Tag: Sumul Dairy

  • Sumul Dairy : સુમુલ ડેરી ખાતે યોજાયો પુરસ્કાર વિતરણ સમારોહ, પરંપરાગત જરીજરદોશી સ્પર્ધાના વિજેતા મહિલાઓને અપાય ઇનામ અને સર્ટિફીકેટ

    Sumul Dairy : સુમુલ ડેરી ખાતે યોજાયો પુરસ્કાર વિતરણ સમારોહ, પરંપરાગત જરીજરદોશી સ્પર્ધાના વિજેતા મહિલાઓને અપાય ઇનામ અને સર્ટિફીકેટ

     News Continuous Bureau | Mumbai

    Sumul Dairy :

    •  પરંપરાગત જરીજરદોશી સ્પર્ધાના વિજેતા મહિલાઓને સુમુલ ડેરી ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો
    • જરીજરદોશી સ્પર્ધામાં ૧૨૭ બહેનોએ ભાગ લીધો હતો: જે પૈકી વિજેતા બનનાર ૨૦ બહેનોને વિવિધ કેટેગરીમાં ઇનામ, સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરાઈ
    • પૂરાતનકાળમાં રાજા-રજવાડાઓમાં પ્રચલિત જરદોશી કળા આજે સુરતમાં જીવંત રહી છે: સંધ્યાબેન ગહલોત

    આગામી વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સુરતની પરંપરાગત જરીજરદોશી વર્કને વૈશ્વિક ઓળખ મળે, બહેનોને આત્મનિર્ભર બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા તેમજ મહિલાઓ ઘરેથી કામ કરી જરી જરદોશીની કલાને જીવંત રાખે એ હેતુથી એ માટે સુમુલ ડેરીના સહયોગથી અમી હેન્ડીક્રાફ્ટ-સુરત દ્વારા તાજેતરમાં જરીજરદોશી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૧૨૭ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જરીજરદોશીની ઉમદા કૃતિઓ બનાવી વિજેતા બનેલી બહેનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા માટે શ્રીમતી સંધ્યાબેન અનુપમસિંહ ગેહલોત, પૂર્વ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરૂણભાઇ પુરોહિત તથા અન્ય મહાનુભાવોના ઉપસ્થિતિમાં સુમુલ ડેરી ઓડિટોરિયમ ખાતે પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો હતો. સ્પર્ધામાં વિજેતા બનનાર ૨૦ બહેનોને વિવિધ કેટેગરીમાં ઇનામ, સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરાઈ હતી.

    આ પ્રસંગે શ્રીમતી સંધ્યાબેન ગહલોતે જણાવ્યું હતું કે, પૂરાતનકાળમાં રાજા-રજવાડાઓમાં પ્રચલિત જરદોશી કળા આજે સુરતમાં જીવંત રહી છે. અમી હેન્ડીક્રાફ્ટ-સુરત દ્વારા સુરતના જુદા-જુદા વિસ્તારની બહેનોને સ્વરોજગારી મળે અને સ્વનિર્ભર બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે મહિલા સ્પર્ધકોનો ઉત્સાહ વધારી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના સંદર્ભમાં જરી-જરદોશીની કળાનું કામ ગમતું હોય તો તમારે માટે આજનો દિવસ મહિલા વિશ્વ દિવસ છે એમ જણાવી મહિલા સશક્તિકરણની દિશાનું આ પગલું ભરવા બદલ સૌને શુભકામના પાઠવી હતી.

    આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે

    સંધ્યાબેને વધુમાં જણાવ્યું કે, જરીકલા આપણી પ્રાચીન ધરોહર છે. તે ધીરજ અને કાળજી માંગી લે છે. પરંતુ આ કળામાં પારંગત થયા બાદ આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. સાથોસાથ સમય જતા આર્થિક પીઠબળ પણ પૂરું પાડે છે એમ જણાવી મહિલા દિવસ અગાઉ મહિલાઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાથી મહિલા દિવસની ઉજવણી આજે સાર્થક થઇ છે.

    પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટેક્ષટાઈલ મિનિસ્ટ્રીની હેન્ડીક્રાફ્ટની વિવિધ તાલીમ દ્વારા બહેનો સુરતની આ જરી-જરદોશીના કળાને વધુ કૌશલ્યથી જીવંત રાખે અને સુરતની પ્રાચીન ઓળખને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમી હેન્ડીક્રાફ્ટસના ડિરેક્ટર શ્રીમતી ભાવનાબેન દેસાઈએ સ્વાગત પ્રવચન કરી પ્રથમ વખત યોજાયેલી આ અનોખી સ્પર્ધાની રૂપરેખા આપી હતી. અમી હેન્ડીક્રાફ્ટસના ઝંખના દેસાઈ, રૂચિતા જરદોશ, હિરાંગી જરદોશ, વૈશાલી દેસાઈ, માનસી દેસાઈએ અન્ય મહાનુભાવોને સન્માનિત કર્યા હતા. સ્પર્ધાના જજ નિમિષાબેન પારેખ કિશોરભાઈ જરીવાળા ક્રિષ્નાબેન મોદીએ સેવા આપી હતી.

