Tag: tcs

  • Union Budget 2025: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025-26 રજૂ કર્યું. અહીં વાંચો તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ

    Union Budget 2025: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025-26 રજૂ કર્યું. અહીં વાંચો તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ

    News Continuous Bureau | Mumbai

    • કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ
    • નવી કર વ્યવસ્થામાં પગારદાર વર્ગે વાર્ષિક ₹12.75 લાખ સુધી શૂન્ય આવક વેરો ચુકવવાનો રહેશે
    • કેન્દ્રીય અંદાજપત્રએ વિકાસના 4 એન્જિનો તરીકે કૃષિ, MSME, રોકાણ અને નિકાસને ઓળખ્યાં છે
    • 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે, ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ અંતર્ગત 100 ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને આવરી લેવામાં આવશે
    • તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને “કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન” શરૂ કરવામાં આવશે
    • સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ KCC દ્વારા રૂપિયા 5 લાખ સુધીની લોન
    • નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ 4.8% રહેવાનો અંદાજ, નાણાકીય વર્ષ 2026માં તેને ઘટાડીને 4.4% કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
    • MSMEsને ₹ 5 કરોડથી ₹ 10 કરોડ સુધી ગેરંટી કવર સાથે ક્રેડિટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
    • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય વિનિર્માણ મિશન
    • આવનારા 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે
    • હસ્તપ્રતોના સર્વેક્ષણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનમાં એક કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેવામાં આવશે
    • વીમા માટે FDIની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી
    • વિવિધ કાયદાઓમાં 100 કરતાં વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવા માટે જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરવામાં આવશે
    • અપડેટ કરેલું આવક વેરા રિટર્ન ભરવાની મુદત બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી
    • TCSની ચુકવણીમાં વિલંબનું નિરાપરાધીકરણ કરવામાં આવ્યું
    • ભાડા પરના TDSની મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધીને રૂપિયા 6 લાખ કરવામાં આવી
    • કેન્સર, દુર્લભ અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને દવાઓ પર BCD મુક્તિ
    • IFPD પર BCD 20% સુધી વધારી અને ઓપન સેલ પર 5% સુધી ઘટાડી
    • ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઓપન સેલના ભાગો પર BCDમાંથી મુક્તિ આપવામાં આવી
    • બૅટરીનું ઉત્પાદન વધારવા માટે, ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ બૅટરી વિનિર્માણ માટે વધારાના મૂડી માલ પર મુક્તિ આપવામાં આવી
    • જહાજ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ અને ઘટકો પર 10 વર્ષ માટે BCD મુક્તિ
    • ફ્રોઝન ફિશ પેસ્ટ પર લાગતો BCD 30% થી ઘટાડીને 5% અને ફિશ હાઇડ્રોલાઇસેટ પર 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો
    Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે;

    ભાગ – A

    નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું હતું જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરે છે.

    આ થીમને અનુરૂપ, નાણામંત્રીએ વિકાસ ભારતના વ્યાપક સિદ્ધાંતોની રૂપરેખા આપી હતી જેમાં નીચે ઉલ્લેખિતનો સમાવેશ થાય છે:

    a) શૂન્ય ગરીબી;

    b) સો ટકા સારી ગુણવત્તા સાથે શાળાકીય શિક્ષણ;

    c) ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળની સુલભતા;

    d) અર્થપૂર્ણ રોજગાર સાથે સો ટકા કૌશલ્યવાન શ્રમદળ;

    e) આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી સિત્તેર ટકા; અને

    f) ખેડૂતો આપણા દેશને ‘વિશ્વનું ખાદ્યાન્ન બાસ્કેટ’ બનાવી રહ્યા છે.

    કેન્દ્રીય અંદાજપત્ર 2025-2026માં સરકાર દ્વારા વિકાસને વેગ આપવા, સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા, ખાનગી ક્ષેત્રના રોકાણોને પ્રોત્સાહન આપવા, પારિવારિક ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતના ઉભરી રહેલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના પ્રયાસોને ચાલુ રાખવાનું વચન આપવામાં આવ્યું છે. અંદાજપત્રમાં ગરીબ, યુવાનો, ખેડૂત (અન્નદાતા) અને મહિલાઓ (નારી) પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ સંબંધિત પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

    અંદાજપત્રનો ઉદ્દેશ્ય કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓમાં પરિવર્તનકારી સુધારાની શરૂઆત કરવાનો છે જેથી ભારતની વિકાસની ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શકે.

    કૃષિ, MSME, રોકાણ અને નિકાસ એ વિકસિત ભારતની આગેકૂચમાં એન્જિનની ભૂમિકા ભજવી રહ્યાં છે એવું કેન્દ્રીય અંદાજપત્રમાં ભારપૂર્વક ટાંકવામાં આવ્યું છે, જેમાં સુધારાઓનો ઉપયોગ સમાવેશીતાની ભાવનાથી પ્રેરિત ઇંધણ તરીકે થાય છે.

    આ સમાચાર પણ વાંચો:  SMR: 2033 સુધી 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત થશે, સરકારે 2025-26 બજેટમાં અધધ આટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા

    Union Budget 2025: પ્રથમ એન્જિન: કૃષિ

    અંદાજપત્રમાં 100 જિલ્લાઓને આવરી લેતા રાજ્યો સાથે ભાગીદારીમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ જાહેર કરવામાં આવી છે જેથી ઉત્પાદકતામાં વધારો થઈ શકે, પાક વૈવિધ્યકરણ અપનાવવામાં આવે, લણણી પછીનો સંગ્રહ વધે, સિંચાઈની સુવિધાઓમાં સુધારો થાય અને લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાને સરળ બનાવી શકાય.

    કૌશલ્ય, રોકાણ, તકનીકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં અલ્પ રોજગારીની સ્થિતિને દૂર કરવા માટે તેમજ ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરીને એક વ્યાપક બહુ-ક્ષેત્રીય ‘ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં પુષ્કળ તકો ઊભી કરવાનું છે, જેમાં ગ્રામીણ મહિલાઓ, યુવા ખેડૂતો, ગ્રામીણ યુવાનો, સીમાંત અને નાના ખેડૂતો તેમજ પોતાની માલિકીની જમીન ન ધરાવતા હોય તેવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

    કેન્દ્રીય નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા તુવેર, અડદ અને મસૂર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષ માટે “કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન” શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ (NAFED અને NCCF) ખેડૂતો પાસેથી આગામી 4 વર્ષ દરમિયાન આ 3 કઠોળ જેટલી પણ માત્રામાં પૂરું પાડવામાં આવે તે ખરીદવા માટે તેઓ તૈયાર રહેશે.

    અંદાજપત્રમાં શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ, ઉચ્ચ ઉપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન અને કપાસની ઉત્પાદકતા માટે પંચવર્ષીય મિશન જેવા પગલાંને રેખાંકિત કરવામાં આવ્યા છે જેથી કૃષિ અને તેનાથી સંલગ્ન પ્રવૃત્તિઓને મુખ્ય રીતે પ્રોત્સાહન મળી શકે.

    શ્રીમતી સીતારમણે સુધારેલી વ્યાજ સહાય યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી લોન માટે લોનની મર્યાદા 3 લાખ રૂપિયા હતી તે વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4T2.jpg

    આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Gujarat: બજેટ 2025-26માં ગુજરાત માટે ખાસ જાહેરાત, ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો મૂકવામાં આવ્યો પ્રસ્તાવ

    Union Budget 2025: બીજું એન્જિન: MSMEs

    નાણાં મંત્રીએ MSME ક્ષેત્રને વિકાસ માટે બીજું પાવર એન્જિન ગણાવ્યું કારણ કે તેઓ આપણી નિકાસમાં 45% હિસ્સો ધરાવે છે. MSMEને વ્યાપકતાની ઉચ્ચ કાર્યક્ષમતા, તકનીકી અપગ્રેડેશન અને મૂડીની વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાના ઉદ્દેશ સાતે, તમામ MSMEsના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદામાં અનુક્રમે 2.5 અને 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેરંટી કવર સાથે ધીરાણની ઉપલબ્ધતા વધારવા માટેના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે.

    નાણાં મંત્રીએ 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બનનારા લોકો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની મુદતી લોન પૂરી પાડવામાં આવશે.

    શ્રીમતી સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, સરકાર ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમકડાં માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પણ એક યોજના અમલમાં મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતા રાષ્ટ્રીય વિનિર્માણ મિશનની સ્થાપના કરશે.

    Union Budget 2025: ત્રીજું એન્જિન: રોકાણ

    કેન્દ્રીય મંત્રીએ દેશના વિકાસની આગેકૂચમાં રોકાણને ત્રીજા એન્જિન તરીકે પરિભાષિત કરીને લોકો, અર્થતંત્ર અને આવિષ્કારમાં રોકાણને પ્રાથમિકતા આપી છે.

    લોકોમાં રોકાણ હેઠળ, તેમણે જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવશે.

    શ્રીમતી નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, ભારતનેટ પરિયોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

    તેમણે આગળ જણાવ્યું હતું કે, શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવા માટે ભારતીય ભાષાપુસ્તક યોજના અમલમાં મૂકવામાં આવશે.

    આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” વિનિર્માણ માટે જરૂરી હોય તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે વૈશ્વિક કૌશલ્ય અને ભાગીદારી સાથે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

    કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

    અંદાજપત્રમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પીએમ જન આરોગ્ય યોજના હેઠળ ગિગ કામદારોના ઓળખ કાર્ડ, ઇ-શ્રમ પોર્ટલ પર તેમની નોંધણી તેમજ આરોગ્ય સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે.

    શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં રોકાણ હેઠળ, માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો દ્વારા પીપીપી મોડમાં 3 વર્ષની પરિયોજના પાઇપલાઇન રજૂ કરવામાં આવશે.

    તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહન આપવા માટે 50 વર્ષની મુદત માટે વ્યાજ મુક્ત લોન આપવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

    તેમણે નવી પરિયોજનાઓમાં રૂપિયા 10 લાખ કરોડની મૂડી પાછી મેળવવા માટે બીજી અસ્કયામત મુદ્રીકરણ યોજના 2025-૩0ની જાહેરાત પણ કરી હતી.

    “જન ભાગીદરી” દ્વારા ગ્રામીણ પાઇપલાઇન પાણી પુરવઠા યોજનાની માળખાગત સુવિધાઓની ગુણવત્તા અને સંચાલન તેમજ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને જળ જીવન મિશનની મુદત 2028 સુધી લંબાવવામાં આવી છે.

    ‘વિકાસ કેન્દ્રો તરીકે શહેરો’, ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ અને ‘પાણી અને સ્વચ્છતા’ માટેના પ્રસ્તાવોને અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા રૂપિયા 1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ સ્થાપિત કરવામાં આવશે.

    આવિષ્કાર માટે રોકાણ અંતર્ગત, ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન, વિકાસ અને આવિષ્કાર પહેલને અમલમાં મૂકવા માટે રૂપિયા 20,000 કરોડના ભંડોળની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    નાણાં મંત્રીએ શહેરી આયોજનને લાભ મળી શકે એવી પાયાની ભૂ-અવકાશી માળખાકીય સુવિધાઓ અને ડેટાનો વિકાસ કરવા માટે નેશનલ જીયો સ્પેશ્યીલ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    અંદાજપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રહકો સાથે મળીને 1 કરોડથી વધુ હસ્તપ્રતોના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના આદાનપ્રદાન માટે ભારતીય જ્ઞાન પ્રણાલીઓનો રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

    Union Budget 2025: ચોથું એન્જિન: નિકાસ

    શ્રીમતી સીતારમણે નિકાસને વિકાસનું ચોથું એન્જિન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સંચાલિત નિકાસ પ્રોત્સાહન મિશનથી MSMEને નિકાસ બજારમાં પ્રવેશવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડિજિટલ જાહેર માળખા, ‘ભારત ટ્રેડનેટ’ (BTN)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

    નાણાં મંત્રીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે આપણા અર્થતંત્રનું સંકલન સ્થાપિત કરવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવાના ઉદ્દેશથી સમર્થન પૂરું પાડવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકાર ઇન્ડસ્ટ્રી 4.0 સંબંધિત તકોનો લાભ લેવા માટે સ્થાનિક ઇલેક્ટ્રોનિક સાધનો ઉદ્યોગને સમર્થન આપશે. ઉભરતા ટિઅર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

    સરકાર ઉચ્ચ મૂલ્યના નાશવંત બાગાયતી ઉત્પાદનો સહિત હવાઇ કાર્ગો માટે માળખાગત સુવિધાઓ અને ગોદામોના અપગ્રેડેશનની કામગીરીની સુવિધા પૂરી પાડશે.

    Union Budget 2025: ઇંધણ તરીકે કામ કરતા સુધારા

    સુધારાઓને એન્જિનના ઇંધણ તરીકે પરિભાષિત કરતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેમ કે ફેસલેસ આકારણી, કરદાતા અધિકારપત્ર, ઝડપી રિટર્ન, લગભગ 99 ટકા રિટર્નની સ્વ-આકારણી અને વિવાદ સે વિશ્વાસ યોજના. આ તમામ પ્રયાસો ચાલુ રાખીને, તેમણે કર વિભાગની “પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો”ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

    Union Budget 2025: નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

    ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવતા, કેન્દ્રીય નાણાં મંત્રીએ ભારતમાં નાણાકીય પરિદૃશ્યની વ્યાપકતામાં ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી અનુપાલન સરળ બનાવી શકાય, સેવાઓનું વિસ્તરણ થઈ શકે, મજબૂત નિયમનકારી માહોલનું નિર્માણ થાય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણને પ્રોત્સાહન મળે તેમજ જૂની કાનૂની જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરી શકાય.

    કેન્દ્રીય નાણાં મંત્રીએ વીમા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તે એવી કંપનીઓ માટે ઉપલબ્ધ બને જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે.

    શ્રીમતી સીતારમણે ઉત્પાદકતા અને રોજગારીને આગળ ધરાવવા માટે સિદ્ધાંતો અને વિશ્વાસ પર આધારિત હળવાશભર્યા નિયમનકારી માળખાની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે 21મી સદી માટે અનુકૂળ હોય તેવા આ આધુનિક, લવચિક, લોકો માટે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસ આધારિત નિયમનકારી માળખાનો વિકાસ કરવા માટે ચાર ચોક્કસ પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે, જે આ મુજબ છે:

    i. નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

    • બધા બિન-નાણાકીય ક્ષેત્રના નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને પરવાનગીઓની સમીક્ષા કરવી.

    • વિશ્વાસ આધારિત આર્થિક શાસનનું મજબૂતીકરણ કરવું અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં વધારો કરવા માટે પરિવર્તનકારી પગલાં લેવા, જેમાં ખાસ કરીને નિરીક્ષણ અને અનુપાલનની બાબતોમાં આ પગલાં લેવા.

    • એક વર્ષની અંદર ભલામણો કરવી

    • રાજ્યોને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

     

    ii. રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક

    • સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક શરૂ કરવામાં આવશે.

     

    iii. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) હેઠળનું વ્યવસ્થાતંત્ર

    • વર્તમાન નાણાકીય નિયમનો અને પેટાકંપની સૂચનાઓની અસરનું મૂલ્યાંકન કરવાનું વ્યવસ્થાતંત્ર.

    • નાણાકીય ક્ષેત્રની તેમની પ્રતિભાવશીલતા અને વિકાસમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવું.

     

    iv. જન વિશ્વાસ વિધેયક 2.0

    • વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવું.

    આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

    Union Budget 2025: રાજકોષીય દૃઢીકરણ

    કેન્દ્રીય નાણાં મંત્રીએ રાજકોષીય દૃઢીકરણ માટેનો માર્ગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું GDPની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે અને આગામી 6 વર્ષ માટેની વિગતવાર ભાવિ રૂપરેખા FRBM નિવેદનમાં આપવામાં આવી છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2024-25માં રાજકોષીય ખાધનું સુધારેલું અનુમાન GDPના 4.8 ટકા છે, જ્યારે 2025-26 માટે અંદાજપત્રીય અનુમાન GDPના 4.4 ટકા હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-011240324BSV.png

    Union Budget 2025: સુધારેલા અંદાજો 2024-25

    મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઋણ સિવાયની કુલ આવકનો સુધારેલો અંદાજ રૂપિયા 31.47 લાખ કરોડ છે, જેમાંથી કરમાંથી થતી ચોખ્ખી આવક રૂપિયા 25.57 લાખ કરોડ છે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ ખર્ચનો સુધારેલો અંદાજ રૂપિયા 47.16 લાખ કરોડ છે, જેમાંથી લગભગ રૂપિયા 10.18 લાખ કરોડનો મૂડી ખર્ચ કરવામાં આવશે.

    Union Budget 2025: અંદાજપત્રીય અંદાજો 2025-26

    કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂપિયા ૩4.96 લાખ કરોડ અને રૂપિયા 50.65 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. ચોખ્ખી કર આવક અંદાજે રૂપિયા 28.૩7 લાખ કરોડ રહેશે.

    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-01124049PPTD.png

    આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

    ભાગ – B

    રાષ્ટ્ર નિર્માણમાં મધ્યમ વર્ગ પર વિશ્વાસ દાખવીને કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં આવકવેરા સંબંધિત નવી વ્યવસ્થા હેઠળ નવા પ્રત્યક્ષ કર સ્લેબ અને દરોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના કારણે મૂડી લાભ જેવી ખાસ દરની આવક સિવાય, દર વર્ષે રૂપિયા 12 લાખ સુધીની કુલ આવક માટે, એટલે કે સરેરાશ દર મહિને રૂપિયા 1 લાખની આવક માટે કોઈ આવકવેરો ચુકવવાની જરૂર નહીં પડે. વાર્ષિક રૂપિયા 12.75 લાખ સુધીની કમાણી કરી રહેલા પગારદાર વ્યક્તિઓએ રૂપિયા 75,000ની પ્રમાણભૂત કપાતને કારણે કોઈ કરવેરો ચુકવવો નહીં પડે. નવા કર માળખા અને અન્ય પ્રત્યક્ષ કર દરખાસ્તો સામે, સરકાર લગભગ રૂપિયા 1 લાખ કરોડની આવક ગુમાવશે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સરકારે લોકોની જરૂરિયાતોને સમજવા માટે વિવિધ પગલાં લીધાં છે. પ્રત્યક્ષ કર દરખાસ્તોમાં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આવકવેરા સુધારા, TDS/TCSનું તર્કસંગતીકરણ, સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન તેમજ અનુપાલનના બોજમાં ઘટાડો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

    અંદાજપત્રમાં નવી કર વ્યવસ્થા હેઠળ સુધારેલા કર દર માળખાનો પ્રસ્તાવ નીચે દર્શાવ્યા અનુસાર છે;

    વાર્ષિક કુલ આવક કરનો દર
    ₹ 0 – 4 લાખ NIL
    ₹ 4 – 8 લાખ 5%
    ₹ 8 – 12 લાખ 10%
    ₹ 12 – 16 લાખ 15%
    ₹ 16 – 20 લાખ 20%
    ₹ 20 – 24 લાખ 25%
    ₹ 24 લાખ કરતાં વધુ 30%

    TDS/TCSને તર્કસંગત બનાવવાના હેતુથી, અંદાજપત્રમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દ્વારા થતી કમાણી પર કર કપાતની મર્યાદા હાલમાં રૂપિયા 50,000 છે તેને વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાડા પર TDSની મર્યાદા વાર્ષિક રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી છે. અન્ય પગલાંઓ અંગર્ગત TCS વસૂલવા માટેની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે અને ફક્ત પેન (PAN) સિવાયના કિસ્સામાં જ ઉચ્ચ TDS કપાત ચાલુ રાખવામાં આવી છે. TDSની ચુકવણીમાં થતા વિલંબને નિરાપરાધીકરણમાં લાવવાની જાહેરાત કર્યા પછી, TCSની ચુકવણીમાં થતા વિલંબને પણ હવે નિરાપરાધીકરણની શ્રેણીમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

    Union Budget 2025: સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં કોઈપણ આકારણી વર્ષ માટે અપડેટ કરેલું રિટર્ન ફાઇલ કરવાની હાલની સમયમર્યાદા બે વર્ષ છે તેને વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે. 90 લાખથી વધુ કરદાતાઓએ તેમની આવક અપડેટ કરવા માટે વધારાનો કર ચુકવ્યો છે. નાના સખાવતી ટ્રસ્ટ/સંસ્થાઓને તેમની નોંધણીનો સમયગાળો 5 થી વધારીને 10 વર્ષ કરીને લાભ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના પરથી અનુપાલનનો બોજ હળવો થયો છે. આ ઉપરાંત, કરદાતાઓ હવે કોઈપણ શરત વિના બે સ્વ-કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્યનો દાવો શૂન્ય (NIL) તરીકે કરી શકે છે. ગયા અંદાજપત્રની વિવાદ સે વિશ્વાસ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 33,000 કરદાતાઓએ તેમના વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાનો લાભ લીધો છે. વરિષ્ઠ અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવા માટે 29 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના ખાતાઓમાંથી કરવામાં આવેલા ઉપાડને મુક્તિ આપવામાં આવી છે. NPS વાત્સલ્ય ખાતાઓને પણ આના જેવો જ લાભ મળશે.

    ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે, અંદાજપત્રમાં ત્રણ વર્ષના બ્લૉક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારોની આર્મ્સ લંબાઇ કિંમત નક્કી કરવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે. તેમજ, આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પૂરી પાડવા માટે સેલ્ફ-હાર્બર નિયમોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

    રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ સુવિધા સ્થાપિત કરતી અથવા ચલાવતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-નિવાસીઓ માટે એક પૂર્વાનુમાનિત કરવેરા વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલની ટનેજ કર યોજનાના લાભો આંતરિક જહાજોને પણ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, નિગમન (ઇનકોર્પોરેશન)નો સમયગાળો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. માળખાગત સુવિધા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ સુધી લંબાવીને 31 માર્ચ, 2030 સુધી કરવામાં આવી છે.

    ઔદ્યોગિક માલસામાનના કસ્ટમ્સ શુલ્કને તર્કસંગત બનાવવાના ભાગ રૂપે, અંદાજપત્રમાં (i) સાત શુલ્ક દૂર કરવાનો, (ii) અસરકારક ડ્યૂટી ભારને જાળવી રાખવા માટે યોગ્ય સેસ (ઉપકર) લાગુ કરવાનો અને (iii) એક કરતા વધુ સેસ (ઉપકર) અથવા સરચાર્જ ન વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

    Union Budget 2025: દવાઓ/મેડિસિનની આયાત પર રાહત આપવા માટે, કેન્સર, દુર્લભ રોગો અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને મેડિસિનને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળ 13 નવી દવાઓ અને મેડિસિન સાથે, 37 દવાઓ જો દર્દીઓને મફતમાં પૂરી પાડવામાં આવે તો તેને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી મુક્તિ આપવામાં આવી છે.

    સ્થાનિક ઉત્પાદન અને મૂલ્યવર્ધનને સહકાર આપવા માટે, જુલાઈ 2024માં 25 એવી મહત્વપૂર્ણ ખનિજો પરથી BCDમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે ઘરેલુ રીતે ઉપલબ્ધ ન હતી. અંદાજપત્ર 2025-26માં કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બૅટરીનો ભંગાર, સીસું, ઝીંક અને અન્ય 12 મહત્વપૂર્ણ ખનિજોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. સ્થાનિક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી કાપડ મશીનરીમાં બે વધુ પ્રકારના શટલ-લેસ લૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ, નવ ટેરિફ લાઇનને આવરી લેતા ગૂંથેલા કાપડ પર BCD “10% થી 20%” હતું તેને સુધારીને “20% અથવા રૂપિયા 115 પ્રતિ કિલોમાંથી જે વધારે હોય તે” કરવામાં આવ્યું છે.”

    ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને “મેક ઇન ઇન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (IFPD) પર BCD વધારીને 20% અને ઓપન સેલ (ખુલ્લા કોષો) પર 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓપન સેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, ઓપન સેલના ભાગો પર લાગતા BCDને મુક્તિ આપવામાં આવી છે.

    દેશમાં લિથિયન-આયન બૅટરીના વિનિર્માણને વેગ આપવા માટે, EV બૅટરી ઉત્પાદન માટે 35 વધારાના મૂડી માલ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાના મૂડી માલને મુક્તિ આપવામાં આવેલા મૂડી માલની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજ નિર્માણ માટેના ભાગો પર BCD પર મુક્તિ બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવામાં આવી છે. અંદાજપત્રમાં કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચો પર BCD 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે જેથી તેને નોન-કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચોની સમકક્ષ બનાવી શકાય.

    નિકાસને પ્રોત્સાહન આવા માટે, અંદાજપત્ર 2025-26 હસ્તકળાની નિકાસની સુવિધા પૂરી પાડવામાં આવી છે, મૂલ્યવર્ધન અને રોજગાર માટે વેટ બ્લુ ચામડા પર લાગતા BCDને સંપૂર્ણપણે મુક્તિ આપી છે, ફ્રોઝન ફિશ પેસ્ટ પર BCD 30% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે અને માછલી તેમજ ઝીંગા ફીડના ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાયસેટ પર BCD 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

    Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોકશાહી, વસ્તી વિષયકતા અને માંગ વિકસિત ભારત યાત્રાના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગ ભારતના વિકાસને મજબૂતી આપી રહ્યો છે અને તેમના દ્વારા આપવામાં આવતા યોગદાનને બિરદાવવા માટે સરકારે માટે સમયાંતરે ‘શૂન્ય કર’ સ્લેબમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રસ્તાવિત નવા કર માળખાથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં આવશે જેથી વપરાશ, બચત અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ મળશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Mathukumalli Vidyasagar : 29 સપ્ટેમ્બર  1947 ના જન્મેલા, મથુકુમલ્લી વિદ્યાસાગર FRS અગ્રણી નિયંત્રણ સિદ્ધાંતવાદી અને રોયલ સોસાયટીના ફેલો છે

    Mathukumalli Vidyasagar : 29 સપ્ટેમ્બર 1947 ના જન્મેલા, મથુકુમલ્લી વિદ્યાસાગર FRS અગ્રણી નિયંત્રણ સિદ્ધાંતવાદી અને રોયલ સોસાયટીના ફેલો છે

    News Continuous Bureau | Mumbai

    Mathukumalli Vidyasagar :  1947 માં આ દિવસે જન્મેલા, મથુકુમલ્લી વિદ્યાસાગર FRS અગ્રણી નિયંત્રણ સિદ્ધાંતવાદી અને રોયલ સોસાયટીના ફેલો છે. તેઓ હાલમાં IIT હૈદરાબાદમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ( Electrical Engineering ) વિશિષ્ટ પ્રોફેસર છે. અગાઉ તેઓ ડલ્લાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં સિસ્ટમ્સ બાયોલોજી સાયન્સના સેસિલ એન્ડ ઇડા ગ્રીન ( II ) અધ્યક્ષ હતા. તે પહેલા તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ( TCS ) માં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા જ્યાં તેમણે એડવાન્સ ટેક્નોલોજી સેન્ટરનું નેતૃત્વ કર્યું હતું. અગાઉ, તેઓ બેંગ્લોરમાં DRDO સંરક્ષણ પ્રયોગશાળા સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ (CAIR) ના ડિરેક્ટર હતા. તેઓ વિખ્યાત ગણિતશાસ્ત્રી એમ વી સુબ્બારાવના પુત્ર છે. 

    આ પણ વાંચો : Sekhar Basu : 20 સપ્ટેમ્બર 1952 ના જન્મેલા, શેખર બાસુ એક ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હતા..

  • Tata Group Market Cap:  Tata Group એ ઈતિહાસ રચ્યો, માર્કેટ કેપ 400 બિલિયન ડોલરને પાર પહોંચ્યું.. જાણો વિગતે

    Tata Group Market Cap: Tata Group એ ઈતિહાસ રચ્યો, માર્કેટ કેપ 400 બિલિયન ડોલરને પાર પહોંચ્યું.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    Tata Group Market Cap: ટાટા ગ્રૂપ, દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ જૂથોમાંનું એક છે. તેમણે એક એવો રેકોર્ડ હાંસલ કર્યો છે જે અત્યાર સુધી દેશના દરેક બિઝનેસ જૂથનું ( Tata Group ) સ્વપ્ન હતું. મીઠાથી લઈને સોફ્ટવેર સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતા ટાટા ગ્રુપે શુક્રવારે $400 બિલિયનનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે. આ આંકડાને સ્પર્શનાર તે હાલ ભારતમાં પ્રથમ બિઝનેસ ગ્રુપ બની ગયું છે. દેશનું પ્રખ્યાત અંબાણી ગ્રુપ અને અદાણી ગ્રુપ પણ હજુ સુધી આ આંકડાને સ્પર્શી શક્યા નથી. 

    મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું રિલાયન્સ ગ્રુપ $277 બિલિયનના માર્કેટ કેપ ( Market Cap ) સાથે બીજા સ્થાને છે. અદાણી ગ્રૂપ 206 અબજ ડોલરના મૂલ્યાંકન સાથે ત્રીજા સ્થાને છે. ભારતના આ ત્રણ મોટા બિઝનેસ ગ્રુપનું માર્કેટ કેપ ( Stock Market ) 884 બિલિયન ડોલર છે. ટાટા ગ્રૂપની 26 લિસ્ટેડ કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમની માર્કેટ કેપમાં 100 અબજ ડોલરનો વધારો કર્યો છે. ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ જૂનથી અત્યાર સુધીમાં 15.4 ટકા વધ્યું છે. શુક્રવારે બજાર ( Tata Group Stock Market ) બંધ થયું ત્યાં સુધીમાં તે અંદાજે $401 બિલિયન (રૂ. 33.6 લાખ કરોડ) થઈ ગયું હતું. વૈશ્વિક આર્થિક મંદી હોવા છતાં, ટાટા જૂથે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી હાલ સૌને ચોંકાવી દીધા હતા. 

    Tata Group Market Cap: ટાટા ગ્રૂપના માર્કેટ કેપને સૌથી વધુ ફાયદો IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસથી થયો છે….

    ટાટા ગ્રૂપના માર્કેટ કેપને સૌથી વધુ ફાયદો IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ( TCS ) થી થયો છે. ટાટા ગ્રુપના કુલ માર્કેટ કેપમાં તેનો હિસ્સો લગભગ 47 ટકા છે. હાલ TCSનું માર્કેટ વેલ્યુ ( TCS Market Cap )  190 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. કંપનીના શેર રૂ. 4,422.45ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. TCSનું આ પ્રદર્શન નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ ક્ષેત્રોના બળ પર રહ્યું છે. જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ત્રિમાસિક ગાળાના અંતે TCSની આવકમાં વેગ મળ્યો છે. જેપી મોર્ગને TCS પર ઓવરવેઈટ રેટિંગ આપ્યું છે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે તેની કિંમત 4,600 રૂપિયા સુધી પહોંચી શકે છે. જેપી મોર્ગને કહ્યું કે અમે નાણાકીય વર્ષ 2025-27 દરમિયાન આવકમાં 1 થી 2 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. 

    આ સમાચાર પણ વાંચો  :  Vidhansabha Election: વિધાનસભા ચૂંટણી પહેલા અજીત દાદાને ઝટકા પર ઝટકા! રાજ્ય બહારના એક નેતાએ પણ છોડી દીધો સાથ

    ટીસીએસ બાદ ટાટા ગ્રુપની બીજી સૌથી મોટી કંપની ટાટા મોટર્સ પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહી છે. માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઓટોમોબાઈલ કંપનીના શેરમાં 12 ટકાનો ઉછાળો આવ્યો હતો. નોમુરાના મતે જગુઆર લેન્ડ રોવરના આધારે ટાટા મોટર્સનો નફો વધુ વધશે. ટાટા ગ્રુપને ટાઇટન અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓનો પણ ફાયદો થયો છે. બ્લૂમબર્ગના મતે ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં આ ચાર કંપનીઓનો હિસ્સો લગભગ 75 ટકા રહ્યો છે.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • BSNL-TATA Deal: TATA-BSNL ડીલને કારણે Jio-Airtel નું ટેંશન વધ્યું! હવે ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ દેશના દરેક ખૂણે પહોંચશે.. જાણો વિગતે..

    BSNL-TATA Deal: TATA-BSNL ડીલને કારણે Jio-Airtel નું ટેંશન વધ્યું! હવે ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ દેશના દરેક ખૂણે પહોંચશે.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai

    BSNL-TATA Deal: દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયોના રિચાર્જ પ્લાનમાં વધારો થયા બાદ લોકો હવે બીએસએનએલ તરફ વધુ આગળ વધવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને જિયો યૂઝર્સ ઝડપથી પોતાના મોબાઇલ નંબરને બીએસએનએલમાં પોર્ટ કરી રહ્યા છે. 

    આ વિશે સોશિયલ મીડિયા પર પણ ઘણા ટ્રેન્ડ ચલાવાઈ રહ્યા છે. સાથે જ એવા પણ સમાચાર છે કે ટાટા કંસલ્ટન્સી સર્વિસ ( Tata Consultancy Services ) અને બીએસએનએલ વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.

    BSNL-TATA Deal: દેશમાં 4G ઇન્ટરનેટ સર્વિસમાં જિયો અને એરટેલનો દબદબો યથાવત છે…

    ટીસીએસ ( TCS ) અને બીએસએનએલ મળીને ભારતના 1000 ગામોમાં 4જી ઇન્ટરનેટ સેવા ( 4G internet service ) શરૂ કરશે, જે આગામી દિવસોમાં લોકોને ઝડપી ગતિએ ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે.

    હાલના સમયની વાત કરીએ તો 4G ઇન્ટરનેટ સર્વિસમાં જિયો અને એરટેલનો દબદબો યથાવત છે, પરંતુ જો બીએસએનએલ મજબૂત બનશે તો તે જિયો ( Jio ) અને એરટેલનું ( Airtel ) ટેન્શન વધારી શકે છે.

    આ સમાચાર પણ વાંચો: Indian Railways: ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે 46 ટ્રેનોમાં આટલા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે

    BSNL-TATA Deal:  ટાટા ભારતના લગભગ ચાર પ્રદેશોમાં તેના ડેટા સેન્ટર બનાવી રહી છે…

    ટાટા ભારતના લગભગ ચાર પ્રદેશોમાં તેના ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. બીએસએનએલે દેશભરમાં 9000થી વધુ 4જી નેટવર્ક સ્થાપિત કર્યા છે, જેને હવે એક લાખ કરવાનો લક્ષ્યાંક છે.

    નોંધનીય છે કે, જિયોએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. થોડા સમય બાદ એરટેલ અને VI એ પણ પોતાના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિયો અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઇથી લાગુ થઇ ગઇ છે. તો વીઆઈના વધેલા ભાવ 4 જુલાઈથી લાગુ થઈ ગયા છે.

    આમાં જિયોએ સૌથી વધારે ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક સાથે 12થી 25 ટકા ભાવ વધારો કર્યો છે. એરટેલે 11થી 21 ટકા અને વીઆઇના ભાવમાં 10થી 21 ટકાનો વધારો કર્યો છે. જિયોને લઈને સૌથી વધુ ગુસ્સે ભરાયેલા લોકો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ કારણે લોકો હવે બીએસએનએલ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે.

     

  • Stock Market: 140 દિવસમાં બદલાયું શેર માર્કેટ,  70 થી 80 હજાર રૂપિયાના સેન્સેક્સની સફર દરમિયાન આ શરોમાં આવ્યો ઘટાડો… જાણો વિગતે..

    Stock Market: 140 દિવસમાં બદલાયું શેર માર્કેટ, 70 થી 80 હજાર રૂપિયાના સેન્સેક્સની સફર દરમિયાન આ શરોમાં આવ્યો ઘટાડો… જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Stock Market: શેરબજારે બુધવારે પહેલીવાર 80 હજારની સપાટી વટાવી હતી. ખાસ વાત એ છે કે સેન્સેક્સને 70 હજારથી 80 હજાર પોઈન્ટના સ્તરે પહોંચવામાં માત્ર 140 દિવસનો સમય લાગ્યો હતો. જ્યાં એક તરફ સેન્સેક્સ ( Sensex ) ઝડપથી ઉછાળો આવી રહ્યો છે. કેટલાક શેર એવા હતા જેમણે આ ગતિનો લાભ લીધો અને રોકેટ બની ગયા. જેમણે સેન્સેક્સના ઉછાળાના આધારે પોતાનો કાફલો વિસ્તારવામાં કોઈ કસર છોડી નથી.  

    બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ( Stock Exchange ) મુખ્ય સૂચકાંક સેન્સેક્સ પ્રથમ વખત રેકોર્ડ સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ બુધવારે સેન્સેક્સ પ્રથમ વખત 80,000ને પાર કરી ગયો હતો. ખાસ વાત એ છે કે સેન્સેક્સને 70 હજારથી 80 હજાર પોઈન્ટ સુધી જવામાં માત્ર 140 દિવસનો સમય લાગ્યો હતો. માહિતી અનુસાર, 11 ડિસેમ્બર, 2023 ના રોજ, સેન્સેક્સે 70,000 પોઈન્ટ્સ સાથે પ્રથમ વખત આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. લગભગ 140 ટ્રેડિંગ દિવસો પછી સેન્સેક્સ 80 હજાર પોઈન્ટના સ્તરને પાર કરી ગયો. મતલબ કે 10 હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

    જેમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા ( Maruti Suzuki India ) સેન્સેક્સ ઈન્ડેક્સમાં સૌથી મોંઘો સ્ટોક બની ગયો હતો, જેનો એક વર્ષનો ફોરવર્ડ P/E રેશિયો હાલમાં 498x પર ટ્રેડ થઈ રહ્યો છે, ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફાઈનાન્સનો નંબર આવ્યો હતો. અન્ય મોંઘા શેરોમાં TCS, IndusInd Bank, L&T, અને Reliance Industries Ltd નો સમાવેશ થાય છે.

    Stock Market: સેન્સેક્સ ઇન્ડેક્સ નવી વિક્રમી ઊંચાઈએ પહોંચવા સાથે નોંધપાત્ર રેલી હોવા છતાં, કેટલાક શેરો પ્રમાણમાં ઓછા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા હતા…

    સેન્સેક્સ ઇન્ડેક્સ ( Sensex Index ) નવી વિક્રમી ઊંચાઈએ પહોંચવા સાથે નોંધપાત્ર રેલી હોવા છતાં, કેટલાક શેરો ( Share Market ) પ્રમાણમાં ઓછા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં ટાટા સ્ટીલ લિમિટેડ હાલમાં 11.5x એક વર્ષ ફોરવર્ડ P/E પર ટ્રેડ કરી રહ્યો છે, ત્યારબાદ પાવરગ્રીડ કોર્પ અને ITC. સસ્તા વેલ્યુએશનવાળા વધારાના શેરોમાં NTPC, ભારતી એરટેલ અને સન ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો:  Multibagger Stock: રિયલ એસ્ટેટનો આ મલ્ટીબેગરે શેરે છેલ્લા છ વર્ષમાં રોકાણકારોનો 2000% થી વધુ નફો કર્યો.. જાણો વિગતે..

    નોંધપાત્ર તેજી હોવા છતાં, વિશ્લેષકો ICICI બેન્કના શેરમાં સૌથી વધુ તેજી જુએ છે. જેમાં 47 બાય કોલ્સ અને 4 સેલ કોલનો સમાવેશ થાય છે. ત્યારબાદ એક્સિસ બેન્ક અને અદાણી પોર્ટ્સ SEZ આવે છે. એચડીએફસી બેંક પાસે હાલ 45 બાય રેટિંગ્સ છે અને 5 સેલ રેટિંગ છે. છતાં આ શેર છેલ્લા એક વર્ષથી અંડરપર્ફોર્મર રહ્યો છે. અન્ય શેરો કે જેના વિશે વિશ્લેષકો ખૂબ આશાવાદી છે. તેમાં ITC, IndusInd Bank અને Mahindra & Mahindra નો સમાવેશ થાય છે.

    મંદીની બાજુએ, એશિયન પેઇન્ટ્સે સૌથી વધુ નેગેટિવ સેન્ટિમેન્ટ આકર્ષ્યું છે, જે સેન્સેક્સની 70,000 થી 80,000 સુધીની સફર દરમિયાન 9 ટકા ઘટ્યું હતું. મંદીના સેન્ટિમેન્ટમાં ટાટા સ્ટીલ બીજા ક્રમે છે, ત્યારબાદ ટેક મહિન્દ્રા છે. અન્ય શેરો કે જેમાં ઘટાડો નોંધાયો છે. તેમાં નેસ્લે ઈન્ડિયા, HCL ટેક અને JSW સ્ટીલનો સમાવેશ થાય છે.

    Stock Market: સેન્સેક્સની 70,000 થી 80,000 સુધીની સફર દરમિયાન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ટોપ ગેઇનર રહ્યા હતા…

    સેન્સેક્સની 70,000 થી 80,000 સુધીની સફર દરમિયાન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ટોપ ગેઇનર રહ્યા હતા, જે લગભગ 74 ટકા વધીને તેના માર્કેટ કેપ હવે રૂ. 3.65 લાખ કરોડ પર પહોંચી ગયું હતું. તો પાવરગ્રીડ કોર્પ અને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ 43 ટકાના વધારા સાથે બીજા ક્રમે સૌથી વધુ નફો મેળવનારા રહ્યા હતા. અન્ય નોંધપાત્ર નફો કરનારાઓમાં ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને SBIનો સમાવેશ થાય છે.

    તો બીજી બાજુએ, એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ ધટાડો નોંધાયો હતો. જેમાં 9.5 ટકાનો ઘટાડો થયો હતો અને તેનું માર્કેટ કેપ રૂ. 30,000 કરોડ ઘટીને રૂ. 2.81 લાખ કરોડ થયું હતું. અનુક્રમે લગભગ 7.2 ટકા અને 6.4 ટકાની ખોટ સાથે બજાજ ફિનસર્વ અને ટાઇટન કો. આ સમયગાળા દરમિયાન ઇન્ડસઇન્ડ બેંક, ITC અને કોટક મહિન્દ્રા બેંકમાં અન્ય મોટી ખોટ નોંધાયી હતી.

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    આ સમાચાર પણ વાંચો:  India-China Relations: સરહદ વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીની વિદેશમંત્રી સાથે કરી મુલાકાત, કઝાકિસ્તાનમાં યોજાઈ બેઠક, બંને દિગ્ગ્જ્જો આ મુદ્દા પર થયા સહમત..

  • TCS-Reliance Market Cap Rise:  શેરબજારમાં ગત સપ્તાહમાં Tataના આ શેરે કર્યો કમાલ, રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliance શેરે પણ બતાવી તેની તાકાત..

    TCS-Reliance Market Cap Rise: શેરબજારમાં ગત સપ્તાહમાં Tataના આ શેરે કર્યો કમાલ, રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, Reliance શેરે પણ બતાવી તેની તાકાત..

    News Continuous Bureau | Mumbai

    TCS – Reliance Market Cap Rise:  દેશમાં ગત સપ્તાહ શેરબજાર ( Stock Market ) માટે શાનદાર રહ્યું હતું. માર્કેટમાં પાંચ દિવસના ટ્રેડિંગમાં જ્યાં રોકાણકારોને એક જ દિવસે ભારે નુકસાન થયું હતું, તો બાકીના ચાર દિવસમાં રોકાણકારોએ ( Investors ) જંગી નફો પ્રાપ્ત કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, શેરબજારના મુખ્ય સૂચકાંક સેન્સેક્સની ટોચની 10 દિગ્ગજ કંપનીઓમાંથી આઠની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે રૂ. 3.28 લાખ કરોડનો વધારો થયો હતો. આ દરમિયાન ટાટા ગ્રૂપની કંપની TCSના શેરમાં નાણાં રોકનારાઓને સૌથી વધુ ફાયદો થયો હતો. આમાં રોકાણાકારોએ માત્ર એક અઠવાડિયામાં 80,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી. 

    ગત સપ્તાહે શેરબજારમાં જોરદાર ઉછાળામાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર રહી હતી. તો ટાટા ગ્રૂપની ( Tata Group ) IT કંપની TCS (TCS શેર) ના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તેની સાથે કંપનીની માર્કેટ મૂડી ( Market Cap ) (TCS માર્કેટ કેપ) વધીને રૂ. 14,08,485.29 કરોડ થઈ હતી. આ મુજબ કંપનીના શેરધારકોએ પાંચ દિવસમાં 80,828.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

    TCS-Reliance Market Cap Rise: એચડીએફસી બેંકે પણ તેના રોકાણકારોને લાભ આપ્યો હતો..

    શેરબજારમાં ટીસીએસ ઉપરાંત, તેના રોકાણકારો પર નાણાંનો વરસાદ કરનાર કંપની હિન્દુસ્તાન યુનિલિવર (HUL) રહી  હતી. હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનું માર્કેટ કેપ રૂ. 58,258.11 કરોડના વધારા સાથે રૂ. 6,05,407.43 કરોડ થયું હતું. તો ઇન્ફોસિસ માર્કેટ કેપ રૂ. 52,770.59 કરોડ વધી રૂ. 6,36,630.87 કરોડ થઈ ગયું હતું. આ સિવાય એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) ચોથા સ્થાને રહી હતી. ગયા સપ્તાહના પાંચ ટ્રેડિંગ દિવસોમાં રિલાયન્સનું બજાર મૂલ્ય વધીને રૂ. 19,88,741.47 કરોડ થયું હતું અને કંપનીના રોકાણકારોએ રૂ. 54,024.35 કરોડની કમાણી કરી હતી. 

    આ સમાચાર  પણ વાંચો : Surat: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસ, ખેતપેદાશોની ખરીદી કરવાની સુરતીઓને સુવર્ણ તક

    દરમિયાન, એચડીએફસી બેંકે પણ તેના રોકાણકારોને લાભ આપ્યો હતો. HDFC બેંકનો માર્કેટ કેપ પાંચ દિવસમાં રૂ. 32,241.67 કરોડ વધીને રૂ. 11,96,325.52 કરોડ થઈ ગયો હતો, જ્યારે ભારતી એરટેલનો માર્કેટ કેપ રૂ. 32,080.61 કરોડ વધીને રૂ. 8,10,416.01 કરોડ થયો હતો. આમાં ITC નો માર્કેટ કેપ રૂ. 16,167.71 કરોડ વધીને રૂ. 5,48,204.12 કરોડ થઈ ગયો હતો. તે જ સમયે, અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકનું બજાર મૂલ્ય રૂ. 1,745.46 કરોડ વધીને રૂ. 7,88,975.17 કરોડ થયું હતું. 

     TCS-Reliance Market Cap Rise: ગત સપ્તાહમાં સેન્સેક્સની આઠ ટોચની કંપનીઓએ તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા..

    ગત સપ્તાહમાં સેન્સેક્સની આઠ ટોચની કંપનીઓએ તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા,  તો બીજી તરફ, દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનું માર્કેટ કેપ (એલઆઈસી માર્કેટ કેપ) ઘટ્યું હતું અને તે રૂ. 12,080.75 કરોડ ઘટીને રૂ. 6,28,451.77 થઈ ગયું હતું કરોડ બાકી છે. આ સિવાય દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની માર્કેટ કેપિટલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. SBI માર્કેટ કેપ રૂ. 178.5 કરોડ ઘટીને રૂ. 7,40,653.54 કરોડ થઈ ગયું હતું. 

    વાત કરીએ નિફ્ટીની ( Nifty ) તો તેણે 2,732.05 પોઈન્ટ અથવા 3.69 ટકાનો વધારો નોંધાવ્યો હતો. દરમિયાન, બજાર મૂલ્યની દ્રષ્ટિએ, મુકેશ અંબાણીની રિલાયન્સે અનુક્રમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ITC સાથે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. 

    આ સમાચાર  પણ વાંચો : Corruption: ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે ગુજરાત સરકાર મક્કમ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ માટે આ વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવાયા

    (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

     

  • BSNL 4G: BSNL યુઝર્સની રાહ પૂરી થઈ, આ વર્ષે ઓગસ્ટમાં ભારતભરમાં કંપની તેની 4G સેવા શરૂ કરશે…

    BSNL 4G: BSNL યુઝર્સની રાહ પૂરી થઈ, આ વર્ષે ઓગસ્ટમાં ભારતભરમાં કંપની તેની 4G સેવા શરૂ કરશે…

    News Continuous Bureau | Mumbai

    BSNL 4G: સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL આ વર્ષે ઓગસ્ટથી દેશભરમાં સંપૂર્ણ રીતે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત 4G સેવાઓ શરૂ કરશે. ભારત સંચાર નિગમ લિમિટેડ ( BSNL ) ના અધિકારીઓએ 4G નેટવર્ક પર 40-45 મેગાબિટ પ્રતિ સેકન્ડ (Mbps)ની મહત્તમ ઝડપ રેકોર્ડ કરવાનો દાવો કર્યો છે. પાયલોટ તબક્કો અથવા પ્રાયોગિક તબક્કા દરમિયાન 700 MHz ના પ્રીમિયમ સ્પેક્ટ્રમ બેન્ડ સાથે 2,100 MHz બેન્ડમાં પણ તેને રજૂ કરવામાં આવ્યું છે.

    કંપનીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની TCS અને ટેલિકોમ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પંજાબમાં 4G સેવાઓ ( 4G services ) શરૂ કરી છે અને આમાં કંપની લગભગ આઠ લાખ ગ્રાહકોને ઓનબોર્ડ કરી ચૂકી છે.

     BSNL 4G: BSNL દ્વારા સમગ્ર ભારતમાં 4G અને 5G સેવાઓ માટે 1.12 લાખ ટાવર સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે…

    ઇકોનોમીક ટાઈમ્સના અહેવાલ મુજબ, C-DOT દ્વારા બનાવવામાં આવેલ 4G કોર પંજાબમાં BSNL નેટવર્કમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેની સ્થાપના ગયા વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી. આવી જટિલ ટેક્નોલોજીની સફળતાને સાબિત કરવામાં 12 મહિનાનો સમય લાગે છે પરંતુ C-DOT કોરને 10 મહિનામાં જ સ્થિર કરવામાં આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Surat: નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાયો

    મિડીયા અહેવાલમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, BSNL ઓગસ્ટમાં દેશભરમાં આત્મનિર્ભર 4G ટેક્નોલોજી ( 4G technology ) ઓફર કરશે. કોર નેટવર્ક એ એક જૂથ છે જેમાં નેટવર્ક હાર્ડવેર, સાધનો અને ટેલિકોમ્યુનિકેશન સેવા સાથે સંકળાયેલ સોફ્ટવેરનો સમાવેશ થાય છે.

    BSNL દ્વારા સમગ્ર ભારતમાં 4G અને 5G સેવાઓ ( 5G services ) માટે 1.12 લાખ ટાવર સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કંપનીએ દેશભરમાં 4G સેવા માટે 9,000 થી વધુ ટાવર લગાવ્યા છે. તેમાંથી 6,000 થી વધુ ટાવર પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણા સર્કલમાં છે. TCS, તેજસ નેટવર્ક્સ અને સરકારની માલિકીની ITI એ 4G નેટવર્ક્સ ગોઠવવા માટે BSNL પાસેથી આશરે રૂ. 19,000 કરોડનું ઓર્ડર મળ્યો છે. આ નેટવર્કને 5Gમાં વધુ અપડેટ કરી શકાય છે. સરકારની માલિકીની કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, BSNL છેલ્લા ચાર-પાંચ વર્ષથી માત્ર 4G- સક્ષમ સિમ વેચી રહી છે. આવી સ્થિતિમાં, 4G સેવાનો અનુભવ કરવા માટે ફક્ત એવા ગ્રાહકોને જ નવું સિમ લેવું પડશે જેમની પાસે જૂનું સિમ છે.

     

  • TCS Oxford Deal: ટાટા ગ્રૂપની IT કંપનીને લાગ્યો મોટો ફટકો… ટોચની આ બ્રિટિશ યુનિવર્સિટીએ ડીલ કરી રદ, હવે શેર પર થશે અસર..

    TCS Oxford Deal: ટાટા ગ્રૂપની IT કંપનીને લાગ્યો મોટો ફટકો… ટોચની આ બ્રિટિશ યુનિવર્સિટીએ ડીલ કરી રદ, હવે શેર પર થશે અસર..

    News Continuous Bureau | Mumbai 

    TCS Oxford Deal: ભારતની સૌથી મોટી IT કંપની TCSને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ( Oxford University ) ટાટા ગ્રુપની કંપનીને આ ઝટકો આપ્યો છે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક ઓક્સફોર્ડે ટેકનિકલ ખામી બાદ TCS સાથેનો સોદો સમાપ્ત ( Deal Cancelled ) કરવાનો નિર્ણય લીધો છે. 

    ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ શુક્રવારે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઓનલાઈન એડમિશન ટેસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓને ટેકનિકલ સમસ્યાઓનો ( Technical problems ) સામનો કરવો પડ્યો હતો. આ કારણે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ( Tata Group ) સાથેની ડીલ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, હવે TCS દ્વારા ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

     સોદાને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું..

    દર વર્ષે વિશ્વભરમાંથી હજારો વિદ્યાર્થીઓ ઓક્સફર્ડમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપે છે. યુનિવર્સિટી યુકેમાં ( Britain ) 30 કોલેજો દ્વારા અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક કાર્યક્રમો પ્રદાન કરે છે. ઓક્સફર્ડમાં ભણેલા અગ્રણી ભારતીયોમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહનો સમાવેશ થાય છે.

    આ સમાચાર પણ વાંચો :  Mamata Banerjee : સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી.. આ મામલે 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ..

    ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓનલાઈન ટેસ્ટ દ્વારા વિશ્વભરમાંથી કેટલાક અરજદારોની પસંદગી કરે છે. તેઓ બ્રિટનના વિવિધ ભાગોમાં આવેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં ટેસ્ટ દ્વારા પ્રવેશ મેળવે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી હેઠળ લગભગ 30 કોલેજો છે, જ્યાં વિવિધ વિષયોમાં સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીઓ ભણાવવામાં આવે છે.

    ટીસીએસને ઓનલાઈન એડમિશન ટેસ્ટ લેવા માટે ગયા વર્ષે જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું ભાગીદાર બનાવવામાં આવ્યું હતું. TCS ION, TCS ના લર્નિંગ અને એસેસમેન્ટ યુનિટ, યુનિવર્સિટી સાથે ભાગીદારી કરવામાં આવી હતી. જોકે, આ ભાગીદારીનું એક વર્ષ પણ પૂર્ણ થઈ શક્યું નથી. આ સોદો એપ્રિલ 2023માં સાઈન કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરી 2024માં તેને સમાપ્ત કરવામાં આવ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Stock Market Rise: શેરબજારનું રેકોર્ડબ્રેક પ્રદર્શન ચાલુ, સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ, રોકાણકારોને ચાંદી જ ચાંદી..

    Stock Market Rise: શેરબજારનું રેકોર્ડબ્રેક પ્રદર્શન ચાલુ, સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ, રોકાણકારોને ચાંદી જ ચાંદી..

    News Continuous Bureau | Mumbai

    Stock Market Rise: ભારતીય શેરબજાર ( Share Market ) માં આજે સતત બીજા કારોબારી સત્રમાં તોફાની ઉછાળો ( All Time High ) જોવા મળ્યો છે. આઈટી શેરો ( IT Share ) માં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ ( Sensex ) માં 1000 પોઈન્ટ અને નિફ્ટી ( Nifty ) માં 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આજે બજાર બંધ થતા સમયે BSE સેન્સેક્સ 970 પોઈન્ટના ઉછાળા સાથે 71,484 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 274 પોઈન્ટના ઉછાળા સાથે 21,457 પોઈન્ટ પર બંધ રહ્યો છે.

    સેક્ટરની સ્થિતિ

    આજે ફરી આઈટી શેરો ( IT Share ) માં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1560 પોઈન્ટના ઉછાળા સાથે 35,782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં બે દિવસમાં 2500 પોઈન્ટનો વધારો થયો છે. આઈટી સિવાય બેંકિંગ. મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોક્સ ગ્રીન નિશાનમાં બંધ થયા છે. જ્યારે ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 ઘટાડા સાથે બંધ થયા છે.

    માર્કેટમાં રેકોર્ડબ્રેક તેજીનું કારણ શું છે?

    વૈશ્વિક સાથીઓના સકારાત્મક સંકેતો વચ્ચે માર્ચ 2024 સુધીમાં યુએસ પોલિસી રેટ ( US Policy rate ) ના ઘટાડા પર ઊંચા દાવ વચ્ચે બેન્કિંગ, નાણાકીય અને IT કંપનીઓના શેરની આગેવાની હેઠળ ભારતીય શેર સૂચકાંકો શુક્રવારે નવી સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા હતા. સેન્સેક્સને 71,000 પોઈન્ટથી આગળ લઈ જવામાં અને નિફ્ટીને 21,000નો નવો રેકોર્ડ બનાવવામાં FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો નોંધપાત્ર ફાળો હતો.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં રેલ્વે પ્લેટફોર્મ પર યુવતીએ કર્યો લેટી લેટીને કર્યો ડાન્સ, હવે પોલીસ સામે માંગવી પડી માફી.. જુઓ વિડીયો..

    રોકાણકારોની સંપત્તિમાં વધારો

    શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. BSEનું માર્કેટ કેપ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયું છે. રૂ. 2.72 લાખ કરોડના ઉછાળા સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 357.84 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 355.12 લાખ કરોડ હતું.

    વધતા અને ઘટતા શેર

    આજના વેપારમાં HCL ટેક 5.58 ટકા, TCS 5.28 ટકા, ઇન્ફોસિસ 5.20 ટકા, SBI 3.99 ટકા, ટાટા સ્ટીલ 3.33 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે નેસ્લે 1.75 ટકાના ઘટાડા સાથે, ભારતી એરટેલ 1.30 ટકા, મારુતિ સુઝુકી 0.65 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

  • Tata Technologies IPO: ટાટા ટેક IPO એ બનાવ્યો રેકોર્ડ! ગ્રે માર્કેટમાં ભાવ આસમાને..  રોકાણ કરવાની આજે છે છેલ્લી તક! જાણો વિગતે… .

    Tata Technologies IPO: ટાટા ટેક IPO એ બનાવ્યો રેકોર્ડ! ગ્રે માર્કેટમાં ભાવ આસમાને.. રોકાણ કરવાની આજે છે છેલ્લી તક! જાણો વિગતે… .

    News Continuous Bureau | Mumbai

    Tata Technologies IPO: બે દાયકા પછી ટાટા ગ્રુપ ( Tata Group ) ની કંપનીનો IPO આવ્યો છે. આ મુદ્દાને લઈને રોકાણકારોમાં ( investors )  લાંબા સમયથી ક્રેઝ હતો. IPO ને પણ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ઇશ્યુના બીજા દિવસે 15 વખત સબસ્ક્રાઇબ ( Subscribe )  કરવામાં આવ્યો છે. Tata Technologies IPO 22 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે બિડિંગ માટે ખુલ્લું છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારી છેલ્લી તક છે.

    ટાટા ટેક્નોલોજીનો ઈશ્યુ બીજા દિવસે 14.85 ગણો સબસ્ક્રાઈબ થયો છે. બિન-સંસ્થાકીય રોકાણકારોમાં આ મુદ્દાને લઈને જબરદસ્ત ઉત્સાહ છે અને તેઓએ તેમનો હિસ્સો 31.03 વખત સબસ્ક્રાઈબ કર્યો છે. સંસ્થાકીય રોકાણકારોએ તેમના નિશ્ચિત ક્વોટા કરતાં 8.55 ગણા સુધી બિડ કરી છે. તે જ સમયે, છૂટક રોકાણકારો પણ ટાટા ટેકના ( Tata Tech ) IPOમાં ખૂબ રસ દાખવી રહ્યા છે અને તેઓએ બીજા દિવસે તેમના શેર 11.19 ગણા સુધી સબસ્ક્રાઇબ કર્યા છે. જ્યારે શેરધારકો માટે અનામત ક્વોટા 20.2 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે અને કંપનીના કર્મચારીઓએ તેમનો ક્વોટા 2.36 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈશ્યુના બીજા દિવસે ટાટા ટેક (Tata Tech) ના આઈપીઓ (IPO) ને 4,50,29,207 ઈક્વિટી શેરના બદલામાં 66,87,31,680 શેર માટે બિડ મળી છે. બિડિંગમાં હજુ એક દિવસ બાકી છે.

     શેરની ફાળવણી 30 નવેમ્બર 2023ના રોજ થશે…

    ખાસ વાત એ છે કે બીજા દિવસ સુધી આ IPOને અન્ય ખાનગી કંપનીઓ જેમ કે રિલાયન્સ પાવર, ઝોમેટો, નાયકા વગેરેના IPOમાં મળેલી અરજીઓ કરતા વધુ સબસ્ક્રિપ્શન મળ્યા છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP વિશે વાત કરીએ તો, તે 24મી નવેમ્બરના રોજ 403 રૂપિયા પ્રતિ શેર પર રહે છે. જો GMPની આ જ સ્થિતિ ચાલુ રહે તો શેરનું લિસ્ટિંગ 80.6 ટકા પ્રીમિયમ એટલે કે રૂ. 903 પર થઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચોઃ Sunny deol on animal: એનિમલ ટ્રેલર માં ભાઈ બોબી દેઓલ નું એક્શન જોઈ ગદગદ થયો સની દેઓલ, અભિનેતા વિશે કહી આ વાત

    Tata Technologies એ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 વચ્ચે નક્કી કરી છે. IPO સંબંધિત મહત્વની તારીખો વિશે વાત કરીએ તો, શેરની ફાળવણી 30 નવેમ્બર 2023ના રોજ થશે. જ્યારે જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા નથી તેમને 1લી ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે. શેર 4 ડિસેમ્બર, 2023 ના રોજ ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ NSE અને BSEમાં 5મી ડિસેમ્બરે થશે.

    ગ્રે માર્કેટમાં ( gray market ) ટાટા ટેક્નોલોજીસનો અનલિસ્ટેડ શેર 388 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની ઈશ્યૂ કિંમત કરતાં 77.6 ટકા વધુ છે. તેનો અર્થ એ કે ગ્રે માર્કેટ તેને 888 રૂપિયા પર લિસ્ટેડ થવાની અપેક્ષા રાખે છે. પ્રમોટર કંપની ટાટા મોટર્સ આ IPOમાં 4.62 કરોડ શેર વેચી રહી છે. જેમાં ટાટા મોટર્સના પાત્ર શેરધારકો માટે 10 ટકા ક્વોટા રાખવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષમાં ટાટા ગ્રુપનો આ પહેલો IPO છે. અગાઉ TCSનો IPO 2004માં આવ્યો હતો.

    ટાટા ગ્રૂપ દેશના સૌથી મોટા અને સૌથી જૂના બિઝનેસ જૂથોમાંનું એક છે. રોકાણકારોમાં આ IPOની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ટાટા ગ્રુપની એક કંપનીનો આઈપીઓ લગભગ 20 વર્ષની લાંબી રાહ બાદ આવ્યો છે. અગાઉ વર્ષ 2004માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ( TCS ) નો IPO આવ્યો હતો. ટાટા ટેકનો આઈપીઓ સંપૂર્ણ રીતે વેચાણ માટેની ઓફર છે અને તેના દ્વારા કંપની બજારમાંથી રૂ. 3042.51 કરોડ એકત્ર કરવા માંગે છે. 21 નવેમ્બરના રોજ, કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા 791 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.