Tag: thakurli

  • Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે આ નદીના જળસ્તરમાં વધારો; કલ્યાણ-ડોમ્બિવલી પર પૂરનો ખતરો..

    Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે આ નદીના જળસ્તરમાં વધારો; કલ્યાણ-ડોમ્બિવલી પર પૂરનો ખતરો..

     News Continuous Bureau | Mumbai

     Mumbai Heavy rain : મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, પુણે જિલ્લામાં મુશળધાર વરસાદ ( Heavy rain ) પડી રહ્યો છે. મુંબઈ અને ઉપનગરોમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ( waterlogged ) ગરકાવ થઈ ગયા છે. વરસાદને કારણે લોકલ ટ્રેનો ( Local train ) ને પણ અસર થઈ છે અને સેન્ટ્રલ લાઇન પર લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી છે. મુંબઈમાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે મીઠી નદીના જળસ્તર માં વધારો થયો છે. તે જ સમયે, ઉલ્હાસ નદી ( Ulhas river ) ખતરાના નિશાનને વટાવી ગઈ છે.  

     Mumbai Heavy rain : ઉલ્હાસ નદી ચેતવણીના સ્તરને વટાવી ગઈ

     

    કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) એ ગુરુવારે શાળાઓ અને કૉલેજોમાં (વર્ગ 1 થી 12) રજા જાહેર કરી છે. ભારે વરસાદને કારણે કલ્યાણમાં ઉલ્હાસ નદી ચેતવણીના સ્તરને વટાવી ગઈ છે. જેના કારણે તહસીલ પ્રશાસને નદી કિનારે આવેલા ગામોને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે, દરમિયાન કલ્યાણ નગર હાઈવે પરના રાયતે પુલ પર પાણી વહી જવાની સંભાવનાને પગલે આ પુલ પરનો વાહનવ્યવહાર સલામતી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને ઠાકુર્લી સહિત આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે ખસી રહ્યા છે. 

     Mumbai Heavy rain : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 

    મુંબઈ શહેર ( Mumbai rain news ) માં વિવિધ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. ગુરુવારે બપોરે પાણી ભરાવાને કારણે અંધેરી સબવે ( Andheri Subway )  બંધ કરી દેવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા એલર્ટ જાહેર કર્યું છે.

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દાવો કર્યો હતો કે શહેરમાં સ્થિત ઓટોમેટેડ વેધર સ્ટેશન (AWS) એ સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં ઘણી જગ્યાએ 200 મીમીથી વધુ વરસાદ નોંધ્યો હતો. BMC અનુસાર, વીણા નગર મ્યુનિસિપલ સ્કૂલ મુલુંડ ખાતે AWS સ્ટેશને મહત્તમ 224.2 mm વરસાદ નોંધાયો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Train: મુંબઈ એસી લોકલ પર પથ્થરમારો, અંતે આ માથાફરેલની કરી અટકાયત… જાણો વિગતે અહીં…

    Mumbai Train: મુંબઈ એસી લોકલ પર પથ્થરમારો, અંતે આ માથાફરેલની કરી અટકાયત… જાણો વિગતે અહીં…

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Train: એસી લોકલ ( AC Local ) શરૂ થયા બાદથી પરસેવાથી તરડાયેલા મુંબઈકરોને થોડી ઠંડક મળવા લાગી હતી. તેમ જ મધ્ય રેલવેની ( Central Railway ) મુખ્ય લાઇન પર એસી લોકલની સંખ્યામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વધારો કરવામાં આવ્યો છે. સુખદાયક મુસાફરીથી મુસાફરો ખુશ હતા. પરંતુ અચાનક એસી લોકલ પર પથ્થરમારો ( Stone pelting ) થતાં તેમાં પ્રત્યાઘાત પડયો હતો. ગુરુવારે સવારે ઠાકુર્લી અને ડોમ્બિવલી સ્ટેશન વચ્ચે મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર ચાલતી એસી લોકલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    ઠાકુર્લી ( Thakurli ) અને ડોમ્બિવલી સ્ટેશન ( Dombivli Station ) વચ્ચે મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર દોડતી એસી લોકલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ગુરુવારે સવારે ડોમ્બિવલી અને ઠાકુર્લી વચ્ચે અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે તેની બારીના કાચને નુકસાન થયું છે. પરંતુ આ ઘટનામાં એક મહિલા પણ ઘાયલ થઈ છે. આ કેસમાં આખરે એક માસ્ટર માઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. શરદ ગાંગુર્ડે આ માથાભારે યુવકનું નામ છે, તે ચાલીસગાંવનો વતની છે. પોલીસ તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ત્યારબાદ જ પથ્થરમારો પાછળનું કારણ સ્પષ્ટ થશે.

    હંમેશની જેમ ગુરુવારે સવારે ટીટવાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી એસી લોકલ શરૂ થઈ હતી. સવારે નવ વાગ્યાની આસપાસ જ્યારે લોકલ ઠાકુર્લી અને ડોમ્બિવલી રેલવે સ્ટેશન વચ્ચે હતી, ત્યારે ઠાકુર્લી નજીકની એક વસાહતમાંથી એસી લોકલની બારી પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પથ્થર કાચ તોડીને બારી પાસે બેઠેલી મહિલાને અથડાયો હતો. તેમાં તેણીને થોડી ઈજા થઈ હતી, પરંતુ અચાનક પથ્થરમારાથી મુસાફરો ચોંકી ગયા હતા.