    આ પ્રસંગે મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, ગીતાબેન રામાણી, જલ્પાબેન સોનાણી, દેવિલાબેન મિસ્ત્રી, જાગૃતિ સરતાનપરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Loksabha election 2024: મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ, રોજની અધધ આટલા લાખ થેલીઓ થકી પહોંચાડે છે મતદાન જાગૃતિ નો સંદેશ

    Loksabha election 2024: મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ, રોજની અધધ આટલા લાખ થેલીઓ થકી પહોંચાડે છે મતદાન જાગૃતિ નો સંદેશ

    News Continuous Bureau | Mumbai 

    Loksabha election 2024: આગામી ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન ( voting )  કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ( Chunav ka parv ) ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા છે. સુરત ( Surat ) ની પ્રખ્યાત સુમુલ ડેરી ( sumul dairy ) દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઇ છે.

    આ સમાચાર પણ વાંચો : રામનવમી પર સૂર્યનારાયણ પ્રભુ રામલલાને કરશે ‘સૂર્યતિલક’, કળયુગમાં જોવા મળશે ત્રેતાનો નજારો; જુઓ વિડીયો..

    ૧૨.૫૦ લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ

    સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે ૧૨.૫૦ લાખ થેલીઓ પર ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ (message )  લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat: સુરતના આ જિલ્લામાં રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

    Surat: સુરતના આ જિલ્લામાં રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

    News Continuous Bureau | Mumbai

    Surat:  સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ( Sumul Dairy ) ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ( ice cream waffle cone making plant ) સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે. 

                   રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના ( Amul ice cream plant expansion ) શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ ( Animal husbandry industry ) અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે. 

    Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka
    Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

                   ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી પશુપાલકોને સ્વરોજગારીની તકો આપવા સાથે સ્વનિર્ભર બનાવી રહી છે. અગાઉ રાજ્યની તમામ ડેરીઓ આઈસ્ક્રીમના કોનની ખરીદી પ્રાઈવેટ સંસ્થાઓમાંથી કરતા હતા, પરંતુ હવે કોન મેકિંગ સમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યની તમામ ડેરી સુમુલ પાસેથી કોનની ખરીદી કરશે. જેથી સુમુલની આવકમાં વૃદ્ધિ થશે, જેના સીધો ફાયદો પશુપાલકોને થવાનો છે. પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થતાં તેમનું જીવનધોરણ ઉન્નત થશે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પશુપાલકોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો બહોળો લાભ પશુપાલકોએ લેવો જોઈએ એવો અનુરોધ તેમણે કર્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો : India’s HDI: ભારતીય લોકોની ઉંમર અને આવક વધી, UN હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આવ્યો સુધારો, UNએ વખાણ કરતાં કહ્યું – અમેઝિંગ

                     આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે, એવી જ રીતે ગુજરાતના સહકારી મોડેલનો પણ સ્વીકાર થયો છે. સરકારે આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે સહકારી ચળવળોને વેગવાન બનાવી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છે. વડાપ્રધાનશ્રીના દૂરદર્શી વિઝન હેઠળ દેશમાં અલાયદુ સહકાર મંત્રાલય સ્થાપિત કરાયું છે, જેના થકી દેશના સહકાર ક્ષેત્રની વિશેષ અને અવિરત કાળજી લેવામાં આવી રહી છે એમ જણાવી પશુપાલકોના હિત માટે સુમુલ ડેરીના પ્રયાસોને બિરદાવ્યા હતા.

    Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka
    Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

               સહકાર ક્ષેત્રનું સમાજના વિકાસમાં મહત્વ વર્ણવી સહકાર એટલે મોટા સપના, સંકલ્પ અને સિદ્ધિ એમ જણાવી દેશના અમૃતકાળમાં ‘સહકારથી સમૃદ્ધિ’ થકી વિકાસની નવી રાહ ઉભી થઈ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

                 સુમુલના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે અગાઉ ૫૦ હજાર લીટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા હતી, જેમાં વિસ્તૃતિકરણ બાદ વધારો થતા પ્રતિદિન ૧ લાખ લીટર આઈસ્ક્રીમ તૈયાર થશે એમ જણાવી સુમુલ ડેરીની પ્રગતિની વિગતો આપી હતી.  

                                આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઈ દેસાઈ, ગણપતસિંહ વસાવા, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, સુમુલના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરૂણભાઈ પુરોહિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, વિવિધ સહકારી મંડળીના પ્રમુખો, પ્રતિનિધિઓ, સુમુલના ડિરેક્ટરો, સહકારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.