Tag: surgery

  • Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત

    Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Sherlyn Chopra: બોલીવુડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન શર્લિન ચોપરા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી કરાવી છે. શર્લિને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે લાંબા સમયથી તેને પીઠ, ગળા અને છાતીમાં ભારે દુખાવો થતો હતો, જેનું કારણ હેવી ઇમ્પ્લાન્ટ હતું.

    આ સમાચાર પણ વાંચો : Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!

    સર્જરી બાદ શર્લિનનો રિએક્શન

    વિડિયોમાં શર્લિને કહ્યું, “મારા છાતી પરથી ભારે બોજ ઉતરી ગયો છે. એક ઇમ્પ્લાન્ટનું વજન 825 ગ્રામ હતું. હવે હું ખૂબ હળવી અને સારી અનુભૂતિ કરી રહી છું.” તેણે ડોક્ટર્સની ટીમનો આભાર માન્યો અને લખ્યું કે અનાવશ્યક બોજ સાથે જીવન જીવવાનો કોઈ અર્થ નથી.શર્લિને અગાઉ પણ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે તેને સતત છાતીમાં ભારેપણું અને પ્રેશર અનુભવાતું હતું. અનેક ડોક્ટર્સને બતાવ્યા બાદ ખબર પડી કે આ સમસ્યા હેવી ઇમ્પ્લાન્ટને કારણે છે. ત્યારબાદ તેણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.

    View this post on Instagram

    A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_)

    શર્લિનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે કોમેન્ટ્સમાં તેમની હિંમતની પ્રશંસા કરી અને શુભેચ્છાઓ પાઠવી. ઘણા યુઝર્સે કહ્યું કે આ નિર્ણય તેમના આરોગ્ય માટે યોગ્ય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh Khan: શાહરૂખ ખાન એ તેની શોલ્ડર ની ઇજા વિશે માહિતી આપતા કહી આવી વાત, સાજા થતા લાગશે આટલો સમય

    Shahrukh Khan: શાહરૂખ ખાન એ તેની શોલ્ડર ની ઇજા વિશે માહિતી આપતા કહી આવી વાત, સાજા થતા લાગશે આટલો સમય

    News Continuous Bureau | Mumbai

    Shahrukh Khan: બોલીવૂડના કિંગ શાહરુખ ખાન એ પોતાના પુત્ર આર્યન ખાનના ડેબ્યૂ શો ‘The Bad’s of Bollywood’ના લોન્ચ ઇવેન્ટમાં પોતાની તબિયત અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે તેમના શોલ્ડર માં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે બીજી વખત સર્જરી કરાવવી પડી. આ સર્જરી નાની નહીં, પણ થોડી મોટી અને મુશ્કેલ હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને સંપૂર્ણ સાજા થવામાં 1-2 મહિના લાગી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : War 2 : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શન-થ્રિલર ફિલ્મે માત્ર 5 દિવસમાં કરી અધધ આટલા કરોડ ની કમાણી

    શાહરુખ ખાન નો મજાક ભર્યો અંદાજ 

    શાહરુખે પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં વાત કરતા કહ્યું કે, “હું હજી પણ હિંમત સાથે ઉભો છું. નેશનલ એવોર્ડ ઉઠાવવા માટે મારો એક હાથ પૂરતો છે!” – એમ કહીને તેમણે વાતાવરણ હળવું કર્યું. તેમના આ હાસ્યભર્યા નિવેદનથી ઇવેન્ટમાં હાજર લોકો ખુશ થઈ ગયા.શાહરુખના ફેન્સ તેમના હેલ્થ અપડેટ  બાદ સોશિયલ મીડિયા પર સતત પ્રેમ અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ઘણા ફેન્સે તેમના હિંમત અને જુસ્સાને સલામ કરી છે.

    View this post on Instagram

    A post shared by Instant Bollywood (@instantbollywood)

    શાહરુખે આર્યનના ડિબ્યૂ શો ‘The Bad’s of Bollywood’ના લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. તેમનું હાજર રહેવું એ સાબિત કરે છે કે તેઓ પરિવાર માટે હંમેશા મજબૂત સપોર્ટ સિસ્ટમ છે. આર્યનના ભાષણ દરમિયાન પણ શાહરુખે હાસ્ય અને પ્રેમથી ભરેલો મોમેન્ટ સર્જ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dipika kakar Video: દીપિકા કક્કડ ને કેન્સર ની સર્જરી બાદ 11 માં દિવસે મળી હોસ્પિટલમાંથી રજા, પતિ શોએબે શેર કર્યો ભાવુક વીડિયો

    Dipika kakar Video: દીપિકા કક્કડ ને કેન્સર ની સર્જરી બાદ 11 માં દિવસે મળી હોસ્પિટલમાંથી રજા, પતિ શોએબે શેર કર્યો ભાવુક વીડિયો

    News Continuous Bureau | Mumbai 

    Dipika kakar Video: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. લીવર કેન્સર  ના કારણે થયેલી સર્જરી પછી 11 દિવસ સુધી હોસ્પિટલમાં રહીને હવે દીપિકા ઘરે પરત ફરી છે. તેના પતિ શોએબ ઇબ્રાહિમ એ પોતાના યૂટ્યુબ બ્લોગમાં દીપિકાની હાલત અને ઘરે આવવાની ઝલક દર્શકો સાથે શેર કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં જોવા મળશે સાસુ-વહુ નો ડ્રામા,સલમાન ખાન ના શો માં થઇ અનુપમા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી!

    શોએબે બ્લોગમાં આપ્યું દીપિકાની તબિયત અંગે અપડેટ

    શોએબ ઇબ્રાહિમ પોતાના યૂટ્યુબ ચેનલ પર દીપિકાની તબિયત અંગે સતત અપડેટ આપી રહ્યો છે. તાજેતરના બ્લોગમાં તેણે જણાવ્યું કે દીપિકા હવે ઘરે આવી ગઈ છે અને ધીરે ધીરે રિકવરી કરી રહી છે. હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર્સનો તેણે દિલથી આભાર માન્યો છે.વીડિયો દરમિયાન દીપિકા કક્કડ એ પોતાના ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તે હવે ઘેર આવીને ખૂબ ખુશ છે. દીકરો પણ તેની રાહ જોઈ રહ્યો હતો. શોએબે જણાવ્યું કે હજુ પણ ચેકઅપ માટે હોસ્પિટલ જવું પડશે અને દવાઓ ચાલુ રહેશે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

    વીડિયોના અંતમાં દીપિકા અને શોએબે અમદાવાદ માં થયેલા પ્લેન ક્રેશ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે જીવન અનિશ્ચિત છે અને દરેક ક્ષણને જીવવી જોઈએ. તેમણે દુર્ઘટનામાં પીડિત પરિવારો માટે પ્રાર્થના  કરી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dipika Kakar Health Update: લીવર કેન્સરની સર્જરી બાદ ICU માં હતી દીપિકા કક્કડ, પતિ શોએબ ઇબ્રાહિમ એ હેલ્થ અપડેટ આપતા કહી આવી વાત

    Dipika Kakar Health Update: લીવર કેન્સરની સર્જરી બાદ ICU માં હતી દીપિકા કક્કડ, પતિ શોએબ ઇબ્રાહિમ એ હેલ્થ અપડેટ આપતા કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Dipika Kakar Health Update: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ હાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. લીવર કેન્સર માટે 14 કલાક લાંબી સર્જરી બાદ તે ICUમાં દાખલ હતી. પતિ શોએબ ઇબ્રાહિમ એ પોતાના વ્લોગમાં દીપિકાની તબિયત વિશે વિગતવાર માહિતી આપી છે અને ચાહકોનો આભાર માન્યો છે કે જેમણે દીપિકા ના સારા થવા માટે પ્રાર્થના કરી હતી.

    આ સમાચાર પણ વાંચો: Rekha and Amitabh bachchan: રણજીત એ અભિનેત્રી રેખા ને લઈને કર્યો મોટો ખુલાસો, અમિતાભ સાથે એક સાંજ વિતાવવા માટે છોડી હતી આ ફિલ્મ

    દીપિકા ICUમાંથી બહાર આવી

    શોએબે જણાવ્યું કે દીપિકા ત્રણ દિવસ સુધી ICUમાં રહી હતી. હવે ડોક્ટરોએ તેને સામાન્ય રૂમમાં ખસેડી છે. તે હજુ હોસ્પિટલમાં રહેશે કારણ કે સર્જરી ખૂબ જ મોટી હતી. દીપિકા 14 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં હતી, જે પરિવાર માટે ખૂબ જ તણાવભર્યું હતું. શોએબે વધુમાં જણાવ્યું કે ડોક્ટરો એ દીપિકાના પિત્તાશય માંથી પથરી કાઢી નાખી છે અને લીવરનો નાનો ભાગ પણ દૂર કર્યો છે કારણ કે ત્યાં કેન્સરયુક્ત ટ્યુમર હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ લીવર એ સ્વ-પુનઃસ્થાપિત થતો અંગ છે, એટલે સમય જતાં તે પોતે જ સાજો થઈ જાય છે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

    શોએબે પોતાના વ્લોગમાં ચાહકોનો દિલથી આભાર માન્યો છે. તેણે કહ્યું કે, “અમે બધાં ખૂબ જ ઘભરાઈ ગયા હતા કારણ કે ઓપરેશન દરમિયાન કોઈ અપડેટ મળતું નહોતું. પણ ડોક્ટરોએ કહ્યું કે જો અપડેટ ન મળે તો સમજવું કે બધું સારી રીતે ચાલી રહ્યું છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dipika Kakar Liver Tumor: દીપિકા કક્કડ બની આ ગંભીર બીમારી નો શિકાર, પતિ શોએબ એ કર્યો ખુલાસો

    Dipika Kakar Liver Tumor: દીપિકા કક્કડ બની આ ગંભીર બીમારી નો શિકાર, પતિ શોએબ એ કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    Dipika Kakar Liver Tumor: ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ હાલમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહી છે. તેના પતિ અને અભિનેતા શોએબ ઇબ્રાહિમ એ તાજેતરના વ્લોગમાં ખુલાસો કર્યો કે દિપિકા ના લિવરના ડાબા ભાગમાં ટેનિસ બૉલના કદ જેટલો મોટો ટ્યુમર થયો છે. હાલે તે હોસ્પિટલમાં દાખલ છે અને સર્જરી માટે તૈયારી ચાલી રહી છે

    આ સમાચાર પણ વાંચો:  Ajay Devgn: ‘કરાટે કિડ લેજેન્ડ’ ના ટ્રેલર લોન્ચ પર પુત્ર યુગ સાથે પહોંચેલા અજય દેવગને ઓપરેશન સિંદૂર પર કહી એવી વાત કે ચાહકો થઇ ગયા ખુશ

    શરૂઆતમાં લાગ્યું સામાન્ય દુખાવો, પછી થયો મોટો ખુલાસો

    શોએબે જણાવ્યું કે જ્યારે તેઓ ચંડીગઢમાં હતા ત્યારે દિપિકાને પેટમાં દુખાવો શરૂ થયો. શરૂઆતમાં તેમને લાગ્યું કે એ એસિડિટી છે, પણ દુખાવો વધતા ડૉક્ટર પાસે ગયા. બ્લડ ટેસ્ટ અને CT સ્કેન બાદ ખબર પડી કે લિવરમાં મોટો ટ્યુમર છે. આ સમાચારથી પરિવાર હચમચી ગયો હતો. શોએબે જણાવ્યું કે ટ્યુમર કેન્સર  છે કે નહીં એ અંગે ડૉક્ટર્સે હજી સુધી સ્પષ્ટતા કરી નથી, પણ અત્યાર સુધીના રિપોર્ટ્સ મુજબ એ બેનાઇન છે. વધુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સર્જરી થવાની શક્યતા છે.

    શોએબે તેના વ્લોગ માં ફેન્સને દીપિકા માટે દુઆ કરવાનું કહ્યું છે. તેણે જણાવ્યું કે દીપિકા હાલ હોસ્પિટલમાં છે અને તેમનો પુત્ર રૂહાન પણ માતા વિના રહેવા માટે તૈયાર નથી. પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

    Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

    News Continuous Bureau | Mumbai

    Pawandeep Rajan Health Update: ઇન્ડિયન આઇડલ 12  વિજેતા પવનદીપ રાજનનો તાજેતરમાં ભયાનક કાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં તેને અનેક ફ્રેક્ચર અને ઇજાઓ થઈ છે. હાલ પવનદીપ હોસ્પિટલમાં દાખલ છે અને તેની અનેક સર્જરી કરવામાં આવી છે. ફેન્સ પવનદીપ ના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન પવનદીપ ની ટીમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિંગરનો હેલ્થ અપડેટ શેર કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો: Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

    પવનદીપ રાજનની 3 સર્જરી

    પવનદીપ રાજન નું હેલ્થ અપડેટ શેર કરતા ટીમે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે, “બધાને નમસ્કાર, પવનની કાલે 3 વધુ સર્જરીઓ થઈ. સવારે તેમને ઓટીમાં લઈ જવામાં આવ્યા અને 8 કલાકના લાંબા ટ્રીટમેન્ટ બાદ તેમના બાકી રહેલા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હજી પણ તે આઈસિયુમાં ઓબ્ઝર્વેશનમાં છે અને થોડા દિવસો સુધી ત્યાં જ રહેશે. ડોક્ટરે કહ્યું છે કે હવે ટ્રીટમેન્ટ અને રિકવરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી ચાલો આપણે તેની જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ. ફરીથી, બધી દૂઆ ઓ અને પ્રાર્થના ઓ માટે તમારો આભાર.”

    View this post on Instagram

    A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

    પવનદીપ એક પરફોર્મન્સ માટે અમદાવાદની ફ્લાઇટ પકડવા માટે દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા કેન્ટર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારના ચિંથડા ઉડી ગયા હતા. પવનદીપ સાથે ગાડીમાં હાજર બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ram Kapoor Transformation : શું રામ કપૂરે સર્જરી કરાવીને પોતાને ફિટ બનાવ્યા? અભિનેતાએ વિડીયો શેર કરી કર્યો ખુલાસો; જાણો 55 કિલો વજન ઘટાડવા માટે કયો ડાયેટ પ્લાન ફોલો કર્યો

    Ram Kapoor Transformation : શું રામ કપૂરે સર્જરી કરાવીને પોતાને ફિટ બનાવ્યા? અભિનેતાએ વિડીયો શેર કરી કર્યો ખુલાસો; જાણો 55 કિલો વજન ઘટાડવા માટે કયો ડાયેટ પ્લાન ફોલો કર્યો

    News Continuous Bureau | Mumbai

    Ram Kapoor Transformation: લોકપ્રિય ટીવી અભિનેતા રામ કપૂરે પોતાના અભિનય અને શૈલીથી ઇન્ડસ્ટ્રીમાં એક મજબૂત ઓળખ બનાવી છે. રામ કપૂરે માત્ર ટીવીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી લઈને ‘મેરે ડેડ કી દુલ્હન’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. પરંતુ આ દિવસોમાં રામ કપૂર પોતાના પરિવર્તનને કારણે સમાચારમાં છે. રામ કપૂરે લગભગ 55 કિલો વજન ઘટાડ્યું છે અને પોતાને એટલો ફિટ બનાવી દીધો છે કે લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જોકે, રામ કપૂરના પરિવર્તન અંગે ઘણી વખત પ્રશ્નો ઉભા થયા હતા કે શું તેમણે કોઈ સર્જરીની મદદ લીધી છે. હવે રામ કપૂરે પોતે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. 

    View this post on Instagram

    A post shared by Ram Kapoor (@iamramkapoor)

    રામ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સર્જરી જેવી અફવાઓ પર સત્ય બોલતા જોવા મળે છે. રામ કપૂરે એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં કહ્યું, “હેલો મારા ઇન્સ્ટા પરિવાર, તમે બધા કેમ છો? તો આ સમાચાર વાયરલ થયા પછી, ઘણા લોકો વિચારી રહ્યા છે કે મેં કોઈ સર્જરી કે દવાની મદદ લીધી છે. સૌ પ્રથમ, જો મેં તે કર્યું હોય તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જો હું સાબિત કરું કે મેં તે કર્યું નથી.” રામ કપૂરે પોતાના બાઈસેપ્સ બતાવતા કહ્યું, “હું અહીં સુધી પહોંચી ગયો છું પણ કામ હજુ ચાલુ છે.”

    આ સમાચાર પણ વાંચો : Ram kapoor: ફેટ ટુ ફિટ, રામ કપૂરે ઘટાડ્યું અધધ આટલા કિલો વજન, અભિનેતા નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમારા પણ ઉડી જશે હોશ

    Ram Kapoor Transformation: વજન ઘટાડવા માટે પાંચ વર્ષની મહેન

    મહત્વનું છે કે રામ કપૂરે ઘણા મહિનાઓ પછી ડિસેમ્બર 2024 માં એક ફોટો શેર કર્યો. જેમાં તેના શરીરમાં ઘણો ફરક હતો. રામ કપૂરે એક વર્ષમાં વજન ઘટાડ્યું અને મીડિયા સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, તેમણે તેમના વર્કઆઉટ્સ અને વજન ઘટાડવા વિશે વાત કરી. રામ કપૂરે જણાવ્યું કે તે વજન ઘટાડવા માટે 5 વર્ષથી સખત મહેનત કરી રહ્યો છે. મેં જે કર્યું તે પ્રાપ્ત કરવામાં મને પાંચ વર્ષ લાગ્યા. મેં 30 કિલો વજન ઘટાડ્યું હતું અને તે પાછું મેળવી લીધું. પણ તેનાથી મને શીખવામાં મદદ મળી કે શું ન કરવું.

    View this post on Instagram

    A post shared by Cyrus Says (@whatcyrussays)

    Ram Kapoor Transformation : આ છે રામ કપૂરનો ડાયેટ પ્લાન

    રામ કપૂરે જણાવ્યું કે તે દિવસમાં ફક્ત બે વાર જ ખોરાક લે છે. તે પોતાનું પહેલું ભોજન સવારે 10:30 થી 11 વાગ્યે અને બીજું ભોજન સાંજે 6:30 વાગ્યે લે છે. રામ કપૂરે જણાવ્યું કે આ સમય દરમિયાન તે કંઈપણ ખાવાનું ટાળે છે. રામ કપૂરે જણાવ્યું કે તે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે, જ્યાં તે આઠ કલાકના અંતરે ખોરાક ખાય છે અને 16 કલાક ઉપવાસ કરે છે. તે 45 મિનિટ કાર્ડિયો અને ૪૫ મિનિટ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે. સાથે તે સ્વસ્થ ઊંઘ લે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Archana puran singh: અર્ચના પૂરણસિંહ થઇ હોસ્પિટલ માં દાખલ, અભિનેત્રી એ વિડીયો શેર કરી આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

    Archana puran singh: અર્ચના પૂરણસિંહ થઇ હોસ્પિટલ માં દાખલ, અભિનેત્રી એ વિડીયો શેર કરી આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

    News Continuous Bureau | Mumbai

    Archana puran singh: અર્ચના પૂરણસિંહ કપિલ શર્મા ના શો માં જોવા મળે છે. તાજેતર માં અર્ચના એ ફરાહ ખાન ના કહેવા પર પોતાની એક યુટ્યુબ ચેનલ ખોલી છે. અર્ચનાએ તેની યુટ્યુબ ચેનલ પર સક્રિય થવાનું શરૂ કર્યું છે.  અર્ચના પૂરણસિંહ તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે અર્ચના હોસ્પિટલ માં દાખલ થઇ છે અને તેની સર્જરી કરવામાં આવી છે અભિનેત્રી એ એક વિડીયો શેર કરીને આ માહિતી આપી છે. 

    આ સમાચાર પણ વાંચો: Pushpa 2 OTT release: પુષ્પા 2 ના ઓટીટી રિલીઝ ની જાહેરાત થઇ હોવા છતાં લોકો થયા નારાજ, જાણો શું છે કારણ

    અર્ચના પૂરણસિંહ એ શેર કર્યો વિડીયો 

    અર્ચના પૂરણસિંહ એ શેર કરેલા વિડીયો ની શરૂઆત ફિલ્મ ના શૂટિંગ સાથે થાય છે. શૂટિંગ દરમિયાન અચાનક અર્ચના પૂરણ સિંહ ચીસો પાડતી સંભળાય છે ત્યારબાદ વીડિયોમાં અર્ચનાના ઘરના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે જ્યાં તેનો મોટો દીકરો આયુષ્માન તેના ભાઈ આર્યમનને તેની માતાના અકસ્માત વિશે જાણ કરતો જોવા મળે છે. વીડિયોમાં આગળ, તેના પતિ પરમીત કહે છે કે અર્ચનાનો અકસ્માત થયો હતો અને ગઈકાલે તેનું ઓપરેશન થયું હતું. અર્ચના કહે છે કે તેના હાથમાં સોજો હવે ઓછો થઈ ગયો છે, નહીંતર તેનો હાથ પર ખૂબ જ સોજો હતો. અર્ચના ઘણી મુશ્કેલી અને પીડામાં હોય તેવું લાગતું હતું.

    અર્ચના પૂરણસિંહ એ વિડીયો સાથે કેપશન માં લખ્યું, ‘જે થાય છે તે સારા માટે થાય છે… હું તેનો વિશ્વાસ કરવાનો પ્રયાસ કરી રહી છું… હું ઠીક છું.’ હું સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહી છું. (હવે તમને ખ્યાલ આવશે કે ફક્ત એક હાથે કંઈપણ કરવું કેટલું મુશ્કેલ છે.) મારી યુટ્યુબ ચેનલ પર આખો એપિસોડ જુઓ. અર્ચના એ તે કઈ હોસ્પિટલ માં દાખલ છે તે જણાવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અર્ચના ને વિલે પાર્લે ની નાણાવટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Saif ali khan health update: કપૂર અને ખાન પરિવાર ની ચિંતા માં થયો વધારો, લાંબી સર્જરી બાદ પણ બેભાન છે સૈફ અલી ખાન, જાણો શું છે કારણ

    Saif ali khan health update: કપૂર અને ખાન પરિવાર ની ચિંતા માં થયો વધારો, લાંબી સર્જરી બાદ પણ બેભાન છે સૈફ અલી ખાન, જાણો શું છે કારણ

    News Continuous Bureau | Mumbai

    Saif ali khan health update: સૈફ અલી ખાન પર ચોરે છરીથી 6 વાર હુમલો કર્યો હતો જેને લઈને સૈફ ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને મુંબઈ ની લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સૈફ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં ડોક્ટરોની એક મોટી ટીમ એ અભિનેતા ની સર્જરી કરી હતી.હવે અભિનેતા નું હેલ્થ અપડેટ સામે આવ્યું છે જેના કારણે કપૂર અને ખાન પરિવાર ચિંતામાં મુકાયો છે.  

    આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Attack Update: સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ વ્યક્તિની તસવીર સામે આવી, CCTVમાં કેદ થયો ફોટો… જુઓ

    સૈફ અલી ખાન ને નથી આવ્યો હોશ 

    સૈફ પર હુમલો થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી થઇ હતી. સર્જરી દરમિયાન ડોકટરો એ સૈફ ની કરોડરજ્જુ માં ઘૂસેલો બ્લેડ નો ટુકડો કાઢ્યો હતો.હાલ સૈફ અલી ખાન ખતરામાંથી બહાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, સૈફ હજુ પણ બેભાન છે. સર્જરી પછી પણ તેને હજુ સુધી હોશ આવ્યો નથી.ડોકટરો ની ટિમ સૈફ ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.આ દરમિયાન સૈફ ના પરિવાર વાળા તેને મળવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    એક મીડિયા હાઉસ ના રિપોર્ટ મુજબ, સર્જરી દરમિયાન સૈફની કરોડરજ્જુમાં ઘૂસી ગયેલ બ્લેડ કાઢી નાખવામાં આવી ત્યારથી કરોડરજ્જુમાંથી પ્રવાહી લીક થઈ રહ્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Saif ali khan attack update: ચાર કલાક ચાલી સૈફ અલી ખાન ની સર્જરી, ફોરેન્સિક ટિમ કરી રહી છે અભિનેતા ના ઘર ની તાપસ, જાણો તમામ અપડેટ અહીં

    Saif ali khan attack update: ચાર કલાક ચાલી સૈફ અલી ખાન ની સર્જરી, ફોરેન્સિક ટિમ કરી રહી છે અભિનેતા ના ઘર ની તાપસ, જાણો તમામ અપડેટ અહીં

    News Continuous Bureau | Mumbai

    Saif ali khan attack update: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં ચોર એ છરી વડે હુમલો કર્યો હતો. લગભગ 3.30 વાગ્યા ની આસપાસ સૈફ અલી ખાન ને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. લીલાવતી હોસ્પિટલના સીઓઓ એ જણાવ્યું હતું કે સવારે 5.30 વાગ્યે સૈફ અલી ખાન ની સર્જરી શરૂ થઈ હતી અને ચાર કલાક સુધી ચાલી હતી.હવે આ મામલે ફોરેન્સિક ટિમ અભિનેતા ના ઘર ની તપાસ કરી રહી છે. 

    આ સમાચાર પણ વાંચો: Yeh jawaani hai deewani stars: કરણ જોહર ની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં કેમિયો કરશે યે જવાની હૈ દીવાની ના સ્ટાર્સ! કાર્તિક આર્યન ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

    ફોરેન્સિક ટિમ કરી રહી છે તપાસ 

    મુંબઈ પોલીસના ડીસીપી એ જણાવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજના પહેલા 2 કલાકમાં, કોઈ અંદર પ્રવેશતું જોવા મળ્યું ન હતું. પોલીસને શંકા છે કે હુમલાખોર પહેલાથી જ અંદર હતો. મહિલા સ્ટાફ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેની પણ સારવાર ચાલી રહી છે.” મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સૈફ અલી ખાનના ઘરની આસપાસની ઇમારતોની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ફોરેન્સિક રિમ પણ સૈફ અલી ખાન ના ઘર ની તપાસ કરી રહી છે. 

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    લીલાવતી હોસ્પિટલના સીઓઓ ના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ સાથે જ લીલાવતી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈફની એક ઈજા ખૂબ ઊંડી હતી. ત્યાં 10 ટાંકા લેવામાંઆવ્યા છે. સારી વાત એ છે કે છરીના હુમલાથી તેની કરોડરજ્જુ પર કોઈ અસર થઈ ન હતી અને ન તો કોઈ મહત્વપૂર્ણ અંગ પર કોઈ અસર થઈ હતી.મીડિયા રિપોર્ટ મુજબ, સર્જરી દરમિયાન સૈફના શરીરમાંથી એક તીક્ષ્ણ ટુકડો મળી આવ્યો હતો. આ ટુકડાની લંબાઈ લગભગ 2-3 ઇંચ હોવાનું કહેવાય છે.