• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - t-series
Tag:

t-series

fatima sana shaikh may enter in yuvraj singh biopic
મનોરંજન

Yuvraj singh biopic: યુવરાજ સિંહ ની બાયોપિક માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી! આમિર ખાન સાથે કરી ચુકી છે કામ

by Zalak Parikh September 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yuvraj singh biopic: અત્યારસુધી ઘણા ભારતીય ક્રિકેટરો ની બાયોપિક બની ચુકી છે હવે આ કડી માં ક્રિકેટર યુવરાજ સિંહ નું પણ નામ સામેલ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા યુવરાજ સિંહ ની બાયોપિક ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ ની કાસ્ટિંગ નું કામ ચાલી રહ્યું છે તેવામાં ફિલ્મ માં એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Jaya bachchan: મીડિયાકર્મી ના કેમેરા ને જોઈને કેમ ભડકી જાય છે જયા બચ્ચન? એક પાપારાઝી એ જણાવ્યું તેના પાછળ નું કારણ

યુવરાજ સિંહ ની બાયોપિક માં થઇ ફાતિમા સના શેખ ની એન્ટ્રી? 

મીડિયા રિપોર્ટ મુજબ યુવરાજ સિંહ ની બાયોપિક માં અભિનેત્રી ફાતિમા સના શેખ આ ફિલ્મમાં યુવરાજ સિંહના પ્રેમની ભૂમિકામાં જોવા મળી શકે છે. ફાતિમા આ પહેલા દંગલ જેવી વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મમાં જોવા મળી ચુકી છે. મીડિયા માં એવી પણ ચર્ચા છે કે યુવરાજ સિંહની બાયોપિકમાં મેકર્સ ફાતિમા સના શેખના નામ પર વિચાર કરી રહ્યા છે. જોકે, આ અંગે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ફિલ્મમાં યુવરાજ સિંહનું પાત્ર કોણ ભજવશે તે અંગે પણ હાલમાં કોઈ અપડેટ નથી.

TW : Fatima Sana Shaikh Finalized For Yuvraj Singh’s Love Interest In The Cricketer’s Biopic?: His journey, however, goes beyond his achievements on the cricket field. Diagnosed with cancer in 2011, Yuvraj continued to represent India in the World Cup,… https://t.co/zMwgMmrKXu

— Stigmabase | UNITWO (@StigmabaseU) September 16, 2024


ટી-સિરીઝના બેનર હેઠળ બનવા જઈ રહેલી આ ફિલ્મ યુવરાજ સિંહની ક્રિકેટ સફર અને અંગત જીવન પર પ્રકાશ પાડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
arjun kapoor bhumi pednekar film the lady killer streaming on t series youtube channel
મનોરંજન

The lady killer: પ્રાઈમ વિડીયો કે નેટફ્લિક્સ પર નહીં આ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ની ફિલ્મ ધ લેડી કિલર

by Zalak Parikh September 4, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The lady killer: ધ લેડી કિલર વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી આ ફિલ્મ માં અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ ને ફરીથી રિલીઝ કરવામાં આવી છે.આ ફિલ્મ ને નેટફ્લિક્સ કે પ્રાઈમ વિડીયો પર નહીં પરંતુ આ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Emergency controversy: કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી ની મુશ્કેલી વધી, મધ્ય પ્રદેશ ની જબલપુર હાઈકોર્ટે ફિલ્મને લઈને આપ્યો આ નિર્દેશ

યુટયુબ પર રિલીઝ થઇ ધ લેડી કિલર 

ધ લેડી કિલર ના નિર્માતાઓ એ 2 સપ્ટેમ્બર ના રોજ આ ફિલ્મ ને યૂટ્યૂબ પર રિલીઝ કરી છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ને ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મ જોવાની સાથે તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.આ ફિલ્મનું નિર્દેશન અજય બહલે કર્યું હતું.

#TheLadyKiller (2023) by #AjayBahl, ft. @arjunk26 @bhumipednekar @priyankabose20 #SMZaheer @EkavaliKhanna & @DenzilLSmith, out now on @TSeries YouTube channel..

Link: https://t.co/kuiCfvFGff

@KarmaMediaEnt @AAFilmsIndia pic.twitter.com/sR6o37Wxrf

— CinemaRare (@CinemaRareIN) September 2, 2024


તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ રિલીઝ ના 24 કલાક ની અંદર બહુ ઓછા વ્યૂઝ મળ્યા છે તેવા માં કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ યુટ્યુબ પર પણ કમાલ નથી કરી શકી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yuvraj singh biopic announce
મનોરંજન

Yuvraj singh: ક્રિકેટર યુવરાજ સિંહ ની બાયોપિક ની થઇ જાહેરાત, આ પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ બનશે ફિલ્મ

by Zalak Parikh August 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yuvraj singh: ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની વાર્તા હવે મોટા પડદા પર આવશે. તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા આ બાયોપિક પ્રોડ્યુસ કરશે. હવે પ્રશ્ન એ છે કે આ ફિલ્મ માં યુવરાજ સિંહ નું પાત્ર કોણ ભજવશે.

આ સમાચાર પણ વાંચો: 70th national award: 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ માં ચાલ્યો સાઉથ ની ફિલ્મો નો જાદુ, શ્રેષ્ઠ અભિનેતા થી લઈને શ્રેષ્ઠ ફિલ્મ સુધી મેળવ્યા આટલા પુરસ્કાર

યુવરાજ સિંહ ની બાયોપિક 

યુવરાજ સિંહ ની બાયોપિક ની જાહેરાત થઇ ગઈ છે પરંતુ હજુ સુધી આ બાયોપિકનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી તેમજ  સ્ક્રીન પર યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.ફક્ત એટલું જ બહાર આવ્યું છે કે આ ફિલ્મ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા સાથે મળીને યુવરાજ સિંહના જીવનની વાર્તા દર્શકો સામે લાવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


યુવરાજ સિંહ એ તેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જો તેની બાયોપિક બનશે તો તે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી ને પોતાના પાત્ર માં જોવા માંગે છે હવે જોવું એ રહ્યું કે યુવરાજ સિંહ ની આ ઈચ્છા પુરી થશે કે પછી અન્ય અભિનેતા આ ભૂમિકા ભજવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal ott release in legal trouble co producer of film filed a lawsuit in high court
મનોરંજન

Animal OTT release: કાયકાદીક મુસીબત માં પડી એનિમલ, ફિલ્મ ના કો પ્રોડ્યુસરે ખટકાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, ઓટીટી રિલીઝ ને લઈને કરી આ માંગણી જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh January 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal OTT release: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ 26 જાન્યુઆરી એ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે આ શક્ય બને તેવું નથી લાગી રહ્યું કેમકે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને વિવાદ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ એનિમલ ની ઓટિટિ રિલીઝ નો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સિને 1 સ્ટુડિયોએ ફિલ્મની OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

 

એનિમલ ની ઓટિટિ રિલીઝ પર પ્રતિબંધ મુકવાની થઇ માંગણી

સિને1 સ્ટુડિયો ટી સિરીઝ પર આરોપ લગાવતા કોર્ટને જણાવ્યું કે ‘બંને પ્રોડક્શન હાઉસે ફિલ્મના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, સિને1 પાસે 35 ટકા નફો હતો, પરંતુ સુપર કેસેટે (ટી સિરીઝ) તેને સિને1 સ્ટુડિયોની મંજૂરી વિના ફિલ્મના નિર્માણ, પ્રમોશન અને રિલીઝ પર ખર્ચ કર્યો અને કોઈપણ વિગતો શેર કર્યા વિના બોક્સ ઓફિસના વેચાણ પર નફો કર્યો. આ હોવા છતાં, સિને1 સ્ટુડિયોને એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો ન હતો. ફિલ્મ, બોક્સ ઓફિસ અને તેના મ્યુઝિક અને સેટેલાઇટ રાઇટ્સથી થયેલી કમાણી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. તેમજ સુપર કેસેટ તમામ પૈસા એકઠા કરી રહી છે, પરંતુ અમને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી. મારો તેમની સાથે ઘણો જૂનો સંબંધ છે, પરંતુ તેઓ સમાધાન માટે કોઈ માન ધરાવતા નથી. મેં સંબંધનું સન્માન કર્યું. તેથી કોન્ટ્રાક્ટ અંગે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં કોઈ ઉતાવળ નહોતી કરી.’

આ સમાચાર પણ વાંચો : Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ

બીજી તરફ સુપર કેસેટ એટલે કે ટી સિરીઝ તરફ થી કોર્ટ માં હાજર રહેલા વકીલે જણાવ્યું કે ‘સિને1એ ફિલ્મમાં કોઈ પૈસાનું રોકાણ કર્યું નથી અને સુપર કેસેટે પોતે જ ફિલ્મ બનાવવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે. તેમજ સિને 1 એ કોર્ટથી છુપાવ્યું હતું કે તેઓએ 2 ઓગસ્ટ, 2022 ના રોજ ફિલ્મમાં તેમના તમામ અધિકારો છોડી દીધા હતા. આ માટે તેણે 2.6 કરોડ રૂપિયા પણ લીધા હતા. આ મહત્વપૂર્ણ માહિતી કોર્ટથી છુપાવવામાં આવી હતી. તેણે ફિલ્મમાં એક પૈસો પણ રોક્યો નથી અને તેમ છતાં તેને 2.6 કરોડ આપવામાં આવ્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી 18 જાન્યુઆરીના રોજ થશે. 

January 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Shah rukh khan : રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાને’ તોડી નાખ્યા તમામ રેકોર્ડ! અધધ આટલા કરોડમાં વેચાયા મ્યુઝિક રાઇટ્સ

by Dr. Mayur Parikh July 1, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

‘પઠાણ’ ફિલ્મની સફળતા બાદથી દર્શકો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘જવાન’માં શાહરૂખ ખાનની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોની સાથે સાથે ટ્રેડ એનાલિસ્ટોને પણ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દરમિયાન, ‘જવાન’ ના સંગીત અધિકારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અને લાગે છે કે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે.

ફિલ્મ ‘જવાન’ ના મ્યુઝિક રાઇટ્સ

ચાહકો ‘જવા’ન વિશે વધુને વધુ જાણવા માંગે છે અને હવે એક વેબસાઈટ એ તેના એક અહેવાલમાં ફિલ્મના સંગીત અધિકારો વિશે માહિતી આપી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘જવાન’ના મ્યુઝિક રાઇટ્સ મ્યુઝિક લેબલ T-Series દ્વારા ₹36 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.જ્યારે ઘણી મ્યુઝિક કંપનીઓ આ એક્શન-થ્રિલર ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ ખરીદવાની રેસમાં હતી, ત્યારે T-Seriesએ ‘જવાન’ના મ્યુઝિક રાઇટ્સ વધારે બોલી લગાવી ને ખરીદી લીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક રેકોર્ડ સેટિંગ ડીલ છે અને આ પહેલા જોવામાં નથી આવ્યું.

આ સમાચાર પણ વાંચો:  Anupama : શું અનુજ અને છોટી અનુ ને છોડીને અમેરિકા જશે ‘અનુપમા’? નવા પ્રોમો માં ખુલ્યું રહસ્ય

ફિલ્મ જવાન ની રિલીઝ ડેટ

‘જવાન’ 7 સપ્ટેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર જુલાઈના ત્રીજા સપ્તાહમાં રિલીઝ થશે. અત્યાર સુધીમાં ફિલ્મના કેટલાક પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેણે દર્શકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. જણાવી દઈએ કે ‘જવાન’ પછી શાહરૂખ ખાન રાજકુમાર હિરાની સાથે ફિલ્મ ‘ડંકી’ માં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધી શકે છે.

July 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ધીરુભાઈ અંબાણી બાદ હવે દેશના સાથી મોટા બિઝનેસ ટાયકૂન ના પરિવારની વાર્તા આવશે સ્ક્રીન પર,ફિલ્મ માટે આ બંનેએ મિલાવ્યા હાથ; જાણો વિગત

by Dr. Mayur Parikh May 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના પ્રખ્યાત પરિવારોની વાર્તાઓમાં સામાન્ય લોકોને ખૂબ જ રસ હોય છે. આ જ કારણ છે કે ફિલ્મ નિર્માતાઓ પણ આ વાર્તાઓને ફિલ્મનું સ્વરૂપ આપવાનું પસંદ કરે છે. ફરી એકવાર દર્શકોને એક મોટા બિઝનેસ ફેમિલીની (business family) વાર્તા સ્ક્રીન પર જોવા મળશે. આ બિઝનેસ ફેમિલી ટાટા ફેમિલી(TATA family) છે. ટૂંક સમયમાં ટાટા પરિવાર પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટી-સિરીઝ અને ઓલમાઇટી મોશન પિક્ચર્સ આ પ્રતિષ્ઠિત પરિવારની વાર્તાને દર્શકો સુધી લાવવા માટે એકસાથે આવ્યા છે.

T-Series and Almighty Motion Picture are all set to bring together a story of the great business family into your world. #TheTatas#BhushanKumar #KrishanKumar #ShivChanana #almightymotionpicture #girishkuber #prabhleensandhu #labyrinthlit #Karmamediaandenterainment @KarmaMediaEnt pic.twitter.com/dgaCUOTIj4

— T-Series (@TSeries) May 24, 2022

ટી સિરીઝ (T-Series) અને ઓલમાઇટી મોશન પિકચર્સએ(Almighty Motion Pictures )ગિરીશ કુબેર લિખીત પુસ્તક ધી તાતાઝ, હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન નામનાં પુસ્તકના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ ખરીદી લેવાની ઘોષણા કરી છે.ત્રણ પેઢીઓથી આ પરિવાર દેશના નિર્માણમાં ભાગીદાર છે.ટી સિરીઝ (T-Series)એ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આ જાણકારી શેર કરી છે. પોસ્ટમાં ફિલ્મનું એક પોસ્ટર(poster) શેર કરવામાં આવ્યું છે. એવું પણ લખવામાં આવ્યું છે કે,ટી સિરીઝ અને ઓલમાઇટી મોશન પિકચર્સ ('T-Series and Almighty Motion Pictures )એકસાથે દેશના મહાન બિઝનેસ પરિવારની કહાની દુનિયા સમક્ષ લાવી રહ્યા છે. હેશટેગની સાથે લખ્યું, 'ધ ટાટા'.

આ સમાચાર પણ વાંચો: કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ વધી, દાઢી-મૂછની ટિપ્પણી પર NCMએ લીધું આ પગલું

આ ફિલ્મમાં ટાટા પરિવારનો (TATA family) ઈતિહાસ બતાવવામાં આવશે. જો કે, હજુ સુધી આ ફિલ્મ વિશે અન્ય કોઈ માહિતી સામે આવી નથી, તેનું શૂટિંગ ક્યારે અને ક્યાંથી શરૂ થશે. તેમજ ફિલ્મની રિલીઝ ડેટ અને સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. નિર્માતાઓએ હજુ સુધી આ ફિલ્મનું ફોર્મેટ (film format) જાહેર કર્યું નથી કે તે ફિલ્મ હશે કે વેબ સિરીઝ.બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર તાતા પરિવારની ગાથા એટલી લાંબી છે કે તેને એક ફિલ્મમાં સમાવવી શક્ય નથી. અગાઉ પણ આ પુસ્તક પરથી વેબ સિરીઝ (web series)બનાવવાનો સંકેત આ નિર્માતાઓ અગાઉ આપી ચૂક્યા છે. તાતા પરિવારે માત્ર જુદી જુદી કંપનીઓ જ નહીં પરંતુ આઝાદી પછી દેશ નિર્માણમાં કેવી ભૂમિકા ભજવી તેની વિગતો પણ સવિસ્તર આવરી લેવી હોય તો ઓટીટી પ્લેટફોર્મ જ તેને માટે અનુકૂળ બની શકે. આ પ્રોજેક્ટની કાસ્ટ સહિતની અન્ય વિગતો ની રાહ જોવાઈ રહી છે.

May 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટી સિરીઝ અને રિલાયન્સ વચ્ચે સેંકડો કરોડનો એગ્રીમેન્ટ. બનાવશે આટલી ફિલ્મ. જાણો વિગત

by Dr. Mayur Parikh September 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

દેશની જાણીતી ફિલ્મ પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટએ મ્યુઝિક લેબલ કંપની ટી-સિરીઝ સાથે હાથ મિલાવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ટી-સિરીઝે સંયુક્ત રીતે 10 ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે અને આ ફિલ્મો બનાવવા માટે આશરે 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા પણ સંમત થયા છે. 

જોકે આ 10 ફિલ્મો કઈ હશે અને તેમાં ક્યા સ્ટાર્સ હશે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી 

ઉલ્લેખનીય છે કે અગાઉ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટએ હોલીવુડના જાણીતા નિર્માતા નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ સાથે ભાગીદાર તરીકે કામ કર્યું છે. 

કમાલ છે!!! કર્ણાટકમાં ૬.૫ લાખ રૂપિયામાં વેચાયું એક નારિયળ. પણ કેમ? જાણો અહીં

September 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટી સિરીઝના CEO પર બળાત્કારના આરોપથી ખળભળાટ, જાણો વિગત

by Dr. Mayur Parikh July 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

શુક્રવાર

બૉલિવુડના નિર્માતા ભૂષણકુમાર સામે 30 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર પીડિતા પર નિર્માતાની કંપનીમાં કામ મેળવવાના બહાને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો સૂચવે છે કે હજી સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

આ કેસ મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૩૭૬, ૪૨૦, ૫૦૬ હેઠળ નોંધવામાં આવ્યો છે. ભૂષણકુમારે ૨૦૧૭થી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં મહિલા પર અત્યાચાર ગુજાર્યો હોવાના અહેવાલ છે. મહિલાનો આરોપ છે કે તેની ઉપર ત્રણ જુદાં-જુદાં સ્થળોએ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેને આ વિશે કોઈને વાત નહીં કરવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ હવે ભૂષણકુમારની પૂછપરછ કરી અને નિવેદન રેકૉર્ડ કરે એવી સંભાવના છે. જોકેભૂષણ હાલ મુંબઈમાં નથી.

મુલુંડમાં દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીના પોલીસે કર્યા આવા હાલ, પોલીસના આ પગલાથી વેપારીઓ લાલઘૂમ, લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ભૂષણકુમારે 1997માં તેમના પિતા ગુલશનકુમારના નિધન બાદ મ્યુઝિક કંપની ટીસિરીઝનો કબજો લીધો હતો. એ સમયે તે માત્ર 19 વર્ષનો હતો. તેણે ‘તુમ બિન’, ‘ભૂલ ભુલૈયા’, ‘રેડી’ અને ‘આશિકી 2’ જેવી ફિલ્મ્સ બનાવી છે.

July 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

 ગુલશન કુમાર હત્યાકાંડ મામલે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો આ આરોપીની આજીવન કેદની સજા યથાવત રાખી ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 1, 2021
written by Dr. Mayur Parikh

ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. 

બોમ્બે હાઈકોર્ટે  એક દોષિત અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચન્ટની સજાને યથાવત રાખી છે. જ્યારે રમેશ તૌરાનીને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

કોર્ટને તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. તેથી જ તોરાની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી નામંજૂર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટ, 1997 ના રોજ ગુલશન કુમાર મંદિરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક બદમાશોએ ગુલશન કુમાર પર ગોળીબાર કર્યો હતો.

હવે નામકરણને લઈને નવો વિવાદ જાગ્યો; દહિસર મેટ્રો સ્ટેશનને ‘અપર દહિસર’ નામ અપાતાં સ્થાનિકો નારાજ, જાણો વિગત 

July 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેલા જ મ્યુઝિક વીડિયોથી બોલિવુડમાં છવાઈ ગઈ ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની સુપુત્રી; માત્ર ૨૦ દિવસમાં મળ્યા ૧૦૦ મિલિયન વ્યુઝ; જાણો વિગત…

by Dr. Mayur Parikh May 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

બુધવાર

પહેલા મ્યુઝિક વીડિયો પરથી ઉત્તરાખંડની આરુષી નિશાંકને પ્રેક્ષકોનો પ્રેમ મળી રહ્યો છે. માત્ર ૨૦ જ દિવસમાં તેના વીડિયોને ૧૦૦ મિલિયન વ્યૂ મળ્યા છે. આ વીડિયો ટી-સિરીઝના બૅનર હેઠળ બનાવવામાં આવ્યો છે. ‘વફા ના રાસ આઈ’માં તેની પહેલી રજૂઆતથી તેને પ્રેક્ષકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વીડિયો રિલીઝ થયાના થોડા કલાકોમાં જ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. તેના મ્યુઝિક વીડિયો દ્વારા હેરસ્ટાઇલ અને સ્ટાઇલિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

વીડિયો બનાવવાના તેની સફર વિશે વાત કરતાં તેણે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે "આ મારા માટે ખરેખર પડકારજનક હતું, કારણ કે આ મારો પહેલો પ્રોજેક્ટ હતો. હું ભાગ્યે જ તકનિકી ભાષા જાણતી હતી, પણ સહ-અભિનેતા અને દિગ્દર્શક ખૂબ સહાય કરતા હતા.” આ ગીત જાન્યુઆરી મહિનામાં કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આવા પ્રતિકૂળ હવામાનમાં શૂટિંગ કરવું ખરેખર મુશ્કેલ હતું, પરંતુ ‘વફા ના રાસ આઈ’ની સફર આનંદદાયક હતી એમ તેણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આરુષી નિ:શંક ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનઅને હાલ કેન્દ્ર સરકારમાં શિક્ષણપ્રધાન રમેશ પોખારિયાલની સુપુત્રી છે. આરુષી વૈશ્વિક ખ્યાતનામ કથક નૃત્યાંગના છે. ઉપરાંત તેણેકવિતા, સાહિત્ય અનેફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

May 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક