• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Surat Police
Tag:

Surat Police

Surat News Surat Police came to the aid of an elderly widow and her mentally unstable children from Chowk Bazaar.
સુરત

Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News :  સુરત શહેર પોલીસે ફરી એકવાર માનવીય અભિગમથી માનવતાની ફોરમ ફેલાવી છે. પોલીસના મુખ્ય ઉદ્દેશોની સાથોસાથ માનવીય સંવેદનાને સ્થાન આપતી સુરત પોલીસે ચોકબજાર વિસ્તારની જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને જીવન જીવવાની નવી દિશા આપી છે.

ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વિધવા અને તેના માનસિક અસ્વસ્થ સંતાનોની કરૂણ પરિસ્થિતિની જાણ FFWSના કોર્ડિનેટર પિયુષકુમાર શાહ દ્વારા નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીર સુધી પહોંચી હતી. જેથી તેમણે તાત્કાલિક ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. ચૌધરીને શી ટીમ સાથે તપાસ માટે મોકલ્યા. જ્યાં જાણવા મળ્યું કે પરિવારનો આવકનો કોઈ સ્ત્રોત નથી, ઘરના નાના નાના ખર્ચ પણ ઉપાડી શકે એમ નથી. માનસિક રીતે અસ્થિર પુત્ર-પુત્રીને યોગ્ય સારવાર મળે તો તેમની સ્થિતિ સુધરી શકે એવું જણાયું.

નાયબ પો. કમિશનર (સેક્ટર ૧) શ્રી વાબાંગ જમીરના સૂચનથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચૌધરીએ તાત્કાલિક રીતે ખાદ્યસામગ્રી, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને સ્વચ્છતા કિટ સાથે સહાય પહોંચાડી. વધુમાં, આવા જરૂરિયાતમંદોને દર મહિને સહાય મળે તે માટે દાતાઓ સાથે જોડાણ વધારવાનું આયોજન કર્યું છે. સાથે સાથે, માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન અને સારવારની પણ વ્યવસ્થા કરાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad Plane crash : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સોના સિવાય બીજું શું મળ્યું? સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચેલા વ્યક્તિએ આપી ચોકાવનારી માહિતી

સુરત શહેર અને સુરતીઓ હંમેશા સેવાકીય ભાવનાથી આગળ રહ્યા છે, ત્યારે પોલીસની આ માનવીય કામગીરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ બની છે. જરૂરિયાતમંદ માટે પોલીસ માત્ર કાયદાકીય જાહેર સંસ્થા નહીં, પણ પીડિતો, જરૂરિયાતમંદ માટે આશરો છે તે હકીકત ફરી એકવાર સાબિત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!
સુરત

Surat News : પોલીસની સરાહનીય કામગીરી, માતા-પિતાથી વિખૂટા પડેલા 9 વર્ષના બાળકનું પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

by kalpana Verat May 14, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Surat News : 

  • માનદરવાજા ખાતે લગ્નપ્રસંગ દરમિયાન નવ વર્ષનો સાહિલ રમતા-રમતા ગુમ થયો હતો
  • સઘન ચેકિંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે બાળકને ગણતરીના કલાકોમાં શોધવામાં સફળતા મળી: સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજા
  • બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવવાહી દ્રશ્યો

 માતા-પિતાથી વિખૂટા પડેલા નવ વર્ષના બાળકને શોધી માતાપિતા સાથે પુનઃમિલન કરાવી સલાબતપુરા પોલીસ સ્ટાફે પોલીસ કાયદો વ્યવસ્થાની સાથે લોકસેવા, જવાબદારી અને સંવેદનાના દર્શન કરાવ્યા છે. બાળક સહીસલામત મળી આવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!


