ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર
મધ્યપ્રદેશના બુરહાનપુર થી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના રહેવાસી એવા આનંદ પ્રકાશ ચૌકસેએ પોતાની પત્ની માટે તાજ મહેલ જેવું દેખાતું એક ઘર બનાવ્યું છે.

આશરે ત્રણ વર્ષની મહેનત અને લાખો પૈસાનો ખર્ચ કરીને ચારમિનાર વાળું અને તાજમહેલ જેવું દેખાતું ઘર તેણે પોતાની પત્નીને ગિફ્ટ કર્યું છે.

આ ઘર બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થયો છે તેમજ ઘરમાં ચાર બેડરૂમ, એક કિચન, એક લાઈબ્રેરી અને એક ગુરુ મેડીટેશન માટે ફાળવવામાં આવ્યો છે.
આ તાજમહેલ જેવા ઘરનું ડોમ 29 ફૂટ ઊંચું છે. મોર્ડન તાજમહેલ બનાવવા માટે માર્બલ રાજસ્થાન મકરાણાથી મંગાવવામાં આવ્યો છે તેમજ તેનું ફર્નિચર સુરત અને મુંબઇના કારીગરોએ તૈયાર કર્યું છે.

