Tag: SuratUpdates

  • Surat Vidhan Sabha: સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો

    Surat Vidhan Sabha: સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારોમાં કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો

    News Continuous Bureau | Mumbai

    • સુરતની અદ્યતન મતદારયાદીમાં હવે ૨૫,૭૮,૪૬૩ પુરૂષ, ૨૨,૪૩,૨૯૧ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧૭૮ મતદારો મળી કુલ ૪૮,૨૧,૯૩૨ મતદારો

    Surat Vidhan Sabha: ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના કારણે સુરતની આખરી મતદાર યાદીમાં તા.૦૧ જાન્યુઆરી-૨૦૨૫ રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા કુલ ૩૪,૭૨૭ મતદારોનો વધારો થયો છે. જેમાં ૧૮-૧૯ વયજૂથના ૧૭,૦૩૨ અને ૨૦ થી ૨૯ વયજૂથના ૧૩,૫૧૧ યુવા મતદારોની નવી નોંધણી પણ સામેલ છે.

    મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૫ અંતર્ગત તા.૨૦ ઑગસ્ટથી ૧૮ નવેમ્બર-૨૦૨૪ દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદી સુધારણા ઝુંબેશ યોજવામાં આવી હતી. તા.૨૯ ઑક્ટોબરથી તા.૨૮ નવેમ્બર-૨૦૨૪ સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગત તા.૨૯ ઑક્ટોબર-૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી સુરતની મુસદ્દા મતદાર યાદીમાં ૪૭,૮૭,૨૦૫ મતદારો નોંધાયેલા હતા. તા.૬/૧/૨૦૨૫ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અનુસાર ૨૫,૭૮,૪૬૩ પુરૂષ, ૨૨,૪૩,૨૯૧ સ્ત્રી અને ત્રીજી જાતિના ૧૭૮ મતદારો મળી કુલ ૪૮,૨૧,૯૩૨ મતદારો થયા છે.

    આ સમાચાર પણ વાંચો : Australia Seaplane Crash: ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, ટાપુમાં સી પ્લેન ક્રેશ; પાયલોટ સહિત આટલા લોકોના મોત; જુઓ વિડીયો

    અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ૧/૧/૨૦૨૫ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય એવા યુવાનો, તેમજ કોઈ કારણસર બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઈલ એપ Voter Helpline App અને વેબસાઈટ http://voters.eci.gov.in/ તેમજ www.voterportal.eci.gov.in ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી, પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે.

    હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Road Safety:સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ

    Road Safety:સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાઈ

    News Continuous Bureau | Mumbai

    Road Safety: પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
    બેઠકમાં પોલીસ કમિશનરશ્રીએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે એમ જણાવી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
    આ ઉપરાંત, રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકા દ્વારા નવેમ્બરમાં ૩૯૩ અને ડિસેમ્બરમાં ૨૧૩ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા અને ૧૮ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  :Hazira Oil Companies: હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

    ઝોનલ ઓફિસરોએ કરેલ કામગીરી જેવી કે,સ્ટોપ લાઇન, ઝીબ્રા ક્રોસિંગ, નો પાર્કિંગ- સ્પીડ લિમીટ-પાર્કીંગના સાઇન બોર્ડ અને પીળા પટ્ટા સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જંક્શન પાસે થતાં ટ્રાફિકને હલ કરવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા.
    વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ૮૯૭ વાહનચાલકો અને વર્ષ ૨૦૨૪ માં ૯૯૫ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી, જે મુદ્દાની ચર્ચા કરતા કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે, માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

    આ સમાચાર પણ વાંચો  :Israel Benjamin Netanyahu : યુદ્ધ વચ્ચે યારીવ લેવિન બન્યા ઇઝરાયેલના કાર્યકારી વડાપ્રધાન, જાણો કારણ..

    આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા, ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો, બ્લેક સ્પોટ પર ૧૦૮ ઈમર્જન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરાઈ હતી.
    બેઠકમાં ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક, આર.ટી.ઓ અધિકારી, મનપાના કાર્યપાલક ઈજનેર, ટ્રાફિક શાખાના અધિકારીઓ, કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Swamitva Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે

    Swamitva Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૫૮ લાખ મકાનમાલિકોને પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે

    News Continuous Bureau | Mumbai

    • સુરત જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મિલકતધારકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે
    • પ્રોપર્ટી કાર્ડ મળવાથી માલિકીહક્ક દર્શાવતો કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે

    Swamitva Yojana: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૨૭મી ડિસેમ્બરે સમગ્ર દેશના ૫૦ હજાર ગામોના ૫૮ લાખથી વધુ મકાનમાલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ- વિતરણ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ આવતીકાલ તા.૨૭/૧૨/૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૩૦ વાગે બારડોલી તાલુકાની ઈસરોલીની તાજપોર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના ૫૪ ગામોના ૬૫૮૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
    વડાપ્રધાનશ્રી હસ્તે ઇ-વિતરણના આ કાર્યક્રમમાં ઓલપાડના બે ગામોના ૩૧૫, ચોર્યાસીના પાંચ ગામોના ૫૦૫, બારડોલલીના પાંચ ગામોના ૭૩૯, માંગરોળના ૧૩ ગામોના ૧૪૩૩, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, માંડવીના ૧૧ ગામોના ૧૫૬૪, મહુવાના આઠ ગામોના ૧૧૭૫, ઉમરપાડાના નવ ગામોના ૮૦૯ તથા પલસાણાના એક ગામના ૪૫ મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાશે.

    આ સમાચાર પણ વાંચો  : Natural Farming :રાજ્યપાલશ્રીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લેતા ચોર્યાસી તાલુકાના કુંભારિયા ગામના ખેડૂત રમેશભાઈ પટેલ
    ભારત સરકારના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના જાહેર કરવામાં આવી છે. સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે છે. આજના ડિજીટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે.
    પ્રોપર્ટી કાર્ડ મળવાથી થનારા ફાયદાઓની વિગતો જોઈએ તો, ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકતધારકોને માલિકીહક્ક દર્શાવતો એક કાયદાકીય દસ્તાવેજ મળશે. જેનાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે., મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે. મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

    Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

    News Continuous Bureau | Mumbai

    • સુરત શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬,૨૯૫ વડીલોને આધારથી એનરોલ કરી યોજના હેઠળ લાભાન્વિત કરાયા

    Ayushman Bharat: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય- ‘આયુષ્માન ભારત’ યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. પરિવારદીઠ રૂ.૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપતી આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પારવાના ઉદ્દેશ સાથે વયવંદના કાર્યક્રમ અમલી બનાવાયો છે. આ યોજના હેઠળ ૭૦+ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે જેના થકી તેઓ નિયત બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.
    સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાને લીધા વગર આયુષ્માન વયવંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં કુલ ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા છે, જેમાં શહેરમાં ૧,૮૫,૮૮૩ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. PMJAY યોજનામાં જોડાયેલી હોસ્પિટલોમાં આયુષ્માન વય વંદના કાર્ડ રજૂ કરી સારવાર મેળવી શકશે.

    Salute to the elders 2,42,178 senior citizens covered in Surat city-district under Ayushman Vayavand's 70+ program

    આ સમાચાર પણ વાંચો  : PM Modi: પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

    સુરત શહેરી વિસ્તારોમાં ૭૦ વર્ષથી વધુ વયના આશરે ૩ લાખ જેટલા પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરીકોને આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવશે. હાલ ૧,૮૫,૮૮૩ વરિષ્ઠ નાગરિકોને કાર્ડ આપી વયવંદના યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય ટીમો દ્વારા આયુષ્માન વયવંદના યોજના હેઠળ બાકી રહેલા વડીલોને પણ આધારકાર્ડથી એનરોલ કરી લાભ આપવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે એમ સુરત મનપાના ડે. કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.
    સુરત જિલ્લાના ૫૬,૨૯૫ વડીલોને કાર્ડ ઈસ્યુ કરી લાભ આપવામાં આવ્યો છે. ઘણા બાકી રહેલા વડીલોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કે.વાય.સી.ની થઈ રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ઈસ્યુ થશે. આ કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની ટીમો સંલગ્ન વિભાગોના સંકલનમાં રહીને ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે એમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડો.પરેશ સુરતીએ જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  :Unimech Aerospace IPO: યુનિમેક એરોસ્પેસ IPOનું બમ્પર લિસ્ટિંગ! રોકાણકારો સબ્સ્ક્રિપ્શન માટે તૂટી પડ્યા, જાણો GMP
    સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના ૬૨ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નિયત આરોગ્ય કેન્દ્રો પર નોંધણી કરી વયવંદના કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ છે. સિનીયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ કાઢવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
    • ગુગલ પ્લે સ્ટોર પરથી “આયુષ્માન” એપ ડાઉનલોડ કરો
    • ત્યારબાદ આધાર મુજબ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
    • ૭૦ થી વધુ વયના વડીલો માટે નોંધણી માટે એક બટન મળશે
    • આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો
    • એક કેમેરા બટન પર ક્લિક કરો
    • વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો
    • આયુષ્માન કાર્ડ “નોંધાયેલ” સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે – આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો. તમામ સ્ટેપમાં મોબાઇલ પર ઓટીપી આવશે જે કાળજીપૂર્વક દાખલ કરવો.
    • આ ઉપરાંત https://beneficiary.nha.gov.in પર જઇ આ યોજનામાં એનરોલમેન્ટ કરાવી શકાય છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • PM Awas Yojana: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..

    PM Awas Yojana: કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે સુરત ખાતે પ્રધાનમંત્રી આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, આટલા લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર..

    News Continuous Bureau | Mumbai

    • જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકારનું ધ્યેય
    • કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં યોજનાકીય સહાયથી ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે

    કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

    • સુરત શહેરના ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે: મેયર દક્ષેશભાઈ માવાણી

    PM Awas Yojana: સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


    ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર-રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો  : Pilibhit Encounter: ઉત્તર પ્રદેશમાં મોટું એન્કાઉન્ટર, ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આટલા આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો..

    હાલ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો માં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહિ રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.


    વડાપ્રધાનશ્રીના દૂરંદેશીપૂર્ણ વિઝનથી રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશભરમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રાજ્ય અને કેન્દ્રની આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધાઓ મળી છે. સુરત શહેર ભૂતકાળમાં અસ્વચ્છ શહેર હતું, પરંતુ આજે સુરત સ્વચ્છતાની મિસાલ કાયમ કરી રહ્યું છે. સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
    કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં યોજનાકીય સહાયથી ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, પાણીની વૈશ્વિક સમસ્યા નિવારવા દક્ષિણ ગુજરાતથી શરૂ કરેલુ રાજ્યવ્યાપી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’ દેશવાસીઓને જળસંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની નવી રાહ ચીંધી રહ્યું છે.


    મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યુ હતું કે, જેમ જેમ સુરત વિકાસની તેજ ગતિ સાથે ઝડપથી વિસ્તરી રહ્યું છે, તેમ રાજ્ય-કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને વધુને વધુ આવાસીય સુવિધાઓ, ઈન્ફાસ્ટ્રકચર સહિત જનસુખાકારીની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ. પીએમ આવાસ યોજનાએ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. પી.એમ.આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં સુરત રાજ્યભરમાં મોખરે છે. વિશ્વફલક પર ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતું સુરત સ્વચ્છતાથી લઈ ઝીરો સ્લમ તરફ તેજગતિથી આગળ વધી રહ્યું છે, સુરતના ઝીરો સ્લમ કોન્સેપ્ટના પાયામાં પીએમ આવાસ યોજનાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો  : Maharashtra Cabinet Portfolio: મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી થઇ, પણ દેવેન્દ્ર ફડણવીસનું ટેન્શન યથાવત; આ મુદ્દા પર અડગ શિંદે અને પવાર..

    આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, વિવિધ સમિતિના અધ્યક્ષ, કોર્પોરેટર્સ સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.