News Continuous Bureau | Mumbai
temprature
મુંબઈમાં હોળી પહેલા જ ગરમીથી લોકો પરેશાન. શહેરમાં પારો 37 ડીગ્રીને પાર… જાણો આજે કેટલું રહેશે મહત્તમ તાપમાન …
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈ શહેર માટે હવે તાપમાનમાં વધઘટ અસામાન્ય થવા માંડી છે.
ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે આ વર્ષે નોંધાયેલું સૌથી વધુ મહત્તમ તાપમાન પણ હતું.
શુક્રવારે પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વેધશાળાનું કહેવું છે કે પૂર્વના પર્વતો પરથી આવી રહેલા પવનોને કારણે તાપમાનમાં વધારો થયો છે.
અરે વાહ!! દહિસર-ભાયંદર વચ્ચેનું અંતર થશે દૂર, પાંચ મહિનાની અંદર બનશે લિંક રોડ.. જાણો વિગત
શું તમને ખબર છે મુંબઈના વાતાવરણમાં આટલી ધૂળ કેમ છે? આ દેશની આ રેતીની ડમરીઓને કારણે બધું થયું છે; જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સર્જાયેલા ધૂળના તોફાનને કારણે મુંબઈના વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો હતો. મુંબઈગરાને રવિવારની સવારના વાતાવરણ એકદમ ધૂળિયું અને ધુંધળું જોવા મળ્યું હતું. જાણે મુંબઈના માથા પર કોઈએ ધૂળની ચાદર ઓઢાવી નાખી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનમાં ધૂળનું તોફાન સર્જાયું હતું. વેસ્ટર્ન ટર્ફ અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે આ ધુળિયુ તોફાન સર્જાયું હતું
શનિવારના મુંબઈના અમુક વિસ્તારમાં હળવા વરસાદ બાદ રવિવારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ વાતાવરણ એકદમ ધૂંધળું થઈ ગયું હતું. વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ હતી. ચારે તરફ જાણે ધૂળ હોય એવું આખો દિવસ સુસ્ત વાતાવરણ રહ્યું હતું. રવિવારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 333 જેટલો રહ્યો હતો.
હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનથી ગુજરાતના સૌરાષ્ટ્ર પરથી પસાર થઈને મુંબઈ સહિત ઉત્તર્ કોંકણ સુધી તે આવી પહોંચ્યું હતું. જોકે હવામાન ખાતાના કહેવા મુજબ તેની અસર ટૂંકા ગાળાની હતી. તેથી સોમવારે મુંબઈનું વાતાવરણ મહમદઅંશે ફરી ચોખ્ખું જણાયું હતું.
ગરમી નું શું કહેવું. મુંબઈ માં પારો અચાનક ૭ ડીગ્રી નીચે જ્યારે કે આ જગ્યા પર ૪૨ ડિગ્રી થી વધુ. જાણો બદલાતા મોસમ ના હાલ…
- દિલ્હીમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. જેણે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હીના સફદરજંગમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- મુંબઈ શહેર માં તાપમાન ૬ ડીગ્રી જેટલું ધટ્યું છે. તે ૪૦ ડિગ્રી થી સીધું ૩૩.૮ ડિગ્રી પર પહોંચ્યું. જ્યારે કે લધુતમ તાપમાન માત્ર ૨૩.૨ ડિગ્રી જેટલું નોંધાયું છે.
- જ્યારે કે માલેગાંવ માં ૪૨ ડિગ્રી, જળગાંવ, સોલાપુર, પરભણી માં ૪૧ ડીગ્રી થી વધુ તાપમાન નોંધાયું છે.

