• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - tamannaah bhatia
Tag:

tamannaah bhatia

Tamannaah Bhatia Breaks Silence on Dating Rumors with Virat Kohli
મનોરંજન

Tamannaah Bhatia: શું ખરેખર વિરાટ કોહલી ને ડેટ કરી રહી હતી તમન્ના ભાટિયા? અભિનેત્રી એ કર્યો આ વાત નો ખુલાસો

by Zalak Parikh August 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tamannaah Bhatia: બોલીવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા નું નામ વારંવાર વિરાટ કોહલી સાથે જોડાય છે. 2010માં બંને વચ્ચે ડેટિંગની અફવાઓ ઉડી હતી. હવે તમન્નાએ એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દે ખુલાસો કર્યો છે કે તેઓ માત્ર એક જ વાર મળ્યા હતા અને ત્યારબાદ ક્યારેય વાત પણ નથી થઈ.

આ સમાચાર પણ વાંચો : TRP Week 29: ‘તુલસી’ની વાપસી વચ્ચે છવાઈ ગઈ ‘અનુપમા’, જાણો ટીઆરપી ના ટોપ 5 માં કયા શો એ મેળવ્યું સ્થાન

“અસલી સંબંધ ન હોય તો પણ લોકો સંબંધ બનાવી લે છે” – તમન્ના 

 ઇન્ટરવ્યૂ દરમિયાન તમન્નાએ કહ્યું કે, “આ ખૂબ જ અજુગતું છે કે જ્યારે કોઈ અસલી સંબંધ ન હોય, તો પણ લોકો એક સ્ટોરી બનાવી લે છે. તમે બધાને સમજાવી શકો નહીં. લોકો ને જે માનવું હોય તે માને છે.મને ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે હું તેને ફક્ત એક જ વાર મળી હતી. તે પછી હું ક્યારેય વિરાટને મળી નથી”. તમને જણાવી દઈએ કે બંને ફક્ત એક જ વાર એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા, છતાં તેમના વિશે ઘણી અફવાઓ ફેલાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by The Lallantop (@thelallantop)


તમન્ના હાલમાં કોઈ સંબંધમાં નથી. તેમ છતાં, વિજય સાથે તેનો મિત્રતાપૂર્વકનો સંબંધ યથાવત છે. તેણે જણાવ્યું કે, “હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
raid 2 first song out tamannaah Bhatia Sets the Internet Ablaze with Her Sizzling Moves
મનોરંજન

Raid 2 First Song Out: તમન્ના ભાટિયા એ લગાવી ઈન્ટરનેટ પર આગ, રેડ 2 નું પહેલું ગીત નશા થયું રિલીઝ

by Zalak Parikh April 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Raid 2 First Song Out: અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રેડ 2’નું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મનું પ્રથમ ગીત ‘નશા’ રિલીઝ થયું છે. આ ગીતમાં તમન્ના ભાટિયા ફરીથી પોતાના સિઝલિંગ અવતારમાં જોવા મળી છે.આ ગીત માં તમન્ના ભાટિયાના બોલ્ડ મૂવ્સ અને આકર્ષક લુકે ફેન્સના દિલ જીતી લીધા છે. 

આ સમાચાર પણ વાંચો: Charu asopa: બાપ રે! સુષ્મિતા સેન ની ભાભી ચારુ આસોપા એ છોડ્યું મુંબઈ, હવે કરી રહી છે આવું કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

તમન્ના ભાટિયાના ‘નશા’ ગીતે મચાવી ધૂમ

‘નશા’ ગીતમાં તમન્ના ભાટિયાએ પોતાના શાનદાર બેલી ડાન્સ અને આકર્ષક આઉટફિટથી ફેન્સના દિલ જીતી લીધા છે. આ ગીત 2 મિનિટ 56 સેકન્ડનું છે અને તેમાં તમન્નાના ગોલ્ડન અને વ્હાઇટ આઉટફિટ અને લહેરાતા વાળે ગીતને વધુ આકર્ષક બનાવ્યું છે.ટી-સિરીઝે આ ગીતના પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by T-Series (@tseries.official)


‘રેડ 2’માં અજય દેવગણ સાથે રિતેશ દેશમુખ, વાણી કપૂર, સૌરભ શુક્લા, સુપ્રિયા પાઠક અને રજત કપૂર જેવા કલાકારો છે. આ ફિલ્મ 1 મે 2025ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
raid 2 tamannaah bhatia item dance video leaked
મનોરંજન

Raid 2: તમન્ના ભાટિયા ના ડાન્સ મૂવ્સ એ લગાવી ઈન્ટરનેટ પર આગ, રેડ 2 ની રિલીઝ પહેલા જ લીક થયો અભિનેત્રી ના આઈટમ નંબર નો વિડીયો

by Zalak Parikh April 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raid 2: રેડ 2 નું ટ્રેલર તાજેતર માં રિલીઝ થયું છે. આ ફિલ્મ માં અજય દેવગણ અમય પટનાયક ની ભૂમિકામાં પરત ફર્યો છે. આ ફિલ્મ ના ટ્રેલર એ લોકો માં ઉત્સાહ વધાર્યો છે. હવે આ ફિલ્મ ની રિલીઝ પહેલા જ તમન્ના ભાટિયા ના આઈટમ નંબર નો વિડીયો લીક થઇ ગયો છે. 

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસ માં આવ્યું મોટું અપડેટ,આરોપીઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા મળતા પોલીસે ફાઈલ કરી આટલા પાનાં ની ચાર્જશીટ

લીક થયેલું તમન્ના ભાટિયાનું આઇટમ ગીત

રેડ 2 માંથી તમન્ના ભાટિયા નો આઇટમ નંબર રિલીઝ પહેલા જ લીક થઈ ગયો છે! તમન્ના ભાટિયા પર ફિલ્માવવામાં આવેલા આ ગીતની એક નાની ઝલક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તમન્ના ના આકર્ષક ડાન્સ મૂવ્સ ફેન્સ દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યા છે.આ પહેલા પણ, ‘સ્ત્રી-2’ માં ‘આજ કી રાત’ ગીતમાં તેની શૈલીને દર્શકોએ ખૂબ પ્રશંસા આપી હતી. હવે ‘રેડ 2’ માં પણ તે પોતાના કિલર લુક અને વિસ્ફોટક ડાન્સથી બધાનું દિલ જીતવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રેડ 2 એ  2018ની સુપરહિટ ફિલ્મ રેડ ની સિક્વલ છે જે 1 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. તમન્નાની પ્રસ્તુતિએ પહેલેથી જ ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Raid 2 Tamannaah Bhatia's Item Song with Yo Yo Honey Singh Adds Glamour
મનોરંજન

Raid 2: સ્ત્રી 2 બાદ હવે અજય દેવગણ ની આ ફિલ્મ માં આઈટમ સોન્ગ કરતી જોવા મળશે તમન્ના ભાટિયા

by Zalak Parikh April 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Raid 2: રેડ 2 ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝરે પણ દર્શકોમાં ઘણો ઉત્સાહ જગાડ્યો હતો, આ દરમિયાન, ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી હવે પ્રકાશમાં આવી છે.જેને લઈને લોકો ઉત્સાહિત થઇ જશે. 

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ ને મળી ગઈ નવી દયાભાભી? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

રેડ 2 માં આઈટમ સોન્ગ કરશે તમન્ના ભાટિયા 

મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના ભાટિયા ને રેપર યો યો હની સિંહ સાથે એક હાઇ-એનર્જી ડાન્સ ટ્રેક માટે સાઇન કરવામાં આવી છે. વિજય ગાંગુલી દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ આ ગીતનું શૂટિંગ આ અઠવાડિયે મુંબઈના એક સ્ટુડિયોમાં બે દિવસ સુધી કરવામાં આવશે.આ ગીત એક સ્વતંત્ર પોસ્ટ-ક્રેડિટ તરીકે સેવા આપશે. જોકે, અજય અને તમન્ના આ ટ્રેકમાં સ્ક્રીન સ્પેસ શેર નહીં કરે.

 

View this post on Instagram

 

A post shared by cinemapanti (10K🎯) (@cinemapanti)


રાજ કુમાર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત અને રિતેશ શાહ, કરણ વ્યાસ અને જયદીપ યાદવ સહિતની ટીમ દ્વારા લખાયેલ, રેડ 2 અમય પટનાયકના 75મા રેડ પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED has questioned tamannaah bhatia in money laundering case
મનોરંજન

