• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - tamilnadu - Page 2
Tag:

tamilnadu

Heavy rain forecast for Andhra due to cyclone in Bay of Bengal
રાજ્ય

દક્ષિણ ભારતમાં મેઘ તાંડવ. આ રાજ્યના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. જાણો વિગત

by Dr. Mayur Parikh November 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

દક્ષિણ ભારતના તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. ભારે વરસાદમાં ઠેર ઠેર ભરાયેલા પાણીમાં બાળકો સહિત 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ભારે વરસાદને કારણે ઠેર ઠેર આવેલા પૂર અને ગામડાઓમાં ભરાયેલા પાણીમાં લાશો વહી રહી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશની રાજય સરકારે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખની મદદ જાહેર કરી હતી. પ્રખ્યાત સબરીમાલા મંદિરની તીર્થ યાત્રા પણ સ્થગિત કરવી પડી હતી.

બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ, કર્ણાટકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી. તે મુજબ તમિલનાડુના ઉત્તરમાં આવેલા જિલ્લાઓ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ સહિત કેરળમાં ભારે વરસાદ પડ્યો હતો.

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

ભારે વરસાદ અને પૂરના કારણે અનેક ગ્રામિણ વિસ્તારમાં  પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને પૂરમાં 12 લોકોના મોત થયા હતા. પૂરના પાણીમાં બસ તણાઈ ગઈ હતી, જેમાં ગુડલુરુ ગામમાં 7 લાશ મળી હતી. હજી સુધી અનેક લોકો ગુમ છે.
તમિલનાડુ અને કેરળમાં પણ પરિસ્થિતિ વિકટ રહી હતી. ભારે વરસાદને પગલે ચેયુર જળાશયમાં ભંગાણ પડયું હતું અને જળાશય સહિત પૂરના પાણી રસ્તા પર આવી ગયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા. તમિલનાડુના વેલ્લોર જિલ્લામા ભારે વરસાદથી એક ઘર પડી જવાથી ચાર બાળકો સહિત 9ના મોત થયા હતા.

 

આંધ્ર પ્રદેશમાં પોલીસના કહેવા મુજબ જિલ્લાના રાજમપેટ ડિવિઝનના નંદલુરુ, મંડવલ્લી અને આકાપાડુ       ગામમા પુરના પાણીમા બસો ફસાઈ ગયા હતા. આંધ્રપ્રદેશના પરિસ્થિતિ ગંભીર બનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરીને મદદનું આશ્વાસન આપ્યું હતું. બાદમા મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખની મદદ પણ જાહેર કરી હતી.
 

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

November 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશના યુવા વર્ગને નોકરીની ચિંતા, જ્યારે આ રાજ્યના હજારો યુવાનો છોકરી ન મળવાથી ચિંતામાં; સમાજના મોભીઓ બે હજાર કિ.મી દૂર કન્યા શોધવા નીકળ્યા

by Dr. Mayur Parikh November 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

શુક્રવાર

તમિલનાડુમાં બ્રાહ્મણ છોકરાઓને અત્યારે નોકરીની ચિંતા નથી. તેમની સમસ્યાનું કારણ લગ્ન ન થઈ શકવાનું છે. તમિલનાડુમાં દુલ્હન શોધવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે 40 હજારથી વધુ યુવા તમિલ બ્રાહ્મણ પુરુષો કન્યાની શોધમાં યુપી અને બિહાર જઈ રહ્યા છે. તમિલનાડુ બ્રાહ્મણ સંઘે લગભગ 2 હજાર કિલોમીટર દૂર યુપી અને બિહાર રાજ્ય તરફ મીટ માંડી છે. બ્રાહ્મણ સંઘે આ બંને રાજ્યોમાં એક જ જ્ઞાતિની કન્યાઓ શોધવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે.  

એજન્સીઓના અહેવાલ મુજબ રાજ્યમાં તમિલ બ્રાહ્મણ કન્યાઓની અછતને કારણે રાજ્યના બ્રાહ્મણ સંઘે યુપી અને બિહાર રાજ્યોમાં યોગ્ય યુગલોની શોધ શરૂ કરી છે. થમ્બ્રાસ એસોસિએશનના પ્રમુખ એન નારાયણને મીડિયાને કહ્યું હતું કે 'અમે અમારા સમાજ વતી એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે.

કોંગ્રેસના આ અગ્રણી નેતાના ખાનગી સચિવ પર મારપીટ અને ધમકાવાની થયો આરોપઃ લખનૌ પોલીસમાં થઈ એફઆઈઆર; જાણો વિગત.

કેટલાક આંકડાઓને ટાંકતા નારાયણ મીડિયાને કહ્યું હતું કે 30-40 વર્ષની વયના 40,000 તમિલ બ્રાહ્મણ પુરુષોને તમિલનાડુમાંથી દુલ્હન મળતી નથી. આ લગ્નયોગ્ય વય જૂથમાં 10 બ્રાહ્મણ છોકરાઓ સામે ફક્ત 6 છોકરીઓ છે. તેવું તેમણે કહ્યું હતું.

એસોસિએશનના પ્રમુખે મીડિયાને કહ્યું હતું કે આ પહેલને આગળ વધારવા માટે દિલ્હી, લખનઉ અને પટનામાં સંયોજકોની નિમણૂક કરવામાં આવશે. તેમાં એવા લોકોને સામેલ કરવામાં આવશે જેઓ હિન્દી વાંચી, લખી અને બોલી શકે છે. તેઓ લખનઉં અને પટનાના લોકોના સંપર્કમાં છે અને આ પહેલ કરવી વ્યવહારુ છે. 

એન નારાયણને મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે ઘણા બ્રાહ્મણોએ આ પગલાને આવકાર્યું હતું, ઉપરાંત સમુદાયમાં અલગ અલગ મંતવ્યો પણ હતા. તમિલનાડુના એમ પરમેશ્વરન જે એક શિક્ષણશાસ્ત્રી છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, લગ્ન કરી શકાય તેવી વયજૂથમાં પૂરતી તમિલ બ્રાહ્મણ છોકરીઓ ન હોવું, આ એકમાત્ર કારણ નથી કે છોકરાઓ કન્યા શોધી શકતા નથી. ભાવિ વરના માતા-પિતા લગ્નોમાં 'ધામધૂમ અને દેખાડો કરવાની અપેક્ષા રાખે છે. પરમેશ્વરને પૂછ્યું, "છોકરાઓના માતા-પિતા શા માટે લગ્ન આલીશાન મેરેજ હોલમાં થાય એવું ઈચ્છે છે? સાદી રીતે લગ્ન ન થઈ શકે? મંદિરમાં કે ઘરમાં લગ્ન કેમ ન થઈ શકે? 

એન પરમેશ્વરને કહ્યું કે છોકરીના પરિવારે લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો પડે છે અને તે તમિલ બ્રાહ્મણ સમુદાયનો શ્રાપ છે. વધુ ખર્ચ થાય તેવા લગ્નો એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે અને આવી વિચારધારા એ સમાજનું દુર્ભાગ્ય છે. સમુદાયે પ્રગતિ પસંદ કરવી જોઈએ અને ઢોંગને નકારી કાઢવો જોઈએ.

તૈયાર ઘર મેળવવા મુંબઈ મનપા ના વલખાં. હવે મુંબઈ ના બિલ્ડરોને એવી ઓફર આપી કે જેનાથી પાલીકા ને 40 હજાર ઘર મળી શકે છે. જાણો વિગતે.
 

November 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તમિલનાડુ એ ‘નીટ’ ની પરીક્ષા રદ કરવા માટે રાષ્ટ્રીય અભિયાન છેડયું. સાંસદોએ આ રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી.

by Dr. Mayur Parikh October 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 

મંગળવાર

તમિલનાડુના સાંસદોના પ્રતિનિધિમંડળે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી, જેમાં ઉત્તર ચેન્નઈના લોકસભા સભ્ય કલાનિધિ વીરસ્વામી અને રાજ્યસભાના સભ્ય ટી.કે.એસ. એલંગોવન સામેલ હતા. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની નેશનલ એન્ટ્રન્સ-કમ-એલિજિબિલિટી ટેસ્ટ (NEET)નો વિરોધ કરતો એક પત્ર તેમને સોંપવામાં આવ્યો હતો.

પત્રમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે NEET પ્રવેશનીતિ સંઘીય ભાવનાની વિરુદ્ધ છે અને રાજ્યોના અધિકારોને છીનવી રહી છે.

મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશથી આવતા કન્ટેનર માટે 'નો એન્ટ્રી'; જાણો વિગતે

તમિલનાડુના સાંસદોએ જણાવ્યું કે એમ.કે. સ્ટાલિનએ બિન-ભાજપ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં કેન્દ્રની દખલનો વિરોધ કર્યો છે.

તમિલનાડુમાં NEET પરીક્ષાનો વ્યાપક વિરોધ થયો છે. તમિલનાડુના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષામાં નાપાસ થવા બદલ આત્મહત્યા કરી હતી. 

October 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ રાજ્યમાં હવે ‘નીટ’ ની પરીક્ષા નહીં લેવાય. બારમાના રીઝલ્ટ ના આધારે જ ડોક્ટર બની શકાશે.

by Dr. Mayur Parikh September 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

12મું પાસ કર્યા બાદ ડોક્ટર બનવા માંગતા તમિલનાડુના વિદ્યાર્થીઓને હવે NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી એંટ્રેસ ટેસ્ટ નહીં આપવી પડે. 

તમિલનાડુ વિધાનસભામાં સોમવારે NEET વગર બારમા ધોરણના પરિણામને આધારે મેડિકલ કોર્સિસમાં પ્રવેશ આપવાનું બિલ મંજૂર કરાયું છે. 

જોકે આ માટે જરૂરી ન્યૂનતમ ટકાવારી કેટલી છે, તે હજુ સ્પષ્ટ નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. 

આ બિલમાં બારમાં ધોરણના પરિણામને આધારે મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ભારતીય મેડિસીન અને હોમિયોપેથીના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં પ્રવેશ આપવાની જોગવાઈ છે. 

બિલને AIADMK સહિતના તમામ પક્ષોએ ટેકો આપ્યો હતો. જયારે વિરોધપક્ષ ભાજપે સરકારના પગલાના વિરોધમાં વોક આઉટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર બનવા ઇચ્છુક પણ નીટના પરિણામના ડરથી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીનો મુદ્દો તમિલનાડુ વિધાનસભામાં ગૂંજ્યો હતો. વિરોધ પક્ષ AIADMKએ ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.

બોરીવલીમાં એક જ ઇમારતમાં પાંચ કેસ મળી આવતાં ખળભળાટ, ઇમારત સીલ, વિસ્તારમાં સતર્કતા; જાણો વિગત 

September 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું કોરોનાથી મૃત્યુ; નવ સિંહ કોરોનાની ચપેટમાં, જાણો વિગત

by Dr. Mayur Parikh June 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જૂન ૨૦૨૧

સોમવાર,

કોરોના મનુષ્યની સાથે જંગલી પ્રાણીઓને પણ હવે પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. તામિલનાડુના એક  પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણનું કોરોનાથી મૃત્યુ થયું છે. એટલું જ નહીં, આ પ્રાણીસંગ્રહાલયમાં બીજા નવ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તામિલનાડુના એરીગર અન્ના ઝૂમાં નીલા નામની સિંહણનું મૃત્યુ કોરોનાથી થયું છે.

આ સિંહણમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં નહોતાં. નીલાના અવસાન પછી ઝૂમાંથી 11 સિંહોનું પરીક્ષણ કરાયું હતું અને એમાંથી નવનો કોરોના રિપૉર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને નિયંત્રણમાં લાવવા તમામ પ્રાણીસંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રાણીસંગ્રહાલય શહેરથી 35 કિમી દૂર છે. તમામ સિંહોની સારવાર ચાલી રહી છે અને તમામ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. આ અગાઉ હૈદરાબાદના નેહરુ ઝૂ ખાતે આઠ સિંહોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

નાગિન સિરિયલના પ્રખ્યાત અભિનેતા પર્લ પુરીની ધરપકડ; લાગ્યો યુવતી પર બળાત્કારનો આરોપ

ઉલ્લેખનીય છે કે ગૌરી અને જેનિફર, બે સિંહ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના સફારી પાર્કમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં ચાર વાઘ અને ત્રણ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

June 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ચૂંટણી હારી ગયા પછી સુપરસ્ટાર કમલ હસનને પોતાના જ પક્ષના નેતાની ઝાટકણી કાઢી, સામે મળ્યો કડવો જવાબ. વાંચો સુપર સ્ટાર ની સુપર ફ્લોપ પોલિટિકલ સ્ટોરી.

by Dr. Mayur Parikh May 7, 2021
written by Dr. Mayur Parikh

ઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

તમિલનાડુમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ makkal nidhi maiyam પાર્ટી ના ધજાગરા ઉડી ગયા છે. તેની સાથે જ કમલ હસન આબરૂના પણ લીરા ઉડી ગયા છે. કમલ હસન પોતે ખરાબ રીતે ચૂંટણી હારી ગયો છે. આ પરિસ્થિતિમાં હવે પાર્ટીની અંદર ઝગડા ઉભા થયા છે.
પાર્ટીના ઉપાધ્યક્ષ મહેન્દ્રને પત્ર લખ્યો છે કે કમલ હસન નું વર્તન પોતાને ગમે તેવું છે. મહેન્દ્રને કહ્યું કે મેં કમલ હસનને જે સીટ પરથી ચૂંટણી લડવા કહ્યું હતું તે છોડીને તેણે અન્ય સીટ પરથી ચૂંટણી લડી. આટલું જ નહીં સંખ્યા સોલ્યુશન નામની કંપનીએ ચૂંટણી લડવા માટેની રણનીતિ ઘડી હતી. આ કંપનીએ પાર્ટી ની હાલત ખરાબ કરી નાખી છે.

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત
મહેન્દ્રન દ્વારા કરવામાં આવેલા આરોપો પર કમલ હસનને ઊંધો જવાબ આપ્યો છે. તેણે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું છે કે મહેન્દ્રન ગદ્દાર છે. તેણે ચૂંટણી દરમિયાન યોગ્ય રીતે કામ કર્યું નથી. 
આમ કમલ હસનની પાર્ટીમાં આરોપ પ્રત્યારોપ અને ઝઘડાઓ જોરદાર ચાલુ છે.

May 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એક દિવસમાં 90 હજાર કોરોના પરીક્ષણ. તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય.

by Dr. Mayur Parikh April 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 13 એપ્રિલ 2021.

મંગળવાર.

      કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમિલનાડુ સરકારે કમર કસી લીધી છે. આ સંદર્ભે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  તમિલનાડુમાં દરરોજ ઓછામાં ઓછા 90 હજાર આરટી પીસીઆર પદ્ધતિ દ્વારા કોરોના પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલ્લાની સ્વામીએ સોમવારે  તબીબી ક્ષેત્રના વિશેષજ્ઞનો સાથે એક ખાસ બેઠક યોજી હતી. તે દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત કોવિડથી પ્રભાવિત હોય તેવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કોરોના પરીક્ષણ થવું જરૂરી છે. સાથેજ એક ફીવર કેમ્પ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી સંક્રમિત વ્યક્તિઓનો વહેલામાં વહેલી તકે તાગ મેળવી શકાય. આ બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ ચોક્કસ વિસ્તારની ત્રણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થયેલી જણાય તો તે વિસ્તારને અથવા એ તેમના રહેઠાણના મકાનને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવશે.

લગ્ન સમારંભમાં 50 લોકોને મંજૂરી. તેમજ સરકારી અને ખાનગી ઓફિસમાં પણ 50 ટકા સ્ટાફ કામ કરશે. આ રાજ્યમાં લાગુ થઈ નવી ગાઈડલાઈન. જાણો વિગત.

    ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુના દરને ઓછો કરવા માટે સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી એસઓપી ગાઇડલાઇન નું કડક રીતે પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

April 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કમલ હસન આખરે ચૂંટણી લડશે જ. આ સીટ પરથી કિસ્મત અજમાવશે.

by Dr. Mayur Parikh March 12, 2021
written by Dr. Mayur Parikh

અભિનેતા કમલ હસન તમિલનાડુની કોઇમ્બતુર સાઉથ સીટ થી ચૂંટણી લડશે.

તેની પાર્ટી મક્કલ નિધી મૈયમ એ ઉમેદવારોની બીજી સૂચિ જાહેર કરી હતી.

કમલ હસન ભાજપ અને ડીએમકે બંનેની વિરુદ્ધમાં ચૂંટણી લડશે

March 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ મૃત્યુદર 4.70 % જ્યારે તામીલનાડુમાં સૌથી ઓછો મરણાંક 1.29 %

by Dr. Mayur Parikh June 24, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

નવી દિલ્હી

24 જુન 2020

દેશમાં રોજ કોરોનાના ટેસ્ટની સંખ્યા વધી રહી છે તેમ તેમ તેના કેસો પણ વધુ નોંધાઈ રહ્યા છે. આમાં સૌથી વધારે કોરોનાનો મૃત્યુદર ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે તામિલનાડુમાં કોરોનાનો મૃત્યુના સૌથી નીચો છે.  આમ કહી શકાય કે દેશમાં કોરોના નું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને કારણે મોતનો આંક પણ વધી રહ્યો છે. જે આપણા માટે ચિંતાનો વિષય છે..

બીજી બાજુ ગઈકાલે 24 કલાકની અંદર 15600 નવા કેસ નોંધાયા છે. જેમાંથી દસ હજાર દર્દીઓ સારવાર બાદ સારા થઈને ગયા છે. દિલ્હીમાં સૌથી વધુ એક જ દિવસમાં  3947 કેસ નોંધાયા છે. તે સાથે જ એકલા દિલ્હીમાં કોરોનાના  ફુલ કેસની સંખ્યા 60 હજારની પાર કરી ગઇ છે. આમ દેશમાં કોરોના ના દર્દીઓ સારા થવાનો ટકાવારી વધીને 56.38 પહોંચ્યું છે..

@આવો જોઈએ દેશના સૌથી વધુ મરણાંક ધરાવતાં રાજ્યો….

ગુજરાત 4.70 ટકા 

મધ્ય પ્રદેશ  4.28 ટકા 

પશ્ચિમ બંગાળ 3.94 ટકા 

દિલ્હી 3.54 ટકા 

ઉત્તર પ્રદેશ 3.11

તામિલનાડુ 1.29 ટકા

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

June 24, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ટીક-ટોક વપરાશકારો હવે તો સુધરો.. વિડીયો બનાવતા એક નો જીવ ગયો.. પરંતુ કઈ રીતે? વિગતવાર વાંચો…

by Dr. Mayur Parikh June 16, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

16 જુન 2020

ટિકટોક વીડિયો બનાવવાની ધુનમાં ઘણા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમ છતાં તેનું ભૂત લોકોના માથા પર હજી સવાર છે. ઘણી ગંભીર ઘટનાઓ સામે આવી હોવા છતાં લોકો તેમાંથી પાઠ નથી લઈ રહ્યા. તેના બદલે, તમે તમારા જીવનને વારંવાર જોખમમાં મૂકી રહ્યા છો.. 

હમણાં બનેલો છેલ્લો કિસ્સો બેંગ્લોરનો છે. અહીં 22 વર્ષિય યુવકે ટિકટોક વીડિયો બનાવતી વખતે જીવતી માછલી ગળી હતી. આ માછલી ગળામાં અટકી જતા, શ્વાસ રૂંધાઈ જતાં પીડિત યુવક જમીન પર બેભાન થઈને પડી ગયો અને તરત જ દમ તોડી દીધા હતાં. 

આ મામલો તમિળનાડુના હોસુરનો છે. ભોગ બનનાર તળાવમાં માછીમારી કરવા ગયો હતો. અચાનક જ તેને ટીકટોક વીડિયો બનાવવાની ધૂન ચઢી અને તેણે જીવંત માછલી ગળીને વિડિઓ બનાવવાનું વિચાર્યું. વીડિયો બનાવતી વખતે તે જીવતી માછલી ગળી હતી જે બરાબર ગળામાં જઈને ફરી ગઈ હતી. જ્યારે આ યુવકને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી ત્યારે તે માછલી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. આ જોઈ ત્યાં ઉપસ્થિત તેના મિત્રોએ પણ માછલી કાઢવાનાં પ્રયાસ કર્યા પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તે બાદ પીડિત યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર એ તેને મૃત જાહેર કર્યો હતો…..

June 16, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક