Tag: teachers

  • Maharashtra: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૨૫,૦૦૦ શાળાઓને તાળા, વિદ્યાર્થીઓ પર અસર, શિક્ષકોની હડતાળનું કારણ શું?

    Maharashtra: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૨૫,૦૦૦ શાળાઓને તાળા, વિદ્યાર્થીઓ પર અસર, શિક્ષકોની હડતાળનું કારણ શું?

    News Continuous Bureau | Mumbai

    Maharashtra  મહારાષ્ટ્રમાં આજે લગભગ ૨૫ હજાર સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ૧૦મીની બોર્ડ પરીક્ષાના બરાબર પહેલા, ખાનગી, આંશિક અનુદાનિત અને બિન-અનુદાનિત સ્કૂલોના આચાર્યો, શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ તેમની માંગણીઓના સમર્થનમાં આ બંધ બોલાવ્યો છે. મરાઠવાડાની ઘણી સ્કૂલો સંપૂર્ણ બંધ રહી, જોકે મુંબઈમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી. લગભગ ૧૮ હજાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ સંપૂર્ણપણે બંધ રહ્યો.

    શિક્ષકોની મુખ્ય માંગણીઓ

    શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ આ મુજબ છે:
    શિક્ષક સમાયોજન પર પુનર્વિચાર.
    ટીઇટી (શિક્ષક યોગ્યતા કસોટી) ની અનિવાર્યતા પર રોક.
    ઓનલાઇન અને બિન-શૈક્ષણિક કાર્યોનો બોજ ઘટાડવો.
    શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી જૂની યોજનાઓ લાગુ કરવી.
    કન્ત્રાટી પ્રથા બંધ કરવી.

    સરકારની કડક ચેતવણી

    સરકારે સ્પષ્ટ કહ્યું છે કે:
    ૫ ડિસેમ્બરના રોજ શિક્ષણ કાર્યમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ.
    સ્કૂલો બંધ રાખનારા આચાર્યો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    આંદોલનમાં સામેલ થનારાઓના એક દિવસનો પગાર કાપવામાં આવશે. શિક્ષણ નિયામક ડૉ. મહેશ પાલકરે તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને સ્કૂલો ખોલાવવા માટે કડક નિર્દેશો આપ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Ikkis : ‘ઇક્કિસ’ની ઇવેન્ટમાં સૈનિકોનો મેળાવડો, અરુણ ખેત્રપાલને યાદ કરી કાસ્ટ દ્વારા ભાવુક શ્રદ્ધાંજલિ

    વેતન કપાતથી નારાજગી વધી

    સરકારના વેતન કપાતનો આદેશ જારી થયા બાદ શિક્ષક સંગઠનોની નારાજગી વધુ વધી ગઈ છે. મહાનગરીય અધ્યાપક સંસ્થા એ કહ્યું છે કે એક દિવસનો પગાર કાપવો એ શિક્ષકોના હક પર પ્રહાર છે અને તેમની સંસ્થા આંદોલનને સંપૂર્ણ સમર્થન આપશે. શિક્ષક સંઘનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, જેનાથી સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે ટકરાવ વધવાની સંભાવના છે.

  • Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક ભાગીદારી

    Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક ભાગીદારી

    News Continuous Bureau | Mumbai

    Pariksha Pe Charcha 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) પરીક્ષા સંબંધિત તણાવમાં શીખવા અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તરીકે વિકસી રહી છે. PPC 2025ની 8માં સંસ્કરણે ભારત અને વિદેશોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી 2.79 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉલ્લેખનીય પ્રતિક્રિયા એક સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમની વધતી લોકપ્રિયતાને રજૂ કરે છે.

    MyGov.in પોર્ટલ પર આયોજિત PPC 2025 માટે ઓનલાઈન નોંધણી તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી જે તારીખ 14 જાન્યુઆરી 2025 સુધી ખુલ્લી રહેશે. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.

    શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણની એક અપેક્ષિત ઉજવણી બની ગઈ છે. 2024માં PPCની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.

    આ સમાચાર પણ વાંચો : RTI Portal: OTP સુવિધા અંગે ચિંતાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા, કહ્યું- RTI પોર્ટલમાં આ સુવિધા યુઝર્સની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે

    PPCની ભાવનાને અનુરૂપ તારીખ 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ) થી 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:

    • સ્વદેશી રમત સત્ર

    • મેરેથોન દોડ

    • મીમ સ્પર્ધાઓ

    • નુક્કડ નાટક

    • યોગ-સહ-ધ્યાન સત્ર

    • પોસ્ટર-નિર્માણ સ્પર્ધાઓ

    • પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ

    • માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્ર

    • કવિતા / ગીત / પ્રદર્શન

    આ પ્રવૃત્તિઓ દ્વારા PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે અને તે ખાતરી કરે છે કે શિક્ષણને એક પ્રેશર યુક્ત કાર્યના બદલે એક યાત્રા તરીકે ઉજવવામાં આવે.

    વધુ વિગતો અને ભાગીદારી માટે, MyGov.in ની મુલાકાત લો અને આ પરિવર્તનશીલ પહેલનો ભાગ બનો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Teachers Day: મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી બાળકોને બાહ્ય દુનિયા માટે તૈયાર કરતાં સુરતના શિક્ષકો, આ શાળામાં બાળકોને અનોખી રીતે ભણાવાય છે ગણિત-પર્યાવરણના પાઠ.

    Teachers Day: મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી બાળકોને બાહ્ય દુનિયા માટે તૈયાર કરતાં સુરતના શિક્ષકો, આ શાળામાં બાળકોને અનોખી રીતે ભણાવાય છે ગણિત-પર્યાવરણના પાઠ.

    News Continuous Bureau | Mumbai

    Teachers Day:  ભારતમાં પ્રાચીન કાળથી ગુરૂશિષ્ય પરંપરાનો અનેરો મહિમા રહ્યો છે. ગુરૂનો આશ્રમ એટલે એક પ્રકારનું આગવું શિક્ષણધામ અને છાત્રાલય, જ્યાં નિશ્ચિત સમય માટે રહી શિષ્યો વિવિધ જ્ઞાન મેળવતા. ગરુ-શિષ્યના પવિત્ર સંબંધો તેમજ શિક્ષણની આગવી ગુરૂકુળ પ્રણાલીના સાક્ષી એવા આ દેશમાં બદલાતા સમય સાથે ગુરૂ, શિષ્ય અને ગુરુકુળ એટલે છાત્રાલયોના રૂપ અને પધ્ધતિ બદલાયા છે. પણ આજે પણ એવા ગુરૂઓ ( Teachers  ) પણ છે, જેઓ વિદ્યાર્થીઓને પુસ્તક સિવાયનું મૂલ્યનિષ્ઠ જ્ઞાન આપી તેઓને નવા પડકારોને ઝીલવા સાથે બાહ્ય દુનિયા માટે તૈયાર કરે છે.  

    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education

     

    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education

               

     સુરતના ( Surat ) ઓલપાડ તાલુકાની સરસ પ્રા.શાળાના શિક્ષિકા ( Saras Primary School ) શ્વેતાબેન ઉપાધ્યાય તદ્દન અનોખી રીતે બાળકોને ગણિત અને પર્યાવરણના પાઠ ( Math lesson ) ભણાવે છે. તેઓ આસપાસમાંથી ઉપલબ્ધ સામગ્રી દ્વારા સ્વનિર્મિત એક્રોબેટ, શેડોપપેટ, ગિલોલગન, હેડ શેકિંગ ડોલ, વૂડ ફિકર, હાઇડ્રોલિક જેક, ચુંબકીય ભમરડો, પિકિંગ બર્ડ જેવા રમકડાં બનાવી વિજ્ઞાનના કેંદ્રત્યાગીબળ, ગુણકપરાવર્તન, ગતિઉર્જા, સ્થિતિઉર્જા, ઘર્ષણબળ, ચુંબકીયબળ જેવા સિધ્ધાંતો શીખવાડે છે, તેમજ બાળકોને ક્લાસરૂમની બહાર લઈ જઇ પણ ગણિત અને પર્યાવરણ વિષયની સમજ આપે છે. જેથી બાળકો થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ મેળવી સરળતાથી અને લાંબા ગાળા માટે કોઈ પણ નિયમો યાદ રાખી શકે. અને બાળકોમાં વિવિધ શક્તિઓનો વિકાસ થાય. 

    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education

                      ‘પ્રવૃતિયુક્ત અને પ્રગતિશીલ વિદ્યાર્થી માટે પ્રવૃત્તિમય શિક્ષકનું હોવું અનિવાર્ય છે’ આ વિચાર સાથે કાર્યરત માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક ( School Teachers ) સુનિલભાઈ ચૌધરીએ રોજેરોજ પેકેટ ફૂડ ખાતા તેમની શાળાના વિદ્યાર્થીઓને સાચી સમજ અને યોગ્ય દ્રષ્ટાંત દ્વારા  તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહિત કર્યા અને સમય સાથે તાલ મિલાવી શાળાના પરિસરને પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવી બાળકોને સંપૂર્ણ મધ્યાહન ભોજનનો લાભ લેતા કર્યા. તેમણે બાળકોને પર્યાવરણ સાથે જોડવા અને શાળામાં પ્લાસ્ટિકનો નિષેધ કરવા શાળામાં ભેગી થતી બાયોડિગ્રેડેબલ દૂધની થેલીઓમાં છોડવા રોપવાની નવી પહેલ શરૂ કરી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા. તેઓ થેલી સહિતના રોપા સીધા જમીનમાં કે કુંડામાં વાવી શાળાના પ્રાંગણને હરિયાળું બનાવે છે. અને બાકીના રોપાઓને નજીકની શાળાઓમાં વિતરણ કરી અન્યોને પણ પ્રોત્સાહિત કરે છે. 

    આ સમાચાર પણ વાંચો:  Express Train: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે આ ટ્રેન આંશિક રીતે રહેશે રદ

    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education
    teachers in this school of Surat Preparing children for the outside world through value-based education

                શિક્ષક સુનિલભાઈ છેલ્લા બે વર્ષથી બાળકોના જન્મદિવસ નિમિત્તે બાળકોને શાળામાં ઉગાડેલા છોડ ભેટમાં આપે છે. બાળકોને ઔષધિય છોડનું જ્ઞાન મળે તે હેતુથી ઔષધિઓના લાભની સમજ આપતા બેનરો થડ સાથે ચીપકાવે છે. બાળકોને સૂકા કચરામાંથી ખાતર બનાવવા સહિતની વેસ્ટ માંથી બેસ્ટ ક્રિએટિવ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને રસ લેતા કર્યા છે.  

     

                 વાવેતર બાદ બાળકો છોડનું જતન કરે તે માટે બાળકો તે છોડને ભાઈ કે બહેન બનાવી રાખડી બાંધે છે. બાળકોને છોડ ઉગાડવાથી લઈ વેચાણ સુધીનો ખર્ચ અને તેમાંથી મળતા નફાની સમજૂતી આપી વ્યવસાયલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. આ વર્ષે સુનિલભાઈ બાળકોને કોકોપીટ, પાંદડા અન્ય વનસ્પતિ કચરામાંથી કુંડા બનાવવાનું શીખવાડશે, જે થકી સપ્ટેમ્બર માસના અંત સુધી ૭૦૦ જેટલા છોડોનો ઉછેર કરી આજુબાજુની શાળામાં ભેટ રૂપે આપવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Teachers’ Day: શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ… આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

    Teachers’ Day: શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ… આજે છે શિક્ષક દિવસ, જાણો ક્યારે થઈ તેની શરૂઆત..

    News Continuous Bureau | Mumbai   

    Teachers’ Day: ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક ( Teachers ) દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સમ્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના ( Sarvepalli Radhakrishnan ) જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. 

    આ  પણ વાંચો : Kiran More : 04 સપ્ટેમ્બર 1962 ના જન્મેલા કિરણ શંકર મોરે એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે..

  • Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 1 કરોડ રજિસ્ટ્રેશન.

    Pariksha Pe Charcha: પરીક્ષા પે ચર્ચા 2024 માટે રેકોર્ડ 1 કરોડ રજિસ્ટ્રેશન.

     News Continuous Bureau | Mumbai

    Pariksha Pe Charcha: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમની સાતમી આવૃત્તિમાં “પરીક્ષા પે ચર્ચા 2024” અત્યાર સુધીમાં MyGov પોર્ટલ ( MyGov Portal ) પર 1 કરોડથી વધારે રજિસ્ટ્રેશન ( Registration ) નોંધાયું છે. આ બાબત દેશભરના વિદ્યાર્થીઓમાં વ્યાપક ઉત્સાહ દર્શાવે છે, જેઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ સાધવા આતુર છે. 

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વિશિષ્ટ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ – પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની કલ્પના કરી હતી, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ ( students ) , વાલીઓ અને શિક્ષકો ( Teachers ) તથા વિદેશમાંથી પણ તેમની સાથે સંવાદ કરીને પરીક્ષાઓ અને શાળા પછીનાં જીવન સાથે સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરશે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા છ વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

    આ વર્ષે, આ કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, આઇટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાશે. આ કાર્યક્રમમાં લગભગ 4000 સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મુખ્ય કાર્યક્રમ માટે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક તથા કલા ઉત્સવ તથા વીર ગાથા સ્પર્ધાના વિજેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી શકે છે.

    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઇન એમસીક્યુ સ્પર્ધા 11 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન MyGov પોર્ટલ પર લાઇવ છે. 5 જાન્યુઆરી 2024 સુધીમાં, અત્યાર સુધીમાં 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 8 લાખથી વધુ શિક્ષકો અને આશરે 2 લાખ વાલીઓએ નોંધણી કરાવી છે.

    આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય

    યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મોટી ચળવળ – ‘એક્ઝામ વોરિયર્સ’નો એક ભાગ છે. આ એક એવું આંદોલન છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને સમાજને એક સાથે લાવવાના પ્રયત્નોથી પ્રેરિત છે, જેથી દરેક બાળકના અનન્ય વ્યક્તિત્વની ઉજવણી કરવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે. આ આંદોલનને પ્રેરિત કરનારું પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પાથબ્રેકિંગ, બેસ્ટસેલિંગ પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’.

    આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય કાર્યક્રમના અગ્રદૂત તરીકે 12 જાન્યુઆરી 2024થી શરૂ થઈને એટલે કે યુવા દિવસ 23 જાન્યુઆરી 2024 સુધી શાળા કક્ષાએ પ્રવૃત્તિઓનો ગુલદસ્તો યોજવામાં આવશે, જેમાં મેરેથોન દોડ, સંગીત સ્પર્ધા, મેમ સ્પર્ધા, નુક્કડ નાટક, વિદ્યાર્થી-એન્કર-વિદ્યાર્થી-અતિથિ ચર્ચા વગેરે જેવી આનંદકારક શીખવાની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. અંતિમ દિવસે 23 જાન્યુઆરી, 2024ના રોજ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે દેશભરના 500 જિલ્લાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ વિષયોમાં ચંદ્રયાન, ભારતની રમતગમતની સફળતા વગેરે સામેલ હશે, જે દર્શાવે છે કે કેવી રીતે પરીક્ષાઓ જીવનનો ઉત્સવ બની શકે છે.

    લગભગ 2050 સહભાગીઓની પસંદગી MyGov પોર્ટલ પર તેમનાં પ્રશ્નોનાં આધારે કરવામાં આવશે અને તેમને વિશેષ પરીક્ષા પે ચર્ચા કિટ પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રીએ લખેલી હિંદી અને અંગ્રેજીમાં એક્ઝામ વોરિયર્સ બુક અને પ્રમાણપત્ર સામેલ હશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  •  Switzerland : આ દેશ ટેન્શનમાં છે! બાળકો ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે પરંતુ ટોઇલેટનો ઉપયોગ નહી..

     Switzerland : આ દેશ ટેન્શનમાં છે! બાળકો ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે પરંતુ ટોઇલેટનો ઉપયોગ નહી..

    News Continuous Bureau | Mumbai

    Switzerland: જો કોઈ બાળક ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતું હોય, તો તેણે શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણવું જોઈએ. લગભગ દરેક જણ આ વાત સ્વીકારે છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં 11 વર્ષની ઉંમરે પણ બાળકો ડાયપર પહેરીને શાળાએ જાય છે. આ બાળકોને શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું નથી. મામલો સ્વિત્ઝરલેન્ડ (Switzerland) નો છે. અહીંની શાળાના શિક્ષકોની ફરિયાદ છે કે ઘણા વિદ્યાર્થીઓ ડાયપર પહેરીને વર્ગમાં આવે છે કારણ કે તેઓ શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.

    આ પાછળનું કારણ શું છે?

    સ્વિસ ફેડરેશન ઑફ ટીચર્સ (Swiss Federation of Teachers) ના વડા ડેગમાર રોસલેરે (Dagmar Rosler) સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે, “બાળકો 4 વર્ષની ઉંમરની આસપાસ શાળાએ જવાનું શરૂ કરે છે, પરંતુ તમે જોશો કે ઘણા લોકો હજુ પણ ડાયપરનો ઉપયોગ કરે છે,”. પરંતુ જ્યારે 11 વર્ષના બાળકો ડાયપર પહેરીને શાળાએ આવવા લાગે છે ત્યારે તે ચિંતાનો વિષય છે. ઘણા બાળકોને ડાયપર પહેરવાની એટલી આદત પડી ગઈ છે કે તેઓ જાણી જોઈને શૌચાલયનો ઉપયોગ કરતા નથી અથવા ભૂલી ગયા છે. માતા-પિતા પોતે આ વાત પોતાના બાળકોને શીખવતા નથી. દેશમાં આ માટે તાલીમ સત્રો છે, પરંતુ તેઓ બાળકોને ત્યાં લઈ જતા નથી.

    શૈક્ષણિક વૈજ્ઞાનિક (Educational scientist) માર્ગુરેટ સ્ટેમ કહે છે, ‘કેટલાક માતાપિતાને ડાયપર પહેરાવાનું વધુ અનુકૂળ લાગે છે. આજના સમયમાં આ કોઈ સમસ્યા નથી. પરંતુ આ સંપૂર્ણપણે ખોટો સંદેશો દર્શાવે છે.

    બાળ વિકાસ નિષ્ણાંત રીટા મેસમેરે જણાવ્યું હતું કે ડાયપર પહેરીને શાળાએ આવતા બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક 11 વર્ષનો બાળક તેની પાસે આવ્યો, જે હજુ પણ શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતો નથી. બાળકોને આ બાબતે કંઈ ખબર નથી, જેના કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જેમણે બાળકોના ડાયપર બદલવામાં મદદ કરવી પડે છે. આ અંગે શિક્ષકોએ વાલીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

     

    આ સમાચાર પણ વાંચો: વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 125, ઠાકરે જૂથે માત્ર 17 થી 19 બેઠકો જીતી; નવા સર્વેની જોરદાર ચર્ચા

  • શિક્ષણ બજેટ 2023: હવે દેશના ખૂણે ખૂણે પહોંચશે શિક્ષણની હવા, સરકાર ખોલશે ટીચર્સ ટ્રેનિંગ સ્કુલ

    શિક્ષણ બજેટ 2023: હવે દેશના ખૂણે ખૂણે પહોંચશે શિક્ષણની હવા, સરકાર ખોલશે ટીચર્સ ટ્રેનિંગ સ્કુલ

    News Continuous Bureau | Mumbai

    આજે સવારે 11 વાગ્યાથી દેશના બજેટની રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

    ગયા વર્ષે 1 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હતી

    સરકારે બજેટ 2022-23માં શિક્ષણ માટે 1,04,278 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેના પાછલા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં તેમાં 11,054 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે શિક્ષણનું બજેટ 93,223 કરોડ રૂપિયા હતું. ભારત સરકારની નેશનલ હેલ્થ પોલિસી 2020 (NEP) મુજબ, GDP ના 6% સુધી શિક્ષણ પર ખર્ચ કરવાનો છે. ભારતનું શિક્ષણ બજેટ હજુ આ સંખ્યાને સ્પર્શવાનું બાકી છે. જો આપણે છેલ્લા ત્રણ વર્ષમાં શિક્ષણ પર ખર્ચવામાં આવેલા નાણાંની જીડીપી સાથે સરખામણી કરીએ તો જાણવા મળે છે કે 2019-20માં 2.8%, 2020-21માં 3.1% અને 2021-22માં 3.1% શિક્ષણ પાછળ ખર્ચવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : અમૃત કાળનું પ્રથમ બજેટ, નિર્મલા સીતારમણે કહ્યું – દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની

    નિષ્ણાતોએ બજેટ પહેલા આનો અંદાજ લગાવ્યો હતો

    શિક્ષણ સમુદાય લાંબા સમયથી માંગ કરી રહ્યો છે કે શૈક્ષણિક સેવાઓ પર જીએસટીને આગામી 10 વર્ષ માટે પાછો ખેંચી લેવામાં આવે, જેમાં તાલીમ, એડ ટેક, કોચિંગ વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ, શિક્ષણ જગતનું માનવું છે કે આ સેવાઓ પર જીએસટી વસૂલવાની જરૂર નથી. તેમ છતાં, શિક્ષણ જગતના વધુ સારા ભાગને પૂર્વ માધ્યમિક શિક્ષણમાં સંબોધિત કરવાની જરૂર છે, કારણ કે ત્યાં ભૌતિક માળખાકીય સુવિધાઓ અને પ્રશિક્ષિત માનવ સંસ્થાઓની જરૂર છે. બીજી તરફ, તાજેતરમાં જ આવેલી ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં તેના પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ નાણાકીય પગલાં હજુ પૂરા થયા નથી. બજેટ-2023થી આ સેક્ટર સાથે દરેકની આશાઓ જોડાયેલી છે. જણાવી દઈએ કે હાલમાં, નિયમિત શિક્ષકોની મૂળભૂત તકનીકી સમજ ઓછી છે, આવી સ્થિતિમાં તેને સુધારવાની જરૂર છે. આ માટે શૈક્ષણિક જગત દ્વારા અલગ ફંડની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓનલાઈન એજ્યુકેશન અથવા ટ્રેઈનીંગ ઈનિશિએશન પ્લેટફોર્મ અસ્તિત્વમાં છે, જે તેમના માટે અપૂરતું છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે

    News Continuous Bureau | Mumbai

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પરીક્ષા પે ચર્ચાની વર્ષ ૨૦૨૩ની આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરશે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની માહિતી આપી હતી. પરિક્ષા પે ચર્ચામાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે અને પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે. વાતચીત દરમિયાન, વડાપ્રધાન તણાવ અને પરીક્ષાના ડરને હરાવવા અને પરીક્ષાને તહેવારની જેમ ઉજવવા માટેની ટીપ્સ જણાવશે. શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને પરિક્ષા પે ચર્ચામાં ભાગ લેવા અને ડરને દૂર કરવા અને પરીક્ષાઓને તહેવારની જેમ ઉજવવા માટેનું આહ્વાન કર્યું હતું! પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી પીએમ મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કરે છે. આ દરમિયાન પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો સંવાદ કરે છે. અગાઉ વર્ષ ૨૦૨૨માં ૧ એપ્રિલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વર્ષ ૨૦૨૨માં આયોજિત પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

    આ સમાચાર પણ વાંચો : ફેશન ટિપ્સ: ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

  • શિક્ષકોએ કેટલું કામ કરવાનું? વિદ્યાર્થીઓને ભણાવવાના, ચૂંટણીની તૈયારી અને હવે વેક્સિનની; જાણો મહારાષ્ટ્રના શિક્ષકોની તકલીફ

    શિક્ષકોએ કેટલું કામ કરવાનું? વિદ્યાર્થીઓને ભણાવવાના, ચૂંટણીની તૈયારી અને હવે વેક્સિનની; જાણો મહારાષ્ટ્રના શિક્ષકોની તકલીફ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ,7 જુલાઈ 2021

    બુધવાર.

    લોકલ ટ્રેનમાં પ્રતિબંધ હોવાથી બસમાં કલાકોના કલાક પ્રવાસ કરી સ્કૂલે પહોંચનારા શિક્ષકોની હાડમારીનો અંત જ નથી આવી રહ્યો. દસમાનું રિઝલ્ટ તૈયાર કરવાની સાથે જ હવે ચૂંટણીનાં કામ પણ તેમના માથે નાખવામાં આવ્યાં છે. દસમાનાં રિઝલ્ટનું અથવા ચૂંટણીનું કામ નકારનારા શિક્ષકોની સામે આકરાં પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. એથી નાછૂટકે શિક્ષકોને આ કામ કરવાં જ પડશે.

    આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી છે. એથી ચૂંટણી પંચે શિક્ષકોને  મતદારયાદી તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. જોકે હાલ દસમાના રિઝલ્ટમાં રહેલી ત્રુટીઓ સુધારવાનું કામ ચાલી રહ્યું છે. એ સાથે સ્કૂલમાં ઑનલાઇન ભણાવાનું કામ પણ તેઓ કરી રહ્યા છે. એ સિવાય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા તેમ જ પ્રશાસકીય કામ પણ શિક્ષકોને સોંપવામાં આવ્યા છે. પહેલાંથી સ્કૂલના કામનું દબાણ અને હવે ચૂંટણીનું કામ તેમના પર નાખવામાં આવ્યું છે.

    જે શિક્ષકો આ કામ માટે પહોંચી શક્યા નથી, તેમને ચૂંટણી પંચે પગલાં લેવા બાબતે નોટિસ આપી છે. આટલું ઓછું હોય એમ અમુક જગ્યાએ શિક્ષકોને કોવિડ વેક્સિન સંદર્ભના કામ પણ સોંપવામાં આવ્યા છે.

    આઘાતજનક સમાચાર : દિલ્હીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીના પત્નીની હત્યા થઈ.

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે શિક્ષકોને રિઝલ્ટ અને સ્કૂલનું કામકાજ ચાલી રહ્યું હોવાથી ચૂંટણી લગતાં કામ સોંપવા યોગ્ય નથી. ચૂંટણીનાં કામમાંથી તેમને રાહત આપો એવું કહ્યું હતું. છતાં શિક્ષકોની હાડમારીનો કોઈ અંત નથી.

  • મહારાષ્ટ્રમાં શિક્ષકો વીફર્યા; સરકારે જાહેર કરી આ નવી નિયમાવલી, જાણો વિગત

    મહારાષ્ટ્રમાં શિક્ષકો વીફર્યા; સરકારે જાહેર કરી આ નવી નિયમાવલી, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૫ જૂન ૨૦૨૧

    મંગળવાર

    આજથી મહારાષ્ટ્રમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન સરકારે જાહેર કરેલી નવી નિયમાવલીથી શિક્ષકોનો એક વર્ગ નાખુશ છે. સરકારે ધોરણ ૧થી ૯ના શિક્ષકોને ઑનલાઇન લેક્ચર લેવા માટે ૫૦% હાજરી સાથે ઉપસ્થિત રહેવા કહ્યું છે. જ્યારે ધોરણ ૧૦ના શિક્ષકોને ૧૦૦ ટકા હાજરી સાથે પોતાની શાળામાં રિઝલ્ટના કામકાજ માટે બોલાવ્યા છે.

    ઉપરાંત જુનિયર કૉલેજના શિક્ષકોને ઑનલાઇન લેક્ચર અને ૧૨ના રિઝલ્ટ સંદર્ભે ૧૦૦ ટકા હાજરી સાથે બોલાવ્યા છે. દસમા ધોરણનું મૂલ્યાંક શિક્ષકોએ ૨૦ જૂન સુધીમાં પૂર્ણ કરવાનું છે. રિઝલ્ટ કમિટીએ ૩૦ જૂન સુધીમાં આ માર્ક્સનો ડેટા ટેબલ ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. દસમા ધોરણનું પરિણામ જુલાઈના મધ્યમાં આવી શકે છે.

    ૪૦૦ કરોડ રૂપિયામાં બસ સ્ટેન્ડ?? આ સરકારે લીધેલો નિર્ણય. જાણો વિગત

    જોકેહજી ૧૨ ધોરણના રિઝલ્ટ બનાવવાની પ્રક્રિયા સરકારે જાહેર કરી નથી. આ નિર્ણયથી ખાસ કરીને મુંબઈના શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. કારણ કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી હજી આપવામાં આવી નથી. મુંબઈમાં શિક્ષકોએ ટિકિટ કઢાવ્યા વગર પ્રવાસ કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.