટે કડક તપાસણીને કારણે થઈ રહ્યું છે. કેનેડિયન ( Canadian Policy ) સરકારની નીતિઓમાં, હાલ મર્યાદિત અભ્યાસ પરમિટ અને કડક પાત્રતાના માપદંડો  પણ સામેલ છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં પ્રવેશમાં અવરોધ ઊભો કરે છે. 2023 માં, લગભગ 319,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સ્થળાંતર કર્યું હતું. જો કે, 2024 માં  કેનેડા સરકાર દ્વારા અભ્યાસ માટે પરમિટની પોલીસી બદલાતા આ સંખ્યા આશરે 360,000 સુધી મર્યાદિત રહી ગઈ  છે, જે અગાઉના વર્ષ કરતાં 35% ઘટાડો નોંધાવે છે. 

 Canada: આ નવી વિદ્યાર્થી પોલીસી મર્યાદાથી કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીને સ્થિર કરવાના ઉદ્દેશ્ય ધરાવે છે…

 IRCC ડેટા અનુસાર, આ નવી વિદ્યાર્થી પોલીસી મર્યાદાથી કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ( International students ) વસ્તીને સ્થિર કરવાના ઉદ્દેશ્ય ધરાવે છે. આ સાથે નવી પોલીસી અનુસાર હવે કેનેડામાં વસ્તીના આધારે પ્રાંતો અને પ્રદેશો વિદ્યાર્થીઓ માટે વહેવામાં આવતા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે પરમિટ મેળવવાનું વધુ મુશ્કેલ બન્યું છે. કારણ કે, એવો અંદાજ છે કે એકલા પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં શિક્ષણ પાછળ વાર્ષિક રૂ. 68,000 કરોડથી વધુ ખર્ચ કરે છે અને હાલ કેનેડામાં પંજાબના વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર વધારો થતાં, કેનેડિયન વિદ્યાર્થીઓને આનાથી જોખમો ઉભા થતાં પણ પોલીસીમાં ફેરફાર આવ્યો છે.

આ સમાચાર  પણ વાંચો :  Apple WWDC 2024: AI ની દુનિયામાં હવે iPhoneની એન્ટ્રી, Apple iOS 18 માં આવ્યું નવુ અપડેટ, આ જોરદાર AI ફીચર્સ જોવા મળશે..

જેમાં અભ્યાસ પરમિટમાં નાટ્યાત્મક ઘટાડો ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીમાં, ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી અભ્યાસ પરમિટ 86% ઘટીને 108,940 થી 14,910 થઈ ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર રાજદ્વારી વિવાદને કારણે ભારતે પરમિટની પ્રક્રિયા કરતા કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ત્યારથી ભારતીય વિદ્યાર્થીઓની વિજામાં નિયમોમાં બદલાવ આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના 41% થી વધુ છે, જે દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. એક અંદાજ મુજબ પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં શિક્ષણ પાછળ વાર્ષિક રૂ. 68,000 કરોડથી વધુ ખર્ચ કરે છે. 2022 માં, અભ્યાસ પરમિટ મેળવનારા 225,450 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 1.36 લાખ પંજાબના હતા. હાલમાં પંજાબના લગભગ 3.4 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરે છે. ભારતના વિદ્યાર્થીઓ સહિત તેના આર્થિક યોગદાન હોવા છતાં હાલ વિઝા પરમિટમાં કડક નિયમો કરાંતા વિદ્યાર્થીઓને હવે કેનેડા માટે અરજી કરવામાં વધુ મુશ્કેલી પડી રહી છે. તેથી પણ હાલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાનું કારણ બની રહ્યું છે.

June 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi France Visit: You can use UPI in France.. Tourists can pay in rupees. PM Modi
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

PM Modi France Visit: ફ્રાન્સમાં UPI વાપરી શકશો.. પ્રવાસીઓ રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે, સ્ટુડન્ટ વિઝા પર પણ છૂટ. PM મોદી

by Akash Rajbhar July 14, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

PM Modi France Visit: સિંગાપોર (Singapore) બાદ હવે ફ્રાન્સે (France) પણ ભારતની યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ તેમની ફ્રાંસ મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ યુપીઆઈ (UPI) ના ઉપયોગ પર સહમત થયા છે. આ અંગે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. જે બાદ આગામી દિવસોમાં પ્રખ્યાત એફિલ ટાવર (Eiffel Tower) થી UPI શરૂ થશે. આનો સીધો અર્થ એ થયો કે હવે ભારતથી ફ્રાન્સ જતા પ્રવાસીઓ માત્ર રૂપિયામાં કંઈપણ ચૂકવી શકશે. આ સિવાય ફ્રાન્સે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની મુદત વધારવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો: US Senate On Arunachal Pradesh: યુએસ સેનેટ સમિતિએ અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ તરીકે માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો

UPI સાથે મુસાફરી સરળ બનશે

PM મોદીની મુલાકાત પહેલા, કહેવામાં આવ્યું હતું કે UPI ને લઈને ભારતીય અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી, ત્યારબાદ તેને કોઈ પ્રતિષ્ઠિત સ્થાનથી લોન્ચ કરવામાં આવી શકે છે. થોડા કલાકો બાદ પીએમ મોદીએ આને મંજૂરી આપી અને થોડા જ દિવસોમાં ફ્રાન્સ UPIનો ઉપયોગ કરનાર પ્રથમ યુરોપીયન દેશ બની જશે. અત્યાર સુધી વિદેશ જવા માટે બે ફોરેન કરન્સી (રોકડ) અથવા ફોરેક્સ કાર્ડ મેળવવાની ઝંઝટ હતી, હવે આ બધાથી છુટકારો મેળવવા માટે UPI કામ કરશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં, UPI સેવાઓ પૂરી પાડતી મોટી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ફ્રાન્સની ઝડપી અને સુરક્ષિત ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘Lyra’ સાથે કરાર કર્યો હતો. ત્યારથી, ફ્રાન્સમાં યુપીઆઈ (UPI) ના લોન્ચની રાહ જોવાઈ રહી હતી.

PM મોદીના ફ્રાંસ પ્રવાસ દરમિયાન પણ વિઝા પર રાહતની

ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ રાહતની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે માસ્ટર્સ કરતા વિદ્યાર્થીઓના વિઝાનો સમયગાળો હવે 5 વર્ષ સુધી વધારી શકાશે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે ફ્રાન્સે અનુસ્નાતક અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લાંબા ગાળાના પાંચ વર્ષના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને ભારતીય સમુદાયના લોકોને ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરવા માટે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મોદીએ કહ્યું, “આજે દરેક રેટિંગ એજન્સી કહી રહી છે કે ભારત એક ઉજ્જવલ સ્થળ છે. હવે ભારતમાં રોકાણ કરો. આ યોગ્ય સમય છે. જે લોકો વહેલું રોકાણ કરે છે. તેમને તેનો લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો: PM Modi France Visit: PM મોદીને ફ્રાનનું સર્વોચ્ચ સન્માન મળ્યું, UPI અને વિઝાને લઈને મોટી જાહેરાતો. 10 મોટી વાતો…

July 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક