Tag: Tamil Nadu elections

  • BJP: ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં BJP એ તમિલનાડુ અને આસામ માટેના મુખ્ય ચૂંટણી પ્રભારીઓના નામ જાહેર કર્યા, જુઓ લિસ્ટ

    BJP: ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં BJP એ તમિલનાડુ અને આસામ માટેના મુખ્ય ચૂંટણી પ્રભારીઓના નામ જાહેર કર્યા, જુઓ લિસ્ટ

    News Continuous Bureau | Mumbai
    ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે આસામ વિધાનસભા ચૂંટણી માટે આ જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિજયંત પાંડાને સોંપવામાં આવી છે.

    તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly Elections)

    પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે પ્રભારી અને સહ-પ્રભારીઓની નિયુક્તિ કરી છે. આ મુજબ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને સિવિલ એવિએશનના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ ને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો: TV price: TVની કિંમતોમાં વધારો સંભવ જાન્યુઆરીથી ટીવી મોંઘા થવાની તૈયારી, જાણો શું છે કારણ

    આસામ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Elections)

    આસામ વિધાનસભા ચૂંટણી માટે, BJP દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિજયંત પાંડાને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે, જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ કુમાર શર્મા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના બેન જારડોશ ને સહ-પ્રભારીની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.