Tag: todays auspicious day

  • આજે તારીખ – 15 :01:2023 – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

    News Continuous Bureau | Mumbai

    આજનો દિવસ
    ૧૫ જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર

    “તિથિ” – આજે સાંજે ૭.૪૫ સુધી પોષ વદ આઠમ ત્યારબાદ પોષ વદ નોમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

    “દિન મહીમા”
    કાલાષ્ટમી, મકરસંક્રાતિ પૂ.કાળ સૂ.ઉ. થી ૧૭:૨૫, ભારતિય સેના દિવસ, પોંગલ-દ.ભારત, દાઉજીમહારાજ ઉ.નાથદ્વારા, વલ્લભલાલજી ઉં. મુંબઇ

    “સુર્યોદય” – ૭.૧૫ (મુંબઈ)

    “સુર્યાસ્ત” – ૬.૧૯ (મુંબઈ)

    “રાહુ કાળ” – ૧૬.૫૮ – ૧૮.૨૧

    “ચંદ્ર” – તુલા
    આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

    “નક્ષત્ર” – ચિત્રા, સ્વાતી (૧૯.૧૧)

    “ચંદ્ર વાસ” – પશ્ચિમ
    દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

    દિવસનાં ચોઘડિયા
    ચલઃ ૮.૩૯ – ૧૦.૦૨
    લાભઃ ૧૦.૦૨ – ૧૧.૨૫
    અમૃતઃ ૧૧.૨૫ – ૧૨.૪૮
    શુભઃ ૧૪.૧૧ – ૧૫.૩૪

    રાત્રીનાં ચોઘડિયા
    શુભઃ ૧૮.૨૦ – ૧૯.૫૭
    અમૃતઃ ૧૯.૫૭ – ૨૧.૩૪
    ચલઃ ૨૧.૩૪ – ૨૩.૧૧
    લાભઃ ૨૬.૨૫ – ૨૮.૦૨
    શુુભઃ ૨૯.૩૯ – ૩૧.૧૬

    રાશી ભવિષ્ય

    “મેષઃ” (અ,લ,ઇ)-
    જાહેરજીવનમાં સારું રહે, યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.

    “વૃષભઃ” (બ,વ,ઉ)-
    શત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

    “મિથુનઃ”(ક, છ, ઘ)-
    સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

    “કર્કઃ”(ડ,હ)-
    જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ.

    “સિંહઃ”(મ,ટ)-
    સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

    “કન્યાઃ”(પ,ઠ,ણ)-
    બેન્ક બેલેન્સ વધારી શકો, પૈસા બાબત માં સારું રહે.

    “તુલાઃ”(ર,ત)-
    કાર્યસિદ્ધિ આપતો દિવસ, સફળતા મેળવી શકો.

    “વૃશ્ચિકઃ”(ન,ય)-
    તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું.

    “ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
    સગા સ્નેહી મિત્રો થી સારું રહે, પ્રગતિકારક દિવસ.

    “મકરઃ”(ખ,જ)-
    સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

    “કુંભઃ”(ગ,શ,સ,ષ)-
    પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

    “મીનઃ”(દ, ચ, ઝ, થ)-
    નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

  • આજે હનુમાન જયંતી – આજના શુભ દિવસે હનુમાનજીનાં આ 12 દિવ્ય નામોનું જાપ કરવાથી થશે શનિદોષનું નિવારણ, જાણો…

    આજે હનુમાન જયંતી – આજના શુભ દિવસે હનુમાનજીનાં આ 12 દિવ્ય નામોનું જાપ કરવાથી થશે શનિદોષનું નિવારણ, જાણો…

    News Continuous Bureau | Mumbai 

    મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ આજે એટલે શનિવારે દેશભરમાં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. પવનપુત્રની જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે શનિવારે જ હનુમાન જયંતિનો અનોખો સંયોગ સર્જાયો છે.

    શાસ્ત્રવિદોનુસાર અંજનીપુત્ર હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલીસા, સંકટમોચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. આજે ચૈત્રી પૂર્ણિમા છે ત્યારે આ દિવસ હનુમાન જયંતિનો, પિતૃકૃપા મેળવવાનો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે શક્તિપીઠ સહિતના માઇમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. બીજી તરફ બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે શુક્રવારે રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે. 

    આમ તો, ભગવાન બજરંગબલીના ઘણા નામ છે પરંતુ આનંદ રામાયણમાં એમના 12 વિશેષ નામ જણાવવામાં આવ્યાં છે.હનુમાનજી તેમના ભક્તોનાં કષ્ટ નિવારે છે. આ દુ:ખભંજન દેવનાં દિવ્ય નામોનું જાપ દિવસમાં એક ચોક્કસ સમયે કરવાથી ભક્તોનાં શનિદોષનું નિવારણ થાય છે.

    1. હનુમાન 

    2.અંજનીસૂત

     3.વાયુપુત્ર 

    4.રામેષ્ટ 

    5.ફાલ્ગુનસખા

     6.પિંગાક્ષ

    7.અમિતવિક્રમ

    8.ઉદધિક્રમણ

    9.સીતાશોક વિનાશન

    10.લક્ષમણપ્રાણદાતા

    11.દશગ્રીનદર્પહા

    12.મહાબલહ

  • આજનો શુભ દિન – દેવ દિવાળી.

    આજનો શુભ દિન – દેવ દિવાળી.

    દિવાળીના બે અઠવાડિયા પછી દેવ દિવાળી નો પર્વ આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે, માટે માણસો, કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા, તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે, પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન આપવાનું વિશેષ મહત્વ છે. આ વખતે કાર્તિક પૂર્ણિમા 29 અને 30 નવેમ્બરના રોજ છે. 29 નવેમ્બરના રોજ પૂર્ણિમા રાત્રિની પૂજા કરવામાં આવશે. જ્યારે પૂર્ણ ચંદ્ર સ્નાન અને ઉપવાસ 30 નવેમ્બરના રોજ કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં આજના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્‍મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે સ્નાન અને દાનનું ખાસ માહાત્મ્ય છે. શાસ્ત્રોમાં બધા મહિનાઓમાં કાર્તિક મહિનાને આધ્યાત્મિક અને શારીરિક ઊર્જા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.  

    કાર્તિક પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્‍મી છે અને આજના દિવસે દાન-પુણ્યનું અનેક ગણું માહાત્મ્ય છે. ભગવાન વિષ્ણુએ કાર્તિક પૂનમે ધર્મ અને વેદોની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. જેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્‍મીની પૂજા કરવાનું વિધાન છે. એક અન્ય માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાએ મહાદેવએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે એને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.