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા ની વધી મુશ્કેલી, આ મામલે ઇડીએ કરી અભિનેત્રી ની પૂછતાછ, જાણો વિગત

by Zalak Parikh October 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tamannaah Bhatia: તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. તમન્ના ભાટિયા  સ્ત્રી 2 ના આઈટમ સોન્ગ ના કારણે ચર્ચામાં આવી  ફરી એકવાર તમન્ના ચર્ચા માં આવી છે. આ વખતે તે તેની પ્રોફેશનલ લાઈફ ને લઈને  નહીં પરંતુ પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે.તાજેતર માં ઇડીએ તમન્ના ભાટિયાની મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં પૂછપરછ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Fauji 2: શાહરુખ ખાન ની સિરિયલ ફૌજી 2 થી અંકિતા લોખંડે નો પતિ વિકી જૈન કરી રહ્યો છે તેનું એક્ટિંગ ડેબ્યુ, આ અભિનેત્રી પણ હશે શો નો હિસ્સો

તમન્ના ભાટિયા ની ઇડી એ કરી પુછપરછ 

ઇડી એ કહ્યું કે તમન્ના ભાટિયા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઇડી એ ગુરુવારે ‘HPZ Token’ મોબાઈલ એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં બિટકોઈન અને અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સી દ્વારા જંગી વળતરનું વચન આપીને ઘણા રોકાણકારોને કથિત રીતે છેતરવામાં આવ્યા હતા. આરોપીઓએ રોકાણકારોને છેતરવા માટે ‘HPZ ટોકન’ મોબાઈલ ફોન એપનો ઉપયોગ કર્યો હતો.

Bollywood actress Tamannaah Bhatia was grilled by the Enforcement Directorate (ED) officials for eight hours in Guwahati on Thursday, as part of an ongoing investigation into a major money laundering case.#Assam #Guwahati #TamannaahBhatia #EnforcementDirectorate #Investigation… pic.twitter.com/RsvV0fZAHE

— India Today NE (@IndiaTodayNE) October 17, 2024


સૂત્રોએ એ પણ જણાવ્યું કે, તમન્નાને એપ કંપનીના કાર્યક્રમમાં સેલિબ્રિટી તરીકે કેટલાક પૈસા મળ્યા હતા. તેની સામે કોઈ ગુનાહિત આરોપો નહોતા. તેને અગાઉ પણ આ કેસ ના સંદર્ભ માં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ કામના કારણે હાજર થઈ શકી ન હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
stree 2 success party tamannaah bhatia vijay verma dance on aaj ki raat
મનોરંજન

Stree 2: તમન્ના ભાટિયા નો ‘આજ કી રાત’ પર ડાન્સ જોઈ બોયફ્રેન્ડ વિજય વર્મા એ કર્યું આ કામ, સ્ત્રી 2 ની સકસેસ પાર્ટી નો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh August 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 હાલ થિયેટર માં છવાયેલી છે.સ્ત્રી 2 એ કમાણી ના મામલે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો ને શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના ની હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. આવી સ્થતિ માં આ ફિલ્મ ની સક્સેસ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમન્ના એ તેના ગીત ‘આજ કી રાત’ પર ડાન્સ કર્યો હતો જેને જોઈને તેના બોયફ્રેન્ડ વિજય વર્મા એ એવું કામ કર્યું હતું કે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો:  Bad newz: ફિલ્મ બેડ ન્યુઝ ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિકી અને તૃપ્તિ ની ફિલ્મ

  

સ્ત્રી 2 ની સક્સેસ પાર્ટી નો વિડીયો થયો વાયરલ 

‘સ્ત્રી 2’ની સક્સેસ પાર્ટી માં ફિલ્મના તમામ સ્ટાર્સની સાથે ડિરેક્ટર અમર કૌશિક, નિર્માતા દિનેશ વિજન, અભિષેક બેનર્જી, રાધિકા મદન પણ સામેલ થયા હતા.આ પાર્ટી માં તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે પહોંચી હતી. આ પાર્ટીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટી માં તમન્ના એ તેના ગીત આજ કી રાત પર ડાન્સ કર્યો હતો જેને જોઈને તેના બોયફ્રેન્ડ વિજય વર્મા થી રહેવાયું નહીં અને તે પણ આ ગીત પર તમન્ના સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

Exclusive!

.@tamannaahspeaks Vibing With @ShraddhaKapoor And @kritisanon For #AajKiRaat Song From #Stree2 Success Party!🤍🪄#TamannaahBhatia #Tamannaah #ShraddhaKapoor #KritiSanon pic.twitter.com/HliHzOcoLb

— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) August 20, 2024


સોશિયલ મીડિયા પર તમન્ના અને વિજય નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માં તમન્ના ભાટિયા એ કેમિયો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
tamannaah bhatia in trouble maharashtra cyber cell summons actress
મનોરંજન

Tamannaah bhatia: તમન્ના ભાટિયા નું મુશ્કેલી વધી, આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું અભિનેત્રી ને સમન્સ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh April 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tamannaah bhatia: અભિનેત્રી તમન્ના ભાટિયા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે ખાસ કરીને અભિનેત્રી તેના અને વિજય ના સંબંધ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે અભિનેત્રી નો ચર્ચામાં આવવાનો વિષય અલગ છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે. રિપોર્ટ મુજબ અભિનેત્રી ને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. 

આ સમાચાર પણ વાંચો : Padma bhushan 2024: મિથુન ચક્રવર્તી થયા પદ્મ ભૂષણ થી સન્માનિત, જાણો બીજા કોને મળ્યો આ એવોર્ડ

 

તમન્ના ભાટિયા ને મળ્યું સમન્સ 

મહારાષ્ટ્ર સાયબર સેલે બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે વાયકોમ ની ફરિયાદ પર ફેરપ્લે એપ વિરુદ્ધ FIR નોંધી હતી અને આ મામલે વધુ તપાસ કરવા માટે તમન્ના ભાટિયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ તમન્ના ભાટિયાએ ફેરપ્લેનો પ્રચાર કર્યો હતો, તેથી જ તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સાયબર પોલીસ અભિનેત્રી પાસેથી એ સમજવા માંગે છે કે ફેર પ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે તે કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા મળ્યા અને કેવી રીતે આપવામાં આવ્યા.વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ 2023ને ગેરકાયદેસર રીતે દર્શાવ્યું હતું અને તેના કારણે તેમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 

Maharashtra Cyber summons actor Tamannaah Bhatia for questioning in connection with the illegal streaming of IPL 2023 on Fairplay App that caused loss of Crores of Rupees to Viacom. She has been asked to appear before Maharashtra Cyber on 29th April.

Actor Sanjay Dutt was also… pic.twitter.com/3Y4TvPHayh

— ANI (@ANI) April 25, 2024


તમને જણાવી દઈએ કે તાજેતર માં આ જ કેસમાં સંજય દત્તને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ સંજય દત્ત પહોંચ્યો નહોતો. જોકે, તેણે નિવેદન નોંધવા માટે વધુ સમય માંગ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
tamannaah bhatia dismisses rumours of world 5th largest diamond gifted by upasana
મનોરંજન

Tamannaah bhatia : તમન્નાને ઉપાસના પાસેથી કોઈ હીરાની વીંટી નથી મળી, અભિનેત્રીએ જણાવ્યું વાયરલ તસવીરનું સત્ય

by Dr. Mayur Parikh July 26, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Tamannaah bhatia : તમન્ના ભાટિયાએ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. તાજેતરમાં જ અભિનેત્રી વેબ સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળી હતી. આ દરમિયાન તે વિજય વર્મા સાથેના સંબંધોને લઈને પણ હેડલાઈન્સ બની હતી. આ સિવાય આ દિવસોમાં તે અન્ય કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રીની એક જૂની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે હીરાની વીંટી સાથે પોઝ આપી રહી છે. તમન્નાની આ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે કે તે વિશ્વનો પાંચમો સૌથી મોટો હીરો છે, જેને રામ ચરણની પત્ની ઉપાસનાએ તમન્નાને ભેટમાં આપ્યો છે અને તેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા છે. હવે અભિનેત્રીએ આ અહેવાલો પર મૌન તોડ્યું છે.

તમન્ના ભાટિયા એ નકારી કાઢ્યા સમાચાર

તમન્ના ભાટિયાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે તે હીરાની વીંટી છે અને ઉપાસનાએ તેને ભેટમાં આપી હતી. વાસ્તવમાં, તમન્નાએ પોતાની આ પાંચ વર્ષ જૂની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી હતી અને કહ્યું હતું કે તે બોટલ ઓપનર છે. અભિનેત્રીએ આ તસવીરને કેપ્શનમાં લખ્યું હતું કે, “તે એક બોટલ ખોલનાર હતો, વાસ્તવિક હીરાનો નહીં અને અમે માત્ર ફોટોશૂટ કરી રહ્યા હતા કારણ કે છોકરીઓને ફોટો પડાવવાનું પસંદ છે.”તમન્નાના આ ખુલાસા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ સમાચાર માત્ર અફવા છે.

આ સમાચાર પણ વાંચો :  Nagaland: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર તંગ કસ્યો… તમે અન્ય બિન-ભાજપ સરકારો સામે આત્યંતિક વલણ અપનાવો છો… પરંતુ પોતાની ભુલો માટે શું: સુપ્રીમ કોર્ટ

રામચરણ ની પત્ની ઉપાસના એ તમન્ના ને આપી હતી ગિફ્ટ

તમને જણાવી દઈએ કે આ અફવા વર્ષ 2019માં પણ ફેલાઈ હતી કે ઉપાસનાએ તમન્નાને હીરાની વીંટી ભેટમાં આપી છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ વર્ષ 2019માં હીરાની વીંટી સાથે તમન્ના ની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે શ્રીમતી નિર્માતા તરફથી સુપર તમન્ના ભાટિયા માટે ભેટ. હું તમને અત્યારથી મિસ કરું છું. જલ્દી મળીશું. તે જ સમયે, તમન્નાએ પણ આ ફોટો ફરીથી શેર કર્યો અને તેમનો આભાર માન્યો અને લખ્યું, ‘આ બોટલ ઓપનર સાથે ઘણી યાદો જોડાયેલી હશે. આટલા લાંબા સમય પછી તમને મળીને ખૂબ આનંદ થયો. ટૂંક સમયમાં તમને મળવા માટે આતુર છું. હું તમને ખુબ જ યાદ કરું છુ.’ તે સમયે તમન્નાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે બોટલ ઓપનર છે.

July 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tamannaah Bhatia is reportedly dating Vijay Varma
મનોરંજનTop Post

‘ગલી બોય’ ના આ એક્ટરને ડેટ કરી રહી છે તમન્ના ભાટિયા, ન્યૂ યર પર પાર્ટી એક સાથે એન્જોય કરતા જોવા મળ્યા… જુઓ વિડીયો.

by Dr. Mayur Parikh January 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની લાઇમ લાઇટ વચ્ચે પ્યાર, ઇશ્ક અને મોહબ્બતને છુપાવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. ફિલ્મી દુનિયાની તમામ જોડી નવા વર્ષમાં ઉજવણી કરતી નજર આવી રહી છે. તો એક ઇન્ડસ્ટ્રીના નવા લવ બર્ડને ગોવામાં સ્પૉટ કરવામાં આવ્યુ છે.

એક્ટર વિજય વર્મા (  Vijay Varma ) અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા ( Tamannaah Bhatia ) છેલ્લા કેટલાક સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેને બીટાઉનના નવા કપલ ( dating ) તરીકે જોવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે મળીને નવું વર્ષ સેલિબ્રેટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Glamour Alert (@glamouralertofficial)

આ વીડિયોમાં વિજય વર્મા સફેદ શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમન્ના ભાટિયાના લુકની વાત કરીએ તો તે ગ્લિટર પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે જ સમયે, બંને નવા વર્ષની પાર્ટી એકસાથે માણતા જોવા મળે છે. આ વીડિયોમાં બંને પાછળથી દેખાય છે.

આ સમાચાર પણ વાંચો :  મહામારીએ ચીનના પ્રવાસીઓની મુશ્કેલીઓ વધારી, ભારત બાદ આ દેશોએ નેગેટિવ રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કર્યું..

જો કે બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી અને ન તો આ વિશે કંઈ કહ્યું છે. તે જ સમયે, આ વીડિયો સામે આવ્યા પછી, બંનેના ડેટિંગની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે અને બંને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે.

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘બાહુબલી’ની આ પ્રખ્યાત અભિનેત્રીને થયો કોરોના, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી…જાણો વિગતે..

by Dr. Mayur Parikh October 5, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

05 ઓક્ટોબર 2020

કોરોના મહામારી ના કહેર વચ્ચે જ્યાં એક બાજૂ અનલોકમાં ઈંડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો ફરી કામ તરફ વળી  રહ્યા છે. તો બીજી બાજુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના સંક્રમણના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. હાલ થોડા દિવસ અનેક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેમાંથી હવે ફિલ્મ 'બાહુબલી' ની પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એને ગંભીર હાલતમાં હૈદરાબાદ સ્થિત હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે તમન્ના ભાટિયા છેલ્લા ઘણાં દિવસોથી હૈદરાબાદમાં છે. અહીં તે એની આગામી વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત રહેલી છે.  પ્રાપ્ત જાણકારી અનુસાર અભિનેત્રી તમન્ના ભાટિયામાં શૂટિંગ વખતે જ કોરોના વાયરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારપછી એનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.કહેવાય છે કે તમન્નાને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

October 5, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક