• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - teacher
Tag:

teacher

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.
સુરત

Ayushman Vay Vandana Scheme : આયુષ્યમાન વયવંદના કાર્ડથી ઓલપાડના ૭૮ વર્ષીય નિવૃત શિક્ષક ગુણવંતભાઇ ગાંધીની નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઇ..

by kalpana Verat July 11, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Ayushman Vay Vandana Scheme :

 સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
 આયુષ્યમાન વયવંદના કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:લાભાર્થી ગુણવંતભાઇ ગાંધી

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો અને ૭૦ વર્ષ કે વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર બની છે. સુરત જિલ્લાના ઓલપાડના શિવમ નગરના વયોવૃદ્ધ ૭૮ વર્ષીય નિવૃત શિક્ષક ગુણવંતભાઇ નાથુભાઇ ગાંધીની ‘આયુષ્યમાન વયવંદના કાર્ડ’થી નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઈ છે. ગાંધી પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.

‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે ગુણવંતભાઈ ગાંધી જણાવે છે કે, ૭૮ વર્ષની ઉમરે નિવૃતમય જીવન જીવી રહ્યો હતો. એવા સમયે અચાનક છાતીમાં દુઃખાવો થતા મારી તબિયત વધુ બગડી. ડોક્ટરોએ કહ્યું કે, તત્કાલ બાયપાસ સર્જરી કરાવવી પડશે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. પણ આવા સમયે મારી મદદે ‘વય વંદના કાર્ડ’ આવ્યું. આ યોજના હેઠળ સુરતના રાંદેર સ્થિત શેલ્બી હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં ૩૦મી મે- ૨૦૨૫ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. ચાર દિવસ હોસ્પિટલ બાયપાસ સર્જરી સાથેની સારવાર કર્યા બાદ રજા આપવામાં આવી. ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું. હાલ હું એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ વય વંદના કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

Ayushman Vay Vandana Scheme Gunwantbhai Gandhi, a 78-year-old retired teacher from Olpad, underwent free bypass surgery using the Ayushman Vayavand card.

આ સમાચાર પણ વાંચો : Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! આ વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે કરી ખાસ અપીલ..

વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સહિત અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે સંજીવનીરૂપ છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. આરોગ્યની સાર સંભાળ રાખવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Susan Sontag Born January 16, 1933, Susan Sontag was an American writer, filmmaker, philosopher, teacher, and political activist.
ઇતિહાસ

Susan Sontag: 16 જાન્યુઆરી, 1933 જન્મેલા સુસાન સોન્ટાગ એક અમેરિકન લેખક, ફિલ્મ નિર્માતા, ફિલોસોફર શિક્ષક અને રાજકીય કાર્યકર હતા

by khushali ladva January 11, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Susan Sontag:  1933 માં આ દિવસે જન્મેલા, સુસાન સોન્ટાગ એક અમેરિકન લેખક, ફિલ્મ નિર્માતા, ફિલોસોફર શિક્ષક અને રાજકીય કાર્યકર હતા જે મોટાભાગના તેમના નિબંધો, ખાસ કરીને ‘નોટ્સ ઓન કેમ્પ’ માટે જાણીતા હતા. તેમણે મોટે ભાગે નિબંધો લખ્યા, પણ નવલકથાઓ પણ પ્રકાશિત કરી; તેણીએ 1964માં તેણીની પ્રથમ મુખ્ય કૃતિ, ” નોટ્સ ઓન ‘કેમ્પ’ ” નિબંધ પ્રકાશિત કર્યો હતો.તેમણે  સાહિત્ય, ફોટોગ્રાફી અને મીડિયા, સંસ્કૃતિ, એઇડ્સ અને માંદગી, યુદ્ધ, માનવ અધિકારો અને ડાબેરી રાજકારણ વિશે વિસ્તૃત રીતે લખ્યું હતું.

આ  પણ વાંચો  :  Chuni Goswami : 15 જાન્યુઆરી 1938 ના જન્મેલા સુબિમલ “ચુની” ગોસ્વામી એક ભારતીય વ્યાવસાયિક ફૂટબોલર અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા.

January 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chief justice of India admits that he was beaten badly by a teacher in the school.
દેશ

Chief justice of India : D Y Chandrachud સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમગમ. ચીફ જસ્ટીસે કબૂલ્યું કે તેમને પણ ફટકા પડ્યા હતા.

by Hiral Meria May 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Chief justice of India : DY Chandrachud નેપાળ ( Nepal ) ખાતે આયોજિત થયેલા બાર એસોસિએશન ના કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે પોતાના બાળપણનો કિસ્સો સૌની સામે કહીને સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓછા માર્ક મળવાને કારણે તેમને સારી પેઠે ઝૂડી નાખવામાં આવ્યા હતા. 

Chief justice of India : DY Chandrachud શા માટે માર પડ્યો હતો અને તેમણે શિક્ષકને શું જવાબ આપ્યો? 

પોતાના બાળપણનું કિસ્સો કહેતા ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે તેમને માર્ક ઓછા આવવાને કારણે શિક્ષકે સોટી થી માર્યા હતા. શિક્ષકે ( Teacher )  તેમને હાથ પર માર્યા ( caned ) હતા જેને કારણે સોળ ઉઠી આવ્યા હતા. ત્યારબાદ ( CJI ) ચંદ્રચુડે શિક્ષકને કહ્યું કે હાથમાં સ્થાને તેમને પાછળ મારવામાં આવે જેથી સોળ દેખાય નહીં. 

આ સમાચાર પણ વાંચો :  Harsh Goenka: હર્ષદ મહેતા, કેતન પારેખ જેવા કૌભાંડો પાછા આવી રહ્યા છે, હર્ષ ગોયેન્કાએ નાના રોકાણકારોને સાવઘાન રહેવાની આપી ચેતવણી.. જાણો શું છે આ મામલો..

Chief justice of India : DY Chandrachud અન્ય વકીલોને અને ન્યાયતંત્ર ના અધિકારીઓને તેમણે શું કર્યું.

તેમણે ન્યાયતંત્રના અધિકારીઓ સામે કહ્યું કે બાળકો ઉપર થતા અત્યાચાર રોકવાનો સમય ક્યારનો આવી ચૂક્યો છે. તેમની માટે જરૂરી કાયદા પણ બની ચૂક્યા છે પરંતુ તેનો યોગ્ય અમલ થવો જરૂરી છે. 

May 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UP news Principal gets ‘facial' in school kitchen in Unnao, bites teacher when caught
રાજ્ય

UP news: શરમજનક.. શાળામાં લેડી પ્રિન્સિપાલ કરાવી રહ્યા હતા ફેશિયલ, અન્ય ટીચરે બનાવ્યો વીડિયો; પછી શું થયું.. જુઓ અહીં..

by kalpana Verat April 19, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

UP news: કોઈપણ શાળામાં આચાર્યનું પદ સૌથી મહત્વનું છે. શાળાને સારી રીતે ચલાવવાની અને શિસ્ત જાળવવાની સમગ્ર જવાબદારી આચાર્યની છે. પરંતુ જો કોઈ શાળાના મુખ્ય શિક્ષક કેમ્પસની ગરિમા વિરુદ્ધ કંઈક કરતા જોવા મળે, તો તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો? ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બિઘાપુર ડેવલપમેન્ટ બ્લોકના દાદામાઉમાં પણ કંઈક આવું જ બન્યું છે.

વાસ્તવમાં, શાળાના પ્રિન્સિપાલ સ્કૂલમાં જ પાર્લર સ્ટાફને બોલાવીને ફેશિયલ કરાવતા હતા. આ દરમિયાન એક શિક્ષકે તેમને જોયા અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. શિક્ષકને આવું કરતા જોઈને પ્રિન્સિપાલ ગુસ્સે થઈ ગયા અને બંને એકબીજા સાથે બોલાચાલી કરી. મામલો એટલો વધી ગયો કે પ્રિન્સિપાલે શિક્ષક પર હુમલો કર્યો.

UP news:પ્રિન્સિપાલ રસોડામાં કરાવતી રહી હતી ફેશિયલ 

પ્રિન્સિપાલે પહેલા શિક્ષકના બંને હાથ પર બટકાં ભર્યા અને પછી ઈંટ મારી, હુમલો કર્યો જેનાથી તે લોહીલુહાણ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

UP news: જુઓ વિડીયો 

प्रिंसिपल संगीता मैम स्कूल में पढ़ाई की जगह खुद को खूबसूरत बनाने के लिए फेशियल करवा रही थीं। न जाने क्यों टीचर अनम मैम उनका वीडियो बनाने लगीं। गुस्से में संगीता मैम ने अनम मैम को काट लिया…. समाचार समाप्त।#AmaJaneDo ☺#Unnao pic.twitter.com/Q9GyTtXEXB

— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) April 19, 2024

UP news:તપાસ શરૂ

પહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષિકા વર્ગમાં બાળકોને ભણાવવાને બદલે રસોડામાં પ્રિન્સિપાલ ને ‘ફેશિયલ’ કરાવી રહ્યા છે. મદદનીશ શિક્ષિકા અનમ ખાનને આ વાતની જાણ થઇ. તેમણે આ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે શિક્ષકના હાથમાં ફોન જોઈને તે તેને છીનવવાનો પ્રયાસ કરે છે. બીજા વિડિયોમાં શિક્ષક પોતાનો હાથ બતાવતી જોવા મળે છે જેમાં દાંતથી કરડવાના નિશાન સ્પષ્ટ દેખાય છે. હાથ પરના ઘામાંથી લોહી પણ નીકળતું જોવા મળે છે. સહાયક શિક્ષકે મુખ્ય શિક્ષક વિરૂદ્ધ મોટાપુર કોતવાલીમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jhulan Goswami (4)_11zon
ઇતિહાસ

Shahabuddin Rathod: 9 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા શહાબુદ્દીન રાઠોડ ગુજરાતી વિદ્વાન, શિક્ષક અને હાસ્યલેખક છે.

by NewsContinuous Bureau December 8, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Shahabuddin Rathod: 9 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા શહાબુદ્દીન રાઠોડ ગુજરાતી વિદ્વાન, શિક્ષક અને હાસ્યલેખક છે. તેમને 2020માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

December 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
UP Cops : 2 UP Cops 'Plant Gun' To Arrest Teacher In Fake Case: Here's How They Were Exposed
રાજ્ય

UP Cops : શિક્ષકને ફસાવવા માટે પહેલા બાઇકમાં બંદૂક મૂકી, પછી કરી ધરપકડ; પોલીસકર્મીની હરકતો CCTVમાં કેદ. જુઓ વિડીયો

by Hiral Meria September 29, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

UP Cops : ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મેરઠના ( Meerut ) ખરખોડા પોલીસ સ્ટેશન (  Kharkhoda Police Station ) વિસ્તારના ખંડાવલી ગામમાં પોલીસનું એક કારનામુ પ્રકાશમાં આવ્યું છે. પોલીસ હવે નિર્દોષ લોકોને પકડવામાં વ્યસ્ત છે અને આ કૃત્ય સીસીટીવીમાં ( CCTV ) પણ કેદ થઈ ગયું છે. અહીં રહેતા શિક્ષક ( Teacher )  26 વર્ષીય અંકિત ત્યાગીના પરિવારજનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી છે કે ખારઘોડા પોલીસ સ્ટેશન તેમને બાઇકમાં બંદૂક રાખીને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીડિત પરિવારે પોલીસ કોન્સ્ટેબલ ( Police Constable ) બાઇકમાં પિસ્તોલ રાખતો હોવાનો સીસીટીવી વીડિયો પણ મીડિયાને ઉપલબ્ધ કરાવ્યો છે. એસએસપીએ આ કેસની તપાસ એસપી દેહતને સોંપી છે. સાથે જ વીડિયોમાં દેખાતા બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસકર્મી અંકિતની બાઇકમાં પિસ્તોલ ( pistol ) રાખતો જોવા મળ્યો

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો 26 સપ્ટેમ્બરનો છે. સીસીટીવીમાં, અંકિત ત્યાગીના ઘરની આસપાસ બે પોલીસકર્મીઓ ઉભા જોવા મળે છે. પછી એક પોલીસકર્મી અંકિતની બાઇકમાં પિસ્તોલ મૂકે છે અને બાદમાં પોલીસકર્મી પીડિતાને કસ્ટડીમાં લઈ જાય છે અને પિસ્તોલ રાખવાના આરોપમાં તેને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દે છે. પોલીસના ગેરવર્તણૂકથી વ્યથિત અંકિતના પરિવારજનોએ જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો. તે જ સમયે, પરિવારના સભ્યોએ સીએમ ઓફિસથી યુપી પોલીસ અને આઈજીને સીસીટીવી વીડિયો ટ્વીટ કરીને ન્યાયની અપીલ કરી છે. પીડિતોએ ન્યાયની માંગણી માટે રાત્રે જ આઈજી નચિકેતા ઝાની ઓફિસ બહાર ધરણા કર્યા હતા. જોકે અંકિતના પરિવારજનોનું કહેવું છે કે પોલીસ ઘરમાં લગાવેલા સીસીટીવીનું ડીવીઆર માંગી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસ પર ભરોસો ન હોવાને કારણે ડીવીઆર પોલીસને સોંપવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Goa CM: આ રાજ્યના મુખ્યમંત્રીએ તેમના ત્રણ અંગોનું દાન કરવાની લીધી પ્રતિજ્ઞા, લોકોને પણ અંગ દાન કરવા કરી વિનંતી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..વાંચો અહીં..

જુઓ વિડિયો-

In UP’s Meerut, a family alleged two cops from the local police station planted a gun in the house and later arrested a youth Ankit Tyagi under Arms Act. The family has produced CCTV footage as evidence to corroborate their claims.

First video is of a cop allegedly planting… pic.twitter.com/UM6OzaCkPq

— Piyush Rai (@Benarasiyaa) September 27, 2023

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ખારઘોડા વિસ્તારના ખાંડાવલી ગામના ખેડૂત અશોક ત્યાગીના પરિવારમાં જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જમીન વિવાદના કારણે સામા પક્ષે અશોકના પરિવારજનોને હેરાન કરી રહ્યા છે. ખારઘોડા પોલીસ મંગળવારે રાત્રે તેના ઘરે પહોંચી, પહેલા પોલીસ કર્મચારીઓએ બાઇકની તપાસ કરી પરંતુ કંઈ મળ્યું ન હતું. આ પછી, જ્યારે અશોકનો પુત્ર અંકિત બહાર જાય છે, ત્યારે એક પોલીસકર્મી તેને ફસાવવાના ઇરાદે ઘરની બહાર તેની બાઇકમાં બંદૂક મૂકી દે છે. આ પછી, પોલીસકર્મીઓ અંકિતને બાઇક પાસે ચેકિંગ માટે લઈ જાય છે અને બાઇકમાંથી મળેલી પિસ્તોલ બતાવીને તેને કસ્ટડીમાં લઈ જાય છે. અંકિત વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

September 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Mantralaya News: Distressed Man Jumps From 2nd Floor of Mantralaya
મુંબઈ

Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો

by Hiral Meria September 26, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai Mantralaya News: શિક્ષકોની ( teacher ) ભરતીની ( recruitment ) માંગને લઈને એક વ્યક્તિએ મંત્રાલયની ( Mantralaya  ) સુરક્ષા જાળમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, સુરક્ષા જાળના ( safety net ) કારણે વ્યક્તિને ગંભીર ઈજા થઈ ન હતી. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મંત્રાલયમાં આવી ઘટનાઓ બનવા લાગી છે, ત્યારે મંત્રાલયમાં સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે.

જુઓ વિડીયો

आज एक बार फिर मंत्रालय में यह सब हुआ..#Mumbai #Maharashtra #Mantralaya pic.twitter.com/pctGy2alTt

— Vivek Gupta (@imvivekgupta) September 26, 2023

મંત્રાલયના બીજા માળેથી કૂદીને કર્યો વિરોધ

પ્રાપ્ત જાણકારી મુજબ આજે (મંગળવારે) બપોરે એક વ્યક્તિએ મંત્રાલયના બીજા માળેથી કૂદીને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષા વ્યવસ્થાને ( security system ) કારણે તેમને કોઈ ઈજા થઈ ન હતી. પોલીસે સમયસર તે વ્યક્તિને અટકાવ્યો અને તેને જાળમાંથી બહાર કાઢ્યો. શિક્ષકની ભરતી તાત્કાલિક કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ઉક્ત વ્યક્તિએ વિરોધ કર્યો હોવાની માહિતી મળી રહી છે. પોલીસ તેની વધુ પુછપરછ કરી રહી છે.

દરમિયાન, રાજ્ય સરકારના ( State Govt ) શિક્ષણ વિભાગે ( Education Department ) રાજ્યમાં 20 થી ઓછા પાસ માર્કસ ધરાવતી શાળાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. આ શાળાઓને ભેળવીને ગ્રુપ સ્કૂલ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ કમિશનરે વિભાગીય નાયબ શિક્ષણ નિયામક અને શિક્ષણ અધિકારીને જૂથ શાળાઓ શરૂ કરવા માટે 15 ઓક્ટોબર સુધીમાં અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે રાજ્યમાં 20 ગણાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી 14 હજાર 783 શાળાઓ બંધ થવાની સંભાવના શિક્ષણ ક્ષેત્રે વ્યક્ત કરી છે. શિક્ષકોના નેતા અને શિક્ષક ભરતીના રાજ્ય સચિવ સુનિલ ગાડગેએ જણાવ્યું હતું કે શિક્ષક સંઘ આ નિર્ણય સામે આક્રમક બનશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News : ગોખલે પુલ પછી સાયન રેલવે સ્ટેશન નજીક આવેલ 110 વર્ષ જુના બ્રિજ પર પડશે હથોડો..

અગાઉ અપર વર્ધા ડેમથી પ્રભાવિત ખેડૂતોએ ગયા મહિને મંત્રાલયમાં આવો જ વિરોધ કર્યો હતો. આ ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને વિવિધ માંગણીઓ માટે સીધા જ મંત્રાલયની સુરક્ષા જાળ પર ઝંપલાવ્યું હતું. જે બાદ પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. આ તમામ આંદોલનકારી ખેડૂતો અમરાવતીના હતા.

ઉલ્લેખનીય છે કે અપર વર્ધા ડેમ પીડિતોનો પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી પડતર છે. સરકારે તેમના આંદોલનની નોંધ ન લેતા આ ખેડૂતો આક્રમક બની ગયા હતા અને મંત્રાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

September 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rakhi Mela 2023 : Sunitaben Kapadia left his job as a teacher and founded Sakhi Mandal, became self-reliant.
હું ગુજરાતી

Rakhi Mela 2023 : શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી, આત્મનિર્ભર બન્યા સુનિતાબેન કાપડિયા..

by kalpana Verat August 25, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Rakhi Mela 2023 : અમરોલી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસમાં રહેતા એમ.એ.,બી.એડની પદવી ધરાવતા સુનિતાબેન કાપડિયાએ શિક્ષકની નોકરી છોડી લઘુ ઉદ્યોગ શરૂ કર્યો હતો, જેમાં તેમણે પાડોશની અને સ્થાનિક વિસ્તારની ૧૦ મહિલાઓ સાથે મળી ‘દુર્વા સ્વ-સહાય જુથ’ની રચના કરી હસ્તકલાના માધ્યમથી આત્મનિર્ભર બન્યા છે. આ મહિલાઓ વિવિધ વસ્તુઓની બનાવટનો લઘુ ઉદ્યોગ શરૂ કરીને  આર્થિક આધાર મેળવી રહી છે. સાથોસાથ પોતાના પરિવારને પણ આજીવિકામાં સહાયરૂપ બની રહી છે.

પ્રત્યેક મહિલા મહિને અંદાજે રૂ.૩ થી ૪ હજારની કરે છે કમાણી 

કતારગામ, સિંગણપોર ખાતે મહિલા સ્વસહાય જૂથોના ઉત્થાન માટે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલા ‘રાખી મેળા’-૨૦૨૩’માં પોતાના સખીમંડળ નિર્મિત રાખડીઓનું વેચાણ કરતાં ૪૫ વર્ષીય સુનિતાબેન કાપડિયાએ જણાવ્યું હતું કે, દસ વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ નિભાવ્યા બાદ થયું કે સ્વરોજગારી કરીને પગભર બનવું છે. જેથી ઘરની નજીકની ૧૦ મહિલાઓને સમજ આપી દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળ-સ્વ સહાય જુથ બનાવ્યું. સાથી મહિલાઓને હસ્તકલાથી બનતી વિવિધ વસ્તુની બનાવટ વિશેની તાલીમ અપાવી. ત્યારબાદ દર મહિને દરકે મહિલાએ રૂ.૫૦૦ જમા કરી બજારમાંથી રો-મટિરીયલ લાવી વિવિધ વસ્તુઓ જેવી કે, રાખડી, નેકલેસ, બેલ્ટ, ઝુમ્મર, બુટી, તોરણ, હિંચકાની દોરી, પગ લુછણિયા જેવી ગૃહોપયોગી ચીજો બનાવી બજારમાં વેચાણ કરવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે અમારી પ્રવૃત્તિને વેગ મળ્યો અને જૂથની પ્રત્યેક મહિલા મહિને અંદાજે રૂ.૩ થી ૪ હજારની કમાણી કરતી થઇ છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi In Greece : PM મોદીને મળ્યું ગ્રીસનું બીજું સૌથી મોટું સન્માન, વડાપ્રધાને માન્યો આભાર..

 રાખડીનો સ્ટોલ ઉભો કર્યો 

વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ સુરત એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે પણ મંડળ દ્વારા બનાવેલી રાખડીનો સ્ટોલ ઉભો કર્યો છે, જ્યાં દેશભરથી આવતા લોકો પણ રાખડીની ખરીદી કરી રહ્યાં છે, જેનાથી અમારી બહેનોને રોજગારીના અવસરો મળી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મહિલા સ્વસહાય જૂથોને સહાયરૂપ થતી યોજનાઓ વેગવંતી બનાવી હોવાથી અમને તેનો સીધો ફાયદો થઈ રહ્યો છે, એમ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

 

August 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
motihari teacher threw student from roof child did not come to school after doing-homework
રાજ્ય

શિક્ષકની ક્રૂરતા, વિધાર્થી હોમવર્ક કરી ન આવ્યો તો આપી એવી સજા બાળક હોસ્પિટલ ભેગું થઇ ગયું.. જાણો સમગ્ર મામલો

by kalpana Verat May 26, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

બિહારના મોતિહારીમાં એક બાળક પોતાનું હોમવર્ક પૂરું કરીને સ્કૂલે ન પહોંચ્યું તો ટીચરે તેને માત્ર માર જ માર્યો પરંતુ તેને છત પરથી પણ ફેંકી દીધો. આવો આક્ષેપ કરીને પરિજનોએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલો ગુરુવાર (25 મે)નો છે. આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે જ સમયે, ઘટના બાદ બાળકને સારવાર આપવામાં આવી રહી છે. 

હાલ બાળકીની હાલત સ્થિર છે. ગુરુવારે બાળકના માતા-પિતાને આ ઘટનાની જાણ થતાં તેઓ શાળાએ પહોંચ્યા હતા. અહીંથી બાળકને સૌ પ્રથમ કલ્યાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં, ડૉ. સુજીત કુમાર દ્વારા પ્રાથમિક સારવાર પછી, તેમને વધુ સારી સારવાર માટે મોતિહારી સદર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીની ઉંમર છ વર્ષ જણાવવામાં આવી રહી છે. તે એલકેજીમાં અભ્યાસ કરે છે.

પહેલા વર્ગખંડમાં માર માર્યો, પછી બાળકને છત પરથી ફેંકી દીધો

મીડિયા રિપોર્ટ્સમાં પ્રકાશિત અહેવાલો મુજબ ગુરુવારે ક્લાસરૂમમાં તમામ બાળકોનું હોમવર્ક જોવામાં આવી રહ્યું હતું. વિધાર્થી બાળકે હોમવર્ક કર્યું ન હતું. આના પર શિક્ષક ગુસ્સે થઈ ગયા અને વિદ્યાર્થીને માર માર્યો. આ પછી તેને સ્કૂલના બીજા માળેથી નીચે ફેંકી દીધો.

સ્કૂલના ડિરેક્ટરે કહ્યું- બદનામ કરવાનું કાવતરું

ઘટનાની જાણ થતાં પોલીસ શાળાએ પહોંચી હતી. પોલીસ શિક્ષકને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. ઘટના અંગે સ્કૂલના ડાયરેક્ટર સુમન ચૌરસિયાએ જણાવ્યું કે તેમની સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર છે.

આ સમાચાર પણ વાંચો : ડુંગળી -લસણ વગર બનાવો પાલક-પનીર અને મૂળા બટાકાનું મિક્સ શાક, તે પણ દૂધીના રાયતા સાથે.. ફટાફટ નોંધી લો રેસિપી..

ઘટનાના સંબંધમાં  વિધાર્થીના કાકાએ જણાવ્યું કે બળક પોતાનું હોમવર્ક પૂરું કર્યા પછી ત્યાંથી ગયો ન હતો. જેના કારણે શિક્ષકે તેને વર્ગખંડમાં માર માર્યો હતો. આ પછી તેને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો. લોકોએ માહિતી આપી ત્યાર બાદ તેઓ સ્કૂલ પહોંચ્યા. બાળકને ઈજા થઈ હતી. જે બાદ તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા.

વિદ્યાર્થીના પિતાએ પોલીસ સ્ટેશનમાં નામાંકિત ફરિયાદ નોંધાવી હતી

ઘટનાના સંબંધમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પ્રમુખ રોહિત કુમારે જણાવ્યું કે, દોષિત શિક્ષકની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. બાળકના પિતાએ નામાંકિત અરજી આપી છે. આ અંગે એફઆઈઆર નોંધીને દોષિત શિક્ષકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.

May 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..
રાજ્ય

ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..

by kalpana Verat May 19, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આમ તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિઓની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે હવે સીધા પેપર ચેકરને જ લાંચ આપવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે આન્સરશીટમાં રૂ. 500ની નોટ ચોંટાડી હતી. કોપી ચેક કરનાર શિક્ષકને લલચાવવા માટે વિદ્યાર્થીઓએ આવું કર્યું હતું. પરંતુ લાંચના આ પ્રયાસની વિપરીત અસર થઈ. જેના કારણે વિદ્યાર્થીઓને આગામી એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ થશે. આપને જણાવી દઈએ કે આ ઘટના ગુજરાતમાં સામે આવી છે..   

પોલીસ ફરિયાદ નથી કરાઈ 

ગુજરાતમાં 10મી અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 29 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આન્સરશીટના મૂલ્યાંકન દરમિયાન શિક્ષકોએ ગણિત અને અંગ્રેજીની આન્સર શીટમાં 500 ની નોટ સ્ટેપલિંગ કરી હોવાની જાણ કરી.  બોર્ડે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું, “અમે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. કારણ કે તે છેતરપિંડીનો કેસ નથી. પરીક્ષા સુધારણા સમિતિ પહેલા વિદ્યાર્થીઓની દલીલો સાંભળશે અને પછી તેમની સજા નક્કી કરશે.

આ સમાચાર પણ વાંચો: હવે એસ આર એ સ્કીમ માં ફ્લેટ લેવો સસ્તો પડશે : સરકારે રી સેલ પર પ્રીમિયમ ઘટાડી નાખ્યું.

બોર્ડના અધિકારીએ  નિરાશા વ્યક્ત કરી  

બોર્ડના અધિકારીએ બંને વિદ્યાર્થીઓના આ કૃત્ય સામે નિરાશા વ્યક્ત કરી છે. બંને વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં રૂ.500ની નોટ ચોંટાડી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ લખ્યું કે, ‘કૃપા કરીને મને પાસ કરો, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો ન હતો.’ અધિકારીએ કહ્યું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેટલીકવાર પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીઓમાં નોટ્સ પેસ્ટ કરે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરવું તદ્દન નિરાશાજનક છે. અધિકારીએ કહ્યું કે આવો જ એક મામલો 2022માં સામે આવ્યો હતો. જ્યાં મધ્ય ગુજરાતના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહીમાં રૂ. 500ની નોટો ચોંટાડી હતી. જે બાદ તેને નાપાસ કરવાની સાથે એક વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

May 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક