Tag: thief

  • Chain Snatching : મહિલાઓ સાવધાન! મંદિરમાં ભજન ગીતમાં લીન હતી મહિલા, ચોર સોનાની ચેન લઈ ભાગી ગયો; જુઓ વિડિયો

    Chain Snatching : મહિલાઓ સાવધાન! મંદિરમાં ભજન ગીતમાં લીન હતી મહિલા, ચોર સોનાની ચેન લઈ ભાગી ગયો; જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    Chain Snatching : આમ તો ભક્તો નિર્ભયપણે મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરે છે અને ભક્તિમાં લીન થઈને પૂજા કરે છે. પરંતુ ગુનેગારો તેનો ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપે છે. તાજેતરનો કિસ્સો બેંગલુરુ, કર્ણાટકમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાની સોનાની ચેન ધોળા દિવસે ચોરાઈ ગઈ હતી.

    Chain Snatching : જુઓ વિડીયો 

     

     બેંગલુરુના શંકર નગર વિસ્તારમાં પૂજા દરમિયાન મંદિરની બારીની બહારથી ચોર એક મહિલાની સોનાની ચેઈન ચોરી ગયો હતો. આ ઘટના કથિત રીતે ગણેશ મંદિરમાં 10 ઓક્ટોબરના રોજ બની હતી અને એક સાથી ભક્ત દ્વારા તેને મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી..

    Chain Snatching :  અડધી ચેન લઈને ભાગી જવામાં સફળ રહ્યો ચોર 

    વીડિયોમાં પર્પલ સાડી પહેરેલી એક વૃદ્ધ મહિલા બારી પાસે બેઠી છે અને અન્ય ભક્તો સાથે પ્રાર્થના કરી રહી છે. અચાનક એક વ્યક્તિએ બારી બહારથી હાથ નાખ્યો અને તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી. જોકે અહેવાલ છે કે ચોર અડધી ચેન લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, જેનું વજન લગભગ 30 ગ્રામ હતું. ઘટના બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે મંદિરમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે અને ચોરને શોધી કાઢવા માટે સક્રિયપણે કેસની તપાસ કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો: Reliance JioBharat feature phone : રિલાયન્સ જીયો એ ગ્રાહકોને આપી દિવાળીની ભેટ, બે અદ્ભુત 4G ફીચર ફોન લોન્ચ કર્યા; જાણો કિંમત..

    મહત્વનું છે કે મંદિરમાં ચોરીની આ પહેલી ઘટના નથી, અગાઉ રાધા-કૃષ્ણની અષ્ટધાતુ (આઠ ધાતુની મિશ્રધાતુ) મૂર્તિ ચોરીના આઠ દિવસ બાદ 1 ઓક્ટોબરે પ્રયાગરાજના શ્રિંગવરપુરમાં ગૌ ઘાટ આશ્રમ મંદિરમાં પરત આવી હતી. ચોરે માફી પણ માંગી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai: થાણેનો આ હાઈ ફ્લાઈંગ ચોર, ચોરી કરતો અને પ્લેનમાં બેસી આસામ ચાલ્યો જતો, આખરે પોલીસ દ્વારા પકડાયો..

    Mumbai: થાણેનો આ હાઈ ફ્લાઈંગ ચોર, ચોરી કરતો અને પ્લેનમાં બેસી આસામ ચાલ્યો જતો, આખરે પોલીસ દ્વારા પકડાયો..

      News Continuous Bureau | Mumbai 

    Mumbai: મુંબઈમાં અત્યાર સુધી જ્યારે ઘરમાં ચોરીઓ થતી હતી ત્યારે પોલીસ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન પર છટકું ગોઠવીને ગુનેગારોને પકડવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ હવે આ હાઈ ફ્લાઈંગ ગુનેગારે પોલીસ તપાસની દિશા બદલી નાખી છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને અહીં પૈસાની કોઈ કમી નથી અને તેથી જ દરેક વ્યક્તિ મુંબઈ તરફ આકર્ષાય છે. 

    મુંબઈમાં અત્યાર સુધી આપણે બધાએ ચોર ( thief ) જોયા છે જેઓ ટ્રેન બસ અને ટુ વ્હીલર દ્વારા આવે છે, પરંતુ શું તમે ક્યારેય એવા ચોર વિશે સાંભળ્યું છે જે ઘરોમાં ચોરી કરવા માટે વિમાનમાં મુસાફરી કરતો હોય? પરંતુ આવો જ એક ચોર ભાગી ગયો હતો. આ લુટારુ આસામથી ( Assam ) સીધો મુંબઈ આવતો હતો અને ઘરોમાં ચોરી કરીને વિમાનમાં બેસી પાછો આસામ ચાલ્યો જાતો હતો. થાણે પોલીસે આખરે આ હાઈ ફ્લાઈંગ ચોરને ( high flying thief ) આસામથી પકડી પાડ્યો છે.

     આસામનો આ ચોર ગુવાહાટીથી પ્લેન દ્વારા સીધો મુંબઈ જતો હતો ..

    આસામનો આ ચોર ગુવાહાટીથી પ્લેન દ્વારા સીધો મુંબઈ જતો હતો અને ઘરમાં ચોરી કરીને પ્લેન દ્વારા ગુવાહાટી પરત ફરતો હતો. નારપોલી પોલીસ સ્ટેશનની હદમાં આવા જ એક ઘરમાં ચોરી કર્યા પછી, તે આસામ પાછો ફર્યો હતો. પોલીસને મળતી માહિતીના આધારે, પોલીસ પણ તેની પાછળ પાછળ આસામ પહોંચી હતી. પરંતુ પોલીસ માટે આ ચોરની તપાસ કરવું ખૂબ મુશ્કેલ હતું. કારણ કે તે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને ચાલી રહ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Chaitra Navratri 2024 Day 3 : આજે ચૈત્ર નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની પૂજા વિધિ, શુભ સમય, અને મંત્ર…

    પોલીસ ટેકનિકલી તપાસ માટે સીધી ગુવાહાટી પહોંચી અને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો. જેમાં ચોર પોલીસને જોઈને પહેલા માળેથી નીચે કૂદી પડ્યો હતો અને તેના પગમાં ઈજા પણ થઈ હતી. આખરે પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું.

    નારપોલી પોલીસ સ્ટેશનને તેની ધરપકડ કરી અને તેને થાણે લાવ્યા હતા. પોલીસે આરોપીઓએ કરેલી 22 ઘરફોડ ચોરીઓમાંથી રૂ. 62 લાખની કિંમતનું 89 તોલા સોનું રિકવર કર્યું હતું.

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે થાણે પોલીસ ( Thane Police ) કમિશનરેટના નારપોલી, વિષ્ણુંગ, વાગલે એસ્ટેટ, ખડકપાડા, વર્તકનગર વિસ્તારોમાં ઘરોમાં ચોરી કરતો હતો. 2022માં નવી મુંબઈમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી . તે સમયે તેણે સાત ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

  • ચોરની ચોરી જોઈને ચોંકી જશો! ‘સ્પાઈડર મેન’ની જેમ ચોથા માળે ચઢી ગયો અને પછી થઈ જોયા જેવી, જુઓ વિડીયો…

    ચોરની ચોરી જોઈને ચોંકી જશો! ‘સ્પાઈડર મેન’ની જેમ ચોથા માળે ચઢી ગયો અને પછી થઈ જોયા જેવી, જુઓ વિડીયો…

     News Continuous Bureau | Mumbai

    સોશિયલ મીડિયા પર દરરોજ નવા વીડિયો જોવા મળે છે. તેમાં કેટલાક એવા વીડિયો છે જે લોકોને ચોંકાવી દે છે અથવા ખુશ કરી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચોરનો એક વીડિયો વાયરલ થયો છે. ચોરે જે કર્યું તે જોઈને નેટીઝન્સ ચોંકી ગયા.  

    લોકોએ એ ચોરના વખાણ કર્યા.

    આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં દેખાતો ચોર ચોથા માળે ચોરીના ઈરાદે ચડ્યો છે. જ્યારે ચોર દિવસના પ્રકાશમાં બિલ્ડિંગ પર ચઢી રહ્યો હતો, ત્યારે અન્ય લોકોએ ચોરને જોયો હતો. ચોર પાઈપનો સહારો લઈને ચોથા માળે પહોંચી ગયો હતો. આ વીડિયો જોયા બાદ તેના પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલીક પ્રતિક્રિયાઓ ખરાબ છે તો કેટલાક લોકોએ ચોરના વખાણ કર્યા છે.

    ચોર ચોથા માળે ચડી ગયો

    આ વાયરલ વિડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર @gharkekalesh એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતો ચોર ચોથા માળે ચઢી રહ્યો છે. આ વીડિયો કોણે બનાવ્યો છે. તેઓ તે ચોરને અવાજ આપી રહ્યા છે. તે પછી, ચોર ઝડપથી નીચે ઉતરતો જોવા મળે છે. આ બધું જોઈને નેટીઝન્સ ખૂબ જ ડરી ગયા છે.

  • મુંબઈ શહેરની ઘટના : 47 લાખના દાગીના અને 10 લાખ રોકડા લઈને ડાન્સ બારમાં બેઠો નોકર

    મુંબઈ શહેરની ઘટના : 47 લાખના દાગીના અને 10 લાખ રોકડા લઈને ડાન્સ બારમાં બેઠો નોકર

    News Continuous Bureau | Mumbai

    પોલીસે તેની પાસેથી 47 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ નોકર ડાન્સ બારમાં બે દિવસથી 902 ગ્રામ સોનાના દાગીના અને 10 લાખની રોકડ સાથે દારૂ પીવા જતો હતો. પોલીસે ધરપકડ કરાયેલા નોકર પાસેથી સોનાના દાગીના જપ્ત કર્યા હતા, પરંતુ કેટલાક દાગીના વેચીને મેળવેલા 10 લાખ રૂપિયાની રોકડ મળી આવી નથી.

    ચેમ્બુર વિસ્તારના એક સુવર્ણકારે 8 માર્ચે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, નોકર માલિકની પાછળથી દુકાનમાંથી 57 લાખની કિંમતના દાગીના લઈને ભાગી ગયો હતો અને તે તેના ક્યાંય સંપર્કમાં નહોતો. આટલી મોટી રકમના દાગીના લઈને નોકર ભાગી જતાં પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો હતો અને નોકરને શોધવા માટે પોલીસ ટીમ બનાવી હતી.

    સર્કલ 6ના નાયબ પોલીસ કમિશનર હેમસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ચેમ્બુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશી, પોલીસ ઈન્સ્પેક્ટર રણજીત જાધવ. એકનાથ દેસાઈ, અનિલ શિરોલે પી.યુ. સ્વપ્નિલ શિંદે, સ્પોની. ઘુલે, નાર્વેકર, અમ્મલદાર. ઘોરપડે, ચવ્હાણ, પરદેશી, કદમ ચૌધરી, લોંધે, ભક્તિ જાધવ અને ટીમે નોકરની શોધ શરૂ કરી, પોલીસને માહિતી મળી કે નોકર સુરેશ ગુર્જર (25) મુંબઈની નજીક છે. ટેકનિકલ તપાસ બાદ પોલીસે સોમવારે નવી મુંબઈ વિસ્તારમાંથી નોકર સુરેશ ગુર્જરની ધરપકડ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો :  આંતરરાષ્ટ્રીય ટેન્શન, રશિયાના જેટ વિમાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું.

    તેને ચેમ્બુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો અને જ્યારે પોલીસે પહેલા તેની બેગની તપાસ કરી તો બેગમાંથી ઘરેણાં મળી આવ્યા તેમજ તેણે ગંજીમાં દાગીના છુપાવ્યા હતા.

    47 લાખની કિંમતના દાગીના મળી આવ્યા હતા પરંતુ જ્યારે તેમને બાકીના દાગીના ક્યાં છે તે અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે તેણે આ દાગીના વેચી નાખ્યા છે જેની બદલે તેને દસ લાખ રૂપિયા મળ્યા છે. આ 10 લાખ રૂપિયા હાલ ક્યાં છે તે સંદર્ભે તપાસ ચાલી રહી છે.

  • મલાડ લીંક રોડ પર બસમાં ચડતા મુસાફરનો મોબાઈલ થયો ચોરી? જુઓ વાયરલ વિડિયો

    મલાડ લીંક રોડ પર બસમાં ચડતા મુસાફરનો મોબાઈલ થયો ચોરી? જુઓ વાયરલ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    પશ્ચિમ ઉપનગર મલાડના ચિંચોલી બંદર બસ સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે એક મુસાફરનો મોબાઈલ ફોન ચોરી થવાની ઘટના સામે આવી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રાતે મુસાફરો બસ સ્ટોપ પરથી બસમાં ચઢવા લાગે છે. ત્યારે પાછળ ઉભેલા શંકાસ્પદ શખ્સે મુસાફરનો મોબાઈલ ફોન ચોરી લીધો. આ ઘટનાનો વિડીયો બસ સ્ટોપ પર ઉભા રહેલા અન્ય એક મુસાફરે તેના મોબાઈલમાં કાઢી લીધો હતો. અને સોશિયલ મીડિયા પર ચડાવી દીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.

    આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વિડીયો વાયુવેગે વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો : કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો

  • ભારે કરી, દાંતની ‘ચમક’ બની મુસીબત, 15 વર્ષથી ફરાર ‘ચોર’ની મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ.. વાંચો અનોખો કિસ્સો

    ભારે કરી, દાંતની ‘ચમક’ બની મુસીબત, 15 વર્ષથી ફરાર ‘ચોર’ની મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ.. વાંચો અનોખો કિસ્સો

    News Continuous Bureau | Mumbai

    સોશિયલ મીડિયા પર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ મુંબઈમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે LIC એજન્ટ તરીકે 16 વર્ષથી ફરાર ઠગને પકડી પાડ્યો છે. રસપ્રદ વાત એ છે કે પોલીસે તેના સોનાના દાંતની ઓળખથી પકડી પડ્યો છે. જ્યારે પોલીસ તેની પાસે એલઆઈસી એજન્ટ બનીને વાત કરી રહી હતી ત્યારે તે હસ્યો હતો. ત્યારે તેના બે સોનાના દાંત દેખાતા પોલીસે તેને પકડી લીધો હતો. આ સમગ્ર મામલો આરએકે માર્ગ પોલીસ સ્ટેશનનો છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ચોરની ધરપકડ મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર મહેશ લામખેડે અને તેમની ટીમે કરી હતી.

    2007માં 40 હજાર રૂપિયા લઈને ભાગી ગયો હતો.

    પોલીસે જણાવ્યું કે 37 વર્ષીય ચોર 2007માં સેલ્સમેન હતો. તે પરેલમાં કપડાંની દુકાનમાં કામ કરતો હતો. 28 જુલાઈ 2007ના રોજ દુકાનના માલિકે તેને 40,000 રૂપિયા અન્ય બિઝનેસમેનને આપવા માટે આપ્યા હતા. પરંતુ પૈસાને જોઈને તેનો ઈરાદો બગડી ગયો હતો. તેણે પૈસા ભરેલી થેલી ઘરમાં સંતાડી દીધી અને બાદમાં તેણે એવી વાર્તા ઘડી કાઢી કે તેની સાથે પૈસાની લૂંટ થઈ હતી. બાદમાં આ મામલામાં દુકાન માલિકે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને તેની ધરપકડ કરી હતી. પરંતુ ત્રણ દિવસ બાદ જામીન મળતા તે ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.

    આ સમાચાર પણ વાંચો : ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો

    છેતરપિંડી કરનાર પૈસાનો લાલચુ હતો, આ રીતે પકડાયો.

    પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરે પોતાની ઓળખ છુપાવી હતી. તે નવા નામથી ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતો હતો. બાતમીદારની સૂચના પર પોલીસ ચોરને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસે એલઆઈસી એજન્ટ તરીકે ચોરને મુંબઈ બોલાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું કે તેની એક એલઆઈસી પોલિસી પાકી ગઈ છે. પરંતુ પૈસા લેવા માટે તેને મુંબઈ આવવું પડશે. આ સાંભળીને ચોરને ફરી પૈસાનો લોભ થયો. તે મુંબઈ આવ્યો કે તરત જ પોલીસની ટીમે તેને પકડી લીધો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

  • હીરાના દાગીના પર ઉંદરે હાથ સાફ કર્યો, માત્ર 30 સેકન્ડમાં જ કરોડોનો નેકલેસ છુમંતર.. જુઓ વિડીયો 

    હીરાના દાગીના પર ઉંદરે હાથ સાફ કર્યો, માત્ર 30 સેકન્ડમાં જ કરોડોનો નેકલેસ છુમંતર.. જુઓ વિડીયો 

     News Continuous Bureau | Mumbai

    સામાન્ય રીતે તમે ઉંદરોને ખાતા કે વસ્તુઓને નુકસાન પહોંચાડતા જોયા હશે. પણ શું તમે ક્યારેય કોઈ ઉંદરને ચોરી કરતા જોયો છે? અને તે પણ સામાન્ય વસ્તુની ચોરી નહીં પણ મોંઘાદાટ હીરાના હારની. હાલમાં એવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે એક ઉંદરનો છે. આ ઉંદર હીરાનો હાર ચોરી કરીને રફુચક્કર થતો નજરે પડે છે. વીડિયોમાં ઉંદરની હરકત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હસી પડ્યા.

    આ વીડિયોને જુઓ. 

     

    હારને લઈને છુમંતર 

    વાયરલ વીડિયો ક્લીપમાં તમે શો રૂમમાં હીરાના હારને જોઈ શકો છો. શો રૂમમાં એક ઉંદર ચોરની જેમ આવે છે અને હીરાનો હાર જાણે કે કોઈ ખાવાની વસ્તુ હોય તેમ હારને લઈને છુમંતર થઈ જાય છે. તમે વ્યક્તિઓના હીરા-સોનાના શોખ વિશે સાંભળ્યું હશે પણ આ ઉંદરને જોઈને તો એવું લાગે છે કે આ ઉંદરને પણ જ્વેલરીનો શોખ છે. 

  • શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

    શું તમને ખબર છે મુંબઈ શહેરની રેલિંગ અને રોડ ડીવાઇડર કઈ રીતે ગાયબ થઈ રહ્યા છે? કેમેરામાં કેદ થયા ચોરીના વિડીયો.

    News Continuous Bureau | Mumbai

     મુંબઈ શહેરમાં રોડ ડીવાઇડર તેમજ રસ્તાના કિનારે લોખંડની રેલિંગ લગાડવામાં આવે છે. આ રેલિંગ લગાડવા પાછળનું કારણ એ છે કે લોકોની સુરક્ષા જળવાઈ રહે. પરંતુ મુંબઈ શહેરમાં ચોરો ની ગેંગ સક્રિય છે જે આવી રેલીંગ ને તોડી નાખે છે અને ભંગારમાં વેચી દે છે. આવો એક વીડિયો વાયરલ થયો છે.

     મુંબઈ શહેર ની રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે?

     મુંબઈ શહેરમાં રેલિંગ ની ચોરી કઈ રીતે થાય છે તે આ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાય છે. ચોરો એકલતાનો ફાયદો ઉચકીને પથ્થર અથવા પેવર બ્લોક થી રેલિંગ ને ફટકારે છે અને ત્યારબાદ જેવો લોખંડ નો ટુકડો તૂટી જાય કે તે ઉચકી ને ચાલતી પકડે છે. 

    આ સમાચાર પણ વાંચો: મુંબઈ શહેરની અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો વિડીયો.

    રેલિંગ ની ચોરી ક્યાં થાય છે?

     સમગ્ર મુંબઈ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેલિંગ ની ચોરી થાય છે.  લગભગ આખા મુંબઈ શહેરમાં આવી સમસ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સુશોભિત કરણ પૂરું કરે તેના બીજા દિવસથી જ આવી ચોરી શરૂ થઈ જાય છે. આ એટલી નાની ચોરી છે કે ચોરી કરનાર ને પકડવા પાછળ પોલીસનો વધુ સમય બરબાદ થાય છે. પરંતુ આ ચોરી આખા મુંબઈ શહેરમાં થતી હોવાને કારણે નુકશાનનો આંકડો કરોડો રૂપિયામાં છે.

  • Viral video: સાંભળો ચોરની હાજર જવાબી, પકડાઈ ગયો પછી પોલીસને સાચે સાચા જવાબ આપ્યા. આખે આખું પોલીસ સ્ટેશન હસવા માંડ્યું.

    Viral video: સાંભળો ચોરની હાજર જવાબી, પકડાઈ ગયો પછી પોલીસને સાચે સાચા જવાબ આપ્યા. આખે આખું પોલીસ સ્ટેશન હસવા માંડ્યું.

