• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - tapi
Tag:

tapi

Gujarat Hospital Gujarat govt announces recruitment for staff nurses and doctrors in state hospitals
રાજ્ય

Gujarat Hospital : ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં બનશે ભૂતકાળ, વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ

by kalpana Verat March 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Gujarat Hospital :

  • રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે – આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ 
  • રાજ્યની હોસ્પિટલમાં ડૉકટર્સની ઘટ્ટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે – આરોગ્યમંત્રીશ્રી
  • રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે
  • પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ
  • તાપી જિલ્લામાં વર્ગ-1 માં 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા તેમજ વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા જગ્યાઓ ભરાયેલી

ગુજરાત વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભેના પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં કુલ 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા અને વર્ગ 3 અને 4 માં 76.04 ટકા તેવી જ રીતે વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા અને વર્ગ-3 અને 4 માં 49.36 ટકા મહેકમ ભરાયેલ છે.

Gujarat Hospital : તાપી જિલ્લાની સ્થિતિ :

તાપી જિલ્લામાં ખાલી મહેકમ ભરવા હાથ ધરાયેલ પ્રયાસો સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૧૬, પી.જી. બોન્ડેડ-૧૩ અને ૧૧ માસ કરાર આધારિત-૨૯ મળી કુલ ૫૮ને નિમણુંક અપાઇ છે. તાપીના ૩૮ પ્રા.આ.કે. માં ૬૮ માંથી ૬૨ M.O ની જગ્યાઓ ભરેલ છે. તાપી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-૧ માં ૧૨ માંથી ૪ ભરેલી છે. ખાલી જગ્યાઓ પર નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. તદ્ઉપરાંત સી.એમ.સેતુ અંતર્ગત પણ તજજ્ઞ તબીબોની સેવા લેવામાં આવે છે. એમ.ઓ. વર્ગ -૨ ની તમામ ૨૪ જગ્યાઓ ભરેલ છે. તાપીની જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ની ૪૫ માંથી ૩૧ તેમજ વર્ગ-૨ માં ૩૦ માંથી ૨૬ જગ્યાઓ ભરાયેલ છે.

Gujarat Hospital : વલસાડ જિલ્લાની સ્થિતિ:

વલસાડ જીલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-૯, પી.જી. બોન્ડેડ-૧૦ અને ૧૧ માસ કરાર આધારિત-૧૫ મળી કુલ ૩૪ને નિમણુંક આપવામાં આવી છે. વલસાડમાં પ્રા.આ.કે. માં એમ.ઓ. વર્ગ-૨ની ૯૩ માંથી ૯૧ જગ્યાઓ ભરેલ છે.
વલસાડ સા.આ.કે.માં તજજ્ઞ ૩૨માંથી ૧૧ ભરેલી છે. નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. એમ.ઓ. વર્ગ-૨ની તમામ ૪૦ ભરેલ છે. વલસાડમાં જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-૧ ની ૩૭ માંથી ૨૩ અને વર્ગ-૨ ની ૨૩ માંથી ૨૧ જગ્યાઓ ભરાયેલ છે.

Gujarat Hospital : રાજ્યમાં ખાલી જગ્યા ભરવાનું આયોજન

વર્ગ-૧

તજજ્ઞ વર્ગ-૧ની જુદા-જુદા ૧૨ સંવર્ગની કુલ ૧૧૪૬ જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે.જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણુંક આપવામાં આવશે. સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં ૪૩૫ તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોગ્ય કમિશનરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક-ઇન ઇન્ટરવ્યુ લઇને ૧૧ માસના કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે.સી.પી.એસ. થયેલ અંદાજે ૯૮ ઉમેદવારોની અરજીઓ મળેલ છે. જેમને એક વર્ષ માટે નિમણુંક આપવાની પ્રક્રિયા ચાલુમાં છે.

વર્ગ-૨

વર્ગ-૨ની ૧૯૨૧-જગ્યા ભરવા માટે ભરવા GPSC દ્રારા તા. ૨૧/૧૧/૨૦૨૪ તથા તા. ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અંદાજે ૧૩,૦૦૦ કરતા વધુ અરજીઓ મળેલ છે અને તા. ૩૦/૦૩/૨૦૨૫ના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે

વર્ગ-૩

વર્ગ-૩માં સ્ટાફનર્સની ૧૯૦૩ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવી છે. પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. ૧૦ વર્ષિય ભરતી કેલેન્‍ડર મુજબ રાજયમાં અર્બન હેલ્થ અંતર્ગત ૧૪૭૯ જગ્યાઓ ભરવા આયોજન કરેલ છે.

આ સમાચાર પણ વાંચો: Green Hydrogen Plant Kandla :ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૫ માં ૮ કોલેજમાં યુ.જી. ની ૯૨૫ બેઠકો હતી. હાલ ૪૧ કોલેજોમાં ૭૨૫૦ બેઠકો છે. જેના લીધે વર્ગ-૨ ડોક્ટરો ઉપલબ્ધ થવાથી મોટા ભાગની વર્ગ-૨ જગ્યાઓ બંને જીલ્લામાં ભરેલી છે. તેવી જ રીતે વર્ષ ૧૯૯૫માં પી.જી. માં ૬૮૮ બેઠકોની સામે હાલ ૩૭૧૯ બેઠકો છે અને ૧૦૧૧ બેઠકો વધારવા માટે એસેન્સિયાલીટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી આવનારા સમયમાં વર્ગ-૧ ની ઘટ પણ પુરી થઇ શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Republic Day Celebration State-level flag hoisting ceremony to be held at Tapi
શહેર

Republic Day Celebration: તાપી ખાતે યોજાશે રાજ્યકક્ષાની ધ્વજ વંદન સમારોહ, મુખ્ય મેહમાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ઉપસ્થિત..

by khushali ladva January 24, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે
  • રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

Republic Day Celebration: રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Republic Day Celebration: રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:

કેબિનેટ મંત્રીશ્રીઓ
1. શ્રી કનુભાઈ દેસાઈ – વલસાડ
2. શ્રી ઋષિકેશ પટેલ – બનાસકાંઠા
3. શ્રી રાઘવજીભાઈ પટેલ – રાજકોટ
4. શ્રી બળવંતસિંહ રાજપૂત – મહેસાણા
5. શ્રી કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ
6. શ્રી મુળુભાઈ બેરા – જામનગર
7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર
8. શ્રીમતી ભાનુબેન બાબરિયા – અમદાવાદ

આ સમાચાર પણ વાંચો :  Mundra Customs: મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો નાશ કર્યો, NDPS એક્ટ હેઠળ મોટી જપ્તી


રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
9. શ્રી હર્ષ સંઘવી – ગાંધીનગર
10. શ્રી જગદીશ વિશ્વકર્મા – ખેડા
11. શ્રી પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ
12. શ્રી બચુભાઈ ખાબડ – દાહોદ
13. શ્રી મુકેશભાઈ પટેલ – નવસારી
14. શ્રી પ્રફુલ પાનશેરીયા – સુરત
15. શ્રી ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર
16. શ્રી કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
સુરતરાજ્ય

Bridge Reconstruction Gujarat: સુરતમાં વાહનચાલકો માટે મુસાફરી થશે વધુ સુવિધાજનક, ગુજરાત સરકારે આ જિલ્લાઓમાં રૂ. ૨૫.૫૦ કરોડના પુલોના પુનઃ બાંધકામને આપી મંજૂરી..

by Hiral Meria December 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Bridge Reconstruction Gujarat: ગુજરાત સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.  

          સુરત ( Surat ) જિલ્લામાં રૂ.૧૨ કરોડના ખર્ચે અરેઠ બૌધાન ઘલા રોડ પર જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવાશે. રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે માંડવી ખેડપુર વરજાખણ રોડ પર પુલના વિસ્તરણ અને મજબુતીકરણ સાથે નવું બાંધકામ જ્યારે ( tapi ) તાપી જિલ્લામાં  રૂ.૬ કરોડના ખર્ચે ન્યુ બ્રિજ સ્ટ્રકચર ( Bridge Redevelopment ) ઓન માંડવી શેરૂલા રોડ પર જૂના પુલને દૂર કરી નવી ટેક્નોલોજીથી મજબૂત પુલનું ( Bridge Reconstruction ) નિર્માણ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Mahaparinirvan Diwas: PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આપી શ્રદ્ધાંજલિ, સમાનતા માટે તેમની અથાક લડત વિશે વાત કરતા કહી ‘આ’ વાત

           આ પ્રકલ્પોથી પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી થશે, જેની સ્થાનિક વેપાર અને રોજગારી પર પણ સકારાત્મક અસર થશે,ત્યારે આ પ્રકલ્પોને મંજૂરી આપવા બદલ નાગરિકો, સ્થાનિક અગ્રણીઓ- જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ( Gujarat Government ) અને આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat 108 STPL cricket tournament organized by Green Health Services to promote vibrant work culture
સુરત

Surat: વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

by Hiral Meria March 22, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat: રમતો દ્વારા કર્મચારીઓની સુખાકારી અને વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને ( vibrant work culture ) પ્રોત્સાહન આપવા, ટીમ વર્ક અને ખેલભાવના, તંદુરસ્ત હરીફાઈ અને કર્મચારીઓ વચ્ચેની સમજણને મજબૂત બનાવવા ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ ( STPL Cricket Tournament ) સુરતના જુદા જુદા સ્ટેડિયમોમાં યોજાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લાના ૧૦૮, ખિલખિલાટ, MVD અને મોબાઈલ હેલ્થ યુનિટ ( MHU ) પ્રોજેક્ટ્સના સ્ટાફે ભાગ લીધો હતો. સુરત ૧૦૮ રૂરલ ઝોન અને MHUની ટીમ વચ્ચે ભાણકી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં MHU ટીમ વિજેતા બની હતી. મેચમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ, સુરત અને તાપી ( Tapi ) જિલ્લાના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર પઢિયાર તેમજ MVD ના પ્રોગ્રામ મેનેજર પ્રિયંક પટેલ અને સુપરવાઇઝરો અને મહાનુભાવોના હસ્તે ફાઈનલના વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા હતા. 

Surat 108 STPL cricket tournament organized by Green Health Services to promote vibrant work culture

Surat 108 STPL cricket tournament organized by Green Health Services to promote vibrant work culture

 

આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal Arrest: દિલ્હીના સીએમ EDને તપાસમાં સહકાર નથી આપી રહ્યા, કેજરીવાલે પોતાના પર લાગેલા આરોપોને ગણાવ્યા પાયાવિહોણા..

              ટુર્નામેન્ટના અંતે શ્રી અભિષેક ઠાકરે સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સ્ટાફગણ, સપોર્ટર, દર્શકો તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Surat 108 STPL cricket tournament organized by Green Health Services to promote vibrant work culture

Surat 108 STPL cricket tournament organized by Green Health Services to promote vibrant work culture

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
APMC products can be purchased at around 150 parlors and outlets in Surat and Tapi districts of Sumul.
સુરત

Surat : સુમુલના સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા પાર્લરો અને આઉટલેટ ઉપર એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે

by Akash Rajbhar October 12, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Surat  : નવરાત્રીના(Navratri) પ્રથમ નોરતે તા.૧૫મીથી સુમુલના(Sumul) ૧૫૦ પાર્લરો(salons) પર સુરત એ.પી.એમ.સી.(APMC)ના ઉત્પાદનો ખરીદી શકાશે. એ.પી.એમ.સી. અને સુમુલ ડેરી વચ્ચે આ પહેલ અંતર્ગત ટાઈ-અપ(Tie up) કરવામાં આવ્યું છે.
એ.પી.એમ.સી. ચેરમેન અને ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત એ.પી.એમ.સી સુરત સમગ્ર દેશમાં પ્રગતિશીલ બજાર સમિતિ છે. ૧૯૯૮માં બનેલી સુરત એપીએમસીમાં સુરત જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપરાંત દેશના અન્ય જિલ્લાઓમાંથી પણ રોજિંદા શાકભાજી વેચાણ અર્થે આવે છે એ.પી.એમ.સી સુરત દ્વારા વર્ષે રૂ. ૨૬૦૦ કરોડનું શાકભાજી વેચાય છે. ઉપરાંત, ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, AC રિટેલ માર્કેટ જેવા અનેક નવા પ્રોજેકટો હોય એવી એક માત્ર એ.પી.એમ.સી છે, આ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે.

APMC products can be purchased at around 150 parlors and outlets in Surat and Tapi districts of Sumul.શ્રી સંદિપભાઈ દેસાઈએ કહ્યું કે, ખેડુતો માટે, ખેડુતો દ્વારા ચાલતી આ સંસ્થાના ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં વેલ્યુ એડિશન કરી પ્રોડકટસ બનાવવા માટે ખેડૂતો પાસેથી સીધા માલની ખરીદી કરી કોઈપણ પ્રકારની ભેળસેળ વગર મેંગો પલ્પ, કેચઅપ, જ્યુસ, ટોમેટો પ્યુરી, અથાણા, જામ વિગેરે જેવી કુલ ૧૭ પ્રકારની પ્રોડકટસ તૈયાર કરવામાં આવે છે. આ તમામ પ્રોડકટસનું એ.પી.એમ.સી મારફતે યુ.કે, યુ.એ.ઈ., રશિયા, જાપાન, કોરિયા, જર્મની જેવા અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે.. ત્યારે સુરત શહેર, તાપી(Tapi) જિલ્લાની જનતાને પણ આ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સહેલાઈ મળી રહે એ માટે બજાર સમિતિ-સુરત અને સુમુલ ડેરીએ ટાઈઅપ કર્યું છે. જે મુજબ તા.૧૫/૧૦/૨૦૨૩ના રોજની સુમુલ ડેરીનાં સુરત શહેર તેમજ સુરત અને તાપી જિલ્લામાં આવેલ ૧૫૦ જેટલા પાર્લરો અને આઉટલેટ ઉપર ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઇઝરાયેલના પીએમ નેતન્યાહનું મોટું નિવેદન- ‘પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ મિટાવવાના નેતન્યાહૂએ લીધા સોગંદ..

શ્રી દેસાઈએ વધુમાં જણાવ્યું કે. સુરત APMCનું વિસ્તરણ કાર્ય હાથ ધરવામાં આવશે. શાકભાજી લઈને આવતા ટ્રક, ટેમ્પો, કાર સહિતના વાહનો APMC માં સીધા પહેલા માળે પહોંચી જાય તે માટે વિશાળ રેમ્પ સહિત ફ્લાયઓવર તેમજ ૧૪ બાય ૧૭૦ ફૂટના ગાળાવાળી માર્કેટ બનાવાશે. આ સાથે જ રાજ્યમાં ફ્લાયઓવર ધરાવતી સુરત એપીએમસી પ્રથમ શાકમાર્કેટ બની જશે. પહેલા માળે ૧૦૮ ગાળા તૈયાર કરાશે. ઉપરાંત બે ગાળા વચ્ચે ૧૦૦ ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવશે, જેથી શાકભાજી લઈને આવતા ટ્રક, ટેમ્પો સહિતના વાહનો પાર્ક કરી શકાય.
તેમણે જણાવ્યું કે, સુરતમાં નવી અને અદ્યતન ફૂલ, ફળો, અને અનાજની માર્કેટના નિર્માણનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે, જે માટે જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આ માર્કેટ ઝડપભેર સાકાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

October 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ukai Dam: Ukai Dam to its full level: 100% full
રાજ્ય

Ukai Dam: ઉકાઈ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ: ૧૦૦% ભરાયો

by Hiral Meria October 3, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ukai Dam: તાપી જિલ્લાના ( Tapi district ) સોનગઢ તાલુકામાં (  Songarh )  સુરતની ( Surat ) જીવાદોરી સમાન તાપી નદી ( Tapi river ) ઉપર ઉકાઈ ડેમ વર્ષ ૧૯૭૨માં નિર્માણ પામ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના ( heavy rain ) કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ( water surface ) વધારો થયો છે, જે ડેમની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો છે. 

ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા કાર્યપાલક ઈજનેર શ્રી પી.જી.વસાવાએ જણાવ્યું હતું કે,  ઉકાઈ ડેમ આજે તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૩ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે ૩૪૫ ફુટે પહોચ્યો છે. ઉકાઈ ડેમ ૨૦૧૯ થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. આ જળાશય ( reservoir ) થકી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચ જિલ્લાઓને પાણીનો લાભ સમગ્ર વર્ષ માટે મળશે. તાપી જિલ્લાની આખા વર્ષની પાણીની જરૂરિયાત ૪૫૦૦ મિલિયન ઘન મીટર હોય છે. હાલ પાણીનો કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૪ મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે.

બોક્ષ-૧

કાર્યપાલક ઈજનેરશ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય તેને નિયત કરેલા રૂલ લેવલ પ્રમાણે પાણી ભરવામાં આવે છે. જેમ કે, ૧લી જુલાઈ સુધી ૩૨૧ ફુટ, ૧ ઓગસ્ટ સુધી ૩૩૩ ફુટ, ૧લી સપ્ટેમ્બર સુધી ૩૩૫ ફુટ સુધી, ૧૬ સપ્ટેમ્બર સુધી ૩૪૦ ફુટ અને ૧લી ઓક્ટોબર સુધી ૩૪૫ ફુટ જળ સંગ્રહ થવા દેવામાં આવે છે. 

બોક્ષ-૨

ડેમની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય વિગત ઉપર નજર કરીએ તો, 

વર્ષ-૨૦૧૯ ન્યુનતમ જળ સપાટી-૨૭૫.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૪ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૯.૮૫ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૦ ન્યુનતમ જળ સપાટી-૩૧૭.૬૦ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૦ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૪.૨૯ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૧ ન્યુનતમ જળ સપાટી-૩૧૨.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૫૨ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૮૬.૫૨ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૨ ન્યુનતમ જળ સપાટી-૩૧૫.૩૪ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૩૫ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૬૨.૯૧ મિલિયન ઘન મીટર

ચાલુ વર્ષે – ૨૦૨૩ ન્યુનતમ જળ સપાટી-૩૦૮.૨૨ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૧ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૫.૬૮ મિલિયન ઘન મીટર જળ સપાટી નોંધાઈ છે. 

આમ, ઉકાઈ  ડેમ વર્ષ ૨૦૧૯ થી આજ સુધી સતત પાંચ વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીદાર બન્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

ઉકાઈ જળાશયમાં પાણીની ભરપૂર આવકના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત

ખેડૂતોને સિંચાઈ માટે અને મત્સ્યપાલન માટે સારી તક આ જળાશયના કારણે મળી રહે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત થયા છે. હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટી કુલ ૩૪૫ ફુટ છે. અને ૫૯૩૭ ક્યુસેક પાણીની આવક સામે ૫૯૩૭ ક્યુસેક પાણી નહેર અને હાઈડ્રો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ સપાટીએ પહોચતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. વધુમાં છલછલ ભરેલો ડેમને નિહાળવો એ એક લ્હાવો છે. જળાશયના સુંદર નજારાને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાતથી લોકો ઉમટી રહ્યા છે. 

નોંધનીય છે કે, ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશિને દરિયામાં વહી જતું અટકાવીને બહુહેતુક ઉકાઈ ડેમ પરિયોજના યોજનારૂપે ‘ઉકાઈ ડેમ’નું નિર્માણ કરાયું છે. સિંચાઈ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાના ૪૬ ટકાપાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના જળાશયમાં કુલ ૭,૪૧૪ ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જિલ્લાની કુલ ૩.૭૯ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔદ્યોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સિસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ સમગ્ર એશિયામાં સૌથી લાંબો એવો ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મૂકવામાં આવ્યા છે, દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. 

કુલ ૪૩૬ માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે ૧૦૦૦ વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના જળનો સંગ્રહ ઉકાઈ ડેમમાં થતા દક્ષિણ ગુજરાતની ધરતી નવપલ્લવિત થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

October 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rain in many parts of Gujarat
રાજ્ય

વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે- હજુ આગામી ૪ દિવસ તો રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે

by Dr. Mayur Parikh October 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તેમ છતાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે અને થન્ડર સ્ટોમ એક્ટવિટીના કારણે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ પ્રમાણે, આગામી ચોવીસ કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. ૭ ઓક્ટોબરની આગાહી – થન્ડર સ્ટોમ એક્ટવિટીના કારણે દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. સાથે જ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના બાંદ્રા વરલી સી લિંક પર વાહન ઉભું રાખી શકાય- જાણો દંડ-સ્પીડ લિમિટ વિશે

૮ ઓક્ટોબરની આગાહી- પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમ એક્ટવિટીના કારણે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.૯ ઓક્ટોબરની આગાહી – સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાય રહ્યા છે. તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ હોવાના કારણે થંડરસ્ટોમ એક્ટવિટી થઈ રહી છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ, પ્રહલાદ નગર, એસજી હાઇવે, આણંદ નગર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાતાવરણ પલટો અને કમોસમી વરસાદના કારણે ડાંગરના પાક અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતી સેવાય રહી છે. વાતાવરણ પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. 

આ સમાચાર પણ વાંચો : ભારત જોડો યાત્રામાં છલકાયો માતૃપ્રેમ- રાહુલ ગાંધીએ માર્ગ પર કર્યું એવું કે ચોતરફ થઇ રહી છે વાહવાહી- જુઓ વિડીયો 

October 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું ૫૦૦ વર્ષની આયુ ધરાવતું આ વૃક્ષ આજે પણ છે અડીખમ, બન્યું પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.. જુઓ તસવીરો જાણો વિગતે…   

by Dr. Mayur Parikh March 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

 દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધીય મૂલ્ય ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી. દુર ચુનાવાડી ગામે અંદાજિત 500 વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.

                ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા,  સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.

આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે

                 ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઇકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની ૧૨ હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષો જોવા મળ્યા છે. ૮૩૨ સે.મી. પરિઘ ધરાવતા આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે. તેમણે એક રસપ્રદ વાત જણાવતાં કહ્યું કે, કોઈ પણ વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે ઓછામાં ઓછી ૫૦૦ વર્ષ અને મહત્તમ ૮૦૦ વર્ષ પણ હોવાની પ્રબળ શક્યતાઓ છે.

              તેઓ વધુમાં કહે છે કે, વર્તમાન યુગમાં માનવીએ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહયો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. હાલમાં જ કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સુપેરે સમજાયું છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી આપણાં પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવીએ એ જરૂરી હોવાનું ઋચિ દવે ભારપૂર્વક જણાવે છે.

આ સમાચાર પણ વાંચો :દેશમાં ઓનલાઈન પેમેન્ટ માં આ કંપની અગ્રેસર તો ગ્રાહકોનો ભારત સરકાર સંચાલિત BHIM ઍપને મોળો પ્રતિસાદ. જાણો વિગતે

               બહેડાના અનેકવિધ ઔષધિય ગુણો અંગે ઋચિ દવેએ વિગતો આપતાં કહ્યું કે, વાત, પિત્ત અને કફ ત્રણે દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે. બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે. નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સંબંધિત રોગોમાં ઉપયોગી છે. લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે. આંખ, નાક, વાળ, હૃદય રોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સંબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે.

               આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે. 

 

March 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક