Tag: SVR Srinivas

  • Dharavi: ધારાવીમાં સર્વે પર મૂકાયો પ્રતિબંધ, અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે ધારાવી રિડેવલપમેન્ટને લઈને SVR શ્રીનિવાસની ટીકા કરી..

    Dharavi: ધારાવીમાં સર્વે પર મૂકાયો પ્રતિબંધ, અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે ધારાવી રિડેવલપમેન્ટને લઈને SVR શ્રીનિવાસની ટીકા કરી..

    News Continuous Bureau | Mumbai  

     Dharavi: અદાણીના ધારાવી રિહેબિલિટેશન પ્રોજેક્ટ પ્રા. લિમિટેડ ( DRPPL ) એ ધારાવીમાં વિવિધ સ્થળોએ હવે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. પરંતુ સાંસદ અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે શુક્રવારે આ અંગે ચેતવણી આપતું નિવેદન આપતા કહ્યું હતું કે, આ રીતે સર્વે કરવું એ સ્થાનિકોને ડરાવવાનું એક પ્રકાર છે અને જ્યાં સુધી ધારાવીમાં દરેકને પાત્ર ઘર ધારક બનાવવાનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સરકારે અહીં સર્વેની મંજૂરી આપવી જોઈએ નહીં. 

    લોકસભા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સાંસદ અનિલ દેસાઈ ( Anil Desai ) અને વર્ષા ગાયકવાડ ( Varsha Gaikwad ) શુક્રવારે ધારાવી બચાવ આંદોલનના પ્રતિનિધિઓને સાથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ( Dharavi Redevelopment Project ) વિશેષ કાર્યકારી અધિકારી SVR શ્રીનિવાસને ( SVR Srinivas ) મળ્યા હતા. સર્વે સમયે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત, નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અને સૈન્ય અધિકારીઓ, ખાનગી સુરક્ષા રક્ષકો અને કમાન્ડોને સાથે લાવવાથી સ્થાનિક લોકો સાથે અથડામણ થઈ શકે છે અને ધારાવીમાં કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. તેથી આ નવા સાંસદોએ સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે ધારાવીમાં તમામ પાત્રધારક, બિન- પાત્રધારક, ઔદ્યોગિક ગાળા ધારકોને સ્પેશિયલ અર્બન પ્રોજેક્ટના ધોરણો મુજબ લાયકાત અને કટ-ઓફ ડેટની શરતોમાં રાહત આપીને ધારાવીમાં જ પુનર્વસન કરવામાં આવવું જોઈએ.

    આ સમાચાર  પણ વાંચો : Ahmedabad: અમદાવાદના મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ- થલતેજ ખાતે વર્ષ 2024-25ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

     Dharavi: જ્યાં સુધી સરકાર દરેકને પાત્ર બનાવવાનો નિર્ણય ન લે ત્યાં સુધી અહીં સર્વે કરવા દેવામાં આવશે નહીં…

    જ્યાં સુધી સરકાર દરેકને પાત્ર બનાવવાનો નિર્ણય ન લે ત્યાં સુધી અહીં સર્વે ( Dharavi Survey ) કરવા દેવામાં આવશે નહીં. એમ ગાયકવાડ અને દેસાઈએ પ્રોજેક્ટ વહીવટીતંત્રને ચિમકી આપી હતી. તેમ જ આ સર્વેક્ષણનો વિરોધ કરવા અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને આ સર્વેને રોકવાની ઝુંબેશ, જ્યાં સુધી ધારાવીકરોની ન્યાયી અને તમામની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાંત નહીં થાય, એવો વિરોધ કરી રહેલા પ્રતિનિધિઓએ આ ચર્ચામાં પ્રસ્તાવ વ્યક્ત કર્યો હતો. આ પ્રતિનિધિ મંડળમાં પૂર્વ ધારાસભ્ય બાબુરાવ માને, મહેશ સાવંત, એડવો. રાજેન્દ્ર કોરડે, શેકાપ વગેકે આ ધારાવી બચાવ આંદોલનમાં સામેલ હતા.