Tag: Surat Accident

  • Surat Accident: સુરતમાં BRTS બસનો કહેર…  બેફામ BRTS બસે  સર્જ્યો ભીષણ અકસ્માત.. 2ના મોત.. આટલાથી વધુ ધાયલ.

    Surat Accident: સુરતમાં BRTS બસનો કહેર… બેફામ BRTS બસે સર્જ્યો ભીષણ અકસ્માત.. 2ના મોત.. આટલાથી વધુ ધાયલ.

    News Continuous Bureau | Mumbai  

    Surat Accident: સુરતના ( Surat ) કતારગામ GIDC પાસે એક ભયાનક માર્ગ અકસ્માત ( Road accident ) સર્જાયો છે. BRTS બસે ( BRTS bus ) 8 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ઈજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

    અકસ્માત બાદ સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસ પાછળથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે બાઈક સવારો બસ સાથે અથડાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

     કતારગામમાં BRTS બસે 9થી વધુ વાહનોને અડફેટે લીધા..

    સુરતમાં BRTSની અડફેટે અનેક લોકો કચડાયા છે. કતારગામમાં BRTS બસે 9થી વધુ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા છે આમાં 3ની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. હાલમાં 7 લોકોને કિરણ હોસ્પિટલમાં અને એકને સ્મીમેરમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા ( Praful panseria )  હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) પણ પ્રફુલ પાનસેરિયા સાથે ફોન પર વાતચીત કરી છે. કતારગામના ગજેરા સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે. પોલીસે કોઈક રીતે ભીડને હટાવીને જામ હટાવ્યો હતો અને ટ્રાફિક ફરી ચાલુ કરાવ્યો હતો. દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પસાર થનારાઓએ જ સૌ પ્રથમ લોકોને બચાવવાનું શરૂ કર્યું.

    ઘાયલ થયેલા લોકોની યાદીમાં

    શૈલેષભાઈ વઘાસિયા

    યશ કેતનભાઈ પટેલ

    સંજયભાઈ સોમાભાઈ

    અંબાદાસ માહેલ

    પરેશ સંતાણી

    આકાશ પાટીલ

    આ સમાચાર પણ વાંચો :  UP Politics: અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રચાર, ભાજપે તૈયાર કર્યો 2024 ચુંટણીનો રોડ મેપ… પાર્ટી આ રીતે કરશે ફોકસ …જાણો અહીં શું છે ભાજપનો આ મેગા પ્લાન.

    અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ કતારગામ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતા અને ભીડને દૂર કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકોમાં BRTSના ડ્રાઈવર પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સીટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.