Tag: tata group

  • હવે આગળ શું? / ટાટા ગ્રુપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા

    હવે આગળ શું? / ટાટા ગ્રુપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા

    News Continuous Bureau | Mumbai

    Tata-Bisleri Deal: બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ (Bisleri Water Supply Company) માં ટાટા ગ્રુપનો હિસ્સો ખરીદવાનો સોદો અટકી ગયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટાટા ગ્રૂપ સાથે બિસ્લેરી ખરીદવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ બંને જૂથો વચ્ચેનો સોદો હજુ અટકી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપ અને બિસ્લેરી વચ્ચે ડીલની ચર્ચાએ ખૂબ જોર પકડ્યો હતો.

    બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (Bisleri Water Supply Company) ના માલિકની યોજના કંપનીનો હિસ્સો વેચીને આ સોદામાંથી 1 બિલિયન ડોલર એકત્ર કરવાની હતી. મામલાના જાણકારે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડીલને લઈને અવરોધ ઉભો થયો છે, કારણ કે કંપનીઓ મૂલ્યાંકન પર સહમત થઈ શકી નથી. જો કે આ ચર્ચા ફરી શરૂ થઈ શકે છે અને તેને ખરીદવાના દાવેદારો આગળ આવી શકે છે. ટાટા અને બિસ્લેરી (Tata Bisleri Deal) ના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો  :  નવા મહિનામાં મોંઘવારીનો નવો માર, ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો.. જાણો નવા રેટ..

    બિસલેરી સાથે કેમ ડીલ અટકી

    બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને કંપનીઓ વચ્ચે કરારના અભાવે આ ડીલ અટકી પડી છે. કંપનીઓના વેલ્યુએશન અંગેનો મામલો સ્પષ્ટ થયો નથી. આવી સ્થિતિમાં વાતચીત હજુ અટકી પડી છે. બિસ્લેરી ટાટાને હિસ્સો (Tata Bisleri Deal) વેચવા માટે વાટાઘાટ કરી રહી હતી, બિસ્લેરી ના ચેરમેન રમેશ ચૌહાણે નવેમ્બરમાં એક મુલાકાતમાં આ અંગે જણાવ્યું હતું.

    ભારતમાં બિસલેરીનો મોટો હિસ્સો

    બિસ્લેરી 1949માં આવી હતી. વેબસાઇટ મુજબ, બિસ્લેરીને 1969માં ઈટાલિયન ઉદ્યોગસાહસિક પાસેથી ખરીદવામાં આવી હતી. ભારતમાં બિસ્લેરી વોટર બિઝનેસનો 60 ટકા હિસ્સો તેની પાસે છે. કંપની હેન્ડ સેનિટાઈઝર પણ બનાવે છે. તે જ સમયે, ટાટા ગ્રુપ હિમાલયન નેચરલ મિનરલ વોટર અને ટાટા વોટર પ્લસ બ્રાન્ડ્સ સાથે પાણીના બિઝનેસમાં છે. જો ટાટા ગ્રુપની બિસ્લેરી સાથે ડીલ થશે તો તે વોટર બિઝનેસમાં મોટી કંપની બની જશે.

     

     

  • WPL 2023: IPL પછી ટાટાએ જીત્યા મહિલા IPLના ટાઈટલ રાઈટ્સ, આ દિવસથી રમાશે ટૂર્નામેન્ટ..

    WPL 2023: IPL પછી ટાટાએ જીત્યા મહિલા IPLના ટાઈટલ રાઈટ્સ, આ દિવસથી રમાશે ટૂર્નામેન્ટ..

    News Continuous Bureau | Mumbai

    WPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના અધિકારો પ્રાપ્ત કર્યા પછી, ટાટા જૂથે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થઈ રહેલી પ્રથમ મહિલા પ્રીમિયર લીગના ટાઈટલ અધિકારો પણ હસ્તગત કર્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “મને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ થાય છે કે ટાટા ગ્રુપ પ્રથમ WPLનું ટાઇટલ સ્પોન્સર હશે. તેમના સમર્થનથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને અલગ સ્તર પર લઈ જઈ શકીશું.”

    મીડિયા રિપોર્ટ અનુસાર, ટાટાએ મહિલા પ્રીમિયર લીગ માટે ટાઇટલ સ્પોન્સરશિપ માટે BCCI સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે. ભારતના સૌથી મોટા સમૂહમાંથી એક, આ સોદો IPL માટે ટાટાના ટાઇટલ અધિકારોને અનુસરે છે. ટાટા એન્ડ સન્સે ચીની ટેક બ્રાન્ડ Vivoનું સ્થાન લીધું. જોકે WPL સ્પોન્સરશિપ ડીલના મૂલ્યની પુષ્ટિ થવાની બાકી છે.

    આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર.. આ સરકારી બેંક હજુ લોન આપવા તૈયાર, કહ્યું-શેરમાં ઘટાડાથી ગભરાતા નથી!

    વિમેન્સ પ્રીમિયર લીગની ઉદઘાટન સીઝન 4 માર્ચે થશે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ અને બ્રેબોર્ન સ્ટેડિયમ એમ બે સ્થળોએ 22 મેચોની આ સિઝન રમાશે. આઈપીએલ 2023ના 5 દિવસ પહેલા 26 માર્ચે ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો એન્ટ્રી કરશે, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, રોય ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ, જેમની વચ્ચે ટક્કર જોવા મળશે.

  • શું બીસ્લેરી કંપનીને ટાટાએ ખરીદી લીધી? આટલી કિંમતે થયો સોદો. ચર્ચાનું બજાર ગરમ.

    શું બીસ્લેરી કંપનીને ટાટાએ ખરીદી લીધી? આટલી કિંમતે થયો સોદો. ચર્ચાનું બજાર ગરમ.

    News Continuous Bureau | Mumbai

    વેપાર બજારમાં એવી ચર્ચા છે કે બીસ્લેરી ( Bisleri  ) કંપની ટાટા ના ( Tata Group )  હાથે વેચાઈ રહી છે. આ સોદો ૭૦૦૦ કરોડ રૂપિયામાં પાર ( Sold  ) પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બીસ્લેરી ના ચેરમેન રમેશ ચૌહાણે આજથી ત્રીસ વર્ષ પહેલા થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ, માઝા અને લિમ્કા જેવી અનેક બ્રાન્ડ કોકાકોલા કંપનીને વેચી હતી. ત્યાર પછી હવે તેઓ બીસ્લેરી કંપની વેચવા જઈ રહ્યા છે. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ બંધબારણે ચાલી રહેલી ડીલમાં બીસ્લેરી કંપનીનું મોજુદા મેનેજમેન્ટ આશરે બે વર્ષ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ કંપનીનું પૂરેપૂરું સંચાલન ટાટા પોતાના હાથમાં લઈ લેશે.

    આ સોદો કરવા માટે ટાટા કન્ઝ્યુમર ( Tata Group )  પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની આગળ આવી છે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં બિસ્લેરી ( Bisleri  ) કંપનીના ચેરમેન રમેશ ચૌહાણ કોઈપણ મહત્વપૂર્ણ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેમણે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેઓ ટાટાની વેપાર સંસ્કૃતિ માં વિશ્વાસ કરે છે તેમજ ટાટા એક એવી કંપની છે જે વિશ્વસનીય રીતે કામકાજ આગળ વધારી શકે છે. 

    આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૨૫:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

    બીસ્લેરીનું ટર્નઓવર કેટલું છે?

    નાણાકીય વર્ષ 23 માટે બિસલેરી ( Bisleri  ) બ્રાન્ડનું ટર્નઓવર રૂ. 2,500 કરોડ હોવાનો અંદાજ છે અને નફો રૂ. 220 કરોડ છે. 

    માર્ચ 2021 ના ​​રોજ પૂરા થયેલા વર્ષ અનુસાર બીસ્લેરી નું વેચાણ રૂ. 1,181.7 કરોડ થયું હતું તેમજ નફો 95 કરોડ રૂપિયા હતો.

    મૂળભૂત રીતે બીસ્લેરી કોની હતી ?

    બિસ્લેરી મૂળ ઈટાલિયન બ્રાન્ડ હતી, જેણે 1965માં મુંબઈમાં દુકાન સ્થાપી હતી. ચૌહાણે તેને 1969માં હસ્તગત કરી હતી. કંપની પાસે 122 ઓપરેશનલ પ્લાન્ટ્સ છે (તેમાંથી 13 માલિકીનું છે) અને સમગ્ર ભારતમાં અને પડોશી દેશોમાં 4,500 વિતરકો અને 5,000 ટ્રકોનું નેટવર્ક છે. .

  • વધુ એક સરકારી કંપનીના તારણહાર બન્યા રતન ટાટા- દેવામાં ડૂબતા બંધ પડેલી આ કંપનીને સરકારે વેચી મારી- જાણો વિગત

    વધુ એક સરકારી કંપનીના તારણહાર બન્યા રતન ટાટા- દેવામાં ડૂબતા બંધ પડેલી આ કંપનીને સરકારે વેચી મારી- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    ખાનગીકરણ(Privatization) સામે સતત વિરોધ છતાં સરકારે વધુ એક મોટી કંપનીને ખાનગી હાથોમાં સોંપી દીધી છે. આ સરકારી કંપનીને(Government company) બિઝનેસમેન રતન ટાટાએ(Ratan Tata) ખરીદી છે. આ સરકારી કંપની મોટા નુકસાનમાં હોવાથી તેનો  પ્લાન્ટ 30 માર્ચ, 2020થી બંધ છે.

    ઉલ્લેખનીય છે કે ઓડિશા(Odisha) સ્થિત નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ (NINL)ને ટાટા ગ્રુપની(Tata Group) એક ફર્મને સોંપવામાં આવી રહી છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા જુલાઈના મધ્ય સુધીમાં પૂરી થવાની સંભાવના છે. 

    મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ટાટા સ્ટીલની(Tata Steel) યુનિટ ટાટા સ્ટીલ લોન્ગ પ્રોડક્ટ્સે આ વર્ષે જાન્યુઆરીમાં 12,100 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ મૂલ્ય(Enterprise value) પર NINLમાં 93.71 ટકા ભાગીદારી પ્રાપ્ત કરીને બોલી જીતી હતી. કંપનીએ જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ(Jindal Steel and Power Ltd), નલવા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ(Nalva Steel and Power Ltd.) અને જેઅસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડના(JSW Steel Limited) જોડાણને પાછળ છોડી સફળતા મેળવી હતી. હવે  બહુ જલદી રતન ટાટાની કંપની તેનું સુકાન હાથમાં લેશે. 

    આ સમાચાર પણ વાંચો :  હવે ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર આટલા ટકા ટેક્સ લાદવાની સરકારની યોજના- GST કાઉન્સિલની બેઠકમાં લેવાશે નિર્ણય-જાણો વિગત

    મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ આ વ્યવહારો અંતિમ તબક્કામાં છે અને આગામી મહિનાના મધ્ય સુધીમાં ટ્રાન્સફર થવાની શક્યતા છે. 
    નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડનો(Nilachal Ispat Nigam Limited) કલિંગનગર, ઓડિશા ખાતે 1.1 મેટ્રિક ટનની ક્ષમતાવાળો એક ઇન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ(Integrated steel plant) છે. આ સરકારી કંપની  ભારે નુકસાનમાં ચાલી રહી છે અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020 થી બંધ છે. કંપની પર 31 માર્ચ 2021 ના 6,600 કરોડ રૂપિયાથી વધારાના દેવા અને જવાબદારીઓ છે, તેમાં પ્રમોટરોનો 4,116 કરોડ રૂપિયા, બેંકના 1,741 કરોડ રૂપિયા અન્ય લેણદાર અને કર્મચારીઓનું જંગી એરિયર્સ સામેલ છે.

     

  • ‘મહારાજા’ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે આ તુર્કી બિઝનેસમેન પર વ્યક્ત કર્યો વિશ્વાસ; જાણો વિગતે 

    ‘મહારાજા’ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે આ તુર્કી બિઝનેસમેન પર વ્યક્ત કર્યો વિશ્વાસ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

    15 ફેબ્રુઆરી, ૨૦૨૨

    મંગળવાર.

    ટાટા સન્સે એર ઈન્ડિયામાં પરિવર્તનની શરૂઆત કરીને નવા MD અને CEOની પસંદગી કરી લીધી છે. 

    ટાટા સન્સે તુર્કી બિઝનેસમેન ઈલ્કર અઈસીને એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કર્યા છે. 

    ઈલ્કર તુર્કી એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ છે અને હવે તેમને એર ઈન્ડિયાની જવાબદારી સોંપાઈ છે. 

    આ માટે ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય  છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને સરકાર પાસેથી ખરીદી છે.  

     

  • ‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘરવાપસી, એર ઈન્ડિયાને ટાટા જૂથને સોંપવાની પ્રક્રિયા થઈ પૂર્ણ; ચેરમેનએ આપી આ જાણકારી

    ‘મહારાજા’ની 69 વર્ષ બાદ ઘરવાપસી, એર ઈન્ડિયાને ટાટા જૂથને સોંપવાની પ્રક્રિયા થઈ પૂર્ણ; ચેરમેનએ આપી આ જાણકારી

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 27 જાન્યુઆરી 2022    

    ગુરુવાર.

    દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ બાદ ફરી એકવાર ટાટા ગ્રુપનો હિસ્સો બની છે.

    ટાટા ગ્રુપે દિલ્હીમાં સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે. 

    પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે ટાટા ગ્રુપમાં એર ઈન્ડીયાને પરત આવેલી જોઈને અમે ખૂબ ખુશ છીએ.

    તેમણે કહ્યું કે એરલાઈન હસ્તાંતરણની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવાઈ છે અને હવેથી એર લાઈન ટાટા ગ્રુપની કંપનીઓના હિસ્સો બની તે જાણીને અમે ખૂબ ખુશ છીએ. 

    એર ઈન્ડીયાએ કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટની ચુકવણી કરી દીધી છે અને આ ચુકવણી બાદ ટાટા ગ્રુપે સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે. 

    ઉલ્લેખનીય છે કે સરકારે પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે 18,000 કરોડ રુપિયામાં એર ઈન્ડીયાને ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. આ ટાટા સમુહની હોલ્ડિંગ કંપનીનું પેટા યુનિટ છે. 

    હવે બજારમાં મળશે આ એન્ટિ-કોવિડ-19 રસીઓ, કેન્દ્ર સરકારે આપી દીધી શરતી મંજૂરી, આટલી હોઈ શકે છે કિંમત

  • એર ઇન્ડિયાની ઘર વાપસી પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ નું મોટું નિવેદન, કહી આ વાત ; જાણો વિગતે 

    એર ઇન્ડિયાની ઘર વાપસી પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ નું મોટું નિવેદન, કહી આ વાત ; જાણો વિગતે 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

    શનિવાર 

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનુ કહેવુ છે કે સરકારે એર ઈન્ડિયા પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આની બોલી જીતનારની ચૂંટણી એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા થશે.

    પીયૂષ ગોયલ અત્યારે Dubai Expo માં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. જ્યાં તેમણે કહ્યુ, હું ગઈકાલથી દુબઈમાં છું અને જ્યાં સુધી મને લાગે છે કે સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય (એર ઈન્ડિયા સંબંધિત) લેવામાં આવ્યો નથી. 

    નિશ્ચિત રીતે આ માટે બોલીઓ મંગાવવામાં આવી હતી અને અમારા અધિકારીઓ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે. 

    આની પૂરી એક પ્રક્રિયા છે અને તેનુ પાલન કરતા યોગ્ય સમયે એર ઈન્ડિયાની બોલી જીતનારના નામની જાહેરાત કરવામાં આવશે.  

    DIPAM વિભાગના સચિવ તુહિન કાંત પાંડે જે સરકાર વતી તેના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની દેખરેખ રાખે છે. શુક્રવારે જ આવા અહેવાલોને નકાર્યા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

    કૉન્ગ્રેસના દિગ્વિજય સિંહે કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અમિત શાહની પ્રશંસા; જાણો શા માટે?

  • એર ઇન્ડિયા વેચાઈ ગયું. આ કંપની એર ઇન્ડિયાને કરશે ટેક ઓવર ; જાણો વિગત

    એર ઇન્ડિયા વેચાઈ ગયું. આ કંપની એર ઇન્ડિયાને કરશે ટેક ઓવર ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

    શુક્રવાર

    માથા પર કરોડો રૂપિયાનું દેવું ધરાવતી સરકારની માલિકીની ઉડ્ડયન કંપની ઍર ઇન્ડિયા છેવટે વેચાઈ ગઈ છે. ઍર ઇન્ડિયાને વેચવા માટે લગાવવામાં આવેલી બોલીને ટાટા સન્સે જીતી લીધી છે. એથી ઍર ઇન્ડિયા હવે બહુ જલદી ટાટા ઇન્ડિયા બની જવાની છે.  કેન્દ્ર સરકાર માટે ઍર ઇન્ડિયા ધોળો હાથી બની ગયો હતો.

    ખોટ કરતી ઍર ઇન્ડિયાને વેચી દેવા માટે વર્ષોથી કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેના માથા પર રહેલું કરોડો રૂપિયાનું દેવું તથા ખોટને કારણે તેમ જ સરકારની પૉલિસી ક્લિયર ન હોવાથી કોઈ કંપની રસ બતાવતી નહોતી. છેવટે ભારે મથામણ બાદ સરકારે ફરી એને વેચવા કાઢી હતી. ઇન્ડિગો, સ્પાઇસ સહિત ટાટા સન્સે પણ ઍર ઇન્ડિયાની ખરીદી માટે બોલી લગાવી હતી. ઍર ઇન્ડિયાના માથા પર રહેલું કરોડો રૂપિયાનું દેવું કોણ ભરશે, ખોટનો આંકડો હજારો કરોડ ઉપર પહોંચ્યો હોવાની સાથે જ કર્મચારીઓ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર છેલ્લી ઘડીએ અન્ય કંપનીઓ ખસી ગઈ હતી. એથી ટાટા સન્સે બોલી જીત ગઈ હતી.

    મોટા સમાચાર : હવે ખિસ્સામાં આટલા રૂપિયાની નેટવર્થ હશે તો જ શૅરબજારમાં આ રીતનું રોકાણ કરવા મળશે, સેબી દ્વારા નવો પ્રસ્તાવ; જાણો વિગત

    ટાટા સન્સ માટે જોકે આ ક્ષણ બહુ ભાવનાત્મક રહી હતી, કારણ કે ઍર ઇન્ડિયા મૂળમાં ટાટાની માલિકીની જ ખાનગી ઉડ્ડયન કંપની હતી. ટાટા ગ્રુપે 1932માં ઍર ઇન્ડિયાની સ્થાપના કરી હતી, પરંતુ સરકારે 1953માં પોતાના હસ્તક કરી લીધી હતી. હવે ફરી ઍર ઇન્ડિયાની માલિકી ટાટા સન્સ પાસે આવી ગઈ છે.

  • આર્થિક સમાચાર : શું વધુ એક વખત ટાટા સન્સના ચૅરમૅનપદેથી રતન તાતા વિદાય લેશે? આવી ચાલી રહી છે તૈયારીઓ; જાણો વિગત

    આર્થિક સમાચાર : શું વધુ એક વખત ટાટા સન્સના ચૅરમૅનપદેથી રતન તાતા વિદાય લેશે? આવી ચાલી રહી છે તૈયારીઓ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    ટાટા સમૂહની કંપની ટાટા સન્સના નેતૃત્વમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે. કૉર્પોરેટ ગવર્નેંન્સમાં સુધારો લાવવા માટે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)પદ નિર્માણ કરવાની યોજના ચાલી રહી છે. એ મુજબ 153 વર્ષ જૂની અને 106 અજબ ડૉલરનો કારભાર ચલાવનારા ટાટા સમૂહને એ નવી દિશામાં લઈ જશે એવાં એંધાણ જણાઈ રહ્યાં છે. લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે ટાટા ટ્રસ્ટના ચૅરમૅન રતન ટાટાની મંજૂરી મહત્ત્વની ગણાય છે.

    ટાટા સન્સના ચૅરમૅનનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. ટાટા સન્સના વર્તમાન ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં પૂરો થઈ રહ્યો છે. તેમને મુદત વધારી આપવાની યોજના છે. CEO માટે ટાટા સ્ટીલ લિમિટેડ સહિ ટાટા સમૂહની બીજી કંપનીઓના પ્રમુખના નામ પર વિચાર ચાલી રહ્યો છે, પરંતુ એ બાબતે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

    અહીં ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાઇરસ મિસ્ત્રીએ ટાટા સમૂહ પર ખરાબ મૅનેજમેન્ટનો આરોપ મૂક્યો હતો. બોર્ડે તેમને 2016માં તેમના પદેથી હટાવી દીધા હતા. સાઇરસે રતન ટાટા વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. અનેક વર્ષની લડત બાદ કોર્ટે ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે ટાટા સમૂહ લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.

    વોડાફોન અને આઇડિયાને ભારે પડી ગયું, એક ભૂલ બદલ ગ્રાહકોને ચૂકવશે 27 લાખ; જાણો વિગત

    ટાટા સમૂહને પ્રસ્તાવિત ફેરફારથી ભવિષ્યની યોજના બનાવવામાં મદદ મળશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે રતન ટાટાની જગ્યાએ ટાટા ટ્રસ્ટના ચૅરમૅન કોને બનાવવામાં આવશે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારી છે. સમૂહના નવા CEOઓને અનેક પ્રકારની ચૅલેન્જનો સામનો કરવો પડવાનો છે.

  • ટાટા સમૂહનો મોટો નિર્ણય : જે કર્મચારી કોરોનાને કારણે મૃત્યુ પામશે તેના પરિવારજનોને આ સહાયતા પહોંચાડાશે

    ટાટા સમૂહનો મોટો નિર્ણય : જે કર્મચારી કોરોનાને કારણે મૃત્યુ પામશે તેના પરિવારજનોને આ સહાયતા પહોંચાડાશે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

    શુક્રવાર

    દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપનીના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે તે વ્યક્તિના પરિવારને બેસિક સૅલરીના 50 ટકા રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે આ પૈસા તેમના પરિવારજનોને ત્યાં સુધી મળશે જ્યાં સુધી દિવંગત કર્મચારીનો રિટાયર્ડ થવાનો સમય ન આવ્યો હોય.

    ઉલ્લેખનીય છે કે ટાટા કંપનીએ ભારતની સૌથી ભરોસામંદ કંપનીઓમાંથી એક છે. આ સાથે જ ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના ૯૦ ટકા કર્મચારીઓનું વેક્સિનેશન થઈ ગયું છે.