• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - summer vacation
Tag:

summer vacation

Gujarat ST Bus News gsrtc to run speciel st bus service for summer vacation
રાજ્ય

Gujarat ST Bus News : ગુજરાત ના નાગરીકો ઉનાળામાં વેકેશનની મજા માણી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો કાર્યરત

by kalpana Verat May 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat ST Bus News :

  • પ્રવાસીઓ માટે રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા
  • ઉનાળા વેકેશનમાં એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું સફળ આયોજન

રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન ( Summer Vacation )  સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Kashmir Pahalgam Attack : ભારત સાથે તણાવ બાદ પાકિસ્તાન એકલું પડી ગયું, હવે UNમાં અરજી આપી કરી આ અપીલ..

રાજ્યના નાગરીકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ( Ahmedabad ) થી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રીપોનો આયોજન એસ,ટી નિગમ દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાન ( Rajasthan ) ના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા આંતરરાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની બે ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Supreme Court Judges Supreme Court summer vacation starts from May 20, how many vacations can judges take in a year..
દેશ

Supreme Court Judges: સુપ્રીમ કોર્ટમાં 20 મેથી ઉનાળુ વેકેશન શરુ, વર્ષમાં કેટલી રજાઓ લઈ શકે છે ન્યાયાધીશો.. જાણો શું છે સંપુર્ણ શેડ્યુલ..

by Bipin Mewada May 15, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Supreme Court Judges:  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું ઉનાળુ વેકેશન 20મી મેથી શરૂ થઈ રહ્યું છે અને 8મી જુલાઈએ કોર્ટ ફરી ખુલશે. એટલે કે 48 દિવસ સુધી કોર્ટ બંધ રહેશે. જજોની ( Judges ) આ રજાઓને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, જેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને સુપ્રીમ કોર્ટના જજ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, લોકો આ રજાઓ જોઈ રહ્યા છે, પરંતુ તેઓ નથી જોતા કે ન્યાયાધીશોને સાપ્તાહિક રજા પણ મળતી નથી. CJI ચંદ્રચુડે આ અંગે નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, અમારા જિલ્લા ન્યાયાધીશો એક દિવસની રજા પણ લેતા નથી, તેમને કાયદાકીય શિબિરો અને વહીવટી કામ કરવા પડે છે. જસ્ટિસ ગવઈએ એમ પણ કહ્યું હતું કે ઉનાળાની રજાઓમાં પણ ન્યાયાધીશો ચુકાદો લખે છે.

ઉનાળુ વેકેશન ( summer vacation ) ઉપરાંત, અદાલતો દશેરા અને દિવાળી પર એક-એક સપ્તાહની રજા લે છે અને ડિસેમ્બરના અંતમાં બે અઠવાડિયા માટે બંધ રહે છે. રજાઓનું આ શેડ્યૂલ બ્રિટિશ શાસનના સમયથી ચાલી રહ્યું છે, જેની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ( Supreme Court ) ઉનાળુ વેકેશન મે મહિનાના અંતથી શરૂ થઈને જુલાઈ સુધી ચાલશે. 

 Supreme Court Judges: સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ કોર્ટ વર્ષમાં વધુમાં વધુ દિવસો માટે કામ કરે છે…

સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ( high court ) અને ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ કોર્ટ ( Trial Court ) વર્ષમાં વધુમાં વધુ દિવસો માટે કામ કરે છે. સુપ્રીમ કોર્ટ વર્ષમાં 193 દિવસ કામ કરે છે, જ્યારે હાઈકોર્ટ 210 દિવસ કામ કરે છે. વધુમાં, ટ્રાયલ કોર્ટ 365માંથી 245 દિવસ કામ કરે છે. જેમાં હાઇકોર્ટને સેવા નિયમો મુજબ તેમનું કેલેન્ડર તૈયાર કરવાની સત્તા છે.

આ સમાચાર પણ વાંચો :  Ultra Processed Food: 30 વર્ષ લાંબા હાર્વર્ડ અભ્યાસથી બાદ જાણવા મળ્યું કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક અકાળ મૃત્યુનું જોખમ વધારે છે.

લગભગ 48 દિવસની લાંબી રજાઓ દરમિયાન મહત્વના કેસોની સુનાવણી ( Case hearing ) માટે વેકેશન બેન્ચની રચના કરવામાં આવે છે, જેમાં બેથી ત્રણ જજો હોય છે. આ બેંચ તાકીદના કેસોની સુનાવણી કરે છે. જેમ કે જામીન અરજીઓ અથવા આવા કેસો જેમાં રાહ જોવાનો અવકાશ નથી, તેમને વેકેશન બેન્ચમાં સુનાવણી માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. 

ઘણી વખત લાંબી રજાઓને લઈને વકીલો અને ન્યાયાધીશો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ એક એવો વ્યવસાય છે. જેમાં ઘણા કલાકો સુધી કામ કરવું પડે છે. કોર્ટમાં કામ કર્યા પછી, વ્યક્તિએ ઘરે જઈને કેસનો અભ્યાસ કરવો પડશે, અગાઉની સુનાવણીની દલીલો વાંચવી પડશે અને પછી બીજા દિવસે સુનાવણીની તૈયારી કરવી પડશે. આવી પરિસ્થિતિઓમાં, રજાઓ જરૂરી છે. જો આપણે ન્યાયાધીશોના સમયપત્રક પર નજર કરીએ તો, તેઓ દિવસમાં ઓછામાં ઓછા 10 કલાક કામ કરે છે. સવારે 10.30 થી સાંજે 4 વાગ્યા સુધી કોર્ટમાં કામ કર્યા પછી, તેઓએ કેસોનો અભ્યાસ કરવો, દલીલો વાંચવી અને બીજા દિવસની સુનાવણીની તૈયારી કરવી પડે છે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કહ્યું હતું કે જ્યારે જજ રજા પર જાય છે ત્યારે તેઓ ચુકાદો પણ લખે છે. 

Supreme Court Judges: ન્યાયાધીશો અન્ય કાર્યકારી લોકોની જેમ રજા લઈ શકતા નથી…

ન્યાયાધીશો અન્ય કાર્યકારી લોકોની જેમ રજા લઈ શકતા નથી. એટલે કે, અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકો જે રીતે પારિવારિક કાર્યો અથવા અન્ય કાર્યક્રમો માટે રજા લે છે, ન્યાયાધીશોએ તેમ રજા લેઈ શકતા નથી. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે વર્ષ 2015માં જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ પ્રફુલ્લ પંતની ખંડપીઠે યાકુબ મેનન કેસની મધ્યરાત્રિએ સુનાવણી કરી હતી અને ત્યારપછી બીજા દિવસે અન્ય કેસની સુનાવણી માટે કોર્ટમાં આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Cyber Criminals: આ કાયદા પ્રવર્તન એજન્સીઓનું રૂપ ધારણ કરનારા સાઈબર અપરાધીઓ દ્વારા ‘બ્લેકમેલ’ અને ‘ડિજિટલ ધરપકડ’ની ઘટનાઓ સામે સરકારની ચેતવણી

ન્યાયાધીશોને સત્ર દરમિયાન અમુક કેસમાં જ રજા લેવાની સુવિધા હોય છે. જેમ કે પરિવારમાં કોઈ ઈમરજન્સી હોય કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય. જો કે, તે સામાજિક કાર્યક્રમો માટે પ્રસંગોપાત રજા લઈ શકે છે.

May 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લોકો છે કે સુધરવાનુ નામ નથી લેતા! ચાલતી ટ્રેન પકડતા ફસડાયેલો યુવક માંડ બચ્યો. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh May 21, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

ઉનાળાનું વેકેશન(Summer vacation) હોઈ ગામમાં જવાનું પ્રમાણ વધી ગયું છે. એ સાથે જ ચાલતી ટ્રેન(Moving train) પકડવાનું પ્રમાણ પણ વધી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ચાલતી ટ્રેન પકડતા પ્લેટફોર્મની(Railway platform) નીચે પડી જવાનું પ્રમાણ વધી ગયું છે. સદનસીબે કોઈ પ્રવાસીએ(Commuter) જાન ગુમાવ્યો નથી.

સેન્ટ્રલ રેલવેના(Central Railway) જણાવ્યા મુજબ 20 મે, શુક્રવારના 15645 ગુવાહાટી એક્સપ્રેસ(Guwahati Express) પ્લેટફોર્મ આવી રહી હતી. ત્યારે ચાલતી ટ્રેનમાં એક યુવકે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તે નિષ્ફળ જતા તે નીચે ફસડાઈ પડ્યો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેનના નીચે પડી રહ્યો હતો ત્યારે ફરજ પર હાજર રહેલી મહિલા આરપીએફ કોન્સ્ટેબલ(Woman RPF Constable) અને પ્લેટફોર્મ પર ઊભા રહેલા અન્ય પ્રવાસીએ તે યુવકને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. 

दि. 20.5.22 को एक यात्री चलती ट्रेन नं 15645 गुवाहाटी एक्स.में चढ़ने की कोशिश में कोच के दरवाजे से फिसलकर गिर गया। महिला RPF लक्ष्मी तथा ज्योति पंचबुधे ने उक्त व्यक्ति को पकड़कर प्लेटफॉर्म पर खींचकर सुरक्षित किया। यात्रियों से अपील है,चलते ट्रेन में चढ़ना/उतरना खतरनाक हो सकता है। pic.twitter.com/xRs0LJPIxW

— Central Railway (@Central_Railway) May 21, 2022

આ સમાચાર પણ વાંચો :   ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 
 

May 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
WR to run special trains to various destinations
મુંબઈ

ઉનાળામાં રેલવે દોડાવવા જઈ રહી છે આ ટ્રેનો. જાણી લ્યો નવી સૂચિ અને પર્યટન માટે તૈયાર થઈ જાઓ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉનાળાનું વેકેશન(Summer vacation) ચાલુ થઈ ગયું છે, તેથી પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે સ્પેશિયલ ટ્રેન(Special train) દોડાવી રહી છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) – કાનપુર અનવર ગંજ, બાંદ્રા ટર્મિનસ(bandra terminus) – ઉદયપુર અને ઉધના – રેવા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવવાની છે.

પશ્ચિમ રેલ્વેના(Western railway) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09185/09186 મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ(Superfast special) (સાપ્તાહિક) [12 ટ્રીપ]

ટ્રેન નંબર 09185 મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવારે મુંબઈ સેન્ટ્રલ થી 11.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.35 કલાકે કાનપુર અનવરગંજ પહોંચશે. આ ટ્રેન 7મી મે, 2022 થી 11મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09186 કાનપુર અનવર ગંજ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવારે કાનપુર અનવરગંજથી 18.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 8મી મે, 2022 થી 12મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ,  કન્નૌજ અને બિલ્હૌર સ્ટેશનો પર  બંને દિશામાં થોભશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ નો સમાવેશ થાય છે.

2) ટ્રેન નંબર 09067/09068 બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [14 ટ્રીપ]

ટ્રેન નંબર 09067 બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવારે બાંદ્રા ટર્મિનસ થી 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.55 કલાકે ઉદયપુર પહોંચશે. આ ટ્રેન બે મે, 2022થી 13મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09068 ઉદયપુર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવારે ઉદયપુરથી 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 3 મે, 2022 થી 14મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસોર, નિમચ, ચિત્તોરગઢ, ફતેહનગર, માવલી અને રાણા પ્રતાપ નગર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  રેલવે પ્રશાસને નાળા સફાઈની જોરદાર તૈયારીઓ આદરી હવે પ્લેટફોર્મ અને ટ્રેક પર કામ કરી રહ્યા છે જેસીબી મશીન.. જાણો વિગતે.

3) ટ્રેન નંબર 09045/09046 ઉધના – રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [14 ટ્રિપ]

ટ્રેન નંબર 09045 ઉધના – રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ શુક્રવારે ઉધનાથી 08.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 03.00 કલાકે રીવા પહોંચશે. આ ટ્રેન 6 મે, 2022 થી 17 જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09046 રીવા – ઉધના સુપરફાસ્ટ સ્પેશિયલ શનિવારે રીવાથી 06.50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.55 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 7મી મે, 2022થી 18મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, હરદા, ઈટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર અને સતના સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09067 અને 09045નું બુકિંગ 30મી એપ્રિલ, 2022થી શરૂ થશે અને ટ્રેન નંબર 09185નું બુકિંગ બીજી  મે 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ(Website) પર ખુલશે. ઉપરની ટ્રેનો વિશેષ ભાડા પર દોડશે.

હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! ઉનાળાના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દોડાવશે આ સ્પેશિયલ ટ્રેનો. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 21, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

ઉનાળાના વૅકેશન(Summer vacation)ને ધ્યાનમાં રાખીને મુસાફરો(Passenger)ની સુવિધા માટે માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે(Western Railway)એ બાંદ્રા ટર્મિનસ(bandra terminus – ગાંધીધામ અને મુંબઈ સેન્ટ્રલ – બનારસ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો(special train) ચલાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, વિશેષ ટ્રેનો(Special Train list)ની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09415/09416 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [16 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ (Bandra terminus-Gandhidham superfast special)બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે ગાંધીધામ (Gandhidham)પહોંચશે. આ ટ્રેન 28મી એપ્રિલ, 2022થી 16મી જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ(Gandhidham -Bandra terminus superfast special) ગાંધીધામ (Gandhidham)થી દર ગુરુવારે રાતના 00.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.20 કલાકે બાંદ્રા ટર્મિનસ (Bandra terminus) પહોંચશે. આ ટ્રેન 28મી એપ્રિલ, 2022 થી 16મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી(Borivali), વાપી(Vapi), સુરત(Surat), વડોદરા(Vadodara), અમદાવાદ(Ahmedabad), વિરમગામ(Viramgam), ધ્રાંગધ્રા(Dhagdhra), સામખિયાળી(samakhyali) અને ભચાઉ(Bhachau) સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે. જનરલ સેકન્ડ ક્લાસ કોચનું બુકિંગ યુટીએસ દ્વારા અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસ ટ્રેનો માટે લાગુ પડતા શુલ્ક સાથે થશે.

આ સમાચાર પણ વાંચો : દહીંસરમાં ભાજપની પોલ-ખોલ યાત્રામાં આવ્યું વિધ્ન, શિવસેના-ભાજપ સામ-સામે બાખડી પડ્યાં.. જાણો વિગતે

2) ટ્રેન નંબર 09183/09184 મુંબઈ સેન્ટ્રલ- બનારસ સ્પેશિયલ (સાપ્તાહિક) [16 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09183 મુંબઈ સેન્ટ્રલ – બનારસ સ્પેશિયલ(Mumbai central-Banaras special) મુંબઈ સેન્ટ્રલથી દર બુધવારે 22.50 કલાકે ઉપડશે અને શુક્રવારે 10.30 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 27મી એપ્રિલ, 2022 થી 15મી જૂન, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09184 બનારસ – મુંબઈ સેન્ટ્રલ(Mumbai central special) સ્પેશિયલ બનારસ(Banaras)થી દર શુક્રવારે 14.30 કલાકે ઉપડશે અને રવિવારે 04.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) પહોંચશે. આ ટ્રેન 29મી એપ્રિલ, 2022થી 17મી જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી(Borivali), વાપી(Vapi), સુરત(Surat), વડોદરા(Vadodara), રતલામ(Ratlam), કોટા, (Kota)સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, અછનેરા જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડલા, શિકોહબાદ, મૈનપુરી, ભોંગાંવ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, રાયબરેલી જંકશન, અમેઠી, પ્રતાપગઢ, જંઘાઈ જંકશન સ્ટેશનો પર હોલ્ટ કરશે. આ ટ્રેન સંપૂર્ણપણે આરક્ષિત હશે અને તેમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટાયર, એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09415, 09416 અને 09183નું બુકિંગ 22મી એપ્રિલ, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

April 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ

by Dr. Mayur Parikh April 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra School)ની શાળાઓમાં 2 મેથી ઉનાળુ વેકેશન(Summer Vacation) શરૂ થશે. રાજ્ય સરકાર(state govt) દ્વારા શાળાઓમાં ઉનાળાની રજા(Summer Holiday)ઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 મેથી શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે 13 જૂનથી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, સરકારે ઉનાળુ વેકેશન રદ કરવાની દરખાસ્ત કરી હતી.

2022ના ઉનાળુ વેકેશન અને શૈક્ષણિક વર્ષ 2022-23માં શાળાઓમાં વર્ગો શરૂ કરવાની બાબત સરકાર સ્તરે વિચારણા ચાલી રહી હતી. સરકારે હવે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય હેઠળ, 2 મે, 2022 સોમવારથી ઉનાળુ વેકેશન શરૂ થશે. સત્ર 2022-23 માં, શાળાઓમાં ઉનાળુ વેકેશન 12 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. રજાઓ બાદ 13 જૂનથી શાળાઓ શરૂ થશે. તેમજ વિદર્ભમાં જૂન મહિનામાં ભારે ગરમી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 26 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારની શાળાઓ 27મી જૂન 2022થી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.

ધોરણ 1 થી 9 અને 11 નું પરિણામ 30 એપ્રિલે શાળાઓમાં જાહેર કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ તેમના પરિણામ મેળવી શકશે. આ અંગે શાળાઓને આદેશ જારી કરવામાં આવ્યો છે. સંબંધિત શાળાઓની જવાબદારી છે કે તેઓ પરિણામ વિશે વિદ્યાર્થીઓ કે વાલીઓને જાણ કરે.

સરકારે બહાર પાડેલા પરિપત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી શૈક્ષણિક વર્ષથી હવેથી દર વર્ષે રાજ્યમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ જૂન મહિનાના બીજા સોમવાર (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એના પછીના દિવસે) તેમ જ વિદર્ભનું તાપમાન ધ્યાનમાં રાખતા જૂન મહિનાના ચોથા સોમવારે (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એ પછીનો દિવસ) જે તારીખ હશે એ તારીખથી સ્કૂલ શરૂ થશે.

April 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સ્કૂલોમાં આ વર્ષે નો સમર વેકેશન, એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં સ્કૂલો ચાલુ રાખવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બાળકોની આ વર્ષે ઉનાળાની રજા રદ કરવામાં આવી છે. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના શિક્ષણને મોટા પ્રમાણમાં અસર થઈ છે. તેથી શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ મહિનામાં પણ સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એપ્રિલમાં રાબેતા મુજબ સ્કૂલો ચાલુ રહેશે.

કોરોનાને પગલે શાળાઓ બે વર્ષથી બંધ હતી, જેના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થયું છે. હવે શાળા ફરી શરૂ થાય અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અધૂરો અભ્યાસક્રમ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા હોવાનું સરકારનું કહેવું છે. તે મુજબ એપ્રિલ આખો મહિનો અને રવિવારે પણ શાળાઓ ચાલુ રહેશે. તેથી આ વર્ષે વિદ્યાર્થીઓએ ઉનાળાના વેકેશનમાં પણ  અભ્યાસ કરવો પડવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  યુક્રેન પર હુમલાની આડીઅસર.. નેટફ્લિક્સ બાદ હવે આ લોકપ્રિય સંગીત પ્લેટફોર્મ પણ રશિયામાં તેની સેવા સ્થગિત કરશે. જાણો વિગતે 

ઓનલાઈન શિક્ષણની મર્યાદાઓને કારણે ગયા વર્ષે અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરને કારણે ચાલુ  શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓનલાઈન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો હતો. ઘણા શિક્ષક સંઘો અને મુખ્ય શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણને કારણે શાળાના અભ્યાસક્રમમાં 25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડે શાળાનો અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ દરમિયાન કોરોના નિયંત્રણમાં આવતા રાજ્યની તમામ શાળાઓને જાન્યુઆરીથી શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ હવે મુંબઈની શાળાઓ પણ 24 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. કોવિડે શાળાને SOP અનુસરવાનું શરૂ કરવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના શાળાઓ શરૂ કરવાના નિર્ણય બાદ, મુંબઈ મહાનગરપાલિકાએ 24 જાન્યુઆરીથી સ્થાનિક સ્તરે પૂર્વ-પ્રાથમિકથી 12 મા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે

March 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ તારીખથી મહારાષ્ટ્રમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે

by Dr. Mayur Parikh May 1, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંચાલકે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં વેકેશન ની જાહેરાત કરી છે.

જાહેર કરવામાં આવેલું વેકેશન પહેલી મેથી 13 જૂન સુધી છે.

આનો અર્થ એવો થાય છે કે આગામી શૈક્ષણિક વર્ષ ૧૪ જૂને શરૂ કરવામાં આવશે. જોકે વિદર્ભમાં શાળાઓ ૨૮મી જૂને શરૂ થશે.

 અરે વાહ સારા સમાચાર : મુંબઈમાં કોરોના પોઝિટિવીટી રેટ સાવ તળિયે. આખા દેશમાં શહેરોમાં સૌથી ઓછો.

May 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બોલો મુંબઈ માં શિક્ષકો ની રજા પર જોરદાર કાતર ચાલી. માત્ર આટલું નાનું હશે વેકેશન. શિક્ષકો નાખુશ. જાણો વિગત

by Dr. Mayur Parikh December 26, 2020
written by Dr. Mayur Parikh
  • ચાલુ શૈક્ષણિક વર્ષમાં મુંબઈ યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન કૉલેજોનું ઉનાળાનું વૅકેશન 13 દિવસ માં ટૂંકાવી દેવાશે
  • વેકેશન પહેલી જૂનથી 13 જૂન સુધીનું જ રહેશે.
  • શૈક્ષણિક સત્રમાંનો વિલબ આગામી સત્ર સુધી ફેલાય નહીં એવી તકેદારી રાખવા માટે યુનિવર્સિટીએ રજાઓમાં કાપ મૂક્યો છે.
  • એન્જિનિયારિંગ, લૉ, આર્કિટેક્ચર જેવા પ્રોફેશનલ કોર્સમાં ફર્સ્ટ થનારા વિદ્યાર્થીઓને આ કૅલેન્ડર લાગુ નહીં પડે.

 

December 26, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક