Tag: tollfreenumber

  • શું ક્લીનઅપ માર્શલ તમારી પાસે માસ્ક ન પહેરવા બદ્લ દંડ વસૂલે છે. તો પછી આ વિગત તપાસી લ્યો. મુંબઈ મહાનગરપાલિકાને જાહેર કર્યો ટોલ ફ્રી નંબર.

    શું ક્લીનઅપ માર્શલ તમારી પાસે માસ્ક ન પહેરવા બદ્લ દંડ વસૂલે છે. તો પછી આ વિગત તપાસી લ્યો. મુંબઈ મહાનગરપાલિકાને જાહેર કર્યો ટોલ ફ્રી નંબર.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,10 જાન્યુઆરી 2022

    સોમવાર. 

    મુંબઈમાં માસ્ક નહીં પહેરનારા તેમ જ સાર્વજનિક જગ્યા થૂંકનારા બેજવાબદાર નાગરિકો સામે પગલાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કર્યા છે. પરંતુ દંડની રકમને લઈને કાયમ નાગરિકો અને ક્લીનઅપ માર્શલ્સ વચ્ચે વિવાદ થતો હોય છે. અમુક સમયે વિવાદ મારામારીથી લઈને પોલીસ ચોપડે સુધી પહોંચી જતો હોય છે. તેથી આ વિવાદને રોકવા પાલિકાએ હવે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.

    પાલિકાએ ક્લીનઅપ માર્શલ્સ તથા નાગરિકો વચ્ચે થતા વિવાદને રોકવા નવી યોજના અમલમાં મૂકી છે. તે મુજબ  માસ્ક વગર ફરનારા અને થૂંકનારા લોકો સામે કાર્યવાહી કરવા નીમેલા ક્લીનઅપ માર્શલ્સ જ્યારે દંડ ફટકારે છે. તે સમયે નાગરિકોએ દંડની રકમ તેને આપવા પહેલા ક્લીનઅપ માર્શલ્સના યુનિફોર્મ પર સંબંધિત વોર્ડનું નામ અને નંબર છે કે નહીં તે તપાસી લેવો.

    નવી મુંબઈમાં સસ્તા ઘરનું સપનું સાકાર કરવું છે. તો થઈ જાઓ તૈયાર. સિડકો 5,000 ઘરોની લોટરી કાઢી રહ્યું છે. જાણો વિગત અહીં..

    ક્લીનઅપ માર્શલ્સના યુર્નિફોર્મ પર રહેલી વિગત તપાસ્યા બાદ જ નાગરિકોએ દંડની રકમ ભરવી અને પાવતી લેવી એવી અપીલ પાલિકાએ કરી છે. તેમ જ આ સંબંધમાં કોઈ ફરિયાદ હોય અથવા કોઈ શંકા હોય તો ટોલ ફ્રી નંબર 1800221916 નંબર પર ફોન કરવો એવી અપીલ પણ પાલિકા પ્રશાસને મુંબઈગરાને કરી છે.

  • સોસાયટી કમ્પાઉન્ડમાંથી કચરો નથી ઉપાડયો?  તો કરો મુંબઈ મહાનગરપાલિકાને આ નંબર પર ફરિયાદ જાણો વિગત,

    સોસાયટી કમ્પાઉન્ડમાંથી કચરો નથી ઉપાડયો? તો કરો મુંબઈ મહાનગરપાલિકાને આ નંબર પર ફરિયાદ જાણો વિગત,

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,4 જાન્યુઆરી 2022

    મંગળવાર. 

    તમારી સોસાયટીમાં તમે ભીનો અને સૂકો કચરો અલગ અલગ કાઢયો છે, છતાં પાલિકાની ગાડી તેને અલગ અલગ નથી લઈ જતી તો તમે તેની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાને કરી શકો છો. પાલિકાએ તે માટે અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
    કચરો જયાં નીકળે છે ત્યાં જ તેનું વર્ગીકરણ કરવાનું મુંબઈ મહાનગરપાલિકાએ ફરજિયાત બનાવ્યું છે. અલગ કરેલા કચરાને ઉપાડવા માટે સ્વતંત્ર ખાના હોય તેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કચરો અલગ અલગ કર્યા બાદ પણ તે ઉપાડવામાં આવ્યો નહીં તો મુંબઈગરા હવેથી તેની ફરિયાદ કરી શકે  છે.

    પાલિકાના નિયમ મુજબ તમામ નાગરિકોએ સૂકો અને ભીનો કચરો અલગ કર્યા બાદ કચરો ભેગો કરનારી સંસ્થાને હસ્તાંતરણ કરવું ફરજિયાત છે. મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારી હાઉસિંગ સોસાયટીઓને તેમના સોસાયટીના પરિસરમાં જ કચરા પર પ્રક્રિયા કરવી આવશ્યક છે.

    શું મુંબઈગરાને ફરી એક વખત લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે? BMCના અધિકારીએ કહી દીધી મોટી વાત; જાણો વિગત

    કચરાનું વર્ગીકરણ કર્યા બાદ અલગ કરેલા કચરાને લઈ જવા માટે તેમ જ તેમાં આવતી સમસ્યાઓ માટે નાગરિકોને કોઈ મૂંઝવણ હોય તે માટે પાલિકાએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. 1800-22-1916 આ સ્વતંત્ર નંબર પર નાગરિકો સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ફોન કરી શકશે.