    News Continuous Bureau | Mumbai

    હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ સ્ટેશન ની અંદર ચોર પૂરી રીતે પોલીસની ગીરફ્ત છે અને છૂટવાની કોઈ શક્યતા નથી. જ્યારે ચોર ને પોલીસ પ્રશ્નો પૂછવા માંડે છે ત્યારે તેના જવાબો સાંભળવા જેવા છે. જુઓ આ વીડિયો..

    આ સમાચાર પણ વાંચો : Animal Rescue : માછીમારોની ઉદારતા જુઓ આ વીડિયોમાં. જાળમાં ફસાઈ ગયેલી ડોલ્ફિનને ફરી દરિયામાં છોડી.

  • મુંબઈના પશ્ચિમ પરાંમાં  મોટરસાયકલ ચોરનારી ટોળકી ઝબ્બે, આરોપીમાં બે સગીર વયના. જાણો વિગતે

    મુંબઈના પશ્ચિમ પરાંમાં  મોટરસાયકલ ચોરનારી ટોળકી ઝબ્બે, આરોપીમાં બે સગીર વયના. જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    મુંબઈના પશ્ચિમ પરામાં(western suburbs) ટુ-વ્હીલરની ચોરીનું(Two-wheeler theft) પ્રમાણ વધી ગયું છે ત્યારે મલાડમાં(Malad) ચોરીની મોટર સાયકલ(Motorcycle) વેચવા આવનારી ટોળકીને પકડી પાડવામાં કાંદીવલી પોલીસને(Kandivali police) સફળતા મળી છે. આરોપીની(thief) તપાસમાં મોટરસાઈકલ ચોરીના પાંચ કેસ સોલ્વ થયા હતા. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા આરોપીઓમાં બે સગીર વયના કિશોરો છે.

     મળેલ માહિતી મુજબ 19 મે, 2022 ના રોજ કાંદીવલી પોલીસની યુનિટ 11 ના પોલીસ સબ ઇન્સ્પેકટર(Police Sub Inspector)  અજીત કાનગુડેને(Ajit Kangude) ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક ઇસમો મલાડ( વેસ્ટ)ના માલવાણીમાં(Malvani), લોટસ લેક(Lotus Lake), માર્વે રોડ  ખાતે ચોરીની મોટરસાયકલ વેચવા માટે આવી રહ્યા છે. તેણે આ બાબતે સિનિયરને જાણ કર્યા બાદ પોલીસ ઈન્સ્પેકટર પાટીલ, પોલીસ ઈન્સ્પેકટર ધોણે, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર જાધવ, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર પાટીલ, પોલીસ અધિકારી  શિંદે, પોલીસ હવાલદાર ગાયકવાડ, પોલીસ હવાલદાર તરટે, પોલીસ નાયક કદમ અને પોલીસ નાયક શિંદેએ છટકું ગોઠવી બે ટુ વ્હીલર સહિત ત્રણ ઈસમોની(Ismo) અટકાયત કરી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમના પર ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો :  યાત્રીગણ કૃપયા ધ્યાન દે, સેન્ટ્રલ રેલવેમાં આજે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક.. 

    પોલીસના જણાવ્યા મુજબ નમુદ શખ્સોને કસ્ટડીમાં લઈ વધુ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં(police station) લાવવામાં આવ્યા હતા.કસ્ટડીમાં રહેલા શખ્સો પાસેથી ત્રણ મોટરબાઈક પણ કબજે કરી હતી. આવી કુલ 5 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે અને મોટરસાયકલ ચોરીના 5 ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

    વધુ તપાસ દરમિયાન આ બાઈક દિંડોશી અને વર્સોવા પોલીસ સ્ટેશનની હદમાં થી ચોરાઈ હોવાનું જણાયું હતું. તેથી આ અંગે દીંડોશી પોલીસ સ્ટેશનને  જાણ કરવામાં આવી છે અને પકડાયેલ આરોપી અને મોટરસાયકલ દીંડોશી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. જોકે તપાસ દરમિયાન આરોપીમાંના બે આરોપી સગીર વયના હોવાનું જણાયું હતું. જેમાનો એક 15 વર્ષનો તો બીજો 17 વર્ષનો છે. તેમનો સાથીદારી 29 વર્ષનો છે. પોલીસે તેમની ઉંમર જાણ્યા બાદ તેમના પરિવારને તેમનો કબજો સોંપ્યો હતો, પરંતુ વધુ તપાસ માટે ફરી પોલીસ સ્ટેશન હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.