    આ સમાચાર પણ વાંચો :  Adani Port: અમેરિકા-ચીનની દુશ્મનીમાં અદાણીનો ફાયદો! શ્રીલંકાના અદાણી પોર્ટમાં અમેરિકા કરશે આટલા કરોડનું રોકાણ.. જાણો વિગતે…

    પથ્થરમારાના કેસમાં એક વ્યક્તિની અટકાયત…

    આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારના મુસાફરો ભારે પરેશાન થઈ ગયા હતા. કેટલાક લોકોએ તરત જ ટ્વિટર દ્વારા રેલવે પ્રશાસનને આ બાબતની જાણ કરી હતી. આ માહિતી રેલવે સુરક્ષા દળના ડોમ્બિવલી લોહમાર્ગના જવાનોને પણ મળી હતી. જે બાદ પોલીસે તરત જ ઠાકુર્લી રેલવે સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

    આ સમયે, કેટલાક શખ્શો ઠાકુર્લી પાસેની બંદોબસ્તમાં રેલ્વે લાઇનની બાજુમાં બેસીને પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. પોલીસે તેમને ઠાકુર્લી રેલવે સ્ટેશન વિસ્તારમાં શોધી કાઢ્યા અને તરત જ તેમાંથી એકની ધરપકડ કરી હતી. આ યુવકનું નામ શરદ ગાંગુર્ડે છે, તે મૂળ ચાલીસગાંવનો છે. તેણે શા માટે આ પથ્થરમારો કર્યો તે તપાસ બાદ સ્પષ્ટ થશે. દરમિયાન, મધ્ય રેલવેએ તાજેતરમાં 6 નવેમ્બરથી મુખ્ય લાઇન પર 10 એસી લોકલ ટ્રેનો ઉમેરી છે. તેથી, મધ્ય રેલવેની એસી લોકલની કુલ સંખ્યા હવે 56 થી વધીને 66 થઈ ગઈ છે.

  • Mumbai Rain : ઠાકુર્લી કલ્યાણ સ્ટેશન વચ્ચે બની એક હૃદયદ્રાવક ઘટના, ચાર મહિનાનું બાળક હાથમાંથી સરકી ગયું અને… જુઓ આ વિડીયો..

    Mumbai Rain : ઠાકુર્લી કલ્યાણ સ્ટેશન વચ્ચે બની એક હૃદયદ્રાવક ઘટના, ચાર મહિનાનું બાળક હાથમાંથી સરકી ગયું અને… જુઓ આ વિડીયો..

    News Continuous Bureau | Mumbai
    Mumbai Rain : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની સેવા ખોરવાઈ ગઈ હતી. અંબરનાથ લોકલ બંધ થવાને કારણે ઠાકુર્લી અને કલ્યાણ વચ્ચે અંબરનાથ લોકલ લગભગ 2 કલાક રોકાઈ હતી. તેથી ઘણા પ્રવાસીઓ કલ્યાણ તરફ ચાલવા લાગ્યા. દરમિયાન એક કમનસીબ ઘટના બની હતી.

    ચાર માસનું બાળક પિતાના હાથમાંથી છૂટી ગયું

    પ્રવાસીઓમાં એક મહિલા તેની ચાર મહિનાની પુત્રી અને તેના પિતા ટ્રેનમાંથી નીચે ઉતરીને ટ્રેક પર ચાલવા લાગ્યા હતા. ત્યારે ચાર મહિનાની પુત્રી મહિલાના પિતા સાથે હતી. પરંતુ અચાનક ચાર માસનું બાળક પિતાના હાથમાંથી છૂટી ગયું અને વહેતા પાણીમાં તણાઈ ગયું હતું.

    જુઓ વિડીયો

    પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકની માતા જે ભિવંડીની રહેવાસી છે. તે તેના પિતા અને 4 મહિનાની પુત્રી સાથે મુંબઈથી ભિવંડી જવા નીકળી હતી. વરસાદને કારણે ઠાકુર્લી અને કલ્યાણ વચ્ચે ટ્રેન લાંબા સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Commonwealth Game: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે બિડ મંગાવી શકે છે..

    ટ્રેક પરથી પસાર થતી વખતે અકસ્માત સર્જાયો હતો

    મહિલા તેના પિતા સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી કલ્યાણ તરફ જઈ રહી હતી. 4 મહિનાની પુત્રી તેના દાદા પાસે હતી. ટ્રેક પરથી પસાર થતી વખતે મહિલાના પિતાનો પગ ગટર પાસે ફસાઈ ગયો અને અચાનક જ બાળકીના હાથમાંથી સરકીને નદીમાં પડી ગઈ.

    બાળકની શોધ શરૂ

    કલ્યાણ રેલ્વે પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકીની શોધખોળ કરી રહી છે.