લિંબાયત વિસ્તારના આંબેડકરનગરમાં રહેતો મુસ્લિમ પરિવાર માનદરવાજા સ્થિત પદમાનગર ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો, ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નવ વર્ષનો સાહિલ બાળકો સાથે રમતા-રમતા દૂર ચાલ્યો ગયો હતો. સાહિલ માટે વિસ્તાર અજાણ્યો હોવાથી ઘરે પરત આવી શક્યો ન હોવાથી માતા-પિતા સાથે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પણ સાહિલ ન મળતા પરિવારજનોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

સાહિલને શોધવા સલાબતપુરા પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.જે.ચૌહાણ, પીઆઈ એસ.એ.શાહ તેમજ પીએસઆઈ, પોલીસની શી ટીમ અને પાંચ સર્વેલન્સ ટીમો માનદરવાજા વિસ્તારમાં બાળકના ફોટા સાથે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસના કામે લાગી હતી અને ગણતરીની કલાકોમાં ટીમ વર્ક થકી નવ વર્ષના સાહિલને શોધી કાઢ્યો હતો.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

 

સલાબતપુરા પીઆઈ કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, માતાના ચહેરા પરથી લગ્ન પ્રસંગનો ઉમંગ ઊડી ગયો હતો અને પરિવાર ખૂબ ચિંતિત હતો. પરંતુ સઘન ચેકીંગ, હ્યુમન સોર્સ, તપાસ-શોધખોળના કારણે અમને સફળતા મળી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Cable-Stayed Reay Road Bridge : મુંબઈને મળ્યો પહેલો કેબલ-સ્ટેડ રોડ ઓવરબ્રિજ; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું ઉદ્ઘાટન..

સાહિલની માતાએ પોલીસને દુઆ આપતા કહ્યું હતું કે, પોલીસ અમારા માટે દેવદૂત બનીને આવી. પોલીસ માટે જેટલી દુઆ કરૂ એટલી ઓછી છે એમ જણાવી હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

Surat News Surat Police Heroics! Missing Child Found in Hours, Reunited with Parents in Salabatpura!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 14, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Child Labour Surat Police action to eradicate child labour, freed so many child labourers with a vengeance
સુરત

Child Labour: બાળમજૂરી નાબૂદ કરવા સુરત પોલીસ એક્શનમાં, આંજણાથી આટલા બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

by kalpana Verat April 18, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Child labour : બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે શહેરના આંજણામાં ટોરેન્ટ પાવર સામે આવેલી મહેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સ્થિત નિકિતા પોલી પ્લાસ્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રેડ પાડી ૧૩ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા. જેમાંથી ૩ બાળકો નેપાળના છે અને ૧૦ બાળકો ઉત્તરપ્રદેશના છે. ૧૩ બાળકોમાંથી ૫ બાળકો ૧૨ થી ૧૩ વર્ષનાં છે અને ૮ બાળકો ૧૬ થી ૧૭ વર્ષના છે. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ વી.આર. પોપાવાલા બાલાશ્રમ-કતારગામમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro Train: આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો બપોરના આટલા વાગ્યા સુધી જ રહેશે કાર્યરત… જાણો કારણ..

આ કાર્યવાહીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, મનપાના કર્મચારીઓ અને અન્ય વિભાગોએ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોકયુમેન્ટસ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Board Exams Surat District Police launches helpline keeping in mind the board exams
સુરત

Gujarat Board Exams :બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Board Exams : વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈ પણ મુંઝવણ હોય તો કોલ કરી સંપર્ક સાધવા અનુરોધઃ
 

 આગામી તા.૨૭ ફેબ્રુ.થી ૧૭ માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંબધિત મુંઝવણના નિવારણ માટે તથા તેઓ માનસિક દબાણમાં આવી અણધાર્યું પગલુ ન ભરી બેસે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે મો.નં. ૯૯૭૯૧ ૦૫૦૮૨ હેલ્પલાઈન નંબર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ પરીક્ષા સંબંધિત કોઈપણ મુંઝવણ હોય તો સંપર્ક સાધવા નાયબ પોલીસ મહાનિરીક્ષક-સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોયસર દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો: GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Police punitive action will be taken against those who repeatedly violate the rules
સુરત

Surat Police: સુરત પોલીસની નવી ઝુંબેશ, કરવામાં આવ્યું હેલ્મેટ વિતરણ, વારંવાર નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કરાશે દંડનીય કાર્યવાહી

by khushali ladva February 15, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • શહેરમાં ડ્રોન કેમેરા, CCTV કેમેરાથી બાજ નજર રખાશે, વારંવાર નિયમ ભંગ કરનારાઓના લાઈસન્સ રદ્દ કરાશે
  • હેલ્મેટ એ પોલીસથી બચવા નહી પણ આકસ્મિક અથવા અજાણતા જોખમો સામે પોતાની અને પરિવારના સભ્યોનું સુરક્ષા કવચ છે
  • પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
  • આજથી સુરતમાં Helmet on, Worry gone સાથે સુરત પોલીસની ખાસ ઝંબેશ
  • નર્સિંગ કાઉન્સિલના સહયોગથી નવી સિવિલ હોસ્પિટલના ૧૨૫થી વધુ મહિલા સ્ટાફને હેલ્મેટ વિતરણ કરાયું
  • સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહીઃ

Surat Police: માર્ગ સલામતી અને સુરક્ષા સંદર્ભે સુરત પોલીસ વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના હસ્તે ૧૨૫થી વધુ મહિલા સ્ટાફગણને હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આજરોજ સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી.

આ અવસરે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હેલ્મેટ એ પોલીસથી બચવા નહી પણ આકસ્મિક અથવા અજાણતાં જોખમો સામે પોતાની અને પરિવારના સભ્યોનું સુરક્ષા કવચ છે. અકસ્માતની દરેક ઘટના બને છે તેમાં મોટા ભાગે હેલ્મેટ ન પહેરવાના કારણે જ ચાલકનું મૃત્યુ થાય છે. CCTV કેમેરા અને ડ્રોન કેમેરાથી બાજ નજર રાખીને હેલ્મેટ ન પહેરનારાઓને ઈ-ચલણ ઈસ્યું કરવામાં આવશે. વારંવાર નિયમ ભંગ કરનારાઓનું લાઈસન્સ રદ્દ તેમજ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને સ્થળ પર જ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે. શહેરીજનોને નાગરિકોને સલામતી સાથે નિયમો અનુસરવા અનુરોધ કર્યો હતો. નગરજનો પોતાની સમજણથી સુરતમાં ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા થયા છે એમ જ હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પોલીસ ક્યારેય તમને રોકશે નહીં એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  World Congress of Diabetes: અવકાશ, વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં જોવા મળી નવીનતા, ડૉ. જિતેન્દ્ર સિંહે વર્લ્ડ કોગ્રેસ ઓફ ડાયબિટીસનું કર્યું ઉદ્ઘાટન
Surat Police; નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, આજથી સુરતમાં Helmet on, Worry gone સાથે સુરત પોલીસની ખાસ ઝુંબેશમાં નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફગણ સહભાગી બન્યા હતા. પોતાના સ્વ-બચાવ માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. ટુ-વ્હીલર ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરવાનો અનુરોધ કરતા તેમણે સુરત પોલીસ દ્વારા નાગરીકોની સુરક્ષા અને સલામતી માટેની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ, ટ્રાફિક DCP અમિતા વાનાણી, મેડિકલ કોલેજ ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ઈ. સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા, RMO ડો.કેતન નાયક સહિત સિવિલના ડોકટરો, નર્સિગ, સિકયુરીટી સહિતના સ્ટાફગણ, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat police Jari Zardoshi training organized for wives of police personnel in Surat, 30 sisters will get training for a month under this scheme
સુરત

Surat police: સુરતમાં પોલીસ કર્મીઓની ધર્મપત્નીઓ માટે જરી જરદોશી તાલીમનું આયોજન, આ યોજના હેઠળ ૩૦ બહેનોને એક મહિના સુધી તાલીમ મળશે

by khushali ladva February 12, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા ૩૦ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે.

Surat police: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ ગહલૌતના ધર્મપત્ની શ્રીમતી સંધ્યાબેન ગહેલૌત તથા નાયબ પોલીસ કમિશનર ભકિતબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનું અયાોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૩/૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સુરત પોલીસ મુખ્ય મથક, કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ થશે. અમી હેન્ડીક્રાફટ પ્રોડયુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા ૩૦ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. વિશેષ તાલીમ બાદ તેમને સર્ટીફીકેટ આપી તેમની વિવિધ વસ્તુઓની પ્રોડકટના ડેવલોપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે. અમી હેન્ડીક્રાફટના શ્રીમતી ભાવનાબેન દેસાઈ અને શ્રી આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર ડિઝાઈન પ્રોડકટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પુર્વ રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો:  Mahayuti Crisis : મહારાષ્ટ્રમાં કોલ્ડ વોર …? મહાયુતિ સરકારમાં હવે આ મુદ્દે ઉભો થયો વિવાદ; ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

February 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sachin GIDC Police Sachin GIDC Police took immediate action, reunited missing Kuhu Patel with her family within hours
રાજ્ય

Sachin GIDC Police: સચિન GIDC પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી, ગુમ થયેલી કુહુ પટેલનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે કરાવ્યું મિલન

by khushali ladva January 29, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • પાલીગામ તથા સચિન GIDC વિસ્તારના ૮૦થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના ચાર કલાકમાં ભાળ મેળવી લીધી
  • દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા

Sachin GIDC Police: સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની દીકરી કુહુ પટેલને સચિન GIDC પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું. પાલીગામ તથા સચિન GIDC વિસ્તારના ૮૦થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના ચાર કલાકમાં ભાળ મેળવી બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી.
સચિન GIDC વિસ્તારના ગીતાનગર વિભાગ-૦૧માં રહેતા જયપ્રકાશ પટેલની અઢી વર્ષની દિકરી કુહુ બપોરના બે વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખૂલ્લો રહી જતા રમવા માટે ઘર બહાર નીકળી ગઈ હતી. રમતા-રમતા બાજુની સોસાયટીથી નીકળી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી. ઘરમાં દિકરી ન મળતા માતાએ આકુળ-વ્યાકુળ થઈ આસપાસ શોધખોળ કરી હતી. છતા કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત વર્ણવી હતી. પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર ચાર કલાકમાં શિવનગર નજીક રિક્ષા સ્ટેન્ડ, સચિન GIDC તલંગપુર રોડ, કૃષ્ણનગર પાસેથી બાળકીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Rail Coach Restaurant: યાત્રીઓને થશે એશિયન ભોજનનો નવો સ્વાદ મળશે, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’નો શરુઆત

Sachin GIDC Police: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૨, પોલીસ કમિશનર ઝોન-૬ તેમજ એ.સી.પી.’આઈ’ ડિવીઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.ગોહિલ તથા તેમની ટીમે સર્વેલન્સ સ્ટાફની મદદથી તાત્કાલિક અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. સી.સી.ટીવી કેમેરા ચેકિંગ, ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સચીનકુમાર હસમુખલાલે દિકરીને શોધી કાઢી હતી.
સચિન GIDC પોલીસ સ્ટાફ ટીમે સજાગતા, ટીમવર્ક અને કુશળતાથી પટેલ પરિવાર સાથે દીકરીનું સુખદ પુન:મિલન કરાવ્યું હતું. દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Road Safety A unique message to follow traffic rules, students of Surat Swaminarayan Gurukul created a giant human figure; see photos
સુરત

National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ

by khushali ladva January 10, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

National Road Safety: સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ(વેડ રોડ)ના ૮૫૦ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદભૂત શિસ્ત અને ટીમવર્ક સાથે I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શહેર પોલીસના ‘આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ એવરનેસ કેમ્પેઈન’માં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શાળાસ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી શ્રી અમિતા વાનાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, ટ્રાફિક એસીપી વી.પી. ગામીત, શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, પી.આઈ. શ્રી રાઠોડ, શાળાસ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો :  Central Government: રાજ્ય સરકારોને મૂડી ખર્ચમાં વધારો કરવા કેન્દ્ર સરકારની વિમોચન યોજના, અધધ આટલા કરોડના કર વિનિમયની કરી જાહેરાત…

 

 

 

 

 

 

 

 

 

 

National Road Safety: ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારે શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય અરવિંદભાઈ ઠેસિયા, અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ સલિયા, ગુરૂકુલ કેમ્પસ સહનીરિક્ષક ભગવાનભાઈ કાકડીયા, અતિથિ ભૂ.પૂ. વિદ્યાર્થી શ્રી દિનેશભાઈ ડાંગોદરાને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગની ટીમને પણ બિરદાવ્યા હતા.


 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Police Commissioner Anupam Singh Gehlot inaugurated the celebration of ‘National Road Safety Month-2025’
સુરત

Surat Police: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

by Akash Rajbhar January 7, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૫
  • યુવાનો સહિત પરિવારના દરેક સભ્યોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો અનુરોધ કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત
  • શાળા-કોલેજો સહિત રોડ-રસ્તા પર રોડ સેફટી અંગે જાગૃતતા લાવવાનો સુરત પોલીસનો પ્રયાસ:

Surat Police: સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પ્રારંભ કરાવ્યો હતો. શાળા-કોલેજો, રસ્તાઓ પર લોકો માર્ગ સલામતીના નિયમોનું પાલન કરે તેવા આશયથી પોલીસ દ્વારા મહિના દરમિયાન વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ કમિશનરશ્રીએ સ્વચ્છ સુઘડ સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વન બને તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, શહેરમાં ટ્રાફિક સિગ્નલને આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ (AI) સાથે જોડીને ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવશે. મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ સાથે ટ્રાફિક સિગ્નલને અનુસરવા સૌ યુવાનો તમામ પરિવારજનો, નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Andheri Fire : મુંબઈના આ વિસ્તારની હાઈ રાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ આગ, એકનું મોત; જુઓ વિડીયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ટ્રાફિકને લઈને ગત વર્ષે ઘણા પરિવર્તનો આવ્યા છે. ગયા વર્ષે શહેરમાં રોડ એન્જિનિયરિંગ, સર્કલ નાના કરવા, સિગ્નલ લાઈટ ટાઈમિંગ સહિત ટ્રાફિક નિયંત્રણની વિશેષ કામગીરી કરવામાં આવી હતી. સુરત પોલીસ ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે ‘હેલ્મેટ ડ્રાઈવ’ ચલાવી રહી છે. રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
‘સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી માસ’ની ઉજવણીમાં હાજર સૌએ ટ્રાફિક સિગ્નલ અંગેની ઐતિહાસિક બદલાવની વિડીયોફિલ્મ નિહાળી હતી. વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમો અંગેની સાઈન બોર્ડ દ્વારા સમજૂતી આપી હતી, તેમજ રોડ એક્સિડન્ટ અંગેની જાગૃતિનું નુક્કડ નાટક રજૂ કર્યું હતું. સાથે વિશેષ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, સ્પેશિયલ પોલીસ કમિશનર (સેકટર-૧) વાબાંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર (ક્રાઈમ) રાઘવેન્દ્ર વત્સ, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એચ.આર.ચૌધરી, ડીસીપી (ટ્રાફિક) અમિતાબેન વાનાણી, ડીસીપી (ઝોન-૧) ભક્તિબા ડાભી, ડીસીબી ક્રાઈમ બ્રાંચના બી.પી.રોજીયા, ડીસીપી (સ્પેશિયલ બ્રાંચ) હેતલબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, ટ્રાફિક શાખાના જવાનો, રિક્ષા એસો.ના હોદ્દેદારો, અગ્રણીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Icchapor- Model Police Station Surat's Ichchapor Police Station ranked among the best police stations in India
સુરત

Icchapor- Model Police Station: સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં સ્થાન

by khushali ladva December 30, 2024
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Icchapor- Model Police Station: સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં સ્થાન પામ્યું છે. ચાલો,  જાણીએ આ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે જેના કારણે તેને આ સન્માન પ્રાપ્ત થયું. 

સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, જનમાનસમાં પોલીસ સ્ટેશનની રહેલી પરંપરાગત ધારણાને બદલી છે. આ પોલીસ સ્ટેશને જનતા અને પોલીસ વચ્ચે  હકારાત્મક સંબંધ વિકસાવ્યો છે. જેના કારણે  કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે આ પોલીસ સ્ટેશનને શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે 

આ સમાચાર પણ વાંચો  : Perplexity AI: Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા

 

પોલીસ નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્દેશની પરિપૂર્તિ કરતાં સુરતના આ પોલીસ સ્ટેશને કાર્યક્ષમતા, કાયદાનો અમલ અને સમુદાયનો સાથ જેવા પરિબળો થકી પોતાની અનોખી છાપ ઉભી કરી છે. 

હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓને ઉકેલવામાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનનો રેકોર્ડ ઉત્તમ છે.  આ પોલીસ સ્ટેશન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જાહેર સલામતીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. અહીંની સેવાઓ નાગરિક-કેન્દ્રિત છે.આમ, આ પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશન માટે મોડેલરૂપ બન્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

December 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક