Tag: thunderstorms

  • Mumbai Monsoon : ઉકળાટ-બફારા વચ્ચે મુંબઈના વાતાવરણમાં પલટો,  અનેક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ.. જુઓ વિડીયો..

    Mumbai Monsoon : ઉકળાટ-બફારા વચ્ચે મુંબઈના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ.. જુઓ વિડીયો..

      News Continuous Bureau | Mumbai

    Mumbai Monsoon : ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. મુંબઈ શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે.

     

    Mumbai Monsoon : પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદ

    બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી અને બાંદ્રા જેવા કેટલાક પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો, જ્યારે પૂર્વીય ઉપનગરો અને ટાપુ શહેરના કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક આવેલા તોફાન અને ભારે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી.  

     

    Mumbai Monsoon : તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો 

    મુંબઈના પહેલા વરસાદના વિડીયો સોશિયલ  મીડિયા પર ફરતા થઇ ગયા છે.  અનેક યુઝર્સે ટિવટર પર વિડીયો અપલોડ કર્યા છે. આજે સાંજે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં વીજળીના ચમકારા, તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે.

     

    આ સમાચાર પણ વાંચો : Monsoon 2025: આનંદો! દેશમાં સમય કરતા પહેલા થશે ચોમાસાની એન્ટ્રી, જાણો મુંબઈમાં ક્યારે થશે આગમન

    Mumbai Monsoon :  ગરમીથી રાહત મળી

    મહત્વનું છે કે મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીથી રાહત મળી, જેમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, ડોંબિવલી, વસઈ, વિરાર અને અલીબાગના વિસ્તારોમાં 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદ પડ્યો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai rain : મુંબઈ ના આકાશમાં ઘેરાયા કાળાં ડિબાંગ વરસાદી વાદળો. કેટલો વરસાદ પડી શકે છે. તે આ વિડીયોમાં જોઈને અંદાજો લગાવો.

    Mumbai rain : મુંબઈ ના આકાશમાં ઘેરાયા કાળાં ડિબાંગ વરસાદી વાદળો. કેટલો વરસાદ પડી શકે છે. તે આ વિડીયોમાં જોઈને અંદાજો લગાવો.

     News Continuous Bureau | Mumbai

     Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્ય રેલવેનો લોકલ રૂટ ઠપ્પ થઈ ગયો છે. મુંબઈની એક ઊંચી ઈમારતમાંથી લેવાયેલ આ વરસાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  જેમાં ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જોવા મળે છે. આકાશમાં આવો મેઘાડંબર  જોઇને મુંબઇગરાંને મુશળધાર વરસાદ વરસવાની આશા હોય તે સ્વાભાવિક છે. 

    આ સમાચાર પણ વાંચો  : વરસાદ રંગ લાવ્યો, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં આટલા લાખ લિટર પાણી થયું એકઠું; જાણો આંકડા..

     

  • Mumbai Weather Update : આખરે મુંબઈમાં વરસાદ પહોંચી ગયો. જુઓ આસમાન માં કેટલા વાદળ છવાયેલા છે – આ તસવીર માં…

    Mumbai Weather Update : આખરે મુંબઈમાં વરસાદ પહોંચી ગયો. જુઓ આસમાન માં કેટલા વાદળ છવાયેલા છે – આ તસવીર માં…

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Weather Update :  મુંબઈ અને થાણેના લોકોને હજુ પણ ગરમીથી રાહત મળી નથી. કાળઝાળ ગરમીના કારણે મુંબઈગરાઓની હાલત દયનીય છે. જો કે મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તેમને લાંબા સમય સુધી ગરમી સહન કરવી પડશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આખરે મુંબઈમાં વરસાદ ( Mumbai Rain ) પહોંચી ગયો છે.  IMD એ એક તસ્વીર શેર કરી છે જેમાં મુંબઈ શહેરના આકાશમાં વાદળો ઘેરાયેલા જો મળે છે. એટલે શહેરમાં ગમે ત્યારે મેઘરાજા ( Mumbai monsoon ) દસ્તક આપી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં આગામી કેટલાક કલાકો અને દિવસોમાં વધુ વરસાદ પડી શકે છે.

    Mumbai Weather Update Partly Cloudy with Light Rain and Thunderstorms Expected

    મહત્વનું છે કે ગત 5 જૂને મુંબઈના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેને પ્રી-મોન્સુન ( pre-monsoon ) કહેવામાં આવી રહ્યો છે. મુંબઈના બોરીવલી, કાંદિવલી અને દાદર જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં વહેલી સવારે પડયો ઝરમર વરસાદ, તાપમાનનો પારો નીચે આવ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો..

  • Mumbai Monsoon : મુંબઈગરાઓ છત્રી-રેઇનકોટ લઇને જ ઘર બહાર નીકળજો.. મુંબઈ, થાણે સહિત રાજ્યમાં ભારે વરસાદની વકી.. હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

    Mumbai Monsoon : મુંબઈગરાઓ છત્રી-રેઇનકોટ લઇને જ ઘર બહાર નીકળજો.. મુંબઈ, થાણે સહિત રાજ્યમાં ભારે વરસાદની વકી.. હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

     News Continuous Bureau | Mumbai

    Mumbai Monsoon : નૈઋત્ય ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. તે પહેલા રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની ભારે હાજરી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ભારે વરસાદ પડશે.

    મહત્વનું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય પહેલા 30 મેના રોજ કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે 10 જૂન સુધીમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું આવી શકે છે.

    Mumbai Monsoon : ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ

    હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને તોફાની પવનો સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.

    આ સમાચાર પણ વાંચો: Mumbai rain : મુંબઈમાં વહેલી સવારે પડયો ઝરમર વરસાદ, તાપમાનનો પારો નીચે આવ્યો, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો..

    Mumbai Monsoon : તેજ પવન સાથે વરસાદની શક્યતા

    દક્ષિણ કોંકણ, ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આજે દક્ષિણ કોંકણ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદ અથવા તોફાન થવાની સંભાવના છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

    Mumbai Monsoon : મુંબઈ, થાણે સહિત આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

    મુંબઈ, થાણે, રાયગઢ, પુણે, અહેમદનગર, નાસિક, કોલ્હાપુર, સાંગલી, સતારા, છત્રપતિ સંભાજીનગર, જાલના, નાંદેડ, ધારાશિવ, હિંગોલી, પરભણી જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, લાતુર, બીડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળશે.

    Mumbai Monsoon : ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે?

    દરમિયાન, મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, તેલંગાણા અને દરિયાકાંઠાના વિસ્તારો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવામાં આવી છે. આગામી 3-4 દિવસમાં ચોમાસુ આ રીતે આગળ વધશે.

  • Maharashtra Rain:  હવામાન વિભાગની આગાહી! મુંબઈ, થાણે સહિત આ 13 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ.. જાણો ક્યા કેટલો વરસાદ..વાંચો અહીં..

    Maharashtra Rain: હવામાન વિભાગની આગાહી! મુંબઈ, થાણે સહિત આ 13 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ.. જાણો ક્યા કેટલો વરસાદ..વાંચો અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Maharashtra Rain: હવામાન વિભાગે (IMD) આગામી કેટલાક કલાકો સુધી મહત્વના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ (Rain Alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી 3-4 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ( heavy rainfall ) સંભાવના છે.

    સિંધુદુર્ગ, થાણે, મુંબઈ, પુણે, અહેમદનગર, છત્રપતિ સંભાજી નગર, જલગાંવ, કોલ્હાપુર, નંદુરબાર જિલ્લામાં આગામી 3-4 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ( Rain forecast ) છે. હવામાન વિભાગે અપીલ કરી છે કે આ કારણે નાગરિકોએ બહાર નીકળતી વખતે હવામાનની આગાહી ( weather forecast ) તપાસવી જોઈએ.

    નિર્જન સ્થળોએ ન રોકાવાની સૂચનાઓ..

    દરમિયાન, રાયગઢ, રત્નાગિરી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદની પણ સંભાવના છે. આ સમયે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. નાસિક અને ધુલે જિલ્લામાં પણ આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરીજનોએ બહાર નીકળતી વખતે હવામાનની આગાહી અવશ્ય તપાસવી જોઈએ.

    આ સમાચાર પણ વાંચો : NIA Raids: ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર્સ પર મોટી કાર્યવાહી, આ 6 રાજ્યના 50 સ્થાનો પર NIAના દરોડા..

    પાલઘર જિલ્લામાં ( Palghar district ) પણ આગામી કેટલાક કલાકો સુધી ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેથી, મુંબઈ હવામાન વિભાગ દ્વારા નિર્જન સ્થળોએ ન રોકાવાની સૂચનાઓ આપવામાં આવી છે.