Tag: suv car

  • Tata Nexon:  TATA નો કમાલ! NEXONનું સસ્તું વેરિઅન્ટ લૉન્ચ, Tata ની આકર્ષક કિંમતમાં રૂ. 1.10 લાખનો ઘટાડો.. જાણો શું આની વિશેષતા…

    Tata Nexon: TATA નો કમાલ! NEXONનું સસ્તું વેરિઅન્ટ લૉન્ચ, Tata ની આકર્ષક કિંમતમાં રૂ. 1.10 લાખનો ઘટાડો.. જાણો શું આની વિશેષતા…

     News Continuous Bureau | Mumbai

    Tata Nexon: દેશની અગ્રણી કાર ઉત્પાદન કંપની ટાટા મોટર્સે ( TATA Motors ) તાજેતરમાં જ તેની પ્રખ્યાત SUV Tata Nexonનું નવું વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું હતું. જેમાં આકર્ષક દેખાવ અને દમદાર એન્જિનથી સજ્જ આ SUVની ( SUV Car ) તે સમયે શરૂઆતની કિંમત 8.15 લાખ રૂપિયા હતી. પરંતુ હવે કંપનીએ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન્સ બંનેમાં તેનું નવું સસ્તું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ તેનું નામ Nexon Smart (O) રાખ્યું છે. તેના બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

    Tata Nexonનું આ પેટ્રોલ બેઝ વેરિઅન્ટ લગભગ 15,000 રૂપિયા સસ્તું છે. બીજી તરફ, કંપનીએ ડીઝલ બેઝ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 10 લાખ રૂપિયા નક્કી કરી છે. માર્કેટમાં Mahindra XUV 3XO ના આવ્યા પછી હાલ બજારમાં સ્પર્ધા વધુ વધી ગઈ છે. વાસ્તવમાં, મહિન્દ્રાએ તેની SUVને   7.49 રૂપિયાની ખૂબ જ ઓછી કિંમતે બજારમાં ઉતારી છે. તેથી હાલ શક્ય છે કે તેના કારણે ટાટાએ Nexonનું નવું બેઝ વેરિઅન્ટ રજૂ કર્યું હોય.

      Tata Nexon: ટાટા મોટર્સે નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે…

    ટાટા મોટર્સે નેક્સનના કેટલાક અન્ય વેરિઅન્ટની કિંમતોમાં પણ ધરખમ ઘટાડો કર્યો છે. જેમાં સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ પ્લસ એસ વેરિઅન્ટની કિંમતમાં અનુક્રમે રૂ. 30,000 અને રૂ. 40,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Smart+ની કિંમત 8.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Smart+S વેરિઅન્ટની કિંમત 9.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :  ASEAN: ASEAN-ભારત ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ સંયુક્ત સમિતિની ચોથી બેઠક મળી

    ટાટા મોટર્સે નેક્સોન ડીઝલને બે નવા વેરિઅન્ટ્સ (Smart + અને Smart + S) માં રજૂ કર્યું છે. સ્માર્ટ પ્લસ એ નવું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ છે અને તેની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને સ્માર્ટ પ્લસ એસ વેરિઅન્ટ માટે ગ્રાહકોએ 10.60 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ નવા વેરિઅન્ટ્સ લૉન્ચ થયા પછી નેક્સોન ડીઝલની ( Nexon Diesel ) કિંમત અગાઉના મોડલની સરખામણીમાં 1.10 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

    Tata Nexon: Tata Nexonના આ નવા બેઝ વેરિઅન્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી…

    Tata Nexonના આ નવા બેઝ વેરિઅન્ટના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ જ, તેમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ (120hp પાવર અને 170Nm ટોર્ક) એન્જિન અને 1.5 લિટર ડીઝલ એન્જિન (115hp પાવર અને 260Nm ટોર્ક) સાથે આવે છે. 5-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ AMT સિવાય, આ SUVમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ આપવામાં આવે છે.

    Tata Nexonને 10.25-ઇંચની ટચસ્ક્રીન, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ક્રૂઝ કંટ્રોલ, સબવૂફર સાથે 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ, વૉઇસ આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ અને વધુમાં ઘણું બધું મળે છે. સલામતીની દ્રષ્ટિએ, આમાં 6 એરબેગ્સ, હિલ-સ્ટાર્ટ સહાય, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ ( ESP ), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), 360-ડિગ્રી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :  PM Surya Ghar : ટાટા પાવરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂ. 10000 કરોડનો બિઝનેસ મળી શકે છે.. શેરમાં પણ થશે સુધાર..

  • Mahindra XUV 3XO: મહિન્દ્રાની નવી SUV XUV 3XO 3-એન્જિન વિકલ્પ સાથે લૉન્ચ કરવામાં આવી, રુ. 7.49 લાખની કિંમતની આ કારના.. જાણો શું છે અન્ય ફિસર્ચ..

    Mahindra XUV 3XO: મહિન્દ્રાની નવી SUV XUV 3XO 3-એન્જિન વિકલ્પ સાથે લૉન્ચ કરવામાં આવી, રુ. 7.49 લાખની કિંમતની આ કારના.. જાણો શું છે અન્ય ફિસર્ચ..

    News Continuous Bureau | Mumbai

    Mahindra XUV 3XO: દેશની અગ્રણી SUV કાર મેન્યુફેકચરર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV ( compact SUV ) મહિન્દ્રા લોન્ચ થઈ ગઈ છે. ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ SUVની શરૂઆતની કિંમત માત્ર 7.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. મૂળભૂત રીતે, XUV 300 ના અપડેટેડ વર્ઝનમાં, કંપનીએ ઘણી શાનદાર સુવિધાઓ અને ટેક્નોલોજીનો સમાવેશ કર્યો છે.

    સૌથી પહેલા જો એસયુવી કારની ( SUV car ) ડિઝાઇનની વાત કરીએ તો કંપનીએ તેને સ્પોર્ટી લુક આપ્યો છે. પ્રથમ નજરમાં, તે તમને XUV400 ઇલેક્ટ્રિકની યાદ અપાવે છે. સંપૂર્ણપણે નવા ફ્રન્ટ ફેસ સાથે, તેની ડિઝાઇન ( Mahindra & Mahindra ) મહેન્દ્રાની ‘BE’ લાઇન-અપથી મોટાભાગે પ્રેરિત હોવાનું જણાય છે. તેમાં નવી ડિઝાઇન કરાયેલ ડ્રોપ-ડાઉન LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, ત્રિકોણાકાર ઇન્સર્ટ સાથે નવો ગ્રિલ સેક્શન અને નવા હેડલેમ્પ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એસયુવીના પાછળના ભાગને પણ સંપૂર્ણપણે નવી રીતે ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં C-આકારનો LED ટેલ લેમ્પ છે જે SUVના પાછળના ભાગની સમગ્ર પહોળાઈને જોડે છે.

     Mahindra XUV 3XO: XUV 3XO માં કોમ્પેક્ટ SUV સેગમેન્ટની સૌથી મોટી સનરૂફ આપવામાં આવી છે…

    કંપની આ કારની ( Mahindra car ) કેબિનને પણ પ્રીમિયમ ટચ આપવા જઈ રહી છે. તેની પાસે નવા ડિઝાઇન કરેલા ડેશબોર્ડ, વિશાળ 10.25” ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને આસપાસના સાઉન્ડ સ્પીકર્સ હોવાની અપેક્ષા છે. આ SUVમાં રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ ફીચર પણ આપવામાં આવી રહ્યું છે. જે Adrenox એપથી ઓપરેટ થશે. આનો અર્થ એ છે કે તમે તમારા સ્માર્ટફોનથી જ કારના કેબિનના તાપમાનને નિયંત્રિત કરી શકશો.

    આ સમાચાર પણ વાંચો :  AstraZeneca Vaccine side effect : કોવિશિલ્ડ રસી બની શકે છે હાર્ટ એટેક- બ્રેઈન સ્ટ્રોકનું કારણ! AstraZeneca કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું

    XUV 3XO માં કોમ્પેક્ટ SUV સેગમેન્ટની સૌથી મોટી સનરૂફ આપવામાં આવી છે. મતલબ કે કારની અંદરથી ખુલ્લા આકાશનો નજારો હજુ પણ વધુ ભવ્ય લાગશે. આમાં Harman Kardonનો ઉત્તમ ઓડિયો સિસ્ટમ મળશે, જે 7 સ્પીકરોથી સજ્જ હશે. મનોરંજનની દૃષ્ટિએ આ ફીચર ઘણું સારું છે. આ સિવાય વાયરલેસ એપલ કાર પ્લે/એન્ડ્રોઇડ ઓટો, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ફોન ચાર્જર, ઓટોમેટિક હેડલેમ્પ્સ જેવી સુવિધાઓ તેને વધુ બહેતરીન બનાવે છે.

    વાત કરીએ પાવરટ્રેનની તો આ SUVને 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જીન સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ SUV માત્ર 4.5 સેકન્ડમાં 0 થી 60 km/hની ઝડપ પકડી લેશે. એટલે કે પાવર અને પરફોર્મન્સમાં મોટો બદલાવ જોવા મળશે.

     Mahindra XUV 3XO: તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ, રીઅર ડિસ્ક બ્રેક, ESP ઉપલબ્ધ થશે..

    કંપનીનું કહેવું છે કે Mahindra XUV 3XOના એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે જે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેનું મેન્યુઅલ વેરિઅન્ટ 18.89 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે અને ઓટોમેટિક વેરિઅન્ટ 17.96 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે. 1.5 લિટર ડીઝલ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. ડીઝલ મેન્યુઅલ વેરિઅન્ટ 20.6 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે અને ઓટોમેટિક વેરિઅન્ટ 21.2 કિમી/લિટર સુધીની માઈલેજ આપે છે.

    આ સમાચાર પણ વાંચો :  Western Railway : આજે પશ્ચિમ રેલવે ગાંધીધામ અને હાવડા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ, રીઅર ડિસ્ક બ્રેક, ESP (મહિન્દ્રાનું કહેવું છે કે તે જ વસ્તુ છે જે XUV700માં વપરાયેલ છે) અને ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર જેવા સેફ્ટી ફિસર્ચ પણ મળે છે. ટોચના વેરિઅન્ટમાં ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 360-ડિગ્રી કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ મોનિટર અને ઓટો-હોલ્ડ, હિલ-સ્ટાર્ટ અને હિલ ડિસેન્ટ આસિસ્ટ સાથે લેવલ 2 ADAS પણ મળે છે.

  • Karnataka Road Accident : મોટી દુર્ઘટના! કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં ભીષણ રોડ અકસ્માત, આટલા લોકોના મોત.. વાંચો વિગતે અહીં..

    Karnataka Road Accident : મોટી દુર્ઘટના! કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં ભીષણ રોડ અકસ્માત, આટલા લોકોના મોત.. વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Karnataka Road Accident : કર્ણાટક ( Karnataka ) ના ચિક્કાબલ્લાપુર ( Chikkaballapur ) માં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માત ( Road Accident ) ની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક SUV કાર ( SUV car ) રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર 12 લોકોના મોત થયા છે. આ તરફ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

    કર્ણાટકના ચિક્કાબલ્લાપુર શહેરના જિલ્લા મુખ્યાલયની સીમમાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, એસયુવી બાગેપલ્લીથી ( Bagepalli ) ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. જેના પરિણામે ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    મૃતકોમાં 8 પુરૂષ અને 4 મહિલા સામેલ છે…..

    પ્રાથમિક અહેવાલો મુજબ મૃતકોમાંથી દસ શ્રી સત્ય સાંઈ જિલ્લાના ગોરંતલા મંડલના ગામોના સ્થળાંતર કામદારો હતા. માહિતી અનુસાર, ગોરાંટલાના સ્થાનિક બસ સ્ટેન્ડ પર એકઠા થયેલા પરપ્રાંતિય કામદારો બેંગલુરુ જતી ટાટા સુમો એસયુવીમાં સવાર થયા હતા. દશેરા વેકેશન બાદ તમામ પોતપોતાના કાર્યસ્થળ પર પરત ફરી રહ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : ED Raid: રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના ઘરે EDની રેડ, ચૂંટણીના માહોલ વચ્ચે પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

    મૃતકોમાં 8 પુરૂષ અને 4 મહિલા સામેલ છે. એનએચ 44 પર ઉભેલા એક ટ્રકમાં સામે આવી રહેલી ટાટા સૂમોએ ટક્કર મારી હતી. ટ્રક અને સૂમોની ટક્કર પછી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સૂત્રો અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે કાર ડ્રાઇવર રસ્તા પર ઉભેલા ટ્રકને જોઇ શક્યો નહતો અને તેની સાથે ગાડી ટકરાઇ હતી.

  • Mumbai News: મુંબઈમાં સગીરે રસ્તા પર ચાલતા એક વૃદ્ધને કારથી મારી ટક્કર, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, જુઓ વીડિયો..

    Mumbai News: મુંબઈમાં સગીરે રસ્તા પર ચાલતા એક વૃદ્ધને કારથી મારી ટક્કર, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, જુઓ વીડિયો..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai News: મુંબઈ (Mumbai) ના ચાંદીવલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 14 વર્ષના સગીર છોકરા (Minor Boy) એ તેના માતા-પિતાની કાર ચલાવતા વરિષ્ઠ નાગરિકને ( senior citizen ) ટક્કર મારી હતી. SUV વડે રોડ પર ચાલી રહેલા એક વૃદ્ધને એક સગીર અથડાવાની સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે છોકરાએ રસ્તા પર ચાલતા એક વરિષ્ઠ નાગરિકને SUV કાર (SUV Car) વડે ટક્કર મારી હતી. જણાવવામાં આવ્યું છે કે બાળક તેના માતા-પિતાની એસયુવી ચલાવી રહ્યો હતો.

    જુઓ વિડિયો

    વીડિયોમાં જોઈ શકાય છે કે ચાંદિવલી (Chandivali) માં સ્થિત એક રહેવાસી ઇમારતના ગેટમાંથી એક વરિષ્ઠ નાગરિક બહાર આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકો સવારે તેમના ઘરની બહાર નીકળીને રસ્તા પર ચાલી રહ્યા હતા. એસયુવી પણ એ જ બિલ્ડિંગના ગેટમાંથી બહાર આવી. એસયુવી સૌથી પહેલા ગેટની બહાર પાર્ક કરેલી ઓટોરિક્ષા સાથે અથડાઈ હતી. ઓટોને ટક્કર માર્યા બાદ કારે રસ્તાની બાજુએ ચાલતા એક વૃદ્ધને ટક્કર મારી હતી.

    વૃદ્ધને ટક્કર માર્યા બાદ બાળક ભાગી ગયો

    રોડ પર ઓટો અને વૃદ્ધને ટક્કર માર્યા બાદ બાળકે ઝડપથી પોતાની એસયુવી ચલાવી અને સ્થળ પરથી ભાગી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે ગેટની બહાર નીકળીને કારને ડાબી તરફ વળ્યા બાદ બાળકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને એક જોરદાર વળાંક લીધો હતો જ્યાં તેણે ઓટો અને રોડની બાજુમાં ચાલી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી.

    આ સમાચાર પણ વાંચો : Virat Kohli Lungi Dance: કોહલી પર ચડ્યો કિંગ ખાનના આ ગીતનો જાદૂ, મેદાન પર જ ડાન્સ કરતો નજરે પડ્યો ખેલાડી. જુઓ વિડીયો

    પોલીસે કરી આ કાર્યવાહી

    કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ વૃદ્ધ વ્યક્તિને આગામી ત્રણ મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. પોલીસે બાળકના માતા-પિતા સામે બેદરકારીના આરોપસર કાર્યવાહી કરી હતી, જ્યારે બાળકને તેના માતા-પિતા પર 5000 રૂપિયાનો દંડ ફટકારીને છોડી મૂકવામાં આવ્યો હતો.

  • લ્યો બોલો.. નિસાન મોટર્સ આ 1 ખામી સામે આવવાના કારણે  8 લાખથી વધુ કારને કરશે રીકોલ.. જુઓ ક્યાંક તમારી કાર તો નથી શામેલ

    લ્યો બોલો.. નિસાન મોટર્સ આ 1 ખામી સામે આવવાના કારણે  8 લાખથી વધુ કારને કરશે રીકોલ.. જુઓ ક્યાંક તમારી કાર તો નથી શામેલ

    News Continuous Bureau | Mumbai

    નિસાન મોટર્સે તેની 809,000થી વધુ નાની SUV કારને પરત મંગાવી છે. આ રિકોલનું કારણ કેટલીક સમસ્યાઓને કારણે ચાલતા વાહનમાં ઇગ્નીશનની નિષ્ફળતા છે. રિકોલમાં 2017 થી 2022 દરમિયાન બનેલા ખામીયુક્ત મોડલની સાથે 2014 અને 2020 વચ્ચે બનેલા કેટલાક ખામીયુક્ત મોડલ્સનો સમાવેશ થાય છે. કંપનીએ યુએસ અને કેનેડાના વાહનોને રિકોલ કર્યા છે.

    ચાવીમાં આ છે સમસ્યા 

    નિસાનના જણાવ્યા અનુસાર, આ એસયુવીમાં જેકનાઈફ ફોલ્ડિંગ કી છે જે સંપૂર્ણ રીતે ખુલ્લી રહી શકતી નથી. જો ચાવી સહેજ પણ ફેરવવામાં આવે તો Ace ડ્રાઇવરના ફોબને સ્પર્શવાની સંભાવના ધરાવે છે, પરિણામે અજાણતાં એન્જિન બંધ થાય છે. આના પરિણામે એન્જિનમાં પાવર ખોવાઈ શકે છે અને વાહનના પાવર બ્રેક્સને નુકસાન થઈ શકે છે. ઉપરાંત, અકસ્માતના કિસ્સામાં એર બેગ ફુલતી નથી. જોકે કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને કારણે તેને હજુ સુધી કોઈ અકસ્માત કે કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી.

    આ સમાચાર પણ વાંચો  : મુસાફરોની સુવિધામાં અગવડ, જોગેશ્વરી સ્ટેશન પરનો આ પદયાત્રી પુલ આ તારીખ સુધી રહેશે બંધ.. 

    કોઈ ઉકેલ મળ્યો નથી

    નિસાન હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યો નથી. કંપની માર્ચમાં વાહન માલિકોને એક વચગાળાનો પત્ર જારી કરશે જેમાં તેમને કી રિંગ્સ સિવાય બીજું કંઈ ન ઉમેરવાની સૂચના આપવામાં આવશે. આ પછી, તેમને કંપની દ્વારા જાણ કરવામાં આવશે, જેમાં તેમને તેમની એસયુવીને ડીલરશીપ પર લઈ જવા માટે કહેવામાં આવશે જેથી કરીને તેને ઠીક કરવામાં આવે. કંપનીનું કહેવું છે કે જે વાહનોની ચાવી પૂરી રીતે ખુલી નથી રહી તેવા વાહનોના માલિકોએ તરત જ તેમના ડીલરનો સંપર્ક કરવો જોઈએ.

    આ વાહનો ફેબ્રુઆરીમાં પણ પાછા બોલાવવામાં આવ્યા હતા

    તમને જણાવી દઈએ કે ઉત્તર અમેરિકામાં, નિસાને ફેબ્રુઆરીમાં સીટ બેલ્ટ અને સ્ટીયરિંગ વ્હીલમાં સમસ્યાને કારણે તેના 463,000 થી વધુ વાહનો પાછા બોલાવ્યા હતા. પછી સીટ બેલ્ટ અને સ્ટીયરીંગ વ્હીલમાં સમસ્યાને કારણે વાહન ચલાવવું સલામત માનવામાં આવતું ન હતું. આ કારોમાં 2008 થી 2011 દરમિયાન વેચાયેલી નાની ફ્રન્ટિયર પીકઅપ, મોટી ટાઇટન પીકઅપ અને આર્માડા એસયુવી જેવા મોડલનો સમાવેશ થાય છે.

  • મહિન્દ્રા કાર ચલાવો છો? મફતમાં કરાવો કાર સર્વિસ, કંપની લાવી છે આ ખાસ ઓફર

    મહિન્દ્રા કાર ચલાવો છો? મફતમાં કરાવો કાર સર્વિસ, કંપની લાવી છે આ ખાસ ઓફર

    News Continuous Bureau | Mumbai

    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની SUV કાર દ્વારા સતત ગ્રાહકોના દિલ જીતી રહી છે. અપડેટેડ થાર અને નવી XUV700 થી લઈને Scorpio-N અને Bolero, Mahindra SUVs એ કંપનીને જબરદસ્ત સફળતા અપાવી છે. કંપની તેના ગ્રાહકોને વેચાણ પછી વધુ સારી સેવા આપવા પર પણ ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ કારણ છે કે કંપનીએ એક શાનદાર ઓફર શરૂ કરી છે. મહિન્દ્રાએ તેના ગ્રાહકો માટે દેશભરમાં મેગા સર્વિસ કેમ્પ શરૂ કર્યો છે. તેને એમ-પ્લસ નામ આપવામાં આવ્યું છે.

    મહિન્દ્રા સર્વિસ કેમ્પ 16 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. દેશમાં 600 થી વધુ અધિકૃત વર્કશોપમાં તેનું આયોજન કરવામાં આવશે.કંપનીએ જાહેર કર્યું કે ગ્રાહકો દરેક વાહન પર 75-પોઇન્ટ ચેક મેળવી શકે છે અને 5,000 થી વધુ સેવાઓ મફતમાં મેળવી શકે છે. આ સિવાય સ્પેરપાર્ટ્સ, લેબર સર્વિસ અને એસેસરીઝ પર પણ ઘણી છૂટ આપવામાં આવશે.

    કંપની તેની પેપરલેસ સેવા સુવિધાને પણ આગળ લઈ રહી છે, જેમાં મહિન્દ્રાના ગ્રાહકો ડિજિટલ રિપેર ઓર્ડર અને ઇન્વૉઇસ પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકે છે. અધિકૃત મોબાઈલ એપનો ઉપયોગ વાહનના દસ્તાવેજો સ્ટોર કરવા માટે પણ થઈ શકે છે અને તે ડિજીલોકર સાથે સંકલિત છે.

    આ સમાચાર પણ વાંચો : ખુશખબર / પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, સાંભળીને તમારી ખુશીના નહીં રહે ઠેકાણા

    તમને જણાવી દઈએ કે મહિન્દ્રા પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે. કંપનીએ ઇલેક્ટ્રિક કારમાં પણ સારી શરૂઆત કરી છે. કંપનીએ તાજેતરમાં મહિન્દ્રા XUV400 ઈલેક્ટ્રિક SUV લૉન્ચ કરી છે, જેના ગ્રાહકોને ખૂબ જ સારી બુકિંગ મળી રહી છે. તે ફુલ ચાર્જમાં 456 કિ.મી. ની શ્રેણી ઓફર કરે છે.

  • સરકારે SUVની વ્યાખ્યા સમજાવી, શું વ્હીકલની કિંમત પર પડશે અસર?

    સરકારે SUVની વ્યાખ્યા સમજાવી, શું વ્હીકલની કિંમત પર પડશે અસર?

    News Continuous Bureau | Mumbai

    સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) નો ક્રેઝ માર્કેટમાં સતત વધી રહ્યો છે, આવી સ્થિતિમાં વ્હીકલ ઉત્પાદકો પણ આ સેગમેન્ટમાં સતત નવા મોડલ લોન્ચ કરી રહ્યા છે. દરમિયાન, સરકારે SUsuvV વ્હીકલની નવી વ્યાખ્યા પણ નક્કી કરી છે, જેથી આ વ્હીકલના બોડીના પ્રકાર અંગે કોઈ વધુ મૂંઝવણ ન રહે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 48મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણામંત્રીએ વ્હીકલ ઉત્પાદકો માટે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની સિંગલ વ્યાખ્યાને સ્પષ્ટ કરીને વ્હીકલ પરના ટેક્સને પણ સમજાવ્યું હતું.

    GST કાઉન્સિલે MUV (મલ્ટી યુટિલિટી વ્હીકલ) ને વ્યાખ્યાયિત કરવા માટેના પરિમાણો પણ નક્કી કર્યા છે જ્યારે SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ્સ) ની વ્યાખ્યા 22% વળતર સેસ વસૂલવા માટે સ્પષ્ટ કરી છે. નવા ક્લેરિફિકેશન પ્રમાણે કારને SUV અથવા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ તરીકે ગણવામાં આવશે જો તે ચાર શરતોને સમાવિષ્ટ માપદંડોને સખત રીતે પૂર્ણ કરે. એટલે કે: 1,500cc કરતાં વધુની એન્જિન કેપેસિટી ધરાવતાં વ્હીકલ, જેની લંબાઈ 4,000mm કરતાં વધુ છે; અને જેમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm કે તેથી વધુ છે તેમને SUV કેટેગરીમાં રાખવામાં આવશે. કાઉન્સિલે પોતાના નિવેદનમાં કહ્યું કે આવા વ્હીકલ પર 28 ટકા જીએસટી અને 22 ટકા સેસ લાગુ થશે.

    આને SUV ગણવામાં આવશે

    • 1,500ccથી ઉપરની એન્જિન કેપેસિટી.
    • 4,000 મીમીથી વધુ લંબાઈ.
    • ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મીમી અથવા વધુ.

    શું SUV વ્હીકલ મોંઘા થશે?

    SUV વ્હીકલના માપદંડોને લઈને આ ક્લીયારિટી બાદ વ્હીકલની કિંમતમાં કોઈ ફરક નહીં પડે. નાણા મંત્રાલય સાથેની ચર્ચામાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા કરાયેલી ભલામણોના આધારે, આ ક્લીયારિટીથી કસ્ટમર માટે SUVની કિંમતો પર કોઈ અસર થશે નહીં.

    SIAMના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ સ્પષ્ટતા માત્ર SUV બોડી સ્ટાઈલને વ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવી છે. દેશના રાજ્યોમાં તેમના કેટલાક મોડલ પર GST ચુકવણીના સંદર્ભમાં એકરૂપતાનો અભાવ ઘણા ઉત્પાદકો માટે ચિંતાનું કારણ બની રહ્યું હતું. હવે આનાથી તમામ રાજ્યોમાં SUV વ્હીકલની વ્યાખ્યા અંગેની શંકાનો અંત આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: ફરી ઇઝરાયેલની સત્તા આવી બેન્જામિન નેતન્યાહુના હાથમાં, બનશે વડાપ્રધાન, ગઠબંધન સરકાર બનાવવામાં સફળતા

    જોકે સરકાર તરફથી આ સ્પષ્ટતા પછી વ્હીકલની કિંમતમાં કોઈ ફરક નહીં પડે, પરંતુ બજારમાં એવા ઘણા મોડલ ઉપલબ્ધ છે જેને ટેક્નિકલ રીતે સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUVs) તરીકે વર્ગીકૃત કરવું યોગ્ય નથી. કારણ કે આ વ્હીકલ GST કાઉન્સિલ દ્વારા નિર્ધારિત નવા ધારાધોરણોને અનુરૂપ નથી. ઉદાહરણ તરીકે, Tata Nexon, Maruti Suzuki Brezza, Kia Sonnet અને Hyundai Venue વગેરે.

    વૈશ્વિક બજારમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUVs) માટે અલગ-અલગ ધોરણો છે. સામાન્ય રીતે જે વ્હીકલ 7, 8 અથવા 9 સીટ વિકલ્પો સાથે આવે છે અને સ્પોર્ટી બોડી સ્ટાઇલ તેમજ મોટા વ્હીલ્સ અને હેવી ચેસીસ ફ્રેમનો ઉપયોગ કરે છે તેને SUV કહેવામાં આવે છે. આવા વ્હીકલનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારે હોય છે, જેના કારણે તેઓ તમામ પ્રકારના રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે. ઘણા કિસ્સાઓમાં, તેમને ક્રોસઓવર તરીકે પણ સંબોધવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો: ભારતમાં ચીનની કંપની Xiaomiને પછાડીને નંબર-1 બની શકે છે Samsung, જાણો આ કારણો

  • મહિન્દ્રાએ ફરીથી રિકોલ કરી XUV 700, જાણો હવે શું થયું છે

    મહિન્દ્રાએ ફરીથી રિકોલ કરી XUV 700, જાણો હવે શું થયું છે

     News Continuous Bureau | Mumbai

    મહિન્દ્રા (Mahindra) દેશની સૌથી મોટી SUV નિર્માતા કંપનીએ ફરી એકવાર તેની પ્રીમિયમ XUVને રિકોલ (recall)  કરી છે. ટૂંકા ગાળામાં એસયુવીને ઘણી વખત રિકોલ કરવામાં આવી છે. હવે ફરી એકવાર એક સમસ્યાની જાણકારી મળ્યા બાદ કંપનીએ ઘણી એસયુવી (SUV) ને રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે..

    શું આવી છે સમસ્યા?

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રાએ ફરી એકવાર પોતાની લક્ઝરી SUV XUV700ને રિકોલ કરી છે. એસયુવીના સસ્પેન્શનમાં અવાજની સમસ્યાને (Noise problem in SUV’s suspension) કારણે કંપનીએ તેને પાછી બોલાવવાનો નિર્ણય કર્યો છે. કેટલાક કસ્ટમર તરફથી સતત ફરિયાદ કરાઇ હતી કે એસયુવીનું સસ્પેન્શન નોઇઝ કરી રહ્યું છે. અનેક ફરિયાદો મળ્યા બાદ કંપનીએ SUVને પરત બોલાવવાનો નિર્ણય લીધો હતો.

    કેટલી ગાડીઓને રિકોલ કરવાનો નિર્ણય

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટ ઓફ VIN N6K18709 છે. મતલબ કે આ પહેલા બનેલા તમામ વ્હીકલને રિકોલ કરવામાં આવ્યા છે.

    માહિતી કેવી રીતે મેળવવી

    જો તમારી પાસે પણ કંપનીની આ SUV છે, તો તમે કંપનીની વેબસાઈટ અથવા નજીકના ડીલર પર જઈને પણ માહિતી મેળવી શકો છો. જો તમારી એસયુવી પણ કંપની દ્વારા રિકોલ કરવામાં આવી છે, તો એસયુવીમાં સમસ્યા કોઈપણ ખર્ચ વિના દૂર કરવામાં આવશે.

    શું રિપેર કરવામાં આવશે?

    રિપોર્ટ્સ અનુસાર કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ SUVમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેમાં સસ્પેન્શન પાર્ટ્સ બદલવામાં આવશે. આ પાર્ટ્સમાં ફ્રન્ટ લોઅર  નીચેનો હાથ અને તેની પાછળની કંટ્રોલ બુશનો સમાવેશ થાય છે.

    ભારતીયોની પસંદગી 

    આ પહેલા પણ કંપનીએ SUVનું ટર્બોચાર્જર રિકોલ કર્યું હતું. પરંતુ ભારતમાં એસયુવીને ખૂબ પસંદ કરવામાં આવે છે. તે ADAS, સાત એરબેગ્સ, પેનોરેમિક સનરૂફ, સ્માર્ટ ડોર હેન્ડલ્સ, 360 ડિગ્રી કેમેરા સહિતની ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે. ક્રેશ ટેસ્ટમાં પણ XUV 700ને અત્યંત સુરક્ષિત SUVની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તેને પુખ્ત સુરક્ષા માટે પાંચ સ્ટાર અને બાળકોની સુરક્ષા માટે ચાર સ્ટાર મળ્યા છે.

  • આવી રહી છે જીપની સૌથી મોંઘી SUV કાર- ભારતમાં 11 નવેમ્બરે થશે ભવ્ય એન્ટ્રી

    આવી રહી છે જીપની સૌથી મોંઘી SUV કાર- ભારતમાં 11 નવેમ્બરે થશે ભવ્ય એન્ટ્રી

    News Continuous Bureau | Mumbai

    જીપ ઈન્ડિયા(Jeep India) ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં(Indian automobile market) પોતાની નવી કાર લોન્ચ(New car launch) કરવા જઈ રહી છે. આ કાર ભારતમાં 11 નવેમ્બરે લોન્ચ થશે અને તે જીપ ઈન્ડિયાની સૌથી મોંઘી SUV કાર સાબિત થશે. જીપની આ આવનારી કારનું નામ 2022 ગ્રાન્ડ ચેરોકી હશે. આ પાંચમી જનરેશનની SUV કાર છે.

    અમેરિકા બેઝડ આ કંપની તેની 2022 ગ્રાન્ડ ચેરોકીને CBU (કમ્પલીટલી બિલ્ટ યુનિટ) દ્વારા ભારતમાં લાવશે. ભારતમાં આ કાર નિર્માતા કંપનીની(car manufacturing company) પહેલેથી જ ઘણી કાર છે, જેના નામ છે કંપાસ, રેંગલર, મેરિડિયન અને હવે આ મોંઘી એસયુવી કાર(SUV car) પણ આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહી છે.

    2022 ગ્રાન્ડ ચેરોકીમાં(Grand Cherokee) ઘણા પાવરફૂલ ફિચર્સ(Powerful features) 

    2022 ગ્રાન્ડ ચેરોકી ગયા વર્ષે વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કારમાં ઘણા સારા ફીચર્સ અને સ્પેસિફિકેશન જોવા મળશે. આ પ્રીમિયમ ગ્રેડની કાર છે.

    આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર- IRDAI એ ઈન્સ્યોરન્સ ખરીદવાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર- હવે 1 નવેમ્બરથી પૂરી કરવી પડશે આ શરત

    2022 ગ્રાન્ડ ચેરોકીમાં 3 એન્જિન ઓપ્શન

    આ કારમાં 5.7-લિટરનું V8 એન્જિન છે, જે 357 bhpનો પાવર જનરેટ કરી શકે છે. જ્યારે 528 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકાય છે. આ ઉપરાંત તેમાં 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 375 bhpનો પાવર અને 637 Nmનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરી શકે છે. ત્રીજા એન્જિન ઓપ્શન હેઠળ 3.6 લિટર V6 પેટ્રોલ એન્જિન મળે છે, જે 294 bhp પાવર અને 348 Nm ટોર્ક જનરેટ કરી શકે છે.

    2022 ગ્રાન્ડ ચેરોકીની ડિઝાઇન

    2022 ગ્રાન્ડ ચેરોકીની ડિઝાઇન વિશે વાત કરીએ તો તે જૂના મોડલ જેવું જ લાગે છે, પરંતુ થોડા અલગ ફેરફારો છે. નવા વર્ઝનમાં શાર્પ લાઈન અને અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. આમાં સેવન સ્લેટ જીપ ગ્રિલ, સ્લીકર એલઈડી હેડલાઈટ અને એલઈડી ટેલલાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    2022 ગ્રાન્ડ ચેરોકીનું ઇન્ટિરિયર

    2022 ગ્રાન્ડ ચેરોકીને જૂના વર્ઝન કરતાં વધુ જગ્યા અને વધુ સારા ફિચર્સ મળે છે. આ જીપ કારમાં 10.25 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે. તેમાં ઈનબિલ્ટ 4G કનેક્ટિવિટી છે. આમાં કુલ 19 સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  અરે વાહ- માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરો અને બનો સરકારના બિઝનેસ પાર્ટનર- જાણો કેવી રીતે

    2022 ગ્રાન્ડ ચેરોકીની અંદાજીત કિંમત

    ગ્રાન્ડ ચેરોકીના જૂના વર્ઝનની ભારતમાં કિંમત રૂપિયા 75 લાખથી રૂપિયા 1.14 કરોડ એક્સ-શોરૂમ છે અને આ કારને હવે બંધ કરી દેવામાં આવી છે. હવે આગામી વર્ઝનની કિંમત જૂના વર્ઝન કરતાં વધુ હશે.